________________ 40 નિષધપતિ કરીને ઘર ભેગો થઈ જા. મારું ભુજબળ બધા વિદ્યાધરામાં જાણીતું છે. તને છેલ્લી ચેતવણી આપું છું કે તું ચાલ્યો જા...મારા ભાગ વચ્ચે આવવામાં સાર નહિ કાઢે.” રતિમોહને ઉત્તરમાં ખડગ સાથે પિતાના વિમાનમથી કુદ માર્યો અને હવામાં તરતે રુદ્રાંગના વિમાન તરફ ધ. આ જોઈને રુદ્રાંગે પણ હાથમાં ખડગ લીધું અને પડકાર કરીને તે પણ રતિ મેહનની સામે હવામાં તરતા નીકળી પડયો. બંને ક્રોધથી ધમધમતા હતા અને બંનેનાં તેજદાર ખડગે એકબીજાને પ્રાણ લેવા ઘૂમી રહ્યાં હતાં. | કનકાવલીએ બે પળ પર્યત હવામાં જામેલે બે દુષ્ટોને સંગ્રામ જેયો. ત્યાર પછી તેણે નીચે નજર કરી. તેના મનમાં થયું. આ બે દુષ્ટમાંથી ગમે તે એક જીતી જશે અને મને ઉઠાવી જશે... મારે નસીબે તે ઊલમાંથી ચૂલમાં જ પડવાનું બનશે. એ કરતાં આ તકને લાભ લઈને સરોવરમાં કુદી પડવું શું ખોટું ? શિયળ જાય તે કરતાં પ્રાણ જાય એ વધારે ઉત્તમ છે. પ્રાણને ભય કંઈ નાનોસૂનો નથી. મરવું કોઈને ગમતું નથી. પરંતુ પિતાના આદર્શની રક્ષા કરવા ખાતર પ્રાણનું બલિદાન આપનારા માણસો સંસારમાં હોય જ છે. કનકાવલી નીચે નિહાળી રહી હતી...એકાએક તેની નજર સોવરના કિનારે ગઈ..કિનારા પરના એક વૃક્ષ નીચે બે મુનિવરો શાંતિથી બેઠા હતા...અને તેઓ વિદ્યાધરનું યુદ્ધ જોઈ રહ્યા હેય એમ લાગતું હતું. કનકાવલી તરત વિમાનના આસન પરથી ઊભી થઈ અને મનમાં ત્રણ નવકારમંત્ર ગણીને વળતી જ પળે સરોવરમાં કુદી પડી. બંને દુષ્ટાત્માઓ ઘેર સંગ્રામ ખેલી રહ્યા હતા. રુદ્રાંગના આઘાતથી રતિમોહન છટકી જતો અને રતિહનના ધામાંથી રુવાંગ