________________ નિષષતિ તે થતે જ હેય છે, રાજકન્યા કનકાવલીને જળક્રીડા કરતી જોઈને જેના હૈયામાં કામાનલ પ્રગટી ચૂક્યો હતો તે વિદ્યાધર રુદ્રાંગ આજે પિતાના સાથીઓથી વિખુટા પડીને એકલે પોતાના વિમાનમાં નીકળી ગયો હતો... અને કનકાવલી પર પાગલ બનેલો બીજે આધેડ વિદ્યાધર રતિમોહન પણ આજે જ વિખુટા પડીને રાજકન્યાનું અપહરણ કરવાનું વિચારી રહ્યો હતો. અગાસી પર ઊતરેલે રુદ્રાંગ પોતાના વિદ્યાબળ વડે થોડી જ વારમાં રાજકુમારી કનકાવલીના શયનખંડમાં પહોંચી ગયો. કનકાવલી એક પલંગ પર પાછલી રાતની મીઠી નિદ્રામાં લપેટાઈ ગઈ હતી. રુદ્રાંગ છેડી પળે રાજકન્યા સામે જોઈ રહ્યો. તેણે જોયું, નીચે બે દાસીઓ પણ ભરનિદ્રામાં સૂતી છે. દાસીઓ જાગી ન જાય એટલા ખાતર પ્રથમ તેણે બંને દાસીઓ અને રાજકન્યા પર નિદ્રાકરી વિદ્યાનો ઉપયોગ કર્યો. - ત્યાર પછી તેણે ગુલાબના ફૂલ જેવી કનકાવલીને બંને હાથે ઉઠાવી અને પળને યે વિલંબ કર્યા વગર ઝરૂખા વાટેથી તે સીધે આકાશ માર્ગે પિતાના વિમાનમાં પહોંચી ગયે. વિમાનમાં બિછાવેલા એક આસન પર રાજકન્યાને સંભાળપૂર્વક ગોઠવી દીધી. રુદ્રાંગનું હૈયું ભારે ચંચળ બની ગયું હતું.આવી સુંદર નારીના ઉપભેગની ઈચ્છા તીવ્ર બની હતી. પરંતુ પિતાના સ્થાને પહોંચ્યા પછી કનકાવલીને પોતાની પ્રિયતમા બનાવવાને તેણે મનથી સંક૯પ કર્યો અને વિમાન આકાશમાગે ગતિમાન થયું. માંડ અધધટિકા વીતી હશે ત્યાં વિદ્યાધર રતિહન પિતાના વિમાન સહિત રાજભવનની વિશાળ અગાશી પર ઊતર્યો. તેણે વિદ્યા વડે રાજકન્યા ક્યાં છે, તે જાણવાને પ્રયત્ન કર્યો અને વળતી જ પળે તેનું હૈયું ફફડી ઊઠયું. રુદ્રાંગ થોડી વાર પહેલાં જ રાજકન્યાને ઉઠાવી ગયાનું તે જાણી શક્યા અને મનમાં ભારે ક્રોધ ખળભળી ઊો.