________________
૧૧
’
જુઓને આ ગર્ભ પાપી છે. એને તમે પાસે રાખીને શુ કરશે! ? તમને તે તે કલેશ અને મજૂરી આપશે. માટે મને તે લાગે છે કે એ બચ્ચાંને દૂર ત્યજી દેવુ એજ ઠીક છે.' સખીએ વસ્તુ ચલાકીથી કહી છે. ખાકો અને બાળક પ્રત્યે દ્વેષ નથી; કેમકે બાળક પુણ્યવાન છે. સખીના શબ્દથી જાલિનીનુ દિલ ખુશ થઇ ગયું! વિચાર તેા બાળકથી છૂટવાના હતા જ, છતાં જોયું કે ‘જે કામ મારે કરવું છે તે જ આ સખી કહે છે ! ' એટલે જેવું દિલમાં હતું તેવુ જ ખરાબર સાંભળતાં પસંદ પડી ગયુ. પોતે કષાયને પરવશ હતી જ, હવે તે અસખ્ય વ પૂત્રનુ વૈર લઈને આવી છે. બાળક પ્રત્યે દ્વેષ છે. એમાં સખીનુ વચન ફાવતુ લાગે છે. આમ તે। સખીઓની લાજે બાળકને, ત્યાંજ તદ્દન મારી શકે એમ નથી. એટલે અડધું ગમતુ વચન ઝીલી લીધુ. એણે કહ્યું ‘તુ જાણે' અર્થાત્ ‘જેમ ઠીક લાગે તેમ કર” સખીને તે આજ જોઈતુ હતુ ! બચ્ચાને કપડામાં વીંટી લઈ ત્યાંથી ખસેડવામાં અ બ્યું. બ્રહ્મદત્તને જણાવવામાં આવ્યું. મંત્રીએ જુદી વ્યવસ્થા તૈયાર જ રાખેલી. તે મુજબ તે જુદા સ્થાનમાં બાળકને મેાકલી આપ્યા. કેવી ખૂબી છે! પુત્રને જીવ ઉંચા છે, તેની સાથેના સંબંધ થવા તે પ પુણ્યની નિશાની છે. છતાં પૂર્વજન્મની વાસના ભયંકર છે, તેથી આવા ઉત્તમ જીધને પામી ઊત્તમતા પોતાના જીવનમાં ઉતારવાને બદલે એના જ નિમિત્તે અધમતા કેળવે છે! પુત્ર છે, નિકટના સંબંધ ગણાય. છતાં સારી નિકટની વસ્તુ પાછળ પણ જો મન ખગડે તે પછી