________________
દાસીઓને કહી દીધું, જે જે, ધ્યાન રાખજો, જ્યારે પુત્રનો જન્મ થાય, ત્યારે એને જરાય નુકશાન થવું ન જોઈએ; તેવી રીતે ખાસ પ્રયત્નશીલ રહેજો. ઉલટું તમારી સ્વામિનીને ખૂશ કરી દેવા એનું ચિત્ત ગમે તે રીતે બીજે વાળી દઈ, મને ખબર આપજે. હું બચ્ચાને સંભાળી લઈશ.” એમ પત્નીની સેવામાં રહેનાર પરિજનોને કહી દીધું.
દેહદ – અહીં જાલિનીને સારા ગર્ભ મુજબ હવે સારા દેહદ થવા માંડ્યા. દેહદ થાય માતાને, કિન્તુ માતાના સ્વભાવ મુજબ ન થાય, પણ ગર્ભના જીવને અનુસારે થાય છે. એથી અહીં માતાને થયું કે “હું દેવમંદિજેમાં મેટી પૂજાઓ રચાવું, દાન વગેરેથી બધા જીને આનંદિત કરી દઉ ! ધર્મમાં રક્ત એવા મહાતપસ્વી જનેની સેવા પૂજન કરૂં. કંઈક પલક હિતના માર્ગને સાંભળું,” રહસ્ય શું છે આ મનોરથમાં ? જે જીવ ગર્ભમાં આવ્યું છે. તે જીવ જમ્યા પછી આવી આવી શુભ ઈચ્છાઓ કરશે. એ સૂચવે છે કે જીવ પૂર્વજન્મમાંથી સાઘના લઈને આવેલું છે. દેહદ પુરાય નહિ, તે શરીર ક્ષીણ થતું જાય. પતિને વાત કરી. પતિ તે ખૂશ થઈ ગયો. “આવા સુંદર દેહદ !” દેહદ પૂરા કરાયા. બધા ને આનંદિત કરાયા. આનંદિત કેમ કરાય? દાન, ભટણાં, જમણ વગેરે આપે તે ને? અને એ લેવાની વાતમાં કેણુ નાખૂશ થાય? માટે જ વસ્તુપાળ ને તેજપાળે સંઘયાત્રા, મદિર વગેરે જે ધર્માર્થના કામ કર્યા, તેની સાથે દાનનાં પણ મેટાં કામ