________________
છે. આ કૃતિઓ જૂની રાજસ્થાની – હિંદી અને ગુજરાતીનું સંમિલન ધરાવે છે. ‘શ્રી નેમિશ્વર રાસ’ બારમાસી પ્રકારની રચના છે. આ રચનામાં કવિએ રાજુલનો ૧૬મા સ્વર્ગમાં ઇન્દ્ર બનાવવાનો ઉલ્લેખ કર્યો છે, જે દિગંબર પરંપરા અનુસાર છે. શ્વેતાંબર પરંપરા પ્રમાણે રાજુલ ગિરનાર પરથી મોક્ષે ગયા છે. આ બંને રાસોની કથા દિગંબર પરંપરા અનુસાર છે.
ડૉ. ગંગારામ ગર્ગ કનકસોમકૃત ‘અષાઢાભૂતિ રાસ’નો સુંદર પરિચય આપે છે. આ રાસમાં એક સ્થળે આવતું. ઘ૨ ઘ૨ નાટક હોહી' પદ પરથી મધ્યકાલીન ભારતીય સમાજમાં ‘નાટક’ ખૂબ પ્રચલિત હતું, એવો મત લેખકે દૃઢતાથી રજૂ કર્યો છે, તે ડૉ. ગર્ગનો મત વિવાદાસ્પદ છે. પ્રાચીનકાળમાં નાટ્યપરંપરા ભારતમાં વિદ્યમાન હતી, એ નિર્વિવાદ છે, પરંતુ મધ્યકાળમાં લોકનાટ્યના અપવાદે નાટક ભજવાતાં હતાં, એનું કોઈ પ્રમાણ મળતું નથી. અહીં કાવ્યમાં નાટક નૃત્યના અર્થમાં જ વપરાયો હોય એ સંભવ છે.
શ્રીમતી સુમિત્રાબેન ટોલિયાનો લેખ પં. પ્રવર પદ્મવિજયજી ગણિવર રચિત શ્રી નેમિશ્વ૨૨ાસ’નું હૃદયસ્પર્શી રસદર્શન કરાવે છે. અંતિમ બ્રહ્મગુલાલકથા'ના શીર્ષકમાં રાસનો ઉલ્લેખ નથી, પરંતુ દિગંબર-૫રં૫રાની એક વિલક્ષણ કથાનો શ્રી પ્રતાપકુમાર ટોલિયાનો લેખ સુંદર રીતે પરિચય કરાવતો હોવાથી સમાવ્યો છે.
શ્રી પ્રેમલભાઈ કાપડિયા સંપાદિત સચિત્ર કલાત્મક ગ્રંથરાજ કહી શકાય એવા ‘શ્રીપાલ રાસ'ના પાંચ પુસ્તકો વિશે આપણા સત્રના મુખ્ય આયોજક શ્રી ધનવંતભાઈ શાહે પ્રયોજનદૃષ્ટિએ મર્મગ્રાહી સમીક્ષા કરી છે. તેમણે શ્રી જૈનધર્મમાં નવપદની ઉપાસનાનું ઉચિત ગૌરવ કરી આ ગ્રંથની કલાત્મકતા અને જ્ઞાનમયતાની સુંદર રીતે નોંધ લીધી છે.
ઓટાવા-કેનેડાના વિદુષી પ્રાધ્યાપિકા અનેવેલેવીએ આ ગ્રંથ વિશે વિશિષ્ટ દૃષ્ટિથી વાત કરી છે. જૈનધર્મનો કર્મસિદ્ધાંત તેમજ રાસમાં વર્ણવેલ દૃષ્ટિથી વાત કરી છે. જૈનધર્મનો કર્મસિદ્ધાંત તેમ જ રાસમાં વર્ણવેલ યંત્ર આરાધનાનો સુમેળ કેવી રીતે થાય છે, તે દર્શાવ્યું છે. ત્રીજો લેખ શ્રીમતી પ્રફુલ્લા વોરાનો છે, જે પુસ્તકના કલાત્મક અને આધ્યાત્મિક પાસાની સુંદર રીતે સમીક્ષા કરે છે. સાહિત્ય-સમારોહ પ્રસંગે પ્રકાશિત થયેલ આ કલાત્મક રાસસાહિત્યના પુસલ્તકની આ વિવિધ દૃષ્ટિકોણથી થયેલ સમીક્ષા રાસસાહિત્યના એક અત્યંત કલાત્મક પ્રકાશનમાં પ્રવેશવા ભાવક માટે એક માર્ગદર્શકની ગરજ સારશે.
41