________________
‘કોચર રાસ’ એક નોંધપાત્ર ઐતિહાસિક રાસ છે. જેમાં કોચરના વ્રતપાલનનું તેમ જ દૃઢ અહિંસાનું સુંદર રીતે આલેખન થયું છે. શંખલપુરમાં એ કાળે દૃઢતાપૂર્વક હિંસા બંધ કરાવવાનું કાર્ય ક૨ના૨ કોચ૨ વણિકનું પ્રતાપી વ્યક્તિત્વ આ રાસમાં સુંદર રીતે આલેખાયું છે. તેણે ઢોરોને પાણી પિવડાવવાની વ્યવસ્થા કરી, તે માટે નીકોમાં પાણી જાતે ગળાય એવી વ્યવસ્થા એ જમાનામાં કરી. મધ્યકાલીન તંત્રજ્ઞાન (Technology)ના અભ્યાસની દૃષ્ટિએ પણ આ લેખમાં આવતો ઉલ્લેખ નોંધપાત્ર છે. પ્રાકૃતના અભ્યાસી શ્રી પૌરિક શાહે ભાષા અને ઐતિહાસિકતાની દૃષ્ટિએ સુંદર અભ્યાસ પ્રસ્તુત કર્યો છે.
શ્રી કુમારપાળ રાજા અને શ્રી હીરવિજયસૂરિ – ગુજરાતના ઇતિહાસના બે પ્રતાપી અને પ્રભાવશાળી જૈન પાત્રો વિશે કવિ ઋષભદાસે વિસ્તૃત રાસાઓ રચ્યા છે. આ રાસાઓમાં આ મહાપુરુષોના જીવનને લેખકે અત્યંત ગૌરવશાળી રીતે વર્ણવ્યા છે. કવિ ઋષભદાસના હીરવિજ્યસૂરિ રાસ માટે તો એમ કહેવાયું; કે રાણકપુર ન જોયું હોય અને હીરસૂરિ રાસ ન સાંભળ્યો હોય તો તમારો જન્મ ગર્ભાવાસમાં ગયો એમ સમજવો. શ્રી કુમારપાળ રાસ વિશે ડૉ. ઉત્પલા મોદીએ તો હીરવિજયસૂરિ રાસ વિશે પારુલબેન ગાંધીએ વિસ્તૃત કથાસાર અને સમીક્ષા કરતા નિબંધો લખ્યા છે, જે અત્રે સમાવેશ પામ્યા છે.
જગડુરાસમાં કેસકુશલની કથા સાથે જ જગડુ વિશેની અન્ય દંતકથાઓ લોકકથાઓની સામગ્રી ડૉ. શોભના શાહે પ્રસ્તુત કરી છે. આમાંની ઘણીબધી સામગ્રી ચર્ચાસ્પદ લાગી છે. જે વિદ્વાનો આગળ વિમર્શની દૃષ્ટિએ પ્રસ્તુત કરી છે.
કથાત્મક અને ઐતિહાસિક રાસમાં છેલ્લો રાસ આજના યુગના મહાપુરુષ આચાર્યદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના જીવનને વર્ણવે છે. રામચંદ્રસૂરિ, ભુવનભાનુસૂચિ, પં.ચંદ્રશેખરવિજયજી જેવા પ્રતાપી શિષ્યોના ગુરુ અને ઉત્તમ સંયમ જીવનારા, નિઃસ્પૃહી મહાપુરુષના જીવનચરિત્રને ‘ગુરુગુણ અમૃતવેલી રાસ'માં તેમના શિષ્યપરંપરાના એક આચાર્ય જગચંદ્રસૂરીશ્વરજી મહારાજે ખૂબ સુંદર રીતે આલેખ્યું છે. જ્યારે મધ્યકાલીન રાસાઓની પરંપરા અસ્ત પામી છે, એવા સમયે શ્રી જગચંદ્રસૂરિએ રાસનો અર્વાચીનકાળમાં પુનઃ આવિર્ભાવ કર્યો છે, તે નોંધપાત્ર છે. શ્રી કનુભાઈ શાહે સુંદર રીતે આ રાસનો પરિચય કરાવ્યો છે. તીર્થવિષયક રાસોમાં સર્વપ્રથમ રેવંતગિરિરાસ ' જૂની ગુજરાતીની સમયભૂમિકાનો રાસ છે. વસ્તુપાલ-તેજપાલના ગુરુ વિજયસેનસૂરિએ ખૂબ જ
39