________________
ઉત્તમ પરિચય આપણને પ્રાપ્ત થાય છે.
અજાપુત્રરાસ' વિશેનો ડૉ. ભાનુબહેન શાહનો લેખ અજાપુત્રની અદ્ભુતરસિક કથાવૃત્તાંતનો સુંદર રીતે પરિચય કરાવે છે. ચંદ્રપ્રભસ્વામીના ગણધરનું આ વીર અભુતરસસભર કથાનક એક નોંધપાત્ર કથા છે. ડૉ. ભાનુબેન શાહે થોડા સમય પૂર્વે અજાપુત્ર રાસમાળા' ગ્રંથ પ્રકાશિત કર્યો છે. અજાપુત્ર વિશે વધુ જાણવાની ઈચ્છા ધરાવનારા અભ્યાસીઓ આ ગ્રંથમાં વિવિધ અજાપુત્રકથાઓ જોઈ શકશે.
ડૉ. અભય દોશીનો “અંબડરાસ' વિષયક લેખ પણ અભુત રસની અનુપમ કૃતિનો પરિચય કરાવે છે. આ અંબારાસનું ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન શ્રી બ. ક. ઠાકોરે “અંબડ વિદ્યાધર રાસ' નામે સંપાદન કર્યું છે.
ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને પ્રસિદ્ધ વિવેચક શ્રી જયંત કોઠારી જયવંતસૂરિની કવિપ્રતિભાના ઉત્તમ અંશોના ચાહક હતા. “શૃંગારમંજરી' એ જયવંતસૂરિની રસસભર, અનેક સમસ્યાઓ તેમ જ વર્ણનથી સમૃદ્ધ રચના તરીકે ધ્યાન ખેંચે છે. આ જ કવિની અન્ય કૃતિ “ઋષદત્તાનાસનો કિરીટભાઈએ સંક્ષેપમાં સુંદર પરિચય કરાવ્યો છે.
રાજસ્થાની ભાષાની છાંટ ધરાવતો દેવકીજીના છ પુત્રો વિશેનો રાસ પોતાની ભાષાસમૃદ્ધિથી ધ્યાન ખેંચે છે. ડો. જયશ્રી ઠાકોરે પ્રવાહી શૈલીમાં આ રાસનો સુંદર પરિચય કરાવ્યો છે. જેના માટે ધના શાલિભદ્રનું નામ ખૂબ જાણીતું છે. દિવાળી પર થતા ચોપડાપૂજનમાં એમનું અવશ્ય સ્મરણ થાય. ધન્નાજીનું અપૂર્વ ભાગ્ય તેમ જ તેમના ભાગ્યની ભાઈઓ દ્વારા થતી સતત ઈર્ષ્યા એને લીધે પુનઃ ધનાજીનું નગર છોડી જવું અને ફરી ભાગ્યનો ચમકારો. આવી ધન્નાજીની પરમસૌભાગ્યની આકર્ષક કથાનો નીતાબહેને ખૂબ સુંદર રીતે પરિચય કરાવ્યો છે.
ઉદયરત્નજીની સુપ્રસિદ્ધ રચના “સ્થૂલિભદ્રજી નવરસોનું આપણા પ્રસિદ્ધ વિદ્વાન શ્રી જયંત કોઠારીના વિદ્યાર્થી ડૉ. કાંતિભાઈ શાહે અધ્યયન કર્યું છે. તેમણે આ લેખમાં ઉદયરત્નજી ઉપરાંત જ્ઞાનસાગરજી અને દીપવિજયજીની સ્થૂલિભદ્ર વિષયક રચનાઓનું અધ્યયન પ્રસ્તુત કર્યું છે, જે આ અધ્યયનને વિશેષ ધ્યાનાર્ડ બનાવે છે. તેમણે સ્થૂલિભદ્ર અને કોશાની કથાની સંવાદાત્મક શૈલીમાં થયેલી રજૂઆતની વિશેષતાને સુંદર રીતે દર્શાવી છે.
37