________________
મૂલ્યવાન ચર્ચા કરી, આ સર્વે ચર્ચાને આધારે અહીં પ્રાસ્તાવિકમાં “રામસ્વરૂપ વિશે, તેમ જ તેના સ્વરૂપલક્ષણ વિશે એક સમજણ આપવાનો યથાશક્તિ પ્રયાસ કર્યો છે. હવે, આ પ્રસ્તાવનાના બીજા ખંડમાં આ પુસ્તકમાં સમાવેશ પામેલા રાસાવિષયક નિબંધોનો પરિચય મેળવીશું.
ખંડ-૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે સ્વ. ડૉ. ૨. ચિ. શાહના પુરુષાર્થથી લગભગ દર બે વર્ષે જૈન સાહિત્ય સમારોહનું આયોજન થતું હતું. જેની ધૂરા તેમના અવસાન પછી ડૉ. ધનવંત શાહે સંભાળી લીધી છે. તે જ ઉપક્રમે ૨૧મો જૈન સાહિત્ય સમારોહ પાવાપુરી (જિ. સિરોહી – રાજસ્થાન) મુકામે યોજાયો. આ સમારોહમાં પત્રકારત્વ અને રાસાસાહિત્ય આ બે વિષયો રખાયા હતા. લગભગ ૮૦ જેટલા નિબંધો વિવિધ રાસો પર વંચાયા હતા. આમાંના કેટલાક પસંદ કરેલા રાસાવિષયક લેખોનું આ પુસ્તકમાં સંપાદન કરવામાં આવ્યું છે.
કથામૂલક અને ઐતિહાસિક રાસોમાં ર૭ જેટલા લેખો સમાવેશ પામ્યા છે. આ લેખોમાં સર્વપ્રથમ ગુજરાતી ભાષાના સંક્રાંતિકાળની કૃતિ પરના નિબંધને સ્થાન આપ્યું છે. પંચપાંડવ ચરિઉ રાસમાં અપભ્રંશમીશ્રિત ગુજરાતી ભાષામાં શાલિભદ્રસૂરિએ જૈનપરંપરા પ્રમાણે પાંડવ ચરિત્ર કેવી રીતે વર્ણવ્યું છે, તેનો સુંદર પરિચય નલિનીબેન શાહે આપ્યો છે. બીજા તૈતલિપુત્ર રાસમાં સહજસુંદરજીના કળાનો પણ ડૉ. શીતલ શાહે સુંદર રીતે પરિચય કરાવ્યો છે.
“મૃગાવતી ચરિત્ર રાસમાં સમયસુંદરજીએ દર્શાવેલી માનવજીવનની ભાગ્યની અદ્ભુત ભયાનક રમતનો દીક્ષા સાવલાએ સુંદર પરિચય કરાવ્યો છે. ક્ષમાપનાના માધ્યમથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર ચંદનબાલા-મૃગાવતી જેવાં માસીભાણેજનું ચરિત્ર આલેખન આ રાસનું આકર્ષક પાસું છે. વલ્કલચિરી રાસમાં વનમાં ઊછરેલા અને સંસારની ગતિવિધિ ન જણનારા વલ્કલચિરીનું ચરિત્ર આકર્ષક બને છે. નલદવદતી રાસ' વિષયક લેખમાં ડૉ. ઉર્વશી પંડ્યાએ મહાભારત અને પ્રેમાનંદકૃત ‘નળાખ્યાનની નળકથાનો સંદર્ભ લઈ તુલનાત્મક ભૂમિકાએ કરેલું નળકથાનું અધ્યયન આપણું ધ્યાન ખેંચે છે. સમયસુંદરજીના ચાર અને તીર્થ વિષયક એક કુલ ૫ રાસોનું સુવિસ્તૃત અધ્યયન આ સમારોહ નિમિત્તે પ્રાપ્ત થાય છે, જેને લીધે સમયસુંદરજીની રાસકવિ તરીકેની પ્રતિભાનો
36