________________
આ બધી જ વ્યાખ્યાઓ રાસના ગેય અને નર્તનક્ષમ સ્વરૂપ તરફ આંગળી ચીંધે છે.
મધ્યકાળમાં આ ગેય-નર્તનક્ષમ ક્વચિત અભિનયક્ષમ એવા આ પ્રકારમાંથી ક્રમશઃ પાઠ્ય અને શ્રાવ્ય એવા સ્વરૂપ રૂપે રાસનો વિકાસ થયો. પ્રારંભિક રાસાઓ ગેય અને નર્તનક્ષમ હતા, એની સાથે જ પાક્ય એવા સ્વરૂપનો વિકાસ થતો રહ્યો. ભરતેશ્વર બાહુબલિ રાસ જેવી પ્રારંભિક કૃતિઓમાં પણ પઠન-પાઠનનો ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે. આ ઉત્તરકાલીન રાસોમાં મહાપુરુષો - ઐતિહાસિક પુરુષોની કથા, તીર્થોનો મહિમા, ઐતિહાસિક ઘટનાઓ – ચૈત્ય પ્રતિષ્ઠા, ગુરનિર્વાણ કે ગુરુના પટ્ટાભિષેક આદિની વિગતોનું વર્ણન આદિ અનેક વિષયોનું આલેખન જેવા મળે છે. શ્રી વિજયરાય ક. વૈદ્યના મતે “રાસ કે રાસો એટલે પ્રાસયુક્ત પદ્યમાં (દુહા, ચોપાઈ કે દશી નામે ઓળખાતા વિવિધ રાગોમાં) ધર્મવિષયકને કથાત્મક કે ચરિતાત્મક સામાન્યતઃ કાવ્યગુણી થોડે અંશે હોય છે તેવું; પણ સમકાલીન દેશસ્થિતિ તથા ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબું કાવ્ય”
રાસસાહિત્ય ગુજરાતી સાહિત્યના આરંભકાળને છાઈ દીધો છે, તો ઉત્તર મધ્યકાળમાં પણ એક સશક્ત સાહિત્યપ્રકાર તરીકે સાહિત્યભંડારમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાસકાર કવિઓએ ધર્મકથાઓ અને ચરિત્રકથાઓની સાથે જ સમકાલીન પ્રચલિત અનેક લોકકથાઓને ધાર્મિક રૂપ આપી રાસાઓમાં વણી લીધી છે.
આ કથાઓના વિસ્તૃત આલેખને લીધે પ્રારંભના ટૂંકા રાસાઓએ ક્રમશ: મહાકાવ્ય જેવા વિશાળ સ્વરૂપને ધારણ કર્યું છે.
રાસ એ જૈન કવિઓ દ્વારા વિકસાવાયેલો અને ખેડાયેલો પ્રકાર છે. આમાં સંદેશકરાક' જેવા કેટલાક અપવાદો મળે, પરંતુ મુખ્યરૂપે તો જૈન કવિઓ દ્વારા રચાયેલ હોવાથી તેના વિષયવસ્તુમાં મોટે ભાગે જૈનધર્મના મહાપુરુષોની કથાઓનું આલેખન રહેતું. એની સાથે જ સમકાલીન કે ઐતિહાસિક કથાવસ્તુઓનું પણ આલેખન થતું. એ જ રીતે કેટલાક રાસોમાં ઉપદેશનું તત્ત્વ પણ રહેતું. આમ, રાસના મુખ્ય ચાર પ્રકાર ગણાવી શકાય:
(૧) કથાત્મક : ભરતેશ્વર બાહુબલિ રાસ, ચંદનબાલા રાસ, નેમિનાથ રાસ આદિ.
34