________________
લટકાળાનું ગૌરવવંતુ માન પામનારા કવિ મોહનવિજયજીની રચના ચંદરાજાનો રસ પોતાની કલ્પનાસમૃદ્ધિ અને વર્ણનવૈભવથી જાણીતી છે. શ્રી ભરતકુમાર ગાંધીએ આ રચનાનો કથાસાર આપતો સુંદર પરિચય આપ્યો છે.
મધ્યકાલીન જૈન સાહિત્યના અંતિમ કવિ વીરવિજયજીની બે રચનાઓ વિશેના નિબંધો આ સંગ્રહમાં સ્થાન પામ્યા છે. આ નિબંધોમાં પ્રથમ સુરસુંદરી વિષયક નિબંધમાં આપણા પ્રસિદ્ધ વકતા ડૉ. પ્રવીણ સી. શાહ ઉપદેશાત્મક શૈલીમાં કથામાં રહેલ શીલમહિમા અને નવકારમંત્ર મહિમા પર પ્રકાશ પાથરે છે, બીજા લેખક શ્રીકાંત ધ્રુવ ધમિલકુમાર રાસની કથાનો વિસ્તૃત પરિચય આપે છે, જે તપના મહિમાને સુંદર રીતે વર્ણવે છે.
દીપા મહેતા પૂનમિયા ગચ્છના કવિ ભાવપ્રભસૂરિનો હરિબલ માછી રાસનો ડો. દેવબાલા સંઘવીના પ્રકશિત શોધનિબંધ ભાવપ્રભસૂરિકત હરિબલ માછીવાસ ને આધારે સુંદર પરિચય આપે છે. પ્રથમ અહિંસા વ્રતનો મહિમા દર્શાવતી લોકકથાનાં તત્ત્વો ધરાવતી આ કથાની કલ્પનાલીલા આકર્ષક છે. ડૉ. દેવબાલા સંઘવીના અપ્રકાશિત શોધનિબંધમાં ભાવપ્રભસૂરિની અન્ય પ્રકાશિત – અપ્રકાશિત કૃતિઓનું સઘન અધ્યયન થયું છે. મધ્યકાળના અને રાસસાહિત્યના અભ્યાસની દૃષ્ટિએ આવા મૂલ્યવાન શોધનિબંધોનું ઝડપથી પ્રકાશન થવું ઘટે.
આપણા પ્રસિદ્ધ અભ્યાસી વિદ્વાન બે રમિભાઈ ઝવેરીએ તેરાપંથી પરંપરામાં પ્રસિદ્ધ સાધુવંદણા રાસ'નો સુંદર પરિચય કરાવ્યો છે. જેના કવિએ પૂર્વે થઈ ગયેલા મહાન સાધુઓની ભાવભરી વંદના કરી છે. આ રાસમાં કોઈ એક નિશ્ચિત વ્યક્તિ નહિ પણ અનેક સાધુઓનું ચરિત્રલેખન થયું છે.
શ્રી શાંતિકુશલત “અંજના તીરાસનો શ્રીમતી કોકિલા શાહે કથાસાર દર્શાવતો સુંદર પરિચય આપ્યો છે. એ જ રીતે પરદેશી રાજાનો રસ વિશે શ્રી સુધાબેન ગાંધીએ પણ પરિચયાત્મક દૃષ્ટિએ લખાણ કર્યું છે. શ્રીપાલ રાસ વિશે ડૉ. ધનવંત શાહનો લેખ કલાત્મક રીતે સંપાદિત થયેલ પ્રેમલ કાપડિયાના સંપાદનને અનુલક્ષે છે, સાથે જ શ્રીપાલરાસની તત્ત્વસભરતાનો પણ ટૂંકો પરિચય કરાવે છે. | મુનિ પરંપરાના તેજસ્વી તારક શ્રી સોમવિમલસૂરિનો પરિચય મનોજ ઉપાધ્યાયના લેખ દ્વારા સુંદર રીતે મળે છે. આ જ ઐતિહાસિક રસોની પરંપરામાં