________________
કરે છે તે દ્વિતીય શ્રતસ્કન્દમાં નથી. દ્વિતીય શ્રુતસ્કંધમાં પણ સાધકની ચર્યા અને યમનિયમનું વસ્તુ ઓછું મૂલ્યવાન નથી, પણ એ વસ્તુ ખાસ કરીને ભિક્ષુકજીવનને સંબંધ ધરાવતું હેઈ સાધકને સોંગ અને સૌરભભર્યા જીવન સારા પૂર્વાર્ધ જેટલું આવકારલાયક ન થઈ શકે, એ બનવા લાગ્યા છે.
મૂળપાઠની માગણી ઘણા જૈન સાધકની રહે છે, એ વાત મારી જાણબહાર નથી, મૂળ સૂત્ર આપી નીચે અનુવાદ કરવાની તરફેણમાં
તે હું પ્રથમથી જ નથી, અને છેલ્લે મૂળપાઠ મૂળપાઠ આપવાથી મૂલ્ય અને ગુરુત્વમાં બેજે થાય
એટલે એવા વિશિષ્ટ જિજ્ઞાસુઓ અલગ મળતા મૂળસૂત્રને મંગાવી લે એ સરળ માર્ગ છે.
આ દષ્ટિબિંદુઓ જાણી લીધા પછી આ પ્રથમ શ્રુતસ્કંધમાં આવતું વસ્તુ શું છે, એ જાણવાની ઈચ્છા થાય એમને ગ્રંથ પોતે જ કહી આપશે એ ઉપરાંત એ વિષયની સ્પષ્ટતા ડૉ. દવે એ દેરેલી શ્રી આચારાંગસૂત્રની ઓળખ, અનુક્રમણિકા અને પરિશિષ્ટ વગેરે કરી આપશે.
ગૃહસ્થજીવન ગાળતા સાધકનેય જીવનવિકાસની તક આપે, સંયમી જીવન ગાળનારમાંય શુક્તાને બદલે રસિકતા પ્રેરે, ત્યાગી
સાધકનેય ત્યાગ પાછળનો ઉદ્દેશ સમજાવે, આકર્ષણ અકર્મય અને ડરપોક વૃત્તિ છેડાવી કર્મચારી
અને નિર્ભય બનાવે, લોકસંગમાં રહેતા શ્રમણને સત્યવૃત્તિશીલ રહેવા છતાં સમાજ અને સત્કર્ષ સાધવાની ચાવી બતાવે અને વ્યક્તિવિકાસમાં માનનારને પિતાના આધ્યાત્મિક ક્ષેત્રમાં સરળતા કરી આપે એવા “આચારાંગ” પ્રતિ કેણ ન આકર્ષાય ?
-
૩૮