________________
સહકારથી સાંપડેલા વિવિધ બનાવાની ગૂંથણીએ આમાં પરાવાઈ છે. સારાંશ કે આચારાંગના અનુવાદ કેવળ મારા અભ્યાસનું જ નહિ પણ મારા જીવંત અનુભવનુ' ફળ છે. આચારાંગે મારા જીવનમાં રસ, ઉત્સાહ, શાંતિ અને સતાપ પ્રેર્યા છે એમ હું સ્પષ્ટ કહી શકું છું. શ્રી આચારાંગકારે આધ્યાત્મિક જીવનનું ચિત્ર એટલું તે નૈસર્ગિક, રસિક અને પ્રેરક દોર્યુ છે કે કોઇ પણ સાધક કોઈ પણ ક્ષેત્રમાં રહેવા છતાં એને ઝીલી શકે એટલું એ સરળ છે.
પદ્ધતિ
સત્યના
શ્રીઆચારાંગકાર જેમ તુલનાત્મક પદ્ધતિનું ધારણ પ્રથમથીજ શરૂ કરે છે તેમ એ ધારણ એના અનુવાદમાંય જાળવ્યું છે. આચારાંગકારની પદ્ધતિ જેમ પ્રત્યેક ભૂમિકાના પ્રશ્નોને હણે છે, ત્યાગ અને અનાસકિત બન્ને તે સ્વીકારે છે, ગૃહસ્થ સાધક અને ત્યાગી સાધક બન્નેને વિકાસની સમાન તક આપે છે, દરેક દર્શન, મત, કે માન્યતાને એક:જ કેંદ્ર પર સ્થાપિત કરવા મથે છે; તેજ દિષ્ટ અનુવાદમાં રાખી છે. અને એજ વસ્તુને વધુ સ્પષ્ટ કરવા માટે પરિશિષ્ટમાં શ્રીભગવદ્ ગીતા અને શ્રી આચારાંગની તુલના ગાઢવી છે, બન્નેનાં સૂત્રેા સામ સામે મુક્યાં છે. કોણ નમે છે કે કોણ જીતે છે! એના નિણૅય તે પાઠકોજ કરે. મને પૂછે તે! એટલું જ કહું કે બન્ને સાધકજીવનનાં સમાન પાસાં છે, બન્ને પાસાં સાધકજીવન માટે સમાન સથા ઉપયાગી અને આદર્શોસમાં છે.
..
મારી પાસે પૂર્વા અને ઉત્તરા અનેલાં તૈયાર હતા, છે; છતાં મેં પ્રથમ શ્રુતસ્કન્ધની પ્રથમ પસંદગી શાથી કરી? એનેા નિય હું આપું એ કરતાં પ્રેા. દવેએ શ્રી આચારાંગ સૂત્ર”ની ઓળખમાં આપેલી વિગત વાંચી લેવાની ભલામણ કરું તે શું ખોટું ? પ્રથમ શ્રુતસ્કન્ધ તત્ત્વજ્ઞાન અને સાર્વાંત્રિક ઉપયેાગિતાની જે પૂર્તિ
પસંદગી
૩૭