________________
નહીં ઉત્થાપું. અને જે વખતે તારુ વચન ઓળંગુ તે વખતે તું મને છેડી શકે છે, મારે ત્યાગ કરી શકે છે.” શાંતનુને ભાવિના ગર્ભની કયાં ખબર છે ? ન મેળવવું તેના કરતાં મળ્યા પછી છૂટી જાય તે વસમું થઈ પડે છે. મળે જ નહીં તો કઈ પીડા ન થાય. પણ મળીને ચાલી જાય ત્યારે વિરહની હજારો ચિતા એક સાથે પ્રગટે છે.
ગંગા ગમાર નથી. તેણે કદી પોતાના પતિની પાસે જીદ કરી નથી. ગંગાએ રાજકાજની કેઈપણ મર્યાદા શાંતનુ ન પાળી શકે તેવી કોઈ અપેક્ષા રાખી નથી. સુખી અને શાંત લગ્ન જીવનમાં ગંગાએ એક પુત્રને જન્મ આપ્યો. માતા ગંગાએ જાણે ગર્ભમાંથી જ વચન પાલનના અમી પાયા અને આ પુત્ર ગાંગેય કહેવાય. આગળ આ જ ગાંગેય ભીમ બનશે. ગાંગેયની ચારે બાજુ એક જ વાતાવરણ છે.
વચન પાલન ભારતીય વિચારધારામાં સૌથી વધુ અમૂલ્ય રત્ન હોય તો તે વચન પાલન છે.
કર મહાદેવી ગંગાનો વનવાસ.
એકવાર મહારાજા શાંતનુને પુનઃ શિકાર કરવા જવાનું મન થયું. શિકાર માટે જતા પહેલાં મહારાજા શાંતનુ પત્ની ગંગાને નિવેદન કરવા ગયા. “પ્રિયે! હું આજે જંગલમાં જઈશ – શિકાર કરીશ.” ગંગા બોલી, સદાના શાંત આર્ય