Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 05
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/004829/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સૂત્ર ‘ધૂળાધ્યયન’નાં વ્યાખ્યાનો Docton પ્રવચનકાર . વચના પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા મા 5 840 સંપાદક : સંપાદક પૂજયપાદ આયાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ 'વ્યાખ્યાન શા માટે ? આચારાંગ શા માટે? ધૂનન શા માટે ? 'દયાખ્યાછી એ જ ટીકા છે. ટીકાકારસૂત્ર ઉપર ટીકા કરે અને હું તમારા પર ટીકા કરું. જો અહીં બેસીને 'શાસ્ત્રની પંકિતઓ જ વાંચવાની હોય તો anoો ઉપર 'બેસીકો વાંચતા ofથી આવડતી ? જે અનાજall 'રોટલી, શેટલા બoliticવાળા હોય તેવો વીણવું. દળવું. ખાંડ, ચૂલે ચડાવું અoો શેકવું પડે. 'તમારી સાથે કામ પડયું તો તગડો પણ શેકવા પડે. 'પ્યાખ્યાન (11ો લાયક બનાવવા માટે છે છો ? 'તમાશ બથાપાપની ટીકા થાય તો તમે લાયક બનો 'ડેઢીકા થયાં હિiળા ? દયાખ્યાન એ જ ટીકા છે. 'નારી એ જ ઉicionછેકે - Inoો બઘાછો પરnલોકા 'તરફ જોતા કરવા. તમારી બઘાની દ્રષ્ટિ આ લોક, 'પરલોકથી ખસેડી પરnલોક મોક્ષ (1રફ વાળી 'અહો એ માટે જ પ્યાખ્યાol iાંગું છું. એમાં જો 'ફળીભૂત થાઉં, તો આ આein (1ર1 (1માણ 'હૃદયમાં સોંસરું ઉતરી જાય. આપણે આશાભંગ 'વાંશનું છે, એમાંય છ શ્l olla1@j અદયયol 'વાંચવું છે. ચૂત એટલે શૂolo1. ધૂoloળ એટલે 'મળમાંથી હલાવી ખંખેરવાની ક્રિયા. 1ળમાં 'પેસીટો જે જે દોષોની સંditcoiા હોય, તેને પકડી 'પકડીને હલાવવાની ખંખેરપાઠી ક્રિયા! 'ધૂolol થાય ત્યાં વાજબૂત આદમ ઢડે. તમારા હાથે 'અનાદિકાળથી જે વિષયકપાયાદિoળા પાયા 'ગજબd કર્યા છે, તો તમારા હાથે જ ખોદાવવાના 'છે. માટે જ 31વનિર્વેદની વાત aliડી. કારણ એ આધ્યાતિollઘૂolol શક્ય 61 બો. - પ્રખર પ્રવચનકાર પૂજય મુનિરાજ ' શ્રી રામવિજયજી મહારાજ Slalo Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૧૧૫ આચારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ-૫ પ્રવચન–૧ થી ૨૪ સળંગ 71 થી 94 પેજ-૧ થી ૩૩૨, સળંગ 1087 થી 1418 : પ્રવચનકાર : પૂજ્ય મુનિણાજ શ્રી રામવિજયજી મહાભાજ વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા : સંપાદક : પૂ.આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ : પ્રકાશક : જન્મા પ્રકારના Page #4 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ISBN-81-87163-31-3 : પ્રકાશક : સંપર્કસ્થાન – પ્રાપ્તિસ્થાન જન્સાઈ પ્રદાન બ્ધ. ધૂ. તપ, જેને આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સઃ પ૩૫૨૦૭૨ Email : sanmargp@lcenet.net આખા સેટનું મૂલ્ય : રૂ. 2000-00 નકલ 2000 પ્રકાશન: વિ. સં. ૨૦૫૭, ઈ.સન-૨૦૦૧. મુંબઈ. ૪-૪+ સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન * : અમદાવાદ : સન્માર્શ પ્રકાશન કાર્યાલય મુંબઈ : જી. એસ. ક્વેલર્સ એન્ડ કું. ૩-A, પહેલે માળ, રાજાબહાદુર બંસીલાલ બિલ્ડીંગ, ઓપેરા હાઉસ, ૧૨-૨૮, ગીરગામ રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન : (O) 36 30 340 (B).36 91 148 * સુરતઃ વિપુલ ડાયમંડ 205-206, આનંદ, બીજે માળ, જદાખાડી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. ફોન : (O) 421205, (R) 22405 Page #5 -------------------------------------------------------------------------- ________________ જ્ય જ્ય દાદા નેમિનાથી શ્રી નેમિનાથ ભગવાન-ભોરોલ તીથી lol : 3 Por Wate & Personal use onld. Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીયર સંઘસન્માર્ગદર્શક વ્યાખ્યાતૃચૂડામણિ સુવિશાળ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જિનાજ્ઞાનાં રહસ્યોને સાવ સહેલા શબ્દોમાં રજૂ કરતાં પ્રવચનોને પુસ્તકાકારે પ્રકાશિત કરવા માટે અમોએ પૂજ્યપાદ શ્રીજીના કાળધર્મ બાદ તેઓશ્રીજીના પુણ્ય નામને અનુસારે પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિસ્મૃતિ ગ્રંથમાળા ગૂંથવાની શરૂઆત કરી હતી. જેમાં પાંચેક વર્ષમાં ૧૦૮ બહુરંગી પ્રવચન પુસ્તકોના સેટ ઉપરાંત અન્ય પણ અનેક દળદાર પુસ્તકો પ્રકાશિત કરવાનો અમને લાભ મળ્યો હતો. શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયન અંગેનાં પૂજ્યપાદશ્રીનાં પ્રવચનોના પૂરા સેટને એક સાથે પ્રકાશિત કરવાની અમારી યોજના ચોક્કસ અવરોધોના કારણે પૂર્ણ ન થઈ શકી તેનો અમને ખેદ છે. આમ છતાં આજે મોડે મોડે પણ એ અર્ધા સેટનું પ્રકાશન કરવા અમો સમર્થ બન્યા છીએ અને નજીકના ભવિષ્યમાં બાકીના અર્ધા સેટનું પ્રકાશન કરી શકીશું એનો અમને વર્ણનાતીત આનંદ છે. શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં આ સમસ્ત પ્રવચનોનું અથથી ઇતિ સંપાદન પરમતારક પરમ ગુરુદેવશ્રીજીની તારક આજ્ઞાથી તેઓશ્રીજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજશ્રીએ અતિ વ્યસ્તતા વચ્ચે પણ સમય ફાળવી કરી આપ્યું છે, તે બદલ અમો તમોશ્રીજીના ઋણી છીએ. આ આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં પાંચસો વ્યાખ્યાનો પૈકી આ ૭૧ થી ૯૪ એમ કુલ-૨૪ વ્યાખ્યાનો આ ચોથા ભાગ રૂપે પ્રકાશિત કરાઈ રહ્યાં છે. શ્રી આચારાંગ સૂત્રનો પરિચય, પૂજ્યપાદશ્રીજીએ જે પરિસ્થિતિમાં આ પ્રવચનો કર્યા, તેનો ચિતાર અને સંપાદન શૈલી અંગે વિગતવાર નોંધ પૂજ્ય સંપાદકશ્રીજીએ કરેલી હોઈ અમે એનો ઉલ્લેખ અત્રે કરતા નથી. અમારાં દરેક પ્રકાશનોની જેમ પ્રસ્તુત પ્રકાશનમાં અનુગ્રહ વૃષ્ટિ કરનારા પ્રશાંતમૂર્તિ સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા તથા વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ વગેરે સર્વ વડીલ પૂજ્યોના ચરણે વંદના સમર્પવાપૂર્વક ભાવિમાં પણ અમો આવા સત્સાહિત્યના પ્રકાશનમાં નિમિત્તરૂપ બનીએ એવી કામના કરીએ છીએ. - જન્માર્ટ પ્રદાન Page #8 -------------------------------------------------------------------------- ________________ અભર સન્માર્ગ પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજ્ય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળાના ઉપક્રમે પ્રકાશિત થતા ..... આચારાંગસૂત્ર(પૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ભાગ-૫ પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર iv .630 લિંબોદ્રા નિવાસી શાહ માનચંદ દીપચંદ પરિવારમાંથી વિ. સં. ૨૦૧૬, મહા સુદ૧૦ના શુભ દિવસે વતનભૂમિ લિંબોદ્રામાં સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્ય કર્ણધાર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુનિત નિશ્રામાં તથા તેઓશ્રીના પ્રભાવક પટ્ટધર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન નમસ્કાર મહામંત્રારાધક પૂ. આચાર્યદેવશ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ તેમજ પૂ. આચાર્યદેવશ્રી ત્રિલોચનસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળસંખ્ય સાધુસમુદાયની પાવન ઉપસ્થિતિમાં પરમતપસ્વી પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદથી પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યદેવશ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તરીકે દીક્ષિત થયેલ, પૂ. મુનિરાજશ્રી વિનયચંદ્રવિજયજી મહારાજના સંયમ જીવનની અનુમોદનાર્થે તેમજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના અનંત ઉપકારોની પુણ્યસ્મૃતિમાં - શેઠશ્રી મંગલદાસ માનચંદ દીપચંદ પરિવાર : સ્વ. શ્રી માનચંદ પ્રચંદ રારા માનવંતા સભ્યો : સ્વ. શ્રી રતિલાલ માલચંદ શ્રી મંગલદાસ માનચંદ શ્રી અમૃતલાલ માનચંદ શ્રી સેવંતીલાલ માનચંદ અ. સૌ. આનંદીબેન મંગલદાસ અને સુપુત્રો શ્રી ભોગીલાલ માનચંદ શ્રી સુરેશચંદ્ર માનચંદ શ્રી રમેશચંદ્ર મંગલદાસ શ્રી લાલભાઈ મંગલદાસ તથા શ્રી રાજેન્દ્રકુમાર મંગલદાસ આપે કરેલી મ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ ફરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ.સન્માર્થ પ્રકાશત Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન - ભોરોલ તીર્થ www.jainelibrary, org Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી રામવિજયજી મહારાજમાંથી વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ તપાગચ્છાધિપતિ, સંઘસન્માર્ગદર્શક - પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ Jain Education Interational Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ જામ આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ-૫ : પ્રાસ્તાવિકમ - પૂર્વના ભાગમાં શ્રી આચારાંગ સૂત્ર અંગે પીઠિકા કર્યા બાદ ધર્મદેશના કોની પાસે સંભળાય? અને ધર્મદેશના સાંભળનારમાં કેટલા ગુણો હોવા જોઈએ ? એ સંબંધી વાતો રજૂ કરી સ્વજનાદિના મમત્વને લીધે જીવો કઈ રીતે ધર્મસાધનાથી વિમુખ રહે છે અને ધર્મ આરાધના માટેની દુર્લભ એવી તકોને ગુમાવી દે છે, એનું તાદશ વર્ણન શાસ્ત્ર પ્રસિદ્ધ કાચબાના દષ્ટાંતથી કરેલું. એ જ શ્રેણીમાં આગળ વધતા આ પાંચમા ભાગનાં શરૂઆતનાં વ્યાખ્યાનોમાં અંબા વ સંનિવેશ નો વંતિ ?' સૂત્રાધાર વૃક્ષનું દૃષ્ટાંત ઉપનય સાથે રજૂ કરી જીવો છેદન-ભેદનાદિ અનેકવિધ દુઃખો સહન કરવા છતાં જ્યાં બેઠા છે, એ સ્થાન છોડી શકતા નથી. પરિણામે દારુણ દુઃખોના ભોગ બને છે, એ વાત સરસ સમજાવી છે. એના જ અનુસંધાનમાં ગૃહીધર્મ અને ગૃહવાસનો તફાવત, પ્રત્યક્ષ પ્રમાણ અને આપ્તવચનમાં વધુ વિશ્વસનીય પ્રમાણ આપ્ત જ, ભોગનાં કારમાં પરિણામો, સત્યની સાધના અને સુરક્ષાના માર્ગો, સ્વામી પદે સ્થાપવા યોગ્ય પાત્રો, પાપોદય કરતાં પણ પાપનો ભાવ ભૂંડો, આસ્તિક્ય અને અનુકંપાનું જોડાણ વગેરે વિષયો પર પ્રકાશ પાથર્યો છે. આ પ્રવચનોમાં મૂળ અને ટીકાની વિચારણા પણ ઠીક ઠીક આગળ વધી છે. પ્રસંગોપાત દિવાળીની દેશના અને માંગણી રજૂ કરી જૈન શાસનનું ગુરુતત્ત્વ ઉપદેશ આપે તો ‘નિર્વેદનો જ આપે'એ વાત પણ સુંદર રીતે સ્પષ્ટ કરી છે. આગળ વધી શાસન રક્ષા માટે જાતને કઈ રીતે હોમવી ? સંસારનું ચાર ગતિમય સ્વરૂપ કેવું ? દુર્ગતિનાં દુઃખો અને તેના હેતુઓ કયા ? નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ : આ ચારે ચાર ગતિઓમાં કેવાં કેવાં દુઃખો છે ? વગેરે પ્રશ્નશ્રેણીનાં સમાધાન વિસ્તારથી આપી ભાવાંધકારમાં સબડતા જીવોને બચાવી લેવા ધર્મોપદેશકે કેવો ઉપદેશ આપવો ? અવિવેકજન્ય જીવો દ્વારા થતી ધર્મક્રિયાદિની ઉપેક્ષાથી નુકસાન કોને ? એ પ્રશ્નો પણ સુંદર રીતે ચર્ચા આ ભાગ પરિપૂર્ણ કરવામાં આવ્યો છે. આ ભાગમાં સળંગ પ્રવચન-૭૧ થી ૯૪ એમ કુલ-૨૪ પ્રવચનો સંગૃહીત કરાયાં છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ પાંચમો પ્રવચન કમદર્શન પ્રવચન વિષય પ્રવચન પૃષ્ઠ A ૪૦ N ૧ - 11 ધર્મવિરોધીઓની ચાલ સમજો ! ૨ - 72 ગૃહિધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત : ૩ – 73 મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ? ૪ – 74 ભોગની પાછળ રોગની વણઝાર પ - 75 સત્યની આરાધના અને રક્ષા : ૬ - 76 માથે કોને રાખવા, કોને ન રાખવા ? ૭ - 77 અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ : ૮ – 78 આસ્તિક્ય અને તાત્વિક દયાનો સંબંધ : ૯ - 79 દિવાળીની દેશના અને માગણી : ૧૦ - 80 ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ : ૧૧ - 81 જાતના ભોગે શાસનરક્ષા ૧૨ - 82 ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ : ૧૩ – 83 દુર્ગતિનાં દારુણ દુઃખ અને એનાં કારણો ૧૪ - 84 નરકગતિનું વર્ણન શા માટે? ૧૫ - 85 નરકની દારુણ વેદનાઓ : ૧૭ - 86 નરકનો જાતઅનુભવ વર્ણવતા મૃગાપુત્ર : ૧૭ - 87 તિર્યંચગતિ અને તેના ભેદ-પ્રભેદ : ૧૮ - 88 એક્રિયપણાનાં દુઃખો : ૧૯ - 89 ત્રસગતિનાં દુઃખો અને કર્તવ્યમાર્ગ : ૨૦ - 90 માનવને ગર્ભાવાસ અને જન્મનાં દુઃખો : ૨૧ - 91 મનુષ્ય જીવનની વિડંબણાઓ ૨૨ - 92 મોહાધીન મનુષ્યોની મૂર્ખતા ૨૩ - 93 દેવગતિનાં દારુણ દુ:ખો : ૨૪ - 94 ભાવઅંધકાર અને દુર્ગતિના દારુણ વિપાકો : 90 ૯૮ ૧૧૬ ૧૩૬ ૧૫૭ ૧૭૮ ૧૯૩ ૨૧૧ ૨૩૬ ૨૪૭ સળગ પૃષ્ઠ મ 1087 1102 1126 1142 1156 1184 1202 1222 1242 1254 1279 1297 1322 1333 1338 1345 1353 1361 1370 1379 1385 1390 1401 1410 ૨૫૨ ૨૫૯ ૨૧૭ ૨૭૫ ૨૮૪ ૨૯૩ ૨૯૯ ૩૦૪ ૩૧૫ ૩૨૪ ન કરી કરી રાજકારના કાર જ ર ' કે મારક - - vi | Page #15 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ આઘાર થંભ સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ મુંબઈ ૨. હસમુખલાલ ચુનિલાલ મોદી મુંબઈ ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ મુંબઈ ૪. માણેકલાલ મોહોલાલ ઝવેરી ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ સુરત ૯. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ અમદાવાદ ૭. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ મુંબઈ ૮. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહ હ. વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ) અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ મુંબઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ. શાહ દિનેશભાઈ જે. મુંબઈ ૧૧. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર મુંબઈ ૧૨. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ સુરત ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ સુરત ૧૬. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉંબરી ૧૭. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી પાટણ હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ મુંબઈ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા મુંબઈ ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા મુંબઈ ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ મુંબઈ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ નવસારી ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી અમદાવાદ ૨૭. શાહ જયંતિલાલ આત્મારામ અમદાવાદ ર૭. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી મુંબઈ ૨૮. શ્રીમતી સવિતાબેન મફતલાલ વારીયા હ: કીર્તિભાઈ મફતલાલ વારીયા મુંબઈ મુંબઈ Page #16 -------------------------------------------------------------------------- ________________ સહયોગી સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ. ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી મુંબઈ ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ સુરત ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી મુંબઈ ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી હ. શ્રી ભરતભાઈ હિંમત્તલાલ દોશી મુંબઈ ૬. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ ૭. શ્રી મણીલાલ નીહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ મુંબઈ ૮. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા ભાંડોતરા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર ૯. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ મુંબઈ ૧૦. શાહ પારૂબહેન મયાચંદ વરઘાજી જેસાવાડા ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ સુરત ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી મુંબઈ ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા મુંબઈ ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ ૧૬. શાહ માણેકલાલ નાનચંદ મુંબઈ ૧૭. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર ૧૮. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) ૧૯. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા મુંબઈ ૨૦. વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા) હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન ૨૧. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ આલવાડા ૨૨. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા આધોઈ-કચ્છ ૨૩. સ્વ. રસીકલાલ ચિમનલાલ ઝવેરી હ: અભયભાઈ ૨૪. શાહ મફતલાલ જેશીંગભાઈ હ. ભરતભાઈ નવસારી ૨૫. વીણાબેન ધીરજલાલ કપાસી ૨૩. શ્રીમતી આશાબેન કીરીટભાઈ શાહ સુરત મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ viii Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજે ! 11 • બીજું - વૃક્ષોનું દૃષ્ટાંત : • છતી શક્તિએ ઉપેક્ષામાંય વિરાધના : • દૃષ્ટાંતનો ઉપનય : પાખંડીનું લક્ષણ : કુસંપ કરાવવો ! • દુર્દશાનું દિગ્દર્શન : • ધર્મ વિરોધીઓની ચાલબાજી : • ધર્મમાં દુઃખ શું અને સંસારમાં સુખ શું ? • ઘર ફૂટ્ય ઘર જાય ! • સંસાર એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ : ૯ પોતાના જ પ્રભાવક, શાસનના વિરાધક જ બને ! • સંસારી ને સંયમીનું અંતર : વિષય : “પંગ ..' સૂત્રના માધ્યમથી વૃક્ષના દષ્ટાંત દ્વારા સંસારી જીવની રિસ્થતિનું વર્ણન... અનેક પ્રકારની શીતોષ્ણાદિ વેદનાને સહન કરવા છતાં વૃક્ષો સ્થાવર નામકર્મોદયને લીધે સ્થાન ત્યજી શકતા નથી, તેમ વિષય-કષાયને આધીન બનેલા જીવો અનેક પ્રકારની શારીરિક-માનસિક વેદનાઓને ભોગવવા છતાંય તથાવિધ કર્માધીનતાને લઈ સંસાર છોડી શકતા નથી. સંસારમાં ક્યાંય સુખ છે જ નહિ છતાં જીવને સુખનો ભ્રમ કઈ રીતે થાય છે? સંસારીના દુઃખનું અને સંયમીના દુઃખનું સ્વરૂપ અને બંનેનો તાત્ત્વિક ભેદ, શક્તિવાન આત્માની ફરજ શી ? વગેરે વાતોનું વર્ણન કર્યા બાદ ધર્મજનોની એકતા એકસંપીને તોડવા માટે પાખંડી લોકો કેવી કેવી પોલીસીઓ રચે છે, એનું સ્પષ્ટ વિવેચન કર્યું છે. આવા સમયે ધર્મીજનોએ લેવાની કાળજી, શાસનરક્ષા માટેના સુપ્રયત્નો, એ પ્રયત્નો કરતાં જાતનો વિચાર ન કરવો વગેરે બાબતોને અસરકારક શબ્દોમાં સ્પર્શે છે. • વિષય-વાસનાનાં મૂળ એવાં ઊંડાં છે કે જ્યાં વિષય છોડવાના હોય તે સ્થાનમાં પણ એ યાદ આવે !સારા રૂપ રંગ મળવાની ત્યાં પણ ઈચ્છાઓ કરે અને એને લઈને ડૂબે. ઈષ્ટ રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ માટે આત્મા જે દીનતા સેવે છે, તે દીનતા જો શ્રી તીર્થંકર દેવની સેવા માટે સેવે તો કામ થઈ જાય, એ આત્મા ન્યાલ થઈ જાય. • જેના હૈયામાં શાસન વસ્યું છે અથવા શાસનમાં જેનો આગેવાની ભર્યો ભાગ છે તેની એ ફરજ છે કે ગમે તે ભોગે કલ્યાણાર્થી આત્માને કલ્યાણ માર્ગમાં વચ્ચે આવતાં વિઘ્નો ટાળે. ધર્મી આત્મા પારકી આશાએ ન જીવે. જો પારકી આશા પર જીવન રાખે તો વખતે નાશ પણ થાય. આગમ તો આંગળી ચીંધે, પણ વિચારીને જવું ક્યાં તે પોતાના હાથમાં છે. આગમથી વિપરીત વર્તવું એ જેમ વિરાધના છે, તેમ છતી શક્તિએ આગમની વાતો પ્રત્યે બેદરકારી કરવી એ પણ વિરાધના છે. • ધમએ ધર્મ રાખવો હોય તો તેણે પાખંડી પાસે ઊભા ન રહેવું જોઈએ અને પાખંડીને પોતાની પાસે ઉભો ન રાખવો જોઈએ અને તે ન ખસે તો પોતે એનાથી છે પોતાના પ્રભાવક, એ શાસનના પ્રભાવક ન જ થઈ શકે. • સત્યની રક્ષા માટે સાધુએ પણ ગાળો ખાવાની, પોતા પર મૂકાતાં કલ્પિત કલંકો સહેવાની, કાળું-ધોળું વાંચવાની, છાપામાં આવતી જુઠી વાતો પણ ગળી જવાની ટેવ કેળવવી પડે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ ઃ ધર્મવિરોધીઓની ચાલ સમજો ! બીજું – વૃક્ષોનું દષ્ટાંત : પરમ ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામી મહારાજા “સ્વજન ધૂનન'નું નિરૂપણ કરવાની પીઠિકા બાંધતાં, એ પણ ફરમાવી ગયા કે “મોહથી પ્રબળપણે વીંટાયેલા આત્માઓ શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ ધર્મ પામી શકતા નથી.” આ વાત દૃષ્ટાંતથી પણ સાબિત કરી અને એમાં ઉપકારી ટીકાકાર મહર્ષિએ એ પણ સમજાવ્યું કે સમ્યક્તરત્નની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. માટે સેંકડો ભવે પણ મુશીબતે મળે તેવું અને કર્મવિવરથી મળેલું સમ્યક્ત પામીને વિવેકી આત્માઓએ એક ક્ષણવાર પણ પ્રમાદી બનવું જોઈએ નહીં.' પ્રમાદ એ આત્માને અતિ ભયંકર હાનિ કરનાર છે. પ્રમાદી આત્મા કદી પણ ધર્મ પામી શકતો નથી અને પામ્યો હોય તો સાચવી શકતો નથી. આથી જ ઉપકારી ટીકાકાર મહર્ષિ ફરમાવી ગયા કે “પ્રમાદ - વિષયકષાયાદિથી જેમ બને તેમ છેટા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.” હવે સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે સંસારના રાગથી ફસેલાની સ્થિતિ બહુ જ ભયંકર છે. મોહની યોજના જ એવી છે કે ગમે તેવી આપત્તિ આવે તો પણ આત્મા સંસારના સંસર્ગથી ખસતો નથી. આ વાત ઉપકારી મહાપુરુષો બીજા વૃક્ષના દૃષ્ટાંતથી સમજાવતાં ફરમાવે છે કે – "भंजगा इव संनिवेसं नो चयंति, एवं (अवि) एगे अणेगरूवे हिं कुलेहिं जाया रूवेहिं सत्ता कलुणं, थणंति नियाणओ ते न लभंति मुक्खं ।" "भञ्जगा' वृक्षास्त इव शीतोष्णप्रकम्पनच्छेदनशाखाकर्षणक्षोभामोटनभञ्जनरूपानुपद्रवान् सहमाना अपि सनिवेशं स्थानं कर्मपरतया न त्यजन्ति ,'एव'मित्यादिना दार्टान्तिकमर्थं दर्शयति - _ 'एव'मिति वृक्षोपमया 'अपि' सम्भावने, 'एके' कर्मगुरवोऽनेकरूपेषु कुलेषूच्चावचेषु जाता धर्मचरणयोग्या अपि रूपेषु चक्षुरिन्द्रियानुकूलेषूपलक्षणार्थत्वाच्छब्दादिषु च विषयेषु 'सत्काः' अध्युपपन्नाः शारीरमानसदुःखदुःखिता राजोपद्रवोपद्रुताः अग्निदाहदग्धसर्वस्वा नानानिमित्ताहिताधयोऽपि न सकलदुःखावासं गृहवासं कर्मनिनास्त्यक्तुमलम्, अपि तु Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજો तत्स्था एव तेषु तेषु व्यसनोपनिपातेषु सत्सु 'करुणं स्तनन्ति' दीनमाक्रोशन्ति, तद्यथा-हा तात ! हा मात ! हा दैव ! न युज्यते भवत एवंविधेऽवसरे एवम्भूतं व्यसनमापादयितुं, तदुक्तम् - 1089 - " किमिदमचिन्तितमसदृशमनिष्टमतिकष्टमनुपमं दुःखम् । सहसैवोपनतं मे, नैरयिकस्येव सत्त्वस्य ।।१।। " इत्यादि यदि वा रूपादिविषयासक्ता उपचितकर्म्माणो नरकादिवेदनामनुभवन्तः करुणं स्तनन्तीति । 71 न च करुणं स्तनन्तोऽप्येतस्मात् दुःखान्मुच्यन्ते इत्येतदृर्शयितुमाह दु:खस्य निदानम् - उपादानं कर्म्म ततस्ते विलपन्तोऽपि न लभन्ते 'मोक्षं' दुःखापगमं मोक्षकारणं वा संयमानुष्ठानमिति । " "भंजगा इव संनिवेशं नो चयंति " દૃષ્ટાંતનો ઉપનય : આ સૂત્રાવયવ દ્વારા દૃષ્ટાંત સમજાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે ‘વૃક્ષ ઠંડી ગરમી, પ્રકંપન, છેદન, શાખાકર્ષણ, ક્ષોભ, આમોટન અને ભંજનરૂપ ઉપદ્રવોને સહન કરવા છતાં પણ કર્મથી પરતંત્ર હોવાથી પોતાના સ્થાનનો ત્યાગ કરતાં નથી.' " एवं (अवि) एगे अणेगरूवेहिं कुलेहिं जाया रूवेहिं सत्ता कलुणं थणंति" ૩ આ સૂત્રાવયવ દ્વારા વૃક્ષના દૃષ્ટાંતનો ઉપનય કરતાં ટીકાકાર મહર્ષિ અતિ સ્પષ્ટ અક્ષરોમાં ફરમાવે છે કે - ‘જેમ વૃક્ષો ઠંડી અને ગરમી આદિ અનેક ઉપદ્રવોને સહન કરવા છતાં પણ, કર્મની પરતંત્રતાના યોગે પોતાના સ્થાનનો ત્યાગ નથી કરતાં, તેમ સંભવિત છે કે અનેક કુળોમાં ઉત્પન્ન થયેલા અને ધર્મની આચરણા કરવા માટે યોગ્ય એવા પણ ‘ચક્ષુ’ ઇંદ્રિયને અનુકૂળ એવાં રૂપોમાં અને ઉપલક્ષણથી શબ્દાદિક વિષયોમાં આસક્ત બનેલા કર્મગુરુ આત્માઓ શારીરિક અને માનસિક દુઃખોથી દુઃખિત થવા છતાં પણ, રાજાઓના ઉપદ્રવોથી ઉપદ્રવિત થવા છતાં પણ, પોતાનું સર્વસ્વ અગ્નિના દાહથી દુગ્ધ થઈ જવા છતાં પણ અને અનેક પ્રકારનાં નિમિત્તોથી માનસિક Page #20 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1090 પીડાઓને ભોગવવા છતાં પણ કર્મને આધીન હોવાથી સકળ દુઃખોના આવાસભૂત ગૃહવાસનો ત્યાગ કરવા માટે સમર્થ થઈ શકતા નથી. એટલું જ નહિ પણ ગ્રહવાસમાં જ પડ્યા રહીને, તે તે દુઃખો આવી આવીને પડે ત્યારે કરુણ સ્વરે દીનપણે “હે તાત ! હે માત ! અને છે દેવ ! આવા અવસરે આવા પ્રકારનું કષ્ટ આપવું એ તારે માટે યોગ્ય નથી.” આ પ્રમાણે રુદન કરે છે. આ વસ્તુને દર્શાવવા માટે મહાપુરુષોએ ફરમાવ્યું છે કે “આ શું ? નરકમાં પડેલા પ્રાણીની માફક એકદમ વગર ચિંતવેલું કોઈની સાથે સમાનતા ન થઈ શકે તેવું, અનિષ્ટ, અતિશય કષ્ટ કરનારું અને અનુપમ દુઃખ મારી ઉપર આવી પડ્યું!” આવી આવી રીતે દીનપણે રુદન કરે છે, અથવા રૂપાદિક વિષયોમાં આસક્ત થઈ, તેના યોગે કર્મોને ભેગાં કરી, પરિણામે નરકાદિ દુર્ગતિઓમાં જઈને નરકાદિની વેદનાનો અનુભવ કરતાં કરુણપણે વિલાપ કરે છે. દુર્દશાનું દિગ્દર્શન : નિયમો તે ન નખંતિ મુવ” છેવટે આ સૂત્રાવયવ દ્વારા “ઉપર કહ્યા પ્રમાણે કરુણ સ્વરે રોવા છતાં પણ કર્મથી હણાયેલા આત્મા એ દુઃખથી છૂટતા નથી.” એ જાતની દુર્દશાનું દિગ્દર્શન કરાવતાં, પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે – દુઃખનું ઉપાદાન કારણ એટલે મુખ્ય કારણ જે કર્મ, તેના યોગે વિલાપ કરતા એવા પણ તે જીવો “મોક્ષ' એટલે દુઃખના નાશને અથવા તો મોક્ષના કારણભૂત સંયમાનુષ્ઠાનને પામી શકતા નથી.' આ દૃષ્ટાંત દ્વારા પરમ ઉપકારી સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ આપણને ઘણું ઘણું સમજાવે છે. આના ઉપર જેટલો જેટલો વિચાર કરવામાં આવે, તેટલો તેટલો વધુ ને વધુ લાભ થાય તેમ છે, કારણ કે કર્મને આધીન બનેલા આત્માઓ માટે વૃક્ષનું દૃષ્ટાંત ઘણું જ બંધબેસતું થઈ શકે તેમ છે અને એ જ કારણે એ દૃષ્ટાંત ઉપનય સાથે વિચારવામાં આવે તો આત્મા ઘણો જ જાગ્રત થાય અને એ જાગૃતિના યોગે તે કર્મની કઠિનતા સમજી શકે તથા તે સમજના પરિણામે આત્મા તેનો મૂળથી ક્ષય કરવા માટે પણ પ્રયત્નશીલ થઈ શકે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પણ વિચારતાં સમજી શકાશે કે કર્મને પરવશ Page #21 -------------------------------------------------------------------------- ________________ 1091 - -- ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજો - 71 – – ૫ થયેલાં વૃક્ષોને ગમે તેટલી ઠંડી લાગે કે ગરમી લાગે, ગમે તેવા વાયરા વાય અને એને કોઈ ગમે તેમ કાપે, છેદે કે ભાંગે, તો પણ એ બધું સહન કરે છે, પણ મૂળથી ચોટેલાં એ વૃક્ષો પોતાના સ્થાનને છોડી શકતાં નથી : એ જ રીતની હાલત સંસારી જીવોની પણ છે. ગાઢ રાગથી સંસારમાં આસક્ત થયેલા જીવોની ગમે તે હાલત થાય, ઉચ્ચ અગર નીચ કુળમાં ગમે તે દશા થાય, છતાં પણ એ જીવો રાગથી ખસે નહિ. શાસ્ત્રકાર ત્યાં સુધી કહે છે કે એ જીવોમાં ધર્માચરણની યોગ્યતા છતાંયે, રાગવશાત્ એ જીવો રૂપાદિક વિષયોમાં એવા લીન છે કે ગમે તેટલી આપત્તિ આવે તો પણ વિષયો છોડીને ખસે નહિ. શું તમે બધા ધર્માચરણ કરી શકો તેમ નથી ? છો જ. માની લઈએ કે કદાચ સર્વવિરતિ કઠિન લાગે, પણ ત્રિકાલપૂજનાદિ તો સુખપૂર્વક કરી જ શકો ને ? કહેવું જ પડશે કે ધારે તો બધા જ કરી શકે, કારણ કે પાંચ ઇંદ્રિયો પૂરી મળી છે : પૂજનાદિ કરવા છતાં પણ આજીવિકાના ઉત્પાદન માટે સમય પણ રહે છે : શક્તિ પણ છે : ઊભા રહેવાની, બેસવાની અને જવા આવવાની તાકાત પણ છે : છતાંય વેપારમાં ધમધોકાર દોડાદોડ કરનારા ધર્માચરણમાં ઢીલા કેમ ? કહેવું જ પડશે કે - રાગની આધીનતા છે. રૂપાદિ વિષયોમાં રાગાધીન જીવો એટલા બધા આસક્ત છે કે ધર્માચરણની યોગ્યતા છતાં પણ ધર્મને સેવી શકતા નથી. વિષયાધીનતાના પરિણામે માનસિક અને કાયિક આપત્તિઓ ભોગવવા છતાં પણ, તે આત્માઓ એને છોડતા નથી. છોડવાનું કહેવામાં આવે તોયે કહે કે “અમે એમ છોડીએ ? એમ ગભરાઈએ તેવા અમે નથી. આથી જ આપેલું વૃક્ષનું દૃષ્ટાંત બરાબર લાગુ થાય છે, કારણ કે તેવા આત્માઓ બરાબર સંસારમાં ચોંટી ગયેલા છે. ધર્મમાં દુઃખ શું અને સંસારમાં સુખ શું? સભા : વૃક્ષમાં તો ખસવાનું સામર્થ્ય નથીને ? શાથી નથી ? કર્મની પ્રબળતાથી, સ્થાવર નામકર્મના ઉદયથી. તમે તો વગર સ્થાવર નામકર્મ પણ ન ખસો તેવા છો. વડના વૃક્ષને કાપવું હોય તો મૂળથી ના કાપી શકાય, ઉપરથી ભલે કાપે. એ રીતે જીવોમાં એવા ઘણા છે કે જેમનામાં ધર્માચરણની યોગ્યતા છતાં, એમને ગમે તેટલી પ્રેરણા છતાં, વિષયાધીનતાને લઈને એ ધર્મ કરી શકતા નથી. ધર્માચરણની યોગ્યતા છતાં, ધર્મોપદેશક ગુરુ પ્રેરક છતાં જો આ દશા હોય, તો જ્યાં ધર્મના દેશક ન હોય અથવા અધર્મના દેશક હોય, ત્યાં શું થાય ? ગળિયો બળદ હાંકનાર હોય તે છતાયે ન ચાલે, તો Page #22 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ હાંકનાર ન હોય તો શી રીતે ચાલે ? દુનિયાના જીવોને પ્રેરક છતાં વિષયલાલસાને લઈને એ ધર્મ નથી કરતા, તો અવળી પ્રેરણા થાય તો શી રીતે કરે ? પોતે ઇચ્છે એવું આપનાર મળે તો પછી કમી પણ શી રહે ? ૭ વિષયનો પ્રેમ એમને એવા ગાંડા બનાવે છે કે તેઓ આપત્તિને પણ ગણતા નથી.વિષયાધીનોને માનસિક પીડા તો ચાલુ હોય છે જ અને ધર્મના પરિણામે સુખ જાણવા છતાંયે કઈ વસ્તુ એવી છે કે જે આત્માને વિષયોમાં રમાડે ? કહેવું જ પડશે કે વિષયોમાં આસક્ત બનાવનાર કર્મ ! આથી જ કહે છે કે શ્રી તીર્થંકરદેવો સુખદુઃખનાં સાધનો બતાવે, પણ દુઃખનાં સાધનોને તજવાં તથા સુખનાં સાધનોને સ્વીકારવાં, એ તો જીવોની કર્મલઘુતાને જ આધીન છે. ખરેખર, દુનિયાના કર્મવશ આત્માઓ માટે જ્ઞાનીઓએ આપેલ વૃક્ષોની ઉપમાને જ તેઓ યોગ્ય છે.વિષયવાસનાનાં મૂળ એવાં ઊંડાં છે કે જ્યાં વિષયો છોડવાના હોય તે સ્થાનમાં પણ એ યાદ આવે ! સારા રૂપરંગ મળવાની ત્યાં પણ ઇચ્છાઓ કરે અને એને લઈને ડૂબે. આપત્તિ વખતે બૂમ પણ પાડે, ચીસ પણ પાડે, પણ આપત્તિ જાય એટલે પાછો હતો ત્યાંનો ત્યાં. રાસભને ગમે તેવું સ્નાન કરાવો તો પણ રાખ મળે કે લોટે. માટે તો એનો માલિક એને નવરાવે નહિ. વિષયાધીનની એ હાલત છે કે એને ગમે તેવો સમજાવો, પણ સામગ્રી મળે કે ઝટ ત્યાં ઝૂકે. આ દશામાં ધર્મનો ઉપદેશ શી અસર કરે ? આથી સ્પષ્ટ છે કે ધર્મી થવું હોય તો વિષયોથી વિરક્ત થવું પડશે. 1092 ન આજ કહે છે કે ‘વૈરાગ્ય આવતો નથી, આવે છે તો ટકતો નથી.' પણ શાનો આવે અને શાનો ટકે ? આત્મા ગોઠવાયેલો જ રાગમાં હોય ત્યાં શું થાય ? સર્વવિરતિ, શ્રાવક કે સમ્યગ્દષ્ટિ થવું હોય, તો વિષયથી પાછા હઠવું જ પડશે. જ્યાં સામગ્રી મળે કે લોટી જ જવાનું હોય ત્યાં શું થાય ? ધર્મીએ રાગનાં મૂળ પાતળાં ક૨વાં જોઈએ. રાગ ન ઘટે, વિષયવાસના પાતળી ન પડે, ત્યાં સુધી કાંઈ ન થાય. ખામી એક જ છે કે વિષયાધીનતા મોજૂદ છે. મોહનો ઉદય ન હોય, ‘હું’ અને ‘મારાપણું' ન હોય, તો જ સાચા સુખનો અનુભવ થઈ શકે. બાકી જ્યાં મોહનો ઉદય ચાલુ હોય, ‘હું’ અને ‘મારાપણું’ જીવતું હોય, ત્યાં સુધી તો એ દશામાં સુખ છે જ નહિ. આમ છતાં મોહાધીન જીવોની દશા જ જુદી હોય છે. એને દુઃખમાં સુખનો અનુભવ થાય છે. માટે તો સંસારમાં સુખનો વખત ઘણો ઓછો અને દુ:ખનો વખત ઘણો, છતાંય ત્યાં આનંદ. એ મોહનું સામ્રાજ્ય નહિ તો બીજું શું છે ? ભરગરમીમાં ચૂલા આગળ ગરમી કેટલી લાગે છે ? છતાં પણ ખાવાની લાલસાને લઈને ગ૨મી વેઠીને પણ રસોઈ બનાવાય Page #23 -------------------------------------------------------------------------- ________________ 1093 - ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજ -- 71 - - છે. સ્વાદની લાલસાના યોગે દુઃખમાં પણ સુખ મનાય છે. વેપારીને પૂછો કે મોસમમાં શી હાલત હોય છે ? સટોડિયાની તો રોજ એ જ હાલત. એને ચોવીસે કલાક મનની ચિંતા હોય, કેમ કે એ ધંધો જ એવો છે. એના મનમાં પ્રાયઃ શાંતિ હોય જ નહિ. ચિંતાની સગડી છાતી ઉપર હોય જ , પણ એ પીડા પીડા તરીકે નથી દેખાતી કેમ કે રૂપ, રસ ગંધ, સ્પર્શ અને શબ્દમાં ચિત્ત ખૂબ જ ચોંટ્યું છે. બહુ પીડા થાય ત્યારે રુએ, બૂમો અને ચીસો પાડે, હાય મા - હાય બાપ કરે, પણ દુઃખ ગયું કે પાછો એનો એ. વિષયસુખમાં શરૂઆતમાં પણ દુઃખ, મેળવતાં પણ દુઃખ, ભોગવતાં પણ દુ:ખ અને નાશ વખતે પણ દુ:ખ : પણ ક્ષણિક સુખ માટે આ બધાં દુઃખ છે, એમ જચતું નથી. એથી જ આ દશા છે, અન્યથા સંસારમાં સુખ શું છે તે સમજાવો. ધર્મમાં દુઃખ કહો છો તો ત્યાં દુઃખ શું ને સંસારમાં સુખ શું, એ સમજાવશો ? સંસાર એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ : સભા : મુનિપણામાં તો દેહની શુશ્રુષાનો ત્યાગ કરવો પડે છે ને ? એ દેહની શુશ્રુષામાં સુખ શું એ સમજાવો ! સામગ્રી મેળવવામાં, સાચવવામાં, ઓછું દુઃખ છે ? આવેલું જાય તો ? અને સામગ્રી મેળવવા ઇચ્છનારની દીનતા કેવી ? દેહશશ્રષાના અભાવે બાહ્ય દૃષ્ટિએ સંયમ કઠિન દેખાય છે, પણ એ દૃષ્ટિ ફેરવાય તો સંયમ જેવી સહેલી ચીજ કોઈ નથી. શરીરની સેવા માટે સામગ્રી મેળવવામાં, સાચવવામાં શી દશા છે તથા જાય ત્યારે કઈ હાલત છે, એ તમે તમારી જાતે પોતાની જાત પર વિચારો. માત્રા સુખની વધારે છે કે દુઃખની ? સુખ કેટલું ? દરેક વસ્તુ સ્પષ્ટ કહેવાય એવી નથી, પણ વિચારો કે સુખ કેટલું ? વસ્તુ મોંમાં મૂકી શકીએ એટલું. જોઈ, સાંભળી અને ભોગવી શકીએ એટલું. જે જે ઇંદ્રિયને ઘટે તેવું કલ્પો, પણ એ એક ક્ષણ સુખ; બાકી પૂર્વે, પશ્ચાતું અને પરિણામે દુઃખ. ક્ષણિક સુખ પ્રતિ દૃષ્ટિ રાખી, આ બધાં દુઃખ ભૂલે એ ડાહ્યો કે ઘેલો ? સભા: પણ એવા પોતાને ગાંડો માને ? ગાંડાનું લક્ષણ જ એ કે પોતાને ડાહ્યો કહે. ગાંડા પોતાને ગાંડા કહે, તો એ ગાંડા જ શાના ? પૂર્વ, પશ્ચાતું અને પરિણામનું દુઃખ ભૂલી જાય અને ક્ષણિક સુખમાં ડોલે, એને કઈ કોટિમાં મૂકવો ? સામગ્રીની પ્રાપ્તિમાં સંકટની સીમા નથી, રક્ષામાં દુઃખનો પાર નથી, ચાલી જાય તો પણ ચિંતાની કમી નથી અને છોડવું પડે તો પણ ભયંકર Page #24 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1094 દુઃખ છે ! આ દશામાં ક્ષણિક સુખનો હિસાબ શો ? ચોમેર જ્વાળા સળગતી હોય ત્યાં વચ્ચે મિષ્ટાન્ન ભાવે ? પાંચે ઇંદ્રિયોના ભોગની સામગ્રી ભરી છે, પણ ચોમેર લાહ્ય લાગી છે, તો ત્યાં ભોગવવા રહેશો ? વિષયપ્રાપ્તિ માટે એ આત્માની દીનતા કેટલી હોય છે ? ઇષ્ટ રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ માટે આત્મા જે દીનતા સેવે છે, તે દીનતા જો શ્રી તીર્થંકરદેવની સેવા માટે સેવે તો કામ થઈ જાય, એ આત્મા ન્યાલ થઈ જાય. શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલો ક્ષણિક સુખમાં નિમગ્ન હોય જ નહિ. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ તો એ આત્મા ઉપર મહોરછાપ મારી છે કે “સમ્યગ્દષ્ટિ આત્મા “મવીધો ન રમત્તે’ - ભવસાગરમાં રમે નહિ.” જો આવી ભાવના ન હોય તો તો એમ જ કહેવાય કે એને શ્રી જિનેશ્વરદેવનું શાસન પરિણામ જ પામ્યું નથી. એ શાસન પામેલા આત્માને આધિ, વ્યાધિ અને ઉપાધિ દુઃખ ન દે એને દુઃખ સ્પર્શે પણ નહિ એ તો આધિ, વ્યાધિ અને ઉપાધિમાં સુખી હોય. એ તો માને કે સંસારનો સ્વભાવ જ એ છે : સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ હોય જ. જો એ ન જોઈએ તો સંસારનો ત્યાગ જ કરવો જોઈએ અને જો સંસારમાં રહ્યો તો એ ભોગવ્યા વિના છૂટકો જ નથી. આધિ, વ્યાધિ અને ઉપાધિમાં સમ્યગ્દષ્ટિ આત્મા દુઃખ ન માને. સંસાર એટલે શું? જે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલો તે જ સંસાર. સંસાર એનાથી રહિત નથી. જેટલા પ્રમાણમાં સંસારનો સંસર્ગ છૂટે, તેટલા પ્રમાણમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ છૂટે. આત્મા જેટલા પ્રમાણમાં સંસારમાં ચોંટે, તેટલા પ્રમાણમાં તેને આધિ, વ્યાધિ અને ઉપાધિ વળગે. સંસારના પદાર્થો, વિષયો મેળવવામાં કેટલું દુ:ખ, સાચવવામાં કેટલી ગુલામી, એ તો એ ગુલામી કરનાર જ જાણે : ચાલી જાય ત્યારે દીનતાનો પાર નહિ : અગર છોડવી પડે તોયે સુખે મરાય નહિ અને આટલું છતાં વિપાકનું દુઃખ તો વ્યાજમાં ઊભું જ છે. એનું વ્યાજ પણ ભયંકર છે. એ વિપાકો પણ ક્યાં સુધી ? કદી અસંખ્યાતા વર્ષો સુધી પણ નભે. આવું જાણનાર પણ ક્ષણિક સુખમાં મૂંઝાય તો એની દશા વૃક્ષો જેવી જ છે ને, કે જેથી છતી સામગ્રીએ પણ મોક્ષના પરમ સાધનરૂપ સંયમને પામી ન શકે. ખરે જ, માનસિક અને કાયિક પીડા આવે ત્યારે બૂમો મારે, રાડારાડ પાડે, ભયંકર ચીસો પાડે, “મરી ગયા, કોઈ છોડાવો’ એમ પણ બોલે, પણ એમને કોઈ મહાત્મા કહે કે “અહીં આવો' તો તો એ ના જ પાડે. એ ચોખ્ખું કહી દે કે ત્યાં આવવા બૂમ નથી મારતો, પણ અહીં રહીને સારો થઈ પાછો ભોગવવા માટે બૂમ મારું છું.' Page #25 -------------------------------------------------------------------------- ________________ 1055 ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજે - 71 - સંસારી ને સંયમીનું અંતર : સભા: વિષય ભોગવવાથી તૃપ્તિ થાય, એ છતાં આ દશા ? જેની આશામાં પડ્યા છો, તેમાં તૃપ્તિ આપવાનો ગુણ જ નથી. તૃપ્તિની માન્યતામાં જ અજ્ઞાન છે અને એ અજ્ઞાનથી બચાવવાની જ આ મહાત્માઓની ભાવના છે. માંદો, વૈદ્ય અને ડોક્ટરને બોલાવે અને કડવી દવા પણ પીએ, પણ શા માટે ? ફરીને સારું સારું ખાવા માટે, નોકરી-ચાકરી-વ્યવસાય એ બધી બાદશાહી માટે, માટે તમારી ગમનાગમન વગેરે બધી ક્રિયાઓ પાપરૂપ અને મોક્ષસાધક સાધુની બધી ક્રિયા સંયમ માટે છે. સંસારીઓનું ધ્યેય બંગલો મોટો કરવાનું, બગીચો સુધારવા-વધારવાનું કે નામના મોટી કરવાનું, માટે જ તેમની બધી ક્રિયા આશ્રવરૂપ છે, પાપરૂપ છે. તેઓ પીડા ભોગવે તે પણ એવી કે નવી પીડા લાવે. તેઓની પીડા પણ નવી પીડાને લાવનારી છે. જ્યારે સાધુની પીડા નવા સુખને લાવનારી છે. વિષયાસક્ત આત્માઓ તો કેટલાયગણી પીડા ખરીદ કરી રહ્યા છે. તકલીફ ભોગવીને નવી તકલીફ ખરીદી રહ્યા છે ! તેવાઓની બધી જ કાર્યવાહી હાનિકારક છે, જ્યારે મુનિની બધી જ કાર્યવાહી ફળદાયક છે. તેવાઓની મહેનત નવી મહેનતને વધારે છે અને સાધુની મહેનત શાંતિ આપે છે. એ સમજાય તો તમારો અને અમારો મત એક થાય. એ સમજવા માટે જ તમે આવો અને વાત સમજાવવા વચ્ચે જેટલાં ઝાંખરાં હોય તે અમારે ઉખેડવાં જોઈએ. ન ઉખેડીએ તો સમજાવી શકીએ નહિ. જેના હૈયામાં શાસન વસ્યું છે અથવા શાસનમાં જેનો આગેવાનીભર્યો ભાગ છે તેની એ ફરજ છે કે ગમે તે ભોગે કલ્યાણાર્થી આત્માને કલ્યાણમાર્ગમાં વચ્ચે આવતાં વિદનો ટાળે. સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યક્ત અને મિથ્યાત્વની વચ્ચે ઊભો રહે ? કોઈ પૂછે કે “બેમાં સારું કયું ? તો હું નહિ કહું, તારી મેળે શોધી લે’ - એમ કહે ? છતી શક્તિએ ઉપેક્ષામાંય વિરાધના : સભા : શક્તિ પ્રમાણે ભક્તિને ? એ વિષય જુદો. થેલીમાંથી દેવું હોય ત્યાં એ લાગુ પડે, અગર ક્યાંય જવું હોય અને પોતે માંદો હોય તો કહે કે આવી શકીશ નહિ : સાજો હોય તો આવવાની ના ન કહે. આ તો કોઈ પૂછે કે સાચું આ કે આ ? ત્યારે સત્યને જાણનાર સત્ય બતાવે કે નહિ ? મોઢેથી ન બોલે ? તો કાનમાં તો ફૂંક મરાયને ? પણ “તારી મેળે શોધી લે, હું એ ઝઘડામાં પડવા નથી માગતો” એમ Page #26 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 10:: કહે એ સમ્યગ્દષ્ટિ કેમ જ કહેવાય ? અણસમજુ અને સમજદાર વચ્ચે અંતર છે. અણસમજુ સમજદારને પૂછે ત્યારે સમજદાર મધ્યસ્થ કેમ રહે ? અણસમજુ પણ કહે કે- “તમે સમજદાર બન્યા શું કામ ?' જેમ વેપારમાં રોજ ચિંત્વન કરો છો, લાભ-હાનિ વિચારો છો અને વિચારીને પગલાં ભરો છો, તેમ આત્મા સાથે રોજ એકાંતે વિચારો. ધર્મએ બધું નક્કી કરવું જોઈએ. ધર્મી આત્મા પારકી આશાએ ન જીવે. જો પારકી આશા પર જીવન રાખે તો વખતે નાશ પણ થાય. ધર્મીની સ્વપરના ભલાની ફરજ છે. દેવ, ગુરુ અને આગમની નિશ્રાએ વસ્તુ સમજાય, પણ અમલનો આધાર તો પોતાના આત્મા ઉપર છે. આગમ તો આંગળી ચીંધે, પણ વિચારીને જવું કયાં તે પોતાના હાથમાં છે. આ આગમે કોઈનો પક્ષપાત રાખ્યો નથી. દેવ, ગુરુ અને ધર્મના વિષયમાં પણ પોલ નથી ચલાવી. દેવ, ગુરુ અને ધર્મનાં સ્વરૂપ સાંભળો, સમજો અને યથાયોગ્ય રીતે વર્તો. આ દેવ, આ ગુરુ અને ધર્મ, - એ જાણ્યા પછી બીજી ધાંધલ ન જ હોય. ત્યાં પણ પ્રપંચ કરશો તો ડૂબશો. દ્વાદશાંગી પામીને અનંતા તર્યા તેમજ અનંતા ડૂળ્યા. શાથી ડૂળ્યા ? એ જ દ્વાદશાંગીની આરાધનાને બદલે વિરાધના કરવાથી ! આગમથી વિપરીત વર્તવું એ જેમ વિરાધના છે, તેમ છતી શક્તિએ આગમની વાતો પ્રત્યે બેદરકારી કરવી, એ પણ વિરાધના છે. જેમ જ્ઞાની પુરુષની કે જ્ઞાનની આશાતનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય, તેમ શક્તિ છતાં ન ભણવાથી પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય : છ મહિને એક પદ આવડે એવી તાકાતવાળો પણ ન ભણે તો કર્મ બંધાયા કરે : બેદરકારીને લઈને પણ કર્મ તો બંધાય ? ધર્મ પ્રત્યે બેદરકારી ધર્મી માટે હાનિકારક છે. ધર્મી જ્યારે જુએ કે ધર્મ જાય છે, ત્યારે તે શું કરે ? બજારમાં બેઠા હો અથવા ગમે ત્યાં બેઠા હો અને ઘર સળગવાના સમાચાર મળે તો શું કરો ? દોડોને ? ખેસ કે બૂટ લેવા ખોટી ન થાઓને ? દોડતાં પડી જવાય અને વાગે, એની પણ દરકાર નહિ. વાગે તો એ વખતે એની દવા પણ નહિ. સમાચાર મળે કે દોડીને ઘરે જાય અને આગ ઓલવવાના જ પ્રયત્નો કરે. જો ઘર સળગ્યા છતાં ન ઊઠે તો માનો કે એનું ઘર નથી. કેમ, એમ જ ને ? પાખંડીનું લક્ષણ : કુસંપ કરાવવો ! નમિ રાજર્ષિ જેવો વૈરાગ્ય થયો હોય, એ વાત જુદી. એવો વૈરાગ્ય છે ? એ રાજર્ષિ નીકળ્યા કે સુધર્મા ઇંદ્ર પરીક્ષા કરી. અંતઃપુર વગેરે સળગતું બતાવ્યું, Page #27 -------------------------------------------------------------------------- ________________ 1097 – ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજો - 71 - - પણ એ કહે કે “મારું કાંઈ બળતું નથી.” આવો વૈરાગ્ય છે? એ વૈરાગ્યવાળાને પણ દુનિયાદારીના પદાર્થ માટે એમ થાય, પણ શાસન માટે એમ થાય ? શાસન ઉપર, મંદિર ઉપર, ઉપાશ્રય ઉપર અને ધર્મ પર ગમે તેવી આફત આવે, એનું ચાહ્ય તેમ થાય, પણ મારે શું ? – એમ થાય ? એક પેઢીના ચાર ભાગીદાર હોય, એમાં કોઈ એક પણ ભાગીદારને કલંક દે તો ચારે સામે થાય, અને લડવા ઊઠે કારણ કે આદમી જુદા, પણ પેઢી તો ભેગી છે ને ? એક પેઢી ઊડે તો હાનિ ચારેને પહોંચે. એ ચારે જણા પેઢીને પોતાની સમજે, માટે એકનું પણ અપમાન ન સહે. જો એકનું પણ અપમાન સહે, તો એ ત્રણે અક્કલહીન જ ગણાય. લડાવનારની પોલિસી ન સમજે તો મરી જાય. તમે પણ સામા પક્ષની, ધર્મના વિરોધીઓની પોલિસી સમજો. એમના દાવપેચને ઓળખો. ધર્મી બધા એક ન રહેવા જોઈએ, માટે ફૂટ પડાવવાની ચાલબાજીને ઓળખો. ઘરના બધા જાગે તો ચોર ન પેસે. ખાતર પાડે, પણ નાનું બચ્ચું પણ ઉધરસ કે છીંક ખાય તો ચોર ચૂપ થઈ જાય કેમ કે નાનું બચ્ચું પણ ઘરનું ને ? પણ પોતાનો સંકેતવાળો માણસ છીંક ખાય તો ચોર અંદર પેસે. આથી જ કહેવું પડે છે કે પાખંડીના છાંયે પણ ઊભા ન રહેશો. ધર્મીએ ધર્મ રાખવો હોય તો તેણે પાખંડી પાસે ઊભા ન રહેવું જોઈએ અને પાખંડીને પોતા પાસે ઊભો ન રાખવો જોઈએ. અને તે ન ખસે તો પોતે એનાથી છેટા રહેવું જોઈએ. તમારામાં પોલ ન જ જોઈએ. તમે બધા તો મક્કમ અને જાગતા રહો. પાખંડીઓ તમારામાં પોલ જોવા માંગે છે : પોલની તક આપો તો તેઓ પ્રવેશે. કુસંપનો ભોગ : એક ખેડૂતનું દૃષ્ટાંત સમજો. એક ખેડૂત હતો. ખેડૂતને વાણિયા સાથે લેવડદેવડ હોય. એને લઈને વાણિયા ખેડૂતને ત્યાં પોંકના વખતે પોંક ખાવા જાય. એમાં ખેડૂત કંઈ ન બોલે. એક દિવસ એક ગોર તથા એક જમાદારને સાથે લઈને વાણિયો પોંક ખાવા ગયો. ખેડૂત હાજર હતો. ગોર તો લોભી હોય અને જમાદારની જાત કાંઈ ઓછું જ બાકી રાખે ? ખાય તો તો ઠીક : ખાધું પણ કેટલુંક બગાડ્યું અને બિચારા ખેડૂતનો કેટલોક પોંક ખેડૂતની ગેરહાજરીમાં સાફ કર્યો. ખેડૂત આવી પહોંચ્યો. છેટેથી જુએ છે કે આ ત્રણે જણાએ રંજાડ કર્યો છે. જાણે એમના બાપનો માલ હોય એ રીતે વર્યા છે. એ ખેડૂત વિચારે છે કે “એ શેઠ કંઈ મારા પર ઉપકાર નથી કરતા : વ્યાજ લઈને પૈસા આપે છે : છતાં આવે તો પોંક Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1008 ખાઈ જાય, પણ આ બધાને સાથે લાવીને આવો બગાડ કરે, એ કેમ ચલાવાય ? પણ એ ત્રણે જબરા છે અને એ ત્રણ સાથે હોય તો હાડકાં ન ભંગાય માટે કરામત કરવી જોઈએ.” ખેડૂત હસતો હસતો આવ્યો અને શેઠ તથા જમાદારને માન આપ્યું. પછી બ્રાહ્મણને મારવા લાગ્યો. શેઠ તથા જમાદારનાં વખાણ કરતો જાય અને બ્રાહ્મણને મારતો જાય. એ બોલે કે “શેઠ તો મને ધીરે છે, અડધી રાતે મારું કામ કરે છે તે આવે, અને આ તો ગામના જમાદાર છે તે આવે, પણ અલ્યા બેવકૂફ બ્રાહ્મણ ! તું કેમ આવ્યો ? વાણિયો તથા જમાદાર વિચારે છે કે – “બ્રાહ્મણને કહે છે ને ? આપણે શું ? આપણને તો સારા કહે છે ને ?' એમ માની એ બે ચૂપ રહ્યા અને ખેડૂતે બ્રાહ્મણને મારી મારીને હાંકી કાઢયો. મારતો મારતો એટલે દૂર લઈ ગયો કે પાછો આવે જ નહિ. પાછો ખેડૂત આવ્યો અને હવે જમાદારને વારમાં લીધા, “આ તો મારા શેઠ છે તે આવે, પણ તમારા બાપનું શું દાઢ્યું હતું ?' આમ કહીને એને મારવા લાગ્યો. શેઠ વિચારે છે કે એને મારે છે ને ? આપણે શું ?' જમાદારને પણ મારી મારીને ભગાડ્યો. હવે આવ્યો શેઠનો વારો. ‘બાપનો માલ હતો ?' કહીને શેઠને પણ મારવા લાગ્યો. ત્રણ ભેગા થયેલા ભેગા આવેલા, પણ જુદા થયા તો માર ખાવો પડ્યો. ધર્મવિરોધીઓની ચાલબાજી : હવે વિચારો કે શાસન તમારું છે કે પારકું છે ? માટે શાસન ઉપર કે કોઈ પણ શાસનના સેવક માટે કોઈ આક્ષેપ કરે, ત્યારે “અમને ક્યાં કહે છે ?' એમ ન વિચારો. આજ સાસુનો તો કાલ વહુનો વારો, કારણ કે પેલાને તમારામાંયે ભક્તિ નથી બળી. દેવ, ગુરુ, ધર્મ કે આગમ, એમને તો કંઈ નથી જોઈતું : કશાની નથી પડી. એને સાગર, વિજય કે વિમલ, એક સાથે નિસ્બત નથી. એ તો બધાને ખોખરા માને. લડાઈ કરવા માટે એમાંથી એકનો પક્ષ રાખે. એ જેને અત્યારે મોટા કહે છે, એની પણ એક દિવસ દાઢી ભાંગશે : માટે શાસન સામે આક્રમણ વખતે શાંત કે મધ્યસ્થ રહેવાય જ નહિ. ફાટફૂટના યોગે એમ રહે, તો એ બધાનું જ પાપીના હાથે મોત નિયત છે. શાસનમાં રહેલા આદમીએ શાસનરક્ષા માટે કરેલી કાર્યવાહીમાં કદી ત્રુટી પણ હોય, તોયે વિરુદ્ધ ન બોલાય, કારણ કે એનો હેતુ શુદ્ધ અને શાસનરક્ષાનો જ છે. સેનામાંથી એક ખર્યો તો તમારે કાંઈ નહીં ? “છોકરાની વહુને ઉપાડી એમાં મારે શું ?” એમ સસરો કહે ? એમ કહીને મૌન રહે તો ઉપાડનારો Page #29 -------------------------------------------------------------------------- ________________ 1099 - ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજો - 71 – ૧૩ એક પછી એક બધાને ઉપાડશે કે રાખશે ? પેલા ખેડૂતે ત્રણને ક્યારે માર્યા? ત્રણને ભેગા માર્યા હોત તો નુકસાન પોતાને થાત અને ઉપરથી વધારામાં માર ખાવો પડત. આ તો એવું થયું કે કોઈ હવે પોંક ખાવા આવે નહિ. પેલા તરત પાછા ભેગા થયા : “મને બહુ માર્યો' એમ કહ્યું, ત્યાં પહેલાં માર ખાનારે કહ્યું કે “મારે, મને પડતા મારની ઉપેક્ષા કરી તો માર ખાવો પણ પડે. તમે બે પડખે ઊભા રહ્યા હોત, તો એનો માલ ખાધો અને એને મારીને ઘેર આવત.” માટે “આપણે શું?’ એમ કહે અને વર્તે, એની આ દશા થાય. ધર્મને ઉખેડનારા એક પણ ધર્મીને જીવતો રહેવા દેવા માગે છે એમ નથી : એ તો બધાને જ જો સત્તા પોતાની હોય તો ઘાણીમાં પણ પીલવા ઇચ્છે, પણ તે નથી એટલે ચાલબાજી કરે છે : એકને “શાણા' કહે : એમ કહે કે “તમે શાણા અને સાચા, તથા પેલા તો ઉદ્ધત.” ખમાસમણાં પણ એવાં દે કે બાર વ્રતધારી શ્રાવક પણ એવાં ન દેતો હોય. ઉપરથી “આપ તો ક્ષમાના સાગર' એમ પણ કહે : એક વખત એને જ ‘ભયંકર ક્રોધી' લખનાર પોતે જ હોય, લખ્યા હોય, બહાર એમ બોલતા પણ હોય, પણ ત્યાં એમ જ કહે. શાથી? તો બાજી રમવી છે માટે ! આમ કરીને એ આત્માનું ભાન ભુલાવી, એના જ હાથે શાસનરક્ષકો ઉપર હલ્લો કરાવે અને પછી જ્યાં તેને પણ એકલો થઈ ગયેલો ભાળે, એટલે તેને તો ચપટીમાં જ ચોળી નાંખવા તૈયાર થાય. અને પ્રસંગે એને ખ્યાલ આવે કે થયું એ બહુ જ ખોટું થયું, પણ એ તો રાંડ્યા પછીનું ડહાપણ ! આથી જ વારંવાર કહેવું પડે છે કે ધર્મી આત્માએ શાસન ઉપરના પ્રહારને જોઈ ન રહેવો જોઈએ. ઘર ફૂટયે ઘર જાય ! સભા : વર્ષોલ્લાસની ખામી. વિર્ષોલ્લાસની ખામીવાળો પડ્યો પડ્યો પણ બૂમ મારે : ઘર સળગે એ વખતે પક્ષાઘાતવાળો ઊઠી ન શકે, પણ “કાઢો ને ઓલવો' એવી બૂમ તો મારે જ ! બોલી ન શકતો હોય તે પણ હૈયામાં તો બોલે જ. એ જ રીતે તમે અહીં વિચારો તો પણ બસ છે. માત્ર હૃદયમાં શાસન તરફ સાચો સદ્ભાવ જોઈએ. ચૈત્યવાસ આદિના સમયે મહાપુરુષોએ જે કામો કર્યા છે, તે તો તે જ કરે. મહાપુરુષોએ પ્રયત્નો ચાલુ રાખ્યા, તો પાછો સંવેગ પક્ષ ચાલુ થયો. ભલે એમણે એ પરિણામ ન જોયું, પણ બીજ વાવ્યું. એમણે એવું સાહિત્ય ખડું કર્યું. એ વખત Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૪ --- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ ––– 1100 તો ભયંકર હતો. ચૈત્યવાસીઓનું બહુ જોર હતું. છતાંય ઘણું ઘણું કર્યું, કારણ કે તે મહાપુરુષો એક શાસનને જ પોતાનું માનતા હતા અને તેની સેવામાં જ શ્રેય માનતા હતા. શાસનની સેવા આગળ તે મહાપુરુષોને પોતાનાં માનપાનની, લેશ પણ કિંમત ન હતી. તમે પણ એ જ વિચારો કે શાસન પહેલું કે આપણે પહેલાં ? પ્રભુનો માર્ગ જેને વસ્યો હોય, તેને જ માટે આ વાત છે. જેને પ્રભુનો માર્ગ રુચે, તે પોતાની વસ્તુની રક્ષા માટે પૂરતો પ્રયત્ન કર્યા વિના ન જ રહે. આજે પારકા ખીલે, ફૂલે અને પોતાના કરમાય એનું કારણ ? પોતાનો કંઈ કરે તો એને એમ કહે કે “આવડત ક્યાં છે ?' આમ બોલવાથી ખીલ્યું કોણ ? એમ બોલનારને એ ખબર નથી કે નુકસાન કોને ? માટે જ કહું છું કે પ્રથમ શાસનને પોતાનું માનવું જોઈએ. એકાદ ખસે એની ચિંતા નહિ. જ્યાં જ્યાં મારાપણું હોય, ત્યાં એક જ સરખી ભાવના કેળવવી જોઈએ અને એ માટે ખેડૂતની પોલિસી સમજો. “આપણે શું ?” - એમ ક્ષત્રિયોએ જ્યારે કર્યું અને બીજા ક્ષત્રિયને સહાય ન કરી, તો પોતાના નાશનો પણ વારો આવ્યો. માટે એ કહેવત સમજવા જેવી છે કે ઘર ફૂટ્ય ઘર જાય. પોતાના જ પ્રભાવક, શાસનના વિરાધક જ બને ! સભા : આ તો રાજ-વ્યવહારની વાત છે. રાજ્ય તો આ લોકની અને તે પણ ભયંકર સામગ્રી છે, જ્યારે ધર્મ તો આ લોક અને પરલોક એમ ઉભય લોકને સુધારનાર છે. અનંતા આત્માનું કલ્યાણ કરનાર છે. ત્યાં બેસી ન રહેવાય. ત્યાં જે ચૂપ રહે એનામાં ખોટી માનાકાંક્ષા છે. શાસન માટે આચાર્યોએ પ્રાણ દીધા છે. ભોજનમાં ઝેર આવતાં, એવી પણ આપત્તિ આચાર્યોએ સહીને શાસનસેવા કરી છે. “અમારું શાસન' એમ હોય તો જ એ થાય, અને તો જ એવી એવી શાસનસેવાઓ કરી શકાય, પણ શાસનની પરવા જ ન કરે તો ? શાસન માટે સહેનાર પ્રભાવક થયા છે. પોતાના પ્રભાવક, એ શાસનના પ્રભાવક ન જ થઈ શકે. સભા : શાસનની આ સ્થિતિ જાણવા છતાં કોઈ પરવા ન કરે તો ? ઘરની ફિકર કરે એ ઘરનો માલિક. કોઈ ઘરનો માલિક પોતાના જ ઘરની ફિકર ન કરે તો શું કહો ? ખોડા ઘોડાને ક્યાં બાંધો ? તેમજ શાસ્ત્ર કહે છે કે ધર્મનો ઘાત થતો હોય ત્યારે છતા સામર્થ્ય પ્રતિકાર ન કરે, તો આચાર્ય એટલે શાસનના આગેવાન, એ પાપના પચાસ ટકાનો ભાગીદાર છે. એ ફરજ માટે Page #31 -------------------------------------------------------------------------- ________________ tion – ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજો - 71 - ૧૫ બોલવું જ જોઈએ. કંઈ કડવું કહેવાય છે તે પણ એવા મહાપુરુષોની આજ્ઞાને અંગે જ! પાપથી દઝાય નહિ માટે સંકટો સહીને પણ બચવા, બચાવવા પ્રયત્ન કરવા જ જોઈએ. બાકી ગાળો ખાવી કોઈનેય થોડી જ ગમે ? ન ગમે તોય વસ્તુની રક્ષા માટે ગાળ ખાવાની ટેવ પાડવી પડે. વેપારી ગ્રાહકના અપશબ્દો સાંભળવા ટેવાય. ગ્રાહક બોલે તેથી એ લાલ ન થાય. લાલ થાય તો ઘરાકી ઘટે. વેપાર ઘટે. ગ્રાહક બોલે તોયે વેપારી હસે : એની દાઢીમાં હાથ ઘાલે અને ખિસ્સામાંથી પૈસા કઢાવે. એ તો ગ્રાહક સાથે હસે, રમે. ગાળ ખાય અને ચાહ પણ પાય, પણ એની સાથે વેપાર કરે. એ વેપારી પેઢી ચલાવી શકે. એ રીતે વસ્તુની રક્ષા માટે સાધુએ પણ ગાળો ખાવાની, પોતા પર મુકાતાં કલ્પિત કલંકો સહેવાની, કાળું-ધોળું વાંચવાની, છાપામાં આવતી જુઠ્ઠી વાતો પણ ગળી જવાની ટેવ કેળવવી પડે. તેમ તમે સ્થિર બનો. ફલાણા-ઢીંકણાની પંચાત તમે છોડી દ્યો. પ્રભુના શાસનને હાનિ ન પહોંચે, એની જ, એક કાળજી રાખો. એ ક્યારે બને ? માનનાં, મોટાઈનાં મૂળિયા ઊંડાં ન ગયાં હોય તો. પોતાનું માન જાળવનાર શાસનને આડખીલી ક્યારે કરશે એ ન કહેવાય. માટે પોતાની જાતના રક્ષક એ, પ્રભાવક નથી, પણ વસ્તુના રક્ષક એ પ્રભાવક છે. પણ ખરે જ, કર્મની પરતંત્રતા ઘણી જ ભયંકર છે. એના યોગે ધર્મની આચરણા કરવાની યોગ્યતા ધરાવનારા પણ આત્માઓ દુઃખી થવા છતાં પણ, પ્રભુપ્રણીત મોક્ષના માર્ગને પામી શકતા નથી, માટે કર્મની આધીનતા નહિ કેળવતાં જ્ઞાનીઓની આજ્ઞાને આધીન રહેવાની શક્તિ કેળવવામાં જ પોતાની સઘળી શક્તિઓ ખર્ચા, તે પ્રાપ્ત શક્તિઓનો સદુપયોગ કરવો જોઈએ. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત : ♦ ગૃહસ્થાશ્રમ કેવો ? • સુપાત્રદાનની શાસ્ત્રીય વિધિ : શ્રી જિનશાસનનો ગૃહીધર્મ : જેટલો ધર્મ તેટલું પ્રશસ્ત : ૦ સોનીના સો અને લુહારનો એક : ૦ રુદન પણ પ્રશંસાપાત્ર ! દુઃખને ભોગવતાં શીખો ! ૭ જતી લક્ષ્મીને તો ત્યજતાં શીખો ! વિષય : ગૃહવાસ અને ગૃહસ્થ ધર્મ - આ બે વચ્ચેનો તફાવત ઃ અનેક શાસ્ત્રોના આધારે ચર્ચા, 72 અજ્ઞાનાદિ કારણે કેટલાય આત્માઓ ગૃહસ્થપણાને વખાણી-અનુમોદી લેતા હોય છે. જ્યારે જ્ઞાની એવું કરવાની સાફ સાફ ના પાડે છે. ગૃહસ્થ ઘણું બધું ય કરે પણ એ જે કાંઈ કરે તે બધું ‘ધર્મ' હોતું નથી અને અનુમોદના-પ્રશંસા તો ધર્મ હોય તેની જ કરાય. માટે જ જ્ઞાનીઓ એ અંગેનો વિવેક બતાવે છે. એ માટે યોગશાસ્ત્ર, શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિ અને ધર્મસંગ્રહ જેવા ગ્રંથોના આધારે પ્રવચનકારશ્રીએ વિસ્તૃત ચર્ચા કરી છે. સુપાત્રદાનનો વિધિ પણ એ જ અનુસંધાનમાં બતાવ્યો છે. ‘કાદવથી ખરડાયા બાદ જ ધોવાની જરૂર પણ ધોવાની ઈચ્છા થઈ માટે કાદવમાં ખરડાવા જવું અયોગ્ય' - આવાં મજાનાં દૃષ્ટાંતો દ્વારા છેવટે ચંચળ લક્ષ્મીના ત્યાગ અંગે અને સમાજમાં ઘર કરી ગયેલા ખોટા રિવાજો અંગે પણ લાલબત્તી કરી છે. મુવાળમૃત ♦ જિનેશ્વર દેવના શાસનમાં સઘળાય વાદોને સ્થાન છે, પણ તે આત્માની મુક્તિ સાધવા માટે ! નહિ કે આત્માને સંસારમાં ફેલાવવા માટે ! ♦ અજ્ઞાન એ એક ભયંકરમાં ભયંકર પાપ છે. ♦ દાનનું વિધાન કરતાં પણ ઉપકારીઓ વસ્તુની ઉત્પત્તિને કરવાનું નથી કહેતા, પણ ઉત્પન્ન થયેલી વસ્તુનું જ દાન કરવાનું કહે છે. જો ગૃહવાસને હેય ન માન્યો અને ઉપાદેય માન્યો તથા તેમાં ભાન ભૂલીને રાચીમાંચી ગયા, તો તે છેલ્લામાં છેલ્લી હદે - નરકે લઈ જશે. ♦ નાશવંત વસ્તુનો વૈદ્ય પણ વિલાસભવનને વિનાશભવન કહે, તો અનંતજ્ઞાનીઓ ગૃહવાસને નરકનો પ્રતિનિધિ કહે એમાં નવાઈ શી ? ♦ સર્વાંશે પ્રશસ્ત તો સિદ્ધિપદ : બાકી મુનિપણું અને ગૃહસ્થપણું પણ ધર્મ પૂરતું પ્રશસ્ત છે. જેટલે અંશે ધર્મ પ્રશસ્ત તેટલું ગૃહવાસ પ્રશસ્ત નથી. તે તે સમયે તરવાને તારવાને યોગ્ય ક્રિયા કરાય તે સમયધર્મ. અજ્ઞાન અને મોહવિકળ દુનિયામાં એવી કુરૂઢિઓ પ્રવેશી છે કે જો તેને વખાણાય તો પાપમાં પાવરધા બનેલા આત્માઓ પાપથી સર્વથા બેપરવા બને. એટલે પછી પાપની સીમા જ ન રહે. ♦ કર્મ હસાવે તો હસવું ને રોવરાવે તો રોવું તથા એ જેમ નચાવે તેમ નાચવું, એ સમ્યગ્દષ્ટિ આત્માનું કામ નથી જ. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨ ઃ ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત ઃ ગૃહસ્થાશ્રમ કેવો ? સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા અને ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંક સૂરિજી મહારાજા ફરમાવે છે કે “જેમ જેનાં મૂળ ઊંડાં ગયાં છે એવાં વૃક્ષો, ગમે તેટલી ઠંડી લાગે, ગમે તેટલી ગરમી લાગે અગર પોતા ઉપર ગમે તેવી વાઢકાપ અને દાહ વગેરે થાય, તો પણ પોતાનું સ્થાન મૂકીને ખસતાં નથી, તેમ કર્મના ભારથી દબાયેલા આત્માઓ, પાંચે ઇંદ્રિયોના રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શરૂપ વિષયોમાં લીન થઈ, ગાઢ આસક્ત બની, શારીરિક કે માનસિક ગમે તેવી આપત્તિ આવે તો પણ, પોતાના સ્થાનમાંથી – મહાલવાના સ્થાનમાંથી ખસતા નથી - જરાયે પાછા હઠતા નથી; એટલે કે કર્મની મજબૂતાઈથી વિષયવાસનામાં ગાઢ લીન થયેલાઓને જ્ઞાની ગમે તેટલું સમજાવે તો પણ, શારીરિક અને માનસિક આપત્તિઓ આવે તો પણ, કહોને કે ધક્કા મારે તો પણ તેઓ ત્યાંથી ખસતા નથી. ખરેખરી વાત છે કે કર્મના ભારથી ભારે ધરખમ બનેલા આત્માઓ, ધર્માચરણને યોગ્ય હોય તે છતાં પણ, વિષયાસક્તિને લઈને ધર્મ સાથે નહિ : ધર્મ કરવાની તાકાત ધરાવે તેમ છતાં પણ, વિષયોની આસક્તિને લીધે ત્યાંથી ખસે જ નહિ. પાંચે ઇંદ્રિયોને અનુકૂળ વિષયો - રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શની આસક્તિને લઈને શારીરિક દુઃખોથી તથા માનસિક પીડાઓથી પીડાવા છતાં, રાજરોગોથી રિબાવા છતાં, રાજ્યના ઉપદ્રવોથી ઉપદ્રવિત છતાં અને અગ્નિથી બધું બળી ગયું હોય એવા થયા છતાં, એટલે કે અગ્નિ, પાણી, ચોર વગેરેથી સર્વસ્વ નાશ પામ્યું હોય એવા થયા છતાં પણ તથા એ રીતે વિવિધ પ્રકારની પીડાવાળા થયા છતાં પણ, સકળ દુઃખના સ્થાનરૂપ ગૃહસ્થાવાસને, કર્મથી હણાયેલા એટલે નિર્બળ બનેલા અને વિષયોના ગુલામ બનેલા આત્માઓ છોડી શકતા નથી.' - આ વાત કાંઈ અનુભવ બહારની નથી. સભા : ધર્માચરણની યોગ્યતા હોવા છતાં સામર્થ્ય ન હોય ત્યાં શું થાય ? યોગ્યતા ધરાવનારા આત્માઓ જે સામર્થ્ય દુનિયાના માર્ગે વાપરે છે તે Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1104 અહીં વાપરી શકે છે, એટલે તમારો પ્રશ્ન જ ટકી નથી શકતો. શું તમે એમ કહેવાની હિમ્મત કરી શકો તેમ છો કે ઘરબાર એટલે દુનિયાદારીના વ્યવહારો પણ સામર્થ્ય વિના ચલાવી શકાય છે ? નહિ જ, કારણ કે તેમાં પણ સામર્થ્ય વિના નથી જ ચાલી શકતું. એટલે એ વગર સાધ્યું સિદ્ધ જ છે કે સામર્થ્યના જ અભાવે ધર્મની આચરણા નથી થતી એમ નથી, પણ અતિશય વિષયાસક્તિથી એ યોગ્યતા હણાઈ ગઈ છે, અને તેથી જ બધીયે વિષયાસક્તિજન્ય આપત્તિઓને ઘોળી પીધી છે. એના જ પ્રતાપે સકળ દુઃખના સ્થાનરૂપ ઘરવાસને એવા જોરથી પકડી લીધો છે કે તેને ગમે તેવા સદ્ગુરુઓનો સદુપદેશ છતાં, તે આત્માઓ તજી શકતા નથી. અન્યથા જ્ઞાનીઓ જે ઘરવાસને સારો નથી કહેતા તે સારો કેમ જ લાગે ? કહેવું જ પડશે કે વિષયાસક્તિથી. સભા : પણ સાહેબ ! ગૃહસ્થાશ્રમ તો બીજા આશ્રમોના પાયારૂપ છે ને? કોણે કહ્યું ? એ માન્યતા શ્રી જિનેશ્વરદેવના શાસનની નથી જ. જે ગૃહસ્થો ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સાધુ આદિની સેવા કરે છે, તે પ્રતાપ ગૃહસ્થાવાસનો જ છે કે ત્યાગની ભાવનાનો છે એ વિચારો. એ વિચારશો તો તમે સહેલાઈથી એ વાતને સમજી શકશો કે સકળ દુ:ખના સ્થાનરૂપ ગ્રહવાસને જે જીવો યોગ્યતા છતાંયે નથી તજી શકતા, તે પ્રતાપ મુખ્યતયા વિષયાસક્તિનો છે અને તેને પણ ઘસડી લાવનારી કર્મસત્તાનો છે ! સભા : આથી તો આપ પણ કર્મવાદને જ મુખ્ય બનાવી તેની જ પુષ્ટિ કરો છો કે કાંઈ બીજું ? બીજું જ : કેમ કે હું તો કર્મવાદની પ્રબળતા સમજાવી, સમ્યગ્દષ્ટિ આત્માઓને શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ઉદ્યમવાદને જ આદરવાની પ્રેરણા કરી રહ્યો છું : કારણ કે શ્રી જિનશાસનમાં કર્મવાદની પ્રબળતા કર્મવાદને આધીન બનાવવા માટે નથી વર્ણવતી, પણ તેની પ્રબળતા સમજી અને સ્વીકારીને તેને તોડવા અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા ઉદ્યમવાદનો સ્વીકાર કરવા માટે જ વર્ણવાય છે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સઘળાય વાદોને સ્થાન છે, પણ તે આત્માની મુક્તિ સાધવા માટે ! નહિ કે આત્માને સંસારમાં રૂલાવવા માટે! આથી જ : કર્મસત્તાના યોગે ઉચ્ચ કે નીચ કુળમાં આવેલા પણ કર્મના ભારથી દબાયેલા જીવો, પોતામાં ધર્માચરણની યોગ્યતા હોવા છતાં પણ, વિષયોની ગાઢ આસક્તિને લઈને શારીરિક તથા માનસિક અનેક પ્રકારનાં દુઃખથી દુઃખિત Page #35 -------------------------------------------------------------------------- ________________ 1105 – ૨ : ગૃહધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત - 72 - - ૧૯ થવા છતાં પણ, રાજ્ય, અગ્નિ, જલ, ચોર વગેરેના ત્રાસથી પીડિત થવા છતાં પણ, વિવિધ પ્રકારનાં નિમિત્તાથી અને સેંકડો આપત્તિઓથી ઘેરાયા છતાં પણ, સકળ દુ:ખના સ્થાનરૂપ ગૃહવાસને નથી તજી શકતા. આ પ્રમાણે જાણનાર આત્માઓ ગૃહસ્થાવાસને સુખાવાસ કે સેવવા યોગ્ય કદી જ ન કહે. પણ દુઃખના આવાસ તરીકે ઓળખાવીને તજવા યોગ્ય કહે, એ જ કારણે તે આત્મા, પોતાને ન ચાલ્યું ગૃહસ્થાવાસમાં રહેવું જ પડ્યું હોય, તો એની સાર્થકતા માટે પોતે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી અનેકાનેક ધર્મપ્રવૃત્તિઓને જ આચરવા માટે ઉદ્યમશીલ બને. આ ઉપરથી તમે સમજી શકશો કે “સકળ દુ:ખોના આવાસરૂપ ગૃહસ્થાવાસને ન જ તજી શકાય, તો તેની સાર્થકતા એટલે કે ગૃહસ્થાવાસમાં કરવા પડતા પાપવ્યાપારોની કંઈક કંઈક અંશે શુદ્ધિ થાય અને પરિણામે તેને તજી દેવાની તાકાત આવે તેવી પ્રવૃત્તિ કરવા માટે જ ધર્મક્રિયાઓ કરવાની છે. પણ તે તે ક્રિયાઓ કરવા માટે ગૃહસ્થાવાસમાં રહેવાનું નથી.” પણ આ વાતને નહિ સમજનારા અજ્ઞાનીઓએ તો કહી જ દીધું કે “પૃધાશ્રમો , ન ભૂતો ન ભવિષ્યતિ ” “ગૃહસ્થાશ્રમ જેવો ધર્મ થયો નથી, થશે નહિ.” કારણ કે અજ્ઞાન એ એક ભયંકરમાં ભયંકર પાપ છે. એ પાપના યોગે આત્મા નહિ માનવાનું જ માની લે છે અને માનવાનું ન માનવાનો ઇન્કાર કરે છે. અન્યથા પાપના સ્થાનરૂપ ગૃહવાસને ધર્મ અને તે પણ સર્વશ્રેષ્ઠ, એમ માનવાની – મનાવવાની વૃત્તિ કેમ જ થાય ? શ્રી સર્વજ્ઞ પરમાત્માનું શાસન તો ઘરમાં વસતા આત્માઓની ધર્મપ્રવૃત્તિ સિવાયની એક પણ પ્રવૃત્તિનું વિધાન ન થઈ જાય, તેની પૂરેપૂરી કાળજી રાખે છે. એ જ કારણે – “ઘર્થન તથા" “પોતાના અંગીકાર કરેલા ધર્મને અથવા તો વ્યવહારશુદ્ધિ આદિને બાધ ન લાગે તેવી શુદ્ધ રીતે અર્થનું ઉપાર્જન કરવું જોઈએ.” આ પદની વ્યાખ્યા કરતાં ‘ધર્મસંગ્રહ' નામના ગ્રંથમાં મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજા પૂર્વના મહર્ષિઓની માફક લખે છે કે – "अत्र चार्थार्जनमित्यनुवाद्यं नतूपदेश्यं, तस्य स्वयंसिद्धत्वात्, धर्म्यमिति तु विधेयमप्राप्तत्वात, अप्राप्ते हि शास्त्रमर्थवत् न हि गृहस्थोऽर्थमर्जयेद् बुभुक्षितोऽश्नियादित्यत्र Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - - शास्त्रमुपयुज्यते, अप्राप्ते त्वामुष्मिके मार्गे नैसर्गिक - मोहान्धतमसविलुप्तावलोकस्य शास्त्रमेव परमं चक्षुरित्येवमुत्तरत्राप्यप्राप्ते विषये उपदेश: सफल इति चिन्तनीयं । न च सावद्यारम्भेषु शास्तृणां वाचिक्याप्यनुमोदना युक्ता, यदाहुः "सावज्जणवज्जणाणं वयणाणं जो ण जाणइ विसेसं । वुत्तुंपि तस्स न खमं, किमंग पुण देसणं काउं ।।१।।" “ઘર્થમ્ સર્જન” - આ પદમાં આવેલ “અર્નનમ્ - “અર્થને સંપાદન કરવો' આ વાત વિહિત નથી પણ અનુવાદ્ય છે, એટલે લોકમાં કહેવાય છે તેનું જ માત્ર કથન છે : પણ પેદા કરવો જ જોઈએ' - આ રીતે ઉપદેશ્ય નથી. કારણ કે તે વસ્તુ જગતના જીવોનાં સ્વયંસિદ્ધ છે” એટલે ઉપદેશ વિના જ સિદ્ધ છે અને ‘ઘર્ણ' એટલે “ધર્મને બાધ ન લાગે તેવી રીતે' આ વાત વિધેય છે. કારણ કે એવી જાતના ઉપદેશ વિના એ વસ્તુ જગતનાં પ્રાણીઓ માટે અપ્રાપ્ય છે. આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે “શાસ્ત્ર અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ માટે જ જરૂરી છે. એટલે “ગૃહસ્થ અર્થને ઉપાર્જન કરવો જોઈએ કે ભૂખ્યાએ ખાવું જોઈએ' આવી આવી વાતો માટે ધર્મશાસ્ત્ર ઉપયોગી નથી, કારણ કે એ વસ્તુ તો વિના ઉપદેશે પણ ચાલુ જ છે એટલે કે ગૃહસ્થ પૈસા પેદા કરવામાં કે ભૂખ્યો ભોજન કરવાની બાબતમાં શાસ્ત્રના ઉપદેશની અપેક્ષા રાખતો જ નથી. એટલે એવી વાતો માટે શાસ્ત્રનો ઉપયોગ છે જ નહિ. બાકી સ્વાભાવિક મોહરૂપ ઘોર અંધકારથી જેની જોવાની શક્તિ નાશ પામી ગયેલી છે, તેવા લોકોને અપ્રાપ્ત પારલૌકિક માર્ગ જોવા માટે તો શાસ્ત્ર એ જ પરમ ચક્ષુ છે ? કારણ કે એ શાસ્ત્રરૂપ પરમ ચક્ષુ વિના મોહથી અંધ બનેલો લોક-પરલોકના માર્ગને જોઈ જ શકતો નથી. એથી એવી વસ્તુઓ માટે જ શાસ્ત્ર એ ઉપયોગી વસ્તુ છે. આવી જ રીતે આગળ પણ જ્યાં જ્યાં આવી વસ્તુ આવે, ત્યાં પણ ‘અપ્રાપ્ત વિષયમાં જ ઉપદેશ સફળ છે એમ સમજી લેવું ? કારણ કે “ધર્મોપદેશક ગુરુઓએ પાપવાળા આરંભોમાં વચનથી પણ અનુમોદના કરવી એ યોગ્ય નથી. આ વાતને સમજાવતાં ઉપકારી પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે “જે સાવદ્ય' એટલે પાપવાળાં અને “અનવદ્ય એટલે પાપ વિનાનાં વચ્ચેના વિશેષ (ભેદ)ને નથી જાણતો, તેને બોલવું એ પણ યોગ્ય નથી, તો દેશના દેવી એ તો કેમ જ યોગ્ય હોય ?” Page #37 -------------------------------------------------------------------------- ________________ 1107 -२ : Yीय प्रशस्त un sqास २५५२२ - 72 - २१ આથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે શ્રી જિનેશ્વરદેવનું શાસન ગૃહવાસની એક પણ વસ્તુનું વિધાન કરતું નથી. એવી જ રીતે શ્રી વીતરાગ પરમાત્માનું શાસન શ્રાવક માટે દાનની વિધિ જણાવતાં પણ પોતાના આત્માનો સંસારથી ઉદ્ધાર કરવાનો જ ઇરાદો રાખવાનું ફરમાવે છે. પણ તે દાન કરવા માટે સંસારમાં રહેવાનું ફરમાવતું નથી. સુપાત્રદાનની શાસ્ત્રીય વિધિ : સુપાત્રે દાન દેવાની વિધિનું વિધાન કરતાં એ જ મહર્ષિ ફરમાવે છે કે – भोजनवेलायां साधूनिमन्त्र्य तैः सह गृहमायाति स्वयमागच्छतो वा मुनिन् दृष्ट्वा सम्मुखं गमनादिकं करोति, साधूनां हि प्रतिपत्तिपूर्वकं प्रतिलम्भनं न्याय्यं श्रावकाणां, सा चेत्थं योगशास्त्रे - "अभ्युत्थानं तदालोके-ऽभियानं च तदागमे । शिरस्यजालिसंश्लेषः, स्वयमासनढोकनम् ।।१।। आसनाभिग्रहो भक्त्या, वन्दना पर्युपासनम् । तद्यानेऽनुगमश्चेति, प्रतिपत्तिरियं गुरोः ।।२।। दिनकृत्येऽपि - "आसणेण निमंतेत्ता, तओ परिअणसंजुओ । वंदए मुणिणो ताहे, खंताईगुणसंजुए ।।३।।" एवं प्रतिपत्तिं विधाय सविनयं संविग्नासंविग्नभावितक्षेत्रं, सुभिक्षदुर्भिक्षादिकालं, सुलभदुर्लभादि देयं च द्रव्यं विचार्य आचार्योपाध्यायगीतार्थतपस्विबालवृद्धग्लानसहा सहादिपुरुषाद्यपेक्षया च स्पर्धा-महत्त्व-मत्सर-स्नेह-लज्जाभय-दाक्षिण्य-परानुवर्तना प्रत्युपकारेच्छा-माया-विलम्बाऽनादर-विप्रियोत्कि-पश्चात्ताप-दीनाननादिदोषवजमेकान्तात्मानुग्रह बुद्ध्या द्विचत्वारिंशद्भिक्षादोषाद्यदूषितं निःशेषनिजान-पानवस्त्रादे जनाधनुक्रमेण स्वयं दानं दत्ते, दापयति वा पार्श्व स्थित्वा भार्यादिपार्वाद्, यतो दिनकृत्ये "देसं खित्तुं तु जाणित्ता, अवत्थं पुरिसं तहा । विज्जोव्व रोगिअस्सेव, तओ किरिअं पउंजए ।।१।। देशं मगधावन्त्यादि साधुविहारयोग्यायोग्यरूपं, क्षेत्रं संविग्नै विताभावितं वा, तु शब्दात् द्रव्यमिदं सुलभं दुर्लभं वा, अवस्था सुभिक्षदुर्मिक्षादिकां, पुरुषमाचार्योपाध्यायबालवृद्धग्लानसहासहादिकं च, ज्ञात्वा 'विज्जोव्व रोगिअस्स त्ति' यथा किल भिषग्देशकालादि Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ - विचार्य व्याधिमतश्चिकित्सां करोत्येवं श्रावकोऽपि । ततः क्रियामाहारादिदानरूपां प्रयुङ्कत રૂતિ તકૃતિઃ ।" तत्र च साधुनां यद्योग्यं तत्तत्सर्वं विहारयितुं प्रत्यहं नामग्राहं कथयति, अन्यथा प्राकृतनिमन्त्रणस्य वैफल्यापत्तेः, नामग्राहं कथने तु यदि साधवो न विहरन्ति तथापि कथयितुः पुण्यं स्यादेव, अकथने तुं विलोक्यमानमपि साधवो न विहरन्तीति हानिः । एवं गुरुन् प्रतिलभ्य वन्दित्वा च गृहद्वारादि यावदनुव्रज्य च निवर्तते । साध्वभावे त्वनभ्रवृष्टिवत् साध्वागमनं जातु स्यात्तदा कृतार्थः स्यामिति दिगालोकं कुर्यात् तथा चाहुः - "जं साहूण न दिण्णं कहिंपि तं सावया न भुंजंति । पत्ते भोअणसमये, बारस्सा लोअणं कुज्जा ।।१।। " “શ્રાવક ભોજનના સમયે સાધુઓને નિમંત્રણ કરીને, તે પૂજ્યોની સાથે પોતાને ઘેર આવે છે અથવા તો સહેજે પોતાના ઘર તરફ આવતા મુનિઓને જોઈને તે પૂજ્યોની સામે જાય છે અને વંદન તથા વિનંતિ વગેરે કરે છે. કારણ કે ‘શ્રાવકો માટે સાધુપુરુષોને ‘પ્રતિપત્તિપૂર્વક’ એટલે ગૌરવપૂર્વક વહોરાવવું એ જ ન્યાયયુક્ત છે.’ “સાધુપુરુષોની પ્રતિપત્તિ કેવી રીતે કરવી જોઈએ, તેનું વર્ણન કરતાં શ્રી યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે - “સદ્ગુરુને જોવાની સાથે જ સંભ્રમપૂર્વક આસનનો ત્યાગ કરી ઊભા થવું, સદ્ગુરુ પધારતા હોય તો સામે જવું, નમો સમાસમળાં' આ વચનના ઉચ્ચારપૂર્વક, સદ્ગુરુનાં દર્શનની સાથે જ મસ્તક ઉપર અંજલિ કરવી, બીજાની પાસે ન અપાવતાં પોતે જ આસન આપવું, સદ્ગુરુ આસન ઉપર બેઠા પછી જ પોતે બેસવું, ભક્તિપૂર્વક વંદના અને પર્યુપાસના એટલે સેવા અને સદ્ગુરુ પધારે ત્યારે તે તારકને મૂકવા માટે કેટલાંક પગલાં સદ્ગુરુની પાછળ જવું.’ - આ પ્રમાણે કરવું એ સદ્ગુરુની ‘પ્રતિપત્તિ’ કહેવાય છે. “દિનકૃત્ય” (શ્રાદ્ધ દિનકૃત્ય) નામના ગ્રંથમાં પણ ફરમાવ્યું છે કે ‘આસન માટે નિમંત્રણ કર્યા પછી પરિજન પરિવારની સાથે શ્રાવક ક્ષમાદિ ગુણોએ કરીને સંયુક્ત એવા તે મુનિવરોને વંદન કરે છે.’ આ પ્રમાણેની - “પ્રતિપત્તિ કરીને વિનયપૂર્વક આ ક્ષેત્ર સંવિગ્ન સાધુઓથી ભાવિત છે 1108 - Page #39 -------------------------------------------------------------------------- ________________ 1109 ૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત કે અસંવિશ સાધુઓથી ભવિત છે ?, અત્યારે સુકાળ છે કે દુકાળ છે ?-તેમજ દેવાયોગ્ય દ્રવ્ય સુલભ છે કે દુર્લભ ? ઇત્યાદિ વિચારીને અને પુરુષની અપેક્ષાએ આચાર્ય, ઉપાધ્યાય, ગીતાર્થ, તપસ્વી, બાલ, વૃદ્ધ, ગ્લાન, સહન કરી શકે તેવા કે સહન ન કરી શકે તેવા વગેરેને બરાબર જાણી સ્પર્ધા, મોટાઈ, મત્સર, સ્નેહ, લજ્જા, ભય, દાક્ષિણ્ય, દેખાદેખી, સામા તરફથી બદલાની ઇચ્છા, માયા, વિલંબ, અનાદર, અપ્રિયવચન, પશ્ચાત્તાપ અને દીનમુખ આદિ દોષોનું વર્જન કરવાપૂર્વક, એકાંતે પોતાના આત્માના ઉપકારની બુદ્ધિથી જ બેંતાલીસ ભિક્ષાના દોષો આદિથી અદૂષિત સઘળાં પોતાનાં અન્ન, પાન અને વસ્ત્રાદિકનું ભોજનાદિના અનુક્રમે પોતે દાન આપે અથવા તો પાસે ઊભા રહીને પોતાની સ્ત્રી આદિની પાસે અપાવે, કારણ કે ‘દિનકૃત્ય’ નામના વૃત્તિવાળા ગ્રંથમાં ફરમાવ્યું છે કે - - 72 “વૈદ્ય જેમ દેશકાલાદિને વિચારીને વ્યાધિવાળાની ચિકિત્સા કરે, તેમ શ્રાવક પણ ‘મગધ અને અવંતિ આદિ દેશ સાધુવિહાર માટે યોગ્ય છે કે અયોગ્ય, આ ક્ષેત્ર સંવિગ્નોથી ભાવિત છે કે અભાવિત, આ દ્રવ્ય સુલભ છે કે દુર્લભ, આ કાલ સુભિક્ષ છે કે દુર્ભિક્ષ અને આ પુરુષ આચાર્ય છે, ઉપાધ્યાય છે, બાલ છે, વૃદ્ધ છે, ગ્લાન છે, સમર્થ છે કે અસમર્થ છે, ઇત્યાદિ જાણીને તે પછી આહારાદિકના દાનની પ્રવૃત્તિ કરે.’ તે ક્રિયા કરતાં - - - “સાધુપુરુષોને વહોરાવવા માટે જે જે યોગ્ય હોય તે તે સર્વને નામગ્રહણપૂર્વક એટલે આ વસ્તુ છે અને આ અમુક વસ્તુ છે એમ નિરંતર કહે, નહિ તો પૂર્વે કરેલું નિમંત્રણ નિષ્ફળ જાય છે. વહોરાવવા યોગ્ય સઘળી વસ્તુઓને નામપૂર્વક કહ્યા પછી જો સાધુઓ તે તે વસ્તુને ન વહોરે તો પણ કહેનારને તો વહોરાવ્યા જેટલું જ પુણ્ય થાય છે જ અને નહિ કહેવાથી વસ્તુને જોવા છતાં પણ સાધુઓ યાચના કરી વહોરે નહીં એ હાનિ છે.’ માટે – “એ પ્રમાણે ગુરુઓને વહોરાવીને અને વાંદીને ઘરનાં દ્વાર આદિ સુધી પાછળ જઈને શ્રાવક પાછો ફરે.’ પણ – ‘હવે જો પોતાના ગામમાં સાધુનો અભાવ હોય, તો પુણ્યશાલી શ્રાવક અનભ્રવૃષ્ટિ એટલે વાદળાં વિનાની વૃષ્ટિની માફક કદાચ સાધુઓનું આગમન થઈ જાય, તો હું કૃતાર્થ થાઉં એવી બુદ્ધિથી દિશાઓનું અવલોકન કરે. આ વાત કહેતાં ઉપકારી પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે ૨૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -- - 1110 “સાધુઓને જે વસ્તુ ન વહોરાવી હોય તે વસ્તુને શ્રાવકો કદી પણ વાપરતા નથી, એ કારણે ભોજન સમયે પુણયશાળી શ્રાવકો દ્વારનું અવલોકન કરે : અર્થાતુ ઘરના દ્વાર આગળ ઊભા રહી જુએ કે કોઈપણ દિશાએથી તારક મુનિવરોનું આગમન થાય છે યા નહિ ?” આ વિધાન ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે દાનનું વિધાન કરતાં પણ ઉપકારીઓ વસ્તુની ઉત્પત્તિને કરવાનું નથી કહેતા, પણ ઉત્પન્ન થયેલી વસ્તુનું જ દાન કરવાનું કહે છે : કારણ કે દાન દેવાનું કારણ જ પ્રાપ્ત વસ્તુની સફળતા કરવી એ છે, એટલે દાન દેવા માટે પાપમાં પ્રવૃત્તિ કરવાની તો કોઈ ખાસ અપવાદિક કારણ સિવાય હોય જ શાની ? ન જ હોય. એ જ કારણે : શ્રી યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે“य आरम्भपरिग्रहप्रसक्तः कुटुम्बपरिपालननिमित्तं धनोपार्जनं करोति, तस्य धनोपार्जनं विफलं माभूदिति जिनभवनादौ धनव्ययः श्रेयानेव । न च धर्मार्थं धनोपार्जनं युक्तम् । થત: - "धर्मार्थं यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ।।१।।" આરંભ અને પરિગ્રહમાં પ્રસક્ત બનેલો જે કુટુંબના પરિપાલન નિમિત્તે ધનનું ઉપાર્જન કરે છે, તેનું ધનોપાર્જન વિફલ ન થાય તે માટે શ્રી જિનમંદિર આદિમાં ધનનો વ્યય કલ્યાણકારી જ છે. બાકી ખાસ ધર્મ માટે ધનનું ઉપાર્જન કરવું એ યુક્ત નથી, કારણ કે પ્રભુશાસનના પરમાર્થવેદી પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે“જે આત્માને ધર્મની ખાતર ધનની ઇચ્છા છે. તેની અનીહા એટલે નિઃસ્પૃહતા ખરે જ મોટી છે ! કારણ કે કાદવનું પ્રક્ષાલન કરવા કરતાં કાદવને બિલકુલ સ્પર્શ ન કરવો એ જ શ્રેષ્ઠ છે. એટલે કે જે એમ જાણે છે કે કાદવનો સ્પર્શ કર્યા પછી તેનું પ્રક્ષાલન કર્યા વિના ચાલતું જ નથી, તે કાદવને સ્પર્શ કરવાની મૂર્ખાઈ કદી જ નથી કરતો. તેની માફક જે ધર્માત્મા જાણે છે કે “આરંભ અને પરિગ્રહરૂપ પાપથી બચવા માટે જ દાનનું વિધાન છે' તેને ધર્મ માટે ધન પેદા કરવાની ઇચ્છા થતી જ નથી અને થાય તો એ ન થાય એ જ વધારે સારું છે એમ કહેવું જ પડશે. આવી જ રીતે જે પુણ્યાત્મા શ્રાવક પોતાની શ્રાવકપણાની વિધિનું પાલન કરવામાં કુશળ છે, તે સંસારસાગરથી તરવાની અને તારવાની ક્રિયાને કરવામાં Page #41 -------------------------------------------------------------------------- ________________ 1111 –– ૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત - 72 – ૨૫ જ સદાય પ્રયત્નશીલ સદૂગુરુઓનો પોતાના ગામમાં અભાવ હોય, ત્યારે ભોજન સમયે એકદમ ભોજન કરવા નથી બેસી જતો, પણ જમવા બેસતાં પહેલાં ઘરના દ્વાર આગળ ઊભો રહીને, દિશાઓનું અવલોકન કરે છે અને વિચારે છે કે આ અત્રાદિ સામગ્રી પાપથી બનેલી છે, આરંભ-સમારંભથી પેદા થઈ છે, હવે થઈ એ તો થઈ પણ જો એમ ને એમ એટલે સુપાત્રમાં દાન દીધા વિના જ ખાઉં, તો આ બનેલી વસ્તુથી લેવા યોગ્ય લાભ લઈ શકું નહિ, માટે જો કોઈ મહર્ષિ આવી ચડે તો મને આ વસ્તુથી પણ ઇષ્ટ લાભ થાય. આથી સમજાશે કે તૈયાર સામગ્રીમાંથી મુનિને આપવાની આ ભાવના છે, પણ મુનિ માટે ચૂલો સળગાવવાની ભાવના નથી. તેવી જ રીતે પૈસા છે તો દાન દઉં એ ભાવના ખરી, પણ દાન દેવા માટે પૈસો પેદા કરવાની ભાવના કરવાનું વિધાન પ્રભુશાસનમાં નથી. શ્રી જિનપૂજન કરવું, અઠ્ઠાઈ ઉત્સવ કરવા અને તીર્થયાત્રાઓ માટે સંઘ કાઢવા, એ ગૃહસ્થાશ્રમમાં રહેલા માટે પ્રાપ્ત લક્ષ્મીને સાર્થક કરવા જરૂરી છે, પણ એ બધી ક્રિયાઓ કરવા માટે સર્વત્યાગમય દીક્ષા નહિ લેતાં ગૃહવાસમાં રહેવું, એમ કહેનારા એ શ્રી જિનશાસનથી સર્વથા અપરિચિત છે. એનો જ પ્રભાવ છે કે આજે “જૈનશાસન તો ગૃહસ્થો જ નિભાવી શકે માટે ગૃહવાસ સાચવવો જ જોઈએ ઃ ગૃહસ્થ ન હોય તો પૂજા કોણ ભણાવે અને સંઘ વગેરે કોણ કાઢે ? આથી દીક્ષાની જ ભાવનાને પ્રધાનપદ આપ્યા કરવું એ ઠીક નથી' - આ પ્રમાણે સંકોચરહિતપણે અમુક સ્વચ્છંદી વર્ગ તરફથી બોલાયા કરે છે ! પણ શ્રી જિનશાસનથી પરિચિત આત્માઓ તો સમજે જ છે કે એવું કથન શ્રી જિનશાસનથી સર્વથા વિપરીત જ છે. શ્રી જિનશાસનને યત્કિંચિત્ જાણનાર પણ એવું બોલવાની ભયંકર મૂર્ખાઈ તો ન જ આચરે, પણ જેને જિનશાસનની પડી જ ન હોય તેને શું ? બાકી સુવિહિતશિરોમણિ શાસ્ત્રકાર મહર્ષિઓ તો કહે છે કે - કદાવર, થાનાર્વિન ચમ્ સ્થાને તુ સર્વવિક્ત-અનન્તપુપત્તોડધિમ્ પારા” “દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થાનથી સર્વવિરતિનું સર્વથી જઘન્ય સ્થાન પણ અનંતગણું અધિક છે ? અર્થાત્ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દેશવિરતિ કરતાં નીચામાં નીચો પણ સર્વવિરતિ અનંતગુણ શુદ્ધ હોઈ શકે છે કારણ કે દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થાન કરતાં સર્વવિરતિનું જઘન્ય સ્થાન પણ અનંતગુણ અધિક હોય છે.” એ જ હેતુથી : Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – itta “आजन्माराधिताद्देश-संयमाद्यत्फलं भवेत् । અન્તર્મુહૂર્તમાત્રા, તપુનઃ સર્વસંમત્િરા ” “જિંદગીભર આરાધેલા દેશ સંયમથી, એટલે કે શ્રાવક ધર્મથી જે ફળ થાય, તે ફળ સર્વસંયમથી એટલે કે સાધુધર્મથી એક અંતર્મુહૂર્ત માત્રામાં થાય છે.” કારણ કે : "एगदिवसंपि जीवो, पव्वज्जमुवागओ अनन्नमणो । जइन वि पावइ मुक्खं, अवस्स वेमाणिओ होइ ।।३।।" “આત્મા અનન્ય મનવાળો થઈને એક દિવસ પણ પ્રવજ્યાને પામે તો તે મોક્ષ ન પામે તો વૈમાનિક તો અવશ્ય થાય.” આથી : સ્પષ્ટ જ છે કે દીક્ષાનું મુખ્ય ફળ મોક્ષ છે અને દેવગતિ તો પ્રાસંગિક ફળ છે : એટલે કે એક પણ દિવસ અનન્ય ભાવનાથી અનંત ઉપકારી અનંતા તીર્થપતિઓએ અખંડપણે સેવી સેવીને ઉપદેશેલી દીક્ષા જો સેવાઈ જાય, તો જરૂર તે મોક્ષસુખને જ આપવાનું સામર્થ્ય ધરાવે છે. પણ સામગ્રીના અભાવે જો તેમ ન બને તો તે પરમતારક દીક્ષા અવશ્ય વૈમાનિકદેવપણું તો આપે જ આપે. વધુમાં : એ જ રીતે તપ સંયમની અધિકતા દર્શાવતાં પણ ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે – "कंचणमणिसोवाणं, थंभसहस्सोसियं सुवण्णतलं । ના વરિષ નિદ, તો વિતવર્તનનો ગરિકો તારા” “જે કંચન અને મણીનાં પગથિયાંવાળું, હજારો સ્તંભોથી ઊંચું અને સુવર્ણના તળિયાવાળું જિનઘર - દેરાસર બનાવે, તેના કરતાં પણ તપસંયમની આચરણા કરનારો અધિક છે.” એકલા બ્રહ્મચર્ય વ્રતની મહત્તા દર્શાવતાં પણ શાસ્ત્રકાર મહારાજાઓ એ જ ફરમાવે છે કે - “ગો રે પાયોહિં, દવા વોરે પાન મi तस्स न तत्तिअ पुण्णं, जत्तिअ बंभव्वए धरिए ।।१।।" “જે દાનમાં કનક-સુવર્ણની કોટિ એટલે કે કોટિ સોનૈયા આપે અથવા સુવર્ણનું જિનમંદિર કરાવે, તેને તેટલું પુણ્ય ન થાય કે જેટલું પુણ્ય બ્રહ્મવ્રત ધરનારને થાય.” Page #43 -------------------------------------------------------------------------- ________________ 1113 –– ૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત - 72 – ૨૭ આ જ વાત તમે પૂજામાં પણ ક્યાં નથી સાંભળતા ? બારમા “બ્રહ્મચર્ય” પદ'ની પૂજાના દોહરામાં ગાવામાં આવ્યું છે કે – “જિનપ્રતિમા જિનમંદિરાં, કંચનનાં કરે જેહ; બ્રહ્મવતથી બહુ ફળ લહે, નમો નમો શિયલ સુદેહ. ૧” શ્રી જિનશાસનનો ગૃહીધર્મ : આ બધા ઉપરથી સ્પષ્ટ સ્પષ્ટ રીતે સમજી શકાશે કે “પરમતારક શ્રી જિનેશ્વરદેવોનાં ગગનચુંબી મંદિરો બનાવવાં, તેમાં મનોહરમાં મનોહર શ્રી જિનબિંબોને લાખો અને કરોડોના વ્યયથી પ્રતિષ્ઠિત કરવાં, તે પરમ તારકોએ ફરમાવેલા દરેકેદરેક મહોત્સવો આખીયે ભવ્ય દુનિયાને આકર્ષી શકે તેવી રીતે કરવા અને તીર્થયાત્રા માટેના વિશાળ સંઘો કાઢવા કે અનુપમ સાધર્મિક વાત્સલ્યો કરવાં, એ બધુંયે આત્માને વિષયોથી વિરક્ત બનાવી સંયમમાર્ગનો મુસાફર બનાવવા માટે જ છે.” આ વાત કલ્યાણના અર્થી આત્માએ એક ક્ષણને માટે પણ વીસરી જવા જેવી નથી. આ વાતને વિસરી જઈને - “બસ હું આવો ને તેવો ! મેં આમ કર્યું ને તેમ કર્યું ! હું ન હોત તો થાત શું!” આવી આવી ધર્મ આત્માને કોઈ પણ રીતે નહિ છાજતી અને તદ્દન કનિષ્ટમાં કનિષ્ટ ભાવનાઓ જેઓ સેવે છે, તેઓની ધર્મકરણીઓ કદી પણ ફળીભૂત થવાની નથી, એ વાતમાં વિવાદને સ્થાન જ નથી : માટે પોતાને સમ્યગ્દષ્ટિ ગણાવતા દરેકેદરેક આત્માએ એ વાત હૃદયમાં કોરી રાખવી જોઈએ કે સર્વથી સર્વત્યાગ એકદમ થઈ શકે તેમ નથી, એ જ કારણે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ સર્વવિરતિ ધર્મની સાથે દેશવિરતિ ધર્મનો ઉપદેશ કરીને, થોડા થોડા ત્યાગના પણ રસ્તા દર્શાવ્યા છે. અને સર્વવિરતિધર્મરૂપ મુનિપણાની અને સમ્યક્ત મૂળ દેશવિરતિરૂપ ગૃહિધર્મની તુલના શાસ્ત્ર મેરુ સામે સરસવથી કરી છે. મેરુ એ એક લાખ યોજનનો છે. (આ પણ વાત ગૃહીધર્મની છે પણ ગૃહસ્થાવાસની નથી, એટલે “ગૃહીધર્મ શબ્દથી ગૃહવાસને ન લેતા.) ઊંચામાં ઊંચો ગૃહીધર્મ પણ મુનિપણારૂપ મેરુપર્વતની પાસે એક સરસવ જેટલો છે. સમ્યક્તમૂળ બાર વ્રતોનું પાલન કરતાં કરતાં પ્રતિમાદિના પાલનના પરિણામે માત્ર ઘરમાં રહેવા જેટલી જ સ્થિતિ કે જેને શાસ્ત્રમાં “સંવાસાનુમતિ' કહેવાય છે, એ સ્થિતિ પ્રાપ્ત કરવી તેનું નામ ઊંચામાં ઊંચો ગૃહીધર્મ છે. પણ બાકીની જે પાપરૂપ વ્યાપારાદિની ક્રિયાઓ છે, તેની ગણના ગૃહીધર્મમાં નથી. એ ગૃહીધર્મના પણ મૂળરૂપ સમ્યક્તની કરણી પણ શ્રી અરિહંત પરમાત્માને Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૮ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - 1114 જ દેવ માનવા, પ્રભુમાર્ગને અનુસરતા નિગ્રંથોને જ ગુરુ માનવા અને એ તારકોએ જે ધર્મ કહેલો હોય તેને જ સુધર્મ માનવો તથા તે ત્રણેની આરાધનામાં જ આત્માનો ઉદય માને અને યથાશક્તિ એ ત્રણેની આરાધનાનો જ પ્રયત્ન કરવો. એવી રીતે દેશવિરતિ ધર્મ પણ તે જ છે કે સમ્યક્તની સાથે એકથી આરંભીને બાર વ્રતોનો સ્વીકાર કરવો અને પ્રતિમાદિનું પાલન વગેરે કરીયાવત્ “સંવાસાનુમતિ' એટલે માત્ર ઘરમાં રહેવા પૂરતી જ અનુમતિવાળા બની જવું પણ ઘરની કોઈપણ પ્રવૃત્તિ તરફ લક્ષ્ય નહિ દેવું : કેવળ પ્રભુધર્મની આરાધનામાં જ રત રહેવું એ દશાને કેળવવી! બાર વ્રતોમાં પહેલા સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતવાળો તે એક પણ નિરપરાધી ત્રસ જીવને સંકલ્પપૂર્વક હણે નહિ, હણાવે નહિ અને હણાતાને સારો માને નહિ. એ જ રીતે મોટા જઠનો ત્યાગ, મોટી ચોરીનો ત્યાગ તથા મૈથુન સેવવું પડે તો પરિમિત રીતે સ્વસ્ત્રીસંગથી સંતોષ રાખી અન્ય સ્ત્રીસંગનો ત્યાગ, પરિગ્રહમાં ધનધાન્યાદિની મર્યાદા કરે, દિશાઓની મર્યાદા બાંધે, ભોગોપભોગયોગ્ય પદાર્થોની ઓછાશ કરે, અનથદંડ ન થઈ જાય એની પણ કાળજી કરે, સામાયિક કરે, દેશાવગાસિક કરે, પૌષધ કરે, મુનિને દાન દઈ અતિથિ સંવિભાગ કરે. આ રીતે બાર વ્રત પાળે. આમાં વ્યાપારાદિ આવ્યું ? નહિ જ, તો હવે કોઈ પૂછે કે બાકીની ક્રિયા કેમ કરો છો ? તો શું કહેશો ? “સાધુ નથી થઈ શકતા માટે.” એમ જ કહેવાનું કે બીજું ? સભા : પણ ગૃહીધર્મના તો ભાંગા ઘણા છે ને ? પણ બધે વાત તો છોડવાની જ છે ને ? વધારે ન છોડાય તો ઓછું છોડો, પણ છોડો એ જ વાત છે કે બીજી ? બાર વ્રત લેનાર બાર વ્રતધારી કહેવાય અને એક વ્રત લેનાર એક વ્રતધારી કહેવાય, પણ એ બે સરખા તો ન જ કહેવાય ને ? નહિ, તો જેટલા અંશે ધર્મ તેટલા અંશે ધર્મ અને બાકીની ક્રિયા કેમ કરો છો ?” તો એના જવાબમાં તો એક જ ઉત્તર ને કે “સાધુપણું નથી લેવાતું માટે ! જો હા, તો હવે તમને કોઈ પૂછે કે ‘તમે ગૃહવાસમાં રહ્યા છો કે રહેવું પડ્યું છે ?' તો શું કહેશો ? સભા: નીકળાતું નથી માટે રહેવું પડ્યું છે. વિચારીને બોલો. રહેવું પડ્યું છે એવું બોલશો તો તેવું વર્તન દેખાડવું પડશે ! બીજા રસ્તે ન જઈ શકનાર કદી ભયંકર રસ્તે ચાલે, પણ ત્યાં તેનાથી ચલાય કઈ રીતે ? એવો જ દેખાવ ગૃહવાસમાં તમારો પણ દેખાવો જ જોઈએ ને ? અહીં તો શાસ્ત્રકાર મહર્ષિ ગૃહવાસને સફળદુઃખનું સ્થાન કહે છે, પણ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત 72 ૨૯ આગળ તો એને નરકનો પ્રતિનિધિ પણ કહેવાના છે. જો ગૃહવાસને હેય ન માન્યો અને ઉપાદેય માન્યો તથા તેમાં ભાન ભૂલીને રાચીમાચી ગયા, તો તે છેલ્લામાં છેલ્લી હદે - નરકે લઈ જશે. ગૃહવાસ ન તજાય એ વાત જુદી છે, તે ત્યાજ્ય છે તેમ માની તેને જેમ બને તેમ જલદી તજી શકાય એવી જ પ્રવૃત્તિમાં રત રહેવું જોઈએ. પણ 1115 કર્મવશ જીવો ધર્માચરણની યોગ્યતા છતાં પણ વિષયાધીનતાના યોગે ગૃહવાસને છોડી શકતા નથી, એ વાત તો ઉપકારી પુરુષો પણ માન્ય રાખે છે. એટલે જેઓ નથી છોડી શકતા પણ છોડવા યોગ્ય છે એમ માને છે, તેઓની સાથે તો મેળ મળે, પણ જેઓ ગૃહવાસને સારો જ અને ઉપાદેય માને છે, તેઓની સાથે શી રીતે મેળ મળે ? આથી સ્પષ્ટ છે કે “ગૃહવાસ છોડી ન શકો ત્યાં બધાં બહાનાં ચાલે, પણ ‘ગૃહવાસ સારો છે' એમ કહેવા માંડો તેમાં તો કાંઈ જ બહાનું ન ચાલે. એટલે એ છોડવા જેવો છે એમ તો સ્વીકારવું જ પડશે.” એ વાતમાં અહીં જ હા પાડવાની એમ નહિ, પણ એ વાત એવા જ સ્વરૂપમાં કહેવી પડશે : કારણ કે એ માન્યતા નિશ્ચિત થયા વિના વાસ્તવિક રૂપમાં સમ્યક્ત્વ ટકશે જ નહિ. એનું કારણ એ છે કે ગૃહવાસને સારો માનવાથી સમ્યક્ત્વ મેલું થાય, કદરૂપું બને અને પરિણામે નાશ પણ પામે તેમજ સમ્યક્ત્વના બદલે મિથ્યાત્વ પણ આવે. અન્ય દર્શનકારોએ પણ ગૃહસ્થાશ્રમને એ દૃષ્ટિએ જ કહ્યો છે. કારણ કે એ દર્શનકારો પણ એક રીતે હતા તો ત્યાગીને ? એક પણ દર્શનકારે ત્યાગને અવગણ્યો નથી, પણ અજ્ઞાનના યોગે તેઓએ થોડી ઘણી રાગની પુષ્ટિ કરી નાખી, જ્યારે અહીં તો રાગની પુષ્ટિ કોઈ પણ રીતે કરવામાં નથી આવી. સભા : “ન્યાવાન મહાપુળ્યું" આ અને એવાં બીજાં કથનો અન્યમાં ક્ષેપક હશે કે મૂળથી હશે ? ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ એ તો એમને ખબર. ગમે તેમ હોય, પણ ત્યાં રૂઢ થયું એવું અહીં ન જ થાય, એની જ કાળજી રાખવાની છે. આજે એવી વસ્તુ આ શાસનમાં ખુલ્લી નથી બોલતા, પણ જો આમ ને આમ ચાલ્યું, તો દશકા પછી ઉચ્છંખલો ખુલ્લું બોલશે. અન્ય દર્શનકારોએ વાનપ્રસ્થ તથા સંન્યાસાશ્રમ પણ રાખ્યાં છે. બ્રહ્મચર્યાશ્રમ તથા ગૃહસ્થાશ્રમમાંથી અમુક વખતે ત્યાં આવવું જ જોઈએ, એવું તેઓએ પણ વિધાન કર્યું છે. બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમ ન સેવતાં, સીધો સંન્યાસી થાય તો તેને તેઓ પણ બાલબ્રહ્મચારી તરીકે માને છે. પણ તેમાં વાંધો નથી ઉઠાવતા. અસ્તુ. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો પ જેટલો ધર્મ તેટલું પ્રશસ્ત ઃ વિષયાસક્તો ગમે તેટલી હાનિ આવે તો ચીસો પાડે, આક્રંદ કરે, છતાં સકળદુઃખના સ્થાનરૂપ ગૃહવાસને એ કર્મથી હણાયેલાઓ છોડવા શક્તિમાન નથી થતા, એમ ઉપકારીએ ફરમાવ્યું અને એ વસ્તુને સમજાવતાં દૃષ્ટાંત વૃક્ષનું આપ્યું. જે વૃક્ષનાં મૂળિયાં ઊંડાં ગયાં હોય, તે જેમ પોતાના સ્થાનને ન તજે તેમ, વિષયાધીન જીવો પણ પોતાનું સ્થાન તજતા નથી. વડનું ઝાડ ઉપરથી કાપો તે ભલે, પણ એ મૂળથી કપાય નહિ. મજૂરોની એ તાકાત નથી. કારણ કે એમાં કારીગરી ચાલે નહિ : એનાં મૂળ ઘણાં જ ઊંડાં ગયેલાં હોય છે, તેવી જ સ્થિતિ કર્મથી હણાયેલા વિષયાધીન આત્માઓની હોય છે. ખરેખર દૃઢ સમ્યગ્દષ્ટિને શ્રી જિનશાસન ઉપર જેવો અવિહડ રાગ હોય છે, તેવો જ અવિહડ રાગ ગાઢ મિથ્યાદષ્ટિનો સંસાર ઉપર હોય છે. એવા જીવો, કર્મના ભારથી દબાયેલા હોઈ ઘણી ઘણી આપત્તિઓને નજરે જોવા છતાં અને સ્વયં ભોગવવા છતાં, દુ:ખના સ્થાનરૂપ ગૃહવાસને છોડવા શક્તિ ધરાવતા નથી અને પ્રયત્ન પણ કરતા નથી. દુઃખ વખતે રડે છે પણ ત્યાં રહીને જ, આધા જઈને નહિ. તકલીફ આવેથી રુએ, ચીસો પાડે, આક્રંદ કરે, દીન બને, પણ ઊભા તો ત્યાં જ રહે. ત્યાંથી જવાનો વિચાર સરખો પણ ન કરે. લક્ષ્મી જાય તો ગઈ એમ કહી પોક મૂકે, પણ લક્ષ્મી ગયા છતાંયે ‘છોડું’ એમ ન કહે. લાખ જાય તો ગયા એમ કહી રુએ, પણ તે ગયેલાનેય હૃદયથી છોડે નહિ. આદમી મરી ગયો તે સૌ એમ જાણે કે ગયો, પણ હૃદયથી ન કાઢે અને રોઈને પણ એવી ચેતવણી ન લે કે આપણે પણ જવું પડશે. રુએ, એને બાળી આવે અને પાછા ઘરમાં પેસે. મારી પછી જન્મેલો, આવા બંગલામાં રહેનારો પણ ગયો, એમ જાણવા છતાં પણ બાળી આવીને પાછા બંગલામાં જ પેસે. આથી જ ઉપકારીઓ કહે છે કે રુએ ખૂબ પણ ખસે જરાયે નહિ. 1116 કોઈ મરી જાય ત્યારે સાધુઓ પાસે આવીને ઘણાએ કહે છે કે ‘સાહેબ ! આવો હતો. અરેરે ! મરી ગયો.' ત્યારે ઉપકારી સાધુઓ ઉપકાર બુદ્ધિથી કહે કે ‘ખરેખર ! ચેતવા જેવું છે. સંસાર જ એવો છે. એથી એનો ત્યાગ કરી નીકળવા જેવું છે.' તો તરત જ કહી દે કે ‘એવું બોલ્યા ? અમે છોડવાનું સાંભળવા નથી આવ્યા. આ તો જરા લાગણી શાંત કરવા આવ્યા છીએ !' વળી મરણ પાછળ સાચા રોનારા પણ પેલો મૂઓ માટે નથી રોતા, પણ સ્વાર્થ માટે અને ડૂમો ખાલી કરવા રુએ છે. ખરેખર, આ સંસારમાં મોટે ભાગે પારકાના ભલાના દેખાવમાં પણ અંતરગત ભાવના પોતાના સ્વાર્થની જ રહે છે. રોનારા એ Page #47 -------------------------------------------------------------------------- ________________ 1117 – ૨ ઃ ગૃહીંધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત - 72 - ૩૧ વૈરાગ્યથી નથી રોતા, માટે ત્યાં રહીને જ રુએ છે. વ્યવહારનો કાયદો કે સગા સ્નેહીને બાળવા સ્મશાને જવું જોઈએ, પણ જો એમ લાગે કે સ્મશાને જવાથી ઘરને સીલ લાગે તેમ છે, તો તાવ લાવીને પણ ત્યાં સૂઈ રહે, ન જાય. ઢોંગ એવો કરે કે બીજાઓને પણ કહેવું પડે કે “તમે ન આવશો.' પછાડ ખાય અને તે પણ ત્યાં પછાડ ખાય કે જ્યાં નિધાન હોય અને મુડદા જેવો થઈ જાય. ત્યાં પડ્યો પડ્યો રુએ, હાય મા હાય બાપ કરે, આવા મોહાસક્ત જીવોને ખસવાની વાત કરો તો નહિ ખસે, કારણ કે ગૃહવાસ સકળદુઃખનું સ્થાન છે એ સમજવું નથી અને અનુભવાય તે છતાં માનવું નથી. ઊલટું શાસ્ત્ર ગૃહવાસને નરકનો પ્રતિનિધિ કહે છે, તેથી આજના અજ્ઞાન અને સંસારરસિકોને તો મૂંઝવણ થાય છે કે આવા ભયંકર શબ્દો ? પણ તેવાઓને એ ખબર નથી કે આ નાશવંત શરીરના ચિકિત્સકોને પણ કેટલીક વખત કેટલાક રોગીને કહેવું પડે છે કે બચવું હોય તો વિલાસભવનમાં ન જવું: તારે માટે વિલાસભવન એ વિનાશભવન છે.” શરીરના ચિકિત્સક જો આવું કહે, તો અનંતકાળથી રૂલેલા અને રૂલતા આત્માઓને બચાવવા માટે જ્ઞાનીઓ વિષયાસક્તોના ગૃહવાસને નરકનો પ્રતિનિધિ કહે, એમાં વધારે પડતું શું છે ? નાશવંત વસ્તુનો વૈદ્ય પણ વિલાસભવનને વિનાશભવન કહે, તો અનંતજ્ઞાનીઓ ગૃહવાસને નરકનો પ્રતિનિધિ કહે, એમાં નવાઈ પણ શી ? સોનીના સો અને લુહારનો એક : આથી સ્પષ્ટ છે કે અંતરાયકર્મના ઉદયથી ગૃહસ્થ જીવનમાં રહેલ હોઈને એ જીવનની સાર્થકતા માટે જ ધર્મક્રિયાઓ કરવાની છે. જિનપૂજન, ગુરુસેવન, અઠ્ઠાઈ મહોત્સવ, ઉજમણાં, શાસ્ત્રશ્રવણ વગેરે એ માટે છે, પણ એ ધર્મક્રિયાઓ કરવા માટે ગૃહસ્થ જીવનમાં રહેવું જ જોઈએ એમ નથી. આ ક્રિયા અમારા વિના કોણ કરે ? માટે રહ્યા.' - એમ જેઓ કહે છે, તેઓ પૂરેપૂરા મિથ્યાદૃષ્ટિ છે. કારણ કે શ્રી જિનશાસન કહે છે કે ધર્મપ્રેમી ગૃહસ્થો હોય તે આવા હોય અથવા તો આવા થાય : એટલે કે આવી જિનપ્રણીત ક્રિયાઓ કરે એ કહેવાય, પણ એ ક્રિયાઓ કરવા માટે ગૃહવાસમાં રહેવું જ જોઈએ એમ નથી. એટલે કે શ્રી જિનેશ્વરદેવોએ એકાંત કલ્યાણના જ હેતુ તરીકે ફરમાવેલી ધર્મક્રિયાઓ કરવી એ ગૃહવાસની સફળતા છે, પણ એ ક્રિયાઓ માટે ગૃહવાસ જીવતો રાખવો જ જોઈએ એમ નથી. આ સમજાય તો ગૃહવાસ સકળદુઃખનું સ્થાન છે, એમ બરાબર લાગે. ગૃહસ્થપણામાં થતો ધર્મ પ્રશસ્ત છે, પણ ગૃહીલિંગ કાંઈ પ્રશસ્ત નથી : એ આશ્રમ અને એ સ્થાન પ્રશસ્ત નથી. મુનિ પણ જે સંસારમાં છે તે સંસાર પ્રશસ્ત Page #48 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - 1118 નથી, આ વાત બરાબર રીતે વિચારો. મુક્તિ નથી ગયા તે દૃષ્ટિએ તેઓ જે સંસારમાં છે તે પણ પ્રશસ્ત નથી. કેમ કે એવું સંયમ નથી પળાતું કે જેથી મુક્તિએ જવા માટે સંસારમાં રહ્યા છે : પણ કેવળજ્ઞાન થઈ જાય અને સર્વકર્મક્ષય થાય, તો આ સ્થાનમાં પણ મુનિ એક ક્ષણ પણ રહે ? નહિ જ, કારણ કે મુનિઓ પણ બધાનું ભલું કરવા રહ્યા છે એમ નથી, પણ પોતાનું પૂરું ભલું નથી થયું માટે રહ્યા છે. શ્રી તીર્થંકરદેવો પણ દેશના શું કામ દે છે ? કહેવું જ પડશે એમ નહિ પણ કહેવું જ છે કે શ્રી તીર્થંકર નામકર્મને ખપાવવા. એ નામકર્મ એવું છે કે એનો વિપાક ભોગવતાં અનેક ભવ્ય આત્માઓનું ભલું થાય. એ વિપાક અનેક આત્માઓનું ભલું કરે, પણ શ્રી તીર્થંકરદેવ તો એ નામકર્મ ભોગવે છે. જો એમ ન કરે તો કર્મ ખપે નહિ અને મુક્તિમાં જવાય નહિ. સર્વાશે પ્રશસ્ત તો સિદ્ધિપદ : બાકી મુનિપણું અને ગૃહસ્થપણું પણ ધર્મ પૂરતું પ્રશસ્ત છે. જેટલે અંશે ધર્મ તેટલું પ્રશસ્ત. ગૃહવાસ પ્રશસ્ત નથી. વારુ, તમારે ધૂનન કરવું છે ને ? તો જેમ વડનાં મૂળિયાં હલાવવાં હોય ત્યારે ધરતીકંપ થાય તેમ દુઃખના સ્થાનને સુખનાં સ્થાન માની રહ્યા છો એ માન્યતાનાં મૂળિયાં હલાવતાં આંચકા પણ લાગે. લક્ષ્મી અસાર અને ચંચળ છે, એવું ન લાગે ત્યાં સુધી હૈયું ઉદાર કેમ કરીને થાય ? મૂઠી પહોળી કઈ રીતે થાય ? આથી સ્પષ્ટ જ છે કે મૂળિયાં ન હાલે ત્યાં સુધી પરિણામ સારું ન જ આવે : માટે પાયો હલાવાય પછી કામ સારું ચાલે. જેનો સંસારનો પાયો હાલે તે જૈનશાસનમાં આવે. જેનો એ પાયો હાલ્યો તે શ્રી જૈનશાસનમાં આવવાને લાયક. જેને સંસારનો પાયો મજબૂત કરવો હોય, તે જૈનશાસનની બહાર ઊભો રહે એમાં જ એનું અને અન્યનું કલ્યાણ છે. જ્યાં મહામુશીબતે પાયા હલાવવાનું કામ ચાલી રહ્યું હોય, ત્યાં સિમેન્ટ પૂરનારાઓની જરૂર ન જ હોય : કારણ કે એવા પાપાત્માઓના પ્રતાપે ઉપકારીઓની મહેનત જોઈતી રીતે સફળ થતી નથી. એનું કારણ પણ એ જ છે કે જેનો સંસારનો પાયો જ્ઞાનીઓએ હલાવ્યો હોય, તેણે પણ અનંતકાળથી સંસારની ચીજોનો આસ્વાદ લીધો છે, માટે એ પણ ઢળી પડે : મહેનતથી જે પાયો દાદરો બનાવ્યો હોય, તે પાયાને પેલો સિમેન્ટ પૂરનારો મજબૂત કરે છે. આ જ કારણે ઉત્સુત્ર - સૂત્રવિરુદ્ધ ભાષણ કરનારાઓ માટે જ્ઞાની પુરુષોએ સંઘ બહારનું શાસન રાખ્યું છે : અને એ સૂચવે છે કે સિમેન્ટ પૂરનારા શ્રી જિનશાસનમાં જોઈતા નથી. મહામુશીબતે સંસારને ભુલાવી પ્રભુમાર્ગ તરફ દૃષ્ટિ વાળી હોય, ત્યાં પેલો આવીને એક હચરને સાફ કરે, એ કેટલું ભયંકર પાપકર્મ છે ? Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત 72 ‘સોનીના સો અને લુહારનો એક' - આ એક દુનિયાની કહેવત છે, કારણ કે - લુહારનો ઘણ જબરો હોય છે. સોનીને તો એ૨ણ જોઈએ અને પેલાને તો એરણ પણ ન જોઈએ. એને તો એક અણઘડ મજૂર જોઈએ. સોનીને તો એરણ જોઈએ, નાનીશી હથોડી અને જાતે પોતે ધીમે ધીમે કુશળતાપૂર્વ ઘાટ ઘડે ત્યારે જ ઘડાય. એ રીતે શાસનમાં રહેનાર સોની જેવા અને શાસન ઉખેડનાર લુહારના અણઘડ મજૂર જેવા. સોનીએ મહામુશીબતે ઘડ્યો હોય, ત્યાં લુહારના અણઘડ મજૂ૨નો એક ઘણ પડે તો ધૂળધાણી જ ! માટે એ ઘણનો ઘા ન પડે એની જ કાળજી રાખવાની. 1119 ‘ગૃહવાસ સકળદુઃખનું સ્થાન છે, દુનિયામાં દુઃખ છે.’ આવું માનતા મનાવતા હોય, ત્યાં એક એવો ભયંકર નાદ થાય કે દુનિયામાં મહાસુખ, એટલે એકદમ હરણિયાં ભાગે. અહીં વૈરાગ્યની વાત ચાલતી હોય અને તેમાં સંસા૨૨સિકોનું ચિત્ત માંડમાંડ ચોટ્યું હોય, ત્યાં બહારથી શ્રૃંગારના ધ્વનિ આવે કે વૈરાગ્ય કથનમાં રહે અને મોઢું ત્યાં ફરે. ‘લક્ષ્મી અસાર છે અને ચંચળ છે’ એમ અહીં કહેવાતું હોય, ત્યાં નોકર આવીને કહે કે ‘તાર આવ્યો અને આટલા ગયા’ – તો પેલું સાંભળેલું કહેનારના કથનમાં રહે અને પેલો દોડે. જો કે ધર્મ પામેલો આત્મા તો કહી દે કે અત્યારે એ વાત નહિ, પણ એવા ધર્મરસિક કેટલા ? શ્રી જિનમંદિરમાં અને ઉપાશ્રયમાં નિસીહી કહીને આવો છો, પછી ઘરની વાત સંભળાય જ નહિ : પણ મંદિર તથા ઉપાશ્રયથી બહાર નીકળીએ ત્યાં સુધી ઘરના સમાચાર આપવા આવવું નહિ, એવું કહીને કદી પણ ઘેરથી આવ્યા છો ? જો ના, તો તમારી નિસીહી પોલી કે નક્કર ? ‘નિસીહિ નક્કર બનાવો' એટલો ઉપદેશ પણ બરાબર પાળો, તો પણ ગૃહવાસ જેવો દુઃખરૂપ છે તેવો લાગે. ૩૩ હૃદયમાંથી ગૃહવાસ સુખરૂપ છે એ માન્યતા નીકળે, તો જ વાસ્તવિક રીતે આ ધર્મની વાત પ્રવેશે : કારણ કે બદબૂ ખાલી થાય તો જ ખુશબૂ આવે. નિસીહિનું વિધાન સંસારની રસિકતારૂપ બદબૂ બહાર મૂકીને આવવા માટે છે, કે જેથી અનંતજ્ઞાનીઓએ ફરમાવેલ ત્યાગ અને વૈરાગ્યની રસિકતારૂપ ખુશબૂનો અનુભવ થાય. આજે વૈરાગ્યરૂપી ખુશબૂનો અનુભવ થતો નથી એ શાથી ? એથી જ કે સંસારરસિકતારૂપ બદબૂ ભેગી રાખી છે. માટે જો સાચા વૈરાગ્યનૌ ખપ જ હોય, તો ઘરથી એમ કહીને આવો કે ‘મંદિર તથા ઉપાશ્રયમાં મારે બીજા સમાચાર સાંભળવાના નથી માટે કોઈએ પણ બીજા સમાચાર આપવા આવવું નહિ.’ સભા : ખાસ કામ હોય તો ત્યાં બેઠો છું, એમ કહીને આજ તો અવાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - ii0. હું એ જ સમજાવી રહ્યો છું અને એ સમજાવવા માટે કહું છું કે શ્રી જિનેશ્વરદેવની વાણી હૃદયમાં પેસતી નથી અને સંસારની અસારતા સમજાતી નથી, એનું કારણ એ જ છે કે બદબૂ સાથે છે. સભા : નિશીહિનો અર્થ શો ? દુનિયાની બધી ક્રિયાનો નિષેધ. એ બધી વસ્તુના જ્ઞાતા બનેલા શ્રાવક તો એવા હોય કે ભલભલા સાધુને પણ જો તે પતિત અવસ્થામાં આવવા જેવી સ્થિતિમાં જણાય, તો તેને માર્ગની સ્થિતિમાં ટકાવે. શ્રાવક કદી જ ખોટી વસ્તુમાં ન દોરાય. વિચારો તો ખરા કે જેને સંસારની અસારતા જશે, તેની હાલત કઈ અને કેવી હોય ? પણ આજે જ્યાં સંસારમાં સુંદરતા જચી હોય, ત્યાં અસારતા જચે જ શાની ? રુદન પણ પ્રશંસાપાત્ર ! આથી જ ઉપકારીઓ કહે છે કે વિષયાધીન વ્યક્તિએ આસક્તિને લઈને ધર્માચરણને યોગ્ય હોવા છતાં પણ ગૃહવાસને તજવાને સમર્થ નથી થતા : એટલું જ નહિ પણ આપત્તિઓના પ્રસંગે પણ ત્યાં રહીને જ દીનતાથી રાડો પાડે, પણ એક કદમે ખસે નહિ. કોઈ મરે ત્યારે એને રોવું આવે, પણ ત્યાંથી ખસવાની ઇચ્છા તો ન જ થાય. તમારી વાતમાં અંશે હાજી મેળવવા ખાતર રોવું આવવું જોઈએ એ હું પણ કહું છું, પણ કેવું રોવું આવવું જોઈએ ?, એ વિચારો ! કારણ કે હું કેટલો પામર ! મારી નજર આગળ અનિચ્છાએ આટલા આટલા ચાલ્યા જાય છે ! પણ હું આ મોહજાળમાંથી નીકળી શકતો નથી !” આ ભાવનાએ આંસુ આવે તો એ રોવામાં વાંધો નથી. પણ ત્યાં રહીને રૂઓ, ત્યાં રહેવા માટે જ રૂઓ, એ રોવાનો તો નિષેધ જ છે. બાકી ત્યાંથી નીકળવા માટે રોવાની તો રજા છે, છૂટ છે. આવો સમયધર્મ કોઈ કહેતું હોય તો એ સમયધર્મ મંજૂર છે. ત્યાંથી ખસવાની ભાવનાએ રોવું. એ એ સમયને માટે યોગ્ય છે : પણ સાધન તૂટ્ય, પોતાના સાધનમાં ત્રુટી આવી માટે રોવામાં સમયધર્મ નથી, એમ હું સ્પષ્ટપણે જાહેર કરું છું. “મને આવું જોતાં છતાંય નીકળવાની ભાવના નથી થતી' - આ ભાવનાથી રોવું આવે એ તો જરૂર સમયધર્મ છે : કારણ કે શ્રી જિનાજ્ઞાનો વિરોધ નથી : એનું કારણ એ છે કે તે તે સમયે તરવા ને તારવાને યોગ્ય ક્રિયા કરાય તે સમયધર્મ. રોવું એ આર્તધ્યાન છે, પણ ન છૂટી શકતું હોય તેને છોડવાને માટે રોવું, એ તો એક રીતે ધર્મ છે. ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને શોક થયો, એ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત પણ કર્મક્ષય માટે થયો. કારણ કે એ રોવામાં પણ સંસારથી છૂટવાની જ ભાવના હતી. સમ્યગ્દષ્ટિના શોકમાં તો કર્મ શેકાય. સમ્યગ્દષ્ટિ એવો શોક કરે કે જેમાં આત્મા ન શેકાય પણ આત્મહિતની આડે આવતાં કર્મ જ શેકાય. હવે વિચારો કે તમે બધા મરનારાની પાછળ કઈ ભાવનાએ રુઓ છો ? સ્વાર્થની ભાવનાએ કે કોઈ કલ્યાણની ભાવનાએ ? તમારી બધી ક્રિયા વખાણીએ, પણ આશયમાં પલટો થાય તો ! પણ સંસારરસિક આત્માઓમાં એવો પલટો થવો જ અશકય હોય છે એ જ કારણે ઉપકારી મહર્ષિ ફરમાવે છે કે આ તો એવા છે કે ત્યાં રહ્યા છતાં રહેવા માટે જ રુએ છે. એના ઉપર આવેલું વિઘ્ન ટાળવા માટે રુએ છે. જીવનમાં આવેલી ત્રુટી માટે રુએ છે : ‘મારું શું થશે ?’ એ વિચારે એ છે : અને તે એવા રુએ કે સાંભળનારને પણ દયા આવે : પણ કયા સાંભળનારને દયા આવે ? કહેવું જ પડશે કે અજાણ સાંભળનારને દયા આવે, પણ વસ્તુસ્થિતિના જાણકારને તો દયા ન જ આવે. તમે કયાં નથી જાણતા કે બહારગામથી સ્ત્રીઓ રોવા આવે ત્યારે મરનારને ત્યાં સ્ત્રીઓ ભેગી થાય. અને ભેગી થાય તે વખતે તો હસે, બોલે અને વાતો કરે, પણ પેલી સ્ત્રીઓનો અવાજ કાને આવે કે તરત જ રોવા માંડે અને રોવા સાથે ગાયન ચાલે. તો વિચારો કે હસવામાંથી એકદમ રોવું આવ્યું કચાંથી ? કહેવું જ પડશે કે એ રોવામાં સત્ય નથી પણ ઢોંગ છે. આથી જ સમજનારને તો રોનારની દયા ન આવે, પણ એવી જ દયા આવે કે ‘આ અજ્ઞાન લોકો એકમાંથી બીજું પાપ ક્યાં ઊભું કરે છે ?' કારણ કે મરનારની પાછળ ખોટી રીતે રોવું એ આર્તધ્યાન છે, પાપ છે. એમાં પાછું રોવું નથી આવતું છતાં રોવાનો દંભ કરવો, એ નવું પાપ કયાં ઊભું કરે છે ? આવનાર સ્ત્રીઓને પણ આંખમાં આંસુ લાવતાં અરધો કલાક જોઈએ. ખરેખર, આંસુ લાવવાની કળા છે હોં ! જૂના પૂર્વજોને સંભારે, આપત્તિને સંભારે ત્યારે આંસુ આવે. ગાયનમાં સાત પેઢીઓને સંભારે. એવું એવું સંભારે કે જેથી મુશીબતે આંસુ આવે. સ્ત્રીઓને આ કળા શીખવી પડે છે, કારણ કે જેને રોતાં ન આવડે એની એવા સ્ત્રીસમાજમાં કિંમત નથી ગણાતી ! રોવામાં જે હોશિયાર હોય એને જ ત્યાં આગેવાનીભર્યું સ્થાન અપાય છે ! ! 1121 - 72 ખરેખર, અજ્ઞાન અને મોહવિકળ દુનિયામાં એવી કુરૂઢિઓ પ્રવેશી છે કે જો તેને વખાણાય તો પાપમાં પાવરધા બનેલા આત્માઓ પાપથી સર્વથા બેપરવા બને એટલે પછી પાપની સીમા જ ન રહે. આથી જ એવા ઢોંગી આત્માઓ તો એક રીતે દયાપાત્ર નથી, પણ કોઈ બીજી જ વસ્તુના પાત્ર છે ! બાકી એક રીતે તો સંસારમાં રૂલતા સઘળાય આત્માઓ દયાપાત્ર જ છે, પણ જે પ્રભુશાસનને ૩૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 112 પામેલા આત્માઓ સંસારની અસારતા સમજીને, નાશવંત પદાર્થને નાશવંત સમજીને, પોતાનાથી છુટાતું નથી એ કારણે રૂએ છે, તે આત્માઓ તો ખરે જ એક રીતે પ્રશંસાને પાત્ર છે : કારણ એ રુદન વાસ્તવિક રૂદન જ નથી, પણ પાપરૂપ સંસારથી છૂટવાનો એક ઉપાય છે. દુઃખને ભોગવતાં શીખો ! સભા : ઢોંગથી રોવાની ક્રિયામાં દિલાસો દેવા જનાર પાપના ભાગીદાર ખરા ? શુદ્ધ હૃદયથી અને સાચો દિલાસો દેવા જનારા પાપના ભાગીદાર નથી થતા, કારણ કે તેઓ તો મોહથી અગર દેખાવ કરવામાં જ વ્યવહારકુશળતા માનનારાઓને સાચી શિખામણ આપવા જાય છે : અને એમ કરવું એ તો ગૃહસ્થ તરીકે એક શોભારૂપ વસ્તુ છે. માટે જ કહું છું કે મરનારના ઘેર બેસવા જવાના રિવાજનો આશય સમજો અને વિચારો કે શા માટે બેસવા જવું ? એટલા જ માટે કે આર્તધ્યાનથી બળતા હૈયાને ધર્મભાવનાથી ઠારવા માટે !મોહથી મૂંઝાતાને પણ બેસવા જનાર સમજાવે કે “શ્રી તીર્થંકરદેવ જેવા પણ મરણને શરણ થયા, તો તમે - અમે કોણ ? એક દિવસ તમારે તથા અમારે પણ જવાનું જ છે, માટે આ રીતે રોવું એ પાપ છે. જો દુ:ખ જ લાગતું હોય તો સંસારની મમતાથી છૂટવાની પેરવી કરો. એ માટે યોગ્ય સાધનની જરૂર હોય તો સાધર્મિક તરીકે પેરવી કરીએ.” પણ કહોને કે આમ કહેવામાં તો ખિસ્સામાંથી કાઢવું પડે છે. ખરેખર, આજે તો ચાંલ્લાના બે રૂપિયા પણ ત્યાં જ આપે, કે જ્યાંથી રીતસર આવે તેમ હોય ! આથી હું કહું છું કે સરખા બનવા ત્યાં બેસવા ન જાઓ, પણ સારા બનીને એમના આર્તધ્યાનને રોકવા ખુશીથી જઈ શકો છો અને તેમ ન કરી શકો તો બેસવા જાઓ પણ નહિ અને બોલાવો પણ નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનને માનનારાના રિવાજોમાં પાપની વાસના ન જ હોવી જોઈએ. જેઓ પાપની વાસના જીવતી અને જાગતી જ રાખવા માગે, તેઓમાં શાસન પરિણમ્યું નથી એમ જ કહેવું ને માનવું પડે ! કારણ કે મરજી મુજબ નાચવામાં ધર્મ મનાય, એવું શ્રી જૈનશાસનમાં ચાલે તેમ નથી. પણ આજે તો મરે એના ઘરના આદમી જો ધર્મક્રિયા કરવા જાય, તો બેસવા જનારા મશ્કરી કરે ! એટલું જ નહિ પણ બજારમાં આવે એનો વાંધો નહિ, એ ખાય નહિ તો ખવરાવવા જાય, “ખાઓને, ખાઓને' કહી ખવરાવે, પણ ધર્મક્રિયાનો પ્રતિબંધ ! પતિ મરી જાય એટલે સ્ત્રી માટે તો ધર્મક્રિયાનો ઘોર અંતરાય અને ચૂલો વગેરે કરવામાં તો હરકત નહિ ! કારણ કે એ, બધું કર્યા વિના ચાલે જ નહિ ! Page #53 -------------------------------------------------------------------------- ________________ 1123 – ૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત - 72 – ૩૭ ઘરે તો દેરાસર આજ કાલ હોય જ શાનું અને એનાથી ગમે તેમ પણ દેરાસરે તો ન જ જવાય, કારણ કે જો દેરાસર જાય તો ગામની ડોશીમાઓ પણ નિંદા જ કરે અને કહે કે “છે કંઈ લજ્જા !” કહો અને વિચારો કે આ કેવી ભયંકર દુર્દશા ! - શ્રી જૈનશાસનમાં વૃદ્ધ કોણ કહેવાય?સમજી લો કે ધોળા વાળવાળા નહિ પણ ધર્મવૃદ્ધ હોય તે જ ! શ્રી જિનશાસનમાં તો ધર્મનું સ્વરૂપ સમજ્યા હોય તેની જ પાછળ જવાય એવો કાયદો છે. પણ ધર્મથી અજ્ઞાન હોય તે છતાં પણ સો વરસના છે એ જ કારણે એની પાછળ જવાનો કાયદો આ શાસનમાં નથી. શ્રી જૈનશાસનમાં જાડા, લાંબા અને પહોળા હોય તે જ મોટા નથી, પણ પ્રભુમાર્ગને અખંડપણે પામ્યા હોય અને પામ્યા પછી પણ તે માર્ગને બાધા ન આવે તેમ વર્તે તે મોટા છે. - વધુમાં આ ઉપકારી ફરમાવે છે કે વિષયાધીનો તો આપત્તિ આવે ત્યારે રુએ પણ શું ? એ જ કે તેમાં માબાપને યાદ કરે અને ભાગ્યને ઠપકો દે. પણ શ્રી જિનેશ્વરદેવો તો ફરમાવે છે – અશુભોદય વખતે એ માબાપ તો કંઈ જ નહિ કરી શકે. જો બહુ સ્નેહી માબાપ હશે તો પાસે બેસીને રોશે અને દુઃખમાં વધારો કરશે. વળી ભાગ્યને ઉપાલંભ દેવો એ પણ નકામો છે, કારણ કે ભાગ્ય ફૂટેલું કહે છે, પણ ફોડ્યું કોણે ? પોતે જ કે કોઈ બીજાએ ? પાપ બાંધનાર પણ આત્મા પોતે જ છે ને ? પોતે જ બાંધેલા પાપને ઉદયમાં આવતાં જે ઠપકો દે તે ડાહ્યો કે મૂર્તો ? ડાહ્યા આત્માએ ઉદયમાં આવેલા પાપને ભોગવતી વખતે મૂંઝાતા આત્માને કહેવું જોઈએ કે બાંધ્યું છે તે સહો. રાજીથી સહશો તોયે સહેવું પડશે અને રોઈને સહશો તોયે સહેવું પડશે. માટે એવી રીતે સહેવું કે જેથી એ અશુભ જાય અને નવું અશુભ ન બંધાય. આપત્તિ એવી રીતે સહેવી જોઈએ કે એક આપત્તિ અનેક આપત્તિને ટાળે. પણ આપત્તિને એવી રીતે ન જ વેઠવી જોઈએ કે જેથી બીજી અનેક આપત્તિઓ ઊભી થાય. આજે તો એક તકલીફને કાઢવા સેંકડો પાપોને વધાર્યો જાય, કે જેથી ભવિષ્યમાં તકલીફના આંકડા વચ્ચે જ જાય. પ્રભુનું શાસન પામ્યા પછી પણ જો આની આ જ દશા કાયમ રહે, તો તો કહેવું જ જોઈએ કે શાસન જે રીતે પરિણામ પામવું જોઈએ તે પામ્યું નથી. એ ગમે તેમ હો, ઉપકારીઓના કથન મુજબ એ અનુભવસિદ્ધ જ છે કે દુનિયાના જીવો કર્મને હાથ જોડીને જ ઊભા રહે છે, પણ સમ્યગ્દષ્ટિ આત્માએ તો કદી જ કર્મને હાથ ન જોડવો જોઈએ. જ્યારે તમે તો તેની સમક્ષ ગુલામ જેવું વર્તન કરો છો તેનું શું? તમારે સમજી જ લેવું જોઈએ કે કર્મ હસાવે તો હસવું અને રોવરાવે તો રોવું તથા એ જેમ નચાવે તેમ નાચવું, એ સમ્યગ્દષ્ટિ આત્માનું કામ નથી જ. Page #54 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો પ સભા : આવેલું ભોગવવું એ તો આપ પણ કહો છો જ ને ? એટલું યાદ રાખો છો, પણ કઈ રીતે ભોગવવું એ યાદ નથી રાખતા એનું શું ? યાદ રાખો કે સમ્યગ્દષ્ટિ આત્મા શુભોદયમાં પણ લીન ન થાય, કેમ કે લક્ષ્મી આદિને તે અસ્થિર, અસાર અને આત્મહિતમાં નુકસાન કરનાર તરીકે માને છે. અને એવી જ રીતે અશુભના ઉદયે આપત્તિ આવે તો પણ તે શાંતિપૂર્વક સહે અને અશુભ કર્મને કહી દે કે ‘આવી જા અને હિસાબ ચૂકવ.’ પૌદ્ગલિક કારણે ઇરાદાપૂર્વક ભયને આમંત્રણ કરવું નહિ, પણ કલ્યાણની સાધનામાં ભય સો ગાઉ છેટે હોય અગર આવી પડે એથી ધ્રૂજી ઊઠવું, એ સમ્યગ્દષ્ટિનું કામ નથી. જતી લક્ષ્મીને તો ત્યજતાં શીખો ! ૩૮ ‘અશુભ કર્મના ઉદયને સહેવાને પણ બળ જોઈએ' એમ જે સમજે, તે ભયને સાંભળીને શિથિલ કદી જ ન બને. પણ ખરેખર, આજની કોઈ સ્થિતિ ઓર છે : કારણ કે આજે જો કોઈ સામાન્ય જ્ઞાની આવીને કહે કે છ મહિને તમે ભિખારી થવાના છો, તો ખરેખર આજથી જ તમે તેવા થઈ જાવ. પણ એ દશા જ ખરેખર ધર્મી તરીકે શોભારૂપ નથી : એટલું જ નહિ પણ લજ્જાસ્પદ છે. એવે સમયે તો સમ્યગ્દષ્ટિ આત્માએ પોતાની સઘળી શક્તિનો સદુપયોગ કરી, પ્રભુધર્મની આરાધનામાં એકદમ રત થઈ જવું જોઈએ. એ માટે દૃષ્ટાંત તરીકે કહેવાય છે કે - લક્ષ્મીની અધિષ્ઠાત્રી દેવીએ આવીને કોઈ એક શેઠને સ્વપ્નમાં કહ્યું કે -‘તારું પુણ્ય પરવાર્યું છે. હું દશ દિવસમાં જઈશ.' શેઠ જરા મૂંઝાયા પણ ખરા : પણ પ્રભુમાર્ગને પામેલા હતા એટલે એ પુણ્યશાળીએ વિચાર્યું કે ‘જવાની તો છે પણ એ એની મેળે શાની જાય ? હું એને કાઢું. જતીને જવા દેવી એમાં કશી જ નવાઈ નથી, પણ કાઢવી એમાં નવાઈ છે તો હું જ કેમ ન કાઢું ?' એ વિચારથી કુટુંબને ભેગું કર્યું અને કહ્યું કે ‘આજથી દશમે દિવસે લક્ષ્મી જવાની છે અને આપણે ભિખારી બનવાના છીએ, માટે જો સાચા શ્રીમાન રહેવું હોય તો એક રસ્તો છે તે જતી એને જવા ન દેવી પણ છોડી દેવી !' વાત પણ ખરી છે કે લક્ષ્મીને ચંચલ અને અસાર સમજી, તેની ઉપરની મૂર્છા તજવા માટે : છોડી દેનારને જગત ઉદાર, ત્યાગી, દાતાર કે પ્રભુમાર્ગને પામેલ અને પૂજ્ય પણ કહે છે, તથા પગે પણ લાગે છે જ્યારે લક્ષ્મી જાય ત્યારે તો જેની જાન જાય તેને દીન, દરિદ્ર, બિચારો અને કમનસીબ એમ કહે છે. તથા વધુમાં જગત એમ પણ કહે કે - પાપની લક્ષ્મી હતી એટલે જાય જ ને ? કુટુંબે પણ શેઠની મરજી મુજબ હા કહી, એટલે સઘળીય : 1124 Page #55 -------------------------------------------------------------------------- ________________ 1125 – ૨ ઃ ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત - 72 - ૩૯ લક્ષ્મીને સાતે ક્ષેત્રમાં સમર્પ અને નક્કી કર્યું કે દશ દિવસ ઘરમાં રહેવું અને અગિયારમા દિવસની સવારે અનંતજ્ઞાનીઓએ એકાંત કલ્યાણ માટે ઉપદેશેલી પરમ કલ્યાણકારિણી દીક્ષા લેવી. આ દશાના પરિણામે પાપ ભાગ્યું અને પુણ્ય જાગ્યું. દશમા દિવસની રાત્રે આવીને લક્ષ્મી કહે છે કે “જાઉં નહિ.' શેઠ કહે કે રાખું નહીં. જવાની ચીજને અત્યાર સુધી રાખવામાં બેવકૂફી કરી છે. હવે તો સવારે અમે સઘળાય પ્રભુના શરણે જવાનાં છીએ.” સવારે બધાંએ દીક્ષા લીધી. આથી સમજાશે કે સમ્યગ્દષ્ટિ આત્માની કોઈ દશા જ ઓર હોય છે અને હોવી પણ જોઈએ. સામાન્ય દુનિયા પણ જો કોટ્યાધિપતિ કરોડ તજે તો લોકો તેને હાથ જોડે અને “આ ધન્ય છે” એમ કહે, પણ જો એ દેવાળું જ કાઢે તો તો એનો ફિટકાર કરે કે એ બિચારો બજારમાં પણ નીકળી શકે નહિ અને લાંબે દિવસે નીકળે તો પણ જો જાતવાન હોય તો મોટું નીચું જ રાખવું પડે. આથી જ પરમ ઉપકારી જ્ઞાની પુરુષો ફરમાવે છે કે પુણ્ય પરવારે નહિ એ પહેલાં, તાળાં દેવાય નહિ એ પહેલાં, કોઈ ઉપાડીને ફેંકી આવે નહિ તે પહેલાં ચેતો. આખરે સગાવહાલા જ અટવીમાં ફેંકી આવશે. પિતાના શબને અગ્નિ કોણ મૂકે? કહો કે હોય ત્યાં સુધી દીકરી મૂકે : તેમાંય મોટો હોય એ મૂકે. માટે એવું બને તે પહેલાં તો તો દીપશો, શાસનને દીપાવશો અને અનેક આત્માને પણ ઉપકારના કારણભૂત થશો. માટે જાગો અને સાવધ થાઓ. અને તેમ કરવું એ કલ્યાણમાર્ગના અનુયાયી તરીકે તમારી અનિવાર્ય ફરજ છે. કારણ કે ફરી ફરી આવી સામગ્રી મળવી ઘણી જ મુશ્કેલ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩ઃ મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું? 73 • ગૃહસ્થાવાસ શા માટે ? • સુખનું સાધન કે દુઃખનું ? • વસ્તુ એક, પણ એકને મોહ ને બીજાને વૈરાગ્ય ? • સ્વ-પર કલ્યાણ ક્યારે ? • કલિકાલની સ્તુતિ : • સમ્યગ્દષ્ટિની ઉત્તમતા : • મુક્તિદાયક દાન ક્યું ? વિષયઃ અપ્રત્યક્ષ પ્રમાણે જ માનવું જોખમભર્યું. પરોક્ષ પ્રમાણની અનિવાર્યતા. ગૃહસ્થાવાસ અને ગૃહસ્થાવાસમાં રહીને પણ કરાતો દેશવિરતિ ધર્મ આનો તફાવત દર્શાવ્યા બાદ સુખનું સાચું સાધન કર્યું ? એ વિષયની ચર્ચા વખતે માત્ર પ્રત્યક્ષ પ્રમાણને માનનારાની યુક્તિઓનું મુદ્દાસર ખંડન કરી પરોક્ષ પ્રમાણની પણ અનિવાર્ય આવશ્યકતા પુરવાર કરી આપી છે. વ્યક્તિના આશય-ભાવના પરિવર્તને એક જ ક્રિયા વિભિન્ન ફળવાળી બની જાય છે, એ વાતનો સહારો કરી અનેક યુક્તિઓ અને વ્યવહારુ દાખલાઓ આપી વસ્તુતત્ત્વની પુષ્ટિ કરી છે. કેટલીક કંડિકાઓ તો સુવર્ણાક્ષરે લખાય એવી છે. દા.ત. ‘તમારો ધર્મ, તમારી ક્રિયા એવી હોય કે અધર્મીને ઘેર પણ મીઠાશ મોકલે.' સાધ્યને મેળવી આપતા સાધનની પણ પૂજ્યતા આદરણીયતા કાળની કલિકાલ સર્વજ્ઞશ્રીએ કરેલ સ્તુતિના માધ્યમથી વર્ણવી છે. મુવાક્યાતૃત • આત્મા જાગૃત થાય તો ચેતનની શક્તિ વધારે અને ઊંઘતો રહે તો જડની શક્તિ વધારે. • પ્રભુનું શાસન શ્રીમાનને ઉદાર બનવાનો ઉપદેશ આપે છે, પણ ઉદાર થવા માટે શ્રીમાન થવાનો ઉપદેશ નથી આપતું. • અમુકને આનંદ આપે છે, તે અનેકને દુઃખ આપનાર થઈ પડે છે. • તે જ ચીજ સારી કહેવાય કે જે ગમે તેવા સમયમાં પણ શાંતિ આપવાનો ગુણ ધરાવતી હોય. પુણ્યના યોગે કદાચ બાહ્ય પદાર્થો મળી જાય અને વૈરાગ્ય ન આવે તો તે પદાર્થોને ભોગવતાં તો અવશ્ય વિરાગી રહેવું જોઈએ. • સંયમ ન લેવાય ત્યાં સુધી પણ પોતાની પાસે જે કાંઈ હોય એનો ઉદારપૂર્વક ત્યાગ તો કરવા માંડવો કે જેથી ભવિષ્યમાં સંયમ પણ દોડતું આવશે. સાચી સમજણવાળો આત્મા ભોગમાં ફસાયેલો છતાં પણ વૈરાગ્યથી દૂર નથી થતો, એટલું જ નહિ પણ ભોગના સ્થાનમાં તે પોતાની ભાવનાને સાચવી રાખે છે. તમારો ધર્મ, તમારી ક્રિયા, એવી હોય કે અધર્મીને ઘેર પણ મીઠાશ મોકલે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩ : મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ? ગૃહસ્થાવાસ શા માટે ? સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા તથા ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી ગયા કે ‘કર્મના ભારથી ભારે બનેલા આત્માઓ, પોતામાં રૂઢ થઈ ગયેલી વિષયાસક્તિના પ્રતાપે સકળદુઃખના સ્થાનરૂપ ગૃહસ્થાવાસમાં એવા લીન થઈ જાય છે કે તેઓ વિષયાસક્તિના પ્રતાપે શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં દુઃખોને અનુભવે તે છતાંય, રાજા આદિના ઉપદ્રવોને સહન કરે તે છતાંય, અગ્નિદાહ વગેરેથી પોતાનું સર્વસ્વ નાશ પામી જાય તે છતાંય અને જુદા જુદા પ્રકારનાં નિમિત્તોથી હેરાન હેરાન થાય તે છતાંય તથા વધુમાં ‘આ ગૃહસ્થાવાસ સકળ દુઃખના સ્થાનરૂપ છે' એમ અનુભવવા છતાંય, તે દુ:ખમય ગૃહસ્થાવાસને છોડવા શક્તિમાન થઈ શકતા નથી. જેનાં મૂળ ઘણાં જ ઊંડાં પહોંચેલાં હોય છે, તેવાં વૃક્ષોને સહેલાઈથી જેમ ઉખેડી શકાતાં નથી, તેમ જ તે આત્માઓ સહેલાઈથી દુ:ખમય ગૃહસ્થાવાસને તજી શકતા નથી.' વિષયાસક્તિ કેટલી બળવાન છે, તે સમજવા માટે આ દૃષ્ટાંત ઘણું જ સુંદર છે. એ સ્થળે ‘શક્તિ જડની વધારે કે ચેતનની વધારે ?’ આ પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય : પણ તેને શાંત કરી દેવા માટે ઉત્તર ઘણો જ સહેલો છે, અને તે એ જ કે આત્મા જાગૃત થાય તો ચેતનની શક્તિ વધારે અને ઊંઘતો રહે તો જડની શક્તિ વધારે ! કારણ કે ચૈતન્ય જ્યાં સુધી મોહની નિદ્રામાં દબાયેલું છે, ત્યાં સુધી તે કાંઈ જ કામ આપી શકતું નથી અને જેનું ચૈતન્ય ખીલી ઊઠ્યું છે તે તો સહજમાં સમજી શકે છે કે ‘ધર્મ કઠિન નથી, પણ ધર્મ ક૨વો એ તો સહેલામાં સહેલી વસ્તુ છે.' ધર્મ કરવાથી પહેલું સુખ તો એ જ થાય છે કે સદાને સળગી રહેલો સંસારનો ત્રિવિધ તાપ એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ એ આપોઆપ જ ટળી જાય છે. અને એથી જ ધર્મીને દુઃખ નથી તથા સંયમી સૌથી વધુ સુખી છે. સંયમ પરિણામ પામી ગયા પછી તે સુખ જ બેઠું છે. આ રીતે અનુપમ સુખની પ્રાપ્તિમાં સાચા કોલ સમા સંયમથી ગભરાતાઓએ શાંત ચિત્તે અને ગંભી૨૫ણે તથા ખોટી ખુમારીનો ત્યાગ કરીને વિચારવું જોઈએ કે ‘આ Page #58 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ સંસારમાં પ્રાયઃ એક એક સંસા૨સિક આત્માને પોતાને અનિષ્ટ એવી કેટલી પ્રવૃત્તિઓ કમને પણ આદરવી પડે છે ?' આ વિચારવાથી સંયમનો ભય આપોઆપ જ શમી જશે. ૪૨ મોક્ષમાર્ગની આરાધના માટે કરવા જોઈતા ત્યાગની સામે બૂમ મારનારાઓને પણ પૂછવું જોઈએ કે ‘દુનિયાની પણ કઈ કાર્યવાહી ત્યાગ સેવ્યા સિવાય બને છે ? ઘરબાર છોડ્યા વિના ચોવીસે કલાક ઘરમાં બેસી રહો તો કમાવ, કે કમાવા માટે ઘરબાર અમુક ટાઇમ માટે છોડો તો કમાવ ? જો છોડો તો જ કમાવ, તો પછી મુક્તિ મોજ કરવાથી શી રીતે મળી જાય ? આવી દીવા જેવી વાત પણ આજે એકદમ ગળે ઊતરતી નથી, એનું કારણ ભયંકર વિષયાસક્તિ જ છે. 1128 આજે દુનિયાદારીના તુચ્છ સ્વાર્થ માટે જે ત્યાગ સેવાય છે, તેને પણ જો દૃષ્ટાંત તરીકે લેવાય, તો જેણે મુક્તિમાં જવું હોય તેણે વૈરાગ્ય સેવ્યા સિવાય છૂટકો જ નથી, એમ બરાબર સમજાય. આથી જ હું કહું છું કે શ્રી જૈનશાસનમાં રહેવા ઇચ્છનારે, શ્રી જૈનશાસનમાં રહેવાને ઇચ્છનાર માટેની શરત સમજવી જ જોઈશે. શ્રી જૈનશાસનમાં રહેવા ઇચ્છનાર માટેની મુખ્યમાં મુખ્ય શરત એ જ છે કે તેને વિષયકષાયરૂપ સંસાર રુચતો ન હોવો જોઈએ. આ ઉપરથી સ્પષ્ટ છે કે મુક્તિ જોઈતી હોય તેને માટે જ ખાસ કરીને આ ધર્મ છે. આથી કોઈએ એવી મૂંઝવણ ક૨વાની જરૂર નથી જ કે અરેરે ! મુક્તિ ન મળે ત્યાં સુધી આ દુઃખમય સંસારમાં અમારું થાય શું ? કારણ કે આ ધર્મ એવો તો ઉત્તમ છે કે પોતાની પૂરી આરાધના નહિ કરવાથી જે આત્મા મુક્તિ નથી પામતો, તે આત્માને જ્યાં સુધી મુક્તિપ્રાપ્તિના અભાવે સંસારમાં રહેવું પડે છે, ત્યાં સુધી તે આત્માની પૂરેપૂરી સંભાળ રાખે છે. આથી સ્પષ્ટ જ છે કે કેવળ મુક્તિના અર્થીને મુક્તિસાધક સામગ્રીના અભાવે સંસારમાં રહેવું પડે છે, તે આત્માને આ ભયંકર સંસાર પણ સતાવી શકતો નથી; કારણ કે તેવા આત્માઓને આ ધર્મનો અખંડિત ટેકો છે. આથી આપણે અલંકારિક ભાષામાં એમ કહેવા ધારીએ તો ખુશીની સાથે કહી શકીએ છીએ કે મુક્તિના જ અર્થી આત્માઓને આ ધર્મ કહે છે કે ‘તમે જો કેવળ મુક્તિની જ અભિલાષાથી મને સેવ્યે જાવ તો જ્યાં સુધી તમને મુક્તિ નહિ મળે ત્યાં સુધી હું તમારી ઘણી જ સારી રીતની સારસંભાળ રાખીશ, બાકી મારા Page #59 -------------------------------------------------------------------------- ________________ 1129 --- ૩ઃ મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?- 73 - ૪૩ સામાન્ય સેવનથી મળી ગયેલી સાહ્યબીમાં લીન થઈને જો મને પણ લાત મારવાને તૈયાર થશો, તો તમે પોતે જ મળેલી સાહ્યબીને પણ ગુમાવી દઈને ભયંકરમાં ભયંકર ખાડામાં ગબડી પડશો.” આ કથનથી એ વાત સ્પષ્ટ જ થઈ જશે કે શ્રી જિનેશ્વરદેવના શાસનને પામવાની ઇચ્છાવાળાએ પણ “વિષયકષાયરૂપ આ સંસાર નથી જોઈતો પણ તેના સર્વથા નાશરૂપ મુક્તિ જ જોઈએ અને ધર્મની આરાધના પણ તે જ એક હેતુથી કરવાની છે. આ ધ્યેયને નક્કી કરવું જોઈશે. આવા અનુપમ ધ્યેયની અનિશ્ચિતતાનો જ એ પ્રતાપ છે કે આજે આવા અનુપમ ધર્મની આરાધનામાં પણ કઠિનતા લાગે છે, અને એમ થવાનું મુખ્ય કારણ વિષયનો પ્રેમરસ છે. જેટલો પ્રેમ દુનિયાદારી ઉપર છે તેટલો જ પ્રેમ જો ધર્મ ઉપર થઈ જાય, તો પછી કશી જ કમી રહે તેમ નથી. ખરેખર તો, અશાશ્વત વસ્તુને શાશ્વત માની છે અને પારકી વસ્તુને પોતાની માની છે તથા દુઃખનાં સાધનોને સુખનાં સાધનો માન્યાં છે, તેની જ આ બધી પંચાત છે ! અન્યથા કયા મનુષ્યો એવા છે કે જેઓમાં ધર્મને આરાધવાની તાકાત જ નથી ? આજે ધર્મ નહિ કરનારા બધા નિર્બળ જ છે, એવું કાંઈ જ નથી. ધર્મ આચરવાનું બળ, તાકાત, કૌવત બધુંયે છે અને કરી શકાય તેમ પણ છે, પણ વિષયાસક્તિ એવી ગાઢ બની ગયેલી છે કે સાંસારિક પદાર્થો મેળવતાં, ભોગવતાં અને સાચવતાં અનેક તકલીફો ઉઠાવવી પડે છે, તે છતાં પણ વિષયાસક્ત આત્માઓ દુ:ખમય ગૃહસ્થાવાસને છોડવા માટે શક્તિમાન થઈ શકતા નથી. એ વાત સાચામાં સાચી છે કે ગૃહસ્થાવાસ એ સુખનું સાધન નથી જ. એ જ કારણે સાચા તત્ત્વજ્ઞાનીઓએ ગૃહસ્થાવાસ વસવા યોગ્ય છે એમ નથી ઉપદેશ્ય. એટલું જ નહિ પણ ગૃહસ્થાવાસમાં જે ધર્મ બતાવ્યો છે, તે પણ જેઓ ગૃહસ્થાવાસને નથી છોડી શકતા તેઓ માટે જ, એટલે કે મળેલી સામગ્રી સફળ થાય તે માટે ! આથી સ્પષ્ટ છે કે ધર્મ કરવા માટે ગૃહસ્થાવાસમાં રહેવું જોઈએ એમ નથી, પણ રહ્યા છો માટે આ કરો એ ઇષ્ટ અને આવશ્યક છે. વ્યવહારમાં પણ પારકા પાસે કાર્ય કરાવવા ઇચ્છનારાઓ ઘણી વાર “જાવ છો તો આટલું કરજો.' એમ કહે છે, પણ આટલું કરવા માટે જાવ” એમ નથી કહેતા. તેવી જ રીતે આ શાસન પણ એમ કહે છે કે “જો ગૃહસ્થાવાસને નથી જ તજી શકતા તો તેમાં રહ્યા છતાં પણ આટલું આટલું તો અવશ્ય કરવું જ જોઈએ, Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - 110 કે જેથી તેને છોડવા માટે શક્તિમાન થઈ શકાય.' આથી સમજી શકશો કે “પ્રભુનું શાસન શ્રીમાનને ઉદાર બનવાનો ઉપદેશ આપે છે, પણ ઉદાર થવા માટે શ્રીમાન થવાનો ઉપદેશ નથી આપતું. કારણ કે આ શાસન એ કાંઈ જેનું-તેનું સ્થાપેલું નથી કે જેથી પ્રથમ કાદવમાં હાથ નંખાવી અને તે પછી તેને ધોવાનો ઉપદેશ આપે ! વિચારીને કહો કે “લોટામાં પાણી છે તે કામમાં આવતું નથી, માટે પ્રથમ કાદવમાં હાથ નાખ એટલે હાથ ધોવા માટે આ પાણી કામમાં આવે.’ આમ કહેવું મૂર્ખતા છે કે ડહાપણ છે ? કહેવું જ પડશે કે એમ કહેવું ડહાપણ નથી પણ કોરી મૂર્ખતા જ છે. તો પછી કહો કે “ગૃહસ્થાવાસ છે માટે છે; પણ તે રાખવો જ જોઈએ અગર તેમાં રહેવું જ જોઈએ, એ તત્ત્વવેદીઓનો આદર્શ નથી જ.” વસ્તુસ્થિતિ આવી છતાં પણ દુઃખના સ્થાનરૂપ આ ગૃહસ્થાવાસમાં જ્યારે આપત્તિઓ આવે ત્યારે વિષયાસક્ત આત્માઓ રુએ, માબાપ અને સ્નેહી સંબંધી વગેરેને યાદ કરે, ભાગ્યને ઠપકો આપે, પણ ઇરાદો તો ગૃહસ્થાવાસમાં રહેવાનો જ. આપત્તિ સમયે કદાચ દેવ, ગુરુ અને ધર્મને પણ યાદ કરે, છતાંય ભાવના તો એ જ કે આપત્તિ ટળે અને પાછું એનું એ સુખ મળે. આ સિવાય બીજી ઉત્તમ ભાવના વિષયાસક્ત આત્માઓને આવતી જ નથી. સુખનું સાધન કે દુઃખનું? સભા : ખરેખર સાહેબ ! પ્રત્યક્ષ વસ્તુ ઉપર જેટલી શ્રદ્ધા ટકી શકે છે, તેટલી પરોક્ષ વસ્તુ ઉપર ટકી શકતી નથી! પરોક્ષ ઉપર ધ્યાન રાખ્યા સિવાય તો દુનિયાનો વ્યવહાર પણ ચાલતો નથી. અર્થાત્ - કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી જીવનનિર્વાહ ટકી જ શકતો નથી. સંસારની સાધના માટે પણ પરોક્ષ એવી ઘણી ચીજોને પ્રત્યક્ષ જેવી માનીને જ કરવી પડે છે, તો પછી આત્મકલ્યાણની સાધનામાં એકલા પ્રત્યક્ષથી કેમ જ ચાલે ? ન જ ચાલે. એ જ કારણે તત્ત્વજ્ઞાની પરમર્ષિઓએ એક પ્રત્યક્ષને જ પ્રમાણ તરીકે સ્વીકારનારાઓને “નાસ્તિક” તરીકે જાહેર કર્યા છે. વધુમાં જેઓ એમ કહે છે કે “અમે તો પ્રત્યક્ષ સિવાયની એક પણ વાત ઉપર વિશ્વાસ નહિ રાખીએ” તેઓને પૂછો કે તમે તમારા બાપનું જે નામ દો છો તે પ્રત્યક્ષ જોઈને કે કોઈના કહેવાથી ? કેવળ પ્રત્યક્ષને જ માનનારા તમે લોકો સ્વયં કોઈના કથનને કેમ પ્રમાણ તરીકે માનો છો ? આથી સમજી શકાશે કે નાસ્તિકો પણ માએ એમ ઘણીવાર કહેલું કે “આ તારા બાપ' એથી જ બાપને બાપ તરીકે માને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩ : મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?- 73 છે, કારણ કે તેઓએ પ્રત્યક્ષપણે જોઈને જ બાપનો નિર્ણય કર્યો નથી. એટલું જ નહિ પણ તેમ કરવા ધારે તોય તે કરી શકે તેમ નથી. કારણ કે એ વસ્તુ એના માટે શક્ય જ નથી ! વધુમાં નાસ્તિકો પણ જો એ રીતે એટલે માતાના કહેવાથી બાપને બાપ ન માને અને પોતાના નામ સાથે બાપનું નામ ન લખાવે, તો તેઓનો વ્યવહાર પણ ન જ ચાલે. એ કારણથી પ્રત્યક્ષ સિવાયના પ્રમાણને નહિ માનનાર પોતાના બાપનું નામ તો લખાવે છે. એ જ કારણે એકલા પ્રત્યક્ષને જ પ્રમાણ તરીકે માનનાર ચાર્વાકની જબાન જો તે માણસ હોય, તો વાતવાતમાં બંધ થાય તેમ છે. 1131 કાગળનો વ્યવહાર એ પણ પરોક્ષ પ્રમાણ નહિ તો બીજું શું છે ? તારમાં કે ટપાલમાં આવ્યું કે ફલાણા મરી ગયા, તો એ વાતને નાસ્તિકો પણ માને કે નહિ ? વગર કહ્યે માને, કારણ કે તે વાતને નજરે નહિ જોયેલી છતાં પણ માનવી જ પડે અને સમાધાન કરવું પડે કે સંબંધીને આવું ખોટું શું કામ લખવું પડે ? એટલે આપોઆપ જ ‘પુરુવિશ્વાસે વચનવિશ્વાસ:' આ શાસ્ત્રવચન જે માણસ હોય તેને કબૂલ કરવું જ પડે ! આથી સ્પષ્ટ છે કે એકલા પ્રત્યક્ષ પ્રમાણથી દુનિયામાં પણ જીવી શકાતું નથી. દુનિયામાં પણ અનુમાનાદિક ને શિષ્ટનાં કથનોને માન્ય રાખવાં જ પડે છે. સંસારની એક એક વસ્તુ ત૨ફ પણ જુઓ. ‘આ ચીજ પુષ્ટિને કરનારી છે' એમ પ્રત્યક્ષ પ્રમાણથી કઈ રીતે માની શકશો ? કોઈ પણ રીતે નહિ, કારણ કે એમાં પણ અનુભવીઓના કથનને જ સ્વીકારવું પડે છે ! ૪૫ હવે એક રીતે વિચારીએ તો સહેલાઈથી સમજી શકાય છે કે અનુભવીઓ તો અજ્ઞાન છે, કારણ કે જે ચીજ અમુકને પુષ્ટિરૂપ નીવડે છે, તે જ ચીજ અમુકને વ્યાધિ પણ કરે છે. જે રૂપ ચારને સુખ આપે છે, તે પચાસને દુ:ખ પણ આપે છે. એક જ શબ્દ કંઈકને આનંદ આપે છે, તો કંઈકને દુ:ખદાયક પણ લાગે છે. જે રસ એકને સુખ કરે છે, તે જ રસથી અનેકને ઝાડા થઈ જાય છે. આ રીતે વિષયોમાં જેમ સુખ પ્રત્યક્ષ છે, તેમ દુ:ખ પણ પ્રત્યક્ષ છે : તો પછી વિષયો એ સુખને જ આપનાર છે, એમ ક્યાંથી માન્યું ? આ પ્રશ્નના ઉત્તરમાં એમ પણ કહી શકાય તેમ નથી કે ઘણાને સુખ આપનાર છે માટે જ એનાથી સુખ છે ! એમ પણ માની શકાય તેવું નથી, કારણ કે મુખ્યતઃ તો એ દુઃખને જ આપનાર છે ! કારણ કે જે રૂપને જોઈ તમે આનંદ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૩ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1132 માનો છો તે રૂપને જોઈને અનેક આત્માઓ રડે છે કે આ અમને કેમ નહિ ? સુખ તો અમુકને જ થાય છે, પણ તે પદાર્થોથી દુ:ખ તો અનેકાનેક આત્માઓને થાય છે. વળી એકને પણ સુખ ક્યારે મળે છે ? ત્યારે જ કે તે અનેકને દુઃખ આપે છે, મોટર એ સુખનું સાધન થાય છે, પણ વચમાં આવનાર અનેકને એ દુઃખનું સાધન થાય છે. આથી સ્પષ્ટ છે કે અમુકને આનંદ આપે છે તે અનેકને દુઃખ આપનાર થઈ પડે છે. જો આમ જ છે, તો પછી વિષયસામગ્રી સુખનું સાધન છે એમ કહી રહ્યા છો, તો બતાવો કે સકળને તે સુખનું સાધન કેવી રીતે હોઈ શકે છે ? વધુમાં “ભોગવટાની ચીજ જિંદગીભર માટે સુખ કરનાર છે' એમ પણ સાબિત કરવાને શક્તિમાન છો ? નહિ જ, કારણ કે જે કંકણના અવાજ નમીરાજાને એક વખત ઉન્મત્ત બનાવનારા હતા, જેને સાંભળીને તે રાજવીની એક વખત રોમરાજી વિકસ્વર થતી હતી અને આનંદના ઉછાળા આવતા હતા, તે જ અવાજ એક વખત તેમને સાંભળવો પણ અસહ્ય થઈ પડ્યો હતો અને એ વાત આજે પણ અનેકને અનુભવસિદ્ધ છે, તો પછી અજ્ઞાન અનુભવીઓના વચનને માની દુઃખી થવું અને અનેકને દુઃખી કરવા, એના કરતાં જે શાસ્ત્રકાર મહર્ષિઓ શ્રી સર્વજ્ઞ પરમાત્માના કથનને જ પ્રમાણરૂપ માની વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજાવે છે તે કેમ ન સ્વીકારવું ? આવા ઉપકારીઓના કથનને પ્રમાણરૂપ સ્વીકાર્યા પછી, વિષયો એકાંતે દુઃખને જ આપનાર છે એમ સમજવું અને સમજાવવું એ ઘણું જ સહેલું છે, કારણ કે એ ઉપકારીઓ તો સુખનું સાધન તેને જ કહે છે કે જેનામાં દુઃખ આપવાનો સ્વભાવ જ ન હોય અને જેના સેવનથી અનુભવકાળે, અનુભવ પછી અને પરિણામે સુખ જ પ્રાપ્ત થાય. વ્યવહારમાં પણ એમ જ મનાય કે “સારા હોઈએ તો બધા સંબંધી થતા આવે, સૌ સુખ આપે અને બધી વસ્તુ સારી લાગે, પણ આપત્તિ વખતે ઉપયોગમાં આવે, આપત્તિમાં સહાય કરે, તે જ સાચા સંબંધી અને સાચાં સુખનાં સાધન કહેવાય ” તમે જ કહોને કે આપત્તિમાં સહાય કરે તે બંધુ કે સંપત્તિમાં સહાય કરે તે જ, એમ કહેતા હો તો કહો કે – અશુભનો ઉદય આવે ત્યારે દુનિયાનો કોઈ પણ વિષય સહાયરૂપ થવામાં કામ આવે તેમ છે ? નહિ જ, કારણ કે – અશુભના ઉદય સમયે શાંતિ આપવાનો તે વસ્તુમાં ગુણ જ નથી. એનું કારણ એ છે કે જે વસ્તુ એકને શાંતિ આપે છે, તેની તે જ વસ્તુ અન્યને અશાંતિમાં હેતુ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩ : મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?- 73 થાય છે. તો હવે વિચારો કે વિકાર હોય છતાં શાંતિ આપે એવી વસ્તુ દુનિયામાં કઈ ? આપણે સારા તો જગ સારા, કામ કરીએ તો સહુને વહાલા લાગીએ. નમ્રતા, વિનય, સેવા અને નોકરી વગેરેથી બીજાની પ્રસન્નતા મેળવીએ, તેમાં સામાનો ખરો ગુણ કે સારી હાલતની માફક ખરાબ હાલત વખતે પણ જે પ્રેમથી સન્માર્ગે લઈ જાય, તેનો ખરો ગુણ ? તે જ ચીજ સારી કહેવાય કે જે ગમે તેવા સમયમાં પણ શાંતિ આપવાનો ગુણ ધરાવતી હોય ! વિષયની સામગ્રી, એ દેખીતી રીતે તો સુખનું સાધન છે, પણ તે વાસ્તવિક સુખનું સાધન નથી. એક, પણ એકને મોહ ને બીજાને વૈરાગ્ય ! વસ્તુ 1133 બીજી વાત એ પણ છે કે સારી અવસ્થામાં સુખનું સાધન થનારી એવી પણ એ વસ્તુ પરિણામે તો દુઃખનું જ કારણ છે. પુણ્યોદય જાગતો હોય ત્યાં સુધી જ દુનિયાના વિષયો પણ અનુકૂળ રહે છે. એ અવસ્થામાં પથરાના ઢગલામાં હાથ નાખવામાં આવે તો પણ હાથમાં હીરો આવી જાય છે અને ઉત્તમ પુણ્યશાળી માટે કોલસા પણ સોનૈયા થઈ જાય છે, પણ સ્થિતિ પલટાઈ જાય છે ત્યારે એ જ ચીજો દુઃખ આપે છે. ૪૭ સારી ચીજ પણ તેમાં આસક્ત થઈને પ્રમાણથી અધિક ખાવામાં આવે, તો દુઃખ આપે છે અને વિવેકી થઈ બુદ્ધિપૂર્વક પચાવવાની શક્તિ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે, તો સુખ આપે છે. આ રીતે અવિવેકી આત્મા માટે સુખનું સાધન પણ પ્રત્યક્ષ દુઃખનું સાધન બને છે. વધુમાં સારી પણ વિષયસામગ્રીને રાચીમાચીને ભોગવવાથી તે પરિણામે પણ દુઃખનું સાધન થાય છે. આત્મભાન ભૂલી પૌદ્ગલિક પદાર્થોનો ભોગવટો કરવામાં, જો પુણ્યોદય હોય તો સુખનો અનુભવ થાય, પણ પરિણામે તો દુ:ખ જ ભોગવવું પડે છે. આથી પુણ્યના યોગે કદાચ બાહ્ય પદાર્થો મળી જાય અને વૈરાગ્ય ન આવે તો તે પદાર્થોને ભોગવતાં તો અવશ્ય વિરાગી રહેવું જોઈએ. શ્રી જિનેશ્વરદેવ રૂપી વૈધે ફરમાવ્યું છે કે મળેલ વસ્તુ ભોગવટા વિના છોડી દો તો હ૨કત નથી અને જો ન જ છૂટે તો ભોગવતાં પણ સાવધાની રાખજો, એટલે કે તેમાં તન્મય ન બનતા : કારણ કે તે પારકું છે. આથી તેના ભોગવટામાં વિવેકપૂવક વર્તાય ત્યાં સુધી તે સુખનું સાધન અને વિવેકહીન રીતે તેનો ભોગવટો થાય, તો તે આ લોકમાં તેમ જ પરલોકમાં પણ દુઃખ જ આપે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૮ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - - 114 શ્રી તીર્થંકર પરમાત્માઓએ ભોગાવલી કર્મના વશે ભોગોને ભોગવ્યા, તે છતાં પણ તે પુણ્યાત્માઓને બંધ ઓછો થયો અને ક્ષય વધારે કર્યો, કારણ કે તે તારકોમાં વિવેક અને વૈરાગ્ય એ બન્નેય જાગતા જ હતા. ‘ભોગો એ રોગ સમાન છે' આ વાત એ તારકોના રોમેરોમમાં પરિણામ પામી ગયેલી હતી, એ કારણથી તે તારકો ભોગને રોગ માનીને જ, એટલે કે ચેતીને જ વર્તતા હતા. તે જ કારણથી તે તારકો ભોગને વળગી પડતા ન હતા. શુભોદય તીવ્ર હોય તો પુણ્યોદયને લીધે વગર માગ્યું અને વગર મહેનતે સામગ્રી ખડી થઈ જાય છે, પણ ભોગાવલી કર્મના યોગે મળતી ભોગસામગ્રી પણ બંધન જ છે, એમ માનીને જ તે તારકો ભોગવતા. “બંધન એવાં ન થઈ જાય કે એને છોડતાં મહેનત પડે' એવી કાળજી રાખવી, તેમાં જ આત્માની હોશિયારી છે. કેદી છ મહિના સુધી જેલમાં સજા ભોગવવા રહે છે, તે નીકળવાની ભાવનાએ કે રહેવાની ? તેને પૂછો કે “કેમ નીકળાતું નથી ?' તો તે કહેશે કે તાળું માર્યું છે એથી !' એ જ રીતે ભોગાવલી કર્મના યોગે મળેલા ભોગોને ભોગવતાં પણ, જ્ઞાનીઓ હૃદયમાં નક્કી કરીને જ બેઠા હતા કે એ બંધનો છે : એ કારણથી તે તારકો બંધનો બાંધી ન જાય એની પૂરેપૂરી કાળજી રાખતા હતા અને તેથી વખત આવ્યે તે તારકોને છોડતાં વાંધો ન આવ્યો. દેવતાઓને મરવાના છ માસ અગાઉ પુષ્પમાળાઓ વગેરે કરમાય છે તે સમયે, સાગરોપમનાં સુખો અગ્નિરૂપ થઈ જાય છે. વિમાન, વાવડીઓ અને દેવાંગનાઓ પણ દુઃખરૂપ ભાસે છે. પણ તે કોને ? શુદ્ધ સમ્યગ્દષ્ટિ ન હોય અગર જાગૃત ન હોય તેવાઓને જ, પણ ઊંચી કોટિના અને જાગૃત સમ્યગ્દષ્ટિ દેવતાઓને તો પુષ્પની માળા કરમાતી પણ નથી અને વગર દુઃખે જ અન્ય ગતિમાં ચાલ્યા જાય છે, શાથી ? કહેવું જ પડશે કે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે તે સામગ્રીઓમાં પણ તે આત્માઓને લીનતા નથી હોતી. એકંદ્રિયમાં પણ તે દેવો જાય છે, કે જે વિમાન, વાવડીઓ વગેરેને મારું મારું જ માનીને મૂંઝાઈ મરનારા છે. મોટે ભાગે દરેક જગ્યાએ ઉચ્ચ કોટિના પુણ્યવાનો થોડા જ હોય છે. ભોગના વિપાક જાણનાર બંધનને આધીન થતા જ નથી અને પૂરી સાવધગીરી Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩ : મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?- 73 રાખે છે, તે જ કારણથી તે આત્માઓ ફસાઈ જતા યા મૂંઝાઈ જતા નથી. કારણ કે તે આત્માઓ વિષયોના સ્વરૂપને સમજે છે. આથી સમજી શકાશે કે ‘વિષયો દુઃખનું સાધન છે' એ આજે જે ગળે ઊતરતું નથી, તેનું એક જ કારણ છે કે આસક્તિ બધાં જ દુઃખોને ભુલાવી દે છે. આસક્તિમાં પડેલા આત્માઓને ભોગના વિપાકો સમજાવવા, એ અતિશય કઠિન છે, એવી વાતો તે આત્માઓને ગળે ઊતરતી જ નથી. એ જ કારણે પ્રાયઃ દરેક વસ્તુ તે આત્માઓને કર્મબંધનું જ કારણ થાય છે. આવી દશા હોવાથી ભોગને ભોગવવા યોગ્ય માનનારાઓને ભોગ એ જેમ મોહનું સાધન છે, તેમ જ્ઞાનીઓ માટે તે જ વૈરાગ્યનું સાધન છે. સ્વ-પર કલ્યાણ ક્યારે ? 1135 આથી એ પણ સ્પષ્ટ થાય છે કે અજ્ઞાનીઓને જેટલાં બંધનનાં કારણો છે, તેટલાં જ જ્ઞાનીઓને નિર્જરાનાં કારણો છે. અજ્ઞાની જેનાથી આશ્રવ કરે છે, તેનાથી જ્ઞાની સંવર કરે છે. એક જ સ્ત્રીનું મૃતક ગીધ વગેરે જુએ તો ગૂંથે, કામી પુરુષો જુએ તો વિચારે કે જીવતું હોત તો ભોગનું સાધન બનત અને એને જ્ઞાની જુએ તો વિચાર કરે કે શરીરની કેવી દશા છે ? આમાં મૂંઝાવું તે ખરે જ મૂર્ખાઈ છે ! આથી જ્ઞાનીને માટે ભોગનાં સાધન છે તે જ ત્યાગનાં સાધન છે, પણ ભોગના અને ત્યાગના સ્વરૂપને સમજવું જોઈએ. ૪૯ દુનિયાને દુ:ખ ગમતું નથી અને સુખ જોઈએ છે, તે છતાં પણ દુનિયા દુઃખ આપનારી વસ્તુઓ પાછળ પડી છે, તેનું એક જ કારણ છે કે દુઃખ આપનારી વસ્તુઓ સુક્ષ્મ આપનારી છે, એવી માન્યતા ‘અસ્થિમખ્ખાવત્' બળવાન બની ગઈ છે. દૃષ્ટાંત તરીકે પર્વતના શિખરની ઝીણી ટોચ ઉપર પુષ્કરાવર્ત્ત મેધની ધારા પણ અસર નહિ કરે, કારણ કે ત્યાં પાણી ટકતું નથી, તેવી જ રીતે વિષયો સુખનાં સાધન તરીકે મનાઈ ગયાં છે, ત્યાં સુધી જ્ઞાનીઓ પુષ્કરાવર્ત્ત મેઘની ધારાઓની જેમ ઉપદેશની ધારાઓ વરસાવે, તો પણ તે અસરકારક નીવડે તેમ નથી. ઉ૫કા૨ીઓ સંસારની અસારતા ગમે તેટલી બતાવે, તો પણ વિષયાસક્તોની મોહમૂંઝવણ મટતી નથી. જેઓએ પોતાની તે ખોટી માન્યતાને તજી, તેઓ જ્ઞાનીઓની દેશનાઓ સાંભળીને કાં તો મુનિ બની ગયા અને કર્મવશ સંસારમાં તેઓને રહેવું પડ્યું, તો પણ તેઓ ધર્મની મોટી મોટી પ્રભાવનાઓ કરી ગયા. Page #66 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો સંયમ ન લેવાય ત્યાં સુધી પણ પોતાની પાસે જે કાંઈ હોય એનો ઉદારતાપૂર્વક ત્યાગ તો કરવા માંડવો કે જેથી ભવિષ્યમાં સંયમ પણ દોડતું આવશે. આ જ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા શ્રી વીતરાગ સ્તોત્રમાં કહે છે કે ‘જેમ વક્તા બુદ્ધિશાળી જોઈએ, તેમ શ્રોતા પણ શ્રદ્ધાળુ જોઈએ. જો એ બેયનો યોગ થાય, તો હે ભગવન્ ! આ કળિકાળમાં પણ તારું શાસન એકછત્રી થાય.' આથી જ હું કહું છું કે પ્રભુશાસન પ્રત્યે ચુસ્ત શ્રદ્ધાળુ બનો, પણ લોક ત૨ફ ધ્યાન નહીં દો ! લોકને તો જેમ નમાવવું હોય તેમ નમે, પણ આપણી તેવી કાર્યવાહી જોઈએ. તમારો ધર્મ, તમારી ક્રિયા એવી હોય કે અધર્મીને ઘેર પણ મીઠાશ મોકલે. પણ હૃદય સંકુચિત છે, વિષયમગ્નતા લગભગ એવી જ તમારામાં પણ બેઠી છે ત્યાં સુધી તેવી પ્રભાવના નહિ જ થાય. કાં તો છે. એનો ત્યાગ કરી સાચા સાધુ બનો અને તેમ ન કરી શકાય તો પરમાર્હત્ બનો. કારણ કે એમાં જ સ્વપરનું સાચું શ્રેય છે. કલિકાલની સ્તુતિ ઃ સભા : સાહેબ ! એમ કરવામાં દુષમ કાળ પણ તેની અસર કરે જ ને ? કાળના બહાને શક્ય કલ્યાણની સાધનામાં શિથિલ ન બનો. તમારા કરતાં કાળના સ્વરૂપને સારામાં સારી રીતે જાણનારા એ જ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, એ જ શ્રી વીતરાગ સ્તોત્રમાં સ્પષ્ટ શબ્દોથી શ્રી વીતરાગ પરમાત્માની સ્તવના કરતાં કહે છે કે ૫૦ "यत्राल्पेनापि कालेन त्वद्भक्तेः फलमाप्यते । कलिकालः स एकोsस्तु, कृतं कृतयुगादिभिः । । १ । । सुषमातो दुःषमायां, कृपा फलवती तव । મેતો મરુભૂમો દિ, જાણ્યા પતરો: સ્થિતિઃ ।।૨।। युगान्तरेषु भ्रान्तोऽस्मि, त्वद्दर्शनविनाकृतः । नमोऽस्तु कलये यत्र, त्वद्दर्शनमजायत ।।३ ॥ बहुदोषो दोषहीना - त्त्वत्तः कलिरशोभत । विषयुक्तो विषहरात्, फणीन्द्र इव रत्नतः । । ४ ।।" “હે નાથ ! જે કાળમાં અલ્પ કાળે કરીને પણ તારી ભક્તિનું ફળ પામી શકાય છે, તે એક કલિકાલ જ મારે માટે હો ! મારે એ નૃતયુગાદિથી સર્યું !! 1136 Page #67 -------------------------------------------------------------------------- ________________ 1137 ૩ : મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?- 73 કારણ કે, કારણ “સુષમા’ કાળ કરતાં ‘દુષમા’ કાળમાં તારી કૃપા ફળવાળી છે, કે મેરુ પર્વતની ભૂમિ કરતાં મારવાડની ભૂમિમાં કલ્પતરુની સ્થિતિ પ્રશંસાપાત્ર છે. વળી, “હે સ્વામિન્ ! તારાં દર્શનથી રહિત એવો હું યુગાંતરોમાં પણ ભટકો છું, માટે જે કલિકાલમાં મને તારું દર્શન થયું તે કલિકાલને પણ મારા નમસ્કાર હો ! ખરેખર, “હે ભગવન્ ! વિષયુક્ત ફણિધર જેમ વિષહર રત્નથી શોભે છે, તેમ બહુ દોષવાળો આ કલિકાલ દોષરહિત એવા તારાથી શોભી રહ્યો છે.” આ પ્રમાણે કહીને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાફ સાફ જાહેર કરે છે કે ‘આ પંચમ કાલરૂપ વિષધર પણ પ્રભુશાસનના યોગે હાનિકર નથી.’ આથી એ વાત સાચી છે કે ‘ચોથો કાળ ઘણો સારો હોવા છતાં પણ, જો ત્યાં શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રાપ્તિ ન થાય, તો એ સારો પણ કાળ કશાય કામનો નથી : કારણ કે એ કાળમાં જન્મેલાં પ્રાણીઓ પણ પ્રભુશાસન નહિ પામવાથી સાતમી નરકે ગયાં છે. માટે કાળ ચોથો હો કે પાંચમો હો, એની કશી જ કિંમત નથી : કિંમત પ્રભુશાસનની છે, કારણ કે ઉદય ચોથા કે પાંચમા કાળને આધીન નથી પણ પ્રભુશાસનને આધીન છે. મણિધરનો મણિ જો હાથમાં આવી જાય, તો પછી ફણીધરનો પણ કશો ભય નથી રહેતો, કારણ કે વિષધરના વિષનો નાશ કરવામાં સમર્થ એવો વિષહર મણિ પોતાની પાસે છે. તેવી જ રીતે પ્રભુશાસનરૂપ મણિને પામનારા પુણ્યશાળી આત્માઓએ વિષધર જેવા આ પંચમકાલથી લેશ પણ ડરવા જેવું નથી, કારણ કે પંચમકાલ જો વિષધરની માફક ભયંકર છે તો પ્રભુશાસનરૂપી મણિ પંચમકાલરૂપ વિષધરના વિષને નાશ કરવામાં પૂરેપૂરી રીતે સમર્થ છે. માત્ર એ મણિને મેળવવામાં જ મુશ્કેલી છે, પણ એ મુશ્કેલી તો પેલા મણિધરના મણિને મેળવવામાં પણ બેઠેલી જ છે. ફણીધરના મસ્તક ઉપર દીપી રહેલા મણિને મેળવવાનું કામ કાંઈ સહેલું નથી. એ કામ પણ જીવસટોસટનું છે. એને મેળવવામાં પણ કાંઈ મુશ્કેલી ઓછી નથી. કહેવાય છે કે મસ્તક ઉપર રહેલ મણિને લેવામાં પણ બહુ જોખમ છે, કારણ કે ૫૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો પ ફણીધરને આંધળો બનાવ્યા વિના તેના મસ્તક ઉપરનો ણિ હાથમાં નથી આવતો. તેમ પંચમકાળરૂપ ફણીધરને પણ આંધળો કર્યા વિના પ્રભુશાસનરૂપ મણિ હાથમાં આવે નહિ. કહેવાય છે કે મણિને બાજુમાં મૂકી પછી તેના પ્રકાશમાં ફણીધર ફરે છે અને આનંદ કરે છે, તે વખતે તે મણિ ઉપર ઢાંકણ મુકાય એટલે તે આંધળો બને ને ત્યાં ને ત્યાં તેના મોહથી પછાડા ખાઈને મરે છે. તેમ તમારે પણ શ્રી જિનશાસનરૂપ મણિ કદાચ હાથમાં નહિ તો પાસે તો મોજૂદ જ છે, પણ તમે ફણીધરથી ડર્યા છો તેથી જ એ સર્વ સુખદાયક મણિને લેવા આવતા નથી. જે ભયરૂપ છે ત્યાં તમને એવો રંગ અને રસ છે કે કોઈ વાર એમ પણ થાય કે છૂટીએ તો ઠીક, પણ ઘડીક પછી પાછી મજા છે એમ લાગે છે. મોહના ઊભરાથી એ ઉત્તમ વિચારો ટકતા નથી. ૫૨ શ્રી કુમારપાળ મહારાજા શ્રી કડંકેશ્વરી દેવીની માગણી નહિ સ્વીકારતાં, અહિંસા ધર્મનું પાલન કરવામાં મક્કમ રહ્યા, તો એની એ કંટકેશ્વરી અઢાર દેશની રક્ષક બની અને હિંસા કોણ કરે છે તેની ખબર પણ એ રાખતી થઈ. એટલું જ નહિ પણ કોઈ એક જૂ પણ મારે તો તે રાજાને ખબર દેતી. સમ્યગ્દષ્ટિની ઉત્તમતા : 1138 આથી જ હું તમને કહું છું કે તમારે સાચા સુખી થવું હોય. તો સંયમી થવું જોઈએ અથવા તો સંયમ સહેલું થાય એવી યોજના ક૨વી જોઈએ. દુનિયાદારીના પદાર્થો ઉ૫૨ની મમતાને સર્વથા તજવા જેવી છે, એમ દૃઢતાપૂર્વક માની તેને તમારે એકદમ તજવી જોઈએ, અગર તો તે સર્વથા તજાઈ જાય તેવી પ્રવૃત્તિ આદરવી જોઈએ. કારણ કે દુનિયાદારીની ચીજો ઉપરથી મમતા ઘટી હશે તો જ તમે ધર્મશાસનના સાચા પ્રભાવક થઈ શકશો અને જો મમતા નહિ તજો તો ધર્મ કરશો તો પણ તેવા પ્રભાવક નહિ થઈ શકો. આજે કેટલીક ધર્મક્રિયાઓ થાય છે પણ તે કેવી ? એવી જ કે જોઈતો લાભ ન મળે. વ્યવહારમાં પણ જેમ કહેવાય છે કે કૃપણને ઘેર વરો ડબલ થાય, પણ તેને જશને બદલે જુતિયાં જ મળે છે અને ઉદારને ત્યાં ખર્ચ ઓછો ને નામના મોટી, કારણ કે બન્નેના હૃદયમાં ભેદ હોય છે. તેમ આ વિષયમાં પણ સમજવું જોઈએ. Page #69 -------------------------------------------------------------------------- ________________ 1139 --- ૩ : મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું?- 73 - ૫૩ પુણ્યોદયનાં સાધનો પણ જો હૃદયભેદ થાય તો પાપની સાધનામાં કામ લાગે છે ! નિમિત્તનો ઉપયોગ કરતાં ન આવડે, તો શુભ પણ અશુભમાં પલટાઈ જાય છે. આથી સમજી શકાશે કે હૃદયની શુદ્ધિથી સમજપૂર્વક અથવા તો સમજુની આજ્ઞા મુજબ આત્મકલ્યાણની ક્રિયાઓ કરવી જોઈએ. સમ્યગ્દષ્ટિનું એ કર્તવ્ય છે. - વ્યવહારમાં તમે જુઓ છો કે દેખતો ઠોકર ખાય તો તેનો બચાવ કોઈ ન કરે, અને આંધળો ઠોકર ખાય તો તેને ઉઠાવવા, બચાવવા અને ઘેર મૂકી જવા સુધીની પણ સહાય કરનારા મળે. તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ આત્મા એટલે દેખતો આત્મા છે. અને તે ભૂલ કરે તો બહુ ખોટું કહેવાય. જેમ દેખતો ખાડો, ટેકરો, કાંકરો, પથરા વગેરે જોઈને ચાલે છે કે ઠોકર વાગે તો પડી જવાય, લોહી નીકળે અને પાટો બાંધવો પડે તથા પથારીમાં પણ પડવું પડે તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પણ દિવ્યદૃષ્ટિનો ઉપયોગ કરે. પણ આથી એમ સમજવાનું નથી કે ટિચાવાથી અજ્ઞાનને ઓછો બંધ થાય છે, કારણ કે ટિચાવાથી આંધળાને ઓછું વાગે છે એમ નથી બનતું, પણ વધારે વાગે એમ પણ બને છે ! કારણ કે દેખતો જેમ બચાવનું સાધન શોધી લે છે તેમ, આંધળો બચવાનું સાધન શોધી શકતો નથી. તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ આત્મા પણ ખરાબ સાધનોને સારાં બનાવી દે છે. સાર શોધવાની તાકાતને લઈને તે અશુભને પણ શુભ તરીકે ઉપયોગમાં લઈ શકે છે ! ખરે જ, સાચી સમજણવાળો આત્મા ભોગમાં ફસાયેલો છતાં પણ વૈરાગ્યથી દૂર નથી થતો, એટલું જ નહિ પણ ભોગના સ્થાનમાં તે પોતાની ભાવનાને સાચવી રાખે છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે શ્રી વિજયશેઠનો એ અભિગ્રહ હતો કે શુક્લપક્ષમાં શિયળ પાળવું. જો કે બાકીના પંદર દિવસ માટે એની અવિરતિ હતી, પણ ખરેખર તે પુણ્યશાળી આત્માને તેની તેવી પરાધીનતા ન હતી, વધુમાં તે પુણ્યશાળીની પત્ની તરીકે જે આવી તે પણ વસ્તુની વિરોધિની ન હતી. છતાંય જ્યારે શ્રીમતી વિજયા શેઠાણી વિલાસભવનમાં આવી તે વખતે શ્રી વિજય શેઠે કહ્યું કે મારા નિયમને ત્રણ દિવસ બાકી છે માટે તે પછી ! આ સાંભળીને કંઈક ખિન્ન થવા છતાં પણ વસ્તુતત્ત્વની જ્ઞાતા શ્રી વિજયા શેઠાણીએ કહ્યું કે આપના ત્રણ પૂરા થાય છે, પછી મારા પંદર શરૂ થાય છે. આ પછી કેટલીક વાતચીતના અંતે બન્નેય એકમત થાય છે અને વિચારે છે કે સોનું અને સુગંધ ભેગાં થયાં!બહુ જ અનુપમ થયું! જે ઇરાદે મેં પંદર તજ્યા હતા, તે જ ઇરાદે હવે પંદરનો ત્યાગ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - આચારસંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 110 કરું છું ! આપણે એક જ સ્થાનમાં રહીશું, પણ શિયળને પૂરેપૂરી રીતે પાળીશું ! વિષયચિંતા વખતે તત્ત્વચિંતામાં મગ્ન થઈશું અને સૂઈશું ત્યારે નિયમ યાદ કરાવનાર ખાંડું વચમાં મૂકીશું! ધ્યાનમાં રાખજો કે આવા આત્માઓ પોતાનું હૃદય શુદ્ધ છતાં પણ પોતાને આલંબનની જરૂર માને છે. અસ્તુ. મુક્તિદાયક દાન કયું? આથી તમે બરાબર સમજી શકશો કે શુદ્ધ સમ્યગદષ્ટિ આત્માને વિષયનું વિષ ચડતું નથી. કારણ કે તે આત્માઓમાં “વિષયો વિષતુલ્ય છે' આ વિવેક જાગૃત જ હોય છે. એટલે તે આત્માઓ કર્મના યોગે વિષયોને સેવે છે તે પણ ઉદ્વિગ્ન મને જ ! વચમાં વચમાં રાગ આવી જાય તો પણ જાગૃતિ બુઝાઈ ન જાય. ઉપભોગમાં ગુણ છે કે રાગ આવ્યા સિવાય રહે નહિ, પણ વિષયના સંગથી આઘો આવ્યા પછી તે વિચારે કે હજી આની આ જ દશા ? રોજ આવો વિચાર આવે તો ધાર્યું પરિણામ આવે, પણ એ વિચાર નામનો જ ન હોવો જોઈએ : એટલું જ નહિ પણ તે વિચારી હૃદયરૂપી ભૂમિ ચિરાવી જોઈએ. આ સ્થિતિ નહિ હોવાથી જ આજે ધર્મ, ધર્મ તરીકે પરિણામ નથી પામતો. આથી દાન ધર્મની વાત આવે ત્યાં એમ થાય કે દાન છે તો સારું પણ લક્ષ્મી ખોટી છે એમ પ્રાય: નથી થતું! દાનથી અનંતા આત્મા મુક્તિએ ગયા એ વાત સાચી, પણ મુક્તિદાયક દાન ધર્મ સેવાય ક્યારે ? ત્યારે જ કે જ્યારે લક્ષ્મી અસાર છે એમ ચોક્કસપણે મનાય. અસાર માન્યા પછી અસાર માનનારા આત્માને તેના ભોગવટામાં તેવી મજા નથી જ આવતી. દ્રવ્યદાનમાં દેવા યોગ્ય ચીજના ભોગવટામાં આનંદ ન આવે ત્યારે જ દાન સાચું થાય, પણ આજ તો લક્ષ્મી એવી ગળે વળગી છે કે તેના દેવાથી અમુક લાભ છે, એટલે કે ભવિષ્યમાં ઘણી ઘણી મળશે, એમ માનીને જ પ્રાયઃ દાન થાય છે. આથી તમારે સમજવું જ પડશે કે મમતા ઘટી હશે તો જ સાચી રીતે હાથ પહોળો થશે. એ વાત સાચી છે કે ગૃહસ્થ સઘળી લક્ષ્મીને છોડવા નથી બેઠો, પણ તે તે સઘળી છોડવાના તેના મનોરથ છે, એમાં તો શંકા ન જ હોવી જોઈએ. ગૃહસ્થ આવકના પ્રમાણમાં દાન કરે એમાં વાંધો નથી, પણ લક્ષ્મી માત્ર ઉપરથી મમતા ઉતારવાના પ્રયત્નમાં તેણે પ્રયત્નશીલ રહેવું જ જોઈએ : કારણ કે મમતા ઘટે તો જ ધર્મનો પ્રેમ વધે. જે કચરો ભરાયો છે તે ખાલી થશે, ત્યારે સંયમ રુચાવવા આટલી મહેનત નહિ જ કરવી પડે. Page #71 -------------------------------------------------------------------------- ________________ 1141 - ૩ઃ મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?- 73 - પપ તમે જોઈ શકો છો કે સાચા દાતારને ગમે તેવી સ્થિતિમાં પણ પાસેનું આપતાં આંચકો નથી આવતો અને એથી જ કહેવત પણ છે કે પાણીના અર્થી સુકાયેલા એવા પણ નદીના માર્ગને જ ખોદે !” કારણ કે ત્યાંથી પાણી મળવાનો સંભવ છે. આ બધું કહેવાનો આશય એ જ છે કે ગૃહસ્થાવાસ આખોય ત્યાજ્ય છે એમ તમને સમજાય. પણ ધ્યાનમાં રાખજો કે આ વાત વિષયાસક્ત આત્માઓને સમજાતી જ નથી, કારણ કે તે આત્માઓ તેમના ઉપર આપત્તિઓ આવે ત્યારે પણ માતાપિતા અને બંધુઓને યાદ કરે, ભાગ્યને ઠપકો દે, પણ રહે તો ત્યાંના ત્યાં જ ! ત્યાં રહીને મમતાવાળા બની, વિષયાધીન થઈ અને મારું, મારું કરી એવું પાપ બાંધે કે પરિણામે નરકાદિક દુર્ગતિને જ પામે. દુર્ગતિમાં પણ રહ્યા રહ્યા ચીસો જ પાડે, કારણ કે કર્મસત્તા આગળ કોઈનું જ કાંઈ ચાલી શકતું નથી. કર્મસત્તા પાસે કોઈ પણ આર્ગ્યુમેન્ટ, પુરાવા કે સાક્ષી ચાલી શકતાં નથી કે ખોટી હોશિયારી કામ આવતી નથી. તેને રેકર્ડ પર વાંચવું પડતું નથી. તે તો ગુનો કર્યો અને એને ભોગવવાનો સમય આવ્યો કે તરત જ કાનપટ્ટી પકડી વગર સમજો કે વગર વોરંટે ઘસડી જાય છે, અને પાછળની વ્યવસ્થા એમ ને એમ જ રહી જાય છે. ખરેખર, આજકાલ તો એવી ખાતરી આપનારાં ભયંકર દર્દો પણ મોજૂદ છે, તે છતાંય તમે આટલા બહાદુર છો એમ જાણીને તમારી બહાદુરી માટે ખરે જ દયા આવે છે ! એ જ કારણે પરમ ઉપકારી જ્ઞાની પુરુષો સંસાર ઉપર નિર્વેદ પેદા કરાવી તેનું ધૂનન કરાવવા માટે સંસારની ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં સુખ નથી એ બતાવવા માટે હવે શું શું કહે છે, તે આગળ જોવાશે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪ઃ ભોગની પાછળ રોગની વણઝાર 74 • પ્રાપ્ય શું અને અપ્રાપ્ય શું? • સંસારમાં વ્યાધિઓ સિવાય બીજું શું ? વિષય : સંસારી આત્માઓની દશા : ગોનું વર્ણન. વિષયની આસક્તિ એવી કારમી હોય છે કે એને વશ જીવો ઉપર કારમી આપત્તિઓ આવે તો પણ તેઓ વિષયાધીનતાને છોડતા નથી. એ લોકો આપત્તિને કાઢવા માટેનો જ પ્રયત્ન કર્યા કરે છે. વખતે એ માટે દેવ-ગુરુ-ધર્મનું શરણ પણ લે છે. પણ એથી ભાવના એક જ કે આપત્તિ જાય, સંપત્તિ મળે અને મજેથી ભોગ ભોગવાય. આવા પામર આત્માઓ કોઈ પણ રીતે દુઃખમુક્તિરૂપ મોક્ષ અને તેના કારણરૂપ સંયમયોગને પામી શકતા નથી. એના બદલે - વિવિધ પ્રકારની વ્યાધિઓને જ પામે છે. તે વ્યાધિઓ કેવી, કેટકેટલા પ્રકારની અને તેની ભયાનકતા કેવી હોય છે, તેનું મૂળ અને ટીકાના માધ્યમથી સુંદર વર્ણન પ્રવચનકારશ્રીજીએ આ પ્રવચનમાં કર્યું છે. એ વાંચીને પણ સુયોગ્ય આત્મા વિષયવિમુખ અને આત્મસન્મુખ બને એ જ હેતુ છે. મુવાક્યાત વિષયાસક્ત આત્માઓ અશુભોદયના યોગે આપત્તિઓ આવે તો રુએ, ચીસો પાડે, બૂમો મારે, સ્નેહી-સંબંધીઓને યાદ કરે, કામ પડે તો દેવ-ગુરુ અને ધર્મને પણ સંભારે, પણ એ બધુંએ ત્યાંથી ખસવા માટે નહિ, પણ ત્યાં જ રહેવા માટે ! કર્મથી ભારે બનેલા જીવોની વિષયવાસના આપત્તિઓ આવવા છતાંયે જતી નથી. • વિષય સામગ્રી મેળવવામાં પણ પાપ, ભોગવવામાં પણ પાપ, એને યોગે આવેલી આપત્તિથી દુર્બાન થાય, એથી પણ પાપ, આપત્તિ દૂર કરવા દુર્ભાવનાઓ થાય એથી પણ પાપ અને પરિણામે દુર્ગતિમાં જવાનું, ત્યાં પણ હાલત તો ચીસો જ મારવાની અને એ હાલતમાંથી કોઈ જ બચાવી શકે તેમ નથી. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪ : ભોગની પાછળ રોગની વણઝાર પ્રાપ્ય શું અને અપ્રાપ્ય શું ? સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા અને ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી રહ્યા છે કે ‘કર્મથી ભારે બનેલા જીવો ધર્મને આચરવા યોગ્ય છતાં વિષયાસક્તિને લઈને એમના પર ગમે તેટલી આપત્તિ આવે તો પણ સકળ દુઃખના સ્થાનરૂપ ગૃહસ્થાવાસને છોડી શકતા નથી.’ આપણે જોઈ શકીએ છીએ કે વિષયાસક્ત આત્માઓ અશુભોદયના યોગે આપત્તિઓ આવે તો રુએ, ચીસો પાડે, બૂમો મારે, સ્નેહીસંબંધીઓને યાદ કરે, કામ પડે તો દેવ, ગુરુ અને ધર્મને પણ સંભારે, પણ એ બધુંયે ત્યાંથી ખસવા માટે નહિ, પણ ત્યાં જ રહેવા માટે ! આપત્તિ ટળે અને સન્માર્ગે જાઉં, એ ભાવનાએ સંભારતા હોય અગર આ બધું કરતાં હોય તો ઠીક, પણ આપત્તિ ટળે અને હું તો અહીં જ રહું, એ ભાવનાએ જ એ જીવો દેવ, ગુરુ અને ધર્મને પણ સંભારે છે. વિલાપ કરે, દુઃખની બૂમો પાડે છે એ બધું સાચું, પણ તે સંસારથી છૂટવા માટે નહિ પણ રહેવા માટે. વિષયને યોગે આવેલી આપત્તિને આપત્તિ માને અને દીનતા એટલી બધી કરે કે ન પૂછો વાત. એ દીનતાનો પાર પણ નહિ અને દીનતામાં આવીને તે એમ પણ બોલે કે મારા માથે આવા દેવ, આવા ગુરુ અને આવો ધર્મ છતાંય આવી આફત ! પણ એમાંય આશય તો એ જ કે આફત ટળે અને આનંદથી અહીં રહેવાય. ખરેખર, કર્મથી ભારે બનેલા જીવોની વિષયવાસના આપત્તિઓ આવવા છતાંયે જતી નથી. એવી દશામાં પણ આવેલી આપત્તિ કેમ જાય, એ જ વિચાર અને પ્રયત્નોમાં પણ એ જ હેતુ કે વિષયની સામગ્રી આપત્તિ જવાથી રીતસર ભોગવાય. આ સિવાયની બીજી એક પણ શુભ ભાવના જ ન મળે !' માંદાને પૂછો કે ‘દવા શા માટે લેવાય છે ?’ તો તે કહેશે કે ‘સારી રીતે ખવાય, પીવાય અને મોજશોખ કરાય એ માટે !' હૃદયની આ ભાવનાના પ્રતાપે સમજાતું જ નથી કે ‘વિષયસામગ્રી મેળવવામાં પણ પાપ, ભોગવવામાં પણ પાપ, એને યોગે આવેલી આપત્તિથી દુર્ધ્યાન થાય એથી પણ પાપ, આપત્તિ દૂર કરવા Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૮ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 114 દુર્ભાવનાઓ થાય એથી પણ પાપ, અને પરિણામે દુર્ગતિમાં જવાનું, ત્યાં પણ હાલત તો ચીસો જ મારવાની અને એ હાલતમાંથી કોઈ જ બચાવી શકે તેમ નથી.' આ સ્થિતિમાં એ સાચું જ છે કે ઉપકારીઓના કથન મુજબ એવા પામર આત્માઓ કોઈ પણ રીતે “મોક્ષ' એટલે “દુઃખોનો અપગમ' અથવા તો “મોક્ષનું કારણ જે સંયમાનુષ્ઠાન તેને પામી શકતા નથી. હવે; જ્યારે એ પામર આત્માઓ “દુઃખોના અપગમને અથવા તો મોક્ષના કારણરૂપ સંયમાનુષ્ઠાનને નથી પામતા, ત્યારે શું પામે છે ?' એ બતાવતાં સ્ત્રાવયવની અવતરણિકા, તે સૂત્રાવયવ અને તેનો અર્થ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે "दुःखविमोक्षाभावे च यथा नानाव्याध्युपसृष्टाः संसारोदरे प्राणिनो विवर्तन्ते तथा दर्शयितुमाह - “સદ પણ તેદિ કુર્દિ ગાવા ગાવા” 'अथ' इति वाक्योपन्यासार्थे ‘पश्य' त्वं तेषूच्चावचेषु कुलेषु, 'आत्मत्वाय' ગાર્નીકુવા ગાતા: ” “દુખનો વિમોક્ષ એટલે ‘દુઃખનો સર્વથા નાશ' તેની પ્રાપ્તિના અભાવમાં વિવિધ પ્રકારની વ્યાધિઓ રૂપ ઉપસર્ગોથી રિબાતાં પ્રાણીઓ, સંસારોદરમાં જે રીતે વર્તે છે, તે દર્શાવવા માટે સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે “સદ પાસ તૈદિદિ ગાયત્ત નાયા” “આ સૂત્રાવયવમાં પ્રથમ જે ‘મથ' શબ્દ છે તે વાકયના ઉપન્યાસ માટે છે, એટલે “અથ' શબ્દથી વાક્યનો ઉપવાસ કરીને સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે “હે ભવ્ય ! તું જો તે ઉચ્ચ નીચ કુળોમાં સઘળાંય પ્રાણીઓ માત્મત્વીય' એટલે પોતાનાં કર્મોનો અનુભવ કરવા માટે ઉત્પન્ન થયેલાં છે.” આ પછી; "तदुदयाच्चेमा अवस्थामनुभवन्तीत्याह - षोडश रोगवक्तव्यानुगतं श्लोकत्रयम्" તે પોતાના કર્મના ઉદયથી સંસારમાં ભટકી રહેલા પ્રાણીઓ આવી જાતની અવસ્થાને અનુભવે છે, એમ દર્શાવવા માટે સૂત્રકાર મહર્ષિએ સોળ રોગોના વક્તવ્યને કહેતા ત્રણ શ્લોકો કહ્યા છે.” Page #75 -------------------------------------------------------------------------- ________________ 1145 - ૪ : ભોગની પાછળ રોગની વણજાર – 74 – ૫૯ આ પ્રમાણે કહીને ટીકાકાર મહર્ષિ સૂત્રમાં કહેલા ત્રણ શ્લોકો તરફ ધ્યાન ખેંચે છે અને તે પછી તે ત્રણે શ્લોકોની વ્યાખ્યા કરતાં ત્રણે શ્લોકોમાં કહેલા રોગો વગેરેનું સ્વરૂપ ઘણા જ વિસ્તારથી બતાવી, તે પછી પણ સૂત્રકાર મહર્ષિ આ વસ્તુનો ઉપસંહાર કરતાં શું ફરમાવે છે તે અને તેનો ઉદ્દેશ શું છે, એ ટીકાકાર મહર્ષિએ અલ્પ શબ્દોમાં પણ ઘણું જ સુંદર સમજાવ્યું છે. પ્રથમ આપણે એ જ જોઈએ કે સોળ રોગ આદિને દર્શાવતા ત્રણ શ્લોકો સૂત્રકાર મહર્ષિએ કયા કહ્યા છે - “ી મદવા વોઢા, રાયેલી નવરાં ! काणियं झिमियं चेव, कुणियं खुज्जियं तहा ।।१।। उदरि छ पास भूयं च, सणीयं च गिलासणिं । वेवई पीढसप्पिं च, सिलिवयं महुमेहणिं ।।२।। सोलस एए रोगा, अक्खाया अणुपुव्वसो । अहणं फुसंति आयंका, फासा य असमंजसा ।।३।।" “આ ત્રણ શ્લોકો પૈકીના પ્રથમના બે શ્લોકોમાં “ગંડ' આદિ સોળ રોગોનું પ્રતિપાદન છે અને ત્રીજા શ્લોકના પૂર્વાર્ધમાં કહેલા સોળે રોગોનો ઉપસંહાર કર્યો છે તથા તે પછી બાકીના અડધા શ્લોકમાં સોળ સિવાયના “આતંકો' અને સ્પર્શી'નું વર્ણન છે” એ સઘળાનું સ્પષ્ટ વર્ણન ટીકાકાર મહર્ષિએ કર્યું છે : ૨. “': સોળ રોગોનો નામનિર્દેશ કરતાં સૂત્રકાર મહર્ષિએ પ્રથમ પદ “ગંડી' મૂક્યું છે. એનો ભાવ સમજાવતાં અને એ પદ પછી મૂકવામાં આવેલ “અહવાનો સંબંધ કોની કોની સાથે છે તે અને એનો અર્થ શું કરવો, એ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે____ "वातपित्तश्लेष्मसत्रिपातजं चतुर्द्धा गण्डं, तदस्यास्तीति गण्डी - गण्डमालावानित्यादि, अथवेत्येतत्प्रतिरोगमभिसम्बध्यते, अथवा राजांसी अपस्मारीत्यादि, अथवा तथा" ગંડ' નામનો રોગ “વાત, પિત્ત, શ્લેષ્મ અને સન્નિપાત' આ ચારથી ઉત્પન્ન થાય છે અને એ રોગ જેને હોય તે “ગંડી-ગંડમાલાવાન' ઇત્યાદિ કહેવાય છે. તથા “અથવા એ દરેક રોગની સાથે સંબંધ ધરાવે છે : જેમ કે અથવા રાજસી, Page #76 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ 116 અપસ્મારી ઇત્યાદિ અને “અથવા' એ “તથા'ના અર્થમાં છે, અર્થાત્ - “ગંડ” રોગથી રોગી બનેલો “ગંડી' તથા “રાજયશ્મા' નામના રોગથી રોગી બનેલો રાજસી” તથા “અપસ્માર' નામના રોગથી યોગી બનેલો “અપસ્મારી' એ રીતે અથવા' ને “તથા'ના અર્થમાં દરેક રોગોની સાથે યોજાય.” ૨-તથા ' ગંડી” અને “અથવાનો ભાવ સમજાવ્યા પછી “કોઢી' પદનો ભાવ અને કોઢના ભેદ આદિનું વર્ણન કરતાં ફરમાવે છે કે - ___ "तथा 'कुष्ठी' कुष्टमष्टादशभेदं तदस्यातीति कुष्ठी, तत्र सप्त महाकुष्ठानि, तद्यथाअरुणो-दुम्बर-निश्यजिह्व-कपाल-काकनाद-पोण्डरीक-दद्रुकुष्ठानीति, महत्त्वं चैषां सर्वधात्वनुप्रवेशादसाध्यत्वाच्चेति, एकादश क्षुद्रकुष्ठानि, तद्यथा-स्थूलारूष्क १ महाकुष्ठे २ ककुष्ठ ३ चर्मदल ४ परिसर्प ५ विसर्प ६ सिध्य ७ विचचिका ८ किटिभ ९ पामा १० शतारुक ११ संज्ञानीति, सर्वाण्यप्यष्टादश, सामान्यत: कुष्ठं सर्व सन्निपातजमपि वातादि दोषोत्कटतया तु भेदभाग भवतीति ।" તથ “કુષ્ઠ' નામનો રોગ અઢાર પ્રકારનો છે. એ અઢારે પ્રકારનો “કુષ્ઠ' રોગ જેને હોય તે “કુષ્ઠી' એટલે કોઢિયો કહેવાય. એ અઢારે પ્રકારોમાં – ૧. અરુણ, ૨. ઉદુમ્બર, ૩. નિશ્યજિલ્ડ, ૪. કપાલ, ૫. કાકનાદ, ૩. પૌણ્ડરિક અને, “દદ્ધ” આ સાત પ્રકારનો કોઢ મહાકોઢ કહેવાય છે. આ સાતે પ્રકારના કોઢ સર્વ ધાતુઓમાં પ્રવેશ કરતા હોવાથી અને અસાધ્ય હોવાથી મહાકોઢ કહેવાય છે. આ સાત સિવાયના ૧. સ્થૂલરુષ્ક, ૨. મહાકુષ્ટ, ૩. એકકુષ્ઠ, ૪. ચર્મદલું, ૫. પરિસર્પ, ૬. વિસર્પ, ૭. સિમ, ૮. વિચર્ચિકા, ૯. કિટિભ, ૧૦. પામા અને ૧૧. શતારુક' આ અગિયાર નામના કોઢો શુદ્ર કોઢો કહેવાય છે. આ રીતે સાત મોટા અને અગિયાર સુદ્ર મળીને અઢાર પ્રકારના કોઢ છે. જો કે સામાન્ય રીતે તો એ અઢાર પ્રકારના કોઢ સન્નિપાતથી જ થાય છે, તે છતાં પણ “વાત' આદિ દોષોની ઉત્કટતાના યોગે એ કોઢ રોગના આ પ્રકારના ભેદ પડે છે.” રૂ-તથા “Tયાસી', રાયાંણી' પદની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે"तथा-राजांषो-राज्यक्ष्मा सोऽस्यास्तीति राजांसी, Page #77 -------------------------------------------------------------------------- ________________ 114 – – ૪ : ભોગની પાછળ રોગની વણજાર – 74 – – ૧ क्षयीत्यर्थः, स च क्षयः सनिपातजश्चतुर्थ्य: कारणेभ्यो भवति इति, उत्कं च "त्रिदोषो जायते यक्ष्मा, गदो हेतु चतुष्टयात् । વેકારોથાત્ વાવ, સાદિક્ષાદિમાશનાર્ II” “તથા “રાજસી' એટલે “રાજ્યશ્મા' અને એ “રાજ્યશ્મા” જેને હોય તે રાજાંસી” એટલે ક્ષયરોગી કહેવાય છે સન્નિપાતથી પેદા થતો તે ક્ષય ચાર કારણોથી થાય છે. આ વાતને કહેતાં કહેલું છે કે – ત્રણ દોષોથી ઉત્પન્ન “ક્ષય' નામનો રોગ-' ૧-વેગનો રોધ, ૨-ક્ષય, ૩સાહસ અને ૪-વિષમ અશન એટલે અયોગ્ય કાલે ભોજન કરવું તે અથવા અનિયમિત પ્રમાણમાં ભોજન કરવું તે' આ ચાર હેતુઓથી થાય છે.” ४- तथा-अवमारियं “અવમારિયં' પદની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે "तथा अपस्पारो वातपित्तश्लेष्मसन्निपातजत्वाच्चतुर्द्धा, तद्वानपगतसदसद्विवेकः भ्रममूर्छादिकामवस्थामनुभवति प्राप्नोति. उक्तं च “માવેશો સંસરો, જોકે તસ્કૃતિઃ | પરમાર રતિ સેવો, જો પોશ્ચતુર્વિદઃ III" “તથા “અવમારિયએટલે હું તે “વાત, પિત્ત, શ્લેષ્મ અને સન્નિપાત” – આ ચારથી ઉત્પન્ન થતો હોવાથી ચાર પ્રકારે છે. જે પ્રાણી એ “અપસ્માર' નામના રોગને આધીન થઈ જાય તે પ્રાણી સત્ અને અસતુના વિવેકથી રહિત થઈને ભ્રમ' અને “મૂર્છા' આદિની અવસ્થાનો અનુભવ કરે છે. એ સંબંધમાં કહ્યું છે કે – “૧. ભ્રમાવેશ, ૨. સંસરમ્મ, ૩. ષોદ્રક, અને ૪. “હંતસ્મૃતિ' આ ચાર પ્રકારનો “અપસ્માર' નામનો રોગ એ ભયંકર છે, એમ જાણવા યોગ્ય છે.” બ - તથા “વિં' ifણય'ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે – “तथा 'काणियं' ति अक्षिरोगः, स च द्विधा-गर्भगतस्योत्पद्यते जातस्य च, तत्र गर्भस्थस्य दृष्टिभागमप्रतिपन्नं तेजो जात्यन्धं करोति, तदेवैकाक्षिगतं काणं विधत्ते, तदेव रक्तानुगतं रक्ताक्षं पित्तानुगतं पिङ्गाक्षं श्लेष्मानुगतं शुक्लाक्षं वातानुगतं विकृताक्षं, जातस्य Page #78 -------------------------------------------------------------------------- ________________ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - 11 જે च वातादिजनितोऽभिष्यन्दो भवति, तस्माच्च सर्वे रोगाः प्रादुष्यन्तीति, उक्तं च "वातात्पित्तात्कफाद्रक्तादभिष्यन्दश्चतुर्विधः । પ્રવેન નાયરે પોર, સર્વનેત્રમવાર. T ” “તથા પર્વ એટલે આંખોનો રોગ. એ આંખોનો રોગ બે પ્રકારે છે : એટલે ૧. ગર્ભમાં રહેલાને પણ ઉત્પન્ન થાય છે, અને ૨. જન્મ્યા પછી પણ થાય છે. તે બે પૈકીની- “પ્રથમ અવસ્થામાં એટલે કે ગર્ભમાં રહેલાને જો એ રોગ થાય, તો તેને અનેક પ્રકારનો એ રોગ થાય છે : એટલે કે – ૧. દૃષ્ટિભાગ ઉપર પ્રાપ્ત નહિ થયેલું તેજ તેને જાલંધ' એટલે જન્મથી માંડીને જ અંધ બનાવે છે. એ જ તેજ; જો એક આંખમાં ગયેલું હોય તો તેને કાણો' બનાવે છે. તે જ; તેજ જો લોહી સાથે મળી જાય તો તેને “લાલ આંખવાળો' બનાવે છે, તે જ; તેજ જો પિત્તની સાથે મળી ગયું હોય, તો તેને “પીળી આંખોવાળો બનાવે છે. તે જ; તેજ જો શ્લેષ્મની સાથે મળી ગયું હોય, તો તેને “ધોળી આંખોવાળો બનાવે છે, અને ૬. તે જ; તેજ જો વાયુની સાથે મળી ગયું હોય, તો તેને વિકૃત આંખોવાળો બનાવે છે. અને “બીજી અવસ્થામાં એટલે કે જમ્યા પછી જો એ રોગ થાય, તો તેને વાતાદિકથી “અભિષ્કન્દ નામનો નેત્રરોગ થાય છે અને તેનાથી સઘળાય નેત્ર રોગો પ્રગટ થાય છે, કહ્યું છે કે “પ્રાયઃ કરીને નેત્રોના સર્વ રોગોને કરનાર ભયંકર ‘અભિષ્યન્દ' વાતથી, પિત્તથી, કફથી અને રક્તથી એમ ચાર પ્રકારનો થાય છે.” ૬ - તથા “ણિમિ' તથા “મિય'ની વ્યાખ્યા કરતાં પણ ફરમાવે છે કે – “તથા ‘ક્ષિ િરિ નાચતા સર્વશીરાવવાનામશિર્વાતિ” | » ૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ 1149 - ૪ ઃ ભોગની પાછળ રોગની વણજાર – 74 – – ૬૩ “તથા ‘મિય' એટલે જાડ્યતા, એના યોગે શરીરના સઘળાય અવયવોમાં એવી જાડ્યતા આવે છે કે જેથી તે શરીરના સઘળાય અવયવો પોતાની આધીનતામાં નથી રહેતા, અર્થાત્ તે રોગવાળો આત્મા પોતાના શરીર ઉપર પોતાનો કાબૂ રાખી શકતો નથી.” ૭ - તથા - તથા “કુણિય'ની વ્યાખ્યા કરતાં પણ ફરમાવે છે કે - "तथा - 'कुणियंति गर्भाधानदोषाद् ह्रस्वैकपादो न्यूनैकपाणिर्वा कुणिः" “તથા “કુણિય' એટલે ગર્ભાધાન દોષોથી એક પગે કરીને ટૂંકો એટલે લૂલો અથવા લંગડો અને એક ટૂંકા હાથવાળો એટલે ટૂંઠો જે હોય, તેને “કુણિ' નામનો રોગ કહેવાય છે, અર્થાત્ “કુણિ” તે કહેવાય છે કે ગર્ભમાં આવતી વખતના દોષથી જે એક પગની ખામીવાળો અથવા તો એક હાથની ખામીવાળો થાય છે.” ૮- તથા “દુનિય' તથા ખજ્જિયં'ની વ્યાખ્યા કરતાં લખે છે કે "तथा-'खुज्जियं' ति कुब्नं पृष्ठादावस्यास्तीति कुब्जी, मातापितृशोणितशुक्रदोषेण गर्भस्थदोषोद्भवाः कुब्नवामनकादयो दोषा भवन्तीति, उक्तं च મેં વાતપ્રકોપેન, રોજે વાડપમાનિતે ભવેત્ યુon: : પનૂ ભજનવ વા IIII” मूको मन्मन एवेत्येतदेकान्तरिते मुखदोषे लगनियमिति ।" “તથા ખજ્જિય' એટલે “કુન્જ' અને એ “કુન્જ' રોગ પીઠ આદિ ઉપર જેનો હોય તે “કૂબડો'. આ “કુન્જ' અને “વામનક' આદિ દોષો માતાનું લોહી અને પિતાના વીર્યદોષથી ગર્ભમાં રહેલ દોષોથી ઉત્પન્ન થયેલા હોય છે; કહ્યું છે કે ગર્ભમાં વાતનો પ્રકોપ થવાથી અથવા દૌહદનું અપમાન કરવાથી ગર્ભ કૂબડો, સૂંઠો, પાંગળો, મૂંગો અથવા ગૂંગો થાય.' મૂંગો એ ગૂંગો જ છે, એ વાત આ પછીના એક દોષ પછી આવતા મુખદોષોમાં જ એને લગાડી દેવો.” Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ 11E ૧ - તથા “રિ ‘ઉદરિ' પદની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે - "तथा -'उदरिं च' त्ति, चः समुच्चये वातपित्तादिसमुत्थमष्टयोदरं सदस्यास्तीत्युदरो, तत्र जलोदर्यसाध्यः शेषास्त्वचिरोत्थिता: साध्या इति, ते चामी भेदाः - પૃથ સમરવિ નિત્તા, સ્ત્રીદો લાગુ તથા . __आगन्तुकं सप्तमष्टमं तु, जलोदरं चेति भवन्ति तानि ॥१॥" “તથા “ઉદરિ ચ' આ સ્થળે જે “ચ” શબ્દ છે તે “સમુચ્ચય' અર્થમાં છે અને વાત' તથા “પિત્ત' આદિથી ઉત્પન્ન થયેલ ઉદર' નામનો રોગ એ આઠ પ્રકારનો હોય છે. તે રોગ જેને હોય તે રોગી “ઉદરી' તરીકે ઓળખાય છે. એ આઠ પ્રકારોમાં છેલ્લો “જલોદરી’ અસાધ્ય છે, ત્યારે બાકીના સાત જો થોડા સમયમાં ઉત્પન્ન થયેલા હોય તો તે સાધ્ય કોટિના છે. તે આઠ ભેદો આ પ્રમાણે ગણાવવામાં આવ્યા છે. “પૃથક નિત્તાવે. ' આ પ્રમાણે કહીને - “૧. વાતજન્ય, ૨. પિત્તજન્ય અને ૩. કફજન્ય. આ ત્રણ અને “સમસ્તેર વનિત્તાધે' આ પ્રમાણે કહીને ૪. વાત પિત્ત અને કફ એ ત્રણે જન્ય” આ ચોથો, તે પછી પાંચમો “પ્લીહોદર', છઠ્ઠો બદ્ધગુદ', સાતમો “આગંતુક' અને આઠમો “જલોદર' આ પ્રમાણે તે આઠ ભેદો થાય છે.” ૨૦ – તથા “મુથ' પાસ મુ ' ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે – "तथा - 'पास भुयं च' त्ति पश्य अवधारय मूकं मन्मनभाषिणं वा, गर्भदोषादेव जातं तदुत्तरकालं च, पञ्चषष्ठिर्मुखे रोगाः सप्तस्वायतनेषु जायन्ते, तत्रायतनानि औष्ठो दन्तमूलानि दन्ता जिह्वा तालुकण्ठः सर्वाणि चेति, तत्राष्टावोष्ठयोः पञ्चदश दन्तमूलेष्वष्टी दन्तेषु पञ्च जिह्वायां नव तालुनि सप्तदश कण्ठे त्रयः सर्वेष्वायतनेष्विति" તથા નિશ્ચિત કર કે મૂંગો અથવા મન્મનભાષી, એ ગર્ભના દોષથી જ થાય છે અને તે પછીના કાળમાં પણ થાય છે. મુખમાં સાત સ્થાનોને વિષે થતા રોગો એકત્રિત કરીએ, તો પાંસઠ રોગો થાય છે. મુખમાં “૧. હોઠો, ૨. દાંતનાં મૂલો, ૩. દાંતો, ૪. જિલ્લા, ૫. તાલુ, ૩. કંઠ અને ૭. સઘળાંય. આ સાત સ્થાનો ગણાય છે. તેમાં “૧. પ્રથમ “હોઠ' નામના આયતનમાં આઠ રોગો થાય Page #81 -------------------------------------------------------------------------- ________________ 115 – ૪ : ભોગની પાછળ રોગની વણજાર - 74 – – ૬૫ છે, ૨. બીજા “દંતમૂલ' નામના આયતનમાં પંદર રોગો થાય છે, ૩-ત્રીજા “દંત' નામના આયતનમાં આઠ રોગો થાય છે, ૪-ચોથા “જિલ્લા' નામના આયતનમાં પાંચ રોગો થાય છે, ૫-પાંચમા “તાલુ' નામના આયતનમાં નવ રોગો થાય છે, ૬-છઠ્ઠા “કંઠ' નામના આયતનમાં સત્તર રોગો થાય છે, અને ૭-સાતમા “સર્વ એટલે બધાંય મળીને બનેલ આયતનમાં ત્રણ રોગો થાય છે. આ રીતે સાતેય આયતનોના મળીને મુખમાં પાંસઠ રોગો થાય છે.” ૨૨ - તથા “સૂળિય' “સૂચિં ઘ'ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે – "सूणियं च' ति शूनत्वं श्वयथुर्वातपित्तश्लेष्मसन्निपातरक्ताभिघातजोऽयं षोढेति, ૨ - શો: શત્ દ્વિઘો ઘોરો, રોજોધનક્ષM: ! ચર્તઃ સમસ્તેશ્વત્તાદ, તથા રોમિયાતિનઃ સારા” “સુણિય' એટલે “સોજો અને તે ‘૧. વાત, ૨. પિત્ત, ૩. શ્લેષ્મ, ૪. સન્નિપાત, ૫. રક્ત અને ૬. અભિઘાત'. આ છથી ઉત્પન્ન થતો હોવાથી, છ પ્રકારે છે, કહ્યું વ્યસ્તે: તો. એટલે છૂટા છૂટા ત્રણ વાત, પિત્ત અને કફના દોષોથી ત્રણ પ્રકારનો અને “સમસ્તો : એટલે ભેગા મળેલા એ ત્રણેના દોષથી ચોથા તથા રક્તથી પાંચમો અને “અભિઘાત થી છઠ્ઠો એમ છ પ્રકારે ઉત્પન્ન થતો “ઊંચાઈ છે સ્વરૂપ જેનું એવો ભયંકર સોજો છ પ્રકારનો થાય છે. ૨૨-તથા “જિલ્લાન' “ગિલાસણિ'ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે – "तथा 'गिलासणि' ति भस्मको व्याधिः, स च वातपित्तोत्कटतया श्लेष्मन्यूनतयोपजायत તિ,” તથા “ગિલાસણી' એટલે ‘ભસ્મક' નામનો વ્યાધિ. એ વ્યાધિ, “વાત' અને ‘પિત્ત'ની ઉત્કટતાથી અને “શ્લેષ્મની ન્યૂનતાથી ઉત્પન્ન થાય છે.” . શરૂ - તથા “વેવ' વેવની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે – “તથા વેરું' તિ વતનમુલ્ય: શરીરવાવવાનાં कम्प इति, उक्तं च Page #82 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ “प्रकामं वेयते यस्तु, कम्पमानश्च गच्छति । कलायख तं विन्द्यान्मुक्तसन्धिनिबन्धकम् ।।१।।” “તથા ‘વેવડું’ એટલે વાતથી ઉત્પન્ન થયેલો શરીરના અવયવોનો કંપ. કહ્યું છે કે - ૭૭ “જે ખૂબ ધ્રૂજે છે અને ધ્રૂજતો જાય છે, જેને સાંધાઓનું બંધન મુકાઈ ગયું છે એવો ‘કલાયબંજ' જાણવો.” १४ तथा पीढसप्पिं' - 1152 ‘પીઢપિં’ની વ્યાખ્યા કરતાં પણ ફરમાવે છે કે " तथा 'पीढसप्पिं च त्ति जन्तुर्गर्भदोषात् पीढसर्पिवानोत्पद्यते, जातो वा कर्म्मदोषाद् भवति, स किल पाणिगृहीतकाष्ठः प्रसर्प्यतीति" “તથા ‘પીઢસર્પિ’ એટલે ગર્ભના દોષથી પીઢસર્પિપણાથી ઉત્પન્ન થાય છે અથવા તો જન્મ્યા પછી કર્મના દોષથી તેવો થાય છે અને તે રોગના પ્રતાપે તે હાથમાં લાકડી પકડીને જ ચાલી શકે છે.” १५ તથા-‘સિન્નિવય’ ‘સિનિવયં’ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે - “તથા ‘સિલિવયં’ તિ શ્લીપનું પાવાવો જાન્ટિં, तद्यथा- प्रकुपितवातपित्तश्लेष्माणोऽधः प्रपन्ना वडक्षणोरुजड्यास्ववतिष्टमानाः कालान्तरेण पादमाश्रित्य शनैः शनैः शोफमुपजनयन्ति तच्छ्लीपदमित्याचक्षते “પુરાનોરજભૂમિષ્ઠા:, સર્વર્સુષુ ચ શીતા: । યે વેશાÒપુ ખાયત્તે, ક્નીપનિ વિશેષતઃ IIT पादयोर्हस्तयोश्वापि श्लीपदं जायते नृणाम् । कर्णोष्ठनासास्वपि च, केचिदिच्छन्ति तद्विदः ।।२।। " “તથા ‘સિન્નિવયં' એટલે પગ આદિને વિષે કઠિનતા, - નીચે આવ્યા છતાં પણ જાંઘના સાંધા, સાથળ અને જંધામાં નહિ રહી શકતા એવા પ્રકુપિત થયેલા વાત, પિત્ત અને કફ કાલાંતરે પગનો આશ્રય કરીને ધીમે ધીમે ‘શોફ’ એટલે હાથ પગ વગેરે સુજાડી દેનાર રોગને પેદા કરે છે, તેનું નામ ‘શ્લીપદ’ એ પ્રમાણે કહે છે - Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪ : ભોગની પાછળ રોગની વણજાર 74 “વિશેષે કરીને શ્લીપદો તે દેશોમાં ઉત્પન્ન થાય છે કે જે દેશો પુરાણ-જૂના પાણીવાળી ભૂમિમાં રહેલા હોય અને સર્વ ઋતુઓમાં શીતલ હોય. એ ‘શ્લીપદ’ રોગ મનુષ્યોના પગોને વિષે પણ થાય છે અને હાથોને વિષે પણ થાય છે. કેટલાક તે વસ્તુના જ્ઞાતાઓ તો ‘કાન’ હોઠ અને નાસિકા ઉપર પણ થાય છે' એમ પણ માને છે.” 1153 ૬ - તથા-‘મહુમે[િ' " तथा 'महुमेहणिति मधुमेहो- बस्तिरोगः स विद्यते यस्यासौ मधुमेही, मधुतुल्यप्रस्त्राववानित्यर्थः, तत्र प्रमेहाणां विंशतिर्भेदाः, तत्रास्यासाध्यत्वेनोपन्यासः, तत्र सर्व एव प्रमेहाः प्रायशः सर्वदोषोत्थास्तथापि वाताद्युत्कटभेदाद्विंशतिर्भेदा भवन्ति, तत्र कफाद्दश षट् पित्ताद् वातजाश्चत्वार इति सर्वेऽपि चैतेऽसाध्यावस्थायां मधुप्रमेहत्वमुपयान्तीति उक्तं च " सर्व एव प्रमेहास्तु कालेनाप्रतिकारिणः । मधुमेहत्वमायान्ति तदाऽसाध्या भवन्ति ते ।।१।।” のの “તથા ‘મધુમેહ’ એટલે ‘બસ્તિરોગ’ તે જેને હોય એ ‘મધુમેહી’ કહેવાય છે અને તેનો પેશાબ મધુ જેવો હોય છે. ‘પ્રમેહ’ નામના રોગના ભેદો વીશ છે. તેમાં આ ‘મધુમેહી’ અસાધ્ય હોવાથી જ અહીં એનો ઉપન્યાસ કર્યો છે. જો કે સઘળાય પ્રમેહો પ્રાયઃ કરીને સર્વ દોષોથી ઉત્પન્ન થનારા છે, તો પણ વાતાદિકની ઉત્કટતાના ભેદથી તેના ભેદો વીશ થાય છે, તેમાં દશ થાય છે કફથી, છ થાય છે પિત્તથી, અને ચાર થાય છે વાતથી. એ સઘળા પ્રમેહો અસાધ્ય અવસ્થામાં ‘મધુમેહપણા’ને પામે છે. કહ્યું છે કે - “કાલે કરીને અપ્રતિકારી બનેલા સઘળા જ પ્રમેહો જ્યારે ‘મધુમેહપણા’ને પામે છે, ત્યારે તે અસાધ્ય થાય છે.” ઉપસંહાર : આ પ્રમાણે સૂત્રગત બે શ્લોકોમાં કહેલા સોળે રોગોનું પ્રતિપાદન કરીને, હવે ત્રીજા શ્લોકના પૂર્વાર્ધ દ્વારા સૂત્રકાર મહર્ષિ એ સોળે રોગોના કથનનો ઉપસંહાર કેવી રીતે કરે છે, એ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે“તનેવું જોઇશાબ્વેતે અનન્તરો: ‘રોના’ વ્યથયો વ્યાવ્યાતા: ‘અનુપૂર્વાશો અનુમેળ" Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૮ 111 – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – “આ પ્રકારે તરત જ કહેલા એ સોળે પણ રોગો એટલે વ્યાધિઓની વ્યાખ્યા ક્રમે કરીને કરી.” સંસારમાં વ્યાધિઓ સિવાય બીજું શું? હવે ઉપર કહી આવ્યા તે સોળ વ્યાધિઓ સિવાય બિચારા તે પામર આત્માઓ શું શું પામે છે, એનું વર્ણન કરતાં ત્રણ શ્લોકો પૈકીના ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધમાં સૂત્રકાર મહર્ષિએ શું ફરમાવ્યું છે, એ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ લખે છે કે – ' અનંતાં ‘જ' વિ વાવયાત્રાને “વૃત્તિ' ભવન્તિ “સાત ' आशुजीवितापहारिणः शूलादयो व्याधिविशेषाः ‘स्पर्शाश्च' गाढप्रहारादिजनिता दुःखविशेषाः 'असमञ्जसा:' क्रमयोगपद्यनिमित्तानिमित्तोत्पत्रा: स्पृशन्तीति सम्बन्धः ।" “ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધની શરૂઆતમાં જ આવતો “અથ' એ “અનંતર' અર્થમાં છે અને ‘’ એ વાક્યના અલંકાર માટે છે. આ પછી “પુતિ' એટલે અભિભવ કરે છે” “માતં' એટલે “એકદમ જીવિતનો અપહાર કરનારા શૂલાદિ વ્યાધિવિશેષો', “સા' એટલે ગાઢ પ્રહાર આદિથી ઉત્પન્ન થયેલ દુઃખવિશેષો અને ‘સબંનસા' એટલે “ક્રમે કરીને, એકીસાથે, નિમિત્તથી કે અનિમિત્તથી ઉત્પન્ન થયેલા આ પ્રમાણેનો અર્થ છે.” અર્થાત્ – ઉપર કહી આવેલા રોગો સિવાયના પણ એકદમ જીવિતનો નાશ કરનારા શૂલાદિ વ્યાધિ વિશેષો, ગાઢ પ્રહારો આદિથી ઉત્પન્ન થતા દુઃખવિશેષો અને ક્રમે કરીને, એકીસાથે નિમિત્તથી કે અનિમિત્તથી ઉત્પન્ન થતા રોગ વિશેષો પણ સંસારમાં રખડતા આત્માઓને હેરાન કરે છે. આ રીતના – સૂત્રકાર મહર્ષિના અને ટીકાકાર મહર્ષિના કથનથી આપણે સમજી શક્યા કે કર્મગુરુ આત્માઓ શબ્દાદિ વિષયોમાં આસક્ત થયેલા હોવાથી, અનેક જાતની આપત્તિઓથી રિબાવા છતાં પણ દુઃખના અપગમને કે મોક્ષના કારણરૂપ સંયમાનુષ્ઠાનને નથી પામી શકતા અને જ્યાં સુધી દુઃખોનો નાશ ન થાય, એટલે કે સંસારમાં બંધનોથી છૂટીને મુક્તિપદ ન પામે, ત્યાં સુધી આ સંસારમાં રૂલાતા આત્માઓ અનેક રોગો અને અનેક ઉપદ્રવોથી સદાય રિલાયા કરે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ 11 ક – ૪ : ભોગની પાછળ રોગની વણજાર – 74 – ૬૯ આ સિવાય- એ આત્માઓ અધિક અધિક દુઃખ આ સંસારમાં શું પામે છે, એ સમજાવીને સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ એટલે કે આ બન્નેય ઉપકારી મહાપુરુષો શું ફરમાવે છે, એ આપણે હવે પછી જોઈશું. આ રીતે રોગાદિનું વર્ણન કરવામાં એ ઉપકારીઓનો એક જ આશય છે કે “આ બધું જાણીને કલ્યાણના અર્થી આત્માઓ પ્રમાદવશ ન થાય.” એ સઘળું આપણે ખૂબ ખૂબ વિચારવાની જરૂર છે, એટલે એ વિચારવાની દિશા ખુલ્લી થાય એ રીતે આપણે એ વસ્તુને સારી રીતે વિચારશું. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫ : સત્યની આરાધના અને રક્ષા : 75 • વિવેક અને જ્ઞાનનું ફળ શું? ૦ સભ્યત્વનો પ્રકાશ થાય ત્યારે મિથ્યાત્વ પણ પ્રકાશમાં આવે છે : • ગોશાળાનો વૃત્તાંત : • શ્રી નંદિષેણ મુનિવર : • પિતા-પુત્ર મુનિનું દૃષ્ટાંત : • ધર્મ માટે મરવું સારું : વિષય રોગ અને મરણ તેમજ ઉપપાતના સંપૂર્ણ નાશ માટેનો પ્રયત્ન કર્તવ્ય. પૂર્વ પ્રવચનમાં રોગોની ભયાનકતાનું નિરૂપમ નિરૂપણ કર્યા બાદ પ્રસ્તુત સુદીર્ઘ પ્રવચનમાં એ રોગો અને એથી ય ભયંકર એવા મરણ અને આવનાદિનાં દુઃખોનાં આત્યંતિક નાશ માટે જ આત્માએ પ્રયત્ન કરવો જોઈએ. એ વાતના અનુસંધાનમાં પ્રવચનકારશ્રીએ સમ્યક્તની સાચી વ્યાખ્યા અંતર્ગત ખોટું માત્ર તજવાની અને સાચાને જ લેવાની ઈચ્છા પ્રગટ કરવાનો ઉપદેશ આપ્યો. એ સાથે સત્યની આરાધના-સાધના માટે અસત્ય-મિથ્યાત્વના ત્યાગની આવશ્યકતા, સત્ય પ્રકાશન વેળા અસત્યરસિકો દ્વારા કરાતી ધાંધલ, એ વખતે સત્યરસિકે લેવાની કાળજી, વખતે સત્યરક્ષા માટે સ્વપ્રાણનાશ એ પણ ધર્મ કઈ રીતે ? વગેરે વાતો સમજાવવા માટે પ્રભુશ્રી મહાવીર પરમાત્માની જ હાજરીમાં જ ગોશાળાએ કરેલી ધાંધલ છતાં પ્રભુનું સત્ય માર્ગ પ્રકાશન, એ સમયે ગતમાદિ અન્ય મુનિઓએ કરેલ આચરણ આદિ અનેક દાખલા દલીલોનો સુંદર ઉપયોગ કર્યો છે. મુવાક્યાતૃત • ખોટું માત્ર તજવાની અને સાચાને જ લેવાની ઈચ્છા એનું જ નામ સમ્યક્ત છે. • સત્ય પ્રકાશિત થાય કે અસત્યરસિકના પેટમાં તેલ રેડાય. • સમ્યગ્દષ્ટિ આત્મા કોઈની પણ ધર્મનાશક ખોટી ખ્યાતિથી અવશ્ય વિષાદ પામે, દુર્જનોનો સ્વભાવ જ એવો હોય કે હિતશિક્ષા પણ તેઓને ગુસ્સો જ કરાવે. • ધાંધલ કે ધમાલોથી લેશ પણ ભય પામ્યા સિવાય પ્રભુમાર્ગના આરાધકોએ નિઃશંકપણે અને નિર્ભયપણે પરમાત્માએ પ્રરૂપેલા સત્યમાર્ગનું પ્રકાશન કરવું જ જોઈએ. • દુરાગ્રહી આત્માઓ માટે દલીલ પણ નકામી છે, જ્યાં ખોટી વસ્તુ ઉપર ગાઢ રાગ હોય ત્યાં દુરાગ્રહ થાય છે. • વસ્તુનો અનુભવ પણ તટસ્થપણે વિચારે તે જ કહી શકે. દુન્યવી પદાર્થો માટે મરવું તે આત્મઘાત છે, પણ આત્માના ધર્મના રક્ષણ માટે મરવું એ આત્મઘાત નથી, એટલું જ નહિ પણ આત્મરક્ષણ છે. • વખતે નીતિમાં ધર્મ હોય અને ન પણ હોય, પણ ધર્મમાં તો નીતિ નિયમ હોય. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫ : સત્યની આરાધના અને રક્ષા : વિવેક અને જ્ઞાનનું ફળ શું ? સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ અને ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ દૃષ્ટાંત દ્વારા એ વાત સમજાવી કે ‘કર્મગુરુ આત્માઓ વિષયોમાં આસક્ત બન્યા છતાં શું નથી પામી શકતા અને શું પામે છે ?’ એ વાત સમજાવતાં એ બન્નેય ઉપકારી મહાપુરુષોએ ફ૨માવ્યું છે કે એવા આત્માઓ મોક્ષને કે મોક્ષના કારણરૂપ સંયમના અનુષ્ઠાનને નથી પામતા, પણ અનેક પ્રકારના રોગો, જીવિતનો એકદમ અપહાર કરનારી શૂલાદિ વ્યાધિઓ અને ગાઢ પ્રહારાદિકથી ઉત્પન્ન થયેલા અસમંજસ એટલે ક્રમે કરીને, એકીસાથે નિમિત્તથી કે અનિમિત્તથી ઉત્પન્ન થયેલા દુ:ખ વિશેષોને પામે છે.’ વધુમાં- એ ઉપકા૨ીઓ ફરમાવે છે કે ‘કર્મગુરુ સંસારીઓ કેવળ રોગો અને આતંકોથી જ પીડાય છે એમ નથી, પણ એથીયે અધિક અધિક ઉપદ્રવોથી રિબાય છે. આ પ્રમાણે સમજાવીને એ બન્નયે ઉપકારીઓ, એ બધી જ રિબામણમાંથી બચાવવાના જ એક ઇરાદાથી ઉપદેશ આપતાં કેવી સુંદર શૈલીથી સમજાવે છે એ આપણે જોઈએ; એ જોવા માટે પ્રથમ તો આપણે એ જ જોવું પડશે કે રોગાદિકનું વર્ણન કરનારાં સૂત્રો પછીનાં અનુપમ ઉપદેશમય સૂત્રની નિકટમાં લઈ જવા માટે પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ કેવી રીતની સુંદર અવતરણિકા કરે છે ? એ અનુપમ ઉપદેશમય સૂત્રને અભિમુખ ક૨વા માટે અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે "न रोगातङ्करेव केवलैर्मुच्येत, अन्यदपि यत् संसारिणोऽधिकं स्यात्तदाह-' ‘કર્મગુરુ સંસારીઓ કર્મના યોગે કેવળ ‘રોગો’ એટલે ‘ગંડ’ આદિ અને ‘આતંકો’ એટલે એકદમ જીવિતનો નાશ કરનારા ‘શૂલ’ આદિ વ્યાધિ વિશેષોથી જ પીડાય છે એમ નથી, માટે એથી બીજું પણ અધિક સંસારી આત્માને શું થાય છે, એ બતાવતાં સૂત્રકાર મહર્ષિ ફ૨માવે છે કે’ આ પ્રમાણે કહીને આપણને એ અનુપમ ઉપદેશ અને ઉત્તમ ઉત્તમ પ્રેરણાથી "" Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૫ – 1153 ભરેલા સૂત્રની અભિમુખ કરે છે. જે સૂત્રને અભિમુખ કરવા માટે ટીકાકાર મહર્ષિ આ પ્રમાણે ફરમાવે છે, તે સૂત્ર કેવા સુંદર ભાવવાહી શબ્દોમાં રચાયું છે તે અને તેનો ભાવ સમજાવતાં ઉપકારી ટીકાકાર મહર્ષિ શું ફરમાવે છે તે બધુંય આપણે જોઈએ અને વિચારીએ : રોગો અને આતંકોથી નહિ છૂટતાં સંસારીઓને જે જે અધિક થાય છે, તે ઉપર ગંભીર વિચાર કરવાનો અને એ વિચારના પરિણામે યોગ્ય રીતે ઉદ્યમશીલ બનવાનો અનુપમ, એટલે કે જૈનશાસન સિવાયની દુનિયામાં જેનો જોટો ન મળે તેવા ઉપદેશ આપતાં બન્નેય ઉપકારીઓ ફરમાવે છે કે "मरणं तेसिं संपेहाए उववायं चवणं । ૨ નડ્યા, પરિવાર૨ સંપદા” "तेषां कर्मगुरूणां गृहवासासक्तमानसामसमञ्जसरोगैः क्लेशितानां 'मरणं' प्राणत्यागलक्षणं 'संप्रेक्ष्य' पर्यालोच्य पुनरुपपातं च्यवनं च देवानां कर्मोदयात् सञ्चितं ज्ञात्वा तद्विधेयं येन गण्डादिरोगाणां मरणोपपातयोश्चात्यन्तिकोऽभावो भवति, किं च कर्मणां मिथ्यात्वाविरतिप्रमादकषाययोगाहीतानामबाधोत्तरकालमुदयावस्थायां परिपाकं च सम्प्रेक्ष्य' शारीरमानसदुःखोत्पादकं पर्यालोच्य तदुच्छित्तये यतितव्यम् ।।" “કર્મોથી ગુરુ બનેલા, ગૃહવાસમાં આસક્ત મનવાળા અને અસમંજસ રોગોથી ક્લેશ પામેલા સંસારી આત્માઓના પ્રાણત્યાગરૂપ મરણને વિચારીને અને કર્મોદયથી સંચિત કરેલ દેવોના ઉપપાત અને ચ્યવનને જાણીને , તે જ કરવા યોગ્ય છે કે જેના પ્રતાપે ‘ગંડ' આદિ રોગોનો અને મરણ તથા ઉપપાતનો આત્યંતિક અભાવ થાય. અને વળી- “મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના યોગે એકઠાં કરેલાં કર્મોનો તેના અબાધાકાલ પછીના કાલે ઉદયાવસ્થામાં શારીરિક અને માનસિક દુઃખોને ઉત્પન્ન કરનાર પરિપાકને, તેને વિચારીને તે કર્મોના જ ઉચ્છેદન માટે અને તે તે કર્મોના કારણરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તેના ઉછેર માટે યત્ન કરવો જોઈએ, એટલે કે એવો યત્ન કરવો એ યોગ્ય છે.” આ સુંદર ઉપદેશ ઉપરથી એક જ વસ્તુ સમજાય છે અને તે એ જ કે - “યોગ્ય આત્માઓએ ગંડ આદિ રોગો, મરણ, ઉપપાત અને એ સર્વના કારણરૂપ કર્મનો અને કર્મના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનો નાશ કરવો, એ જ વિવેકી આત્માનું કર્તવ્ય છે.” Page #89 -------------------------------------------------------------------------- ________________ 1159 - ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 - ૭૩ આ ઉપરથી એ વસ્તુ સહેલામાં સહેલી રીતે સમજી શકાય તેમ છે કે રોગો અને રોગોનું સ્વરૂપ આદિનું વર્ણન કરવામાં, ઉપકારીઓનો એક જ આશય છે કે અતિશય દુર્લભ એવા શ્રી સમ્યક્ત રત્નને પામ્યા પછી વિવેકી આત્માએ એક ક્ષણ પણ પ્રમાદ કરવો એ યોગ્ય નથી; અને એ વાત પણ ખરી જ છે કે “વિવેકી આત્મા પણ પ્રમાદ કરે તો વિવેકી અને અવિવેકી આત્માઓમાં ફરક શું?' માટે ગંભીરતાપૂર્વક વિચારો કે વિવેકનું ફળ શું અને જ્ઞાન તથા બુદ્ધિનું પરિણામ શું ? શું પોતાની કલ્પિત ઇચ્છા મુજબ વર્તે એ જ્ઞાની છે ? ફાવે તેમ વર્તવાનું તો અજ્ઞાની પણ ન કહે, તો હવે નિશ્ચિત કરો કે “આજે દીનતા તથા દરિદ્રતા વધી છે કેમ ?” કહેવું જ પડશે કે અંદર કંઈ ન હોવા છતાં પણ આડંબર મોટો રાખવામાં આવે છે એથી ! બહાર અમુક જાતની પોઝીશનમાં રહેવું જ જોઈએ અને એ અમુક પોઝીશનને જાળવી રાખવા માટે અનીતિ, પ્રપંચ, ઉઠાવગીરી વગેરે કરવું પડે એમાં કશો જ વાંધો નહિ, કારણ કે આજના જમાનાનો ધર્મ એ છે અને ‘જમાના સામે જે ધર્મ આવે એવા ધર્મને તો સ્વીકારવો જ નહિ” આવી દુષ્ટ માન્યતા થઈ છે, એના પ્રતાપે આજની આ અસહ્ય દુર્દશા ઊભી થઈ છે ! જમાનાની નીતિ-રીતિ મુજબ વર્તવામાં પાપ નથી' - આ માન્યતાને લઈને આજે અમુક વર્ગમાંથી સમ્યક્તની કરણી પણ ભુલાઈ રહી છે. આજે સમ્યગ્દષ્ટિની ફરજ સમજનારા વિરલ આત્માઓ દૃષ્ટિગોચર થાય છે. અરે ! મનુષ્યપણાની ફરજ સમજનારા પણ થોડા જ નજરે ચડે છે “ઊંચામાં ઊંચું મનુષ્યપણું પામ્યા એમ કહો ખરા, પણ એની ખાતરી શી ?' એ પ્રશ્નના ઉત્તરમાં આજે ઘણાને મૌન સેવવું પડે તેમ છે, કારણ કે જન્મથી મનુષ્ય બનેલાઓએ એ વિચારવાનું જ માંડી વાળ્યું છે કે “અનંત જ્ઞાનીઓએ મનુષ્યભવને દુર્લભ કહ્યો છે, શાથી ?” દુર્લભ એવા પણ મનુષ્યભવને પામવા છતાં પણ જેઓ વિષયાદિક પ્રમાદમાં મગ્ન બની જાય છે, તેઓના મનુષ્યભવની જ્ઞાનીઓ એક ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી આંકતા. એ જ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે દશ દશ દષ્ટાંતે દુર્લભ એવા પણ મનુષ્યભવને મેળવ્યા બાદ પણ શુદ્ધ શાસ્ત્રશ્રવણની સામગ્રી મળવી દુર્લભ, એ સામગ્રી મળ્યા બાદ શાસ્ત્રથી શ્રવણ થાય પણ એ શુદ્ધ શાસ્ત્રના કથન ઉપર શ્રદ્ધા થવી એ તો એથી પણ અધિક દુર્લભ અને તે પછી એથી પણ અધિક દુર્લભ તો સંયમમાં વીર્યનો સદુપયોગ થવો તે છે, કારણ કે સંયમમાં વીર્યનો સદુપયોગ એ જ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 110. મનુષ્યભવની સાચી સફળતા છે; એનું પણ કારણ એ છે કે સર્વવિરતિની પ્રાપ્તિ મનુષ્યભવ સિવાયના ભાવોમાં શક્ય જ નથી. તો હવે વિચારો કે મનુષ્યભવની પ્રાપ્તિ વિના શાસ્ત્રશ્રવણ મળે તો પણ સંપૂર્ણતયા શી રીતે ફળે ? એ જ કારણે કિંમત મનુષ્યપણાની છે. પણ મનુષ્ય થઈને શું કરવું જોઈએ એનો જેને વિચાર જ નથી, તેને શાસ્ત્ર સમજાવાય પણ શી રીતે ? જેનામાં પોતામાં જ પહોંચવાની ઇચ્છા કે તાકાત નથી તેને પહોંચાડનારા પણ શું કરે ? એ જ રીતે તારક પણ તરવાની ઇચ્છા વિનાનાને તારે શી રીતે ? આથી સમજો કે આકૃતિની ખાસ મહત્તા નથી ? મનુષ્યપણાના પણ જ્યાં વિચાર નથી, ત્યાં સમ્યત્ત્વની વાત વેગળી હોય એમાં આશ્ચર્ય શું ? સમ્યક્તનો પ્રકાશ થાય ત્યારે મિથ્યાત્વ પણ પ્રકાશમાં આવે : જે જમાનામાં અજ્ઞાનીઓને પણ પોતાની જાત માટે જ્ઞાની જ કહેવરાવવું ગમે, પણ જ્ઞાન તથા બુદ્ધિ આવ્યા પછી શું કરવું જોઈએ તેનો તો વિચાર નહિ કરવો, અગર કોઈ એવા વિચાર કરાવે એ પણ પાલવે નહિ ત્યાં જ્ઞાન અને બુદ્ધિ કરે પણ શું ? બાકી તો જ્ઞાન તથા બુદ્ધિનો સદુપયોગ કરવો, એ આપણા પોતાના જ હાથમાં છે. અન્યથા ઓઘદૃષ્ટિથી કહેવાય કે જ્ઞાનથી તો આત્મા તરે પણ અને ડૂબે પણ !સારા તેમજ નરસા બેય કામમાં જ્ઞાનની તો જરૂર પડે જ છે. બુદ્ધિ વગર તો ખોટું કામ પણ થતું નથી, અને કદી થાય તો થઈ ગયું કહેવાય પણ કર્યું ન કહેવાય. શું ચોરી આદિ પાપ કરવામાં પણ ઓછી બુદ્ધિ જોઈએ છે ? શું ચોર વગેરે લોકો પોતાની કાર્યવાહીમાં ઓછા બુદ્ધિમાન હોય છે ? શું અનીતિ તથા પ્રપંચ કરનારામાં બુદ્ધિ નથી હોતી ? આથી સ્પષ્ટ જ છે કે બુદ્ધિ બેય બાજુ જોઈએ છે, એટલે કે સારામાં તથા ખોટામાં બેયમાં બુદ્ધિ જોઈએ છે, પણ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ઉન્માર્ગે ઉપયોગમાં આવતી બુદ્ધિ અને એવું જ્ઞાન એ બન્નેય નકામાં છે, એટલું જ નહિ પણ ભયંકર નુકસાન કરનાર છે. એવી નુકસાનકારક બુદ્ધિને કે એવા જ્ઞાનને સમ્યગ્દષ્ટિ આત્મા સુબુદ્ધિ તરીકે કે સમ્યજ્ઞાન તરીકે સ્વીકારતો જ નથી, કારણ કે ખોટું માત્ર તજવાની અને સાચાને જ લેવાની ઇચ્છા એનું જ નામ સમ્યક્ત છે. વિચારો કે આવી સત્ય માન્યતાના સ્વીકારમાં ને પ્રચારમાં ઝઘડો-રગડો છે જ ક્યાં ? કહેવું જ પડશે કે નથી જ, તો હવે માનો કે ઝઘડા ને રગડા કરનારા તે Page #91 -------------------------------------------------------------------------- ________________ 1161 ૫ ઃ સત્યની આરાધના અને રક્ષા - 75 લોકો જ છે કે જે લોકો આ સત્યનો સ્વીકાર તો નથી કરતા, પણ ઊલટો સામનો કરે છે ! અને એ રીતે સત્યનો સામનો કરનારો વર્ગ જ્યાં સુધી જીવતો છે, ત્યાં સુધી ઝઘડો-રગડો પણ જીવતો જ રહેવાનો છે. માટે તો કહેવું જ પડે છે કે એ રગડો વિશ્વમાં શાશ્વત છે. સમ્યક્ત્વનો પ્રકાશ થાય ત્યારે મિથ્યાત્વ પણ પ્રકાશમાં આવે. સમ્યગ્દર્શનની સ્થાપના ન હોય ત્યાં સુધી મિથ્યાત્વની તેવી હોહા ન હોય, પણ એ સ્થપાય કે મિથ્યાદર્શનરૂપી ઘુવડોનો સામો બળવાન હોય ત્યાં સુધી છૂપો નહિ તો ખુલ્લો ઘોંઘાટ શરૂ થાય, એનું કારણ જ એ છે કે સત્ય પ્રકાશિત થાય કે અસત્યરસિકના પેટમાં તેલ રેડાય. ૭૫ સત્યના પ્રકાશનથી કલ્યાણાર્થી આત્માઓને તો આનંદ જ થાય, પણ સ્વાર્થી આત્માઓને તો આઘાત જ થાય. પુણ્યવાનને તો સત્ય પ્રકાશનથી પ્રમોદ જ થાય, પણ મૃષાભાષીને તો લાગે કે હવે પોલ ખૂલવા માંડી એટલે તેઓ પોતાની પોલને છુપાવવાની મહેનત કરે અને પોલને છુપાવવાની મહેનત એનું જ નામ ધાંધલ ! મુક્તિના કામી, આત્મકલ્યાણના અર્થી અને સત્યના ગવેષકને તો સત્ય પ્રકાશનથી આનંદ જ થાય અને એવા આત્માઓ તો વિચારે કે ઘણે કાળે સત્ય મળ્યું, પણ અસત્ય જીવનમાં જ આનંદ માનતા ભવાભિનંદી વૃત્તિવાળાઓને તો મૂંઝવણ જ થાય કે ‘હવે આપણે આપણા અસત્યને સાચવવું શી રીતે ?’ અને એ મૂંઝવણના યોગે તેઓ પોતાના એ અસત્યને સાચવવાની ક્રિયા કરે, એનું જ નામ ધમાલ. અસત્યને જ સારું માને એથી સત્ય સાંભળતાં અંતરમાં ઉધમાત થાય. પોતાનું અસત્ય ઊઘડવા માંડે એટલે એને રોકવા પ્રયત્ન કરે, પોતાના અસત્યનું ઉન્મૂલન થતું દેખાય એટલે તેઓ બીજા પ્રકારના પ્રયત્નોનો આરંભ પણ કરે, કા૨ણ કે તેઓ ‘અસત્યને જરૂર સાચવવું છે’ એમ માને એટલે એને માટે જરૂરી લાગતા બધા જ પ્રયત્નો કરે. એ પ્રયત્નોનું નામ જ ધમાલ છે; એટલે તમારે સમજી જ લેવું જોઈએ કે જ્યાં સુધી એવા લોકોની વિશ્વમાં હયાતી છે ત્યાં સુધી ધમાલ ઉઘાડી કે ઢાંકી પણ ચાલુ તો રહેવાની જ એટલે એથી ગભરાવું એ મોક્ષમાર્ગના ઉપદેશકને અને મોક્ષમાર્ગના આરાધકને કદી જ પાલવે તેમ નથી. શું તમે નથી જાણતા કે ‘આ અવસર્પિણીમાં છેલ્લામાં છેલ્લા મોક્ષમાર્ગના Page #92 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ સ્થાપક ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વીતરાગ હોવા છતાં પણ અન્ય તારકોની માફક તે તારકને પણ ઉન્માર્ગના પ્રચારકોને ઉકળાટ કરાવે એવું સત્ય પ્રગટ કરવું પડ્યું છે ? દૃષ્ટાંત તરીકે યાદ કરો કે ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ જ્યારે શ્રી મહાવીર ભગવાનને “હે સ્વામિન્ ! આ નગરીમાં સઘળાય લોકો ગોશાળાને સર્વજ્ઞ તરીકે ઓળખે છે અને ઓળખાવે છે, એ ઘટિત છે યા નહિ ?” આ પ્રમાણે નગરલોકોની સમક્ષ પૂછ્યું છે, ત્યારે ભગવાને શું ફરમાવ્યું છે ? જો યાદ ન હોય તો એ પ્રસંગ ખાસ યાદ રાખવા જેવો છે. તે પ્રસંગ એવી રીતે બન્યો છે કે ૭૩ ગોશાળાનો વૃત્તાંત 00 વિહાર કરતા કરતા ભગવાન શ્રી મહાવીરદેવ કોઈ એક વખતે ‘શ્રાવસ્તી’ નગરીમાં પધાર્યા અને તે નગરીમાં આવેલા ‘કોષ્ટક’ નામના ઉદ્યાનમાં સમોસર્યા. ભગવાન તે નગરીમાં પધાર્યા તે પૂર્વે જ ગોશાલો તે નગરીમાં આવીને ‘હાલાહલા’ નામની કુંભારણની દુકાનમાં ઊતર્યો હતો. તેણે પોતાના વિરોધીને તેજોલેશ્યાના બળે હણી નાખ્યો હતો. તે અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનથી લોકોના મનોગત ભાવોને જાણતો હતો, અને એ જ કારણે તે ‘અજિન’ હોવા છતાં પણ પોતાની જાતને ‘જિન’ તરીકે લોકોમાં પ્રકાશિત કરતો હતો. તેની ‘અર્હન્’ તરીકેની ખ્યાતિ સાંભળીને ભોળા લોકો પણ તેની નિરંતર ઉપાસના કરતા. ભગવાનની આજ્ઞાથી શ્રી ગૌતમ મહારાજા સમયે ભિક્ષા માટે નગરીમાં પધાર્યા, ત્યાં લોકોના મુખથી સાંભળ્યું કે ‘અહીંયાં સર્વજ્ઞ અર્હન્ ગોશાળો છે' આ પ્રમાણે સાંભળીને ભગવાન શ્રી ગૌતમસ્વામીજી વિષાદ પામ્યા. 1162 ‘અસર્વજ્ઞ' અને ‘અર્હન્' નહિ એવા ગોશાળાની ‘સર્વજ્ઞ' અને ‘અર્હન્’ તરીકેની ખ્યાતિથી ભગવાન શ્રી ગૌતમસ્વામીજી જેવા ચાર જ્ઞાનના ધણી અને દ્વાદશાંગીના સ્વયં પ્રણેતા પણ વિષાદ પામ્યા. એ સૂચવે છે કે ‘સમ્યગ્દષ્ટિ આત્મા કોઈની પણ ધર્મનાશક ખોટી ખ્યાતિથી અવશ્ય વિષાદ પામે.’ આથી જેઓ આજે ખોટી મધ્યસ્થતા સેવવાનો દાવો કરી રહ્યા છે, અગર ‘આપણે તો કોઈના પણ ગુણ જ જોવા' એમ કહી કહીને પોતાની સાથે અન્યોને પણ ઉન્માર્ગે દોરી રહ્યા છે, તેઓ ખરે જ સમ્યક્ત્વરત્નથી વંચિત જ રહ્યા છે, પામ્યા હોય તો હારી ગયા છે અથવા તો તેને દૂષિત અગર કલંકિત કરી રહ્યા છે, એમ કોઈપણ સમજુને કહ્યા સિવાય ચાલે તેમ નથી; કારણ કે શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા ગુણના Page #93 -------------------------------------------------------------------------- ________________ 118 – ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 - ૭૭ નામે ગુણાભાસની ખ્યાતિ કદી જ સહન કરી શકતો નથી. એ જ કારણે વિષાદ પામેલા ભગવાન શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા વિષાદમગ્ન અવસ્થામાં જ ભિક્ષા લઈને પ્રભુ પાસે આવ્યા અને પારણું કર્યા બાદ સમય પામીને નગરના લોકોની હાજરીમાં જ, શુદ્ધ બુદ્ધિના ધણી શ્રી ગૌતમ મહારાજાએ ભગવાન શ્રી મહાવીર પરમાત્માને પ્રશ્ન કર્યો કે – “વામિત્રજનેતા, દિરહા ના सर्वज्ञ इति गोशालं, किमेतद् घटते न वा ? ।।१।। “સ્વામિનું આ નગરીમાં બધા લોકો ગોશાળો સર્વજ્ઞ છે,-એમ કહે તે સાચું છે કે નહિ ?” આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ભાવિ અનર્થને જાણવા છતાં પણ ભવ્ય જીવોના હિતની ખાતર સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું છે કે “अथाख्यद् भगवानेष सुनुमखस्य मंखलेः । अजिनोऽपि जिनंमन्यो, गोशाल: कपटालयः ।।१।। मयैव दीक्षितश्चार्य, शिक्षां च ग्राहितो मया । મધ્યત્વ નિપજ્ઞ છે, સર્વ ને જોતજ !! ” “જિન” નહિ હોવા છતાં પણ પોતાને “જિન' માનનારો આ ગોશાલો પંખલિ' ગામના “સંખનો પુત્ર છે અને કપટના ઘર સમાન છે, અર્થાત્ અતિશય કપટી એટલે કે મૂર્તિમાન કપટ છે.” “મારાથી જ એ દીક્ષિત થયેલો છે અને મેં જ એને શિક્ષા ગ્રહણ કરાવી છે. છતાં પણ તે મારા પ્રત્યે મિથ્યાત્વને પામેલો છે, માટે હે ગૌતમ! એ ગોશાલો સર્વજ્ઞ નથી.” આ પ્રમાણેના - ભગવાનના કથનને સાંભળીને નગરના લોકો પણ નગરીમાં આમ તેમ સ્થળે પરસ્પર એમ જ બોલવા લાગ્યા કે “હો ! હો ! શ્રી વીરસ્વામી નામના શ્રી અરિહંત પધાર્યા છે અને તે કહે છે કે આ મંખલિપુત્ર ગોશાલો ખોટી રીતે પોતાને સર્વજ્ઞ માનનારો છે એટલે કે પોતે સર્વજ્ઞ નહિ હોવા છતાં પણ પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે છે.” આ જાતની લોકવાયકા સાંભળીને પોતાના ભક્તોથી વીંટાયેલો ગોશાલો કાલસર્પની માફક કોપથી ભરાઈ ગયો. એ જ અરસામાં ‘આનંદ’ નામના Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - 116 ભગવાનના શિષ્ય ભિક્ષા માટે નગરીમાં આવ્યા. પોતાના સ્થાન પાસેથી જતા તે મુનિવરને બોલાવીને ગોશાલાએ તે મુનિવરને તિરસ્કારપૂર્વક કહ્યું કે – “હે આનંદ ! લોકથી સત્કારને ઇચ્છતો તારો આચાર્ય વીર, સભા સમક્ષ મારો ઘણો જ તિરસ્કાર કરે છે, તે મને મંખપુત્ર તરીકે ઓળખાવે છે, અરિહંત તરીકે નહિ ઓળખાવતાં તેથી વિપરીત પણે ઓળખાવે છે અને અસર્વજ્ઞ તરીકે ઓળખાવે છે, પણ વિપક્ષને બાળી મૂકવામાં સમર્થ એવી મારી તેજલેશ્યાને તે જાણતો નથી, પણ તેને હું તેના પરિવારની સાથે ભસ્મીભૂત કરી નાખીશ અને એક તને જ જીવતો છોડીશ.” આ પ્રકારનું ગોશાળાનું કથન સાંભળીને તે “આનંદ મુનિવર ભિક્ષા પણ પૂરી લીધા વિના એકદમ પ્રભુ પાસે પહોંચ્યા અને ગોશાળાએ કહેલું સઘળું કહીને શંકિત થયેલા તે મુનિવરે પ્રભુને પ્રશ્ન કર્યો કે - ભગવન્! ગોશાળે કહ્યું કે હું તારા આચાર્યને તેના પરિવારની સાથે ભસ્મીભૂત કરી નાખીશ” એ તેનું કથન ઉન્મત્તના કથન જેવું માનવું કે, તેનામાં તેવું કરવાની શક્તિ છે, એમ માનવું ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ફરમાવ્યું કે – “શ્રી અરિહંત ભગવાનો સિવાયના ઉપર તે તેમ કરવાને શક્તિમાન છે અને અનાર્ય બુદ્ધિનો ધણી તે શ્રી અરિહંત ભગવાનને પણ સંતાપ માત્ર તો કરે, એ જ કારણે તું જા અને ગૌતમ આદિ મુનિઓને એ ખબર આપ કે જેથી તેઓ અહીં આવેલા એને ધર્મશીલ પ્રેરણાથી પણ પીડા ન કરે.” આ વાત “શ્રી ગૌતમસ્વામીજી આદિને “શ્રી આનંદ મુનિવરે કહી, તેટલામાં તે ગોશાલો ત્યાં આવ્યો અને પ્રભુની સન્મુખ ઊભો રહીને બકવા લાગ્યો કે - હે કાશ્યપ ! તું એમ બોલે છે કે “ગોશાલો મખલિનો પુત્ર છે અને મારો શિષ્ય છે.” તો એ તારું કથન ખોટું છે, કારણ કે તારો શિષ્ય જે ગોશાલો હતો તે તો ધર્મધ્યાનમાં મરીને દેવલોકમાં ઉત્પન્ન થયો અને હું તો “ઉદાય” નામનો ઋષિ છું, પણ મેં મારા શરીરનો પરિત્યાગ કરીને ઉપસર્ગો અને પરીષહોને સહવામાં સમર્થ એવા એના શરીરમાં પ્રવેશ કર્યો છે, માટે મને ઓળખ્યા વિના તું શા માટે મને મખલિનો પુત્ર અને પોતાનો શિષ્ય કહે છે ? ખરેખર, તું મારો ગુરુ નથી.” Page #95 -------------------------------------------------------------------------- ________________ 1155 - ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 – ૭૯ ગોશાલાના આ કથનની સામે - ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ દૃષ્ટાંતપૂર્વક ફરમાવ્યું કે – “આરક્ષકો દ્વારા આક્રમણ કરાતો કોઈ અલ્પબુદ્ધિ ચોર પોતાને છુપાઈ જવા માટે ખાડો, કિલ્લો કે વનને પણ નહિ પામી શકવાથી, જેમ તે પોતાને છુપાવવા માટે ઊનનું રૂંવાડું, શણનું રૂંવાડું, તલનો અંશ કે તરણું આગળ ધરે અને પોતાની જાતને છુપાયેલી માને, તેમ તું પણ કરે છે એટલે કે તું ગોશાળો પોતે જ હોવા છતાં પણ પોતાને અન્ય તરીકે ઓળખાવે છે, તો તું આવું અસત્ય શા માટે બોલે છે ? તું તે જ ગોશાળો છે પણ બીજો કોઈ જ નથી.” આ પ્રકારની સ્વામીની વાણીથી કોપાયમાન થયેલા ગોશાલાએ પ્રભુને કહ્યું કે - “હે કાશ્યપ ! તું હવે ભ્રષ્ટ થયો છે, તે નાશ પામ્યો છે, તું હવે કોઈ પણ રીતે જીવી શકીશ નહિ.” ગોશાલાના આવા કથનને ગુરુ ઉપરના અનુરાગના યોગે સહન કરવામાં અસમર્થ એવા “શ્રી સર્વાનુભૂતિ’ નામના એક મુનિ કે જે ભગવાનના શિષ્ય હતા, તેમણે ગોશાલાને કહ્યું કે – “હે ગોશાળા ! તું તે જ ગોશાળો છે અને આ જ ગુરુના યોગે તું દીક્ષિત થયો છે તથા આ જ ગુરુ દ્વારા શિક્ષાને પામ્યો છે, તે છતાં પણ આ બધી વાતોનો તું શા હેતુથી અપલાપ કરે છે ?” આવા સત્ય કથનથી - ગોશાળો શાંત થવાના બદલે વધુ કોપાયમાન થયો અને એ કોપના યોગે તેણે શ્રી સર્વાનુભૂતિ મુનિ ઉપર દૃષ્ટિવિષ સર્પ જેમ દૃષ્ટિની વાલા મૂકે; તેમ પોતાની કોઈથી ન હણી શકાય તેવી તેજલેશ્યા મૂકી. એ તેજોવેશ્યાના યોગે બળતાં શ્રી સર્વાનુભૂતિ મુનિ શુભ ધ્યાનમાં તત્પર થઈને મરણ પામ્યા અને સહસાર' નામના આઠમા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. પોતાની વેશ્યાશક્તિથી ગર્વિત થયેલો ગોશાળો પણ ભગવાનને ફરીફરીને નિર્ભર્જના કરવા લાગ્યો. આથી સ્વામીના બીજા એક શિષ્ય “શ્રી સુનક્ષત્ર” મુનિએ પણ સ્વામીના નિંદક એવા તે ગોશાળાને “શ્રી સર્વાનુભૂતિ' મુનિની માફક ગુરુભક્તિના યોગે ઘણી ઘણી શિક્ષા આપી, પણ શ્રી સુનક્ષત્ર મુનિની શિક્ષાના યોગે પણ તે શાંત ન થયો, ઊલટો અધિક જ ગુસ્સે થયો. કારણ કે Page #96 -------------------------------------------------------------------------- ________________ --- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - ites દુર્જનોનો સ્વભાવ જ એવો હોય છે કે હિતશિક્ષા પણ તેઓને ગુસ્સો જ કરાવે ! એ ગુસ્સાના યોગે “શ્રી સુનક્ષત્ર' મુનિવર ઉપર પણ તેજોવેશ્યા મૂકી અને એ તેજોલેશ્યાથી તેમનું શરીર સળગવા લાગ્યું. તેવી અવસ્થામાં પણ તે શ્રી સુનક્ષત્ર મુનિવરે પ્રભુને પ્રદક્ષિણા કરી, ફરીથી વ્રતોનો સ્વીકાર કર્યો, દોષોની આલોચના કરી, અતિચારોનું પ્રતિક્રમણ કર્યું અને સઘળાય મુનિવરો સાથે ક્ષમાપના કરી. આ રીતે સઘળીય આરાધના કરીને તે મુનિવર કાળધર્મ પામ્યા અને અશ્રુતકલ્પમાં એટલે બારમા દેવલોકમાં દેવ થયા. પોતાની તેજોલેશ્યાના પ્રતાપે આ રીતે બન્ને મુનિઓના નાશને જોઈને, પોતાની જાતને વિજેતા માનતો ગોશાલો તો વધુ ઉન્મત્ત બન્યો અને એ ઉન્મત્તતાના યોગે તે ભગવાન ઉપર અતિશય કઠોર શબ્દોથી આક્રોશ કરવા લાગ્યો. એ રીતે અતિશય આક્રોશ કરતા ગોશાળાને કરુણાના સ્વામી ભગવાને ફરમાવ્યું કે - હે ગોશાળા ! મેં જ તને દીક્ષિત કર્યો છે ! મેં જ તને શિક્ષા આપી છે ! મેં જ તને શ્રુતભાકુ કર્યો છે ! તે છતાં પણ તું મારો જ અવર્ણવાદી બન્યો છે, આ તારો બુદ્ધિનો વિપર્યય કેવો ? અર્થાત્ તું આવા બુદ્ધિના વિપર્યયને ભજીને તારા આત્માનું અહિત ન કર.” સ્વામીના આ હિતકારી કથનથી પણ ગોશાલો તો ઘણો જ કુપિત થઈ ગયો અને એ કોપના આવેશમાં જ કંઈક પાસે આવીને, તેણે પોતાના પરમોપકારી એવા પણ પ્રભુ પ્રત્યે તેજલેશ્યા મૂકી. દ્રોહી આત્માઓ માટે આ વિશ્વમાં કાંઈ જ અકર્તવ્ય હોઈ શકતું નથી, પણ સાથે એ પણ નિશ્ચિત છે કે “મહાપુરુષો પ્રતિ આચરવામાં આવતી દુષ્ટ આચરણાઓ મહાપુરુષો ઉપર અકિંચિત્કર (નિષ્ફળ) નીવડે છે અને આચરનારાઓ ઉપર જ સફળ થાય છે. એ જ નિશ્ચિત ન્યાયની જાણે તેજોલેશ્યા પણ સાર્થકતા કરતી હોય, તેમ તે ભગવાન પાસે આવીને જાણે કોઈ ભક્તિમાન ભક્ત ભગવાનને પ્રદક્ષિણા દે તેમ તે તેજોલેશ્યાએ પણ પ્રભુને પ્રદક્ષિણા દીધી અને તે પછી – “આ પાપીએ મને આવા અકાર્યમાં યોજી' - એવો જાણે ક્રોધ આવ્યો હોય તેમ તેણે પાછી ફરીને ગોશાલાના શરીરમાં પ્રવેશ કર્યો. આથી અંદર બળતા પણ ઉદ્ધત બનેલા ગોશાળાએ ધીઠ્ઠાઈનો આશ્રય કરીને ભગવાનને કહ્યું કે – Page #97 -------------------------------------------------------------------------- ________________ 1167 ––– ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 – – ૮૧ “કાશ્યપ ! છબસ્થ એવો તું મારી આ તેજલેશ્યાથી બળીને અને પિત્તવરથી પરાભવ પામીને છ માસના અંતે અતિદુઃખ ભોગવીને મરી જશે.” આ કથનની સામે પણ પરમકૃપાળુ પરમાત્મા શ્રી મહાવીરદેવે ગોશાળાને ઉદ્દેશીને ઘણા જ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું કે - “હે ગોશાળા ! આ તારી વાણી ખોટી છે, કારણ કે કેવલજ્ઞાની હું બીજાં પણ સોળ વર્ષો પર્યત વિહરીશ, પણ તું તો તારી પોતાની તેજલેશ્યાથી જ પિત્તજ્વરથી પીડિત થઈને સાત દિવસના અંતે મરી જશે, એમાં કોઈ પણ જાતનો સંશય નથી.” આ પછી તેજલેશ્યાના યોગે શરીરથી પીડાતો ગોશાળો વિલાપ કરતો કરતો પવનથી જેમ શાલકુમ તૂટી પડે, તેમ ભૂમિ ઉપર તૂટી પડ્યો. એ જ સમયે ગુરુની અવજ્ઞાથી કુપિત થયેલા ભગવાન શ્રી ગૌતમસ્વામીજી આદિ મુનિવરોએ તેના મર્મને વીંધી નાખે એવી વાણી દ્વારા ઉચ્ચ સ્વરે ગોશાળાને કહ્યું કે – "धर्माचार्यप्रातिकूल्यभाजां भो भवतीदृशम् । तेजोलेश्या क्व तव सा, धर्माचार्य नियोजिता ।।१।। सुचिरं विब्रुवाणोऽपि, निघ्ननपि महामुनी । कृपयोपेक्षितो भर्ना, स्वयमेव विपत्स्यते ।।२।। व्यपत्स्यथाः पुरापि त्वं, वैश्यकायनलेश्यया । स्वलेश्यया शीतया त्वां, नारक्षिष्यद्यदि प्रभुः ।।३॥" “હે ગોશાળા ! ધર્માચાર્ય પ્રત્યે પ્રતિકૂલપણે વર્તનારાઓની આવી જ દશા થાય છે ! ધર્માચાર્ય ઉપર યોજેલી તારી તે તેજલેશ્યા કયાં ગઈ? ઘણા ઘણા સમય સુધી વિરુદ્ધ બોલતો હોવા છતાં અને મહામુનિઓનો ઘાત કરવા છતાં પણ સ્વામી દ્વારા કૃપાથી ઉપેક્ષા કરાયેલો તે પોતાની મેળે જ મરશે ! પ્રથમ પણ જો પ્રભુએ પોતાની શીતલેશ્યા દ્વારા તારી રક્ષા ન કરી હોત, તો તું ‘વૈશ્યકાયન'ની તેજલેશ્યાના યોગે મરી ગયો હોત !” આ બધું સાંભળવા છતાંય ખાડામાં પડેલ શાર્દૂલની માફક તે સાધુઓ ઉપર કંઈ પણ કરી શકવાને અસમર્થ એવો તે ગોશાળો ક્રોધથી યદ્રા તદ્ધા બોલતો, Page #98 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ નિસાસા નાખતો, દાઢીના વાળને ઉખેડતો, ચરણોથી પૃથ્વીને તાડતો અને ‘હું હણાઈ ગયો છું, હું હણાઈ ગયો છું' એમ વારંવાર બોલતો સ્વામીના સમવસરણમાંથી નીકળીને લોકો દ્વારા ચોરની માફક જોવાતો પોતાના સ્થાને ચાલ્યો ગયો. ૮૨ આ પ્રસંગ આપણને ઘણી ઘણી વાતો સમજાવે છે, પણ આ પ્રસંગ કહેવાનો અત્યારે આપણો મુદ્દો એ જ છે કે ધાંધલ કે ધમાલોથી લેશ પણ ભય પામ્યા સિવાય પ્રભુમાર્ગના આરાધકોએ નિઃશંકપણે અને નિર્ભયપણે પરમાત્માએ પ્રરૂપેલા સત્યમાર્ગનું પ્રકાશન કરવું જ જોઈએ, કારણ કે, ‘ખુદ પરમાત્માએ પણ પોતે કૃતકૃત્ય હોવા છતાં પણ સત્યનું પ્રકાશન કરવામાં ધાંધલ કે ધમાલની પરવા નથી કરી, એ જ કારણે. શ્રી વીતરાગ ૫રમાત્માના સ્વરૂપથી અતિશય પરિચિત અને પરમભક્ત આત્માઓ શ્રી વીતરાગ પરમાત્માની સ્તવના કરતાં કહે છે કે “વિશ્વવાળનુભશ્વેત્, તત્ વિક મિથ્યાદાં દ્વિષર્ ?" “હે નાથ ! જો તું વિશ્વને પણ અનુકૂળ છો, તો મિથ્યાદૃષ્ટિ આત્માઓનો દ્વેષ કરનાર કેમ છો ?” 1168 આ પ્રમાણેની સ્તવના કરીને શ્રી વીતરાગ પરમાત્માઓને મિથ્યાદૃષ્ટિ આત્માઓના દ્વેષ કરનાર તરીકે ઓળખાવે છે, અને વાત પણ ખરી છે કે ૫રમશુદ્ધ અને સર્વથા સત્ય સન્માર્ગ દર્શાવનાર શ્રી વીતરાગ ૫રમાત્મા પણ ઘોર મિથ્યાદ્રષ્ટિ આત્માઓને દ્વેષ કરનાર તરીકે ભાસે છે. તે છતાં પણ તે પરમતારક ૫૨મર્ષિઓ ભવ્ય જીવોના હિતની ખાતર ઉન્માર્ગનું ઉન્મૂલન અને સન્માર્ગનું સ્થાપન કર્યે જ જાય છે. આથી એ સ્પષ્ટ છે કે શ્રી વીતરાગ પરમાત્માનો ઇરાદો કોઈ પણ પ્રાણીનું બૂરું કરવાનો હોતો જ નથી, કારણ કે તે પરમપુરુષો તો ‘સવિ જીવ કરું શાસનરસી' આ એક ભાવદયાના યોગે જ તીર્થપતિ બન્યા છે. એવી અનુપમ ભાવદયા તે જ આત્માઓ પામી કે છે કે જે આત્માઓને મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ એટલે મન, વચન તથા કાયાની સ્વચ્છંદતા અને પ્રમાદમાં પડેલી દુનિયાને જોઈને કારમી કંપારી થાય. એ કારમી કંપારીના યોગે તે આત્માઓમાં એક જ ભાવના જન્મે છે કે અનંત દુઃખોમાં હેતુભૂત એવા મિથ્યાત્વાદિક ઉપાયોની ઉપાસનામાંથી આ દુનિયા Page #99 -------------------------------------------------------------------------- ________________ 1169 ૫ : સત્યની આરાધના અને રક્ષા કેટલાક પ્રશ્નો અને તેના ખુલાસા : - છૂટે, એવી પ્રવૃત્તિ કરવાની શક્તિ હું ક્યારે પામું ? એ ભાવનાના યોગે જ તે સર્વશ્રેષ્ઠ આત્માઓ અનંત જ્ઞાનીની આજ્ઞાઓનું એકધારું આરાધન કરીને ઉપકાર કરવા યોગ્ય સઘળી જ સુંદર સામગ્રીઓના સ્વામી બને છે અને એથી જ એ તારકોના હાથે મિથ્યાત્વાદિકના પાશમાં પડેલી ભવ્ય દુનિયા મુક્ત થઈ શકે, એવું સુંદરમાં સુંદર શાસન સ્થપાય છે : એ જ કા૨ણે આપણે એ પરમપુરુષોને અખિલ વિશ્વના પરમ ઉપકારી માનીને વિશ્વની સઘળીય શ્રેષ્ઠ ઉપમાઓથી સ્તવીએ છીએ. એથી જ આપણે કહી શકીએ છીએ કે ભગવાન શ્રી તીર્થંકરદેવો તો એક જ કામ કરે છે કે યોગ્ય જીવોને સમ્યક્ત્વ આપી, વિરતિ આપી, એમનામાં રહેલા કષાયોનો અભાવ કરી, અપ્રમત્તાવસ્થા આપી. મુક્તિમાં મોકલાવે. એવી લાયકાત જેઓમાં ન આવી હોય, તેવાઓને થોડા ભવોમાં મુક્તિમાં જવાની લાયકાતવાળા બનાવે. એમ કરતાં કોઈ ઉન્માદી પણ બને, બીજાને બચતા જોઈને તોફાન પણ કરે, મિથ્યાત્વાદિમાં વધુ રત પણ બને અને દુર્ગતિમાં પણ જાય, એમાં ભગવાન પણ શું કરે ? કારણ કે અસત્યનું ઉન્મૂલન અને સત્યનું પ્રકાશન સર્વને રુચિકર નીવડતું જ નથી. ઘોર મિથ્યાત્વથી ઘેરાયેલી દુનિયાને તો અસત્યનું ઉન્મૂલન અને સત્યનું પ્રકાશન શૂળની માફક સાલે છે, પછી એ વસ્તુને કરનાર ગમે તેવો આત્મા કેમ ન હોય ? એ જ કારણે મિથ્યાત્વને શાસ્ત્ર મહાશત્રુ તરીકે ઓળખાવેલ છે. અને એ મહાશત્રુને જ જેઓ આધીન બન્યા હોય, તેઓને અસત્યનું ઉન્મૂલન અને સત્યનું પ્રકાશન કેમ જ રુચે ? ખરેખર, સત્યનું પ્રકાશન પુણ્યવાનને જ પ્રિય લાગે છે, પણ ઘોર પાપીને તો તે અપ્રિય જ લાગે છે. સાક્ષાત્ તીર્થંકર ૫૨માત્મા પોતે કહે તો પણ ઘોર પાપાત્માઓને તો તે અપ્રિય જ લાગે છે. 75 ૮૩ સભા : શું પાપીઓને દલીલથી ન સમજાવાય ? દુરાગ્રહી આત્માઓ માટે દલીલ પણ નકામી છે, જ્યાં ખોટી વસ્તુ ઉપર ગાઢ રાગ હોય ત્યાં દુરાગ્રહ થાય છે. એ વાતને ચાલુ વિષયમાં જ દૃષ્ટાંત તરીકે આપણે જોઈએ. શાસ્ત્ર કહે છે કે ‘ગૃહસ્થાવાસ એ સકળ દુઃખનું સ્થાન છે.’ અને એ આપણે આ શ્રી આચારાંગમાં વાંચ્યું, તોય કેટલાક સંસારની તીવ્ર લાલસાથી ઉન્મત્ત બનેલાઓ કહે છે કે ‘એ ગપ્પાં છે. મહારાજ જરા સારું સારું બોલી Page #100 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 11To ભરમાવે છે, આપણી માન્યતા ફેરવવા કહે છે, નહિ તો ગૃહસ્થાવાસ તે વળી સકળ દુઃખનું સ્થાન હોય ?” વિચારો કે આ રીતે જ્ઞાનીઓના કથનનો પણ અપલાપ કરવાનો પ્રયત્ન કરનારાઓને શી રીતે સમજાવાય ? સમજાવવા જનારાઓને પણ એ તો એવું કહે તેવા છે કે ગમે તેમ હોય તો પણ ગૃહસ્થાવાસને સકળ દુઃખનું સ્થાન કહેવાય જ કેમ ?' પણ એમ પૂછનાર અજ્ઞાનીઓને કહેવું પડે કે “જે વસ્તુ જેવી હોય તે વસ્તુને તેવી કહેવી એમાં પ્રશ્ન જ શો ?' પૂર્વધર પણ પ્રમાદ કરે તો પડે, એમ પણ શાસ્ત્ર કહ્યું છે. ત્યાં પણ પૂછે કે પૂર્વધર કેમ પડે ?” તો હું કહું કે “નિસરણીને છેલ્લે પગથિયે પહોંચેલો પણ ઠોકર વાગે તો પડે.' છતાંય પૂછડ્યા જ કરે કે “પડે જ કેમ ? તો કહેવું જ જોઈએ કે “અરે ભાઈ ! ઠોકર વાગે, પગ લપસે, વગેરે વગેરે થાય તો પડે, પણ છતાંયે પૂછ્યા જ કરે કે કેમ જ પડે ?” “કેમ જ પડે ?' એવું પૂછનાર દુરાગ્રહીને વધારે શું કહેવાય ? કહીએ કે આટલા પડ્યા એ ભાળ, છતાંય પૂછે કે “પડ્યા કેમ ?' આવા આવા દુરાગ્રહીઓ પાસે દલીલો કે દાખલા નકામા જ છે. માટે એવા દુરાગ્રહીઓ સામે દલીલોમાં નહિ ઊતરતાં, જ્ઞાનીઓના “ગૃહસ્થાવાસ એ સકળ દુઃખનું સ્થાન છે” આ કથનને તેના સ્વરૂપમાં માનવામાં આનાકાની નહિ કરવી, પણ હૃદયના બહુમાનપૂર્વક જ્ઞાનીઓના કથનને સ્વીકારી લઈ હેય વસ્તુનો ત્યાગ અને ઉપાદેય વસ્તુનો સ્વીકાર સહેલાઈથી કરવો જોઈએ. સભા સાહેબ ! એ જ વાંધો છે કે એમ કહેવાથી છોડવું પડે છે. અગર, તો છોડવામાં જ સાચો પુરુષાર્થ છે, એમ કબૂલ કરવું પડે છે ! છોડવું પડે અથવા તો છોડવામાં જ સાચો પુરુષાર્થ છે એમ કબૂલ કરવું પડે, તેટલા જ માટે ખોટાને ખોટું કહેવામાં વાંધો માનવાથી અગર તો ખોટાને સારું માનવાથી જ, એ પરિણામ આવ્યું છે કે તેવા ધર્મનો ઉપદેશ કરનારાઓને પણ ઉન્માર્ગે ઘસડી જવા તૈયાર થયા છે, કેમ કે તેવાઓની પરીક્ષાશક્તિ પણ મારી ગઈ !! જ્યારે ખરાબને સારું માન્યું, ત્યારે જ એમ થયું કે સારાઓ પણ એને સારું મનાવે તો ઠીક, એટલે હવે તો સાધુઓને પણ તેવાઓ કહે છે કે તમારે સાધુપણામાં જીવવું હોય તો ગૃહસ્થાવાસની નિંદા ન કરતા, કેમ કે અમારા આધારે તમે છો.” આવી માન્યતાનો પ્રચાર તેઓ એટલા જ માટે કરી રહ્યા છે કે જનતા સાધુતાની પૂજારી માટે અને સંસારની જ પૂજામાં સ્થિર રહે, પણ એવાઓની માન્યતા સ્થિર ન થઈ શકે એ કારણે તો ઉપકારીઓએ પણ એ Page #101 -------------------------------------------------------------------------- ________________ 1171 – ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 ---- ૮૫ માન્યતાનું પૂરેપૂરું ખંડન કર્યું છે. એ માટે અહીં તો ગૃહવાસને દુઃખના સ્થાન તરીકે જ ઓળખાવેલ છે, પણ એ જ ટીકાકાર મહર્ષિ એ જ ગૃહવાસને નરકનો પ્રતિનિધિ કહે છે. નરકમાં લઈ જવા માટે આવેલો દૂત, તે નરકનો પ્રતિનિધિ ! આથી સ્પષ્ટ જ છે કે જે સંસારને તજે અને જે સંસારને ખોટો માને તથા નીકળવાના પ્રયત્ન કરે તે જ તરે. આ વસ્તુ સમજીને તરનાર તરવા પ્રયત્ન કરે, એથી અજ્ઞાનને દુઃખ થાય ત્યાં ઉપાય શો ? દુનિયાને પ્રકાશિત કરનાર સૂર્ય ઉદય પામે, છતાં ઘુવડ ન દેખે એમાં સૂર્ય શું કરે ? ઘુવડની આંખમાં એ અપલક્ષણ છે કે સૂર્યના પ્રકાશથી જ અંધ થાય. એ જ રીતે સમ્યક્તરૂપી સૂર્યના પ્રકાશથી મિથ્યાષ્ટિને એ પ્રકાશ ન દેખાય એમાં નવાઈ નથી. ઘુવડની આંખમાં સૂર્યનો પ્રકાશ જાય એટલે એની આંખ બંધ થાય અને સૂર્ય જાય તે પછી જ તેની આંખ પહોળી થાય. મિથ્યાત્વ જો વ્યાપ્ત હોય તો એનો ગુણ એ છે કે જેમ જેમ સત્યનો પ્રકાશ થાય, તેમ તેમ તેનો પારો વધે, પણ જે આત્મામાં મિથ્યાત્વ ગાઢ ન હોય અને મિથ્યાત્વ કાઢવાની એની ભાવના હોય, તો મિથ્યાત્વ નીકળે, માટે પહેલો ગુણ ધર્મની જિજ્ઞાસાનો કહ્યો છે. સભા: આ તો બધા ત્યાગીના અનુભવ છે, પણ સંસારનો કોઈ અનુભવી તો સંસારને દુઃખનું સ્થાન કહે છે ? હા ! સંસારનો અનુભવી તો સંસારને દુઃખસ્થાન કહે છે જ, પણ સંસારમાં લીન થયેલો આત્મા જ તેમ નથી કહેતો. વસ્તુનો અનુભવ પણ તટસ્થપણે વિચારે તે જ કહી શકે. આ વસ્તુ સમજવા માટે દૃષ્ટાંત તરીકે વિચારો કે ઘેલી માતાને પોતાનો એકનો એક જ છોકરો ગાંડોઘેલો હોય તો પણ તે તેને સારો જ લાગે છે, પણ એની એ જ માતાને જ્યારે બીજો છોકરો થાય છે ત્યારે તે બેમાં કોણ સારો અને કોણ ખોટો એવી પરીક્ષા કરે છે, પણ તે પહેલાં એટલે એક જ હોય ત્યાં સુધી તો તેનો બધો જ પ્રેમનો ધોધ વહે એકના જ ઉપર, પછી ભલેને તે ઠંઠણપાળ હોય. પણ એકના બે થાય ત્યારે વિચારે કે અધિક પ્રેમ કયાં ઢોળવો. બાપ પણ કહી દે કે કમાઉ દીકરો વહાલો, બીજો તો ઠીક, નિભાવવાનો. એક જ હોય ત્યાં સુધી તો “સારા રાજ્યમાં સાવરણી' એ કહેવત મુજબ બધો પ્રેમ ત્યાં જ વહાવે. આ રીતે વસ્તુને વિચારીને કહો કે સંસારનો અનુભવ કોણ કહી શકે ? વસ્તુનું સારા-નરસાપણું પાસે રહેવાથી ન માલુમ પડે પણ આઘેથી જણાય. હીરાની પરીક્ષા કરતાં ઝવેરી એના ચકચકાટમાં મૂંઝાય નહિ, પણ એ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૬ – આચાસંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – – 1172 કીમતી છે કે નહિ એ જુએ; એકલું એ જ ન જુએ પણ બજારમાં કયો માલ ખપે છે એ પણ જુએ. ખપે નહિ તેવો ઊંચો માલ પણ લે લે ન કરે પણ માલ ઊંચો હોય, સારો હોય, બજારમાં ચાલુ હોય, ખપે તેવો હોય અને એમાંથી કરાતી કમાણી થાય તેવું હોય તો જ લે. હીરા વગેરે પહેરવા જોઈએ, એ વિચારથી કરાતી ખરીદ તથા વેચવા જોઈએ, એ વિચારથી કરાતી ખરીદ વચ્ચે પણ ભેદ. કોટ્યાધિપતિ પોતાની આંગળીએ પહેરવા લે તે તો કહી દે કે કિંમતની ફિકર નહિ પણ માલ સારો, ઊંચો અને મારી ખાનદાનીને છાજે તેવો જોઈએ. રાજામહારાજા ખરીદ કરે ત્યાં તો કિંમતના હિસાબ પણ ન હોય, પણ ઝવેરી તો પોતાના ખરીદ કરનાર મુનીમને કહે કે “બજારનું ધોરણ જોઈને માલ લાવજે. માલ ખપે તેવો લાવવાનો એ ખાસ ખ્યાલ રાખજે.' આ દૃષ્ટિએ વિચારો કે સંસારનો અનુભવ કોણ કહી શકે ? શું સંસારની અંદર શ્લેષ્મમાં જેમ માખી ફસે તેમ જેઓ ફસ્યા હોય તે ? તેઓ સંસારનો અનુભવ કહી શકે ? શું વિષયમાં લીન હોય તે સંસારની પરીક્ષા કરે ? કહેવું જ પડશે કે નહિ જ, માટે સંસારનો સાચો અનુભવી તો સાધુ જ હોઈ શકે છે. દુનિયામાં પણ કહેવાય છે કે “જે ફસેલાને કાઢે તે જ સાચો અનુભવી.” એ દૃષ્ટિએ સંસારમાં ફસાયા વિના, લેપાયા વિના, અને મૂંઝાયા વિના ફસાયેલાને પણ બહાર લાવે, એવા અનુભવી કોઈ હોય તો તે સાચા સાધુ જ હોઈ શકે. બાકી જો વિષયાંધોને જ અનુભવી કહેવામાં આવે, તો તો જુલમ જ થઈ જાય. એથી અનુભવી તો તે જ કે જે ફસે નહિ, પણ ખાડો ઊંડો જોવા માટે ખાડામાં પડે એ અનુભવી નહિ. નદીના આરામાં ગાબડાં હોય એમાં પગ મૂકે તો પડે, પણ પગ મુકાયો અને આડો પડે તો બચે. આથી જે જાણીને ખાડાનું તળિયું જોવા પડે એ કંઈ અનુભવી ન જ કહેવાય. સમુદ્રમાંથી મોતી કાઢનારા સમુદ્રમાં પણ પડે, પણ તે કેવી રીતે ? વિધિ મુજબ જ, પણ મરજી મુજબ નહિ જ. વળી એવાં યંત્રો પણ હોય છે કે એમાં બેસીને જાય તો પાણી એને અડે પણ નહિ, એથી જ એવી વસ્તુઓના એવા અનુભવી કહેવાય. તે જ રીતે વિષયમાં લીન થયેલા હોય, એ સંસારના અનુભવી ન કહેવાય; પણ જેઓ અલિપ્ત રહી બીજાઓને અલિપ્ત બનાવે, એ જ સંસારના અનુભવી કહેવાય. વળી એ વિચારો કે જે અનુભવી હોય તે રુલે ? નહિ જ, માટે જ અનુભવી તે જ કે જે ત્યાંથી પાછો આવે. એ જ કારણે શ્રી સ્થૂલિભદ્રજી બાર Page #103 -------------------------------------------------------------------------- ________________ 1173 - ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 - ૮૭ વર્ષ વેશ્યાને ત્યાં રહ્યા, ત્યાં સુધી એ અનુભવી ન કહેવાયા પણ ત્યાંથી પાછા આવીને જૈનશાસન પામ્યા અને તે પછી તેને પણ બુઝવી આવ્યા, ત્યારે જ સાચા અનુભવી કહેવાયા, કારણ કે પહેલાં એ પોતે જ વેશ્યાને આધીન હતા. પછી શાસનની પ્રાપ્તિથી તે એવા અનુભવી થયા કે વેશ્યાને પોતાને આધીન કરીને આવ્યા. વેપારમાં પણ અનુભવી કોણ ? રૂખ પરખે તે કે ઉતાવળ કરીને ઝંપલાવે તે ? સોદાની ગમે તેવી ધાંધલ ચાલતી હોય, ત્યારે ઉછાંછળા થઈને કૂદી પડે તે માર ખાય, પણ ડાહ્યો વેપારી તો ચેતી જાય કે આમાં ભેદ છે, એ કદી ઝુંપાપાત ન કરે. એથી એ ફસી ન પડે. યુદ્ધમાં પણ અનુભવી હોય તે લાખો સૈનિકોની વચ્ચે પડે. લાખો વચ્ચે એ મૂંઝાય નહિ. અને એવી રીતે શસ્ત્ર ફેરવે કે એ ઓળખાય પણ નહિ. લાખો શત્રમાં પડી, સામાને મુંઝવે, સામાના હાથે સામાનાં માણસો કપાવે, એ રીતે એ ઘૂમે અને તક જોઈને આબાદ ચાલ્યો આવે. જ્યારે બિનઅનુભવી તો ત્યાં મૂંઝાય અને માર્યો પણ જાય. આથી સમજાશે કે દુનિયામાં પણ ફસી જનારા વગેરે અનુભવી નથી કહેવાતા, પણ ફસામણમાંથી પોતે પણ બચી જાય અને બીજાને પણ બચાવે, તે જ અનુભવી કહેવાય છે. એ જ રીતે અહીં પણ સંસારમાં ફસેલા સંસારના અનુભવી નથી કહેવાતા, પણ સંસારથી અલગ થનારા અને કરનારા જ તેના સાચા અનુભવી કહેવાય છે. સભા : શું સાહેબ ! સંસારને છોડનારા કાયર નહિ ? લાખોના ટોળામાંથી આબાદ રીતે નીકળી જનાર કાયર કે બહાદુર ? જેને છ ખંડના માલિકો પણ ન છોડી શકે, તે છોડવામાં જ સાચી બહાદુરી છે. એ વાત ખૂબ વિચારો : વિવેકી બનેલા છ ખંડના માલિકોએ પણ સંસારને તો આખરે લાત જ મારી છે. વિવેકી દુનિયામાં પણ લક્ષ્મી ભેગી કર્યા કરનાર કૃપણ તથા લોભી કહેવાય છે અને સદુપયોગ કરે તે જ દાતાર કહેવાય છે, એ જ રીતે વિષયથી આઘા રહે અને એનું સ્વરૂપ જાણીને ફસેલાને કે ફસતાને બચાવે, એ જ અનુભવી કહેવાય પણ એમાં ડૂબેલા, ફસેલા, લીન થયેલાને જો સંસારના અનુભવી કહેશો, તો તો દુનિયાનું નખ્ખોદ જ નીકળશે. સભા : અમે તો એમ માનીએ છીએ કે એક વરસ કરતાં દસ વરસનો વેપારી અનુભવી. નહિ, એમ નથી, કારણ કે વ્યવહારમાં પણ એમ જ કહેવાય છે કે જે Page #104 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ વેપારના ચક્રાવામાં ફસે નહિ, એવો ધીર બને તે જ અનુભવી. વેપારમાં ફસાય નહિ પણ એમાંથી લાભ લે તે અનુભવી. બાકી તો સો વરસ વેપાર કરે છતાં ગમ ન પડે એ તો બેવકૂફ જ કહેવાય. સામાન્યને સરવાળાની ભૂલ કાઢવી હોય તો ફે૨ આખો સરવાળો ગણે, એક ભૂલ કાઢતાં ચાર નવી ભૂલ કરે અને ભૂલમાં ને ભૂલમાં જ અટવાય, પણ ગણિતના પ્રોફેસરો તરત ભૂલ શોધે, કારણ કે એની પાસે ભૂલો શોધવાની પણ ચાવીઓ જુદી હોય. ૮૮ સભા : જિંદગીની જરૂરિયાતની આ બધી દુનિયાની ચીજોની ખિલવટ કરવીને ? સમજો કે આ જીવન જ અશાશ્વત છે, અશાશ્વત જીવન માટે શાશ્વત વસ્તુને આઘી મૂકવી એ કેવી બુદ્ધિ ? સભા : સાહેબ ! એ એ જ જાતની બુદ્ધિ ? એ જાતની બુદ્ધિને અહીં (આ શાસનમાં) સ્થાન નથી. નીતિકારે પણ કહ્યું છે કે - “यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिसेवते । ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुवं नष्टमेव च ॥ १ ॥ । " “જે ધ્રુવ વસ્તુઓનો પરિત્યાગ કરીને, અધ્રુવ વસ્તુઓની સેવા કરે છે, તેની ધ્રુવ વસ્તુઓ નાશ પામે છે અને અધ્રુવ વસ્તુ તો નાશ પામેલી જ છે.” 1174 આ ઉપરથી નીતિકાર કહે છે કે શાશ્વતને છોડી અશાશ્વતને સેવનાર મૂર્ખાઓ શાશ્વતથી તો વંચિત રહે છે જ અને અશાશ્વત તો જવાનું છે, એટલે એ ખાખી જ બને છે, એટલે કે હતું તે પણ ગુમાવે છે, અને અંતે દીન બને છે માટે જિંદગી એ શું ચીજ છે એ સમજો. જિંદગી એ પણ પુણ્યપાપનો પ્રકાર છે. સંયોગજન્ય ચીજ જવાની છે. જવાની ચીજ કેળવવા કરતાં, એ દ્વારા એ શાશ્વત ચીજ કેળવવી જોઈએ. નાસ્તિક પણ જિંદગીને શાશ્વતી કહેતો નથી, કેમ કે એ પણ બધાને જતાં નજરે જુએ છે. પોતે કૈંકને બાળ્યા પણ ખરા, એ શી રીતે જિંદગીને શાશ્વત કહે ? જિંદગી શાશ્વત નથી માટે એને માટે આબરૂ બગાડવી ઠીક નહિ, એ માટે એ નાસ્તિકને પણ નીતિ માન્ય રાખવી પડી કે કોઈનું ખરાબ કરવું નહિ, કોઈને ગાળ દેવી નહિ, ચોરી કરવી નહિ વગેરે. ભલે એ પરલોકને નથી માનતો, છતાં પણ આટલી થોડી થોડી નીતિ તો એમ પણ માન્ય રાખી, તો તમે તો આસ્તિક છો. Page #105 -------------------------------------------------------------------------- ________________ 175 - -- ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 - ૮૯ શ્રી જિનેશ્વરદેવના અનુયાયી આત્મા, પરલોક, પુણ્ય-પાપ માને ને ! શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કરતાં દુનિયાના પદાર્થો પર પ્રેમ ઘણો હોય, એ કારણથી આસ્તિક્ય પ્રચ્છન્ન થાય એ બને, પણ આસ્તિકના લેબાશમાં એ નાસ્તિક તો ન જ બનવો જોઈએને ? એનાથી આત્મા પરલોક, પુણ્યપાપાદિ તત્ત્વોનો ઇન્કાર ન થાય, એટલું જ નહિ પણ જ્ઞાનીઓની કહેલી પરલોક-સાધનાની સામગ્રીનો પણ ઇન્કાર ન થાય એ બધી બાબતોનો ઇન્કાર કરે, તો જૈનત્વ જાય. આથી સમજો કે આ વાત કોને માટે છે ? તેને જ માટે કે જે શ્રી જિનેશ્વરદેવના વચનને માને. પ્રભુશાસનને માનનારા સામાન્ય રીતે પણ આત્મસ્વરૂપને નથી સમજતા એમ ન મનાય. તેઓને પણ શરીર વગેરેને સેવવાં પડે છે એ વાત જુદી, પણ એથી એમ તો ન જ કહેવાય કે એની જરૂરિયાત ખીલવવી જોઈએ. વધુમાં તમે એ પણ વિચારો કે મનુષ્યપણું પામીને જીવવું શું કામ ? કહેવું જ પડશે કે સન્માર્ગની આરાધના કરી ઊંચી ગતિએ જવા માટે, તો પછી આ જીવન પામીને પણ નીચ કાર્યવાહીથી નીચી ગતિએ જવું પડતું હોય, તો એવું પાપમય જીવન જીવવા કરતાં એ જીવન ખતમ થાય એ જ સારું છે. આ વાત પોતાના માટેની છે પણ પારકા માટેની નથી. અધોગતિ મેળવવા લાયક પાપ કાર્યવાહી કરીને સ્વપરનું અહિત કરવા કરતાં તો જીવન ખતમ કરવું એ જ સારું છે, કારણ કે જે શરીર દ્વારા મુક્તિ ન સાધી શકાય પણ તેને બદલે નરક સધાય, તે શરીરને ખીલવવાનું પણ શું પ્રયોજન છે ? સભા? શું આત્મઘાત કરવો એ સારો છે ? સમજો કે આ કહીને શું કહેવાય છે ? આચારહીન થઈ, માર્ગભ્રષ્ટ થઈ, ઉન્માર્ગે જઈ જીવવું સારું નથી, પણ પાપ કરતાં પહેલાં મરવું સારું છે, કારણ કે તે આત્મઘાત નથી પણ આત્માનું રક્ષણ છે. એનું કારણ એ છે કે આત્માના થતા ઘાતને બચાવવાની એ ક્રિયા છે. સભા : પાછળથી સન્માર્ગે ન જાય? શ્રી કુમારપાળ મહારાજ શ્રી ઉદાયન મંત્રીને કહ્યું છે કે “આ શરીર તો ભવોભવ મળશે, પણ આ ધર્મ ક્યારે મળે ?' આથી સમજવું જ જોઈએ કે સન્માર્ગે જાય ત્યારે ખરો, પણ ઉન્માર્ગે ગયો એ તો નક્કી જ, માટે ભયંકર ઉન્માર્ગથી પોતાના આત્માને બચાવવા માટે પોતાના વહાલામાં વહાલા દેહને તજે એ કાંઈ આત્મઘાત નથી ગણાતો, કારણ કે એવી દશાનો આત્મા પ્રાયઃ એવા જ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 1176 સંયોગમાં જાય કે જ્યાંથી સન્માર્ગે જવાય. ત્યાં જીવવામાં તો શંકા હતી કે સન્માર્ગે જાત કે નહિ, પણ ઉન્માર્ગે જતાં પહેલાં આત્માને રોકવાના પ્રયત્નો કરે, પણ દેખાય કે ગબડ્યો તો ગબડતાં પહેલાં જીવન ખતમ કરવાના પ્રયત્ન કરે. કોઈ કહે કે એવી ભાવનાવાળાને ઉન્માર્ગે જવાની ઇચ્છા જ કેમ થાય ? એનો તો ઉત્તર સ્પષ્ટ જ છે કે “કર્મ બળવાન છે, કર્મ આગળ કાંઈ જ નવાઈ જેવું નથી.” શ્રી નંદિષેણ મુનિવર : શ્રી નંદિષેણ મુનિએ દીક્ષા લીધી, ત્યારે દેવીએ કહ્યું કે “ભોગાવળી કર્મ બાકી છે.” તો પણ તે ભોગાવાળી કર્મની પરવા કર્યા વગર જ તે પુણ્યાત્માએ દીક્ષા લીધી. બાર બાર વર્ષ સુધી ઘોર તપશ્ચર્યાપૂર્વક સંયમ પાળ્યું. કર્મના યોગે જ્યારે પરિણામ ન ટક્યાં, ચક્રાવે ચડ્યા અને પતનશીલતા દેખાણી, કે ફાંસો ખાધો, નૃપાપાત કર્યો અને મરવાના અનેક ઉપાય એ પુણ્યાત્માએ કર્યા. ભલે મરી ન શક્યાં, પતનશીલતા થઈ, એ બધું જ ખરું, પણ એ પુણ્યાત્માએ તેમ કરવાના પ્રયત્નો તો કર્યા જ ! મુદ્દો એ છે કે પતન સમય પહેલાં કોઈ રીતે ન બચાય તો મરવામાં હાનિ નથી પણ લાભ જ છે, એમ જ્ઞાની કહે છે. યાદ રાખો કે વાત પોતા માટેની છે, પણ પારકા માટેની નથી. હવે બીજી વાત એ પણ છે કે દુન્યવી પદાર્થો માટે મરવું તે આત્મઘાત છે, પણ આત્માના ધર્મના રક્ષણ માટે મરવું એ આત્મઘાત નથી, એટલું જ નહિ પણ આત્મરક્ષણ છે. દુન્યવી પદાર્થ માટે આત્મઘાત કરનારને દુર્બાન પણ થાય. પણ આત્મધર્મના રક્ષણ માટે દેહ તજનારની ભાવના તો ઊંચી જ હોય. કહો કે આત્મધર્મના રક્ષણ માટે જીવનને ખતમ કરનારા કેટલા ? કહેવું જ પડશે કે એવી ભાવના તો કોઈકને જ હોય. પિતા-પુત્ર મુનિનું દષ્ટાંત ઃ આ પ્રસંગને પુષ્ટ કરતું એક દૃષ્ટાંત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પિપાસા પરીષહ'ને અંગે આવે છે અને તે પિતા-પુત્ર મુનિનું દૃષ્ટાંત છે. એ દૃષ્ટાંત એવું છે કે સદગુરુના યોગે વૈરાગ્યવાન બનેલા શ્રી “ધનમિત્ર' વણિકે, પોતાના પુત્ર “ધનશર્માની સાથે દીક્ષા અંગીકાર કરી. એ બન્નેય પિતા-પુત્ર મુનિ અન્ય મુનિવરોની સાથે વિહાર કરે છે. કોઈ એક દિવસે મધ્યાહ્ન કાળે તે પિતા-પુત્ર મુનિએ એલગપુર' નગરના માર્ગે વિહાર કર્યો. એ સમય ઉષણકાલનો હતો. એ ઉષ્ણકાલના Page #107 -------------------------------------------------------------------------- ________________ dir - ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 -- - ૯૧ પ્રતાપે સૂર્ય પણ ભયંકર રીતે તપી રહ્યો હતો. ભયંકર તાપના યોગે તપી ગયેલા બાલમુનિ તૃષાથી પીડિત થયા અને એથી તે ધીમે ધીમે ચાલવા લાગ્યા. તૃષા લાગી હતી પણ હજી પરિણામ બગડ્યાં ન હતાં. શરીરના ધર્મ મુજબ તૃષાના યોગે મોઢા પર શ્યામતા દેખાઈ અને પિતાને માલૂમ પણ પડ્યું. ચાલતાં માર્ગમાં નદી આવી. એ અવસરે આનંદ પામીને પિતા મુનિએ કહ્યું કે “હે વત્સ ! હું ચેષ્ટાથી જાણું છું કે તું પિપાસાથી પરાજિત થયો છું, પણ હું શું કરું કે મારી પાસે પ્રાસુક પાણી નથી; માટે તું હાલમાં આ નદીનું પાણી પીને તારી તૃષા દૂર કર, એટલે આમરણાંત આફતને તું કોઈ પણ રીતે અત્યારે લંઘી જા અને પાછળથી સદૂગુરુ પાસે આ પાપની આલોચના કરજે.' આ પ્રમાણે કહીને અને નદીને ઊતરીને પ્રેમપરવશ તે પિતા મુનિ વિચારે છે કે “નક્કી મારો પુત્ર લજ્જાથી મારા દેખતાં પાણી નહિ પીશે કારણ કે લજ્જાવાન અકાર્ય કરતાં પોતાની છાયાથી પણ શંકિત થાય છે. માટે હું ધીમે ધીમે એની દૃષ્ટિથી દૂર થઈ જાઉં તો સારું.' આ પ્રમાણે વિચારીને પિતામુનિ આગળ ચાલ્યા. તે પછી તૃષાથી અતિશય પીડાતા તે બાલમુનિ, કે જેમનું તાળવું, મુખ અને છાતી સુકાઈ રહી છે, તે વિચારે છે કે “આ નહિ પીવા લાયક પાણી પણ હાલમાં પી લઉં અને પાછળથી ગુરની પાસે તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીશ.' એ પ્રમાણે વિચારીને તે બાલમુનિએ અંજલિથી પાણી ઉપાડ્યું અને પોતાના મુખ સુધી તે પાણીની અંજલિને લાવ્યા. એ પ્રમાણે કર્યું એટલામાં જ એ વયે બાલ પણ ગુણે મહાન એવા તે મુનિવરને કોઈ જુદી જ જાતની ભાવના આવી અને એ ભાવનાના યોગે તે બાલમુનિએ વિચાર્યું કે "पिबामीमान् कथं जीवा-नहं विज्ञातजैनगीः । उदबिन्दो पदेकत्रा-सङ्ख्यजन्तून् जिना जगुः ।।१।। त्रसाः पूतरमत्स्याद्याः, स्थावराः पनकादयः । नीरे स्युरिति तद्घाती, सर्वेषां हिंसको भवेत् ।।२।। तत्कियद्भिर्दिनैर्यान्ति, रक्षिता अपि ये ध्रुवम् । तान् प्राणान् रक्षितुं सद्यः, परप्राणाग्निहन्ति कः ?।।३।। सजीवं जीवनमिदं, तन्त्र पास्यामि सर्वथा । निर्णीयेति शनैर्नद्यां, स मुमोचज्जलेर्जलम्" ।।४।। “શ્રી જિનેશ્વરદેવોની વાણીને જાણનારો હું આ જીવોને કેમ પીઉં, કારણ કે શ્રી જિનેશ્વરદેવો પાણીના એક બિંદુમાં અસંખ્યાતા જીવો કહે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 11 વળી- “પાણીમાં પોરા” અને “મસ્ય' આદિ ત્રસ જીવો અને ‘પનક' આદિ સ્થાવર જીવો પણ હોય છે, માટે પાણીના જીવોનો ઘાત કરનારો તે સઘળાય જીવોનો હિંસક થાય છે. અને - “રક્ષણ કરાયેલા પણ જે પ્રાણો નિશ્ચિતપણે કેટલાક દિવસો બાદ ચાલ્યા જાય છે, તો પ્રાણોની રક્ષા માટે એવો કોણ દક્ષ આત્મા હોય કે જે પરના પ્રાણોનો નાશ કરે ? અર્થાત્ કોઈ જ દક્ષ આત્મા એવો ન જ હોય કે જે પોતાના નાશવંત પ્રાણોની રક્ષા માટે પરના પ્રાણોનો નાશ કરે. તે કારણથી – “કોઈપણ રીતે આ સચિત્ત પાણીનું પાન હું નહિ જ કરું - આ પ્રમાણે નિર્ણય કરીને તે બાલમુનિએ પોતાની અંજલિમાં લીધેલું પાણી પાછું નદીમાં મૂકી દીધું.” પ્રભુઆણાના પ્રેમના યોગે આત્મામાં વિચારોનું પરિવર્તન આ રીતે થાય છે અને આત્માને એમ જ થાય છે કે અનુચિત આચરવા કરતાં મરવું સારું; કારણ કે તેમ કરવામાં પ્રભુઆજ્ઞાની આરાધના છે. એ જ આરાધનાની ઉત્કટ ઇચ્છાના યોગે અંજલિ ભરી ત્યારે જે જાતના પરિણામ હતા, તે પરિણામ ફરી ગયા અને એ કારણે પીવા લીધેલું પાણી ધીમે ધીમે હાથ નીચે કરી પાછું નદીમાં જ મૂક્યું. પોતાથી જિવાય તેમ નથી એ તો નક્કી છે, પણ અનુચિત આચરીને જીવવા કરતાં પ્રભુ આજ્ઞાની અખંડિત આરાધનાપૂર્વક મરવું, એ જ એ વયથી બાલ પણ વૈર્યથી અબાલ મુનિને સારું લાગ્યું. આથી સ્પષ્ટ છે કે ઉપકારની ભાવનાએ પણ અપકાર ન થાય એ જ સારું છે, કારણ કે ઉપકાર તો થશે ત્યારે ખરો, પણ અપકાર તો થઈ જાય છે. અસ્તુ. પણ એ બાલમુનિ તો પાણી પીધા વિના જ નદી ઊતરીને કિનારે આવ્યા પણ તૃષ્ણાના યોગે આગળ જવા અસમર્થ એવા તે બાલમુનિ નદીના કાંઠા ઉપર જ પડ્યા અને ધર્મમાં સ્થિર રહીને નમસ્કાર મંત્રના સ્મરણપૂર્વક મરીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. આરાધના કરી હતી, આત્મધર્મનું રક્ષણ કર્યું હતું, એટલે મરતાં મરતાં પણ ભાવના તો આરાધનાની જ હતી. એ મુક્તિએ ન જાય તો દેવલોક તો જાય જ. દેવલોકમાં ગયા પછી અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો અને તેથી પોતે જાણ્યું કે “મુનિપણામાંથી હું અહીં આવ્યો છું. પાણી પીધું હોત તો ન માલૂમ કઈ ગતિમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ 1ts - ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 -- - જાત ! માટે મને ખોટી સલાહ આપનાર પિતામુનિને હિતશિક્ષા આપવી જોઈએ, અર્થાત્ શિખામણ દેવી જોઈએ. એમ વિચારી તે પોતાના મુનિના શરીરમાં પેઠો અને ચાલવા લાગ્યો, એટલે પિતા મુનિ પણ પુત્રમુનિને આવતો જોઈને હર્ષ પામ્યા અને આગળ ચાલવા લાગ્યા. આ પછી તૃષ્ણાની પીડાથી પીડિત થતા મુનિઓની ભક્તિના યોગે એ “ધનશર્મા' દેવે માર્ગમાં ઘણાં ગોકુળો વિકુવ્ય અને એ ગોકુળોમાંથી છાશ વગેરે મેળવીને મુનિઓ, સુધાકુંડોમાંથી સુધાને મેળવીને દેવતાઓ જેમ સ્વાથ્ય પામે તેમ સ્વાથ્ય પામ્યા. આ પ્રમાણે સુખપૂર્વક વિહાર કરતા તે મુનિઓ અરણ્યને પસાર કરીને છેલ્લા ગોકુળમાં આવ્યા. ત્યાંથી જતા મુનિઓમાંથી કોઈ એક મુનિ પાસે પોતાને જણાવવાના ઇરાદાથી વીંટીયો એટલે કે વસ્ત્રની એક પોટલી ભુલાવી દીધી. તે ભૂલી ગયેલ મુનિ દૂર ગયા તે પછી તેમને પોતાની તે વસ્તુ યાદ આવી તેથી તે મુનિ પાછા ફર્યા, પણ ત્યાં તે મુનિએ પોતાની ઉપધિની વિટિકાને જોઈ પણ ગોકુળને ન જોયું. આથી પોતાની તે ઉપધિની પોટલીને લઈને તે મુનિ અન્ય સાધુઓને મળ્યા અને તે હકીકત જણાવી. આથી મુનિઓ પણ આશ્ચર્ય પામ્યા અને વિચાર્યું કે જરૂર વનમાં દેવતાના પ્રભાવથી જ ગોકુલો થયાં. બસ, તે જ અવસરે કાંતિથી શોભતો તે દેવ પ્રગટ થયો અને પિતા મુનિને છોડી દઈને અન્ય સઘળાય મુનિવરોને તેણે નમન કર્યું. આથી મુનિઓએ કહ્યું કે “આ મુનિને તું કેમ નમતો નથી ?' આ પ્રશ્નના ઉત્તરમાં પોતાનો સઘળો વ્યતિકર કહીને તે દેવ કહેવા લાગ્યો કે - "सजीवाम्भोऽपि पातुं य-त्तदासो मे मतिं ददौ । तत्पूर्वभववप्तापि, साधुरेष न वन्द्यते ।।१।। स्नेहादपि रिपोरेव, कार्यं विहितवानसौ । यहुर्गतिनिमित्तं मे, तदा तदुपदिष्टवान् ।।२।। अपास्यं चेत्सचित्ताम्बु, तदेतद्वचनादहम् । व्रतभङ्गभवात्पापा-दभ्रमिष्यं तदा भवे ।।३।। स एव हि बुधैः पूज्यो, गुरुश्च जनकोऽपि च । शिष्यं सुतं च यः क्वापि, नैवोन्मार्गे प्रवर्तयेत् ।।४।।" “જે કારણથી તે સમયે મને સચિત્ત પણ પાણી પીવાની બુદ્ધિ આપી, તે કારણથી પૂર્વગતના પિતા એવા પણ આ સાધુને હું વંદન નથી કરતો. Page #110 -------------------------------------------------------------------------- ________________ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 1180 કારણ કે - સ્નેહથી પણ આ પિતા મુનિએ મારા માટે દુશ્મનનું જ કાર્ય કર્યું છે, કેમ કે તે સમયે મને તેમણે દુર્ગતિના નિમિત્તાનો ઉપદેશ કર્યો. તે ઉપદેશને અનુસરીને – “જો મેં તે સમયે આ મારા પિતામુનિના તે વચનથી સચિત્ત પાણી પીધું હોત, તો વ્રતના ભંગથી ઉત્પન્ન થયેલા પાપથી હું ભવમાં ભમ્યો હોત. આ કારણથી – “પંડિતો માટે ગુરુ પણ અને પિતા પણ તે જ પૂજ્ય છે કે જે ગુરુ શિષ્યને અને જે પિતા પુત્રને ઉન્માગમાં ન પ્રવર્તાવે.” આ પ્રમાણે કહીને એટલે પોતાના પિતામુનિને હિતશિક્ષા આપીને, તે “ધનશર્મા દેવલોકમાં ચાલ્યો ગયો. આ ઉપરથી ઘણી જ સહેલાઈથી આ વાત સમજી શકાય તેમ છે કે ગમે તે ભોગે પણ પોતાના આત્માને ઉન્માર્ગે પ્રયાણ કરતાં બચાવવો જોઈએ, અને પિતા કે ગુરુ એટલે કે હિતેષી પણ તેને જ માનવા જોઈએ, કે જે આપણા આત્માને ઉન્માર્ગે ન પ્રવર્તાવે, કારણ કે ઉન્માર્ગની પ્રવૃત્તિ એ આત્માનો ભયંકરમાં ભયંકર નાશ છે અને એ જાતનો ભયંકર નાશ આત્માને ચિર સમય સુધી સંસારમાં રઝળાવનારો નીવડે છે. માટે સ્વયં પણ ઉન્માર્ગે ન જવું અને અન્યની સલાહ પણ તેવી હોય તો ન સ્વીકારવી, એ કલ્યાણના અર્થીની અનિવાર્ય ફરજ છે. એ ફરજના પાલનમાં જ આત્માનું વાસ્તવિક હિત છે. હિતની સાધના કંઈ સહેલી નથી, કે જેથી તે ગમે તેમ વર્તવાની કે ગમે તેના અનુયાયી અને આજ્ઞાપાલક બની જવાથી સાધી શકાય માટે હિતના અર્થીએ, ઉન્માર્ગ અને સન્માર્ગનો વિવેક પામી શકાય તેવું જ્ઞાન મેળવવા માટે અને પ્રમાદથી પણ ઉન્માર્ગ તરફ ન સરી પડાય એ કારણે, એવા જ હિતૈષીના અનુયાયી અને આજ્ઞાપાલક બનવું જોઈએ, કે જે ગમે તે યોગે પણ પોતાના અનુયાયીનું અને આજ્ઞાપાલકનું અહિત થવા દે નહિ, એટલે કે ઉન્માર્ગે ન જવા દે પણ સન્માર્ગમાં જ સ્થિર કરે અને ક્રમે ક્રમે સન્માર્ગની આરાધનામાં અધિક ઉજમાળ બનાવીને તેનો સંસારથી નિખાર કરે. ધર્મ માટે મરવું સારું ? આથી જ હું કહું છું કે વિચારો કે ભયંકર જૂઠું બોલીને જીવવા કરતાં હિતકર સાચું બોલતાં મરાય તો પણ ખોટું શું ? લૂંટફાટ કરીને જીવવા કરતાં Page #111 -------------------------------------------------------------------------- ________________ 1181 - ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 ૯૫ ભૂખે મરવામાં પણ વાંધો શો ? આ તો ભાવનાની વાત છે, પણ એ ભાવના ન ટકતી હોય અને અનીતિ, જૂઠ, પ્રપંચ તમે કરતા હો તો તે તમે જાણો, પણ એ કરવા યોગ્ય છે એવી એના ઉપર છાપ ન મારો, એટલે કે જીવન ચલાવવા માટે અનીતિ આદિની જરૂર છે માટે એને આચરવામાં વાંધો શો ? એમ ન કહો, કારણ કે એ એક જાતની ભયંકર પોલિસી છે. બચાવનાર તો તે કે જેને બચાવવા માગે એને સાચું જ બોલવાનું કહે. આજ તો બચાવનારા પણ જૂઠું બોલવાનું કહે છે, એટલે પરિણામે જૂઠું બોલનારા વધે છે. શ્રી જિનશાસન તો કહે છે કે ન્યાયાસનેથી પણ ગુનેગારને ઇકરાર કરવાનું કહેવાય, કારણ કે જૂઠું બોલી જીવવાના પ્રયત્ન કરવા કરતાં સાચું બોલીને મરવું સારું. આત્માનો સ્વભાવ છે કે તે કર્તવ્ય માનીને એક વાર જૂઠું બોલે, અનીતિ કરે કે પછી તેને પાપનો ભય તેવો રહેતો નથી. પાંચ રૂપિયા માટે અનીતિ કરનારો પાંચ લાખ માટે પણ કરે. ‘દરિદ્ર રહું તે હા પણ પાંચ કરોડ માટે પણ અનીતિ ન કરું' આ ધ્યેય હોત તો દુનિયાની આજની દશા ન થાત. ભીખ માગીને જીવું પણ અનીતિ ન કરું” એ ભાવ હોય તો ખરે જ જીવનની દુર્દશા ન થાય. સભા: સો ચોરમાં એક શાહુકાર નભે ? શાહુકારને શાહુકારી કરતાં આવડે તો બીજા ચોરને પણ જો તે યોગ્ય હોય તો શાહુકાર બનાવે. સભા: તો પછી શ૪ પ્રતિ શાયં કુર્યાત્' એમ ધર્મમાં કેમ કહ્યું? ધર્મ એમ નથી કહેતો. એ તો નીતિકારનું એક વચન છે. માટે તો કહેવું પડે છે કે નીતિમાં ધર્મની ભજના, એટલે વખતે નીતિમાં ધર્મ હોય પણ અને ન પણ હોય, પણ ધર્મમાં તો નીતિ નિયમા હોય. એ જ રીતે રાજનીતિ જુદી છે અને ધર્મનીતિ પણ જુદી છે. ધર્મનીતિ કહે છે કે દુશ્મન આગળ માથું ધરવું, ત્યારે રાજનીતિ કહે છે કે દુશ્મનને ઊગતા ડામો, કારણ કે તે એમ માને છે કે દુશ્મનને ઊગતા દાખીએ તો જ રાજ્ય ટકે. ત્યારે ધર્મ તો દુશ્મનને મારવાથી ન ટકે પણ દુશ્મનને નમવાથી જ ટકે, પણ એ કયા દુશ્મન ? તો જાણવું કે પોતાના દુશ્મનને. શાસનના દુશ્મનને તો નમવાનું હોય જ નહીં કારણ કે શાસનના Page #112 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ દુશ્મનો શાસન પર આક્રમણ કરે ત્યાં તો નમવાનું ન જ હોય પણ શાસનરક્ષા કરતાં કરતાં ખપી જવાનું હોય. પ્રાણ જાય તેની પરવા નહિ પણ શાસનસેવકોની ફરજ છે કે શાસનની સેવા અખંડિત પણે કરવી. એથી જ આપણે કહીએ છીએ કે ખરાબ પણ વસ્તુનો સદુપયોગ તે ધર્મ છે. લક્ષ્મી ધર્મ નથી પણ દાન એ ધર્મ છે. શરીર પોતે ધર્મ નથી પણ તેના દ્વારા થતો સદાચાર એ ધર્મ છે. ખાવું એ ધર્મ નથી પણ ખાધા પછી થતી સારી ક્રિયાઓ અથવા સારી ક્રિયાઓ માટે ખાવું એ ધર્મ છે. મકાન બંધાવો એ ધર્મ નથી પણ એમાં શ્રી જિનેશ્વરદેવને, નિગ્રંથ મુનિઓને પધરાવો તે ધર્મ છે. એમાં સામાયિક પૌષધાદિ કરો તે ધર્મ છે. કમાવાની ક્રિયા એ ધર્મ નથી પણ કમાયા હો એનાથી કોઈને સુખી કરો, સન્માર્ગે ચડાવો એ ધર્મ છે. ૬ જ ધર્મ એ અધર્મના કિલ્લામાં ઘેરાયલો છે. માટે જ ધર્મને બરાબર સાચવવાનો છે. ચોર જો શાહુકાર પાસે ઊભો રહે તો શાહુકાર વગોવાય, પણ ચોરને કંઈ જ નહિ, તેમ ભય ધર્મને જ છે. સાચું છે કે ખોટું છે એનો વિચાર હોય એને બોલતાં-ચાલતાં ડર હોય, જેને અગડંબગડું હાંકવું હોય એને વાંધો શો ? સત્યની પરવા હોય એને માટે જ શાસ્ત્રો અને પ્રમાણો વગેરે છે. પણ ઇચ્છાનુસાર જ બોલવું હોય એને માટે કાંઈ જ નથી. આથી જો તમને સત્યની પરવા હોય, તો તમારે તમારી પોતાની ઇચ્છાને દેશવટો આપી જ્ઞાનીઓ જે કહે તે જ સ્વીકા૨વું એ જ યોગ્ય છે. એ જ કા૨ણે જે આત્માઓ સદ્ગુરુના યોગે સમ્યક્ત્વ રત્નને પામ્યા છે અગર તો અલ્પ સમયમાં પામવાની લાયકાત ધરાવે છે તેવા આત્માઓ ગૃહસ્થાવાસમાં રહ્યા છતાં પણ તેને સકલ દુઃખનું જ સ્થાન માને છે, પણ સુખનું સ્થાન નથી માનતા અને એથી જ એવા પુણ્યાત્માઓ ગમે તે ભોગે પણ ધર્મની આરાધનામાં પોતાના આત્માનો ઉદય ઇચ્છે છે, કેમ કે તે વિના ધર્મની આરાધના શક્ય જ નથી. એ જ કારણે સમ્યક્ત્વને નહિ પામેલા એવા પણ આત્માઓ, કે જેઓ તેને પામવાની યોગ્યતા ધરાવે છે તેવા આત્મા પણ અર્થકામના ભોગે ધર્મની જ રક્ષા કરવાની ભાવના ધરાવનારા હોય છે. આ વાતને ટેકો આપે તેવી એક વાત સાંભળવામાં આવી છે કે અને તે એવી છે કે સ્ટેશન પર એક બાઈને એક ઓરડીમાં ફસાવી. પેલા ફસાવનારા ત્રણ-ચાર જણા અને બાઈ એકલી હતી. બાઈએ લઘુશંકાનું બહાનું કાઢ્યું અને એ બહાનાથી બહાર જઈને સાંકળ વાસી. બાઈના બાળકને અંદ૨વાળાઓએ મારી નાખ્યું, પણ બાઈએ સાંકળ ન ઉઘાડી અને પોતાનું શિયળ બચાવ્યું. પછી 1182 Page #113 -------------------------------------------------------------------------- ________________ 118૩ – ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 - ૯૭ કોઈ ગાડી આવી પહોંચી. ગાર્ડને હકીકત કહી અને પેલાઓને પકડાવ્યા. હવે જમાનાને પૂછો કે આ બાઈ શીલશાળી ખરી કે નહિ ? બાળકના જાનની પરવા ન કરી એ બાઈ સતી ખરી કે નહિ ?, એ જમાનાવાદીને પૂછજો ! શ્રી જિનેશ્વરદેવનું શાસન તો કહે છે કે સર્વસ્વ જાઓ, પણ ધર્મ રહો. જે બાળક માટે મા બધું કરતી, તે બાળકનો મોહ તજીને તે બાઈએ પોતાનું શિયળ બચાવ્યું. આ વસ્તુ સૂચવે છે કે જ્યાં પોતાના ધર્મના ભોગે કોઈ સારું ગણાતું પણ કૃત્ય કરવાનું હોય, તો તે નહિ કરતાં ધર્મને જ વળગી રહેવું. આત્મધર્મનું રક્ષણ કરનાર પ્રશંસાપાત્ર છે. રાજ્ય માટે, સાહ્યબી માટે, લક્ષ્મી માટે તો ઘણાયે મરે છે. જર, જમીન અને જોરુ. એ ત્રણે તો કજિયાનાં છોરું છે અને એના માટે ઘણા મરે છે એમાં નવાઈ નથી, પણ ધર્મ માટે મરે એની કિંમત છે. વિષયના કીડા વિષય વિના મરી રહ્યા છે, મરે જ, મરે એમાં નવાઈ પણ શી ? પાણીનાં માછલાં પાણી વિના મારે જ. વિષ્ટાના કીડા વિષ્ટા વિના મરવાના જ. આ બધી વાત માન પાન, ખાનપાન, એશઆરામ, મોજમજામાં માનવાવાળા માટે નથી, પણ ધર્મમાં માનવાવાળા માટે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૬ : માથે કોને રાખવા, કોને ન રાખવા ? 76 • મોહનો ભયંકર નશો ! મૂર્ખનો સંગ સર્વત્ર યાજ્ય છે ! - શ્રી શાલિભદ્રજીની ભાવનાનું રહસ્ય : • કેટલાક પ્રશ્નોત્તર : વિષયઃ કોનો સંસર્ગ કરવો ? કોનો ન કરવો ? શ્રી શાલિભદ્રજીને પોતાને માથે દેવ-ગુરુ-ધર્મથી ભિન્ન પોતાના જેવો કોઈ સ્વામી છે” એ વાત ખટકી અને એમાંથી વિરાગ પામી દીક્ષા ગ્રહણ કરી. એ વાતના અનુસંધાનમાં ખરેખર આપણા માથે કોણ હોવા જોઈએ અને કોણ ન હોવા જોઈએ, એ વાત અત્રે ખૂબ જ વિસ્તારપૂર્વક રજૂ કરી છે. સુખનાં અને દુઃખનાં સાધનો અંગે શરૂઆતમાં થોડોક વિમર્શ કર્યા બાદ મૂળ વાત શરૂ થાય છે, જે છેક સુધી જળવાઈ રહી છે. વિષયભોગ ભોગવીને પછી વૈરાગ્ય પામીએ' આવું કહેનારા કેવા અજ્ઞાની છે અને શાસનના શત્રુરૂપ બને છે, તે વાત પણ સરસ સમજાવવામાં આવી છે. • મૂર્ખાઓની ખોટ કોઈ પણ જગ્યાએ નથી ! જ્યાં હોય ત્યાં ડાહ્યાઓની જ ખોટ પડે છે. • પાપ કરીને જીવવું એના કરતાં વગર પાપે મરવું એ શું ખોટું છે ? • પોતાના દેવ-ગુરુ-ધર્મનું અપમાન થાય છતાં પણ જેને કંઈ જ ન લાગે, તે સમ્યગ્દષ્ટિ કેમ જ કહેવાય ? પાપાત્માઓ તો ઊંઘતા સારા પણ જાગતા સારા નહિ. • વિષય એ દુઃખનું સાધન છે, એવું અખંડિતપણે જેની સમજમાં બેઠું હોય, તે વિષયનો અનુભવી ! આશાનો અંત કર્યા વિના તેનો અંત આવતો જ નથી. ‘જ્ઞાનીએ જેને ત્યાજ્ય કહ્યું તેનો અનુભવ કરીને પછી છોડવું' એવું કહેનારા જેવા દુનિયામાં પાપોપદેશકો કોઈ જ નથી. • શ્રી વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને તે તારકોની ત્યાગમયી આજ્ઞા જેને ન ગમે તેના કપાળમાં ગુલામી કાળા અક્ષરે લખાઈ ચૂકી છે. હું એકલો માટે સામાનું સાચું એમ વિચારી જે ધર્મના વિરોધીઓમાં ભળ્યો, તે તો ગયો જ સમજવો. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૬ : માથે કોને રાખવા, કોને ન રાખવા ? સમ્યક્ મોહનો ભયંકર નશો ! સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા અને ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે જે જીવો કર્મના ભારથી ભારે થયેલા છે, તેઓ જેનાં મૂળ ઊંડાં ગયાં છે તેવાં વૃક્ષોની માફક, વિષયાસક્તિને લઈને ગમે તેટલી આપત્તિ આવવા છતાં પણ, સકળ દુઃખના સ્થાનરૂપ ગૃહસ્થાવાસને છોડી શકતા નથી. આપત્તિ વખતે શોક કરે, વિલાપ કરે, પશ્ચાત્તાપ કરે, રુએ, રાડો પાડે, ચીસાચીસ કરી મૂકે, પણ ત્યાંથી છૂટવાની ભાવનાએ નહિ, કેમ કે વિષય ઉપરની મમતા ધણી જ મજબૂત છે. વિષય પર પ્યાર એટલો મજબૂત થયો છે કે ગમે તેટલી આપત્તિ આવે તો તે સહે પણ ખસતા નથી, એને લઈને રિબાય છે, અને અનેક રોગોથી પણ પીડાય છે. વિષયો, વિષયોની આધીનતા અને એમાં લીનતા એ વ્યાધિને ખેંચે છે. એનાથી વ્યાધિઓ ચાલી આવે છે. એ વ્યાધિઓથી રિબાય, પીડાય, દુર્બાન કરી પરિણામે દુર્ગતિએ જાય, એ બધું સહન કરે પણ વિષયનો સંગ છોડવાનું કહો તો ના જ પાડે. શ્રી તીર્થંકરદેવ જેવા દેશક છતાં પણ વિષયને આધીન થયેલા કર્મગુરુ જીવો વિષયનો સંગ છોડવા તૈયાર થતા નથી. કોઈ કોઈ આત્માને સહજ અસર પણ થાય, જરા મૂંઝવણ પણ થાય, છતાં ભયંકર આસક્તિને લઈને તે બિચારા છૂટી શકતા નથી. વિષયની માનસિક પીડા અને શારીરિક વ્યાધિ તો પ્રત્યક્ષ છે અને પરિણામ ભૂંડું તો માનવું જ પડશે, કારણ કે જેવું બીજ વવાય તેવું ફળ તો મળે જ. અયોગ્ય કાર્યવાહીનું ફળ જ નહિ મળે, એવું તો કોઈ જ વિવેકી ન માને ! પણ પ્રત્યક્ષ દુ:ખનેય જે આત્મા ન દેખે કે ન પરખે, તેને પરોક્ષમાં શ્રદ્ધા કરાવવી એ કામ કંઈ ઓછું કઠિન નથી : પણ એવી દશા સમ્યગ્દષ્ટિ આત્માની ન જ હોય. ‘વિષય એ દુઃખનું સાધન છે.’ - એમાં સમ્યગ્દષ્ટિને કેમ જ શંકા હોય ? વિષયના અનુભવીને, વિષયના સહવાસમાં રહેનારને પણ એમાં શંકા ન હોય તો સમ્યગ્દષ્ટિને તો કેમ જ હોય ? પણ આજે તો કમનસીબે ડાહ્યા ગણાતાઓને પણ એમાં જ શંકા છે ! Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 1186 આજે એવા ઘણા છે કે જેઓ પોતાને ભણેલા, ગણેલા અને હોશિયાર માને છે, અને મનાવે છે તે છતાં પણ વિષયસેવન એ દુઃખનું કારણ છે એમ માનતા જ નથી. તેવાઓને માટે કહેવું પડશે જ કે તેવાઓમાં સમ્યક્ત તો દૂર રહો પણ સામાન્ય આત્માઓમાં સંભવી શકે તેવો અનુભવ પણ નથી ! વિચારો કે દુઃખના સાધનને સુખનું સાધન માને ત્યાં સમ્યક્ત રહે ? વિષયને છોડે નહિ એટલા માત્રથી સમ્યક્ત ન જાય એ સાચું, પણ વિષયને સુખનું સાધન માને તો સમ્યક્ત કેમ રહે ? મોહના ઉદયથી ક્ષણવાર એમ થઈ જાય, ભાવના મંદ પણ પડે, પણ થોડી વાર બાદ તરત જ એને એમાં પોતાની ભૂલ દેખાય. હાથમાં દીવો હોય અને આંખો ઉઘાડી હોય, છતાં અંધારું કેમ લાગે ? જેને છતે દીવે અને છતી આંખે અંધારું લાગે, તેની એ દશા કઈ ? કહેવું જ પડશે કે “ભયંકર'. માટે જ કહું છું કે દુઃખના સાધનને સુખનું સાધન માનવું અને સુખના સાધનને દુઃખનું સાધન માનવું એ જ ભયંકર છે અને એનું નામ જ મિથ્યાત્વ છે. જો કે દુનિયામાં કોઈ પણ જીવ દુઃખને નથી ઇચ્છતો, ધર્મના વિરોધી તરીકે જેને ઓળખી શકીએ એ બિચારા પણ દુ:ખ નથી ઇચ્છતા પણ સુખને જ ઇચ્છે છે, પણ અજ્ઞાનીઓની મતિ એવી મૂંઝાયેલી છે કે દુઃખના સાધનને જ સુખનું સાધન માને. એ જ કારણે એવાઓ દયાપાત્ર છે, તેઓ ગમે તેમ વર્તે તો પણ દયાપાત્ર છે , પણ એ દયાપાત્ર એવા કે ઉપેક્ષા કરવા જેવા. જો એની દયા કરવા જાઓ તો પણ માર ખાઈ બેસો, કારણ કે કેટલાક દરદીઓ એવા પણ હોય છે કે જેઓની સેવા કરવી એ પણ મુશ્કેલ હોય છે, અને દર્દી પણ કેટલાંક એવાં હોય છે કે પાસે જવાથી પણ ચેપ લાગે. એ રીતે કેટલાક દયાપાત્રોની દશા પણ ચેપી રોગ જેવી છે. દવા ખવડાવવા જનારને ખાઈ જાય, એવી એ પાપાત્માઓની હાલત છે અને એનું કારણ એ છે કે દુઃખના સાધનને જ સુખનું સાધન માને છે. મોહનો નશો જ એવો છે કે દુ:ખના સાધનને દુ:ખના સાધન તરીકે દેખાવા ન દે. સત્તાએ અનંતજ્ઞાનના ધણી આત્માને પણ દુ:ખના સાધનમાં દુઃખ દેખાવા ન દે. જ્યારે વિપાક ખુલ્લો થાય ત્યારે જ એ ભાઈસાહેબને ભાન આવે કે “મરી ગયો અને એ વિપાક પણ ત્યારે જ ખુલ્લો થાય કે જ્યારે છટકવાની એક પણ બારી ન હોય. ત્યાં સુધી તો મોહ પંપાળે, ભુલાવે, મૂંઝવે અને અધિક અધિક ફસાવે અને તે ત્યાં સુધી કે કશું ભાન પણ ન રહેવા દે. એકેંદ્રિય વગેરે તો અસંજ્ઞી છે, પણ પંચેંદ્રિય સંજ્ઞીની વાત છે. એ પણ મોહની ચાલાકીથી મૂંઝાય Page #117 -------------------------------------------------------------------------- ________________ 1187 – ૬ : માથે કોને રાખવા. કોને ના રાખવા - 76 –– ૧૦૧ છે. રાજસત્તાની છૂપી પોલીસ ગુનેગારને વાતમાં પકડે અને પટાવાળાના હાથમાં હોશિયાર ગુનેગાર ઝટ ન આવે, કારણ કે વાઘ જેવા એને આવતો જોઈને જ ગુનેગાર નાસી જાય, પણ છૂપી પોલીસ તો ઓળખાય નહિ, મિત્ર બનીને વાતો કરે, ચહા પણ પાય અને ધીમે ધીમે ગુનો પકડી, ગુનેગારને પકડે અને એના હાથમાં પકડાયા પછી છુટાય નહિ! એ જ રીતે કર્મસત્તા એ પણ છૂપી પોલીસ જેવી છે. કેટલાક કહે છે કે ધર્મના કાયદા પકડતા નથીને! પણ વિચારે તો સમજાય કે એ કાયદામાંથી કોઈ પણ રીતે છટકાય તેમ નથી. ગવર્નમેન્ટ બે જાતની પોલીસ રાખી છે, જ્યારે અહીં કર્મસત્તા એક જ છૂપી પોલીસ એવી જબરી કે ગમે તેવા પણ ગુનેગારને છોડે જ નહિ. પ્રામાણિક પોલીસની માફક લાંચ ન લે એટલે વગર ગુને પકડે નહિ અને પકડે એને છોડે નહિ ! પણ અજ્ઞાનીઓ આ વાત સમજી શકતા નથી, માટે જ મોહથી મૂંઝાય છે અને એ પ્રતાપ મિથ્યાત્વનો જ છે. દુઃખનાં સાધનને સુખનું સાધન માનવું, એ પણ મિથ્યાત્વ છે. એ દશામાં કોઈ ગમે તેટલાં પાનાં ભણે છતાં પણ તે જ્ઞાની ન કહેવાય, પણ અજ્ઞાની જ કહેવાય. અભવી સાડા નવ પૂર્વ ભણે છતાં અજ્ઞાની કહેવાય છે, કારણ કે પૌલિક સાધનને દુઃખનાં સાધન તરીકે એ માનતો નથી. શ્રી તીર્થંકરદેવની ઋદ્ધિ જોઈને એને એમ થાય કે “મને પણ આવી ઋદ્ધિ મળે, આવા સિંહાસને બેસવાનું મળે, દેવતાઓ આવી રીતે હાથ જોડે અને મને પણ જગતનો તારક કહે.' છત્ર-ચામર વગેરે નજરે જુએ અને એ જોઈને એમાં રાચે. જે સાધનો તીર્થંકરદેવને સાધક, તે જ સાધનો અને બાધક થાય છે. બીજાને સમજાવે બરાબર, કારણ કે એ માને છે કે આવું બોલવાથી આવું મળે માટે એ એવું સમજાવે. પૈસા લેનાર ધારાશાસ્ત્રી પોતાના અસીલને ખૂની જાણે ખરો, પણ બચાવ એવો કરે કે સામાને એમ લાગે કે આ ગુનેગાર નથી જ. ધારાશાસ્ત્રી ખૂનીનો પણ બચાવ શાથી કરે ? કહેવું જ પડશે કે એનો બચાવ કરે તો જ પૈસા મળે એમ છે. એવી રીતે અભવી પણ સાચો ઉપદેશ એટલા જ માટે દે કે એથી આવી ઋદ્ધિ વગેરે મળે છે એમ એ માને છે; એટલે એ બીજાને સાચું સમજાવે, પણ એ સત્યની કિંમત એને પોતાને નથી હોતી. કારણ કે પૌદ્ગલિક સાધન દુ:ખનાં સાધન છે, એમ એને નથી લાગતું. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ મૂર્ખનો સંગ સર્વત્ર ત્યાજ્ય છે ! અભવી મોક્ષને માનતો જ નથી હોતો. બીજા પાસે વાંચે બરાબર, કહે બરાબર, સમજાવે બરાબર, પણ એ આત્મદળ જ એવું છે કે એને હૈયામાં ન જચે. આજે એવા પણ પડ્યા છે કે અસત્યથી થતી હાનિ એ વિષય પર લખવા કે બોલવા બેસે, તો એવું લખે અને એવું બોલે કે સત્યવાદનાં લખાણ તથા વચનને પણ ઝાંખાં પાડે, પણ એની કાર્યવાહીમાં અસત્ય ચાલુ જ હોય ! એવું અસત્ય ચાલુ હોય કે ન પૂછો વાત ! કોઈ પૂછે કે આમ કેમ ? તો કહે કે એ તો પૉલિસી છે, કારણ કે એમના જીવનમાં સત્યાંશ મળે જ નહિ ! શ્રી જૈનશાસનમાં એવાની કિંમત એક ફૂટી કોડી જેટલી પણ નથી. અભવી ગમે તેવો શુદ્ધ વક્તા હોય, પણ એ અભવી છે એમ જાણ્યા પછી એનો સહવાસ નહિ કરવાની આજ્ઞા છે. ન જણાય ત્યાં સુધી એ લાભ આપે, પણ તે પછી ન આપે. 1188 પૌદ્ગલિક વસ્તુને સુખનું સાધન માનવું, એ જ મોટામાં મોટી ખામી છે, અને એને લઈને જ એના હાથમાં બીજી વસ્તુ આવતી નથી. સુખ તો સૌ ઇચ્છે છે, દુઃખ કોઈ નથી ઇચ્છતું, પણ સુખ ઇચ્છનાર બધાને ધર્મના અર્થી ન માનતા. સુખની ભાવનાવાળા બધા જ ધર્મરસિક છે એવું પણ ન માનતા, કારણ કે પૌદ્ગલિક સુખની સાધના માટે પણ ધર્મને ઘણા સેવે છે. પૌદ્ગલિક સુખ માટે દુનિયાના કયા જીવો બીજાની આધીનતા, સેવા, ચાકરી વગેરે નથી કરતા ? ઘણા કહે છે ને કે ચમત્કાર વિના ધર્મપ્રેમ ન થાય. એ ચમત્કાર શો ? એ જ કે લક્ષ્મી વગેરે મળે, ધારેલું પૌલિક સુખ મળે, ત્યાં સંસા૨૨સિક જીવો અધ્ધર રહે. ઘમંડીમાં ધમંડી હોય, કે જે દેવ-ગુરુ આગળ પણ અક્કડ ઊભો રહે, તે પણ એના સાહેબ (ઉપરી) પાસે કેવી રીતે ઊભો રહે છે ? અહીં દેવગુરુ પાસે નમવામાં ઉલ્લંઠોને શરમ આવે અને કહે કે અમે આવા ભણેલા ને ત્યાં નમીએ ? પણ સાહેબ પાસે નમતાં એ અભિમાન કચાં ચાલ્યું જાય છે ? કહેવું જ પડશે કે ત્યાં ઇચ્છિત મળે છે ! એ જ રીતનું ધર્મમાંથી પણ એમને ઇચ્છિત જોઈએ છે. દેવ-ગુરુ પણ જો એમની મરજી મુજબ આપે તો હમણાં સલામ ભરે, કારણ કે સલામ ભરવામાં કાંઈ એમને નાનમ નથી લાગતી. શ્રી શાલિભદ્રજીને સલામ ભરવી નહોતી ગમતી, એવા એ લોકો નથી. શ્રી શાલિભદ્રજીના જેવી ભાવનાવાળા તેવાઓ નથી. Page #119 -------------------------------------------------------------------------- ________________ 119 --- : માથે કોને રાખવા. કોને ના રાખવા - 76 – ૧૦૩ શ્રી શાલિભદ્રજીને તો નિરર્થક “સ્વામી’ શબ્દ ખટકતો હતો. એમણે વિચાર્યું કે હું પણ મનુષ્ય અને શ્રેણિક પણ મનુષ્ય, છતાં એ સ્વામી અને હું સેવક ? હવે એવાની સેવા કરું કે જેની સેવાથી મારું સેવકપણું જાય.” એ બુદ્ધિથી સ્વામી શબ્દ શ્રી શાલિભદ્રજીને ખટકતો હતો. આજના તો સ્વાર્થ સરતો હોય તો ગમે તેને સ્વામી નહિ પણ મહાસ્વામી પણ કહે. આ દેવ-ગુરુ તો એવા છે કે આપે કાંઈ નહિ, ઊલટું છોડાવે અને માલિક કહેવરાવે. એમને માથું નમાવવું પડે અને ઉપરથી કહે કે તમારી તમે કહો તેવી ચિંતા અમે ન કરીએ. એટલા જ માટે આ દેવ-ગુરુને નમવું એ એવાઓને પાલવતું નથી. એમનું ધારેલું - પછી ભલે તે ગમે તેવું ભયંકર હોય - એવું કંઈક દેતા હોય તો ક્ષણમાં અનેક વાર પગે લાગે, પણ એમ નથી એટલે જ તેઓ એ માનતા નથી અને ઉપરથી એમ કહે છે કે “અમારા આધારે જીવે, અમારાથી એમનું ટટ્ટ ચાલે અને એ પોતાને ગુરુ મનાવે એ અમને કેમ પાલવે ?” આથી જ હું કહું છું કે એવાઓના તમે ચિકિત્સક બનો, એટલે કે બોલનારાના ભાવને પરખો, એવા ઉલ્લંઠોની રગ પરખો. જેટલા એમને નહિ ઓળખે તેટલા બધા જ એમના હાથને માર ખાવાના છે. હું તો કહું છું કે એમના પડખે ઊભેલા સાધુઓની પણ પરિણામે આ લોકમાં પણ ભયંકર દુર્દશા જ છે, કારણ કે એવાઓ સાધુતાના પૂજારી નથી પણ પોતાના મંતવ્યની પુષ્ટિના જ પૂજારી છે, એટલે જે સમયે પોતાનું મંતવ્ય જો એમનાથી પણ હણાશે, તો તે જ સમયે એમને પણ ઊંચકીને ક્યાંય ફેંકી દેશે. સભા : મંતવ્યની પુષ્ટિ માટે તો એમને ઓઠા તરીકે રાખ્યા છે. આથી જ કહ્યું છે કે દુર્જનના પડખે રહેવું એ પણ બહુ ભયંકર છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે હોશિયાર સારા વૈદ્યને હાથે મરવું સારું, પણ ઊંટવૈદ્યના હાથે જીવવું ખોટું તેમ સારાના સહવાસના યોગે જાન જાય તેનું દુઃખ નથી, પણ દુષ્ટની સોબતથી માન મળે તેથી પણ ભયંકર દુઃખ છે, કારણ કે એથી ભયંકર નુકસાન છે. એ જ કારણે કહેવાય છે કે મૂખની સાથે મેળ રાખવાથી ધોળે દિવસે લિલામ થાય. નીતિકાર પણ કહે છે કે – ર મૂર્ણનનાં, સુરેમવર્ષાપિ ni" સુરેન્દ્રના ભવનમાં પણ મૂર્ખજનનો સંસર્ગ સારો નહિ.” Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ અર્થાત્ - સારા માણસે જ્યાં મૂર્ખની સોબત મળતી હોય તેવું સુરેન્દ્રભુવન મળે, તોય મૂર્ખાની સોબત ન કરવી. સુરેન્દ્રભવનની, પણ ત્યાં મુર્ખનો સંગ કરવો પડતો હોય તો, ઇચ્છા કરવી જોઈએ નહિ, કારણ કે ત્યાં પણ એ ભયંકર છે. 1190 સભા : શું સ્વર્ગલોકમાં પણ મૂર્ખ હોય છે ? હા. મૂર્ખાઓ તો આખીયે દુનિયામાં હોય, એટલે કે ત્રણેય લોકમાં હોય. મૂર્ખાઓની ખોટ કોઈ પણ જગ્યાએ નથી ! જ્યાં હોય ત્યાં ડાહ્યાઓની જ ખોટ પડે છે ! સભા : સાહેબ ! દેવ તો વિબુધ કહેવાય છે ને ? હા ! પણ બધાય ઓછા જ એવા હોય ? માણસ તો બધા કહેવાય છે પણ ભેદ છે ને ? તે રીતે દેવલોકોમાં પણ એવા છે કે વિના કારણ અનર્થ મચાવે. સંગમ પણ દેવતા જ હતો ને ? ખરેખર, વિચાર કરતાં એમ જ લાગે છે કે જાણે અત્યારના વિરોધીઓ સંગમના વારસામાંથી જ ન ઊતરેલા હોય ! જાણે સંગમનો વારસો જ એમને મળેલો હોય એમ લાગે છે ! અન્યથા ભગવાન શ્રી મહાવીરદેવનાં ગુણગાન શ્રી સુધર્મ ઇંદ્ર કરે અને અન્ય સઘળાય દેવતાઓ સાંભળે તેમાં સંગમને જેમ બળતરા થઈ, એવી રીતે આપણે ભગવાનના ઉત્સવો, અનુષ્ઠાનો વગેરે કરીએ, તેમાં લોકને બળતરા કેમ થાય ? અમે જેને બાપ માનીએ, પરમ તારક માનીએ, તેને માટે અમે બધું કરીએ તેમાં એમને કેમ ન ખમાય ? એ લોકો પણ પોતે જેને માને છે, એના સરઘસ માટે કેટલું કરે છે ? અહીં એટલે પ્રભુની સેવા વગેરેમાં થતાં ખર્ચને વ્યર્થ કહેવડાવનારાઓ પોતે, પોતે માનેલા દેશના આગેવાનના સરઘસ માટે કેટલું કરે છે ? મહાસભા થાય ત્યારે શું ખર્ચ નથી થતો ? ઘણીયે સ્પેશિયલો દોડે છે, છતાંય ત્યાં ખર્ચ થાય તેમાં વાંધો નહિ ! પણ ત્યાં તો કહે છે કે જાગૃતિ થાય, અમારો વોઇસ (અવાજ) બધે જ પહોંચે ! ગઈ સાલ મહાસભાના પ્રમુખને માન કેટલું આપ્યું હતું ? ચોત્રીસ ઘોડાની બગીનું માન આપ્યું હતું અને એમને હિંદના તાજ વગરના રાજા કહ્યા હતા. કહો કે શાથી ? તો એ લોકોએ માન્યું કે આ કાર્યવાહીમાં સ્વાર્થસિદ્ધિ સમાઈ છે એથી. તેમ જો તમે જેને મોટા માનો તેને માટે આટલું કરો, તો અમે જેને અમારા તા૨ક માનીએ તેને માટે જે કાંઈ કરીએ તેમાં તમને શા માટે લાગે છે ? ત્યાં તો સારા પરિણામની સિદ્ધિની શંકા છે, જ્યારે અહીં એટલે દેવગુરુના આરાધનમાં તો પરિણામસિદ્ધિ નિશ્ચિત Page #121 -------------------------------------------------------------------------- ________________ 1191 – ૭ : માથે કોને રાખવા, કોને ના રાખવા - 76 – ૧૦૫ છે, તો શકિત પ્રવૃત્તિમાં એમને વાંધો નહિ અને આપણી નિશ્ચિત પ્રવૃત્તિમાં આપણે પ્રયત્નો કરીએ, ખર્ચ કરીએ તે જેમને વ્યર્થ અને ધુમાડો દેખાય, તેઓ મૂર્ખ નથી તો બીજું છે પણ શું ? એવાઓની સોબતથી મળતા માનને લાત મારો. એવાઓના સંસર્ગમાં રહીને જ જીવવાનું મળે તો મરી જવું એ સારું છે પણ જીવવું એ ભૂંડે છે કેમ કે પાપ કરીને જીવવું એના કરતાં વગર પાપે મરવું એ શું ખોટું છે? શ્રી શાલિભદ્રજીની ભાવનાનું રહસ્ય : ભગવાનની સેવામાં દર દેવ આવ્યો હતો, ત્યારે ભગવાનને, શ્રેણિકને, અભયકુમારને અને કાલસૌકરિકને છીંક આવી, ત્યારે એણે શું કહ્યું હતું ? એ દેવ શ્રી શ્રેણિક મહારાજાની પરીક્ષા કરવા આવ્યો હતો. એણે પ્રભુની પૂજા કરી, પણ દેખાવ એવો કર્યો કે કોઢિયો દેખાય અને જાણે કે પોતાની રસી પ્રભુને ચોપડતો હોય એવું દેખાય. આવું માત્ર શ્રી શ્રેણિક મહારાજને જ દેખાય. આ જોઈને શ્રી શ્રેણિક મહારાજાને ગુસ્સો આવ્યો, અને એને પકડવા નિર્ણય કર્યો. શ્રી શ્રેણિક મહારાજા શુદ્ધ સમકિતી છે, છતાંય આવો દેખાવ જોઈ ગુસ્સો કર્યો ને ? હા, કારણ કે સમ્યક્તનો એ ગુણ છે. આવું જોઈને શક્તિ છતાં પણ ગુસ્સો ન આવે, તો માનવું જોઈએ કે એની દૃષ્ટિ સુંદર બની જ નથી, કારણ કે પોતાના દેવ-ગુરુ-ધર્મનું અપમાન થાય છતાં પણ જેને કાંઈ જ ન લાગે, તે સમ્યગ્દષ્ટિ કેમ જ કહેવાય ? પોતાના તારકની ગમે તે અને ગમે તેવી અવગણના કરે અને પોતાને કંઈ જ ન લાગે, એનામાં સમ્યક્ત કેમ જ ટકે? કહેવું જ પડશે કે ન ટકે. હવે એ દેવની હયાતીમાં ભગવાનને છીંક આવી ત્યારે દેવે “મર' કહ્યું : શ્રી શ્રેણિક મહારાજાને છીંક આવી ત્યારે “જીવ' કહ્યું : શ્રી અભયકુમારને છીંક આવી ત્યારે “જીવ યા મર' કહ્યું અને કાલસૌકરિક કસાઈને છીંક આવી ત્યારે “ન જીવ ન મર” એમ કહ્યું. ભગવાનને “મર' કહ્યું, એથી વળી શ્રેણિક રાજાનો ગુસ્સો વધ્યો. એથી એ શુદ્ધ સમ્યગ્દષ્ટિ મહારાજાએ પોતાના નોકરોને એ જાય ત્યારે એને પકડવા હુકમ કર્યો. દેવતા ચાલ્યો કે નોકર પકડવા ગયા, પણ દેવ પકડાય ? એ તો આકાશમાર્ગે ચાલ્યો ગયો. નોકરે આવીને એ જ રીતના ખબર આપ્યા કે રાજાએ ભગવાનને પૂછ્યું કે આ બનાવનો હેતુ શો ? ભગવાને કહ્યું કે “રાજનું ! એ દેવ તારા સમ્યક્તની પરીક્ષા કરવા માટે આવ્યો હતો તે કરીને ગયો.” પછી રાજાએ છીંક આવવાથી દેવે કહેલાં વાક્યોનો આશય પૂક્યો, Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ — — 1192 એટલે ભગવાને કહ્યું કે “હું મરીને મોક્ષમાં જવાનો છું માટે મને “મર' કહ્યું, કે જેથી આટલી પણ ઉપાધિ ન રહે, તને “જીવ” કહ્યું કારણ કે મરીને તું નરકે જવાનો છે અને જીવે ત્યાં સુધી ધર્મની પ્રભાવના કરવાનો છે. અભયકુમારને જીવ યા મર” કહ્યું, એનું કારણ કે એ આ લોકમાં પણ કામનો છે અને મરીને પણ સર્વાર્થસિદ્ધ દેવલોકમાં જવાનો છે અને કાલસૌકરિકને ‘ન જીવ ન મર’ કહ્યું કારણ કે જીવીને રોજ પાંચસો પાડા મારે છે અને મરીને નરક જવાનો છે. આ બધું કહેવામાં આપણો મુદ્દો એ છે કે પોતાના તારકની અવગણના જોઈ ન શકાય. ઠોઠમાં ઠોઠ પણ પોતાનાં માબાપને દેવાતી ગાળ સાંખે ? ન જ સાંખે. એ જ કારણે જ્ઞાનીઓ કહે છે કે પાપાત્માઓ તો ઊંઘતા સારા પણ જાગતા સારા નહિ.' પણ આજે તો ધર્મી ઊંઘે છે અને પાપી જાગે છે. પાપી જાગતા રહીને પાપની યોજના કર્યે જ જાય છે. ખરેખર, એવાઓની સાથે રહી જીવવા કરતાં કરવામાં કશી જ હાનિ નથી. આથી દરેકેદરેક ધર્મરસિકે નિશ્ચય કરવો જોઈએ કે દુષ્ટોની સોબતથી માન મળે તો તે પણ ન જોઈએ. મનુષ્યપણે સમાનતા છતાં આ સ્વામી અને હું સેવક, એ ભાવના શ્રી શાલિભદ્રજીને સમ્યક્તમાંથી જન્મી હતી. એ ભાવના સમ્યક્તની દ્યોતક હતી. એ ભાવનામાં પાપવાસના નહોતી, અયોગ્ય અભિમાનનો અંકુરોયે નહોતો કે ઉદ્ધતાઈ પણ નહોતી. એ પુણ્યશાળીની ભાવનાનું રહસ્ય જ એ હતું કે “ભગવાન શ્રી મહાવીરસ્વામી એ સ્વામી ખરા, નિગ્રંથ ગુરુ એ સ્વામી ખરા, પણ આ સ્વામી કેમ ?' આ ભાવનામાંથી જન્મ્યો નિર્વેદ, એમાંથી સંવેગ, પછી ઉપશમ, ત્યાર બાદ સંયમ અને તપ તથા અનશન! પરિણામે સર્વાર્થસિદ્ધ વિમાને ગયા, જ્યાંથી મનુષ્ય થઈ મુક્તિપદે જશે. પણ આજના ઉલ્લંઠોને તો આ બધાથી ઊંધી ભાવના છે, માટે એમને આ બધું નથી ગમતું. આજના એવાઓ કહે છે કે “આપે તે સ્વામી'. આપણે પણ કહીએ છીએ કે આપે તે સ્વામી, પણ જેવો સ્વામી તેવી માગણી હોય. માગનારે વિવેક રાખવો જોઈએ. પૌગલિક પદાર્થોની પ્રાપ્તિની માગણી માટે આ સ્વામી નથી. કેટલાક પ્રશ્નોત્તર : આજના ઘણાય કહે છે કે “આ દેવગુરુ પદ્ગલિક પદાર્થો આપતા દેખાતા નથી માટે માનીએ શાના ?' આથી સ્પષ્ટ છે કે સુખના અર્થી પણ ધર્મના Page #123 -------------------------------------------------------------------------- ________________ 193 - ૬: માથે કોને રાખવા. કોને ના રાખવા - 76 – ૧૦૭ વિરોધી હોઈ શકે, કેમ કે ઘોર મિથ્યાત્વના યોગથી દુઃખનાં સાધન જ સુખનાં સાધન મનાઈ જાય છે. એ જ કારણે અભાવીનું સંયમ, તપ વગેરે અનુપમ, પણ પુદ્ગલને, પૌલિક પદાર્થોને સુખનું સાધન માનવાથી એ સાચી વસ્તુ તણાઈ જાય છે. વિષય એ દુઃખનું સાધન છે એમ જેને ન સમજાય, તે સમ્યગ્દષ્ટિ પણ નથી અને વિષયનો અનુભવી પણ નથી.વિષય એ દુઃખનું સાધન છે એવું અખંડિતપણે જેની સમજમાં બેઠું હોય, તે વિષયનો અનુભવી ! વિષય મુખ્યતયા પાંચ : રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. એ પાંચને ભોગવતાં અનુભવીનો આત્મા દુઃખ માને, તો સમ્યગ્દષ્ટિ તો માને જ! એવું જે માને તે જ સાચો અનુભવી છે. એથી જ પંડિત પણ તે જ કે, જે પાપથી ડરે. તો હવે વિચારીને નિશ્ચિત કરો કે સમ્યગ્દષ્ટિ, સાચો અનુભવી અને વિચક્ષણ તે જ, કે જે પાંચ વિષયોને દુઃખનું કારણ માને અને જે એમ ન માને તે તો અનુભવી નહિ, પણ ફસેલો અને આસક્ત જ છે. એવાને અનુભવી ન જ કહેવાય, કારણ કે અનુભવી એવી રીતે ફસાય નહિ : અર્થાત્ અનુભવી તે જ કે જે ફસાય નહિ. આથી “મુનિ સંસારના અનુભવી ખરા કે નહિ ?' એ પ્રશ્નનો ઉત્તર પણ મળી જ જાય છે. કારણ કે શ્રી જૈનશાસનના મુનિઓ સંસારના સાચા અનુભવી છે જ. કારણ કે, શાથી ? તો એથી જ કે જે દુઃખનાં સાધન છે તેને તે દુઃખનાં સાધન તરીકે જાણી શકયા છે, જાણી નથી શક્યા તે અનંતજ્ઞાનીએ કહેલ છે માટે હૃદયથી માની શક્યા છે અને જાણી પણ નથી શક્યા અને માની પણ નથી શક્યા તો જ્ઞાનીની પાછળ ચાલી છોડી શકયા છે, માટે એ અનુભવી. વ્યવહારમાં પણ જે વેપારીને ત્યાં શીખવા બેસે ત્યાં તરત જ ન આવડે. પહેલાં ધક્કા ખવરાવે, ટોપ-ટયાં કરાવે. પેલો બેસનાર પણ સમજે કે એ બધું કરશું તો શેઠની મહેરબાની થશે માટે બધું કરે, પણ પહેલાંથી જ એવી હઠ કરે કે શીખવાડે તો જ જાઉં, તો એ જિંદગીમાં કાંઈ જ જાણે નહિ. પણ આજ તો એવા સઘળાય અનુભવોનો ઇનકાર કરીને ઉલ્લેઠો કહે છે કે “જ્ઞાનમૂલક જ વૈરાગ્ય જોઈએ માટે ખોટી ચીજ હોય તે બધાનો અનુભવ કરીએ, અનુભવજ્ઞાન મેળવીએ અને અમને દુઃખનું સાધન લાગે, તથા ત્યાં રહેવા છતાંયે વિરાગ થાય ત્યારે જ વૈરાગ્ય વાજબી છે એમ માનીએ તથા જેનો વૈરાગ્ય કરવો હોય એનો અનુભવ લેવો જોઈએ.' પણ એ બિચારાઓ કશું સમજતા જ નથી, કારણ કે જ્ઞાન કંઈ આકાશમાંથી ઊતરવાનું નથી તેમજ ખોટી ચીજોના પણ અનુભવ કરવા બેસવું Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1194 અથવા તો જેના ઉપર વૈરાગ્ય લાવવો જરૂરી છે, તેનો પણ અનુભવ લેવાની ભાવના રાખવી, એ ભયંકર અજ્ઞાનતા છે. વળી ખરાબ વસ્તુનો સહવાસ કર્યા વિના પણ તે વસ્તુ ઉપર વેરાગ્ય થતો હોય, તો વાંધો પણ શો છે? સભા: સાહેબ ! લાલસા રહી જાય ને ? ભાગ્યશાળી ! એ તો વિચારો કે “ભોગ ભોગવવાથી લાલસા વધે કે ઘટે ?' જ્ઞાનીઓ તો ફરમાવે છે કે વિષયભોગ ભોગવીને પછી વૈરાગ્ય પામીશ, એમ કહે એના જેવો અજ્ઞાની કોઈ નથી. દુનિયામાં પણ કહેવત છે કે આશા આકાશ જેવડી એટલે એનો અંત જ નથી, માટે આશા પૂરી થયા પછી વિરાગી થાઉં એ ભાવના જ ખોટી છે, કારણ કે આશાનો અંત કર્યા વિના તેનો અંત આવતો જ નથી. વળી જ્ઞાનીઓએ ત્યાજ્યના અખતરા કરવાનો નિષેધ કર્યો છે. અખતરા ઇષ્ટના હોય કે અનિષ્ટના ? શ્રદ્ધા નહિ રાખતાં નિર્ણય કર્યા પછી જ અમલ કરવો, એમ જો બાળક કરે તો તે શું જીવે ? માબાપ જે આપે તે બાળક તરત મોંમાં લઈ લે છે, તો પેલાઓએ આવાં બાળકોને પણ તેમ કરતાં બંધ કરવાં જોઈએ ને ? અને એમ કરવા માટે એમના કાનમાં જઈને કહે કે “ઓ મૂર્ખ ! આ ચીજ પુષ્ટિ કરશે એની ખાતરી શી ?' આવું કાનમાં કહે અને બાળકને અટકાવે તો બાળક રુએ પણ માબાપ મોમાં મૂકે કે ખુશ થાય, તો પછી કહો કે આવાં બાળક સારાં કે આ ભણેલા સારા ? બાળક બીજી પંચાતમાં જ ન પડે. એ તો એક જ વાત કે બા કહે તે ખરું. બા અગર બાપા આપે તે ખાવુંપીવું અને એ કહે તેમ વર્તવું. કંઈ ચીજ આપવા લેવા જાય, ત્યાં – એ બીજું ન બોલે પણ મારી બાએ મોકલ્યો હતો' - એટલું જ કહે, જે બાળક પોતાની માના કે બાપના હાથનું મોંમાં મૂકેલું ખાતો તે જ બાળક મોટો થઈને પોતાના બાળકના મોંમાં મૂકતો બને. એ શાથી? તો પોતાના માબાપના ઉપર વિશ્વાસપૂર્વક ચાલ્યો તેથી. એ રીતે ભણ્યા ગમે તેટલું પણ વૈરાગ્ય, સંયમ, ત્યાગ સારા છે એની એને ગમ નથી. જેમ બાળકને અનાજ પોષક છે કે કેવું એ ગમ નહોતી, પણ વિશ્વાસથી મોંમાં મૂકતો તેમ અહીં પણ વૈરાગ્ય, સંયમ, ત્યાગની ગમ ન હોય એ બને, પણ એ ગમ ન હોય ત્યાં સુધી એ વિષયમાં બાપ ગણાતા જે હોય તે જે આપે તે લેવામાં એને હરકત ન હોવી જોઈએ. આ બાપ છે એમ માની લે તે ખરા કે ન માની લે તે ખરા ? જો એમ ન હોય તો દુનિયાના બધા પદાર્થોનો, નાશક પદાર્થોનો પણ અનુભવ કરો. “ઝેર એ પ્રાણનાશક કહેવાય છે પણ જાણ્યું Page #125 -------------------------------------------------------------------------- ________________ 1195 - - ૬ : માથે કોને રાખવા, કોને ના રાખવા - 76 – ૧૦૯ શાથી? કોઈના કહેવાથી, વાંચવાથી, કે સલાહથી - પણ ખાતરી શી ?” વખતે પુષ્ટિનો ગુણ હોય અને વંચિત રહી જવાય તો ? આ કોઠાને ઝેર જ અનુકૂળ હોય તો ? માટે એક વખત તો ખાવું જ એટલે ખાતરી થાય કે એ પ્રાણ નાશ કરે છે કે નહિ, કારણ કે અનુભવ કર્યા વગર એ વાતને માની લેનાર તો અંધશ્રદ્ધાળુ કહેવાય અને એમ કહેવરાવવું એ તો આંધળાનું કામ, માટે એમ તો અમે ન જ માનીએ. આવું વિચારીને કોઈએ પણ ઝેરનો અનુભવ કર્યો ? સભા : સાહેબ ! આવી જાતના અખતરા તો પોતાની જાત ઉપર નહિ પણ પારકા ઉપર કરે એવા છે ! અને વળી એવા અખતરા કરીને જગતના ભલા માટે પોતે એમ કરે છે એમ કહે એવા છે ! ત્યારે અનંતજ્ઞાનીઓનું કહેવું માનવામાં હરકત શી હતી ? ખોટી ચીજ ન ભોગવત તો હાનિ શી હતી ? નાશકને નાશક માની જ લેવું હતું ને ! નાહક અખતરા કરી બીજાનો નાશ કરવાનું કારણ શું? પણ આ બધા સુવિચારોથી વંચિત રહેલા પાપાત્માઓ એક એક ચીજના અનુભવ માટે અખતરાના બહાને, હજારો પ્રાણીઓનો નાશ હસતાં હસતાં કરી રહ્યા છે. કારણ કે તેઓ ક્રૂર, સ્વાર્થી છે. અન્યથા એવા અખતરા પારકા ઉપર થાય છે પણ પંડ ઉપર કેમ નથી થતા ? આથી સમજો કે ગમે તેવી દશામાં પણ જેના જેનાથી લપટાઈ જવાય, લપસી જવાય, એવી ચીજોના અખતરા ન જ હોય. ચીકણી જમીન ઉપર અંગૂઠો દાબીને જ ચલાય. ઊભા રહેવું પડે તો પણ ટેકેથી સાચવીને જ ઊભા રહેવાય. એ જ રીતે જ્ઞાનીએ જેને ત્યાજ્ય કહ્યું તેનો અનુભવ કરીને પછી છોડવું, એવું કહેનારાના જેવા દુનિયામાં પાપોપદેશકો કોઈ જ નથી. સંસાર કેવો છે, તે અનુભવવાનું કેમ જ કહેવાય? નાના બાળકને પણ નીકળવાની ભાવના થાય તો તેને રહેવાનું કેમ જ કહેવાય ? સાચાં માબાપ તો તે જ કે જે બાળકની એવી ઉત્તમ ભાવનાને પુષ્ટ કરે, પણ ખરેખર અધઃપતનનો કાળ આવે ત્યારે ભાગ્યહીનોને સામગ્રી પણ તેવી મળે છે ! આજે સ્વતંત્રતાના નામે ભયંકર પાપભાવનાઓ આવી છે. શ્રી શાલિભદ્રજીને ગુલામી ન ગમી એ વાત ખરી, પણ કોની ગુલામી ન ગમી ? પોતાના જેવાની ગુલામી ન ગમી, પણ ભગવાન શ્રી મહાવીર દેવની અને નિગ્રંથ ગુરુની ગુલામી તો હર્ષથી માન્ય હતી. મનુષ્ય જેવા મનુષ્યની, રાજાની ગુલામી ન ગમી, કારણ કે એટલી પોતાના પુણ્યમાં ખામી દેખાઈ, એટલે ભોગને વિષ જેવા માન્યા અને એવા સ્વામીની સેવા સ્વીકારવાની ભાવના થઈ કે જે સ્વામીના યોગે સદાને Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ –– – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1196 માટે સેવકપણું મટે. પરિણામ એ આવ્યું કે રાજા શ્રી શ્રેણિક જેવો પણ એમનો સેવક બન્યો. શ્રી શાલિભદ્રજીને વિચાર એ થયો કે “કાર્યવાહી એવી કરું કે સેવકપણા ઉપર કાપ મુકાય” અને એ ભાવનાને સફળ કરવા માટે દેવગુરુનું સ્વામિત્વ સ્વીકાર્યું; પણ આજના લોકોને તો એવા સ્વામી જોઈએ છે કે જે પોતાની ઇચ્છાનુસાર આપે અને એમ નથી થતું માટે જ દેવગુરુના સ્વામિત્વને એટલે સ્વામી એવા દેવગુરુને પણ તે ઉલ્લેઠો ફગાવી દેવા તૈયાર થાય છે. પણ એવા સ્વામીને ફગાવી દેવાની ભાવના થઈ ત્યારથી જ એ ભાગ્યહીનોના કપાળે કાળા અક્ષરે ગુલામી લખાઈ ચૂકી છે. શ્રી વીતરાગદેવ, નિગ્રંથ ગુરુ અને તે તારકોની ત્યાગમયી આજ્ઞા જેને ન ગમે, તેના કપાળમાં ગુલામી કાળા અક્ષરે લખાઈ ચૂકી છે. નિર્માઈ ચૂકી છે. કોઈ ભલે ડાહ્યા અને મોટા કહેવાતા હોય, પણ જેને દેવ, ગુરુ અને ધર્મની ગુલામી ન ગમે, તે ખરે જ પાગલ છે. વિશ્વમાં સજ્જન જેની પ્રશંસા કરે તેની જ કિંમત છે, પણ દુર્જન જેની પ્રશંસા કરે તેની કિંમત નથી. આથી જ દુર્જનની પ્રશંસામાં ગૌરવ માનનારો ગમે તેવો વિદ્વાન હોય તો પણ બેવકૂફ છે. માટે સમજો કે દુર્જને કરેલી પ્રશંસા પણ ભયંકર છે. એથી કલ્યાણના અર્થીએ દુર્જનોની પ્રશંસાથી રાજી થવાનું નથી, પણ દુઃખી થવાનું છે; કારણ કે સજ્જને કરેલી નિંદા ભૂંડી નથી પણ દુર્જને કરેલી પ્રશંસા મૂંડી છે. ખરે જ, સજ્જને કરેલી નિંદાથી રાજી થવાય પણ દુર્જને કરેલી પ્રશંસાથી રાજી ન જ થવાય. વિષયમાં રાચેલા સાધુ પાસે આવતાં આંચકો ન ખાય એ બને, પણ વિષયને સારા માનનારા તો જરૂર આંચકો ખાય. આમ છતાં પણ જો વિષયોને સારા માનનારાઓ, સાધુઓ પાસે છાતી કાઢીને જતા હોય, તો તેમાં બે કારણ છે : એક તો તેઓને સાધુનો સંસર્ગ ફળ્યો નથી અને બીજું એવાઓની પીઠ થાબડનાર એ સાધુ છે. આ બે કારણો સિવાય એ વસ્તુ બનવી એ સંભવિત જ નથી. વિષયને સારા માનનારા સાધુઓ પાસે જતાં આંચકા ખાય, એનો અર્થ એ છે કે એવાઓનો પગ ભારે થાય, અને સાધુ શું કહેશે એમ એવાઓના હૃદયમાં થાય. રાજાઓને પણ કવિઓ બે રીતે ઓળખે છે અને ઓળખાવે છે કે એની એક આંખમાં ભય હોય અને બીજી આંખમાં પ્રેમ હોય. એથી ગુનેગાર રાજા પાસે જતાં ધ્રૂજે અને બીજા ગુનેગાર આનંદથી જાય. એ જ રીતે ધર્મીની પાસે પણ ધર્મીને આવતાં આનંદ, અધર્મીને સહેજ મૂંઝવણ છતાં પણ આવે, પણ Page #127 -------------------------------------------------------------------------- ________________ 1197 - ૯ : માથે કોને રાખવા. કોને ના રાખવા - 76 – ૧૧૧ ધર્મના વિરોધીને, ધર્મના ઘાતકને તો એની પાસે આવવું ભારે જ પડે. અમારી પાસે ધર્મવિરોધીઓ પણ ડંફાસ હાંકી જતા હોય અને અમે હાજી હા કરીએ તો એ અમારી ખામી જ ગણાવી જોઈએ. એ ખોટી ડંફાસ હાંકે કે મુનિ અગર ધર્મી કહી દે કે “હું ઓળખું છું', એટલે તરત જ પેલાને પસીનો છૂટે. વિરોધી ભલે અબજોપતિ હોય પણ સાચો ધર્મી એના તેજમાં ન જ અંજાય. અને પોતે એના તેજમાં નહિ અંજાય એવું સાફ જણાવી દે, એમાં જ ધર્મીની ખરી શોભા અને આબરૂ છે. એવાઓના ખોટા સવાલોમાં ધર્મી ન જ તણાય. વ્યવહારમાં પણ કહેવાય છે ચોરની સાથે વાત કરવામાં શાહુકારની શોભા ન ગણાય. રાજ્યમાં પણ એવો નિયમ હતો અને હજી પણ હશે અને હોવો જ જોઈએ કે રાજાની પોતાની નજરે કોઈ અનીતિ કે પ્રપચ કરતો માલૂમ પડે કે તે વખતે પોતે કંઈ ન કહે, પણ એના ઉપરી દ્વારા એની ઉપર ડિસમિસનો હુકમ મોકલે. વાત કરવાના ટાઇમમાં પણ પેલો નવું સાધે નહિ, એની કાળજી આ નિયમમાં સમાઈ છે. સરકાર ખૂનીને ન્યાય ખાતર કોર્ટમાં લાવે પણ હાથમાં કડી સાથે જ લાવે. ભયંકર ગુનેગારોને હાથ પગમાં કડી નાખ્યા વગર ન જ લાવે, કારણ કે જે આદમી જે પોઝીશનમાં છે તેને તેવો જ રાખવો જ જોઈએ, કેમ કે એને અધિક છૂટ આપવામાં અનર્થ છે. અધિક છૂટ આપે તો એક વાર જેણે જંગલમાં ખૂન કર્યું તે કોર્ટ વચ્ચે પણ કરે. એને એમ થાય કે “ફાંસી તો લખાઈ ચૂકી છે તો સ્વાદ ચખાડીને જ કેમ ન મરું !' કારણકે પાપીનો એ ગુણ છે. હાથમાં કડી ન હોય અને વકીલ પૂછે કે કેમ ખૂન કર્યું ? તો “આમ” કહીને ત્યાં એનું જ ખૂન કરી નાખે. એ વખતે એમ કરતાં પાપીને વાર ન લાગે. માટે ખૂનીને કડી નાખ્યા વગર ન લાવે. પૂર્વકાળમાં અને વર્તમાનમાં પણ ખૂનીને લાવ્યા પછી, જો એની આંખ લાલ માલૂમ પડે તો કેસ મુલતવી રાખે, અને પાછો લઈ જાય. કારણ કે એવાઓ બેડી તોડીને કંઈકનાં માથાં ફોડે. આથી જ કહેવાય છે કે ઘાસલેટ પાસે અગ્નિ ન મુકાય. અગ્નિ પોષક, રસોઈ કરવામાં મદદગાર, પણ ઘાસલેટના ડબા પાસે મૂકો તો લાહ્ય જ લગાડે. માટે બધું જ સ્થાને ઉચિત છે, પણ અસ્થાને નહિ. માટે ધર્માનું તે સ્થાન છે કે જ્યાં ધર્મીને આવતાં આનંદ થાય, અધર્મીને સહેજ મૂંઝવણ થાય પણ આવે, પણ વિરોધીને તો ત્યાં પગ મૂકવો એ પણ ભારે જ પડે. તો સાધુ કે જે ધર્મના દેશક છે, પ્રાપક છે, અને પ્રચારક છે, ત્યાં વિરોધી Page #128 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ પણ આવે, પણ એની સાથે વાત કંઈ થાય ? વિષયાધીનોની સાથે સાધુઓથી પણ વિષયની બાંગ ન જ પોકારાય. ૧૧૨ કોઈ આવીને કહે કે ‘કંઈક છે, હું આવો છું, તેવો છું’ તો સાધુ કહી દે કે ‘તમે ધર્મ માટે લાયક નથી, ખોટા મદમાં ચડી માયામાં પડી આત્માની બરબાદી કરી રહ્યા છો, લક્ષ્મી તો આજે છે, કાલે ચાલી જશે, કારણ કે એ ચંચળ છે, આખરે ભીખ માગશો અને ગતિ બગડશે. ચક્રવર્તી પણ શ્રી તીર્થંકરદેવ પાસે જઈ કે નિગ્રંથો પાસે જઈ એમ નથી કહેતા કે હું છ ખંડનો માલિક છું !' ચક્રવર્તીઓ તથા ઇંદ્રો પણ જે તારકના શાસનને ઇચ્છે, જેની સામે હાથ જોડીને ઊભા રહે ત્યાં શું હશે ? અસંખ્યાતા દેવોના સ્વામી ઇંદ્રો પણ હાથ જોડીને-મસ્તક નમાવીને પ્રભુ પાસે ઊભા રહે. દેવતાઓને ઉપકારીઓ કહેતા કે જો ભોગમાં મૂંઝાયા તો એકેંદ્રિય પણ થશો માટે સાવધ રહો, અને મોહમાં સાન-ભાન ન ભૂલો. ક્ષણ પણ પ્રમાદ ન કરવાનું શ્રી ગૌતમસ્વામી મહારાજાને જે ભગવાન કહેતા હતા, તે ચક્રવર્તી તથા ઇંદ્રોને શું કહેતા હશે ? છતાંય એ બધા હાથ જોડીને જ ઊભા રહેતા. આથી સમજો કે મુનિ પાસે હાથ જોડીને જ ઊભા રહેવાય. 1198 અનાથી મુનિના નાથ થવાનું શ્રી શ્રેણિક રાજાએ કહ્યું હતું, ત્યારે અનાથી મુનિએ શું કહ્યું હતું ? પોતે મોં મલકાવીને કહે છે કે ‘રાજન ! નાથવાળા બન્યા પછી બનવા આવજો.' આ કહેવાથી શ્રી શ્રેણિક મહારાજાના જીવનની આખી દિશા જ પલટાઈ ગઈ. આવું કોણ કહે ? અમુભાઈ ને ચનુભાઈ એમ કર્યા કરે તે ? નહિ જ. એવાઓ કદી જ સાચું જોઈએ તેવા સ્વરૂપમાં નહિ કહી શકે. વડોદરા કૉન્ફરન્સ વખતે ૫૨મ ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજા ત્યાં હતા અને પ્રાયઃ તે અરસામાં પુસ્તકાલય જોવા વડોદરાનરેશ પણ ત્યાં આવ્યા હતા. શ્રી આચાર્ય મહારાજાની ભવ્યાકૃતિ જોઈ વડોદરાનરેશે પૂછ્યું હતું કે ‘આપ ધર્મોપદેશ આપશો ?' શ્રી આચાર્યે મહારાજાએ કહ્યું હતું કે ‘ધર્મોપદેશ આપવામાં વાંધો નથી.' ફરી ગાયકવાડ મહારાજાએ પૂછ્યું કે ‘ઉપદેશમાં શું કહેશો ?’ આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી આચાર્ય મહારાજાએ જણાવ્યું કે ‘એ પ્રશ્ન જ નથી. મને ઠીક લાગશે તે કહીશ.’ બહાર જઈને નરેશ પોતાના માણસોને કહે છે ‘ત્યાગી સાધુ મેં આજે જોયા. બીજા તો મને કહેવરાવે કે અમારું વ્યાખ્યાન સાંભળો અને એનો વિષય આપ પસંદ કરો. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૬ : માથે કોને રાખવા, કોને ના રાખવા 76 જ્યારે આમને તો પરવા જ નથી અને કહે છે કે મને ગમે તે ઉપદેશ આપીશ.’ ધર્મગુરુ પાસે ઉપદેશ લેવા આવે, ત્યારે ‘આપ કહો તે કહું' એમ ધર્મગુરુ કેમ કહે ? અમુક વસ્તુ સમજવાનું કોઈ કહે એ વાત જુદી છે. પણ ધર્મગુરુ ઉપદેશ તો પ્રભુની આજ્ઞાનુસાર જ આપે. આટલું કૌવત તો ધર્મગુરુમાં હોવું જ જોઈએ અને એ હોય તો જ સામા ઉપર છાયા પડે છે. આજના કેટલાક લોકો તો કહે છે કે ‘ધર્મગુરુ ખરા, પૂજ્ય ખરા, પણ અમે કહીએ તેમ વાંચે તો ખરાં. ધર્મગુરુ અને જ્ઞાતા થયા પછી હોય તે કહે કે સામાના કહેવા મુજબ કહે ? 1199 સભા : અમુક સૂત્ર વાંચવું કે અમુક એ તો પુછાય છે ? એ પુછાય. એ તો માત્ર કર્યો વિષય સાંભળવાની રુચિ છે તે માટે કયું સાંભળ્યું છે, કયું નહિ એ માટે, પણ ‘અમુક દેશના આવી રીતે દો' એમ ગૃહસ્થે મુનિને કહેવાનો અધિકાર નથી. દાનધર્મની દેશના અગર કોઈ પણ ધર્મની દેશના તો શાસ્ત્રમાં હોય તેવી દેવાય, પણ ગૃહસ્થ કહે તેવી ન દેવાય. મુદ્દો એ છે કે દુનિયાના વિષયમાં પડેલાને ધર્મગુરુ ધર્મ ચારે દઈ શકે ? કહેવું જ પડશે કે વિષયમાંથી ખસેડે તો, પણ ત્યાં પોતે ફસાય તો શું થાય ? શ્રી શાલિભદ્રજીની ભાવના ઊંચી હતી, એ જોઈ શ્રેણિકને એમ થયું કે ‘આવી ભોગવાળી સ્થિતિમાં આ ભાવના ! એ પૂજ્ય છે.' પોતે સેવા કરવા આવ્યા - કોઈ બોલાવવા નહોતું ગયું. ‘ધર્મ, ધર્મગુરુ અને એ બેયના ઉત્પાદક શ્રી વીતરાગદેવનું સ્વામિત્વ સ્વીકાર્યા વિના ચાલે તેવું નથી.' - એમ ચારે થાય ? ત્યારે જ કે જ્યારે વિષય દુઃખનાં સાધન મનાય અને એમ માને તે જ સાચા અનુભવી. પછી ભલે તે સાધુ હોય કે શ્રાવક હોય. તો હવે કહો કે ‘શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ દુઃખરૂપ, દુઃખલક અને દુઃખની પરંપરાવાળા લાગે છે કે નહિ ?’ આટલો એકડો તો નક્કી કરો. આટલું થાય તો આ દેવ, ગુરુ અને ધર્મનું સ્વામિત્વ સ્વીકારવામાં વાંધો નહિ આવે. ૧૧૩ અર્થ કામ સારા માન્યા છે ત્યાં એને માટે, એ જ્યાં મળે ત્યાં આજીજી કરો છો ને ! અરજીઓ કરીને શેઠ શોધો છો કેમ ? આજે ભણેલાને પણ નોકરી નથી મળતી એ બૂમ છે. ભણેલા પણ અભણ પાસે જઈને પોતાને નોકર તરીકે રાખવાનું કહે છે. સત્તર જણની સિફારસ કરે, ત્યારે માગતો હોય એનાથી અરધા પગારે શેઠ રાખે. ઘણા કહે છે કે ‘અમે ગ્રેજ્યુએટ થઈને નીકળ્યા ત્યારે સો-બસોનો પગાર મળશે એવું માનતા હતા, પણ ઘણાને તો સાઠ પણ પરાણે Page #130 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો મળે છે.’ અર્થ-કામને માટે એ જ્યાંથી મળે ત્યાં સ્વામિત્વ સ્વીકારવામાં નાનમ નથી થતી, અને અહીં દેવગુરુનું સ્વામિત્વ સ્વીકારવામાં વાંધો આવે છે, એનું કારણ ? એ જ કે વિષયને સુખનું સાધન માન્યું છે, પણ દુઃખનું સાધન માન્યું નથી માટે જ એ દશા છે. ૧૧૪ જેઓ વિષયને સુખનું સાધન માને, એવાને ભક્ત બનાવવા કે અનુયાયી બનાવવા પ્રયત્ન કરવો તે આત્મઘાત છે. જે વિષયની માગણી કરવા આવે, ગુરુ પાસે અર્થકામની પુષ્ટિ કરાવવા આવે, એવાના ગુરુ બનવાના લહાવા ભયંકર છે. એવાના ગુરુ બનવા કરતાં એ પ્રદેશમાંથી ચાલ્યા જવું, એ જ સારું છે, પણ એવાના ગુરુ બનવું સારું નથી. ગોશાળો પોતાની મેળે ભગવાનનો ચેલો બન્યો હતો, એટલે ભગવાનની સાથે એ ચાલતો, પણ વાતો શી કરતો ? ક્યાંય રસોઈ થતી હોય એ જોઈને ભગવાનને કહે કે જમીને જઈશું. પણ ભગવાન એની વાતને સાંભળતા પણ નહિ ! આજના પણ કેટલાક એવા પાક્યા છે કે જે સાધુને કહે છે કે ‘તમે દુનિયામાં રહો તો અમારા કહ્યા મુજબ હાજી ભણો. ભગવાને કહ્યું, પૂર્વાચાર્યોએ કહ્યું, આગમે કહ્યું તે વાત ખરી પણ વીસમી સદીમાં એ બધું ન ચાલે માટે સુકાન ફેરવો.' આવી રીતે સાધુને સુકાન ફે૨વવાની સલાહ આપે છે, પણ એવી સલાહ આપનારને તો જે ગુરુ હોય તે તો સંભળાવી જ દે કે ‘જા ! જા ! નાપાક ! નિમકહરામ બનીને નિમકહરામ બનાવવા આવ્યો છે ? જેના નામથી, વેષથી, ક્રિયાથી આત્માનો ઉદ્ધાર થાય છે અને જગતપૂજ્ય બનાય છે, તેનાથી બેવફા બનવાની શિખામણ આપવા આવ્યો છે ?' દુનિયાદારીમાં પણ સાચી વફાદારીની જ કિંમત છે, માટે સર્વત્ર સાચી વફાદારી સ્વીકારવી પડે છે, તો જે ધર્મગુરુઓએ શ્રી મહાવીરદેવના, એટલે કે સર્વજ્ઞ ૫૨માત્મા શ્રી જિનેશ્વરદેવોના શાસનને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી છે, તે ધર્મગુરુઓ શ્રી જિનેશ્વરદેવોના અને તેમના શાસનના જ ગુણો ગાય કે તમારાં ગુણગાન ગાય ? સભા : થોડા પણ અમારા નહિ ? 1200 તમારામાં લાયકાત હોય તો તમારાં પણ ગાય, પણ આજ્ઞા સાચવીને જ : આજ્ઞાને આઘે મૂકીને તો નહિ જ ! પણ પેલા ઉલ્લંઠો તો કહે છે કે વીસમી સદીમાં આ ચાલે જ નહિ માટે સુકાન ફેરવો . સુકાન ફર્યું કે સો મણ દૂધના કૂંડામાં વિષનો કણીઓ પડ્યો સમજો. સુકાન કઈ દિશામાં હોય ? કહેવું જ Page #131 -------------------------------------------------------------------------- ________________ 1201 – ૬ : માથે કોને રાખવા, કોને ના રાખવા - 76 – ૧૧૫ પડશે કે જે દિશામાં ઉદય થાય તે દિશામાં ! નાવિક પણ પવન ફરે તો નાવનું મોટું ઊલટી દિશામાં ન લઈ જાય. પવન પ્રતિકૂળ હોય, સામે પૂર હોય તો ચાટવા લે, હલેસાં મારે, બેને બદલે બાર માણસ મહેનત કરે, પણ જાય તો તે જ માર્ગે. જો પવન વિફરે અને નાવ ચક્રાવે ચડે તો ત્યાં ને ત્યાં ઘુમાવે પણ ઊંધી દિશાએ ન વાળે. પહાડ સાથે ન ભટકાય એની કાળજી રાખે. એ કામ કપ્તાનનું છે. કપ્તાન પણ પરીક્ષામાં પાસ થયેલો જોઈએ. મોટર ડ્રાઇવર પણ પાસ થયેલો જોઈએ છે ને ! જે રીતે હાંકવાનું ભણ્યો હોય તે જ રીતે હાંકવાનું માલિક કહે. માલિક કહી દે કે “મરજી મુજબ ન હતો અને દારૂ પીને ન બેસતો, તે જ રીતે ભગવાન શ્રી મહાવીરનો ઓઘો હાથમાં રાખનારા વિષયાધીનોનાં ખોટાં માનપાનથી રાજી ન જ થાય. જો એવા થવાય તો તો શાસન ડહોળાય ! હજી તો આપણે ઘણા છીએ પણ એવો વખત આવે કે “હું તું અને તેરહીએ અને કદાચ હું' પર વાત આવીને અટકે, તોય એ વખતે જે ધર્મજીવન જીવે તે, પ્રભુએ ફરમાવેલી ભાવનામાં ટકે તે જ પુણ્યવાન. હું એકલો માટે સામાનું સાચું એમ વિચારી જે વિરોધીઓમાં ભળ્યો, તે તો ગયો જ સમજવો. સભા: સાહેબ ! ખરી વાત છે. આ વીસમી સદીમાં સૂર્ય ચંદ્ર પણ ગતિ નથી ફેરવી તો શાસનના સાચા સંચાલકો શુદ્ધ અને સ્વાભાવિક શાસનમાં શાસ્ત્રથી વિપરીત ફેરફાર કેમ જ કરે ? એમ ન જ બને, કારણ કે એ આજના ઉલ્લંઠો જેવા મૂર્ખ નથી. અસ્તુ. વિશેષ હવે પછી - Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭ઃ અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ: 77 ૦ પાપમાં ચોંટવાપણું કેમ છે ? • આત્મા સાથે વિચારો ! ૦ કર્મ અને આત્મા - • નિમિત્ત કેવી રીતે ? ૦ આત્મા પામર શાથી ? • ઉત્પાદનને સદ્વ્યયનો ફરક : ૦ શ્રી ઢંઢણ ઋષિ : • અશુભ ભાવનાથી દુઃખ ! ૦ બચતાં શીખો ! ૦ અમાનુલ્લાહ ! • શુભબંધનું પરિણામ - વિદ્વાન કોણ ? ૦ નફાવાળા વેપારમાં હિસાબ ? વિષય : પુણ્યોદય અને પાપોદયમાં આત્માએ રાખવાની સાવધાની. સંસ્કારરસિકતામાં કારણ કર્મ છે, એની ના નથી પણ એ કર્મને બદલવું આત્માને સ્વાધીન છે. પુણ્યના ઉદયે પ્રાપ્ત થતી સુખ-સાહ્યબીમાં કેવી વિરક્તિ રાખવી અને પાપના ઉદયે મળી આવતી આપત્તિમાં કેવી સમતા સાધવી એની કળા આ પ્રવચનના વાક્ય વાક્યમાં મળી રહે છે. અનંત શક્તિનો ધણી આત્મા દીન કેમ જ બને ? એ અંગે શ્રી ઢંઢણ અણગારની દૃઢતા અને અદીનવૃત્તિનું દૃષ્ટાંત સરસ રીતે આપી વાત સ્પષ્ટ કરી છે. સુખનો માર્ગ સંતોષ છે, આજની દીનતાનું મૂળ અશુભોદય કરતાં પણ મનમાં સળગી રહેલી ઈર્ષ્યા, અસંતોષની આગ જ છે. એનું સચોટ નિદાન કર્યું છે. પ્રસંગવશ છ કાયની હિસાથી જન્ય પદાર્થોનો મુનિને ઉપયોગ કરવો પડે, છતાં એનો મુનિ ઉપદેશ તો ક્યારે પણ આપે નહિ જ એવી વીરવાણીના ઉદ્દઘોષપૂર્વક સાચી વિદ્યાનું સ્વરૂપ સમજાવી પ્રવચન પૂર્ણ કર્યું છે. મુવાક્યાતૃત • કર્મ ભયંકર સંયોગો ઊભા કરે, કફોડી હાલતમાં મૂકે, પણ દીન બનાવવાનું કામ એનું નથી. - દીનતા એ તો પામરતા છે અને એ પામરતા આત્માની છે, પણ બીજા કોઈની નથી. સંયોગોને એવા કેળવો કે એક ભવના સુધારા સાથે અનેક ભવનો સુધારો થાય. કર્મના ઉદય સાથે બેઠા કે માર ખાધો સમજો - • કર્મનો ભરોસો ન રાખો, થોડું થોડું પણ બચતાં શીખો, તો ભયંકર પ્રસંગે પણ બચી શકશો ! કર્માનુસારિણી મતિ થાય એમાં ના નહિ, પણ એને ફેરવવાની તાકાત આત્મા ધરાવે છે. મેળવેલી ચીજના સદુપયોગમાં ધર્મ, મેળવવામાં તો પાપ. જ્યારે દેવાની ચીજ ઉત્પન્ન કરવામાં પણ પાપ, ત્યાં દાન માટે પેદા કરવાની વાત જ ક્યાં રહી ? સાધર્મિકને સતેજ બનાવવા માટે ઘરબાર તારાજ કરાય, પણ ઘરબાર સળગાવી મૂકે એવા એમને સતેજ ન જ કરાય. જે વિદ્યા ઉન્મત્ત બનાવે એ વિદ્યા મદિરા જેવી છે. એવી વિદ્યા ન મળો, ન લો અને ન આપો. વિલાસી બનાવે તેવી વિદ્યા લેવા કરતાં મૂર્ખ રહેવું અને મૂર્ખ રાખવું એ જ સારું છે. વિલાસનું પરિણામ વિનાશ છે, માટે વિરાગી એ વિદ્વાન છે, પણ વિલાસી એ વિદ્વાન નથી. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ : પાપમાં ચોંટવાપણું કેમ છે? સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાના ભાવને અનુસરી, ટીકાકાર મહર્ષિ ફરમાવી રહ્યા છે કે કર્મના ભારથી ભારે થયેલા આત્માઓ વિષયમાં એવા લીન થયા છે કે, ગમે તેટલી આપત્તિઓ આવે તો પણ સકળ દુઃખના આવાસરૂપ ગૃહસ્થાવાસને છોડી શકતા નથી. આવેલી આપત્તિને ઘોળી પીને પણ ત્યાંથી ખસતા નથી. શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક હોય, તે છતાં પણ અતિ વિષયાધીન જીવો ત્યાંથી ખસી શકતા નથી. આપત્તિ આવે તો કરુણ સ્વરે રુએ, શોક કરે, ભાગ્યને ઠપકો આપે, પણ ત્યાં રહ્યા રહ્યા જ, અને એ સઘળાંનો હેતુ એક જ કે એ સ્થાન ન છૂટે. વધુમાં અતિ વિષયાધીન આત્માઓ વિષયોની આધીનતાને લઈને, આ લોકમાં પણ અનેક વ્યાધિઓ વગેરે ભોગવીને, બિચારાઓ પરલોકમાં પણ દુર્ગતિએ જાય છે, જ્યાંથી કોઈ છોડાવી શકતું નથી. અતિ વિષયાધીન આત્માઓ માટે કોઈ છોડાવનાર મળે નહિ એવી દુર્ગતિમાં જવાનું તો સરજાયેલું જ છે અને આ લોકમાં પણ વ્યાધિઓ વગેરે ભોગવવું પડે છે. આથી ઉપકારીઓની આજ્ઞા મુજબ શુદ્ધ અને સાચા વિવેકી બનીને એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી દુ:ખનો સર્વથા અભાવ થાય. આ વસ્તુ સંસારમાં જ બેઠાં બેઠાં, અને વિષયોમાં લીન રહેવાથી થાય એમ નથી, કારણ કે ચારે ગતિમાંથી એક પણ ગતિમાં શાંતિ નથી. આથી મોક્ષની સાધનામાં અદ્વિતીય સાધનરૂપ મનુષ્યભવ પામીને, બધીયે આપત્તિઓ ટળે એવો જ ઉપાય યોજવો જોઈએ, પણ આપત્તિ એ આપત્તિરૂપ છે એમ દેખાય તો જ એ ઉપાય યોજાય ! સભા : આપત્તિરૂપ લાગે તો છે અને ખટકે પણ છે ! માન્યું કે ખટકે છે, પણ જો તમારા કહેવા પ્રમાણે ખટકતું જ હોય તો પાપની પ્રવૃત્તિ સહેજે પણ મોળી તો પડવી જ જોઈએ ને ! ત્યાગ ન થાય પણ ચોંટવાપણું તો કેમ જ હોય ? કર્મ અને આત્મા : સભા : ભવિતવ્યતા કારણ છે ને ? સમ્યગ્દષ્ટિ ભવિતવ્યતા ઉપર જ આધાર ન રાખે. વસ્તુને જે ન જાણે તે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 14 એવો આધાર રાખે. ચાલતાં જ્યાં જવાય ત્યાં ખરું, એમ તો જે માર્ગ ન જાણે તે કહે, પણ બધા માર્ગ જોયા કે જાણ્યા હોય તે એમ ન જ કહે. આત્મા તથા કર્મનો સ્વભાવ જાણનાર અને પાંચ કારણનાં સ્વરૂપ જાણનાર સમ્યગદૃષ્ટિ આત્મા ભવિતવ્યતા ઉપર જ આધાર ન રાખે. સભા ‘વર્માનુસળી વુદ્ધિ:' એ વાત ખરીને ? એ વાત માની, તો પણ કર્મના સ્વરૂપને સમજનાર આત્મા કર્મના ઉદયને આધીન ન થાય. કર્મના ઉદયને ભોગવવા એ જુદી ચીજ છે અને આધીન થવું એ જુદી ચીજ છે. કર્મનો વિપાક ઉદયમાં આવે તે દેખાયા વિના જાય નહિ, એટલે ભોગવવો તો પડે, પણ તાબે થવું કે નહિ તે આત્માને આધીન છે. આથી સ્પષ્ટ છે કે ઉદયને ભોગવી લેવામાં હરકત નથી, કારણ કે દરેક મુક્તિગામી આત્માએ શુભ તથા અશુભ ઉદયને ભોગવ્યા છે, એટલે કે સાહ્યબી પણ ભોગવી છે અને તકલીફ પણ ભોગવી છે, પણ ભોગવ્યું અને આધીન ન થયા. એ શુભ તથા અશુભ સંયોગમાં તે તે પ્રકારનો ઉદય માનતા, પણ પોતાને કંઈ નથી એમ માનતા. આજે તો શુભ ઉદયથી મળેલી સામગ્રીને સારી માની તેના મોહમાં રાચવાનું બને છે અને અશુભના ઉદયથી મળેલી સામગ્રીને બૂરી માની ત્યાં દુર્ભાવના અને દુષ્ટ વિચારો થાય છે. જ્યારે પ્રભુશાસનને પામેલા પુણ્યશાળીઓ તો કહેતા કે શુભ તથા અશુભ સંયોગોથી લાભ-હાનિ પુલને છે, પણ આત્માને કાંઈ નથી, માટે બેય સંયોગોમાં એ સમાન રહેતા, સમચિત્ત રહેતા, અને અશુભ કરતાંય શુભ સંયોગોમાં વધુ વિરાગાવસ્થામાં રહેતા. શુભ સંયોગમાં વિરાગ ધારણ કરતા અને અશુભ સંયોગમાં સમતા ધારણ કરતા. શુભોદયથી મળતા પદાર્થોને અસાર માની, એ પદાર્થોના રાગથી ન રંગાતા અને અશુભ સંયોગોને મળ સાફ કરનાર માનતા. આથી એ સ્પષ્ટ થાય છે કે સારા-નરસા સંયોગો મળે એ કર્મનો પ્રતાપ, એટલે કે કર્મો સારા-નરસા સંયોગો ઊભા કરે એ વાત સાચી, પણ એ બેયમાં આત્મા સાવચેત રહે અને આધીન ન થાય તો કર્મ શું કરે? કર્મનું પ્રાબલ્ય એવું છે કે એ આત્માને વિષમ સંયોગોમાં મૂકે, પણ આત્મા જો સાવધ હોય તો આત્માને દીન બનાવવાની એનામાં તાકાત નથી. એ સંયોગો એવા ઊભા કરે કે ત્યાં ભાગ્યે જ કોઈ અસાવધ આત્મા ટકે. પણ જો આત્મા સાવધ થઈ જાય તો કર્મની તાકાત નથી કે એ તેને દીન બનાવે. સાડા બાર વર્ષ સુધી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ - 77 ભગવાન શ્રી મહાવીરદેવને ઉપસર્ગ થયા; એ ઉપસર્ગોના સંકટમાં શું કમી હતી ? એમાંના એક ઉપસર્ગના સંકટનો અંશ માત્ર આવે, તો આપણા તો છક્કા પંજા ૨મી જાય, પણ ભગવાન સાવધ રહ્યા તો તેનો વિનાશ કરી સ્વસ્વરૂપ પ્રાપ્ત કર્યું. આથી એ વસ્તુ સિદ્ધ છે કે કર્મ ભયંકર સંયોગો ઊભા કરે, કફોડી હાલતમાં મૂકે, પણ દીન બનાવવાનું કામ એનું નથી. દીનતા એ તો પામરતા છે અને એ પામરતા આત્માની છે, પણ બીજા કોઈની નથી. આત્મા પામર શાથી ? 1205 સભા : એ પામરતા આવી ક્યાંથી ? કહેવું જ પડશે કે કર્મના ઉદયને આધીન થવાની કુટેવ પડી એમાંથી જ પામરતા જન્મી છે; જો એમ ન માનો અને ‘કર્મોદયથી જ દીનતા આવે' એમ માનો, તો તો કોઈ મુક્તિએ જાય જ નહિ, એટલે કર્મ કોઈને પણ મુક્તિમાં જવા દે જ નહિ. સબળ આત્માઓ મુક્તિએ જાય, પણ સબળતા એ શું ? કહેવું જ પડશે કે સબળતા એટલે આત્માની તાકાત; માટે સમજો કે કર્મની કાર્યવાહી જુદી છે અને આત્માનો સ્વભાવ જુદો છે. કર્મે આત્માના સ્વભાવ ભૂલવવાના સંયોગો કર્યા છે અને સ્વભાવ ભૂલવામાં નિર્બળતા આત્માની છે. મિથ્યાદૃષ્ટિ તો કર્મ તથા આત્માના સ્વભાવને ન જાણે તેથી ભૂલે, પણ સમ્યગ્દષ્ટિ તો એ સ્વભાવની ભિન્નતા સારી રીતે શ્રદ્ધાના યોગે સમજે છે; કર્મનો સ્વભાવ જુદો છે, અને આત્માનો સ્વભાવ જુદો છે, એમ સારી રીતે જાણે છે અને માને છે. તે છતાંય ભૂલે તો માનવું જ જોઈએ કે એ આત્માની નિર્બળતા છે. આત્મા તથા કર્મના સ્વભાવને સમ્યગ્દષ્ટિ આત્મા તો સમજી ચૂકેલો છે, એટલે નિર્બળતા થાય તો પોતાની છે. કોઈ કોઈ વખત કોઈ કર્મ જોર કરી જાય એની ના નથી, પણ કેવળ કર્મના યોગે જ નિર્બળતા થતી હોત, તો તો અનંતા આત્માઓ જે મુક્તિએ ગયા તે ન જાત. મુક્તિગામી આત્માઓ પૈકીના કેટલાય આત્માઓ એવા થયા છે કે જે આત્માઓને અતિ વિકટ સંયોગો મળ્યા હતા. પુણ્યના વિપાકોદયમાં એ જ પુણ્યાત્માઓની સાહ્યબીનો પણ પાર નહોતો અને અશુભોદય વખતે આપત્તિનો પણ સુમાર નહોતો. આજ તો સાહ્યબી પણ શી છ ? લાખ, બે લાખ, કરોડ, અબજ વગેરે, બસને ? આજની રાજઋદ્ધિમાં પણ માલ શા છે ? ૧૧૯ આજના દુઃખમાં પણ તાવ આવે, અમુક રોગ થાય કે કોઈ આવીને સાફ કરી જાય. એમ છતાં સારા સંયોગોમાં આસક્તિ અને નરસા સંયોગોમાં ભય Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ એવા કે સંસારમાં જેનો નમૂનો નહિ. આ દશામાંથી બચવાનો ઉપાય એક જ છે કે દુ:ખના સંયોગને ભોગવી લેવા પણ આધીન ન થવું. સારા-નરસા સંયોગોને આધીન ન થવું, એ જ બચવાનો એક ઉપાય છે. સંયોગોને એવા કેળવો કે એક ભવના સુધારા સાથે અનેક ભવનો સુધારો થાય. લાખ મળે છતાં, અગર લાખ વગર પણ શાંતિ રાખવી, તે આત્માને પોતાને આધીન છે. લાખ મળવા કે નહિ, ટકવા કે નહિ તે કર્મને આધીન, પણ મળો યા ન મળો, ટકો યા ન ટકો, છતાંય સમાધિમાં રહેવું એ આત્માને આધીન છે. સમ્યગ્દષ્ટિ આત્માને લાખ આવે તેની પરવા ન હોય, અને જાય તેની ભીતિ ન હોય. પરાધીન સુખને ટકાવવાની તાકાત આત્માની નથી અને તે ઇચ્છવા જોગ પણ નથી. સાહ્યબી મળવી કે જવી તે શુભ તથા અશુભોદયને આધીન છે, પણ એ બેય પ્રસંગે સુખી કે દુ:ખી ન થવું તે આત્માને આધીન છે. છતી સાહ્યબીએ જેમ સુખ ભોગવનારા છે, તેમ દુઃખ ભોગવનારા પણ છે અને આપત્તિમાં જેમ દુઃખ માનનારા છે, તેમ સુખ માનનારા પણ આ વિશ્વમાં છે. શાસ્ત્રકાર કહે છે કે એવી તાકાત કેળવો કે સંપત્તિ તેમ જ આપત્તિ વખતે આત્મા સમાન કોટિનો થાય. કર્મના ઉદય સાથે બેઠા કે માર ખાધો સમજો. કર્મના ઉદયથી મળતી સામગ્રીને જે પુદ્ગલલીલા માને તે આત્માને કર્મ દબાવી ન શકે. એ આત્મા ઉપર જરા પણ એ કર્મોદયની અસર ન થાય. 1206 સભા : શું બાહ્ય નિમિત્તથી દીનતા ન થાય ? જે બાહ્ય નિમિત્તને આધીન ન થાય, તેને દીનતા ન થાય. દાતારને ત્યાં યાચક પણ માગવા જાય અને મુનિ પણ જાય. યાચકને ન આપે તો તે દીન થાય, પણ ન આપવાથી મુનિ દીન થાય ? નહિ જ, કારણ કે યાચકમાં દીન થવાની કુટેવ છે, પણ મુનિમાં તેવી કુટેવ નથી. માગવું તો બેયને સરખું છે, પણ મુનિને તો દેનાર ન દે, એટલું જ નહિ પણ ધક્કો મારે કે ગાળ દે તો પણ એ તારકની પ્રસન્નતા તો એની એ જ રહે. પણ પેલો યાચક તો માગતાં અન્નદાતા કહે અને ન આપે તો મોઢું બગાડે, રુએ, ગાળો દે, બધું કરે. નિમિત્ત તો બેયને સરખાં છે, છતાંય ગાળ દેવાથી ભિખારી ગુસ્સે થાય પણ મુનિ ન થાય, કારણ કે ભિખારી રોટલાને આધીન છે અને મુનિ રોટલાને આધીન નથી. મુનિ તો માને છે કે ‘મળે તો સંયમપુષ્ટિ છે અને નહિ મળે તો તપોવૃદ્ધિ છે : મળે તોયે લાભ છે અને ન મળે તોયે લાભ છે.’ આ માન્યતાને લઈને મુનિને દીનતા આવતી નથી. ન Page #137 -------------------------------------------------------------------------- ________________ 1207 – ૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ – 77–– ૧૨૧ શ્રી ઢંઢણ ઋષિ : આ વિષયમાં શ્રીકૃષ્ણ મહારાજાના પુત્ર અને ત્રણ લોકના નાથ ભગવાન શ્રી નેમિનાથ સ્વામીજીના શિષ્ય શ્રી ઢંઢણ ઋષિજીનું દૃષ્ટાંત અનુપમ છે. શ્રી ઢંઢણ ઋષિ જેવા મહાપુરુષને પણ મોટા શેઠિયાઓ, ધાર્મિક અને ઉદાર લોકોથી ભરેલી દ્વારિકા નગરીમાં અંતરાય કર્મના ઉદયથી ભિક્ષા મળતી નહોતી. એ અંતરાયનો નાશ કરવા માટે એ મહાપુરુષે એવો અભિગ્રહ અંગીકાર કર્યો હતો કે – “પરાધ્યા મોચેડ” હું પરની લબ્ધિથી ભોજન નહિ કરું.’ આ અભિગ્રહના પાલન માટે અલાભપરીષહને સહન કરતા અને પરની લબ્ધિથી મળેલા આહાર નહિ કરતા એ મહા મુનિવરે કેટલોક કાળ પસાર કર્યો. એ રીતે એ મહામુનિવર પોતાનો કાળ પસાર કરતા હતા. એ અરસામાં કોઈ એક દિવસ શ્રીકૃષ્ણ મહારાજાએ ભગવાન શ્રી નેમિનાથસ્વામીજીને પ્રશ્ન કર્યો કે - “ગરીષ મeઊંનાં મળે છે સુરાર:” “આ મહર્ષિઓની અંદર દુષ્કર કરનાર મહર્ષિ કોણ છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી નેમિનાથ સ્વામીજીએ ફરમાવ્યું કે દુઃખારવાર: સર્વેડમી દંઢાર્વતિ" “આ સઘળાય મહર્ષિઓ દુષ્કરને કરનાર છે, પણ તે સઘળાય મહર્ષિઓમાં આ ઢંઢણ ઋષિ અતિશય દુષ્કરને કરનાર છે.” આ પ્રમાણે સાંભળીને શ્રીકૃષ્ણ મહારાજા અતિશય પ્રસન્ન થયા. સમ્યગ્દષ્ટિ આત્મા કોઈ પણ આત્માની અધિક આરાધના જોઈને આનંદ પામે, તો પછી પોતાના જ પુત્રરત્નની અધિક આરાધના જોઈને કેમ આનંદ ન પામે ? શ્રી ઢંઢણકુમાર શ્રીકૃષ્ણ મહારાજાના પોતાના પુત્ર છે, તો પોતાના પુત્ર માટે સાક્ષાત્ પ્રભુના શ્રીમુખે, આવા પ્રશંસાના શબ્દો સાંભળીને, શુદ્ધ સમ્યક્તના સ્વામી શ્રીકૃષ્ણ મહારાજાને અતિશય આનંદ થાય એમાં આશ્ચર્ય શું છે ? કોઈ પણ આત્મા મુક્તિમાર્ગનો આરાધક બને, એવી મનોદશાવાળા આત્માને પોતાનો પ્રેમપાત્ર કોઈ આત્મા મુક્તિમાર્ગનો આરાધક બને, એમાં આનંદ થયા વિના રહે જ નહિ, Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ એ ન્યાયે અતિશય આનંદ પામેલા પરમ ધર્મશીલ શ્રીકૃષ્ણ મહારાજા ભગવાન શ્રી નેમિનાથસ્વામીજીને નમસ્કાર કરીને, પોતાની દ્વારિકાનગરી તરફ ચાલ્યા. નગરીમાં પ્રવેશ કરતાં જ શ્રીકૃષ્ણ મહારાજાએ ભિક્ષાચર્યા માટે જતા શ્રી ઢંઢણ ઋષિજીને જોયા. જોતાંની સાથે જ દર્શન માટે તલસતા શ્રીકૃષ્ણ મહારાજા એકદમ હાથી ઉપરથી નીચે ઊતરી પડ્યા અને તે ઋષિપુંગવને તે નરવરે અતિશય ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો. રીતે શ્રીકૃષ્ણ મહારાજાને નમસ્કાર કરતા જોઈને, એક શ્રેષ્ઠિએ વિચાર કર્યો કે ‘જે શ્રીકૃષ્ણ દ્વા૨ા પણ આ રીતે પૂજાય છે, તે ખરે જ કોઈ ધન્ય આત્મા છે.' આ વિચારથી પોતાના ઘરે પધારેલા તે ઋષિપુંગવને તે શેઠિયાએ બહુમાનપૂર્વક મોદકથી પ્રતિલાભ્યા; આથી તે ઋષિપુંગવે પણ આવીને અને નમીને ભગવાનને વિનયપૂર્વક પ્રશ્ન કર્યો કે - “ર્માન્તરાવ જિ મે, શાળ મિક્ષાં યજ્ઞાનવત્ ।" ‘શું મારું અંતરાય કર્મ ક્ષીણ થયું, કે જેથી મને ભિક્ષા મળી ?” આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે - “સ્વામ્વો નાન્તરાવું તે, ક્ષીનું વ્યિક્ત્વયં તે। हरिणा वन्दितोऽसीति, श्रेष्ठी त्वां प्रत्यलाभवत् । । १ । । " ‘તારું અંતરાય કર્મ ક્ષીણ થયું નથી ને આ લબ્ધિ તો કૃષ્ણ વાસુદેવની છે, કારણ કે કૃષ્ણે તને વંદન કર્યું એ કારણે શેઠિયાએ તને પ્રતિલાભ્યો છે, એટલે કે વહોરાવ્યું છે ’ 1208 વિચારો કે આવે સમયે આવા કથનથી અજાગૃત આત્માને શું થાય ? રોજ ભિક્ષા માટે ફરવું છતાં ભિક્ષા ન મળે, લાંબા કાળની તપશ્ચર્યા પછી આહાર મળે અને ભગવાન કહી દે કે એ આહાર તારી લબ્ધિનો નથી ત્યાં શું થાય ? આવેશ, દીનતા કે ગુસ્સો વગેરે આવે કે નહિ ? સભા : અત્યારે તો આવે. હાલ અને દરેક કાળમાં પુદ્ગલાધીન જીવને ગુસ્સો આવે. પણ આ ઢંઢણ તો મહામુનિ હતા. સંયમ અને તપથી રંગાયેલા હતા. એ મહાપુરુષને આહાર સાથે સંબંધ નહોતો. પોતે તપોવૃદ્ધિ માની અને આ પરલબ્ધિ છે એમ જાણી, રાગાદિરહિત એવા તે ઋષિપુંગવે એ ભિક્ષાને યોગ્ય ભૂમિમાં પરઠવવા માંડી અને પરઠવતાં પરઠવતાં - Page #139 -------------------------------------------------------------------------- ________________ 1209 ૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ “પૂર્વાનિતનિ વર્માનિ, નીવાનાં દુઃક્ષવાળો ।” “ખેદની વાત છે કે જીવોને પૂર્વે પેદા કરેલાં કર્મો દુઃખે કરીને ક્ષય પામનારાં હોય છે !” - 77 આ પ્રકારના સ્થિર ધ્યાનને ભજનારા તે ઋષિપુંગવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આથી સમજો કે દીનતાના પ્રસંગો તો પ્રાયઃ બધાને આવે : શ્રી ઢંઢણ મુનિને પણ પ્રસંગ આવ્યો, પણ આત્મા જાગતો હતો. જાગેલો આત્મા મૂંઝાતો નથી, પણ સંપત્તિ તથા આપત્તિને શુભાશુભનું કારણ માને છે. શુભ તથા અશુભ કર્મનું એક જ કામ કે સારા અથવા નરસા સંયોગો લાવીને ખડા કરે, ત્યાં મિથ્યાદૃષ્ટિ તો અજ્ઞાનના યોગે મૂંઝાય, પણ સમ્યગ્દષ્ટિ આત્મા મૂંઝાય નહિ. ૧૨૩ શ્રી ઢંઢણ મુનિનો કેવો કઠિન તપ, મોટામાં મોટો અભિગ્રહ, ઘણે દિવસે ભિક્ષા મળે, પણ ભગવાન પોતે જ એ આહાર બીજાની લબ્ધિનો છે એમ કહે, એ વખતે સમતા રહેવી એ શું નાનીસૂની વાત છે ? બચતાં શીખો ! સભા : એ વખતે શરીરબળ પણ ખરું ને ? શરીરબળવાળા પણ એ વખતે કેટલાય નરકે ગયા છે, માટે આત્મબળની પ્રધાનતા છે. તે તે કાળને યોગ્ય શરીર વગેરે સામગ્રી હોય, એમાં ના નહિ. એ કાળમાં આપત્તિ પણ એવી હતી, તો શરીર પણ તેવાં હતાં. જેટલું તપ અને સંયમ આજે છે, એને યોગ્ય શરીરબળ તો આજે પણ છે. માનો કે આપત્તિ વખતે તેવું શરીરબળ ન હોય તો કાયા ગબડે, પણ અહીં - હૈયામાં પરિવર્તન કેમ થાય ? હૃદયમાં ફેરફાર કેમ થાય ? એ તો આત્માને સ્વાધીન છે. માટે વસ્તુને વસ્તુગતે સમજો. કર્મનું એક જ કામ કે શુભ અને અશુભ સંયોગો લાવે, પણ એમાં લીન થવું કે દીન થવું, એ આત્માને આધીન છે. સભા : સમ્યગ્દષ્ટિ આત્માને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય ખરું કે નહિ ? ખરું. શુભનો ઉદય ભલે આવે, પણ સમ્યગ્દષ્ટિ આત્મા એમાં લીન ન થાય, એને આધીન ન થાય. સમ્યગ્દષ્ટિ, દેશિવરિત તથા સર્વવતિ વગેરેને શુભાશુભનો ઉદય તો આવે, પણ મુદ્દો એ છે કે એને આધીન ન થવું. બાંધેલાં કર્મ ઉદયમાં તો આવે, પણ આધીન ન થવું, એ જ આત્માની તાકાત છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 110 પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય એટલા માટે કે એના યોગે મળેલા પદાર્થો આત્માને મૂંઝવવામાં ભાગ નથી ભજવતા. આપણે તો ઘણુંયે પુણ્યાનુબંધી પુણ્ય કરવું હોય, પણ હૈયામાં ગાંડુંઘેલું થઈ જાય, પાપાનુબંધી પુણ્ય આવી જાય, એનું શું ? સભા : શ્રી નંદિષેણ મુનિ આધીન થયાને ? હા ! આધીન થયા તો ગબડ્યા અને પડ્યા પણ ખરા, પણ જાગૃત હોવાથી પડી ન રહ્યા. દશને પ્રતિબોધ કર્યા વિના ખાવું નહિ, એવો નિયમ કર્યો. એ મુજબ વર્ષો સુધી રોજ દશ દશને પ્રતિબોધ કરતા અને એક દિવસે દશમો પ્રતિબોધ ન પામ્યો. તેથી એ દશમાને બદલે પોતે દશમાં થઈને ચાલી નીકળ્યા. તીવ્ર અશુભોદય આવે ત્યારે ન જ ગબડે એમ નહિ, ગબડે પણ, પણ ઊભો થાય તો પાછો ચડે પણ ! નિસરણીથી પડતાં પણ બેસે, હાથ ટેકવે તો ઓછું વાગે, અને બેભાન થઈને ગબડે તો હાડકાં ભાગે, તેમ કર્માધીન પડ્યા તે દુર્ગતિએ જ જાય એવો એકાંત કાયદો નથી. પડીને પાછા ચડે તો ઓછો જ વાંધો છે ? આથી સ્પષ્ટ જ છે કે શુભ અને અશુભનો ઉદય આવે ભલે, પણ એને આધીન થવું કે નહિ, એ આત્માને આધીન છે. આત્મા આધીન ન થાય તો કર્મની તાકાત નથી કે આત્માને કંઈ કરી શકે અને આધીન થવાય તો અમે-તમે તો ગબડીએ, પણ ચૌદ પૂર્વધરો પણ પડે. ચૌદ પૂર્વધરો અનંતા નિગોદમાં ગયા એમ લખ્યું છે, પરંતુ સાથે એ પણ જાણવું જ જોઈએ કે એ નિગોદમાં ભલે ગયા, પણ અમુક કાળની અંદર એ આત્માઓની મુક્તિ નિયમા, કેમ કે એ સ્વાદ ચાખીને ગયા છે, માટે ત્યાંથી નીકળ્યા બાદ નિમિત્ત મળ્યથી તરત અંગીકાર કરવાના. સાવધ ન રહે એ ગબડે. અગિયારમે ગુણઠાણે ગયેલા, યથાખ્યાત ચારિત્ર પાળવાવાળા, જેના કષાય માત્ર શાંત થયા છે એવા પણ ગબડે, તો અમારી-તમારી વાત શી ? મુદ્દો એ છે કે સાવધગીરી જાય તો આત્મા પડે. તીવ્ર અશુભ કર્મના ઉદયમાં ગબડનારો ધીમે ધીમે એવી બેમાલૂમ રીતે ગબડે કે સાવધગીરી છતાં પણ પછી એકદમ પડે એવું પણ બને, કેમ કે પછી બચાવ નથી. માટે શાસ્ત્રકાર કહે છે કે કર્મનો ભરોસો ન રાખો, થોડું થોડું પણ બચતાં શીખો, તો ભયંકર પ્રસંગે પણ બચી શકશો. શુભ બંધનું પરિણામ : ઉપશમ શ્રેણિવાળા નિયમો પડે, નક્કી પડે. જ્યારે ક્ષપક શ્રેણિવાળાએ તો Page #141 -------------------------------------------------------------------------- ________________ 1211 – - ૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ - 77 ૧૨૫ ક્ષય જ કર્યો છે, ત્યારે ઉપશમ શ્રેણિવાળાએ તો દબાવ્યાં છે. વેપારી એકના લાવી બીજાને દઈ આબરૂ બચાવે, એવું કેટલા દિવસ ચાલે ? બે લેણદારને પતાવી ચાર ઊભા કરે એ થોડો વખત ચાલશે, પણ એક દિવસ તો પાઘડી ફેરવવી જ પડે ને ? પણ માગનાર રાખો જ નહિ, તો એ દશા ન આવે. જૈનશાસ્ત્ર તો વિધિ એવી મજેની બાંધી છે કે તે મુજબ જે વર્તે તેને દુનિયાના વ્યવહારમાં પણ વાંધો ન આવે અને ધર્મ બન્યો રહે. એ મર્યાદા મુજબ વર્તનાર શ્રાવક પ્રાયઃ દેવાળું તો કાઢે જ નહિ. જે શ્રાવક બને તેની ચોદ આની આપત્તિ તો આપોઆપ ટળે. પણ સંતોષ આવવો જોઈએ અને લોભ ખસવો જોઈએ; પરિમિત પરિમાણવાળા બનવું જોઈએ અને જરૂરથી અધિક ઇચ્છા ન કરવી જોઈએ. શ્રાવક જરૂરત કેટલી ઇચ્છે એ પ્રથમ કહેવાઈ ગયું છે; એથી અધિક ન ઇચ્છે. સંતોષવૃત્તિથી રહેનાર શ્રાવકની ચાલુ ધર્મક્રિયાથી અશુભોદય ખસે, એટલે સાહ્યબી, લક્ષ્મી વગેરે તો શુભોદયે આપોઆપ આવે. આજે ચૌદ ચૌદ કલાક મજૂરી કરવા છતાં નથી મળતું, તે પહેલાં ઠંડે કલેજે મળતું. એટલી લક્ષ્મી પામતા કે જેનો સુમાર નહિ, પણ એમની શુભ ક્રિયાઓ અખંડિત ચાલુ રહેતી જેથી અશુભ જાય. શ્રી તીર્થંકરદેવનાં પાંચે કલ્યાણક વખતે ઇંદ્રના મેરુપર્વત જેવાં અચળ સિહાસનો કંપે શાથી ? કોણ કંપાવવા ગયું હતું ? એમના પુણ્યનો પ્રભાવ છે. શ્રી તીર્થંકરદેવ ચ્યવે, અહીં જન્મ, અહીં દીક્ષા લે, અહીં કેવળજ્ઞાન થાય અને અહીં નિર્વાણ પામે, તે વખતે નારકમાં પ્રકાશ થાય, ત્યાંના જીવોને ક્ષણવાર સુખ થાય, એનું કારણ ? કહેવું જ પડશે કે પુણ્યનો એ પ્રભાવ છે. એ રીતે અહીં પણ લક્ષ્મી અને સાહ્યબી ચાલીને આવે. જ્ઞાનીએ કહેલા શુભ અને અશુભના વિપાકમાં શ્રદ્ધા હોય, જે વિપાક કહ્યા એ કથનમાં શ્રદ્ધા હોય, તો આ બધું જ સમજાય. ધર્માની ક્રિયા એક જ, પણ એકને નિર્જરા માટે થાય અને બીજાને આશ્રવ માટે થાય. શુદ્ધ પરિણામના યોગે નિર્જરા કરનાર આત્મા કેવળજ્ઞાન પામી મુક્તિએ જાય, અને શુભ પરિણામવાળો આત્મા શુભાશ્રવના બંધથી સાહ્યબી વગેરે પામે, એને પુણ્યકર્મનો બંધ થાય માટે લક્ષ્મી-સાહ્યબી એ બધું મળે, આત્માના કષાયો મંદ પડે, લોભ, માન, માયા, ક્રોધ મંદ પડે તો ઇચ્છા ઘટે, ઇચ્છા ઘટવાથી પાપવાસના કમ થાય, એથી પ્રવૃત્તિ મોળી થાય અને એથી જ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1212 પાપ બંધાય ઓછું. સંતોષી આદમીને ધર્મની કાર્યવાહી માટે સમય ઘણો મળે, જેથી અશુભ ખપે અને શુભ બંધાય; અને શુભબંધના યોગે ઇચ્છાથી અધિક આવી આવીને મળે, તેથી ધર્મભાવના વધારે તીવ્ર થાય. જો એ દશા ન હોત, એ સંતોષવૃત્તિ ન હોત, તો પૂર્વના શ્રાવકો જે મંદિરો વગેરે આવાં બંધાવી ગયા છે, જે શાસનકામ કરી ગયા છે તે ન કરી શકત. પૈસાને પોતાના માન્યા હોત તો આવો વ્યય ન કરી શકત. ધર્મક્રિયામાં વાપરતાં એ પુણ્યાત્માઓએ માપ ન કર્યું. હદયદુઃખ : સભા : એ તો પરિગ્રહના પરિમાણવાળા હતા ને ? બધા એવા હતા એમ પણ નથી. મુદ્દો એ છે કે એ વસ્તુમાં એમની એવી લીનતા નહોતી , લક્ષ્મીને આધીન એ નહોતા, ત્યાં માપ વગર ખચ્યું. હિસાબ તો ખાવા-પીવામાં, પહેરવા-ઓઢવામાં ગણાય. જે ક્રિયામાં અશુભનો બંધ હોય ત્યાં હિસાબ ગણાય, પણ જેમાં શુભ બંધ કે નિર્જરા હોય ત્યાં હિસાબ ન ગણાય. ત્યાં હિસાબ ગણનારથી એવાં દાન ન દેવાય. એનાથી દાન પણ ન દેવાય અને ધર્મ પણ ન થાય. નાનામાં નાનું મંદિર બંધાવે પણ ખર્ચે કેટલું ? પાર વિનાનું ! અને ખર્ચીને એ ક્રિયાને શોભાયમાન બનાવે, અનુમોદનીય બનાવે. સભા: નફાનો જ વેપાર ત્યાં હિસાબ શો ? એ હૃદયમાં ઊતરવું જોઈએ. આજે ક્યાં હિસાબ ગણાય અને ક્યાં ન ગણાય એ ખબર છે ? નળ ઉઘાડો રાખો ત્યાં હિસાબ નહિ. પાપમાં મેળ નથી, પણ પુણ્યક્રિયામાં હિસાબી વાત છે. પુણ્યક્રિયામાં જે તજો છો તેમાં લીનતા અકબંધ પડી છે, માટે હિસાબ ગણાય છે. એમને પુણ્ય કેમ ફળતાં હતાં એ પુછાય છે, પણ એ જે રીતે પુણ્ય કરતા હતા એ દરવાજા બંધ કરાય છે, પછી એમના જેવો અનુભવ શી રીતે થાય ? સારા ફળ માટે તકલીફ તો વેઠવી પડે. વ્યવહારમાં પણ છોકરાને કહો છો કે મહેનત કરવાથી ગાડી ઘોડો મળે, તો એ રીતે અહીં પણ કહેવું જ પડે કે પુણ્ય જીવતું જાગતું રાખવું હોય તો તેવી કાર્યવાહી કરવી જોઈએ. એ પુણ્યવાનોના જેવું પુણ્ય પણ જોઈતું હોય, તો પણ એમના જેવી કાર્યવાહી કરવી જોઈએ અને તે પણ એક મુક્તિના જ ધ્યેયથી. આ ધ્યેયના કારણે જ ઉદય તો આવે, પણ સમ્યગ્દષ્ટિ આત્મા મૂંઝાય નહિ. કર્મ મુંઝવણ ઊભી કરે, પણ આત્મા સાવધ રહે તો લેપાય નહિ. મોહનો ઉછાળો આવી પણ જાય, જરા તણાય Page #143 -------------------------------------------------------------------------- ________________ અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ 77 પણ, પણ સાવધ રહે તો ટકે. અસાવધ થાય તો તણાઈ જાય. જરૂરથી અધિક કોઈ ન ઇચ્છે તો કોઈ પણ દુઃખી થાય ? કહેવું જ પડશે કે ઘોર પાપીઓ સિવાય એક પણ દુ:ખી ન હોય, શક્તિવાન હોય તે પુણ્યકાર્યોમાં હિસાબ ન ગણે અને બીજા જરૂ૨થી અધિક ન ઇચ્છે, તો દુઃખી કોણ ? ન નફાવાળા વેપારમાં હિસાબ ? 1213 : 6 કહેવાય છે કે ચંદ્રાવતી નગરીમાં ત્રણસો સાઠ કોટ્યાધિપતિઓ હતા. તેઓએ વિચાર્યું કે આપણે ત્રણસો સાઠ છીએ અને વરસના દિવસ પણ ત્રણસો સાઠ છે, તો રોજ એક એક નવકારશી કરીએ તો આપણા સાધર્મીને આરંભ સમારંભ કંઈ ન ક૨વું પડે, અને બધા ધર્મ કરી શકે. આ પાંચમા આરાની વાત છે. રોજ એક એક નવકારશી કરતા. ૧૨૭ આ અત્યારે પણ બધા દુ:ખી છે એમ ન માનતા, પણ સાચી રીતે તો હૈયાથી દુઃખી છે. પહેલી બીમારી હૃદયની છે. ‘આને આવું અને મને નહિ' બળતરા એ જ દુઃખ ! ‘અમે કાંઈ નહિ ? અમારા વિચારને માન નહિ ?' આવું વિચારે અને કહે, પણ વિચાર કરતાંયે ન આવડે ! કપાળ કોડિયા જેટલું હોય તે જુએ નહિ, અને ‘અમે કાંઈ નહિ ?’ - એમ બોલ્યા કરે ! છતે શુભોદયે પણ ભીખવૃત્તિ કેળવે એવા ઘણા આત્માઓ છે ! વ્યવહારમાં પણ કહેવત છે કે બ્રાહ્મણ ભલે લક્ષાધિપતિ હોય પણ હાથ ધરે ! વિષયાસક્ત જીવોનો સ્વભાવ જ એવો છે કે હૃદયમાં બળ્યા કરે ! સંતોષી અને પ્રામાણિક બનો, જરૂરથી અધિક ન ઇચ્છો, તો ચૌદ આની સુખ છે. શારીરિક દુઃખ કે વિયોગ આદિથી જન્ય દુઃખ એવું બે આની દુઃખ કોઈ કોઈ પ્રકારનું રહે, પણ એ તો વસ્તુસ્વરૂપ સમજનારને બહુ ન લાગે. મુખ્ય તો હૃદયની ક્ષુદ્રતાનું દુઃખ છે. સમ્યગ્દષ્ટિનું હૃદય ક્ષુદ્ર ન હોવું જોઈએ. એને પોતાના વિચારનો આગ્રહ ન હોય. જૈનશાસનમાં આવેલો આત્મા પોતાને ગણતો જ નથી; એ પોતાને તો પ્રભુશાસનનો સેવક જ માને. સત્યની સામે હાથ જોડી ઊભો રહે, પણ સામો ન થાય. અસત્ય કાર્યવાહી જણાય તો પાછી ખેંચતાં એને વાર ન લાગે. રાજગૃહી જેવી નગરી, ચોથા આરાનો સમય, જે નગરીમાં શ્રી શાલિભદ્ર અને શ્રી ધનાજી જેવા સાહ્યબીવાળા વસતા હતા, ત્યાં પુણીઓ શ્રાવક પણ હતો, કે જે સાડાબાર દોકડામાં સંતોષ માનતો. એમાં જિનપૂજન ઘરની સામગ્રીથી કરતો. આજે ઘરની સામગ્રીથી જિનપૂજન કરનારા કેટલા ? - Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1214 સભા: ખાતાંપીતાં સાડાબાર દોકડા તો બચતા ને ? એમ માનો તોયે એનું ખર્ચ કેટલુંક હશે ? આજે તમારા જેવાઓને ત્યાં સાડાબાર દોકડા બચે છે કે નહિ ? બચે છે, છતાં પણ ઘરના અલંકારો તો સિગારેટની ડબી, ચાહ કરવા સ્ટવનો ચૂલો, હાથે હજામત કરવાનું સાધન, પોલિશની ડબી' આવા જ કે બીજા ? મુદ્દો એ છે કે એવી સાહ્યબીના સમયમાં (જમાનામાં) પણ સંતોષ શું કામ કરે છે તે વિચારો. ધનાજી લક્ષ્મીથી ભાગતા તો લક્ષ્મી પાછળ જતી; અને તોય એમને પરવા નહોતી. વળી જેમની પાસે લક્ષ્મી નહોતી તેવાઓ પણ સંતોષી હતા, એટલે દુઃખી કોણ હોય ? અશુભના ઉદયે દુઃખ થાય, એ માન્યું કે માથું દુઃખે, તાવ આવે, કોઈ મારી જાય, એ બધું થાય, પણ કોઈ ધર્મ કરે એ જોઈને પણ દુઃખ થાય એ શું? આજે કેટલાક એવા પણ છે કે જેઓ કોઈ પણ ધર્મ કરે એ જોઈને બળે છે. લક્ષ્મીવાનની ઇર્ષ્યા કરનાર તો ધર્મ કરે એની ચોરે અને ચૌટે મશ્કરી કરતાં શીખ્યા છે, એ કેવી દુર્દશા ? શું વીસમી સદીની જાગૃતિનું આ નવું પ્રકરણ છે ? પાપ બાંધવાનાં સાધનમાં આટલું અધૂરું હતું તે પૂરું કરવું હોય એમ લાગે છે ! આત્મા સાથે વિચારો ! આજના વીસમી સદીના નાચ નાચનારાઓ કહે છે કે “અમે આવા ભણેલા, અમે આટલા ચોપડા ફાડ્યા, ડિગ્રીઓ મેળવી અથવા આટલાં વરસો સામાયિક કરી, તોય અમને વૈરાગ્ય ન આવે અને આમને મૂર્ખને વૈરાગ્ય આવે ?' પણ એમ કહેનારા એટલું પણ સમજતા નથી કે ડિગ્રીમાં, ચોપડાનાં પાનાંમાં, મોટા માથામાં કે શ્રીમંતાઈમાં વૈરાગ્ય નથી; વૈરાગ્ય તો આત્મધર્મ છે. ચક્રવર્તીને વૈરાગ્ય ન જાગે અને કંગાલને જાગે. લાંબાં ભાષણો કરનારમાં જ વૈરાગ્ય આવે એવું ન માનતા. દુનિયામાં ઇર્ષ્યા કરનારાઓને તો હૃદયમાં બળતરા હતી, પણ કોઈ કોઈને નોટિસ આપવા કે પકડવા નહોતા જતા, પણ ધર્મદ્રોહીઓ તો કહે છે કે “અમુક વ્યક્તિ ધર્મ કરે જ કેમ ?' પણ એમ કહેનારાઓને કહેવું કે “અન્યાયથી મોટરમાં બેસનારાઓની પરીક્ષા લોને ? એકાંતે નાશ કરનારી ક્રિયાઓ ચાલુ રહે છે ત્યાં વાંધો કેમ નથી લેતા ?' પણ વાત એ છે કે એવાઓની મોટર એમનાથી રોકાતી નથી, કેમ કે એની વચ્ચે પડે તો કાંડું પકડી બહાર ફેંકાવી દે, કારણ કે એવા મોટરમાં બેસનારને કાંઈ એનો ડર નથી કે પાપની ભીતિ નથી, પણ સાધુ થવા Page #145 -------------------------------------------------------------------------- ________________ અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ ન જાય એને તો પાપનો ડર છે. એનાથી ઊંચે સ્વરે બોલાય નહિ. જરાક યોગ્ય પણ બોલે, તો પેલા કહે કે ‘ગુસ્સાનો પાર છે ? સાધુ થવા નીકળ્યા છે !’ અને ન બોલે તો કહે કે ‘શું બોલે ! આવડે તો બોલેને ?' બોલે તોય પંચાત અને ન બોલે તોયે પંચાત : અને હૃદયમાં પાપનો ભય તો બેઠેલો જ છે, એટલે ત્યાં તોફાન કરે; જો બીજે એવું તોફાન કરવા જાય તો તો ધોલ જ પડે. પોતાની દીકરીને પોતાનો જમાઈ કાઢી મૂકે, તો કન્યાનો બાપ જમાઈને ગાળ દે ? સમજે કે દીકરીને દુઃખ થાય છે તો પણ શા-શાહ કહીને મનાવે, ત્યાં ખોળા પાથરે અને દીકરીને સુખ થાય તેવી રીતે જમાઈને મનાવે. જમાઈની સામે થાય તો જમાઈ કોર્ટ બતાવે અને કહી દે કે રાતી પાઈ પણ નહિ આપું : એનો એ જ જમાઈ જો સંયમ લેવા જાય તો ગાળો દે, કારણ કે ત્યાં જમાઈ કાંઈ બોલવાનો નથી. મુખ્યતયા આ જમાનાનું નવું પગરણ તે આ કે દુનિયાદારીની ઇર્ષ્યા ધર્મમાં આવી. અશુભોદયના કરતાં અશુભ ભાવનાથી આજના લોકો વધારે દુઃખી થઈ રહ્યા છે. 1215 : 6 - 77 હવે તો એ ભાવના થઈ છે કે આ (અમુક) ન મળે ત્યાં સુધી જંપીને બેસવું નહિ અને એ વિચારોમાં એવા દુ:ખી થાય કે જેનો અંત ન આવે. કારણ કે અશુભોદયના દુઃખ કરતાં અશુભ લાલસાઓના કારણે માનસિક દુ:ખ વધારે છે, કારણ કે મનોવૃત્તિ દુષ્ટ છે. જો કે અશુભોદયની પ્રેરણા ત્યાં છે, પણ આત્માનો સ્વભાવ ઓળખનાર, કર્મના સ્વભાવ તથા આત્માના સ્વભાવની ભિન્નતાને જાણનાર અશુભોદયને આધીન ન થાય. અશુભના ઉદય ભોગવવા તો પડે, પણ સમ્યગ્દષ્ટિ આત્મા શુભ તેમજ અશુભ બેય ઉદયમાં સાવધ ૨હે. ૧૨૯ આજે દશા એ છે કે અશુભોદયે આવેલ આપત્તિને છોડવાની ભાવના જાગી છે અને શુભોદયે મળતી લેવાની ઇચ્છા બેઠી છે. પણ સાથે સાથે જ અશુભ કર્મોના બંધની પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલુ છે અને શુોદયને વધારનારી પ્રવૃત્તિઓનો હોય ત્યાંથી નાશ કરવા જાય છે. પૈસા જાય ત્યારે કંઈક જંપીને બેસે, પણ આવે એટલે ઉન્મત્તતા વધે, કારણ કે લક્ષ્મી જાય ત્યારે તો સહેજે નમ્રતા આવે અને સમજે કે તાગડધિન્ના ન થાય એટલે બધાને સલામ પણ ભરે, પણ લક્ષ્મી આવે ત્યારે તો ઉન્મત્ત જ બને. લક્ષ્મી જાય ત્યારે જરા ધર્મ સૂઝે પણ આવવા માંડે અને લાખ-બે લાખ થાય એટલે અમે કોણ ? - એમ થાય. તે વખતે સાવધ ન રહે તો એવો ડૂબે કે ન પૂછો વાત; આથી કર્માનુસારિણી મતિ માનીને આધીન Page #146 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો થવાની તૈયારી ન કરતા. કર્માનુસારિણી મતિ થાય એમાં ના નહિ, ફેરવવાની તાકાત આત્મા ધરાવે છે. ૧૩૦ - ૫ 1216 કોઈને મારવાની અશુભ મતિ જાગી, ત્યાં આત્મા વિચારે કે ‘મારવાથી ફાયદો શો ?' માનો કે દુષ્ટ વૃત્તિથી જવાબ પણ મળે કે ‘દુશ્મન ઘટ્યો' પણ ત્યાં આત્મા વિચારે કે ‘શાસ્ત્ર તો કહે છે કે દુશ્મન વધ્યો ત્યાં થાય શું ?' પણ એને કોઈએ ગાળ દીધી અને કષાય થાય ત્યારે વિચારવું કે ‘આણે કોઈને ગાળ ન દીધી ને મને કેમ દીધી ? આ કોઈને ન મારે અને મને કેમ મારે ? માટે નક્કી મારો અશુભોદય અને એથી પ્રેરાયેલો એ પોતે પાપ બાંધીને મને સાફ કરે છે, તો એ તો ઉપકારી થયો; વળી જો એ એના અશુભોદયને આધીન થઈ એમ કરતો હોય તો એ પરાધીન ઉપર ગુસ્સો શો ? એ મને ગાળ દે, મારે, પણ કંઈ મારો ધર્મ ઓછો જ લઈ જાય છે ?’ જો આવી વિચારણા કરે તો ગુસ્સો ૨હે ? નિમિત્ત કેવી રીતે ? સભા : આપણને જોઈને ગુસ્સો કરે માટે નિમિત્ત આપણે ખરા ને ? જો એમ નિમિત્તને જવાબદાર ગણશો, તો તો મુક્તિ ગયેલા સિદ્ધોને પણ પાછું આવવું પડશે. સિદ્ધિપદની સ્થાપનાના નિમિત્તે, સિદ્ધના વર્ણનના નિમિત્તે એનું ખંડન કરનારા કરે અને એથી અજ્ઞાનીઓ પાપ બાંધે, એ પાપ જો સિદ્ધને લાગે તો એમને પાછું આવવું પડે ને ? માટે સમજો કે એમ પાપ ન લાગે. જેને દેખીને પાપી આત્મા દુષ્ટ વિચાર ન કરે, એવી દુનિયામાં કઈ ચીજ છે ? જેને પાપના ઉદયવાળો ન વખોડે, એવી કઈ શુભ ક્રિયા છે ? તેવી જાતના તાવવાળાને કડવી ન લાગે, એવી કઈ મીઠાઈ છે ? કમળાવાળાને પીળી ન લાગે, એવી કઈ વસ્તુ છે ? ઊંટને માટે દ્રાક્ષ કેવી ? મીઠી સાકર પણ ગધેડાને મારે, કારણ ? એ જ કે તે તે આત્માઓની અયોગ્યતા ! માટે સમજો કે સારામાં સારી ચીજ જોઈને પણ અયોગ્ય આત્માઓ તો બળવાના જ ! શ્રી તીર્થંકરદેવ હોય તે સમયે ધોધમાર ધર્મ ચાલતો હોય, ત્યારે પણ ‘આ શું આરંભ્યું છે ?' એમ કહેનારા હોય છે. એ રીતે આજે પણ કોઈ દાતાર પૈસા ખર્ચે, ત્યારે ‘પૈસાનું પાણી કરે છે' એમ કહેનારા હોય, એમાં શું આશ્ચર્ય ? જો કે પ્રભાવનામાં આવેલો સાકરનો પડીઓ પોતે લઈ જાય અને ચાર દિવસ ચહા પીએ, છતાં ‘પ્રભાવના કરનાર પૈસાનું પાણી કરે છે' એમ કહે. સાધર્મિક ભક્તિ Page #147 -------------------------------------------------------------------------- ________________ 117 – ૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ - 77 - ૧૩૧ કરનારના જમણમાં જમી જાય અને એ સાધર્મિક ભક્તિ કરનાર માટે “પૈસાનું પાણી કરે છે એમ કહે, આવો જેઓનો સ્વભાવ જ પડી ગયો છે, તેઓને સુધારવાનો ઉપાય પણ શો ? દયા એટલી જ આવે છે કે એવાઓ વગર કારણે પીડાને આમંત્રે છે ! અન્યથા ત્યાગીની પાસે ત્યાગનો અર્થ ત્યાગ સાંભળવા કે લેવા આવે, એને ત્યાગી ત્યાગ સમજાવે કે આપે, સામાને રુચે અને ત્યાગી આપે, એમાં ત્રીજાને શી પંચાત ? સભા : રોટલાનો બોજો વધે ને ? જેમને એમ લાગતું હોય, તેઓ પોતાને ઘેર એવાં પાટિયાં મારે કે અહીં સાધુ માટે ભિક્ષા આપવાની નથી ! વગર પાટિયે પણ જૈન સાધુની ભિક્ષા વિધિ કેવી છે ? જરાક સામાનું મન ન દેખાય કે ત્યાં આહાર ન લે. ગમે તેવી ચીજ હોય પણ આપે તે જ લે. કોઈ ગાળ દે કે પપ્પા મારે, તો પણ એ જ પ્રસન્નતાપૂર્વક સાધુ નીકળે. આવો તો કાયદો છે. હજી પણ શ્રી જૈનશાસન એવું જીવવું છે કે સાધુને એકેએક ઘેર જવાનો ટાઇમ નથી. શ્રાવક હજી એવા પુણ્યવાન પડ્યા છે કે સાધુ ન આવે તો એમનાં મન દુઃખાય, અને ખાય પણ કમને. શ્રી શત્રુંજય તીર્થની ટીપવાળા ટીપ કરવા આવ્યા તો પણ કહ્યું શું? આપવા હોય તે આપો. એમને ખાતરી હતી કે “જૈનશાસન એવું જીવવું છે કે ન આપે તેવાને ત્યાં જવું પડે જ નહિ અને આપનારા તો વગર માગ્યે પણ આપે જ છે.” વરઘોડા, ઉત્સવ કે ઉજમણાં બળાત્કાર કરવાનું ઓછું જ શાત્રે ફરમાવ્યું છે? “કર નહિ તો માર પડશે” – એમ ઓછું જ કહ્યું છે ? નહિ જ, પણ એમ જ છે કે આટલાં આટલાં પુણ્યકર્મો છે, ભાવના વધે, ત્યાં આત્મકલ્યાણ દેખાય અને લક્ષ્મીની મૂર્છા ઘટે, તો એ કરવા યોગ્ય છે. ઉત્પાદન ને સવ્યયનો ફરક : શ્રી જિનેશ્વરદેવે તો ફરમાવ્યું કે “અનંત જ્ઞાનીઓએ વિહિત કરેલી વસ્તુઓનો ઉપદેશ દઈ સાધુ દૂર રહે.' મંદિર બનાવવા જેવું છે એમ કહે, પણ સાધુ મંદિરનું ખાતમુહૂર્ત કરવા ન આવે. એનું મુહૂર્ત જોવાનો પણ સાધુને નિષેધ. જોષી પાસે મુહૂર્ત જોઈ આવેલ હોય એમાં ખામી હોય તો બતાવે, પણ પોતે ન જુએ. તારક ચીજોને એ તો આરંભ પરિગ્રહરૂપ રોગથી રિબાતા રોગીની પાસે મૂકે. સંસારી માટે મંદિર વગેરેમાં લક્ષ્મીવ્યય એ ઔષધ છે, એ બતાવી દે, ઉપદેશ કરે, પણ Page #148 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ પોતાની મર્યાદા સાચવીને જ સાધુ વર્તે. સાધુનો અધિકાર તો મુખ્યતયા ઉપદેશ દેવાનો છે. ૧૩૨ સભા : તો પછી અખાડાનું ખાતમુહૂર્ત જોવાનું કે અખાડા ચલાવવાનું સાધુ કેવી રીતે કહે ? 1218 જ્યાં શ્રી જિનેશ્વરના મંદિરનાં ખાતમુહૂર્ત જોવાનો નિષેધ ત્યાં અખાડો ચાંથી લાવ્યા ? ખરી વાત એ છે કે આજે અમુક લોકોની મતિ ફરી ગઈ છે : બુદ્ધિનો વિપર્યાસ થયો છે. ઘર બંધાવો છો, વેપાર રોજગાર કરો છો, ત્યાં સાધુને પૂછો છો ? નહિ, એવી રીતે અખાડા અગર દુનિયાની ક્રિયા તમે કરો, તેમાં અમને શું લેવા દેવા ? મુનિ તો કહે કે આટલાં પાપસ્થાનક છે, એને તજવામાં ધર્મ છે. શું ચૂલા મુનિને પૂછીને સળગાવો છો એમ ? આજ તો કહે છે કે ‘જે ચૂલા પર બનેલી રોટલી ખાઓ તેને ખોટું કેમ કહો ?' પણ એ કહેનારાઓને ખબર નથી કે આ માન્યતાથી તો પરિણામ એ થાય કે અઢારે પાપસ્થાનકને પણ વખાણવાં પડશે, પણ એમ કેમ જ હોય ? અબ્રહ્મને પણ પાપ નહિ કહેવાય, કેમ કે બધા પુણ્યાત્માઓ પણ અબ્રહ્મથી ઉત્પન્ન થયા છે : અબ્રહ્મ ન હોત તો તીર્થંકર પણ કેમ ઉત્પન્ન થાત ? જે ક્રિયાથી તીર્થંકર ઉત્પન્ન થાય એને પાપ કહેવાય, તો રોટલી ખાઈએ એ જેનાથી બને એને પાપ કહેવામાં વાંધો શો ? છએ કાયની હિંસાથી થતા પદાર્થોનો મુનિને ઉપયોગ કરવો પડે છે, પણ એક પણ કાયના પાપના ભાગીદાર એ થતા નથી. મુનિ પણ જો રોટલી ખાતાં ખાતાં એને ‘મજેની’ કહે, એને વખાણે, તો કપાળમાં પાપનું તિલક થાય, પણ પિંડ માનીને સંયમના જ રક્ષણ માટે ગળે ઉતારે તો પાપ નહિ. રોટલી બનવાની ક્રિયામાં પાપ, પણ મુનિને આપવામાં દાનમાં ધર્મ. લક્ષ્મી ભેળી કરવી એ પાપ, પણ ધર્મક્રિયામાં વાપરવી એ ધર્મ. મેળવેલી ચીજના સદુપયોગમાં ધર્મ, મેળવવામાં તો પાપ. જ્યારે દેવાની ચીજ ઉત્પન્ન કરવામાં પણ પાપ, ત્યાં દાન માટે પેદા કરવાની વાત જ કચાં રહી ? એ પ્રશ્નને સ્થાન જ નથી. અમને મુનિને દાન દ્રવ્યદાન – કરવાનું ન કહ્યું, કેમ કે જેની પાસે દ્રવ્ય હોય તે દાન દે. દ્રવ્યનો ત્યાગ કર્યો એને માટે દ્રવ્યદાન નથી. દાનનો હેતુ તો લક્ષ્મીની મૂર્છા ઘટાડવાનો છે. લક્ષ્મી હોય એને મૂર્છા ઘટાડવાનું બાકી રહે છે, પણ લક્ષ્મીના ત્યાગીને મૂર્છા છે જ કાં ? માટે લક્ષ્મીની મૂર્છા ઘટાડો. એ મૂર્છા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ પણ નહિ ઊતરે તો ધૂનન શી રીતે થશે ? ધૂનનમાં તો માથાના વાળ પણ ઉખેડવા પડશે. 1219 - 77 સભા : થોડાના તો ઊખડશે. પણ બીજાએ અનુમોદના તો કરવી પડશે ને ? વસ્તુને વસ્તુરૂપે સમજો, નહિ તો સંયોગો એવા છે કે વગર માગ્યે દુઃખ આવશે. અશુભ ભાવનાથી દુઃખ ! પાપ-પુણ્ય, આશ્રવનું કારણ તે જ સંવરનું કારણ બને, પણ કરતાં આવડવું જોઈએ. શરીર ભોગનું પણ સાધન થાય અને ત્યાગનું સાધન પણ થાય, જેવો આત્મા. ભોગમાં પડે તે ભોગી કહેવાય અને ભોગ છોડે તે ત્યાગી કહેવાય. ભોગમાં પડેલો એ જ શરીરથી ભોગ ભોગવે અને ભોગ છોડે તે એ જ શરીરથી ત્યાગ આરાધે. રુધિર, માંસ, ચરબી, ચામડી તો બેયમાં સ૨ખાં છે, પણ એક આત્મા અનેકને આપત્તિ કરે છે અને બીજો આત્મા મોક્ષની સાધના કરે છે. આજના લોકોને અશુભના ઉદય કરતાં અશુભ ભાવનામાં બહુ દુ:ખ છે. અશુભ ભાવનાથી આજની દુનિયા બહુ દુઃખી જણાય છે. બીજાનું પોતાને ખમાતું નથી. આમને મળે અને અમને નહિ એ વિચારવું, પણ પુણ્યનો વિચાર ન કરવો એ કેમ ચાલે ? ૧૩૩ અમાનુલ્લાહ ! બધાને રાજા થવું છે, પણ વર્તમાનમાં જ બનેલો અમાનુલ્લાનો દાખલો યાદ નથી આવતો ? એ તો તાજો દાખલો છે. અનેક રાજ્યોએ એનો સત્કાર કર્યો હતો, એ પણ એક દિવસ હતો. ચાંદનો તો ઢગલો એના શરીર ઉપર હતો, પણ એ પછીના બાર મહિને ખીસામાં છ સોનામહોર લઈને નીકળવું પડે, એ પણ એની હાલત. પાપમાં સમજો છો ? એનો આદમી એના નામે કાર્યવાહી કરી, આજે ઠંડે કલેજે જવાબ આપે છે કે ‘આપની ભૂતકાળની સેવાની સોનેરી અક્ષરે નોંધ લેવાય છે, પણ આપની પ્રજાના આપ વિશ્વાસપાત્ર બનો એવા સંયોગો દેખાતા નથી. પ્રજા મને તખ્ત પર બેસાડવા માગે છે.’ અમાનુલ્લાનું હૈયું પહોળું કરીને જુએ તો માલૂમ પડે કે કઈ હાલત છે ! એક વખતનો સ્વતંત્ર બાદશાહ તે આજે કઈ દશામાં ? છાપાના રિપોર્ટર પાસે રિપોર્ટ આપતાં પણ જેની આંખમાં પાણી આવી જાય એ કઈ દશા ? આ કુટુંબને, આ છબીલાં બાળકોને Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – - - - - 1 0 કેમ પળાશે, એની પણ ચિંતાનો વખત આવી લાગ્યો. એવા બાદશાહ પાસે એ વખતે માત્ર છ અસરફી ! કંઈ સમજો. પાપ પાઘડી પણ ઝુંટાવી લે તે પહેલાં ચેતો. અત્યારની સ્થિતિમાં ક્યારે શું થશે તે કહેવાય નહિ. એવી દશા ઊભી કરી છે કે કોના જાનમાલ કે આબરૂ પર જ્યારે તરાપ આવે, એ કહેવાય નહિ. બુદ્ધિ, અનુભવ અને વિચારશક્તિ હોય તો વિચારો. વૈરાગ્યનું સાધન પૂરું પાડવાના અત્યારે સંયોગો છે, એવા સમયે વૈરાગ્યને માટે કાયદા અને રાગને નસાડવા માટે કાંઈ નહિ, એ કેવી દુર્દશા ? સંદેશા પાઠવો કે વિરાગીના વિરાગને પોષવા અને એ ખાતર જરૂર પડ્યે સઘળું સમર્પવા પણ અમે તૈયાર છીએ. સંઘ બનો સંઘ. અખાડો ખોલનારા તો તમને વગર પૂછે ખોલશે, એમાં તમારી જરૂર નથી, પણ દુનિયા જે વસ્તુ સ્વયં ન કરતી હોય તે દુનિયાને આપો ! ધર્મસાધનાની ત્રુટી પૂરી પાડવી જોઈએ અને ધર્મપ્રચારના જ પ્રયત્નો કરવા જોઈએ. પૂજા કરનારને સ્કોલરશીપ અપાય, તત્ત્વજ્ઞાન લેવાનું કબૂલે એવાને જિંદગી સુધી ખવરાવાય, પણ ભયંકર વિદ્રોહી બની શાસન સામે ઊભા રહે એવાઓને તો રાતી પાઈ પણ ન જ પરખાવાય; પણ આજે તમારી બેદરકારીના યોગે તમારા જ પૈસાથી સાધનસંપન્ન બની શાસન સામે ઊભા રહેનારા બન્યા છે. આથી જ કહું છું કે ઘર ભાંગનારા દીકરા ન પકવો. વિદ્વાન કોણ? દાન તથા વિદ્યાની ના નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એની ના ન જ હોય : સાધર્મિકને સતેજ બનાવવા માટે ઘરબાર તારાજ કરાય, પણ ઘરબાર સળગાવી મૂકે એવા એમને સતેજ ન જ કરાય. માટે હવે તો જૈન બનાવવા માટે લક્ષ્મી ખર્ચવી જોઈએ. ડિગ્રીધર બનાવવા તો બેત્રણ દશકા ગાળ્યા, હવે એક દશકો જૈન બનાવવા પાછળ ગાળવો જોઈએ. જૈન થાઓ અને જૈન કરો. દુર્ભાગ્યે જૈનત્વ ન આવે તો પણ મરતાં સુધી જૈનત્વની સામે ન થાઓ. સામે ન થવાની પ્રતિજ્ઞા કરો. એક દશકા સુધી થોડા એવા જૈન તૈયાર કરો કે જેના યોગે પછી હજારો જૈન બનશે. આજનાઓ આર્યસમાજના દાખલા લે છે, પણ આર્યસમાજનાં ગુરુકુળ વગેરેમાંથી નીકળેલો કોઈ એના સિદ્ધાંત વિરુદ્ધ બોલ્યો ? એના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ એક શબ્દ ન બોલ્યો. એમના વિચારથી ફર્યો હોય તો પણ વિરુદ્ધ ન બોલે, એટલું જ નહિ પણ ઊલટો એ કહે કે જેનું અન્ન પાણી ખાધાં છે, જ્યાંથી જ્ઞાન મેળવ્યું છે, એને બેવફા ન થવાય. આથી જ હું કહું છું Page #151 -------------------------------------------------------------------------- ________________ 11 - ૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ - 7 - ૧૩૫ કે તમારાં બચ્ચાંઓને તત્ત્વપાન કરતાં શીખવો, પણ મદિરાપાન કરવાનું ન શીખવો. જે વિદ્યા ઉન્મત્ત બનાવે એ વિદ્યા મદિરા જેવી છે. એવી વિદ્યા ન મળો, ન લો અને ન આપો. શ્રી જિનેશ્વરદેવના સેવક વિદ્યાના વૈરી કેમ જ હોય? કેવલજ્ઞાનના અર્થીને વિદ્યા સાથે વૈર ન જ હોય, પણ આત્માને વિરક્ત બનાવે તેવી જ વિદ્યા લો અને આપો, પણ વિલાસી બનાવે તેવી વિદ્યા લેવા કરતાં મૂર્ખ રહેવું અને પૂર્ણા રાખવા એ જ સારું છે. વિલાસનું પરિણામ વિનાશ છે, માટે વિરાગી એ વિદ્વાન છે પણ વિલાસી એ વિદ્વાન નથી. અસ્તુ. હવે આ ઉપકારી સર્વથા દુઃખનો ઉચ્છેદ થાય એવી રીતનો યત્ન કરવાનું ફરમાવ્યા પછી, આગળના સૂત્રની અવતરણિકા કરતાં શું ફરમાવે છે, એ વગેરે હવે પછી Page #152 -------------------------------------------------------------------------- ________________ ૮ : આસ્તિક્ય અને તાત્વિક દયાનો સંબંધ : 78 • સૂત્રરચનાના હેતુનું સ્પષ્ટીકરણ : ૦ અનીતિ ન કરો પણ શુભ કાર્યવાહી કરો ! • જ્ઞાનીની દયા : • ઋદ્ધિ સાથે દાન લખો તો ? •સ્વોપકાર વગર પરોપકાર નથી ! • ઋદ્ધિ અને બળ માગ્યે શું મળે ? • આ લોક અને પરલોક : • અનીતિને કાઢવાનો રસ્તો : • દયામાં ભેદ : • શ્રાવક કુળ : ૦ દયા કે ત્રાસ ? • પાપનો પશ્ચાત્તાપ હોય ! • જૈન એટલે ક્ષત્રિય : ૦ પાપરુચિ : • વિરોધી પ્રત્યે : • રાજસત્તા અને કર્મસત્તા : • ગુણો અને ગુણાભાસો : પાપભીરુતા : • શ્રી શાલિભદ્રજી : • બીજાને માટે કરો તે તમારે માટે વિચાર! શુભોદય વિના માર્ગે નહિ મળે ! • સુવિદ્યા અને કુવિદ્યા : વિષય : તત્કાળ દુ:ખને દૂર કરવું કે એના કારણને દૂર કરવું? દુનિયામાં એક નાદ ઉઠ્યો છે કે દુઃખીના દુઃખને દૂર કરો. પણ એના દુઃખનું મૂળ કારણ શું? પાપ એ જ એનું મૂળ કારણ છે અને જ્યાં સુધી એ મૂળને ન કપાય ત્યાં સુધી ગમે તેટલું દૂર કરેલું દુઃખ ફરી ઊગી નીકળવાનું જ છે. આ જ મહત્ત્વના સિદ્ધાંતને સમજાવવા માટે મુખ્યપણે આ વ્યાખ્યાનનો હેતુ છે. એમાં જૈનશાસનની તાત્ત્વિક દયા એટલે શું ? એ બતાવી આસ્તિષ્પ સાથે તેનો સંબંધ સુપેરે જોડી આપ્યો છે. જેનું પોતાના આત્માને દુઃખ અપ્રિય છે, તેવું જ અન્ય આત્માઓને પણ છે. માટે કોઈને પણ દુઃખ ન થાય તેવું વર્તન કરવું એમ જૈનશાસન ફરમાવે છે. આ વાતની સાથે એ વિષયક ઘણા પ્રશ્નોના રસાળ શૈલીથી અત્રે જવાબ આપેલ છે. મુવાક્યાતૃત • લોકોને નિર્વેદ અને વૈરાગ્યથી વેગળા કરી મૂકવાના કારમાં પ્રયત્નો કરવા, એ તો કસાઈની કતલ કરતાં પણ ભયંકર પાપકર્મ કરવા બરાબર છે. ૦ આત્મ સ્વરૂપના ભાન વગરનાની દયા પ્રાયઃ ઉપલકિયા જ હોય છે. • ભીખ માગીને પેટ ભરનાર કરતાં અનીતિ કરી ગુજારો ચલાવનાર બહુ દયાપાત્ર છે. ૦ આત્માને વેચીને પારકાનો ઉપકાર કરવાનું શ્રી જૈનશાસનમાં નથી. વિરોધી પ્રત્યે પણ આપણા હૃદયમાં મલિનતા ન જોઈએ. જો હૃદયમાં એના પ્રત્યે પણ મલિનતા આવે તો આપણું બગડે. ૦ અનીતિથી સવાયા થવાની માન્યતા એ ભયંકર અજ્ઞાન છે. • અમે પણ માર્ગથી ખસીએ તો તમારે અમારી પાછળ પણ નહિ આવવાનું. માગવું જ હોય તો, શ્રી ધનાજી અને શ્રી શાલિભદ્રજીનું દાન અને સંયમ બેય માગજો. ઋદ્ધિને બદલે એ લખો તો ઘણું જ સુંદર છે. જેને આત્માની દયા જાગે તે જ પારકી દયા કરે. કોઈ સંબંધી, સ્નેહી, પોતાના પરિચયમાં આવનાર, પોતાની નજરે પડનાર પાપથી કેમ બચે એ ભાવના તે પરદયા છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૮ : આસ્તિકય અને તાત્વિક દયાનો સંબંધ : સૂત્રરચનાના હેતુનું સ્પષ્ટીકરણ : જીવોને નિર્વેદ અને વૈરાગ્ય જાગે એ જ પરમોપકારીઓનો એક હેતુ છે ! શ્રી અરિહંત પરમાત્માઓએ અર્થરૂપે પ્રરૂપેલી અને શ્રી ગણધર ભગવાનોએ સૂત્રરૂપે ગૂંથેલી દ્વાદશાંગીમાં પ્રથમ અંગસૂત્રરૂપ “શ્રી આચારાંગ” સૂત્રના “ધૂત” નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં આવતા પ્રથમ સૂત્ર દ્વારા સૂત્રકાર મહર્ષિએ અને તેની ટીકા દ્વારા ટીકાકાર મહર્ષિએ અનેક વાતો ફરમાવી : જેવી કે - ૧. સ્વતંત્રપણે ધર્મદેશક કોણ હોઈ શકે ? ૨. ધર્મદેશક પણ ધર્મદેશના કોને કોને ઉદ્દેશીને આપે ? ૩. ધર્મદેશનાના શ્રવણથી મહાપરાક્રમી આત્માઓ શું કરે ? અને૪. જે આત્માઓમાં આત્મહિતકારિણી બુદ્ધિ ન હોય તે આત્માઓની દશા સકલસંશય છેદક શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ પ્રબળ મોહોદયના યોગે કેવી હોય છે ? ૫. પ્રબળ મોહોદયના યોગે મોહમગ્ન અને વિષયાસક્ત આત્માઓ અનેક રીતે રિબાવા છતાં પણ આરાધના કરવા ઉદ્યમશીલ નથી થઈ શકતા” - આ વસ્તુ સમજાવવા માટે કાચબાનું અને વૃક્ષનું ઉપનય સાથેનું દષ્ટાંત. ૬. કાચબાની માફક કુટુંબની ચિંતામાં પડેલા આત્માઓ અને વૃક્ષોની માફક વિષયાસક્તિના યોગે ગૃહવાસમાં બદ્ધમૂલ બનેલા આત્માઓ મોક્ષને અથવા મોક્ષના કારણરૂપ સંયમાનુષ્ઠાનને નહિ પામતાં અનેક પ્રકારની વ્યાધિઓ વગેરેના યોગે સંસારમાં કઈ રીતે અને કેવા પ્રકારે રિબાય છે તે, તથા૭. વધારામાં તે કર્મગુરુ અને ગૃહવાસમાં આસક્ત આત્માઓનું થતું Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ 14 પ્રાણત્યાગરૂપ મરણ, ઉપપાત, વન અને તેઓના કર્મનો વિપાક વિચારવાની સલાહપૂર્વક તેનાથી છૂટવા યત્ન કરવાનો ઉપદેશ. આ સઘળીય વાતો તેની અંતર્ગત વાતો સાથે વર્ણવીને ઉપકારી મહર્ષિઓએ ઘણું ઘણું સમજાવ્યું અને ફરમાવ્યું કે - સેંકડો ભવોએ કરીને પણ દુઃખથી મળી શકે તેવા સમ્યક્તને પામીને એક ક્ષણ પણ પ્રમાદ કરવો એ યોગ્ય નથી તથા ગૃહવાસમાં આસક્ત હૃદયવાળા અને અસમંજસ રોગોથી રિબાતા કર્મગુરુ આત્માઓના મરણને અને દેવોના ઉપપાત તથા વનને વિચારીને સુખના અર્થી આત્માઓએ તે કરવું જોઈએ કે જેથી ગંડ' આદિ રોગોનો અને મરણ આદિનો આત્યંતિક એટલે સર્વથા અભાવ થાય અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગથી બંધાયેલાં કર્મોના વિપાકને વિચારીને, તેના ઉચ્છદ માટે જ યત્ન કરવો જોઈએ.” આ સઘળા ઉપરથી એક જ ધ્વનિ ઊઠે છે કે “સંસાર ભયંકર હોઈ તજવા યોગ્ય છે, એટલે આવા સર્વ સામગ્રીથી સંપન્ન મનુષ્યભવને પામીને કલ્યાણના અર્થી આત્માઓએ ભયંકર સંસારથી છૂટવા, એટલે કે અનંત સુખના ધામરૂપ મુક્તિને મેળવવાનો જ યત્ન કરવો જોઈએ.' પણ આ સુંદરતમ વિધાનનો અમલ કરવા અને અમલ ન કરી શકે એવી દશામાં પણ આ સુંદરતમ વિધાનને નિશ્ચળપણે હૃદયસ્થ કરવા માટે તે જ આત્મા શક્તિસંપન્ન થઈ શકે કે જે આત્મામાં આ સંસાર પ્રત્યે નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય. આથી- સ્પષ્ટ છે કે “દરેકેદરેક ધર્મદેશકે આ સંસાર ઉપર પ્રાણીમાત્રને નિર્વેદ અને વૈરાગ્ય થાય એવો જ યત્ન કરવો જોઈએ.’ એમ દર્શાવવા માટે સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ ઉપકારબુદ્ધિથી સ્પષ્ટ શબ્દોમાં પ્રતિપાદન કરે છે. દરેક ઉપકારી મહર્ષિઓના આ ભાવને નહિ સમજી શકનારાઓને તો પ્રભુશાસનમાં ધર્મદેશક થવાનો અધિકાર જ નથી. અને ભાવને જાણવા છતાં પણ જેઓ લોકવાહવાહની ધર્મદેશક માટે ભયંકરમાં ભયંકર ગણાતી લાલસાને આધીન થઈને; એથી ઊલટો પ્રયત્ન કરે છે, એટલે કે સાંભળનારાઓ સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય પામવાને બદલે સંસારમાં રહેવાની જ ભાવનાવાળા થઈ જાય તથા સંસારમાં રહેવું એ કાંઈ અહિતકર નથી એમ સમજતા થઈ જાય એવો પ્રયત્ન કરે છે, તેઓ તો ખરે જ મોક્ષમાર્ગના ચોર છે. એવા પામરો Page #155 -------------------------------------------------------------------------- ________________ 125 – ૮ : આસ્તિક અને સાત્વિક દયાનો સંબંધ - 78 – ૧૩૯ ધર્મદેશના દ્વારા કલ્યાણની અર્થી દુનિયા ઉપર ઉપકાર નથી કરતા, એટલું જ નહિ પણ કારમો અપકાર કરે છે ! એવા આત્માઓ તો અનંતા ઉપકારી શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં ‘ડ્રિન્નાપાર' ગણાય છે ! શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં મોટામાં મોટા ધર્મગુરુ હોવાનો દાવો કરવો અને લોકવાહવાહની લાલસા જેવી ભયંકરમાં ભયંકર બદીમાં ફસી પડીને લોકોને નિર્વેદ અને વૈરાગ્યથી વેગળા કરી મૂકવાના કારમા પ્રયત્નો કરવા, એ તો કસાઈની કતલ કરતાં પણ ભયંકર પાપકર્મ કરવા બરાબર છે ! આવા પાપાત્માઓને જાણવા છતાં પણ ઉત્તેજન આપનાર, ગુરુતત્ત્વના પૂજારી નથી પણ ગુરુતત્વના વિનાશક છે ! કારણ કે શ્રી જિનેશ્વરદેવોના શાસનનું ગુરુતત્ત્વ શાસ્ત્રાનુસારી દેશકપણામાં છે અને ઉત્સુત્ર ભાષણ તો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એવું પાપ ગણાય છે કે જેની જોડી જગતમાં મળે તેમ નથી તથા નિર્વેદ અને વૈરાગ્યનો સંહાર જ થઈ જાય, એવી દેશના એ તો મૂર્તિમંત ઉસૂત્ર ભાષણ છે ! આવા મૂર્તિમંત ઉત્સુત્ર ભાષણને આચરવા છતાં જેઓ પ્રપંચથી પોતાને મહાનમાં મહાન સદ્ગુરુ તરીકે ઓળખાવવાનો આડંબર કરે છે, તેઓ વિશ્વમાં એકાંત ઉપકારી એવા ગુરુતત્ત્વનો પણ નાશ કરવાની જ કટુ કાર્યવાહી કરે છે ! અને એવા ઘોર પાપાત્માઓને ઉઘાડી આંખે ઉત્તેજિત કરનારાઓ એવા ઘોર પાપના સહાયક બની પોતાની જાતને પણ દુર્લભબોધિ વગેરે વગેરે બનાવનારા છે ! અસ્તુ. હવે આપણે એ જોઈએ કે આ છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્રની અવતરણિકા કરતાં એ બીજા સૂત્રની રચના એકાંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિએ શા હેતુથી કરી છે ?, એ દર્શાવવા પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે – “स च करुणं स्तनन्तीत्यादिना ग्रन्थेनोपपातच्यवनावसानेनावेदितोऽपि पुनरपि तद्गरीयस्त्वख्यापनाय प्राणिनां संसारे निर्वेदवैराग्योत्पत्त्यर्थमभिधित्सुकाम आह-" “કરુણપણે આક્રોશ કરે છે' આ આદિ ગ્રંથ દ્વારા અને ‘ઉપપાત તથા અવન' રૂપ અંતિમ ગ્રંથ દ્વારા તે કર્મનો વિપાક જણાવ્યો છે, તે છતાં પણ ફરીને પણ તેની ગરિષ્ઠતાનું ખ્યાપન કરવા માટે અને પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વેરાગ્યની ઉત્પત્તિ થાય, એ અર્થે કહેવાની Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 15 કામનાવાળા સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે - આ પ્રમાણે- અવતરણિકામાં ફરમાવીને ટીકાકાર મહર્ષિ સૂત્રકાર પરમર્ષિના આશયને ઘણી જ સ્પષ્ટ રીતે સમજાવે છે અને એ રીતે સમજાવતાં ફરમાવ્યું કે - સૂત્રકાર પરમર્ષિનો મુખ્ય આશય એ જ છે કે પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવો અને એ ઉત્પન્ન કરવા માટે કર્મના વિપાકની ગરિષ્ઠતાનું પુનઃ પુનઃ પ્રતિપાદન કરવું; કારણ કે કર્મોના વિપાકને બરાબર સમજ્યા વિના કે સાંભળ્યા વિના પ્રાયઃ પ્રાણીઓને નિર્વેદ કે વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. એ જ કારણે - નુvi nત' આ આદિ ગ્રંથથી આરંભીને વેવાયં વવ વ નવ્વ' અહીં સુધીના ગ્રંથથી – કર્મોના વિપાકને જણાવવા માટે આ બીજા સૂત્રની રચના કરે છે. અને - એ સૂત્રરચનાની આદિમાં જ એ ઉપકારી ફરમાવે છે કે – “ સુદ નEા તા.” "तं कर्मविपाकं यथावस्थितं तथैव ममावेदयत श्रृणुत यूयं" “તે કર્મવિપાક જેવી રીતે અવસ્થિત છે, તેવી રીતે જણાવતાં મને હે ભવ્યો ! તમે સાંભળો.” સંસારવર્તી પ્રાણીઓ નિર્વેદ અને વૈરાગ્ય પામે, એ માટે આ ઉપકારીઓનો કેવો અને કેટલો પ્રયાસ છે, એ વિચારો ! સાચા ઉપકારીઓનો એ જ પ્રયત્ન હોય, એમાં કશું જ આશ્ચર્ય નથી, કારણ કે નિર્વેદ અને વૈરાગ્ય આવ્યા વિના સંસારમાં દશ દશ દૃષ્ટાંતે દુર્લભ ગણાતા મનુષ્યભવની વાસ્તવિક સફળતા થઈ શકતી જ નથી. એ જ કારણે આ પરમ ઉપકારીઓ ઇચ્છે છે કે સંસારમાં ફસેલા આત્માને નિર્વેદ અને વૈરાગ્ય થાય. સંસારની સ્થિતિ તથા પ્રકારે સમજાય તો જ નિર્વેદ થાય. નિર્વેદ એટલે સંસાર કારાગાર જેવો લાગે , અને સંસાર ઉપરના રાગનો અભાવ તેનું નામ વૈરાગ્ય, સંસારમાં પડેલા નિર્વેદી અને વિરાગી બને, એટલા માટે શાસ્ત્રકારોની આ બધી મહેનત છે, પણ એ સાચો નિર્વેદ અને Page #157 -------------------------------------------------------------------------- ________________ 127 – ૮ : આસ્તિકા અને તાત્વિક દયાનો સંબંધ - 78 –- ૧૪૧ વૈરાગ્ય આવે કયારે ? ત્યારે જ કે જ્યારે આસ્તિક્ય આવે. આસ્તિક્ય પછી અનુકંપા આવે અને તે પછી નિર્વેદ અને વૈરાગ્ય આવે. જ્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના વચન પર આસ્તિક્ય નથી ત્યાં સુધી સાચા નિર્વેદ અને સાચા વૈરાગ્યની વાતો કરનારા અજ્ઞાન છે. અનંતજ્ઞાની શ્રી વીતરાગ પરમાત્માએ જે રીતે જીવાદિકનું સ્વરૂપ કહ્યું છે તથા સંસારને જે સ્વરૂપે જણાવ્યો છે, તે ઉપર તથા પ્રકારે શ્રદ્ધા ન જાગે, ત્યાં સુધી સાચી અનુકંપા કઈ રીતે આવે અને સાચો નિર્વેદ પણ ક્યાંથી આવે ? આત્મસ્વરૂપને સમજે નહિ ત્યાં સુધી અનુકંપા કોની કરે ? સ્વ કે પરની પણ અનુકંપા તો આત્માનીને ! આત્મસ્વરૂપના ભાન વગરનાની દયા પ્રાયઃ ઉપલકિયા જ હોય છે. વધારે ભયંકર શું? સભા : શું નૈસર્ગિક દયા ન આવે ? એ પણ કયારે આવે ? આંશિક પણ આત્માની સમજ હોય તો. ભૂખ્યાની દયા આવે છે , પણ પાપ કરનારની દયા નથી આવતી, એનું કારણ ? શું ભૂખ વધારે ખરાબ કે પાપ ? ભૂખ્યો થાય છે, એ પણ પાપથી જ થાય છે ને ? આ દયા એવી કે ટુકડો આપવાથી શમે, જ્યારે સમ્યગ્દષ્ટિની દયા ટુકડો આપવા માત્રથી ન ગમે, પણ આગળ લંબાય. આવું જીવન ક્યારે મટે, એવી દયા સમ્યગ્દષ્ટિને આવે. એને ટુકડો ન દેવો એમ તો હોય જ નહિ, ટુકડો તો આપે, પણ એ વિચારે કે “ટુકડાના આધારે જીવે તો આનો ઉદ્ધાર ક્યારે થાય ?' વિચારો કે તમને ભૂખ્યાની દયા આવે છે, પણ ચોર કે જુઠ્ઠાની દયા આવે છે ? એ બિચારો પાપ કરીને કઈ ગતિમાં જશે, એ ખ્યાલ કોઈ દિવસ આવ્યો ? જ્ઞાનીની દયા : દુનિયાને કેવળ રંકની દયા આવે છે, જ્યારે જ્ઞાનીઓને મોટા ચક્રવર્તીની પણ દયા આવે છે. દુનિયાની દયામાં અને શ્રી જૈનશાસનની દયામાં આટલો ભેદ છે. કંગાળ કરતાં પણ ચક્રવર્તી બહુ દયાપાત્ર છે. ભીખ માગીને પેટ ભરનાર કરતાં અનીતિ કરી ગુજારો ચલાવનાર બહુ દયાપાત્ર છે. પેટ માટે હિંસા, મૃષા, ચોરી કરતાં કાંઈ પાછું વાળીને ન જુએ, એની હાલત શી ? પાપનું પરિણામ ભયંકર છે. આજના સારા દેખાતાની પણ પાપના યોગે એવી ભયંકર દુર્દશા થવાની છે કે જેવી દુર્દશા અત્યારના કંગાળની પણ નથી, એવી દયા આ જ્ઞાનીને Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ આવે છે. જ્ઞાની પોતાના જ્ઞાનથી એ દુર્દશા જોઈ રહ્યા છે એટલે દયા આવે છે. આ જાતની દયા શ્રી જિનેશ્વરદેવનાં વચન માટે આ જ્ઞાની છોડવાનું કહે છે. માને એને જ આવે. સ્વોપકાર વગર પરોપકાર નથી ! કેટલાક કહે છે કે ‘આવી આવી વાતો કહેવાની જરૂર શી ? સામાન્ય દાનશીલ વગેરેની વાતો થાય એટલે બસ.’ પણ પાયા વિનાનો મહેલ ટકે શી રીતે ? વર્ષોથી શ્રી જિનેશ્વર દેવની પૂજા કરો છો, સાધુનો સહવાસ સેવો છો, વ્યાખ્યાન-શ્રવણ કરો છો, છતાં આવી દશા શાથી ? પૂજા, સામાયિક, પર્વતિથિએ પૌષધ, પ્રતિક્રમણ, દાન વગેરે કર્યું એટલે બસ એમ માન્યું, પણ એ શા માટે કરવાનું એ સમજો. સામાની દયા, ભલું, ઉપકાર કરવાનું ખરું, પણ એ પહેલાં પોતાના આત્મા માટે કરવાનું કે નહિ ? -આત્માને વેચીને પારકાનો ઉપકાર કરવાનું શ્રી જૈનશાસનમાં નથી. શરીર કે સુખ-સંપત્તિના ભોગે પરોપકારનો નિષેધ નથી, પણ પરોપકાર માટે પોતાના આત્માની દુર્ગતિ વહોરી લેવાની વિધિ નથી. જે ક્રિયામાં પોતાના આત્માનો અપકાર થાય તેમાં કદી પારકાનો ઉપકાર થવાનો નથી. 1228 અઢાર પાપસ્થાનક જેમ આપણા આત્માને ડુબાડે, તેમ બીજાને પણ ડુબાડે. એ બીજાને આપવાથી ઉપકાર ન થાય. એમ કરનાર તો પોતે ડૂબે છે અને બીજાને ડુબાડે છે. જે માત્ર આ લોકને જ માને, તેની દૃષ્ટિએ ભલે એવી જાતનો ઉપકાર એ ઉપકાર હોય, પણ જે આસ્તિક છે, પરલોક માને છે, એને એમાં જ વાસ્તવિક ઉપકાર માનવો પાલવે તેમ નથી. આ લોક અને પરલોક : આસ્તિક-નાસ્તિકને કંઈ ખાસ ચિહ્ન હોતાં નથી, પણ પરલોક માનવો અને એની વાતને યાદ જ ન રાખવી, એનો અર્થ શો ? પરલોકની વાતો કરવી છતાં પરલોક તરફ દૃષ્ટિ ન રાખવી અને પાસે આવના૨ને આ લોક તરફ જ રાખવા, એના જેવો ભયંકર દ્રોહ કર્યો ? તમે તો ભોળા તે ફસો પણ જે જાણનાર હોય તે આવનારને આ લોકના રંગરાગમાં ફસાવાની સલાહ કઈ રીતે આપે ? લાખની આવક છતાં પણ ચોરીનો માલ રાખવાની સલાહ હિતેષી કેમ જ આપે ? ભવિષ્યના ફળને જોનારો જો આ લોકની પણ ખોટી સલાહ ન Page #159 -------------------------------------------------------------------------- ________________ 1229 ૮ : આસ્તિક્સ અને તાત્ત્વિક દયાનો સંબંધ - 78 - આપે, તો પરલોકને માનનાર ધર્મગુરુ આ લોકમાં ફસવાની ખોટી સલાહ કઈ રીતે આપે ? આત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરે નથી એમ કહે તો વાત જુદી છે, પણ જો એમ કહે તો તો ગાંડો પણ ન માને, એટલે એ તો આત્મા છે, પરલોક છે, એમ કહેવા છતાં આ લોકમાં ફસેલા, બીજાને પણ ફસાવે છે. દયામાં ભેદ : ભૂખ્યા તરફ દયા આવે એનાથી કેટલાય ગણી વધારે દયા પાપ કરનાર તરફ આવવી જોઈએ. સમ્યગ્દષ્ટિની દયામાં આ વિશિષ્ટતા છે. ઇતરની અને સમ્યગ્દષ્ટિની યામાં આટલો ભેદ છે. ઇતર તો સાધનાભાવ સાધનના અભાવની દયા ચિંતવે, પણ સમ્યગ્દષ્ટિની દયા તો આગળ વધે છે. સાધન નથી એની દયા તો ચિંતવે, પણ સાધન કેમ નથી એની દયા પણ ચિંતવે અને સાધન વગર ચલાવે એવો કેમ બને, એ પણ ચિંતવે. પૂર્વના પાપથી ખાવા ન મળે, એને ફરીથી પાપમાં જોડે તો દશા શી થાય ? સમ્યગ્દષ્ટિ તો ટુકડો આપતાં કહે કે ‘મેં આપ્યું તે લીધું અને ખાધું એ તો ઠીક, એમાં કાંઈ મોટો ઉપકાર નથી, પણ કેમ નથી મળતું એ વિચાર્યું ? માટે એવું વર્તન કર કે પૂર્વનાં પાપ જાય અને ભવિષ્યને માટે પાપ તૈયાર ન થાય.’ ૧૪૩ = સમ્યગ્દષ્ટિની આ દયા, તો સર્વવિરતિની કઈ દયા હોય ? સર્વવિરતિ પાસે આવનારને ‘જરા આ તે મેળવી લો, પછી આવજો' એમ એ કહે ? લાલચોળ થયા પછી અહીં આવવાનું કહેવાય ? લાલચોળ થતાં થતાં સાફ થયા તો ? અને લાલચોળ થઈને અહીં આવે ? દયા કે ત્રાસ ? સભા : આ લોક સુધારતાં પરલોક ન સુધરે ? આ લોક સુધારતાં પરલોક સુધરે એવું ન બને, પણ પરલોક સુધારતાં આ લોક સુધરે એ તો બને. નીતિ, સત્ય, સંયમ, જિતેંદ્રિયપણું, - આ ક્રિયાઓમાં જો આ લોકની શુદ્ધિ માનતા હો તો એમ કરતાં પરલોક સુધરે એ વાત સાચી, પણ ખાવાપીવામાં અને રંગરાગમાં આ લોકનો સુધારો માનતા હો તો પરલોક નિયમા બગડે. ન શ્રી જૈનશાસન કહે છે કે મરતાંય અનીતિ ન ક૨વી તે આ લોકની શુદ્ધિ છે. પ્રાણાંતે પણ પાપની પ્રવૃત્તિ ન કરવાના નિશ્ચયને જ્ઞાનીઓ આ લોકનો સુધારો Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – - 10 કહે છે, અને એમાં પરલોકનો પણ સુધારો છે. આ લોકમાં પ્રાણીને - આત્માને કયા પદાર્થ પ્રત્યે અપ્રીત છે ? બંગલા તથા બગીચાથી કંટાળે એવા કેટલા ? ત્યાં સ્થિર બનવાથી પરભવ સુધરે તેમ છે ? નહિ જ. આથી જ પહેલું આસ્તિક્ય જોઈએ. આસ્તિક્ય વિનાની અનુકંપા એ પણ બહારની છે. એ વસ્તુતઃ આત્માની દયા નથી. ભૂખ્યા-તરસ્યાને, બીમારને કે સાધનહીનને જોઈને મિથ્યાદૃષ્ટિને દયા આવે, પણ એટલા પૂરતી જ આવે. દુઃખીને જોઈને કંપારી શાની થાય છે ? વિચારશો તો સમજાશે કે દુઃખ નથી જોવાતું અને ભય તથા ત્રાસ લાગે છે તેથી. એટલે વાસ્તવિક રીતે એ પરિણામ દયાનાં જ છે એમ નથી. કારણ કે દયાનાં પરિણામ જુદાં છે. વ્યાધિનું સ્વરૂપ, હેતુ અને સાધન સમજે તો સાચી દયા આવે, બાકી મોટે ભાગે આ તો ભયની ચેષ્ટાને દયાની ચેષ્ટા મનાય છે. દયાના સ્વરૂપને સમજનાર બીમારને દેખીને કંપે નહિ ! વિચારો કે શ્રી તીર્થંકરદેવમાં દયા કેટલી હોય ? દયાળુ છે ને ! કેવલજ્ઞાન થયા બાદ દુઃખિતને-પીડિતને હથેલીમાં રહ્યાની જેમ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે, છતાં તે તારક કંપે ? એટલાં જો આપણી સામે ખડા હોય, તો આપણાથી જિવાય ? પાંચ-પચાસ દુઃખી ભેગાં થયા હોય, ત્યાં બે કલાક પણ તમે રહી શકો ? ત્રાસ થાય, એટલે કે પ્રાયઃ એ ત્રાસ છે, પણ વસ્તુતઃ દયા નથી. દુઃખના સ્વરૂપને તથા હેતુને જાણનાર સમ્યગ્દષ્ટિ ઉપચાર કરે, સહાય કરે, પાપથી બચાવવાની યોજના કરે, પણ મૂંઝાય નહિ. દરદ દેખી એને ત્રાસ ન થાય એટલે કે મૂંઝવણ ન થાય. વાસ્તવિક દયા તો આવે જ, બાકી સડવું, પડવું એ તો શરીરનો ધર્મ છે, એમ સમ્યગ્દષ્ટિ માને એટલે શરીરનો ધર્મ શરીર બજાવે એમાં ત્રાસજન્ય કંપારી શાની ? જેન એટલે ક્ષત્રિય ? સભા : દુઃખીનો તિરસ્કાર થાય ? દુઃખીનો તિરસ્કાર કરવા જેવી અધમતા બીજી કઈ છે? દુઃખીને તો હાથ ફેરવાય, પંપાળાય પણ એનું અપમાન ન કરાય. શ્રી જૈનશાસનમાં તો પતિત પ્રત્યે પણ તિરસ્કાર વૃત્તિનો અભાવ છે, માત્ર વિરોધીને છોડીને. હૃદયમાં તો ત્યાં પણ તિરસ્કાર નથી, પણ આ બહારની ક્રિયાની વાત છે. વિરોધી તો ધર્મને પણ કલંકિત કરવાની પેરવી કરી રહ્યા છે, એટલે બહારની ક્રિયા તો એમની Page #161 -------------------------------------------------------------------------- ________________ 1231 ૮ : આસ્તિક્ય અને તાત્ત્વિક દયાનો સંબંધ - 78 સામે તિરસ્કારની જ હોય, તે સિવાય બધા તરફ બહારથી સત્ ક્રિયા ચાલુ હોય. પડેલાને પાટુ મારવાનો ક્ષત્રિયનો ધર્મ જ નથી, તો સાચા જૈન તો મહાક્ષત્રિય. વિરોધી પ્રત્યે : ૧૪૫ વિરોધી પ્રત્યે પણ આપણા હૃદયમાં મલિનતા ન જોઈએ. જો હૃદયમાં એના પ્રત્યે પણ મલિનતા આવે તો આપણું બગડે. પારકી પંચાતમાં આપણું ન ખોવાય, અર્થાત્ વિરોધી પ્રત્યે પણ હૃદયમાં દુર્ભાવ ન આવવો જોઈએ. કદાચ થોડા સમય માટે ઘણો સદ્ભાવ અને થોડો અસદ્ભાવ આવી જતો હોય, તો પણ એ વેપાર છોડી ન દેવાય પણ નિભાવાય, કેમ કે ઘણા સદ્ભાવના યોગે થોડો અસદ્ભાવ આપોઆપ જ ચાલી જશે. ગુણો અને ગુણાભાસો : આસ્તિક્યમાં જ એ બધા ગુણોનું મંડાણ છે. આસ્તિકચ અને આસ્તિકચની અભિમુખતા વિનાના જે ગુણો, તે વસ્તુતઃ ગુણો નથી પણ ગુણાભાસો છે. વસ્તુસ્વરૂપના જાણપણા વિનાના કે વસ્તુ પ્રત્યેની પ્રીતિ વિનાના ગુણો તે ગુણો નથી, પણ ગુણ જેવા દેખાય છે માટે ગુણાભાસ છે. શ્રી તીર્થંકરદેવો દુ:ખીને જોઈને દુઃખનાં સાધનો તજવાનું કહે છે. બીમારી પાપથી આવે અને એને મટાડવા પાપ કરવું જોઈએ એમ માનવું, એના જેવી મૂર્ખાઈ એક પણ નથી. અંતરાયના - પાપના - ઉદયથી લક્ષ્મી ન મળી, વળી પાછી અનીતિ કરી, તો પાછા હતા ત્યાં ને ત્યાં ! ઊલટી વધારે દુર્દશા થવાની. શ્રી શાલિભદ્રજી : સભા : સવાયા થવાના. અનીતિથી સવાયા થવાની માન્યતા એ ભયંકર અજ્ઞાન છે, કારણ કે સવાયા વગેરે થવું એ તો ભાગ્યાધીન છે ! ત્યારે અનીતિ તો આત્માનું ભયંકરમાં ભયંકર અહિત કરનાર છે ! અને આ ભવમાં પણ આબરૂની બરબાદી છે ! આ વસ્તુને સમજનાર પુણ્યાત્માઓની દશા કેવી હોય, એ સમજવા માટે શ્રી શાલિભદ્રજીનો પ્રસંગ વિચારણીય છે. શ્રી શ્રેણિક મહારાજાનું પોતા પર સ્વામિત્વ છે એમ જાણી શ્રી શાલિભદ્રને દુ:ખ થયું, પણ નિષ્કર્ષ શો કાઢ્યો ? એ પુણ્યપુરુષે પોતાના પુણ્યની ખામી Page #162 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ વિચારી, પણ ‘એ રાજા કેમ ?' એવી ભાવના ન આણી. આજના અજ્ઞાનીઓ તો ‘એ રાજા કેમ ?' આવી વિચારણા ચલાવે છે ! શ્રી શાલિભદ્રજીએ પોતાના પુણ્યની ખામી માનીને ધર્મની આરાધનામાં તત્પર થયા, પણ ‘તમે રાજા કેમ બન્યા ?' એમ શ્રી શ્રેણિક મહારાજાને કહ્યું ? શ્રી શાલિભદ્રજીને દેવ સહાય કરતા હતા. અને તે પોતાના પિતા જ હતા છતાં પણ શ્રેણિકને ઉઠાડીને પોતાને ગાદીએ બેસાડવાનું ન કહ્યું ! આજના અજ્ઞાનીઓ પાસે દેવ આવે તો શું કહે, એ વિચારો ! ૧૪૭ શુભોદય વિના માગ્યે નહિ મળે ! ‘સામાને મળે અને મને કેમ નહિ ?' આવી ભાવના તો પારકાને લૂંટવાની ભાવના છે, છતાં પણ એ ભાવના અજ્ઞાનીઓ કરે છે : પણ પોતે કમભાગી છે એનો વિચાર તેઓને નથી આવતો. એના યોગે ‘અમે હીણભાગી છીએ તેથી અમને નથી મળ્યું.’ - એમ નથી થતું પણ જે બીજાને પુણ્યયોગે મળ્યું છે તેની ઇર્ષ્યા કરીને વધારે પાપ કરવાની વૃત્તિ થાય છે ! ‘અમને રાજ્ય કેમ નહિ ?' – એમ કહેનારાઓને કહો કે ‘તમારાં કપાળ તપાસો ! તમારા કપાળમાં હોય તો મળે ને ?’ રાજપુણ્ય, ભોગપુણ્ય એ બધું સમજો છો કે નહિ ? કે બસ ‘લાવો ! લાવો ‘ એટલો બકવાસ જ આવડે છે ! શું બાપનો માલ છે ? ખરેખર, આજની સ્થિતિ એવી છે કે છતી સામગ્રીએ પાયમાલીના સંયોગો ઊભા થયા છે, નક્કી માનજો કે શુભોદય વિના માગ્યે મળવાનું નથી. અનીતિ ન કરો પણ શુભ કાર્યવાહી કરો ! કંઈ એવું મેળવો કે જેથી માગવાની ઇચ્છા જ થાય નહિ અને એના પરિણામે જરૂર હોય ત્યાં સુધી જરૂરી વગર માગ્યે મળે. બાકી રાજઋદ્ધિ માટે તો લંગોટી વાળનારા પણ છે ! એ માટે અનેક બાવા પણ થયા છે અને થાય છે ! સ્વરાજ્ય માટે પાઘડીઓ પણ બાળી નાખી અને તાળીઓ પણ પાડી ! અરે, ધર્મ કે અધર્મ કંઈ જ ન જોયું ! અને એમાં પાછો ધર્મ માન્યો ! આ વાત હું જૈન માટે કરું છું હોં ! આ કેટલી માર્ગથી ખસી જવા જેવી મનોદશા કહેવાય ? ધ્યાનમાં રાખો કે અમે પણ માર્ગથી ખસીએ તો તમારે અમારી પાછળ પણ નહિ આવવાનું. એવી દશા લાવવા માટે વિચારો કે ‘જૈનત્વના સંસ્કાર શા ? શું દુનિયાના સ્વાર્થ માટે પાપ કરવામાં, ચોરી કે લૂંટફાટ કરવામાં, કે કોઈના જાન 1232 Page #163 -------------------------------------------------------------------------- ________________ 1233 –– ૮ : આસ્તિક અને તાત્ત્વિક દયાનો સંબંધ - 78 – ૧૪૭ લેવામાં હરકત જ નહિ, એમ માનવા જેવી દુષ્ટ મનોદશા જૈનત્વને પામેલાની હોય ? કહેવું જ જોઈએ કે “ન જ હોય.' આથી જ ન મળે તો અનીતિ ન કરો, પણ એવી શુભ કાર્યવાહી કરો કે જેથી પાપ જાય અને જરૂરી આપોઆપ આવીને મળે. આજનાઓની દશા તો કોઈ વિલક્ષણ જ છે, કારણ કે ન મળ્યું માટે રોવા બેસે અને પછી “આમ કરું ને તેમ કરું' એવી ભાવનામાં આત્માનો કચ્ચરઘાણ કાઢી નાખે ! વિચારો કે આ કેવી દુર્દશા ? મિથ્યાત્વીમાં પણ એવા લઘુકર્મી આત્માઓ પડ્યા છે કે, જે એમ કહે છે કે પાપથી સાહ્યબી ન જોઈએ. ઇતરમાં પણ આ વિચારવાળા છે તો પછી જૈનત્વને પામેલા કેવા હોવા જોઈએ ? આ વસ્તુસ્થિતિ સમજ્યા વિના લંગોટીથી કલ્યાણ થવાનું નથી અને વસ્તુ સમજાય તો કદાચ ત્યાગ નહિ થાય તો પણ કલ્યાણ થશે. ઋદ્ધિ સાથે દાન લખો તો ? જે આ શાસનમાં આવે છે, તેને પહેલી પોતાના આત્માની દયા આવે છે, કારણ કે જેને પોતાની દયા ન આવે તેને વાસ્તવિક રીતે પારકી દયા આવે પણ શી રીતે ? શ્રી તીર્થંકરદેવો સ્વતંત્ર ધર્મસ્થાપક હોવાથી કેવળજ્ઞાન થાય નહિ ત્યાં સુધી બોલે નહિ. પોતે તૈયાર થયા પછી બીજાને તૈયાર કરાય. તૈયાર થયા પછી એ સ્થિતિ આવે છે કે ઘણા સમયે થતું કામ અલ્પ સમયમાં થાય. આથી સમજાય તેમ છે કે પોતાના આત્મા માટે જેને પાપનો ભય ન હોય તે પારકા પર ઉપકાર ન કરી શકે ! અઢાર પાપસ્થાનકમાંથી એક પણ પાપસ્થાનક સારું છે ? એ પાપસ્થાનકોમાં જોડે એવા ગુરુ તમને જોઈએ છે કે એમાંથી કાઢે એવા ? વારુ, શારદાપૂજનમાં શું લખશો ? શ્રી શાલિભદ્રજીની ઋદ્ધિ તો લખો છો, તેની જગ્યાએ તે પુણ્યાત્માએ કરેલું પૂર્વકાળનું દાન લખાય તો ? સભા : રૂઢિ બદલાય ? માર્ગ ભૂલ્યા, પાંચ ગાઉ ચાલ્યા પણ, પણ પછી ખબર પડી કે માર્ગ ભૂલ્યા તો પાછા વળો કે નહિ ? જો હા, તો સમ્યગ્દષ્ટિ તરીકે ચોપડામાં એવું લખો કે ઇતર વાંચે તો તેઓ પણ શ્રી જિનેશ્વરદેવના શાસનની વિશિષ્ટતા સમજે. “તમે શાલિભદ્રજી જેવું દાન દેવા માગો છો’ એમ જો ઇતર વાંચે તો એને એમ પણ થાય કે જે દાન માગે છે તે ખોટું તો લખે જ નહિ. પણ ધ્યાન રાખજો કે લખો Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 12% એવું વર્તવું પડશે હોં ! માટે દંભ ન કરતા. વધારે માગવું હોય તો, શ્રી ધનાજી અને શ્રી શાલિભદ્રજીનું દાન અને સંયમ બેય માગજો. ઋદ્ધિને બદલે એ લખો તો ઘણું જ સુંદર છે. ઋદ્ધિ અને બળ માગે શું મળે? સભા: ઋદ્ધિ ખરી કે નહિ ? હાથીના પગમાં બધાં જ પગ સમાય. ઋદ્ધિ તો એમાં આવી જ ગઈ. સમજુ આત્માથી એ મગાય નહિ. નાશવંત ચીજ માગવી, એમાં ડહાપણ પણ શું છે ? શ્રી અભયકુમારની બુદ્ધિ માગો તો ધર્મબુદ્ધિ માગજો, પણ લોકને ફસાવવા માટે બુદ્ધિ ન માગતા. શ્રાવકના દીકરાથી દિવાળીમાં ફટાકડા પણ ન ફોડાય. સ્નેહીઓમાં એ ન લેવાય કે ન દેવાય. આપણે તો ભગવાન શ્રી મહાવીરદેવના નિર્વાણની દિવાળી છે. તે દિવસે ફટાકડા કેમ જ હોય ? એ પ્રાણાતિપાત છે કે પ્રાણાતિપાત વિરમણ છે? પ્રાણાતિપાતનાં ભેટણાં લેવાય -મોકલાય ખરાં? શ્રી બાહુબલિજીનું બળ તો માંગો છો, પણ એ બળ શા ઉપયોગમાં આવ્યું એનો વિવેક કરી, વિવેકવાળું બળ માગવું જોઈએ. કયવન્ના શેઠનો સદાચાર માગવો જોઈએ અને મુદ્દાની માગણી તો રહી જ ગઈ ! શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ પણ માગો છો ને ! કહો કે એ કયારે મળે ? શું પેઢી ચલાવવાથી એ મળે ? સંસારમાં રહ્યું એ મળે ? શ્રી ગૌતમસ્વામીજીનું તો ઘણું માગવા જેવું છે પણ બહુ ન મગાય, ન યાદ આવે તો એક એ તારકનો વિનય તો અવશ્ય માગવો જોઈએ. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શરણે આવ્યા પછી, એક દિવસ પણ એ તારકે માથું ઊંચું કર્યું નથી. ભગવાન કહે એ જ પ્રમાણ કરતા. એ તારકની આ મનોદશા માગવી જોઈએ, અર્થાત્ એવું માગવું જોઈએ કે જેથી દિવાળી ફળ અને તુચ્છ લાલસાઓ ઉપર અંકુશ આવે. આવું મગાય અને આવી માગણીનાં તો નિયામાં પણ થાય, બાકી તમે જે માગો છો તેમાં તો પ્રાયઃ મિથ્યાત્વ જ લાગે. ઋદ્ધિ અને બળ માગનારા, એટલે કે એનું નિયાણું કરનારા તો નરકે ગયા છે ! અનીતિને કાઢવાનો રસ્તો : સભા : માગે પણ મળે કયાંથી ? એ વાત જુદી. મળે નહિ અને માગીને મિથ્યાત્વ સેવવું એ શા માટે ? અરે, મળે તો પણ મગાય કેમ ? એવું માગ્યું કે મિથ્યાત્વ છે, માટે એવું માગો કે જે Page #165 -------------------------------------------------------------------------- ________________ 1235 – ૮ : આસ્તિકાય અને તાત્ત્વિક દયાનો સંબંધ - 78 – ૧૪૯ જોઈને ઇતરને પણ થાય કે જૈનશાસનમાં કાંઈક છે. આ તો તમને ઋદ્ધિ માગતા જુએ, એટલે એ તમને પણ પોતાના જેવા જ માને ! એ પણ વિચારે કે “ઋદ્ધિ તો અમે પણ માગીએ છીએ, તેમ આ માગે છે;' પણ દાન માગતા જુએ તો એને અસર થાય; અને માને કે “દાન માગનારો ચોપડામાં ખોટું ન જ લખે.” દાન માગનારો બે મીંડાં પર ત્રીજું મીઠું કેમ જ ચડાવે ? લખેલું કેમ જ ફેરવે ? ખરેખર, અનીતિને કાઢવાનો રસ્તો આ છે. એ ક્યારે થશે ? આત્માની દયા સમજાશે ત્યારે. શ્રાવક કુળ : સભા : ધનપૂજન દૂધથી ધોવા વગેરેની ક્રિયા થાય છે. ત્યાં કેવી કાળજી રહે છે ! મજેનું ગાયનું દૂધ, ચોખ્ખું દૂધ મેળવવાની કાળજી, ટાઇમસર પૂજનની કાળજી, એવી કાળજી પ્રભુપૂજનમાં કદી રાખી છે? જો પ્રભુપૂજનમાં એવી કાળજી રાખો તો બેડો પાર થાય. આ ત્યારે જ બને કે જ્યારે આત્માની દયા જાગે અને જેને આત્માની દયા જાગે તે જ પારકી દયા કરે. પારકાની દયા શી? કોઈ સંબંધી, સ્નેહી, પોતાના પરિચયમાં આવનાર, પોતાની નજરે પડનાર પાપથી કેમ બચે, એ ભાવના. તે પર દયા. એ બુદ્ધિએ જે અપાય તે સફળ થાય : કેટલાય ગણો લાભ થાય. આવી દયા જાગૃત થવી જોઈએ. એવી જાગૃતિના અભાવે જ ભૂખ્યાની દયા આવે છે પરંતુ પાપ કરનાર પ્રત્યે દયા નથી આવતી. છોકરો બીમાર થાય તો આંખમાં આંસુ આવે છે, પણ છોકરો અનીતિ કરે, જુઠું બોલે, પૂજા કે સામાયિક ન કરે, તે માટે આંખમાં આંસુ આવતાં નથી. કહો કે છોકરો અનીતિ કરીને આવે તો માબાપને શું થાય ? મારો દીકરો આવી અનીતિ કરીને દુર્ગતિએ જશે એ ન થવું જોઈએ એ ભાવના આવવી જોઈએ કે નહિ ? છોકરો માંદો પડે ત્યારે રોવું આવે પણ પાપ કરે ત્યારે રોવું ન આવે એ શું ? પાપભીરુતા ઊડી ગઈ છે તે લાવો. પાપ ન કરો. પોતે નહિ કરો તો બીજાને કરતાં અટકાવી શકશો. એક ટંક મળે તો એક ટંક ખાઓ, ભૂખ્યા રહો, પણ અનીતિ ન કરો. તમારા કુળમાં, સંતાનમાં પાપ ન પેસે તેવી ચોકી કરો, તો શાસ્ત્ર વખાણ્યાં છે તેવાં શ્રાવકનાં કુળ આજે પણ થાય. સમ્યગ્દષ્ટિ દેવતા તથા શ્રાવક મનોરથ કયા ભાવે ? મિથ્યાત્વવાસિત ચક્રવર્તીપણું ન જોઈએ, પણ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ 1205 દરિદ્ર એવું પણ શ્રાવકનું કુળ જોઈએ. શ્રી જિનેશ્વરદેવના ધર્મની વાસના માટે જે કુળમાં અવતાર મગાય તે કુળ કેવાં અનુપમ હોય ! પાપનો પશ્ચાત્તાપ હોય ! સાચા આસ્તિક્ય વિના સાચી દયા કેમ આવે ? સાચી દયા લાવનાર આસ્તિયભાવને પામવા માટે પાપના સ્વરૂપને તથા પાપના પરિણામને જ્ઞાનીએ કહ્યા મુજબ માનવા જ પડે. એ મુજબ માનનારને “આટલા પાપમાં શું ?' એવો પ્રશ્ન કદી જ ન હોય, કારણ કે પાપ અને આટલું એ પ્રશ્ન જ ન હોય. કદાચ થઈ જાય ત્યાં પણ સમ્યગ્દષ્ટિ આત્મા માને અને કહે કે ન કરવાનું થાય છે, એટલે પાપનો પશ્ચાત્તાપ કરે. આ દશા ત્યારે જ આવે કે જ્યારે જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા આવે. ટાઢા પહોરનાં ગપ્પાં ? આજના શ્રદ્ધાહીન લોકો કહે છે કે “નરકાદિક ગતિ બતાવી સામાન્ય જીવોને ભય પેદા કરી પોતાની માન્યતા વધારાય છે. ખરેખર, આવી વિપરીત મતિ વિના એ બિચારા દુર્ગતિએ કઈ રીતે જાય ? દુર્ગતિ જનાર જીવોનું લક્ષણ જ એ છે કે શાસ્ત્રનાં વચનને વિપરીત રીતે યોજી પાપાસક્ત રહે. જ્ઞાનીએ નરકાદિ ગતિનાં વર્ણન કર્યા છે, તે શું તમને બિવરાવવા માટે કર્યા છે ? નહિ જ, પણ અજ્ઞાનથી કે પ્રમાદથી પાપ કરી તમે દુર્ગતિમાં ન જાઓ તે માટે જ્ઞાનીએ એ બધું બતાવ્યું, વર્ણન કર્યું, શ્રી ગણધરદેવોએ ગૂંચ્યું, ઉપકારીઓએ વિસ્તાર્યું અને આજના ઉપકારીઓ સમજાવી રહ્યા છે, ત્યારે એની સામે વિરુદ્ધ હૃદયના જીવો કહી દે કે “એ તો ટાઢા પહોરનાં ગપ્પાં છે'. નારકીપણું, દેવપણું, તિર્યચપણું અને મનુષ્યપણું, એ આત્માના પર્યાય છે. જ્ઞાનીએ તપ કરી કેવળજ્ઞાન મેળવ્યું. એ જ્ઞાનથી જે જાણ્યું તે કહ્યું, શ્રી ગણધરદેવે ગૂંચ્યું, અને ઉપકારીએ લખ્યું ! એ શાસ્ત્રની એકસરખી વાણીને પેલા જીવો ટાઢા પહોરનાં ગપ્પાં કહે છે એ કેવી દુર્દશા ? શિક્ષા વધારે નથી ! સભા: પાપ થોડું અને શિક્ષા અનેકગણી એમ કેમ ? પાપ થોડું કહ્યું કોણે ? પાપાત્માઓ કેટલાનું નખ્ખોદ વાળે છે ? કેટલાને દુર્ગતિમાં પાડી રહ્યા છે ? આ હિસાબ કર્યો છે ? એક આદમીને ચાર થપ્પડ Page #167 -------------------------------------------------------------------------- ________________ 1237 ૮ : આસ્તિક્ય અને તાત્ત્વિક દયાનો સંબંધ - 78 મારનારને આ દુનિયાની સરકાર પણ સખત સજા કરે છે ! મહાવ્યથા કરનારને દંડ અને મહિનાઓની સખત કેદની સજા કરે છે. પૂછોને કે શા માટે આટલી સજા ? એ કુટેવે કંઈકનો ઘાણ બગાડ્યો છે માટે મહિનાઓ કેદમાં જાય, અને જરા હાડકાં ઢીલાં થાય તો એ ઠેકાણે આવે. આટલા વાંક માટે દુનિયાની સરકાર જો આવી સજા કરે, તો પાંચ-પચાસ વરસ ફાવે તેવી ધમાચકડી કરનારને ભયંકર શિક્ષા કર્યા વિના કર્મસત્તા કેમ જ રહે ? નહિ જેવા સ્વાર્થ માટે અનેક આત્માની આહુતિ, એ શું ઓછું પાપ છે ? કેવાં ભયંકર પરિણામ આવે ત્યારે એ પાપ થાય ! આર્ત્તરૌદ્ર ધ્યાન આવે ત્યારે એ ભાવના આવે. ૧૫૧ હૃદય કેટલું મિલન થાય ત્યારે અનંતકાય-અભક્ષ્ય ખાય અને વળી મૂછનો આંકડો ઊંચો રાખે ! તંદુલીઓ મત્સ્ય તો મારતો નથી, પણ મારવાની તીવ્ર ભાવના માત્રથી સાતમી નરકે જાય છે. છોકરાની રમત અને પ્રાણીનો જીવ જાય, એવી આ વાત છે ! કાગડો કહે કે ‘શરીરમાં પડેલા ઘામાં જરા ચાંચ મારી એમાં શું થયું ?' પણ એ તો જેને ઘા પડ્યો હોય અને ચાંચ વાગે એને માલૂમ પડે. ‘ઘામાં રતિભાર લૂણ નાખવામાં શો વાંધો ?’ એમ કોઈ કહે તો ? હજારો મણ ઘાસની ગંજીમાં દેવતા જરાક જ જોઈએ. ષટ્કાયની વિરાધના કરનારા, દેવ-ગુરુ-ધર્મનું અપમાન કરનારા, એમને ગાળો દેનારા, સામાની વાત જોયા વિના નિંદા કરનારા, એમ કહે કે ‘અમારું પાપ ઓછું કેમ નહિ ?' અને તેઓ એમ કહે કે અમને પલ્યોપમ અને સાગરોપમની પીડા કેમ હોય ? એમ પૂછનારાઓને કહેવું જોઈએ કે એ બધું પીડાસ્થાન પ્રાપ્ત થાય ત્યાં પૂછજો. પાપચિ : કોઈને ખોટું આળ દેવું એ શું છે ? કોઈ કહે કે ‘ફલાણાની તિજોરીમાં કાણું છે.' અરે ભાઈ ! પોતાની તો પેઢી લૂંટાઈ ગઈ. એક આસામી તૂટે એની પાછળ દશ પેઢી તૂટે અને કંઈક મરે. આ બધું પાપ પેલા ગમારને લાગે. એ તો ક્ષણવાર જ બોલ્યો હતો ને ! હૃદયમાં કેટલી મલિનતા આવે ત્યારે એવું બોલાય ? ‘એવું બોલું, એવી ઢબથી બોલું કે સામો સાફ થઈ જાય.' - આ ભાવનાથી બોલાય. બોલે પણ એવા સ્થાનમાં અને એવી રીતે કે પકડાય નહિ. કોઈ ઓળખતું ન હોય એવા પાસે એવે વખતે બોલી નાખે. પાપના સ્વભાવની ખબર નથી, નહિ તો ‘આટલું પાપ ?’ એ પ્રશ્ન જ ન હોય. સડેલી આંગળી છે તો નાની, પણ દૂર Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ રખાય. એનો ચેપ શરીરને ન અડાડાય. ‘જરાક રસી અડે તો શો વાંધો ?' એમ પૂછનારને કહેવું પડે કે શરીર સડાવે. જરા હાથ અડે એમાં ડોકટ૨ સાબુથી હાથ બે-ચાર વાર ધુએ છે. એ સમજે છે કે ચેપથી હાથ સડે. તેમ સમજો કે પાપ એ નાની-સૂની ચીજ નથી. આથી પાપથી બચતો રહે તે સમ્યગ્દષ્ટિ. સર્વવિરતિ પાપ વિનાનો કહેવાયઃ સમ્યગ્દષ્ટિ પાપ વિનાનો નહિ, પણ પાપના વિપાકથી બચનારો - પાપને ભૂંડું માને, કરવા ઇચ્છે નહિ, કરવું પડે અગર થઈ જાય તો ગભરાય, પસ્તાય, પ્રાયશ્ચિત્ત લે અને પાપથી છૂટવાના પ્રયત્નો કરે. ખરેખર, પાપરિચ એવી વસ્તુ છે કે એના યોગે બુદ્ધિ બુઠ્ઠી થાય છે અને બુદ્ધિમાં વિપર્યાસ થાય છે, એટલે સમજાવનાર સમજાવે તો પણ એ વાત ગળે ન ઊતરે. રાજસત્તા અને કર્મસત્તા : સભા : હાલની કોઈ સરકાર ખૂન કરનારને પણ ફાંસીથી વધારે સજા કરતી નથી ! બીજી શી સજા કરે ? કારણ કે સ૨કાર પાસે બીજું સાધન નથી. કર્મસત્તા પાસે તો બધી જ સામગ્રી છે. એ તો ક્ષણે ક્ષણનો હિસાબ તપાસે છે. આ સ૨કા૨ તો કરેલ કાર્યવાહીની સજા કરે, જ્યારે કર્મસત્તા તો પાપની ભાવના થઈ ત્યારથી ઠેઠ સુધીના ગુનાની શિક્ષા કરે છે. લગ્ન ચાલતાં હોય, ખાવાપીવાની સામગ્રી ભરપૂર હોય, વાજાં વાગતાં હોય, ત્યારે કર્મસત્તા માંદો પાડે. લગ્નમાં વિઘ્ન એ કરે. ચૉરીમાં રંડાપો એ આપે. એવે વખતે સજા કરે કે ‘પાપ આમ થાય છે' એ ખબર પડે. પાપનો ભય ઊડી જાય માટે આજના બુદ્ધિના ઇજારદારો નવા તુક્કા શોધી રહ્યા છે, કે જેથી પાપ પાપ તરીકે ન રહે. પાપભીરુતા : આજે પાપનો પશ્ચાત્તાપ ચાલ્યો ગયો છે. કહે છે કે ‘શેઠ પણ માણસ અને મજૂર પણ માણસ, તો ભેદ શા માટે ?' એમ કહેનાર મજૂરને કહેવું જરૂરી છે કે ‘ભાગ્યહીન ! પાપયોગે મજૂર તો થયો, હજી પણ મદમાં છકી કંગાલ ન થા.’ આ રીતે જે જેવા હોય તેને તેવી શિખામણ દેવાવી જોઈએ. કર્મના સ્વરૂપને, આત્માની સ્થિતિને, દશાને, ક્ષણિક પરિવર્તનને સમજાય તો જ્ઞાનીએ કહેલા વિપાકમાં જરા પણ ફેરફાર ન લાગે. શ્રી તીર્થંકર નામકર્મનાં દલિયાં ભેગાં કરતાં વાર કેટલી ? અરિહંત-પદ 1238 Page #169 -------------------------------------------------------------------------- ________________ 1239 - ૮: આસ્તિય અને તાત્વિક દયાનો સંબંધ – 78 – ૧૫૩ આદિ પદોની આરાધના કરતાં કરતાં ઉત્તમ ભાવના આવે એટલી વાર; પણ મોટાઈ આદિના કારણે સહેજ પણ શ્રી જિનેશ્વરદેવના વચનથી ઊલટું બોલ્યા કે એ ભેગાં થયેલાં દલિયાં પણ ચાલ્યાં જાય. શાસનમાં કોઈનો પણ પક્ષપાત નથી. મહામુનિ હોય, વર્ષો સુધી સંયમપાલન કરે, પણ એક ઉત્સુત્રભાષણથી રખડતો થાય. જિંદગીનો પાપી પણ એક કલાક ઉત્તમ સંયમપાલન કરે તો ગતિ સુધારે, સદ્ગતિએ જાય. પાપને સમજે, પાપને કબૂલે, પાપથી પૂજે, પાપથી પાછો ફરે અને સંયમપાલન કરે તો એ પણ તરે. બીજાને માટે કરો તે તમારે માટે વિચારો ! સભા : પાપ બંધાય ત્યારે પીડા ખરી ? ઉદયમાં આવે ત્યારે પીડા. બંધાય ત્યારે તો મહાલે, પણ ઉદયમાં આવે ત્યારે જ માલૂમ પડે ! સભા : કરતી વખતે શોચ થાય તો? શોચ થાય તો એટલો બંધ ઓછો થાય, પણ શોચ સમજુને થાય, મૂર્ખાને ન થાય. સમ્યગ્દષ્ટિ આત્માને નરકમાં પણ માનસિક પીડા વધારે હોય, કારણ કે ઉત્તમ સામગ્રી મળ્યા છતાં પણ ધર્મને ન આરાધ્યો એ એને ખટકે, વેદનાની પીડા એને એટલી ન લાગે. એ તો માને કે બાંધ્યું તે ભોગવવું પડે. સમ્યગ્દષ્ટિને પાપ કરતી વખતે પણ દુઃખ થાય અને મૂર્ખાને તો આનંદ થાય. પાપનો ભય રાખનારને શ્રી જૈનશાસનમાં સારામાં સારો ચાન્સ છે. જૈનશાસન પામ્યાનું ફળ એક જ કે પાપથી આઘા રહેવું. પાપથી આઘા રહી, બીજાને પાપથી આવા રહેવાની પ્રેરણા કરવી, એ જૈનત્વ! જૈન અથવા સમ્યગ્દષ્ટિ પાપમાં રાચેમાએ તો નહિ જ, પણ પાપથી પાછા હઠવાની ક્રિયામાં જ રત રહે. થોડું પણ પાપ ને ! સાડા ત્રણ મણની કાયામાં જરા જેટલો કાંટો કયું કામ કરે ? કાંટો અણીશુદ્ધ પેસે તો એ સાડા ત્રણ મણની કાયાને ગબડાવી પાડે અને જરા હાડકામાં પેસે તો મૂચ્છિત પણ કરે; કેટલીક વાર તો એવું બને છે કે કલાકો સુધી બોલાય નહિ. એ કાંટાનો ખેચનાર ડરપોક ન જોઈએ. ત્યાં દેખીતી દયા ન ચાલે ત્યાં દેખીતી દયા કરે અને હાથ ધ્રુજે, તો કાંટો તૂટે એટલે રામાયણ થાય. જરા કાંટો રહી જાય તો દિવસો સુધી પથારીમાં સૂવું પડે. સોયથી કાંટો ન નીકળે તો હજામને બોલાવાય છે અને એમ પણ ન નીકળે તો ગોળનો ચપકો ગરમ તાવેતાથી દેવાય Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ - -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 1240 છે. એક જરા જેવા કાંટા માટે કેટલું બધું ? માટે “આટલું પાપ' એ પ્રશ્ન જ નથી. આટલું પણ પાપને ! એક દેડકું કે અળસિયું માર્યું એમાં શું ?' – એમ કહે એવાઓને કહો કે એમના પર માલિકી હશે કેમ ?' એક આદમી મરી ગયો તો શું ?” એમ માનીને કોઈ આદમીને ચપ્પ ખોસી દો તો શું થાય ?' એ વિચારો ! તમે કોઈને ગાળ દેતાં પહેલાં વિચારો કે તમને કોઈ ગાળ દે તો શું થાય ?' એ જ રીતે ‘તમને કોઈ મારે તો શું થાય ?” એ વિચારો ! “રસ્તે ચાલતાં કૂતરાં-બિલાડાંને સોટી મારવામાં વાંધો શો ?” એમ કહેનારને કોઈ મારે તો કેવું લાગે છે ? આ તો પોતાને તો લાગે, પણ બીજા માટે વાંધો નહિ, એવી માન્યતા ! બાઈ ચૂલો સળગાવે ત્યારે શું થાય ? શાસ્ત્રકારે અગ્નિને ચોધારું શસ્ત્ર કહ્યું છે. એ ચારે તરફ બાળે. જ્યાંથી મૂકો ત્યાંથી, ત્યાં અને ચોતરફ બાળે. ચોતરફથી ચોતરફ બાળે. અગ્નિથી છકાયની હિંસા થાય. એ વખતે કેટલા જીવો મરતા હશે ? અસંખ્યાતા ! માન્યું કે કદી ત્રસ થોડા, પણ જિંદગીમાં જીવો કેટલા મરે ? પચાસ વરસમાં પાપ થોડું એ બોલાય એમ છે જ ક્યાં ? આ જ્ઞાનીઓને તમારી દયા આવે છે : અરે, અમારી પણ દયા આવે છે. નરકના પ્રતિનિધિરૂપ ગૃહસ્થાવાસમાં રત આત્માઓની પણ દયા ખાય છે અને અમારી પણ દયા ખાય છે. અમે પણ બેદરકારીથી ચાલીએ, પૂજીએપ્રમાર્જીએ નહિ, એની એમને દયા આવે છે. અમે બહુ કરીએ તો આજ્ઞા ન પાળીએ. શાસ્ત્રકાર કહે છે કે માસખમણના પારણે માસખમણ કરે, પણ જો ગુરુની આજ્ઞા ન પાળે તો એ યાવત્ અનંત સંસારી પણ બને છે. હવે ‘પાપ કેટલું’ એ પ્રશ્ન રહે છે ? મા ખમણના પારણે માસખમણ કરે, સંયમ ઉત્તમ પ્રકારનું પાળે, માત્ર દેવ, ગુરુ, ધર્મની આજ્ઞા ન માને, આગમની આજ્ઞાને ભાંગે તો શાસ્ત્ર કહ્યું કે “એ તો મજૂર છે, કાયકષ્ટ કરે છે.' શ્રી ઉપાધ્યાયજી મહારાજ અને અનંત સંસારી કહે છે. સુવિધા અને કુવિધા : સભા : આજ્ઞાપાલક “કુ' હોય એ સંયમ પાળે ? માસક્ષમણ કરે ? પૌદ્ગલિક સુખ માટે એ બધું કરે. Page #171 -------------------------------------------------------------------------- ________________ 1241 – – ૮ : આસ્તિય અને તાત્વિક દયાનો સંબંધ - 78 – ૧૫૫ આ બધી વાત ઉપરથી એ જ એક વસ્તુ પુરવાર થાય છે કે પ્રભુવચનમાં આસ્તિક્ય એ મુખ્ય વસ્તુ છે. એના વિના સાચી અનુકંપા ન આવે અને એના વિના નિર્વેદાદિ પણ ન આવે, માટે પહેલું આસ્તિકશ્ય જોઈએ. એના યોગે સમજાશે કે પાપીની દયા પ્રથમ ખાવી જોઈએ. ખાસ દયા પાપીની ખાવી જોઈએ, કારણ કે પાપીની દયામાં દુઃખીની દયા આવી જ જાય છે. આથી સ્પષ્ટ છે કે પોતાની પાસે આવનારાઓને પાપમાં જોડવાની સલાહ આપનારા આસ્તિકના વેષમાં હોવા છતાં પણ મહાનાસ્તિક છે. પરલોકમાં, જ્ઞાનીના કથન મુજબ વિપાકમાં શ્રદ્ધા હોય, આગમન આજ્ઞા મુજબ અંતરાત્મામાં દયા વસી હોય, સ્વપર દયાનું સ્વરૂપ સમજાયું હોય, એ તો પાપની માગણી કરવા આવનારને પણ પાછા વાળે ! સમજાવીને પાપથી પાછા વાળે, તો જે વગર માગ્યે પાપની સલાહ આપે એના જેવા છૂપા નાસ્તિક બીજા કયા ? બગલાનું ધ્યાન કેમ વખોડ્યું ? જરા પણ હાલે નહિ એવું ધ્યાન તો છે, પણ એ મત્સ્ય મારવા માટે છે. એ રીતે આ લોકમાં ફસાવવા માટે જે જે થાય તે બધું એવું છે. એથી જ વિલાસી બનાવનારી વિદ્યા એ વિદ્યા નથી, પણ એક જાતની મદિરા છે. જે વિદ્યા વિરાગી બનાવે તે સુવિદ્યા અને વિલાસી બનાવે તે કુવિદ્યા ! કુવિદ્યાથી બચવાનું, બીજાને બચાવવાનું અને એનાથી દૂર રહેવાની સલાહ આપવાનું સમ્યગ્દષ્ટિનું ખાસ કામ છે. સુવિદ્યાને વધારવામાં તથા વિદ્યાનો વિનાશ કરવામાં લક્ષ્મી ઊડી જાય તો મહાપુણ્ય અને કુવિદ્યાને વધારવામાં રાતી પાઈ પણ અપાય તો પણ મહાપાપ છે. કુવિદ્યામાં પાઈનો પણ ફાળો, એ પાપ માટે છે. મારક, નાશક, વિકારી બનાવનાર, વિલાસી બનાવનાર, આત્માની અવનતિ કરનાર વિદ્યામાં પાઈનો પણ ફાળો હોય તો પાપ બેઠેલું છે. એવામાં પાઈ પણ ગઈ હોય તો પશ્ચાત્તાપ કરો અને ન આપવાની પ્રતિજ્ઞા કરો. વિરાગી બનાવનાર, આત્માની ઉન્નતિ કરનાર, મોક્ષમાર્ગમાં સહાયક વિદ્યા ફેલાવવા, એ જાતના જ્ઞાનનો પ્રચાર કરવા લાખો રૂપિયા ખરચો, ન ખરચાય તો ભાવના રાખો કે ભવાંતરે પણ એવો યોગ મળે. સુવિદ્યા પ્રચાર માટે દાનના યોગની માગણી થાય. નિયાણાં પણ થાય. આ રીતે વર્તે તો આ ભવ અવશ્ય સફળ થાય. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૯ : દિવાળીની દેશના અને માગણી : ઉપદેશ ફળે શી રીતે ? ધર્મરુચિ ક્યારે થાય ? ‘સંસારની અસારતા’ પહેલાં કહેવાનું કારણ : વીર વિભુની અંતિમ દેશના : ♦ દિવાળીનું માગણું : વિષય : ધર્મરુચિ... દિવાળીના દિવસે પ્રભુ પાસે કરવાની માગણીનું સ્વરૂપ. ધર્મરુચિ વિના ધર્મની વાત કરવી નકામી. સંસાર અસાર લાગે પછી જ ધર્મ સાર લાગે. માટે જ બધા ધર્મદેશકોનો પ્રથમ પ્રયત્ન સંસારની અસારતા જચાવવાનો જ હોય. આ વાતથી ભૂમિકા બાંધી દિવાળીનો દિવસ હોઈ એ નિમિત્તે પ્રભુ મહાવીરસ્વામીની અંતિમ દેશનાનો સાર સંક્ષેપમાં રજૂ કર્યા બાદ આજે દિવાળીના ચોપડામાં શું શું લખાય છે અને ખરેખર શું શું લખાવું જોઈએ, એ વાત ખૂબ જ અસરકારક શબ્દોમાં વર્ણવી છે. ‘ધ્યેય સતત આંખ સામે હોવું જોઈએ' એ વાતને સ્પષ્ટ કરવા માટે રાજકુમારનું ચાર સોનેરી શિખામણોનું લૌકિક દૃષ્ટાંત રજૂ કરી એમાંથી લોકોત્તર ૫રમાર્થ પણ કાઢી બતાવ્યો છે, માંહ્યલાને ઢંઢોળવામાં આ પ્રવચન ખૂબ ઉપયોગી બન્યું છે. ભક્તિ એ મુક્તિની દૂતી : એક લૌકિક દૃષ્ટાંત : અંગત વેરી અને ધર્મવૈરીનું અંતર : શ્રી વીર વિભુ અને સંગમ : ધર્મમાં અડગતા જ હોય ! મુલાવામૃત છોડવું એનું નામ ધર્મ, મેળવવું એ ધર્મ નહિ તો મેળવવા માટે છોડવું એ ધર્મ કઈ રીતે ? તારકની આજ્ઞાના અમલમાં જેટલો પ્રમાદ તેટલો નાશ ! 79 આજની દિવાળી એવી ઊજવો કે આવતી દિવાળીએ જીવન આવુંને આવું જડપ્રેમી ન રહે. ભક્તિના યોગે મળેલી લબ્ધિ આત્માને મૂંઝવે નહિ. ભક્તિ આવી એટલે મુક્તિ આવી જ સમજો ! દુશ્મન મારે તો માર ખવાય, ગાળો દે અને વધાવાય, દુશ્મનનું ભૂંડું ન ઈચ્છાય, એનું પણ ખરાબ કરવાના વિચારો ન થાય, એનું ખરાબ કરવા હાથનો ઉપયોગ ન થાય, એનું ખરાબ કરવાની કોઈને સલાહ ન અપાય એ વાત ખરી, પણ એને રાજી રાખવા કંઈ આત્મધર્મને ઓછો જ વેચાય ? નમે તે આરાધક - ખમેં તે આરાધક. અંગત વૈર માટે તો એક વાર નહિ પણ કરોડ વાર માફી મંગાય, પણ સત્ય વસ્તુના બચાવની માફી ન હોય. સત્ય વસ્તુના વૈરી પાસે ક્ષમા માગવાની ન જ હોય. • શ્રીમંતાઈનું તેજ ન નાંખો, પણ ધર્મનું તેજ નાંખો, Page #173 -------------------------------------------------------------------------- ________________ ૯ : દિવાળીની દેશના અને માગણી : ઉપદેશ ફળે શી રીતે ? ટીકાકાર મહર્ષિ શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે સૂત્રકાર મહર્ષિ ઉપપાત તથા વન વગેરે દુઃખથી ભરેલા સંસારનું સ્વરૂપ બતાવી ગયા અને પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય થાય તે માટે સંસારની કઠિનતાનું હજુ પણ સૂત્રકાર મહર્ષિ આગળ વર્ણન કરે છે કેમકે સંસારની સ્થિતિ તથાવિધ ન સમજાય, ત્યાં સુધી નિર્વેદ તથા વૈરાગ્ય પેદા થાય નહિ. માટે ચારે ગતિમાં રહેલા જીવો કેવા કેવા કર્મવિપાકને અનુભવે છે, એ વાત આ બીજા સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે : અર્થાત્ ચારે ગતિમાંથી એક પણ ગતિ એવી નથી કે જ્યાં સુખ હોય અને દુઃખ ન હોય, પણ આ વાત જો આસ્તિક્ય હોય તો જ સમજાય : અને આસ્તિક્ય ન હોય તો ન સમજાય. જ્ઞાનીઓ અશુભ કર્મનું ગમે તેટલું સ્વરૂપ વર્ણન કરે, એના વિપાક પણ બરાબર સમજાવે , પણ “એ બધું અમને ડરાવવા માટે છે' - એમ વિષયાધીનો કહી દે, ત્યાં શું થાય ? જ્ઞાન મેળવીને જ્ઞાનદૃષ્ટિએ જોયું અને જાણ્યું તે જ્ઞાનીઓ તો કહે, પણ સાંભળનાર એને ડરાવવા માટે કહેવાનું માને, ત્યાં શી રીતે અસર થાય ? વિષયાસક્તો તો કહી દે કે આવું કાંઈ છે જ નહિ. એટલે ઉપદેશકની મહેનત નકામી જાય, માટે તો સૂત્રકાર મહર્ષિએ પણ કહ્યું કે “શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક સાક્ષાતું છતાં પણ પ્રબળ મોહથી વીંટાયેલા, કર્મના ભારથી દબાયેલા વિષયાસક્ત આત્માઓ ધર્મને પામી શકતા નથી તથા સકળ દુઃખના સ્થાનરૂપ ગૃહવાસને છોડી શકતા નથી.” આ બધું કહેવામાં જ્ઞાનીની ભાવના એક જ છે કે જગતનાં પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્યની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી સંસાર પર નિર્વેદ તથા વૈરાગ્ય અંશે પણ ન થાય, ત્યાં સુધી સાચા ધર્મની પ્રાપ્તિ થતી નથી. સંસારના પદાર્થો ઉપર વિરાગ થયા વિના ધર્મનો રાગ કેમ કરીને થાય ? કહેવું જ પડશે કે ન જ થાય. ધર્મરુચિ કયારે થાય ? સંસાર પ્રત્યે નિર્વેદ થયા વિના સંસાર પ્રત્યેની રુચિનો અભાવ ન થાય અને Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 12 સંસાર ઉપરની રુચિના અભાવ વિના ધર્મ ઉપર રુચિ થાય જ નહિ. ધર્મ તો પરોક્ષ ફળ : ધર્મ કાંઈ કહીને ફળ નથી આપતો : માટે જે સ્થાનમાં બેઠા છો, જે સ્થાનને સેવો છો, તેના પ્રત્યે અરુચિ ન થાય, ત્યાં સુધી અપરિચિત ધર્મ ઉપર પ્રેમ થવાનું કારણ ક્યાં છે ? જે સ્થાનમાં બેઠા છો ત્યાં ઇચ્છિત મળે તેમ નથી. પણ જે જોઈએ છે એનાથી વિપરીત મળે છે, એ સમજાય તો જ ધર્મ ઉપર રાગ થાય ને ? જ્યાં છીએ ત્યાં શ્રેય નથી અને ધર્મ એ કાંઈક નવી અને અસાધારણ ચીજ છે, એમ થાય તો જ તેના પ્રત્યેની જિજ્ઞાસા જાગે. ધર્મમાં તો છોડવાનું છે, લેવાનું છે જ નહિ: મળવાનું તો મળશે ત્યારે ખરું, પણ અત્યારે તો બધું છોડવાનું જ છે સમય કાઢવો અને વ્યવહારનાં કામ છોડવાં, એ રીતે ધર્મના સંયોગો બધા એવા કે જેમાં છોડવું જ પડે. ધર્મની ખાતર આ બધું છોડવાનું મન કયારે થાય? ત્યારે જ કે જ્યારે ધર્મ ઉપર રુચિ થાય. વળી ધર્મ કરવાથી આ બધું મળે, એટલે કે ધર્મ માટે દુન્યવી પદાર્થો છોડવાથી પાછા એ વધારે મળે એ ઇચ્છાથી છોડવું, એ વાસ્તવિક રીતે છોડ્યું ન કહેવાય ? કારણ કે એ કાંઈ ધર્મની રુચિ ન કહેવાય, પણ એ તો દુનિયાદારીના તુચ્છ પદાર્થોને લેવાની જ રુચિ થઈ કહેવાય. નૈસર્ગિક રીતે કે ઉપદેશથી પણ આ દુન્યવી પદાર્થો ઠીક નથી, એમાં શ્રેયઃ નથી, એમ સમજાય તો જ ધર્મની સાચી રુચિ થાય. નિર્વેદ થયા પછી વૈરાગ્ય આવે. એ ન હોય ત્યાં સુધી સંસારની રુચિ ઘટતી નથી અને સંસારની રુચિ ઘટે નહિ ત્યાં સુધી ધર્મરુચિ પેદા ન થાય. વિષય અને ધર્મને મેળ નથી એમાં ઘણું અંતર છે : વિષય અને વિરાગ બે ભિન્ન છે : વિષયનું મમત્વ બેઠું હોય ત્યાં વૈરાગ્ય કેમ આવે? અને વૈરાગ્ય હોય ત્યાં વિષયનું મમત્વ કેમ હોય ? ન જ હોય, અર્થાત્ વિષયમમત્વ હોય ત્યાં વૈરાગ્ય ન આવે. આ વસ્તુ ધ્યાનપૂર્વક વિચારાય તો વસ્તુ બરાબર સમજાય અને એ પણ સમજાય કે ધર્મની સાચી રુચિ પેદા કરવા માટે નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન પહેલા કરવો જોઈએ. “સંસારની અસારતા પહેલાં કહેવાનું કારણ : દરેક જ્ઞાની પોતાની દેશનાની શરૂઆતમાં ‘મારો સંસાર:' એમ કહે છે, એનું કારણ એ જ કે જ્યાં સુધી એ ન સમજાય ત્યાં સુધી ધર્મને ગમે તેવો Page #175 -------------------------------------------------------------------------- ________________ ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 સારો કહેવામાં આવે તો પણ કોઈ લેવા ન જાય ! કારણ કે બધા જ સંસારના સંગી છે, બધા સોબતી તો સંસારના છે, જ્યાં બેઠા છે ત્યાં દૃઢ રુચિવાળા છે, એટલે એ રુચિ ન ઘટે, ત્યાંનું મમત્વ ઓછું ન થાય, ત્યાં સુધી ધર્મને ગમે તેવો સારો કહો, તો પણ કોઈ સાંભળે નહિ અને કદી કોઈ સાંભળે તો માને નહિ, અગર મતલબ પૂરતો સાંભળે, માટે પ્રથમ સંસારની અસારતા બતાવવી જોઈએ. સંસારની અસારતા પ્રથમ બતાવવામાં એક જ હેતુ છે કે જગતનાં પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય પ્રગટ થાય. એ પ્રગટ થયા પછી ધર્મ કરાવવાની વધુ ચિંતા કરવી ન પડે. જેને અંશે પણ નિર્વેદ તથા વૈરાગ્ય થાય, તેને ધર્મ કરવાનું વધુ કહેવું ન પડે. ઔષધ એવું જોઈએ કે રુચિ પેદા થાય, જેથી ખાવા આપોઆપ માર્ગ : સ્વાદિષ્ટ કે અસ્વાદિષ્ટ ગમે તે ચીજ મોંમાં નાખે. રુચિનો એ ધર્મ કે આત્માને ત્યાં વાળે. રુચિ વિના મહેનત નકામી. આથી જ સંસાર પ્રત્યે અરુચિ અને ધર્મ પ્રત્યે રુચિ જગાડવાની જરૂર છે. માટે સમજો કે સંસારમાં ચારે ગતિમાંથી એક પણ ગતિમાં વાસ્તવિક સુખનો એક પણ અંશ નથી, કિંતુ બધામાં દુઃખ જ છે. સુખ લાગે છે તે પણ નાશવંત, અસ્થિર અને પરિણામે આત્માને બગાડનારું દુર્ગતિએ લઈ જનારું છે. પણ આ વાત ચારે મનાય અને કોણ માને ? કહેવું જ પડશે કે જ્યારે અનંતજ્ઞાનીઓના વચન ઉપર અખંડિત આસ્થા થાય ત્યારે જ ! અને એ વાત પણ ખરી છે કે જેણે સંસારની બધી ચીજોમાં સુખ માન્યું છે, ત્યાં બધે જ દુ:ખની ભાવના અને દુઃખની વાત આસ્થા વિના કઈ રીતે માને ? માટે એ તો સ્પષ્ટ જ છે કે આવા ઉપકારીઓ જગતને સુખી બનાવવા માટે જે જે કહી ગયા, તે બધુંય માનવું જ જોઈએ, એ આસ્થા હોય તો જ મનાય. વીરવિભુની અંતિમ દેશના : 1245 ભાગ્યશાળીઓ ! આજે તે દિવસ છે કે જે દિવસે ભગવાન શ્રી મહાવીરદેવે છેલ્લી વખતે સોળ પ્રહર સુધી દેશના દીધી છે : અખંડિતપણે દેશના દીધી છે : રોજ તો બે પ્રહર દેશના દેતા, પણ મોક્ષે જતાં જતાં છેલ્લે સોળ પહો૨ સુધી દેશના દીધી : કેવળ જગતના ઉદ્ધાર માટે એ ત્રણ જગતના ઉપકારી સ્વામીએ સોળ પહોર સુધી ધારાબદ્ધ દેશના દીધી. પોતાની એ અંતિમ દેશનાની શરૂઆતમાં જ એ અનંત ઉપકારી અને આ અવસર્પિણીના છેલ્લા તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવી૨ ૫૨માત્માએ ફરમાવ્યું છે કે - ૧૫૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ “પુમર્ણા દૂ ચત્તાર:, જામાર્થો તંત્ર ખમિનામ્ | अर्थभूतौ नामधेया- दनर्थौ परमार्थतः । । १ । । अर्थस्तु मोक्ष एवैको, धर्मस्तस्य च कारणम् । संयमादिर्दशविधः, संसाराम्भोधितारणः ।।२।। अनन्तदुःखः संसारो, मोक्षोऽनन्तसुखः पुनः । तयोस्त्यागपरिप्राप्ति हेतुर्धर्मं विना न हि ॥ ३ ॥ मार्गं श्रितो यथा दूरं क्रमात् पडुरपि व्रजेत् । ધર્મસ્થો ઇનજર્માપિ, તથા મોક્ષમવાળુયાત્ ।।૪।" ‘આ સંસારમાં પુરુષાર્થો ચાર છે, તેમાં પ્રાણીઓને કામ અને અર્થ નામના પુરુષાર્થો તો નામના જ અર્થભૂત છે, પણ પરમાર્થથી તો અનર્થરૂપ છે ઃ અર્થાત્ ‘કામ, અર્થ, ધર્મ અને મોક્ષ' આ ચાર પુરુષાર્થ આ સંસારમાં મનાય છે, પણ એમાંના પ્રથમના ‘કામ અને અર્થ' આ બે તો જીવો માટે નામના જ અર્થરૂપ છે, પણ પરમાર્થે કરીને તો એ બે જીવો માટે અનર્થરૂપ એટલે અનર્થને જ કરનારા છે.’ આ હેતુથી - ‘આ સંસારમાં પુરુષાર્થો ચાર ગણાય છે ખરા, પણ સાચો પારમાર્થિક પુરુષાર્થ તો એક મોક્ષ જ છે અને સંસારસાગરથી તારનાર ધર્મ તે ‘મોક્ષ’ નામના પારમાર્થિક પુરુષાર્થનું કારણ છે અને તે ધર્મ સંયમાદિ દશ પ્રકારનો છે.’ વળી – ‘આ સંસાર અનંત દુઃખમય છે અને મોક્ષ અનંત સુખમય છે. એ સંસારના ત્યાગનું અને મોક્ષની પ્રાપ્તિનું કારણ ધર્મ વિના કોઈ પણ નથી.’ એટલે - ‘જેમ માર્ગે ચડેલો પાંગળો પણ ક્રમે કરીને દૂર જાય, તેમ ધર્મને પામેલો આત્મા ઘણા કર્મોવાળો હોવા છતાં પણ મોક્ષને પામે.’ વિચારો કે આવા એકાંત ઉપકારી, યોગ અને ક્ષેમના કરનારા નાથના અનુયાયીઓએ એ નાથના આ નિર્વાણદિવસે પોતાના આત્માને કઈ ભાવનાથી રંગવો જોઈએ ? ખરે જ, આજે તો સાચા અનુયાયીઓનાં હૃદયો ઊછળવાં જોઈએ. આજના દિવસની રાત્રિના છેલ્લા ભાગનો પ્રસંગ પ્રભુનિર્વાણનો અને કાલની સવારનો પ્રસંગ ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને કેવળજ્ઞાન થયાનો. એક રીતે બેય પ્રસંગો અનુપમ ગણાય. પ્રભુશાસનમાં થતા શોક અને હર્ષ બેય 1246 Page #177 -------------------------------------------------------------------------- ________________ 1247 – ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 – ૧૯૧ અનુપમ હોય. જે દિવસો જેવા હોય તેવા ઓળખી આત્માને તે તે સદ્ભાવનાઓથી તે તે દિવસે સુવાસિત બનાવો તો તે પર્વો ફળે. તારકે જે જે વસ્તુ કહી છે તે કેવળ આપણા ઉદ્ધાર માટે કહી છે, તેવું ન સમજાય ત્યાં સુધી સૂત્રકારનો આશય ન ફળે. જ્ઞાની તો સર્વત્ર દુઃખ કહે છે, પણ જેઓને – “એ તો કહે, પણ મનાય ?' - આવી ભાવના આવે, તેઓનું શું થાય ? જેઓને આવી ભાવના આવે, તેઓને માટે ઉપકારીઓની મહેનત નકામી ! - ભગવાન શ્રી મહાવીરદેવે સોળ પહોર દેશના દીધી, એમાં એકાંત ઉપકાર વિના કંઈ પણ કારણ છે ? પ્રભુ સાક્ષાત્ દેશના દે છે, એમ કલ્પી આજનું પર્વ આરાધો ! સોળ પ્રહરની દેશના તરફ દૃષ્ટિ હોય તો વિચારવું જોઈએ કે જગતને તારવા માટે સોળ પ્રહર સુધી અપૂર્વ વાણીનો ધોધ વહેવરાવનારની ઉપકારબુદ્ધિ કેટલી ? એવા સ્વામીની જેટલી સેવા કરીએ તેટલી ઓછી – એવા તારકની આજ્ઞાના અમલમાં જેટલો પ્રમાદ તેટલો નાશ ! આજના દિવસે તો એ તારકની આજ્ઞાના અમલ માટે આત્મા ઊંચો-નીચો થવો જોઈએ. દિવાળીનું માગણું : પ્રભુ શ્રી મહાવીરદેવના નિર્વાણનું આ પર્વ છે, માટે લોકવ્યવહારમાં ભળી આ પર્વને જુદી રીતે ન આરાધો. સાચું સરવૈયું કાઢો : આત્મા ચડ્યો કેટલો ? અથવા ચડ્યો કે પાછો પડ્યો ? આખા વર્ષમાં આત્મગુણની પ્રાપ્તિ થઈ કે હાનિ થઈ? ઉદારતા, સદાચાર અને સહિષ્ણુતાદિ વધ્યાં કે ઘટ્યાં? આ મેળ કાઢ્યો? સમ્યગ્દષ્ટિ આત્મા શું માગે ? નાશવંતી ઋદ્ધિ માગે એવો એ દીન હોય ? ઇતર પણ એ માગે અને સમ્યગ્દષ્ટિ પણ એ માગે, તો ઉભયમાં ભેદ શો ? આજના દિવસે તો પ્રભુએ દેશનાના ધોધ વહેવરાવ્યા એવા દિવસે સમ્યગ્દષ્ટિ આત્મા નાશવંતી લક્ષ્મી માગે ? જે દિવસે વૈરાગ્યના ફુવારા ઊછળ્યા હતા, ત્યાગનો ધોધ વહી રહ્યા હતા, એવા દિવસે સમ્યગ્દષ્ટિ આત્મા ધન્ના-શાલિભદ્રની ઋદ્ધિ, જેનો તેઓએ પણ ત્યાગ કર્યો, તેને માગે ? એ માગણીથી તો સમ્યક્ત્વ મલિન થાય. આ મહાત્માઓ પાસે માગવા લાયક ઘણું છે. પ્રથમનું દાન અને પછીનું સંયમ, બેય મંગાય. આ તો એ બેયને છોડીને વચ્ચેની તુચ્છ, કે જેનો તેઓએ પણ ત્યાગ કર્યો, તે ઋદ્ધિ માગી ! જેને એ મહાત્માઓએ ઇક્યું નહિ, Page #178 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ મળેલું પણ વર્લ્ડ્સ, હેય માન્યું, ભગવાન મહાવીરદેવ પણ તેવું સમજાવે છે, છતાં એ માગી રહ્યા છો, એ કેવો પોતાના આત્મા ઉપર ભયંકર જુલમ ? દાન અને સંયમ એમની પાસે માગો ! સીધી લબ્ધિને બદલે ગૌતમસ્વામી પાસે ગુરુભક્તિ માગો ! ભગવાન શ્રી બાહુબલી પાસે વિવેકવાળું બળ માગો ! અને શ્રી અભયકુમાર પાસે પણ ધર્મબુદ્ધિ માગો ! એ પુણ્યાત્માઓની પાસે માગવાનું તો ઘણું છે. એ બધા તો સાચા શ્રીમાન હતા. પૂરા હતા પણ અધૂરા નહોતા. એ પુણ્યાત્માઓની પાસે જે માગો છો તે ન મગાય : ચોપડામાં માગણી કરવામાં આટલો ફેરફાર થાય, તો એ આત્માથી અનીતિ આદિ થાય ? આજની માગણીમાં આદર્શ એકમાત્ર ઋદ્ધિનો અને એને મેળવવામાં આવતાં વિઘ્નો ટાળવા માટે બળ માગે તથા કામસુખ માટે લબ્ધિ માગે ! કહો કે શુદ્ધ ધ્યેય કયું ? શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ ભગવાન શ્રી મહાવી૨દેવની સેવામાં આવવા માટે માગો છો ? આ તો અંગૂઠો પડે ત્યાં ખૂટે નહિ, એ ધ્યેય ! સમ્યગ્દષ્ટિની માગણી એવી હોય કે એ ચોપડો ઇતર જુએ તો પણ આશ્ચર્ય પામે. ૧૯૭૨ : ૨સોડે, બજારમાં, ચોપડામાં, પેઢી પર બધે સમ્યગ્દષ્ટિનું જૈનત્વ ઝળકવું જોઈએ. મંદિર અને ઉપાશ્રયમાં જૈન કહેવાઓ, એમ જ બધે જૈન કહેવાઓ બીજે વાણિયા ન કહેવાઓ. મંદિર ઉપાશ્રયમાં તો જૈન દેખાવું જ પડે, એમાં નવાઈ નથી, પણ બધે જૈનત્વ દેખાય એમ વર્તો. પ્રતિબંધક સંયોગોમાં પણ જૈનત્વ બતાવવું જોઈએ. 1248 શ્રી ધન્નાશાલિભદ્રનાં દાન તથા ત્યાગ મંગાય. એ પુણ્યાત્માનાં દાન તથા ત્યાગને છોડીને તમે તો વચ્ચેથી લક્ષ્મી માગો છો, પણ વિચારો કે એવી ત્યાગવૃત્તિ વગર એ લક્ષ્મી પચે ? એવી લક્ષ્મી સામાન્યને પચે ? ધનાજીને ચિંતામણિ મળ્યું હતું તે છેડે બાંધ્યું, કદી છોડીને જોયું નથી. તમને મળે તો ચોવીસે કલાક માગો, માટે સમજો કે એવાને મળે પણ નહિ. આજની દિવાળી એવી ઊજવો કે આવતી દિવાળીએ જીવન આવું ને આવું જાપ્રેમી ન રહે. તમારી ઉજવણી અને હું કહું છું તે ઉજવણીમાં ભેદ છે. ધ્યેય ઘડો કે આવતી દિવાળી પહેલાં નિર્વેદ અને વૈરાગ્યના ફુવારા આપણામાં ફૂટે. એ ફુવારા કેમ ન ફૂટે ? આ ભાવના થાય તો આત્માને ખરાબ કરે એવી દુનિયાની કઈ ચીજ છે ? Page #179 -------------------------------------------------------------------------- ________________ ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 ૧૩૩ શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા પછી મદારીના માંકડાની જેમ આત્મા સંસારમાં કેમ જ નાચે ? રોજ આ વિચારો ! શ્રી જૈનશાસન પામ્યા પછી દુનિયાનું સ્વરૂપ ન સમજાય, જે રીતનું છે તે રીતનું, તે જાતનું ધ્યાનમાં ન આવે, તો આપણે પામ્યા શું ? શાસન પામ્યાનો સાર શો ? શ્રી જિનેશ્વરદેવનું શાસન પામેલા આત્માને દુનિયાના પદાર્થો આ રીતે કેમ જ મૂંઝવે ? જડ પદાર્થો આત્માને કેમ જ ઢસડે ? મિથ્યાત્વ હતું ત્યાં સુધી તો અજ્ઞાન હતા, સંસારના સ્વરૂપનો ખ્યાલ નહોતો એમ કહીએ તો ચાલે, પણ હવે શું કહીએ ? સમ્યગ્દષ્ટિ આત્મા શું કહે ? આર્ય દેશ મળ્યો, ઉત્તમ કુળ મળ્યું, ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન મળ્યું, છતાં દુનિયાના પદાર્થો જો આપણને ગાંડાઘેલા કરે, એ પદાર્થોનાં સરવૈયાં કાઢીએ અને આત્માના સરવૈયાની વાત ન કરીએ, તો આપણને પ્રાપ્તિ શી થઈ ? જે માગણીથી સમ્યક્ત્વ મલિન થાય, તે કેમ જ મગાય ? 1249 ભક્તિ એ મુક્તિની દૂતી : ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ માગો છો, પણ એ લબ્ધિ આવી ચાંથી ? ગુરુભક્તિ ન હોત તો એ લબ્ધિ ક્યાંથી આવત ? ભક્તિ વિના એવી લબ્ધિ કેમ મળે ? માટે એ તા૨કની ગુરુભક્તિ માગો ! કયવજ્ઞા શેઠનો સદાચાર માગો ! શ્રી અભયકુમારની ધર્મબુદ્ધિ માગો. યાદ રાખો, ફરી ફરીને સંભારું છું. આજે તમારી માગણીનો દિવસ છે, માટે શું માગવું તે સમજાવું છું. ‘શ્રી બાહુબલીજીનું વિવેકવાળું બળ માગો !' - એ શબ્દોનો ભાવ સમજવા માટે ટિપ્પણ કરવું હોય તો કરજો ! શ્રી ધનાશાલિભદ્રનાં દાન તથા સંયમ માગીને ટિપ્પણ કરાય કે દાન ન હોત તો ઋદ્ધિ ન હોત અને ત્યાગ-સંયમ ન હોત તો ઋદ્ધિ સફળ ન થાત. એક પાનું વધે એની ફિકર નહિ. જમા-ઉધાર કરવામાં એક પાનું ઓછું થાય, એમાં વાંધો શો ? કયવન્ના શેઠનું સૌભાગ્ય ગમે તેટલું સારું પણ સદાચાર ન હોત તો એ સૌભાગ્યની કિંમત શી હતી ? રૂપ એ કલ્પતરુ છે, પણ સદાચાર હોય તો ! સદાચાર વિનાનું રૂપ ફિટકારને પાત્ર છે ! વેશ્યાના સૌંદર્ય તરફ દષ્ટિ કે તેની પ્રશંસા સજ્જન ન કરે. સૌંદર્ય મજેનું, પણ વેશ્યાનું સૌંદર્ય સજ્જનો માટે સામે જોવા જેવું પણ નહિ ! ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ માગવા કરતાં ગુરુભક્તિ માગવી ખોટી શી, કે જેથી લબ્ધિ આપોઆપ આવે ? શ્રી ઉપાધ્યાયજી મહારાજા તો કહે Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1250 છે કે “મારે તો મોક્ષ પણ ન જોઈએ. ભક્તિ જોઈએ. કારણ કે ભક્તિ આવી પછી મોક્ષ જાય ક્યાં ? માગ્યા વિના આવે એવી ચીજ માગો. એકલી લબ્ધિ માગી અને માનો કે મળી, તો ઊંધી પણ પરિણમે. પણ ભક્તિ ઊંધી ન જ પરિણમે. ભક્તિના યોગે મળેલી લબ્ધિ આત્માને મૂંઝવે નહિ. શ્રી ઉપાધ્યાયજી મહારાજા તો કહે છે કે ભક્તિ આવી એટલે મુક્તિ આવી જ સમજો. ભક્તિ એ મુક્તિની દૂતી છે. રાજા પાસે જવું હોય તો ચોપદારને વશ કરવો જોઈએ. ચોપદાર નારાજ હોય તો રાજાની મહેરબાની રાજા પાસે પડી રહે. ચોપદાર અંદર પગ જ ન મૂકવા દે, ત્યાં રાજાની મહેરબાની પણ શા કામની ? ચોપદાર રીઝે તો કવખતે પણ રાજા પાસે લઈ જાય. એ પોતે રાજાને સમજાવીને આપણને અંદર લઈ જવાનો હુકમ મેળવી આવે અને લઈ જાય. તો કહો કે લબ્ધિને બદલે ગુરુભક્તિની માગણી લખો તો વાંધો છે ? શ્રી અભયકુમારની બુદ્ધિ તો માગો છો, પણ કોરી બુદ્ધિ તો મારી નાખે. આજના અનર્થો કોરી બુદ્ધિથી થાય છે. માટે એ પુણ્યાત્માની ધર્મબુદ્ધિ માગો. સભા: અમારા ચોપડાના હેતુ જુદા અને આપ કહો છો એ માગણીના હેતુ જુદા છે એનું શું થાય ? જો કે જૈન તરીકે તમારા હેતુ જુદા ન હોવા જોઈએ, છતાં પણ ભલે તમારા હેતુ જુદા હોય, એ હેતુમાં પણ આપણું ધ્યેય નજર રાખવા આ લખવું જોઈએ. મંદિર ઉપાશ્રયમાં ‘નિસહી' કહી પ્રવેશીએ, તેમ બધે આપણી પ્રવૃત્તિમાં ધ્યેય સામે રાખો. ચોપડામાં આ ધ્યેય લખાય, એ પહેલું પાનું વંચાય, પછી કદી પણ એ ચોપડામાં સોના સવાસો લખવાની ભાવના નહિ થાય ! જે ત્યાગનું ધ્યેય રાખે તે અનીતિ કેમ જ કરે ? અનીતિ પણ નહિ થાય અને નીતિવાળી પ્રવૃત્તિમાં પણ મર્યાદા બંધાશે. સામે રહેલા શુદ્ધ ધ્યેયથી સ્થિતિમાં પરિવર્તન જરૂર થાય છે. એ સંબંધમાં એક લોકમાં સંભળાતું દૃષ્ટાંત અહીં ઉપયોગી થઈ શકે એવું છે :એક લૌકિક દાંત : એક દરિદ્ર બ્રાહ્મણ હતો. એને કાંઈ આવડતું નહોતું.બચ્ચાં ઘણાં હતાં અને બધાં ભૂખથી હેરાન થતાં હતાં. તેની સ્ત્રી હોશિયાર હતી, પણ એનાથી બહાર જવાય નહિ. એ સ્ત્રીએ એક કાગળમાં ચાર વાક્ય લખી આપી, એ કાગળ બંધ કરી, પોતાના ધણીને આપ્યો તથા મૂઠીમાં રાખીને કોઈને પણ કિંમત મળ્યા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 ૧૭૫ પહેલાં નહિ બતાવવાની સૂચના આપીને, ચાર હજાર સોનૈયાની કિંમતે બજારમાં વેચવા પોતાના ધણીને મોકલ્યો. મૂઠીમાં કાગળ રાખીને એ બજારમાં ફરવા લાગ્યો, પણ માલ બતાવ્યા વગર બંધ કાગળના ચાર હજાર સોનૈયા આપે કોણ ? ત્રણ દિવસ ફર્યો, પણ કોઈ લેનાર મળ્યું નહિ. ચોથે દિવસે એ ફરતો હતો ત્યાંથી રાજપુત્ર નીકળ્યો. એણે કાગળ જોવા માગ્યો, પણ બ્રાહ્મણે કહ્યું કે ‘જેણે વેચવા મોકલ્યો છે તેણે દામ મળ્યા વગર માલ બતાવવાની મનાઈ કરી છે.’ કુંવરની પાસેનાં માણસોએ પણ જણાવ્યું, ‘સાહેબ ! એ તો ત્રણ દિવસથી આમ ફરે છે.' રાજપુત્રે વિચાર કર્યો કે ‘ત્રણ દિવસથી આ રીતે ફરતો ફરે છે, છતાં કોઈને બતાવતો નથી, માટે એમાં જરૂર માલ હશે.' તરત પોતે એને કિંમત અપાવીને કાગળ લીધો અને વાંચ્યો : તેમાં લખ્યું હતું કે - એના સોનૈયા હજા૨, ૧. જાગતા નર સાર ૨. વેરી આદર સાર એના સોનૈયા હજા૨, ૩. સ્ત્રીને શિક્ષામાં સાર એના સોનૈયા હજાર, ૪. ક્રોધને માર્યામાં સાર એના સોનૈયા હજાર. આ વાત શાસ્ત્રીય નથી પણ લૌકિક વાત છે. આપણે તો સાર લેવાનો છે. રાજપુત્રને આ વાચો કીમતી લાગ્યાં પણ અનુભવવાનું મન થયું. પોતાના દીવાનખાનામાં આ વાક્યો મોટા અક્ષરે લખાવી અરીસામાં મઢાવીને ચોડ્યાં. ચારે તરફ એવા અરીસા ગોઠવ્યા કે નજરે તરે : વગર જોયે દેખાય. અને એ મલિન ન થાય એ રીતે વ્યવસ્થા રાખી. એક દિવસ પહેલું વાચ અનુભવવાનું મન થયું, એટલે રાતના જાગવાનો નિર્ણય કર્યો. 1251 - - આ વાકયનો તાત્ત્વિક દૃષ્ટિએ તો એ અર્થ થાય કે અપ્રમાદી બનવું, પણ એ પછી વિચારીશું. હાલ તો દૃષ્ટાંત પૂરતા સામાન્ય અર્થો જ લઈએ. એ રાત્રે એ કુંવર જાગ્યો. ભવિતવ્યતાના યોગે એવું બન્યું કે એ રાજ્યની કુલદેવીને ખબર પડી કે ‘આજ રાત્રે રાજકુંવરનો પૂર્વભવનો વૈરી સર્પ આવીને રાજકુંવરને કરડવાનો છે તથા કુંવર મરવાનો અને રાજા નિર્વંશ થવાનો !' તથાપિ પોતે એને મિથ્યા કરી શકે તેમ નથી અને રાજ્ય નિર્વંશ થાય, માટે એ રાજ્યની કુલદેવી રાત્રે નગર બહાર રુદન કરે છે. મધ્યરાત્રિએ બધા જંપ્યા હોય ત્યારે દૂરના પણ સ્વર સંભળાય. કોઈ સ્ત્રીનું રુદન સાંભળી કુંવરે પોતાના Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – – 1252 નોકરને તપાસ કરવા મોકલ્યો. નોકરે બહાર આવી એ સ્ત્રીને - કુળદેવીને - રડતી જોઈ એને રડવાનું કારણ પૂછ્યું : કુળદેવીએ પહેલાં તો તેને ન કહ્યું, પણ બેત્રણ વાર પૂછવાથી અને રાજકુંવરનો નોકર તપાસ કરવા આવ્યો છે એમ જાણી, પોતે બધી વાત કહી અને “એ કુંવર મરવાનો છે માટે રડું છું' - એમ જણાવ્યું. “સાપ ક્યાંથી આવવાનો છે, કયે રસ્તે આવવાનો છે, કયા વખતે આવવાનો છે' - એ બધું નોકરે દેવીને પૂછી લીધું. નોકરે આવીને કુંવરને કહ્યું કે “વાત કહેવાય તેવી નથી : હું ચોકી કરીશ : આપ સૂઈ જાઓ !” કુંવરે આગ્રહપૂર્વક પૂછવાથી પોતે બધી વાત કહી. કુંવર સમજ્યો કે “પહેલા વાક્યના હજાર સોનૈયા વસૂલ થયા.' જાગતો રહ્યો તો મરવાની ખબર મળી. પહેલું વાક્ય ફળ્યું. મરવાની જાણ થાય એને ચેતવાની બારી તો છે જ ને ? બીજું વાક્ય તરત નજરે ચડ્યું કે - “વૈરી આદર સાર'. વિચાર કર્યો કે “કરડવા આવનાર સર્પ પણ વૈરી છે ને !' કયે રસ્તે થઈને આવવાનો હતો, એ બધું તો નોકરે જણાવ્યું હતું. તરત નોકરને હુકમ કર્યો કે “એ સર્પ જ્યાંથી આવવાનો છે, ત્યાંથી મારા હીંડોળા સુધી સુગંધી પુષ્પોના ઢગલા કરો તેમજ રસ્તામાં ઠામઠામ સુગંધયુક્ત દૂધનાં કૂંડાં મૂકો. સર્પને સુગંધી તથા દૂધ, એ બે ચીજ પ્રિય હોય છે. નોકરે એ રીતે તમામ વ્યવસ્થા કરી. રાજપુત્ર હવે તૈયાર થઈને હીંડોળા પર બેઠો અને સર્પની રાહ જોતો જાગતો રહ્યો. રોજ તો એ દીવાનખાનામાં પોતે તથા પોતાની સ્ત્રી બેય સૂતાં હતાં, પણ આજે જ્યારે નોકરે આવીને આ જાતના સમાચાર આપ્યા, એટલે એણે તરત પોતાની સ્ત્રીને બીજે સૂવા મોકલી હતી. સામાન્ય રીતે સ્ત્રી જાતિ શંકિત હૃદયની હોય છે. કોઈ વખત નહિ અને આજે આવો હુકમ કેમ ?” – એવી એને પણ શંકા પડી. હુકમ સામે ના તો કહેવાય નહિ, ગઈ તો ખરી, પણ પાસેના કમરામાં (ઓરડામાં) છીદ્ર પાસે બેઠી. સ્થિતિ એવી કે સામાન્ય સ્વર સંભળાય ખરો એ રીતે બેઠી. સર્પ ત્યાંથી નીકળ્યો પણ ફૂલની સુગંધીમાં લોટતો જાય, દૂધ પીતો જાય, આનંદથી ડોલતો જાય, એમ મહાલવામાં હસવાનો જે સમય હતો તે વીતી ગયો કે એની ભાવના ફરી. અમુક નિમિત્તોને ફળવા અમુક પ્રસંગ અને અમુક સમય હોય છે. એ સમય ગયો કે સર્પની પણ ભાવના ફરી. જે વૈરી આટલો સત્કાર કરે એને કરડવું ઉચિત નથી, એવી ભાવના સર્પની પણ થઈ. સર્પ જ્યારે હીંડોળા પાસે આવ્યો ત્યારે રાજપુત્રે પગ Page #183 -------------------------------------------------------------------------- ________________ 1253 - ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 - ૧૦૭ ધર્યો અને કહ્યું કે “હવે ફિકર નહિ, કરડ.' સર્પ બોલ્યો “હવે ન કરવું : હવે તો તું શત્રુ મટી મિત્ર બન્યો : પણ હું તને અહીં કરડવા આવ્યો, તેં ફૂલ તથા દૂધ વગેરેથી મારો સત્કાર કર્યો અને તેથી પ્રસન્ન થઈ કરડ્યા વગર હું પાછો ફર્યો - એ વાત તારે કોઈને કહેવી નહિ : એ વાત જો કોઈને કહીશ, તો એ વખતે આવીને કરડીશ : આ વાત હું અને તું બે જાણીએ.” આમ કહી સર્પ ચાલ્યો ગયો. સ્ત્રીએ અરધીપરધી વાત સાંભળી. “હું અને તું બે જાણીએ” – એ વાકય બરાબર સાંભળ્યું. સ્ત્રીના મનમાં થયું કે “મકાનમાં જરૂર અન્યનો પ્રવેશ છે.” સ્ત્રીની જાત એટલે એના હૃદયમાં શલ્ય પેઠું. રાજપુત્રના મનમાં થયું કે “બે વાક્યનો તો અનુભવ થયો : બે હજાર સોનૈયા તો સફળ થયા.” હવે બાકીનાં વાક્યોનો અનુભવ કરવાનું પણ તે રાજકુમારને મન થયું, પણ પ્રસંગ વિના અનુભવ શી રીતે થાય ? રાજપુત્ર મોડી રાતે સૂઈ ગયો. સૂતો મોડો એટલે વહેલો ઊઠી ન શકે. એની સ્ત્રી ઓરડામાં આવી, પણ કંઈ કુંવરને એમ જગાડાય ? કુંવર જાગે નહિ, રાતની વાત પૂછે નહિ, ત્યાં સુધી રાણીસાહેબને ચેન પણ પડે નહિ ! ઓરડામાં આમથી તેમ ફરે, કોઈ ચીજ પાડે તો કોઈ અફાળે, પણ કુંવર જાગે તો પૂછે ને ! આખરે કુંવર જાગ્યો અને સ્ત્રી પૂછવા લાગી, કુંવર જવાબ આપવા લાગ્યો, એ ચાલ્યું : સ્ત્રી : “આજે મોડા કેમ ઊડ્યા ?” રાજપુત્ર : “સહજ.” સ્ત્રી : મોડા સૂતા હશો.' રાજપુત્ર : “એમ હશે.” સ્ત્રી : “પણ મોડા સૂતા કેમ ?' રાજપુત્ર : “હું મોડો કેમ સૂતો, એ બધું જાણવાની તારે પંચાત શી ?' સ્ત્રી : “એ ન ચાલે : મને કહેવું જ પડશે.” રાજપુત્ર : “એ વાત જવા દે : એ વાત કહેવામાં તારું તથા મારું બેયનું હિત નથી પણ અહિત છે, માટે એ વાત જવા દે : ખોટો આગ્રહ જવા દે : એ વાતમાં બેયનો નાશ છે.” સ્ત્રીની બુદ્ધિ ક્યાં ? એણે પોતાની હઠ ન મૂકી. એ વખતે રાજપુત્રની નજરે પેલાં ચાર વાક્યોમાંનું ત્રીજું વાક્ય નજરે પડ્યું કે “સ્ત્રીને શિક્ષામાં સાર”. પ્રસંગ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ – - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 1254 પણ એવો આવ્યો. અનૂકૂળ કે વાજબી હઠ હોય એ ઠીક પણ ખોટી હઠને આધીન થવામાં સર્વનાશ થાય. આ તો દૃષ્ટાંત માત્ર છે. ધાર્મિક દૃષ્ટિની વિચારણા જુદી છે. રાજપુત્રે તરત સોટી હાથમાં લીધી અને ઉપરાઉપરી મારવા મંડ્યો. પેલી કહે કે “પણ હવે નહિ પૂછું, માફ કરો.' રાજપુત્રે ત્રીજા વાક્યનો પણ આ રીતે અનુભવ કર્યો અને સ્ત્રીને વાત ન કહેવાથી પોતાના જાનની આફતથી બો. ત્રણ હજાર સોનૈયા વસૂલ થયા માન્યા. હવે ચોથા વાક્યનો અનુભવ બાકી રહ્યો. ‘ક્રોધને મારવામાં સાર' – એ ખરું, પણ ક્રોધ કર્યો થાય ? એ અનુભવને પ્રસંગ પર મુલતવી રાખ્યો. એ રાજકુંવરને એક પુત્રી પણ હતી અને એ ઉંમરલાયક પણ થઈ હતી. ગામમાં કોઈ સારું નાટક આવ્યું : રાજ્યના અંતઃપુરથી બહાર જોવા ન જવાય, પણ પુત્રીએ બહુ જીદ કરવાથી એની માતાએ પુરુષના વેષમાં નોકરની સાથે નાટક જોવા મોકલી : રાજપુત્ર પોતે પણ જોવા ગયો હતો : નાટક થોડું બાકી રહ્યું તે વખતે પુત્રી આવતી રહી અને આંખમાં ઊંઘ આવેલી એથી વેષ ઉતાર્યા વિના માતાની ભેગી સૂઈ ગઈ : રાજપુત્ર આવ્યો અને મહેલમાં પેઠો : પોતાની સ્ત્રીની સાથે કોઈ પુરુષને સૂતેલો જોયો કે ઝટ ગુસ્સો આવ્યો : તલવાર ખેંચી : આવનાર ગુનેગારને તથા અનાચારી સ્ત્રીને મારી નાખવાની ભાવનાથી દોડ્યો : ત્યાં ચોથું વાક્ય નજરે ચડ્યું કે “ક્રોધને માર્યામાં સાર'. કુંવરે વિચાર્યું કે “દુશ્મનને પણ ઊંઘતો ન મરાય, માટે એને જગાડી, ઓળખીને પછી મારવો!! તરત જોરથી હાથ પકડી ખેંચ્યો એટલે દીકરીએ ચીસ પાડી કહ્યું કે “બાપાજી ! રાજપુત્ર : “અરે ! પણ તું અહીં ક્યાંથી ? આ વેષમાં કેમ ?' આ ધમાચકડીમાં રાણી પણ જાગી અને નાટકમાં મોકલ્યાની વાત કહી. રાજપુત્રે વિચાર્યું કે “હમણાં જુલમ થઈ જાત. આ બેયને ભારત અને મારે પણ મરવું પડત. ચાર હજાર સોનૈયા ફળ્યા.' ચોથા વાકયનો પણ અનુભવ થયો. આ ચેતવણીનાં વાક્યો દીવાનખાનામાં ચોડવાથી કુંવર બચ્યો એની સ્ત્રી તથા પુત્રી બધાં બચ્યાં. કોઈ અહીં એમ કહે કે “રાજ્યના દીવાનખાનામાં આવાં વાકય શાં ? ત્યાં Page #185 -------------------------------------------------------------------------- ________________ 1255 --- ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 -- - ૧૧૯ વળી અપ્રમાદી બનવાનું, વૈરીનો સત્કાર કરવાનું, સ્ત્રીને શિક્ષા કરવાનું, ક્રોધને મારવાનું, - આ બધું લખાણ ચોડવાનું હોય ?' આવું કોઈ કહે એ કેમ ચાલે ? એ રીતે ધર્મી માત્ર સર્વત્ર અપ્રમત્ત રહેવું જોઈએ અને એ માટે સર્વત્ર ઘટતી યોજના કરવી જોઈએ. ચોપડામાં જે આ જાતની માગણીઓ લખવા કહું છું, હાલની માગણી બદલાવવા કહું છું, તે અપ્રમત્ત રહેવા માટે ! જ્યારે જ્યારે ચોપડો હાથમાં લો, એ પાનું ઉઘાડો અને વાંચો કે તરત ધ્યેય ધ્યાનમાં આવે અને પછી મનોવૃત્તિમાં પરિવર્તન થાય. સભા : આવી માગણીથી લક્ષ્મી અટકી જાય તો ? પીડા ઓછી. સમ્યગ્દષ્ટિ માટે આ પ્રશ્ન નથી. લક્ષ્મી તો દાન તથા સંયમને આભારી છે, એમ એ માને છે તથા લક્ષ્મી તજવાની તો છે જ, એમ પણ જાણે છે અને માને છે. હવે એ ચારે વાક્યોના ભાવાર્થનો સામાન્યતઃ ધાર્મિક દૃષ્ટિએ વિચાર કરીએ : જાગતા નર સાર' - એટલે “અપ્રમત્ત રહે એ બચે.” વૈરી આદર સાર” - એટલે “વૈરી પ્રત્યે પણ તિરસ્કાર ભાવ ન હોય, સમભાવ હોય, વૈરી પણ મિત્ર બને તેવી કાર્યવાહી હોય.' અંગત વેરી અને ધર્મવેરીનું અંતર : આ વાત અંગત વૈરીની છે. અંગત વૈરીને સુધરવાનો રસ્તો છે, પણ સ્વભાવથી જ ધર્મના વૈરીને સુધરવાનો રસ્તો નથી. મારો વૈરી તો મને મારવા ઇચ્છ, મને મારે એટલે સંતોષ, પણ ધર્મનો વૈરી તો ધર્મ તથા ધર્મી માત્રને કનડવા ઇચ્છે છે. ધર્મના વૈરીનું વૈર જુદું હોય છે ! એ શાંતિ ન પામે ! કારણ કે એ તો તત્ત્વોના વૈરી હોય છે ! અંગત વૈરી હોય તો નમાય, કારણ કે અંગત વૈરી તો નમવાથી સંતોષ પામે, પણ આ વૈરી તો નમવાનું નથી કહેતા, પણ ધ્યેય વર્જવાનું કહે છે; આ જ કારણે સર્જન અને દુર્જનનું વૈર શાશ્વત કહેવાય છે ! અને એ જ કારણે પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર તો “શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા' નામના પોતાના ગ્રંથરત્નના પીઠબંધમાં લખે છે કે - "यतः सर्वज्ञसिद्धान्त-वचनामृतसागरात् । निष्यन्द-बिन्दुभूतेय-माकृष्टा परमार्थतः ।।१।। ततो दुर्जनवर्गोऽस्याः, श्रवणं नाप्तुमर्हति । વનવૃવિ નેવ, યુજ્ય પૃવિનુના સારા” Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જે કારણથી આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - પ ‘આ કથા પરમાર્થથી શ્રી સર્વજ્ઞ પરમાત્માના સિદ્ધાંતનાં વચનોરૂપી અમૃતના સાગરમાંથી ખેંચી કાઢેલી છે, એટલે શ્રી સર્વજ્ઞ પરમાત્માના સિદ્ધાંતરૂપ સાગરનાં ઝરણામાંથી ઝરતાં બિંદુ જેવી આ કથા છે.' તે કારણથી ‘આ કથાનું શ્રવણ કરવા માટે દુર્જનવર્ગ યોગ્ય નથી, કારણ કે અમૃતબિંદુની સાથે કાલકૂટ વિષનો યોગ થાય જ નહિ !' અર્થાત્ ‘અમૃત જેવી કથાને પણ દુર્જનો કાલકૂટ વિષ જેવી બનાવી સ્વ અને પરના ભાવપ્રાણોનો નાશ કરે છે, એટલે એવા પામર આત્માઓને સુધારવાનો કોઈ સુંદર ઉપાય જ નથી, અને વાત પણ ખરી છે કે ‘સત્ય વસ્તુને અસત્ય અને અસત્યને સત્ય બનાવનારા આત્માઓ સુધરે પણ શાના ?” શ્રી વીર વિભુ અને સંગમ : અન્યથા ભગવાન શ્રી મહાવીરદેવ તો એકાંતે સર્વનું ભલું ઇચ્છનાર હતા, એવા પરમ ત્યાગી પ્રત્યે પણ વૈર કરનાર કેમ હોય ? ભગવાન અનંત દયાળુ છે, પણ કરે શું ? સંગમ ઉપસર્ગ ક૨વા આવ્યો : એને એ ખટકતું હતું કે ‘મહાવીર આવી આપત્તિમાં સ્થિર કેમ રહે ?' સંગમને ધમાધમ કરતો અટકાવવાનો એક પણ ઉપાય જ ન હતો, કારણ કે સંગમને તો ભગવાન શ્રી મહાવીર પરમાત્મા સાથે જ વૈર નહોતું, પણ એ તારકના ધૈર્ય સાથે વૈર હતું : એ સિવાય પ્રભુ ઉપર ઉપસર્ગો કરવાનું સંગમને બીજું એક પણ કારણ ન હતું. 1256 પ્રભુને ધ્યાનમાં રહેલા જોઈને પ્રભુની સ્થિરતા આદિથી દુષ્ટ હૃદય બનેલા શ્રી સુધર્મા ઇંદ્ર એકદમ સભામાં સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા, પાદુકા કાઢી નાખી, ઉત્તરાસંગ કરી લીધું, જમણી જાનુ ભૂમિ ઉપર સ્થાપન કરી, ડાબી જાનુ કંઈક સંકોચી અને ભૂમિ ઉ૫૨ મસ્તક મૂકીને શક્રસ્તવથી પ્રભુને વંદન કર્યું. વંદન કરીને ઊઠ્યા પછી સર્વ અંગ ઉપર જેને રોમાંચ ઊભાં થઈ ગયાં છે, તેવા શ્રી ઇંદ્ર મહારાજાએ આખીયે સભાને ઉદ્દેશીને કહ્યું કે - Page #187 -------------------------------------------------------------------------- ________________ 1257 - ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 - ૧૭૧ “મો નો સર્વે સૌથ-સિસ્ટિકરના . श्रुणुत श्रीमहावीर-स्वामिनो महिमाद्भुतम् ।।१।। दधानः पञ्चसमिती-गुप्तित्रयपवित्रितः । क्रोधमानमायालोभा-नभिभूतो निराश्रवः ।।२।। द्रव्ये क्षेत्रे च काले च, भावे चाप्रतिबद्धधीः । रुक्षकपुद्गलन्यस्त-नयनो ध्यानमास्थितः ।।३।। अमरैरसुरैर्यक्षे, रक्षोभिरुरगैनरैः ।। त्रैलोक्येनापि शक्येत, ध्यानाञ्चालयितुं न हि ।।४।।" (ષિષ્ટિશલ્લા - ૧૦મું પર્વ) “સૌધર્મ' નામના વિમાનમાં વસતા સર્વે ઉત્તમ દેવો ! તમે શ્રી મહાવીર મહારાજાના અદ્ભુત મહિમાને સાંભળો : પાંચ સમિતિઓને ધારણ કરનારા, ત્રણે ગુપ્તિઓથી પવિત્ર બનેલા, ક્રોધ-માન-માયા અને લોભથી પરાભવને નહિ પામેલા, આશ્રવથી રહિત અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવમાં અપ્રતિબદ્ધ બુદ્ધિવાળા ભગવાન શ્રી મહાવીર પરમાત્મા એક રુક્ષ પુદ્ગલ ઉપર નયનોને સ્થાપીને ધ્યાનમાં રહેલા છે.' ધ્યાનમાં રહેલા એ ભગવાનને ધ્યાનથી ચલિત કરવા માટે નથી શક્તિમાન અમરો, નથી શક્તિમાન અસુરો, નથી શક્તિસંપન્ન યક્ષો, નથી શક્તિસંપન્ન રાક્ષસો, કે નથી શક્તિસંપન્ન મનુષ્યો: અર્થાત્ ત્રણેય લોક એકત્રિત થાય તો પણ ધ્યાનમગ્ન એ ધીર ભગવાન વિીરને પોતાના ધ્યાનમાંથી ચલિત કરવાને કોઈ જ શક્તિસંપન્ન નથી.” આ વાત સંગમથી ન ખમાણી સંગમને એમ લાગ્યું કે એક મનુષ્ય માત્રને ઇંદ્ર આટલી મહત્તા આપે કેમ ? ભગવાન ચલાયમાન ન થાય, એમાં સંગમના બાપનું શું જાય?ભગવાન શ્રી મહાવીર પરમાત્મામાં લઘુતા તો પારાવાર હતી, પણ સ્વપરનું સત્યાનાશ વાળે એવી લઘુતા એવા તારકમાં કેમ જ હોય ? દુશ્મનને રાજી કરવા પણ સ્વપરનું કલ્યાણ કરનારી આત્મીય પ્રતિજ્ઞા કેમ જ તોડાય ? આત્મધર્મમાં અડગતા જ હોય ! દુશ્મન મારે તો માર ખવાય, ગાળો દે એને વધાવાય, દુશ્મનનું ભૂંડું ન ઇચ્છાય, એનું પણ ખરાબ કરવાના વિચારો ન થાય, એનું ખરાબ કરવા હાથનો Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -- 123 ઉપયોગ ન થાય, એનું ખરાબ કરવાની કોઈને સલાહ ન અપાય એ વાત ખરી, પણ એને રાજી રાખવા કંઈ આત્મધર્મને ઓછો જ વેચાય ? ધર્મીને કોઈ આવીને લાખ છોડી દેવાનું કહે તો છોડે, પણ ધર્મ છોડવાનું કહે ત્યાં શું થાય? આજની લડત પણ એવી છે. અમારે અને અમુક વિરોધીઓને મેળાપ પણ થયો નથી, છતાં ધર્મવૈરના જ કારણે અમારા તરફ એમનો વિરોધ અને વિદ્વેષ છે, એ વસ્તુ તો આજે ચોમેર પડદા પાછળ ચાલી રહેલા ગુપ્ત પ્રયત્નોથી સિદ્ધ થાય છે. એક તરફ શાંતિનો દંભ કરે અને બીજી તરફ ધર્મસ્થાનોમાં અને ધર્મઉત્સવોમાં તોફાન કરવા જુવાનિયાઓને ઉશ્કેરે, એનો અર્થ શો ? સભા : વિરોધ આવ્યો ક્યાંથી ? મેં જણાવ્યું તેમ અંગત વૈર નથી. અમારી સામે વિરોધ નથી, પણ અમે જે અંગીકાર કર્યું છે તેની સામે વિરોધ છે. એને તેઓ ખોટું સાબિત કરે તો છોડી દેવાય, પણ આ તો કહે છે કે ખોટું કે સાચું પણ છોડી ઘો!' - એ કેમ છોડાય ? આ વસ્તુને આઘી છોડીએ તો આજે મેળ મળે. વીસમી સદીમાં આ આગમ વગેરેની જરૂર નથી, એમ કહી દઈએ અને જમાનાના પૂરમાં તણાવા માંડીએ તો તરત જ મેળ મળે. પણ આત્મધર્મ વેચીને કાંઈ એવો મેળ મેળવાય ? બાકી વ્યક્તિગત વિરોધનો ફેંસલો તો ઝટ થાય. એને માટે શ્રી જૈનશાસનનો કાયદો મજેનો છે. શ્રી જૈનશાસન કહે છે કે “નમે તે આરાધક – ખમે તે આરાધક.' સામેવાળો ક્ષમાપના ન આપે તો પણ ક્ષમાપના કરનાર આરાધક એટલે અંગત વૈરમાં તો વિના પ્રેરણાએ પણ ક્ષમા આપવાની – લેવાની હોય જ, પણ આત્મધર્મ જેવી વસ્તુની રક્ષામાં એ ન હોય. જો સત્ય માટે ક્ષમા માગવાની હોય તો તો સત્યના રસ્તા જ બંધ થઈ જાય! સજ્જનોએ સત્ય માટે તો શરીર તજ્યાં, પ્રાણાર્પણે સત્ય સાચવ્યું તો જીવ્યું. સજ્જનોની એ નીતિ છે કે સત્ય માટે સર્વસ્વ જાય તેની દરકાર ન કરે, પણ સર્વસ્વ માટે સત્ય ન જવા દે. અંગત વૈર માટે તો એક વાર નહિ પણ કરોડ વાર માફી મંગાય, પણ સત્ય વસ્તુના બચાવની માફી ન હોય -સત્ય વસ્તુના વેરી પાસે ક્ષમા માગવાની ન જ હોય. સભા : સત્ય પક્ષે પણ વળ મૂકવો જોઈએ. સાચાને વળ ન હોય. વળ હોય ત્યાં સત્ય ન ટકે. સત્યને વળગી રહેવું, એનું નામ વળ નથી. ભગવાનના નિમિત્તે સંગમ અનંત સંસારની ખરીદી કરી રહ્યો હતો, તો પણ પ્રભુ ચલાયમાન ન થયા. એનું નામ વળ નથી. એક રાતમાં Page #189 -------------------------------------------------------------------------- ________________ 1259 ––– ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 -- - ૧૭૩ વિસ ઉપસર્ગ સંગમે કર્યા, પ્રભુ ચલાયમાન ન થવાથી છ માસ સુધી (છ માસમાં પાંચ દિવસ ઓછા) એ પ્રભુની પાછળ ફર્યો, પ્રભુ જ્યાં ભિક્ષાએ જાય ત્યાં ભિક્ષા અશુદ્ધ કરે, પ્રભુ ગામમાં પેસે કે છોકરાઓ પાસે ધૂળ ઉડાવરાવે, ઠેકડી કરાવે, એ રીતે કંઈક જાતની કદર્થના કરી. પ્રભુને સાત સાત વાર તો ફાંસીએ ચડાવ્યા, છતાં પ્રભુ ચલાયમાન ન થયા. આને વળ ન કહેવાય. કોઈ કહે કે “સંગમ આટલાં પાપ બાંધે છે, આખો સુધર્મ દેવલોક ઉદાસ બેઠો છે, ત્યાં પ્રભુએ જરા દોરી ઢીલી મૂકવી જોઈએ.' તો એ ચાલે ? શ્રી જિનેશ્વરદેવે શાસન સ્થાપ્યું ને એમાંથી બધા કુનય નીકળ્યા, એથી એ પરમ કલ્યાણકારી ધર્મતીર્થના સ્થાપકને શું ? એ પરમતારકે તો દુનિયા મિથ્યાત્વથી ખસે, અવિરતિથી બચે, કષાયોને કાઢે, અપ્રમત્ત બને, યોગોને સાથે માર્ગે વાળે, - એ માટે ઉપદેશ કર્યો : એટલે કે એથી જીવો સમ્યકત્વ પામી, વિરતિ ધારણ કરી, અકષાયી બની, અપ્રમત્ત બની, યોગોના વ્યાપારને ધ્યાનાદિમાં રોકી પરિણામે યોગોને રૂંધી કેવળજ્ઞાન પામી મુક્તિએ જાય. આ રીતે સ્વપર-કલ્યાણની બુદ્ધિએ સત્યને સત્ય તરીકે સમજાવવું, એ વળ નથી : સત્યને વળગી રહેવું એ વળ નથી : પ્રાણાંતે પણ સત્યને ન છોડવાનો નિર્ણય એ વળ નથી ! પણ આત્મિક ધર્મ છે. સભા: ઇંદ્ર સંગમને શું કર્યું? એ કરનાર હતા અને એમણે શું કર્યું તે સમજનાર પણ ત્યાં હતા. હું તો બચાવની વાત કરું છું, આક્રમણની નથી કરતો. એમણે તો આક્રમણ કર્યું હતું : સંગમને ત્યાં પગ મૂકવો પણ ભારે થઈ પડ્યો હતો ત્યાંથી ઇંદ્ર પણ એને કાઢી મૂક્યો હતો ! વસ્તુ સમજો તો કરણીય એની મેળે સમજાશે : કહેવું નહિ પડે. સત્યની કિંમત સમજનારને અસત્ય ફેંકી દેવાનું કહેવું ન પડે. હિસાબ કરતાં આવડે, જેને ચોપડા જોતાં આવડે, એ શું લેણું-દેણું છે એમ પૂછે ? આ બાજુનું લેણું, એ તો સમજે ને ! એ પણ જે ન સમજે તેના હાથમાં ચોપડા ન સોંપાય. તમે પણ એવું ન સમજો ત્યાં સુધી મારું હૃદય કેટલું ખૂલે ? આજ એક એક વાતના જે અનર્થો થઈ રહ્યા છે, તે તમે ન જાણો તેટલા હું જાણું. તમારામાં વસ્તુ સમજવાનું, એની રક્ષાનું કૌવત ન આવે, મન-વચન-કાયાનું વીર્ય ફોરવવાનું કર્તવ્ય ન સમજાય ત્યાં સુધી મારા જેવાએ એવી વાતોના સંબંધમાં ઘણું સ્પષ્ટ કહેવું તે ઠીક નથી. હું તો એ બતાવું કે આ મોક્ષમાર્ગનાં સાધનો સેવવા યોગ્ય છે, એની સેવામાં આત્માનું કલ્યાણ છે, માટે એની સેવા ગમે તે ભોગે કરવી અને એના Page #190 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ પર આવતાં વિઘ્નો જીતવા માટે પામરતા તજ્વી. ઉપકારી તો ફ૨માવે છે કે ‘ધર્મીએ પહેલું તો પ્રણિધાન કરવું જોઈએ કે આ કર્તવ્ય અને આ ત્યાજ્ય. આ થાય અને આ ન થાય. - અસ્તુ. ૧૭૪ યાદ રાખો કે આજે દિવાળી છે. આ પર્વની આરાધના માટે તો પુણ્યશાળી શ્રાવકો છઠ્ઠની તપશ્ચર્યા કરી પૌષધ કરે. 1260 સભા : એમ કરે તે જ શ્રાવક. ના, એમ નહિ; પૌષધમાં માને તે પણ શ્રાવક અને અહીં નહિ આવેલો બહાર રહ્યો રહ્યો પણ માને કે ‘ન જઈ શક્યો' તે પણ શ્રાવક ! તત્ત્વ અમલમાં મૂકે અગર માને એની સાથે મેળ, પણ એનો વિરોધ કરે એની સાથે મેળ ન હોય. આ બધી વસ્તુની જાગૃતિ માટે ચોપડામાં આવું લખો, જૂની માગણીમાં સુધારો કરો અને પછી વાંચો, વિચારો તો બાર મહિનામાં નવા બનશો : અદ્ભુત પરિવર્તન થશે. જેવા દેરાસરમાં તથા ઉપાશ્રયમાં છો તેવા ઘરમાં બનો, બજારમાં બનો તો પણ ઘણો લાભ થશે. એવા બનવા માટે શ્રી ધનાશાલિભદ્રની તુચ્છ ઋદ્ધિ નહિ, પણ દાન અને ત્યાગ માગો ! માગો બધું પણ કલ્યાણકારી માગો ! કથામાંનું ત્રીજું વાકય ‘સ્ત્રીને શિક્ષામાં સાર' ઃ તે કુમતિ રૂપી સ્ત્રીને શિક્ષા કરવી, કાઢી મૂકવી. : - અને – ‘ક્રોધ માર્યામાં સાર’ - એ તો બરાબર છે જ, કારણ કે સમ્યગ્દષ્ટિનું ઉપશમ એ તો લક્ષણ જ છે. ધર્મી અપ્રમત્ત બને, વૈરીનું પણ બૂરું ન ચાહે, કુમતિને હાંકી કાઢે અને ક્રોધને મારે, આમાં વાંધો છે ? આથી ચોપડામાં એવું લખો, કે જે તમને ડૂબતા બચાવે, જે જોઈને ઇતર પણ ધર્મ પામે. સમ્યગ્દષ્ટિ તો ત્યાં સુધી લખે કે અમારા વારસોએ પ્રભુના માર્ગે વિચરવું, અમારા સંતાનમાંથી કોઈ પણ પ્રભુના ત્યાગમાર્ગે જાય તેને વિઘ્ન ન કરવું.' આવું લખનાર વર્તમાનમાં પણ છે. સભા : સમ્યગ્દષ્ટિ માટે બધી વાત સાચી. તમે પણ વ્યવહારથી સમ્યગ્દષ્ટિ છો, નથી એમ નહિ, પણ મુદ્દો એ છે કે વસ્તુ વિચારતા નથી : વાતનું ચિંતવન કરતા નથી. નાળું પારખવામાં જેટલા Page #191 -------------------------------------------------------------------------- ________________ 128 - ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 – – ૧૭૫ હોશિયાર છો, તેટલા દેવ-ગુરુ-ધર્મને પારખવામાં હોશિયારી બતાવતા નથી. દેવ-ગુરુ-ધર્મની પરીક્ષા માટે શ્રાવક સામાન્ય વાત ન જાણે, એ દુઃખની વાત છે. સમ્યગ્દષ્ટિનાં મન-વચન-કાયા અહીં હોય અને ખોખાં ત્યાં હોય. આજે તો આત્મા ઘેર મૂકીને ખોખાં લઈ અહીં આવે છે. જે દૂધનું ઘી બનાવવું હોય, તેને ગોળીમાં નાખવું પડે. તમે તો દૂધ લઈ જાઓ ને ભાજન મૂકી જાઓ છો ! આજે દિવાળી છે - છેલ્લે છેલ્લે ભગવાને સોળ પ્રહર દેશના દીધી છે. એ દેશનામાં ભગવાને પુણ્ય-પાપના વિપાક, સ્વર્ગ-નરક વગેરે દેશનામાં સમજાવ્યાં છે. એને હંબગ કેમ મનાય ? એને હંબગ માનનારથી મેળ રખાય ? એનાથી મેળ ન રાખવામાં વળ કેમ ગણાય ? ઇંદ્ર ક્ષણ આયુષ્ય વધારવાનું કહ્યું હતું, પણ ભગવાનેય સામે કહ્યું હતું કે “ર ડાઃ શ તન્યાહુનીશ્વર:” હે શક્ર ! આયુષ્યને સાંધવા માટે કોઈપણ સમર્થ નથી.” આ વાતને જાણનાર માંદાને જીવાડવા માટે માન્યતાઓ કરે અને કુદેવાદિને પૂજવા જાય એ કેમ બને ? ખરેખર, આજે ધર્મી કહેવરાવનારાઓની દશા જ કોઈ જુદી છે ! એ દશામાં પરિવર્તન કર્યા સિવાય છૂટકો જ નથી ! આથી જ કહું છું કે સમ્યગ્દષ્ટિ હો તો નિયાણાં કરો, ભીંત પર લખી રાખો અને માગો કે - “વહા, મેવો , समाहिमरणं च, बोहिलाभो अ." ‘દુઃખલય, કર્મક્ષય, સમાધિમરણ અને બોધિલાભ.” -મળો તો આ મળો ! માગનારને પ્રભુપ્રણીત દીક્ષા પ્રત્યે કેવી ભાવના અને કેવી ઊર્મિ હોય એ વિચારો. પ્રભુને માનનારે ઘણું કરવું પડશે. જૈનશાસન શું છે, જૈનધર્મના ગુરુ કેવા છે, જેનોના દેવ કેવા છે, એ બધું જનતાને જણાવવું પડશે. તમારી કાર્યવાહી એવી રાખો કે જનતા તમારા પરિચયથી એ જાણે, માટે તો ચોપડામાં લખાણ બદલવાનું કહું છું. એનાથી આત્માની સ્થિતિ બદલાશે. માલના વખાણનાં તથા નામનાં બોર્ડ મારો છો તેવાં પ્રતિજ્ઞાનાં બોર્ડ મારો, પણ ધોળાં બોર્ડ ન મારશો. ઘરમાં-દુકાનમાં કેમ બોલવું, કેમ વર્તવું, તે નક્કી કરો. ધર્મી તરીકે મૂર્તિમાન બનો ! માબાપના પાડેલા નામથી ઓળખાવવામાં મજા નથી, માટે જૈન તરીકે ઓળખાઓ ! જ્યાં જ્યાં શ્રી કુમારપાળ મહારાજાનું નામ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ આવે છે, ત્યાં ત્યાં એ પરમાર્હત્ લખાય છે. તમો પણ ભગવાન મહાવીરના સેવક છો, અનુયાયી છો, તો પરમ જૈન બનો ! લોક પણ તમને શ્રાવક કહે, એવું વર્તન રાખો ! તમારું નામ ભૂલી જાય અને તમને શ્રાવક તરીકે ઓળખે એવું કરો ! ઇતરને ત્યાં જાઓ તો એ પણ ઘરમાં કહે કે શ્રાવક મહેમાન છે, તો એ મિથ્યાત્વીના ઘરમાંથી પણ અભક્ષ્ય બહાર જાય. શ્રાવક આવવાનો છે એ જાણે ત્યારથી જ ઇતર કાળજી રાખે. શ્રાવક વાળુ વહેલું કરે, માટે એ પણ સાથે વહેલા જમે. શ્રાવક શ્રી જિનેશ્વરદેવની પૂજા કર્યા વગર નહિ જમે એમ જાણે, માટે એવી સામગ્રી ઇતર પણ તૈયાર કરે. શ્રાવકની છાયા ત્યાં પડે. તમારી શ્રીમંતાઈનું તેજ ન નાખો, પણ ધર્મનું તેજ નાખો. અધર્મીને ધર્મી બનાવો. શ્રાવકનો નોકર પણ માને કે ‘કલાક ઓછું કામ ક૨વાથી શેઠ ગુસ્સે નહિ થાય, પણ પૂજા નહિ કરું તો ગુસ્સે થશે, રાત્રે ખાઈશ તો ગુસ્સે થશે, કારણ કે અહીં કામ કરતાં ધર્મની કિંમત વધારે છે. આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ - સભા : સાહેબ ! અમે તો બોણી આપીએ ત્યારે ખરા, પણ આપ તો અત્યારથી જ આપો છો ! 1262 જેના યોગે ભલું થાય તે તો કહું. પ્રસંગ છે તો કેમ ચૂકું ? રુચે તેને કહું. ન રૂચે તેને કહું એમાં પણ દોષ નથી, પણ રુચિવાળાને તો કહુંને ? તમે એવી તૈયારી કરો કે નવું રૂપક દેખાય. અને ઇતો પણ સમજે કે સમ્યગ્દષ્ટિઓનું ધ્યેય દુનિયાથી જુદું હોય. ભગવાનનો નિર્વાણ દિવસ છે. શું શું થવું જોઈએ ?, એ ખૂબ વિચારો. કાલે સવારે ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ શોક કર્યો અને એ શોકથી પણ કેવળજ્ઞાન મેળવ્યું. એવો શોક કરતાં પણ શીખો. ભગવાન શ્રી મહાવીર દેવના નિર્વાણની પીડા થવી જોઈએ, અને એ પીડાના યોગે ભગવાન શ્રી ગૌતમ જેવો શોક કરો, એવો શોક થાય તો આજના બધા જ સન્નિપાત શમી જાય. સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ આજે આત્માને નિર્મળ બનાવે, પણ આ તો આજે રાત્રે જ ધાણાગોળ ખાય ! કહો કઈ દશા ? વારુ ! ચોમાસું ગયું, શું વાવ્યું, એ તપાસ્યું ? વરસાદ કેવો થયો ? કેટલો થયો ? જુઓ તો ખરા. લણવું છે કે નહિ ? કંઈ બીજ બહાર આવ્યું ? આ બધું વિચારી પછી કહું છું કે શ્રી ધનાશાલિભદ્રનાં દાન, સંયમ માગજો. શ્રી ગૌતમસ્વામીજીની ગુરુભક્તિ, કયવશા શેઠનો સદાચાર, શ્રી બાહુબલીનું વિવેકવાળું બળ, શ્રી અભયકુમારની ધર્મબુદ્ધિ માગજો. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 સભા : સાહેબ ! અમે તો આદિનાથનું આયુષ્ય માગીએ છીએ, ભરત ચક્રવર્તીની ઋદ્ધિ માગીએ છીએ, રત્નાકર સાગરની લહેર માગીએ છીએ, એ બધું કેમ ? મને માલૂમ છે કે તમે એવું એવું માગવામાં ઓછા નથી, પણ હું કહું છું કે આદિનાથ ભગવાને ફરમાવેલું ધર્મજીવન માગો. શ્રી ભરત મહારાજાની અરીસાભવન સામે આવેલી કેવળજ્ઞાન લાવનારી ભાવના માગો અને શ્રી જૈનશાસન રૂપી રત્નાકર પાસેથી સમ્યગ્દર્શનાદિ રૂપ રત્નત્રયીની માગણી કરો, કે જેથી આ દુ:ખમય ભવભ્રમણ મટી જાય અને અનંત સુખમય મુક્તિપદની પ્રાપ્તિ શીઘ્ર થાય. 1263 ૧૭૭ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ : દેવ-ગુરુની ભક્તિ શા માટે ? ♦ પૂજ્ય-પૂજક વચ્ચેનો પુલ : ♦ ગુરુ કેવા જોઈએ ? ચડાવનાર થોડા અને પાડનાર ઘણા ! અંતરાય વખતે શું વધુ થાય ? પ્રશંસા સુક્રિયાની હોય ! પાપી પણ પુણ્યશાળી બને ! ગુણવર્ણનનો હેતુ સમજો ! અપેક્ષાએ કેવળજ્ઞાન કરતાં પણ દેવ-ગુરુની ભક્તિ તો એમના જેવા થવા માટે છે. માલિક તે કે જે સેવકને પોતાના જેવો બનાવે. શ્રુતજ્ઞાનની મહત્તા : અયોગ્યને પણ ક્યારે ના પડાય ? મુનિ અને શ્રીમંત : વૈષ વિડંબના : વિષય : ગુરુનું શાસ્ત્રોક્ત સ્વરૂપ, ગુર્વાભાસનું સ્વરૂપ, ગુરુની ફરજ દેવ અને ધર્મતત્ત્વની વચલું તત્ત્વ ગુરુતત્ત્વ છે. એ જેટલું શુદ્ધ અને ઉજળું તેટલી જ સુંદર રીતે દેવ અને ધર્મતત્ત્વની પ્રાપ્તિ થાય. અપેક્ષાએ દેવ તત્ત્વ કરતાંય ગુરુનું મહત્ત્વ વધી જાય. આવા ગુરુતત્ત્વમાં કલિકાલાદિ દોષના યોગે કારમી ભેળસેળ થવા પામી રહી છે, ત્યારે વીતરાગ શાસનનું સાચું ગુરુતત્ત્વ શું છે ? એ વાત સમજાવવા માટે આ પ્રવચનનો ઉદ્દેશ છે. દેવ જેવા બનવા જેમ દેવની ભક્તિ ક૨વાની તેમ ગુરુ જેવા બનવા માટે જ ગુરુતત્ત્વની ઉપાસના કરવાની. એ ગુરુ દુનિયાના રંગ-રાગ, વિષયકષાય, આરંભ-પરિગ્રહ, મકાન-દુકાન વગેરેને વખાણનાર કે તે તે પાપક્રિયાને કોઈપણ રીતે ઉત્તેજન આપનાર ન હોવા જોઈએ. ગુરુ તો તે કે જે જીવોને એ બધાયથી અળગા કરાવે. આ ધ્રુવપદ સાથે સદર પ્રવચન ખૂબ જ મનનીય બનવા પામ્યું છે. દૃઢપ્રહારી, સિદ્ધગિરિ શ્રી ગૌતમસ્વામીજી અને ખેડૂત જેવાં અનેક લધુ દૃષ્ટાંતોનો પણ સરસ ઉપયોગ કર્યો છે. સુવાામૃત ધર્મમય બની ગુરુતત્ત્વ મેળવી દેવ જેવા બનવું હોય, તો દેવ, ગુરુ અને ધર્મને જેવા છે, તેવા જ રહેવા દેવા જોઈએ. 80 પાપ, પરિગ્રહ, મારાતારાપણું, ઘર બંધાવવા વગેરે આરંભાદિની ક્રિયા આ બધું જેમાં બેઠું છે, તેવા ગુરુનો ખપ પણ શો ? ♦ અનંતજ્ઞાનીની આજ્ઞા મુજબ ચેતવનારા મળે એ ગુરુ. અશુભ કર્મનો બંધ થાય અને નિર્જરાદિકની કરણી ન થાય એવી પ્રતિજ્ઞા હોય જ નહિ અને કોઈ અજ્ઞાનીઓની પ્રેરણાથી થઈ હોય તો તોડાય. ♦ જેના હૈયામાં ધર્મ પ્રત્યે વિરોધ ભાવ ન હોય, તે આત્મા ધર્મ માટે અવશ્ય યોગ્ય છે. ♦ગુણવાન કોણ ? તે જ કે જેને હીનગુણી પ્રત્યે અનુકંપા હોય. ♦ માર્ગ શ્રુતના આધારે છે. વ્યવહાર શ્રુતના આધારે છે, કેવળના આધારે નથી, જે કાળે જેટલું શ્રુત મોજુદ હોય, તેના આધારે શાસન ચાલે. સારા સ્થાનમાં પાપાત્મા આવે તો ગભરાવું નહિ, પણ એમની ખોટી રીતે પીઠ ન થાબડવી. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ : દેવ-ગુરુની ભક્તિ શા માટે? પરમોપકારી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે સૂત્રકાર મહર્ષિએ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ તથા વૈરાગ્યની પ્રાપ્તિ થાય તે માટે છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્રની રચના કરી છે. સંસાર જેવો છે તેવો સમજાય તો જ નિર્વેદ થાય. જ્યાં સુધી સંસાર સુખકર, હિતકર અને સારો છે એમ સમજાય, ત્યાં સુધી એના ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ન થાય. અને એમ થયા વિના મોક્ષમાર્ગનું અર્થપણું જેવું જાગવું જોઈએ તેવું જાગતું નથી; એ કારણે મોક્ષમાર્ગના અર્થીએ પોતાના જીવનમાં પ્રથમ નિર્વેદ તથા વૈરાગ્ય કેળવવો જોઈએ. સભા : વૈરાગ્ય એટલે કેવળ મંતવ્ય જ કે વર્તન પણ ખરું ? મંતવ્ય પણ અને વર્તન પણ, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ તેમજ સર્વવિરતિમાં પણ વૈરાગ્ય હોય : માત્રા ઓછી-વધતી હોય. સમ્યગ્દષ્ટિને સંસાર છોડવા જેવો લાગે, માટે દેવ-ગુરુની વૈયાવચ્ચ કરે, એ તારકોની આજ્ઞામાં લીન રહે. દેવગુરુની વૈયાવચ્ચ વૈરાગ્યને પુષ્ટ કરવા માટે છે, પણ સંસારની રસિકતા વધારવા માટે નથી. સમ્યગ્દષ્ટિ આત્માને સંસાર તો કારાગાર જેવો લાગે, એને લઈને વૈરાગ્ય આવે, અને આ બધાથી ક્યારે છુટાય એમ થાય. દેવગુરુની સેવા તથા ધર્મશ્રવણ એ બધું સમ્યગ્દષ્ટિ આત્મા કરે છે, તે પણ શા માટે ? કહેવું જ પડશે કે સંપૂર્ણ વૈરાગ્ય થાય તે માટે, દેવગુરુની વૈયાવચ્ચ કરવામાં હેતુ એક જ કે સંસારનો રાગ સંપૂર્ણ જાય. એ જ કારણે વૈયાવચ્ચ કરનારો પુણ્યાત્મા પ્રતિદિન ધર્મ સાંભળે અને સંપૂર્ણ વૈરાગ્ય પામવાના મનોરથ કરે. જેના ઉપર નિર્વેદ હોય તેના ઉપર પૂરતો વૈરાગ્ય લાવવા માટે એ બધા પ્રયત્ન છે. જો એમ ન હોય તો દેવ, ગુરુ અને ધર્મને પણ પોતાના જેવા જ બનાવવાની ભાવના થાય. આજે અમુક વર્ગમાં એ ભાવના થઈ રહી છે. તમારે પણ દેવ, ગુરુ અને ધર્મ જેવા બનવું છે કે દેવ, ગુરુ, ધર્મને તમારા જેવા બનાવવા છે ? “હું કાળો અને અરીસો ધોળો કેમ ?” - એમ કહીને કોઈ અરીસા ઉપર મસી ચોપડી માં જુએ, તો એ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 163 ડાહ્યો કે મૂર્તો ? ધર્મમય બની ગુરુત્વ મેળવી દેવ જેવા બનવું હોય, તો દેવ, ગુરુ અને ધર્મને જેવા છે તેવા જ રહેવા દેવા જોઈએ. આજ તો કહે છે કે દેવમાં દેવત્વ હોય તો એ અમને ખેંચે કેમ નહિ ? એમ કહેવામાં એમ કહેનારાઓનો હેતુ એ છે કે દેવગુરુ પણ અમારા જેવા બને ! એવાઓને કહેવું જોઈએ કે જો એ તમારા જેવા બનશે તો પછી તમે એમના જેવા કયાંથી બનશો ? એ તો જેવા છે તેવા જ એમને રહેવા દો. દેવગુરુની ભક્તિ તો એમના જેવા થવા માટે છે. એક મહાકવિ કહે છે કે “માલિક છે કે જે સેવકને પોતાના જેવો બનાવે.’ વાત ખરી, પણ કોને પોતાના જેવો બનાવે ? કહેવું જ પડશે કે સેવકને. સેવા કરે એને, પણ સામો થાય એને નહિ. તમારા દેવ વીતરાગ, ગુરુ નિગ્રંથ, એ તમને જો એ તારકોની સેવા કરો તો જરૂર પોતાના જેવા બનાવે. એટલે કે કાં વીતરાગ બનાવે, કાં નિગ્રંથ બનાવે. ગુરુ પોતે નિગ્રંથ હોય અને તમને ગાંસડીવાળા બનાવે, એ કેમ જ બને ? દેવ પોતે વીતરાગ હોય અને તમને રાગી બનાવે, એ કેમ જ બને ? ખરેખર, જ્યાં સુધી હૃદયમાં નિર્વેદ અને વૈરાગ્ય સ્થાન ન પામે, ત્યાં સુધી પ્રભુનો ધર્મ ન રુચે. સંસાર પ્રત્યે નિર્વેદ તથા વૈરાગ્ય આવ્યા પછી તો ધર્મના ઉમળકા જાગે : સંસાર બંદીખાનું લાગે પછી તો બંદીખાનાને યોગ્ય શાળા છૂટવા જ જોઈએ, અને એમ થાય તો સાચી ભક્તિ પેદા થાય. પણ આજે તે કમનસીબોમાં દેવ-ગુરુ-ધર્મને પોતાના જેવા બનાવવાની ભાવના થઈ રહી છે ! સભાઃ સાથે રહેવું ઠીક ને ! હા પણ તમે અહીં આવો તો, પણ મને ત્યાં બોલાવો તો નહિ. વ્યવહાર પણ કહે છે કે ચાર દરિદ્રીને એક શ્રીમાન શ્રીમાન બનાવે તો વાંધો નહિ, પણ શ્રીમાન પણ પાંચમો દરિદ્રી થાય એ ઠીક નહિ, સભા : દરિદ્રી શ્રીમાનને દરિદ્રી બનાવવા ઇચ્છે તો ? માટે તો કહેવામાં આવે છે કે શ્રીમાને સાવધ રહેવું. દુઃખી દુઃખને દુઃખ માને તો રાચે નહિ, પણ એમાં સુખ માને છે માટે લાલચોળ રહે છે. ગમે તેવું દુઃખ હોય તોયે પતાવટ કરો છો કે “સંસાર છે, હોય, દુઃખ તો થાય' - એમ કહીને દુઃખને દાબી સુખ દેખાડો છે. શાસ્ત્રકાર તો કહે છે કે સંસારમાં વાસ્તવિક સુખનું એક બિંદુ પણ નથી. માટે દેવ-ગુરુ-ધર્મ જેવા છે તેવા રાખવામાં જ કલ્યાણ છે. એના જ પ્રતાપે શ્રી શાલિભદ્રજીનું મકાન અને ઋદ્ધિસિદ્ધિ આદિ જોઈ શ્રી શ્રેણિક મહારાજાને ઇર્ષ્યા ન થઈ. આથી કોઈનું સારું દેખી ઇર્ષ્યા ન Page #197 -------------------------------------------------------------------------- ________________ 1267 ——— ૧૦ : ગુરુતત્વ અને નિર્વેદનો ઉપદેશ : - 80 – ૧૮૧ કરતા. વળી શ્રી વીતરાગ તથા નિગ્રંથ બનવા માટે વીતરાગ તથા નિર્ગથને તેવા ટકાવી રાખશો તો જ તેવા બનશો. આ ભરતક્ષેત્રમાં પાંચમા આરાના છેડા સુધી નિગ્રંથ રહેશે અને શ્રી વીતરાગ પરમાત્માનું શાસન રહેશે. શાસન જીવે છે ત્યાં સુધી નિગ્રંથ જીવવાના છે, અને એ જીવે ત્યાં સુધી કોઈ નિગ્રંથ થાય કે શાસન ગયા પછી થાય ? નિગ્રંથ વગરના તથા વૈરાગ્ય ન આવે એવા જમાનાને હજી શાસ્ત્રદૃષ્ટિએ વાર છે, માટે જેઓને એવો જમાનો વહેલો લાવવો હોય, તેઓએ તેવા દેશમાં જવું જોઈએ કે જ્યાં એ ન હોય, એવા દેશો છે જ્યાં એ નથી. ત્યાં જવું એ એક રીતે ઠીક, પણ જ્યાં એવા બનનાર બેઠા હોય ત્યાં તોફાન કરવું એ ઠીક નહિ ! પોતાને નિર્વેદ તથા વૈરાગ્ય ન ગમે તો પોતે જ્યાં નિર્વેદ તથા વૈિરાગ્યનો સ્પર્શ પણ ન થાય તેવાં સ્થાન હોય ત્યાં જવું જોઈએ, પણ જ્યાં એ વસ્તુ હોય ત્યાં એ વસ્તુના ગ્રાહકને આડખીલી શું કામ કરવી જોઈએ ? એમ કરવાથી તો ઊલટો વિરાધક ભાવ આવે છે અને એથી આત્મા દુર્લભબોધિ બને છે, માટે એવા પ્રયત્નો કરવા એ કોઈ પણ રીતે હિતકર નથી. અસ્તુ. એવી ભાવનાવાળાઓને દૂર રાખીએ, પણ હજી તો કેટલાક ધર્મી ગણાતાઓને પણ દેવ-ગુરુની ભક્તિ કેમ કરવી એની ખબર નથી ! દેવ અને ગુરુની ભક્તિ કરનારાઓએ સમજવું જોઈએ કે સાધુને હાથ જોડવા તે સાધુને સારું લગાડવા માટે કે વ્યવહારની રૂઢિ માટે નહિ, પણ એ તારકના જેવા થવાની ભાવના માટે ! એટલે કે એ સ્થિતિને નિકટ લાવવા માટે દેવ અને ગુરુને થતો નમસ્કાર એ પુલ થવો જોઈએ, પણ દીવાલ નહિ. પૂજ્ય-પૂજક વચ્ચેનો પુલ : સભા : પોતાની ભાવના ત્યાં જ રહેવાની હોય તો ? પેઢી ખોલનારની ભાવના આગળ વધવાની જ હોવી જોઈએ, તેમ દેવ અને ગુરુનો નમસ્કાર કરનારની ભાવના પણ તેવી જ હોવી જોઈએ. દૂર રહેલો દૂર રહેલાને નમસ્કાર કરે, તે એની પાસે જવા માટે જ. એથી જ નમસ્કાર એ પુલ છે. નમસ્કાર રૂપી પુલ ઉપર થઈને સેવક સ્વામી પાસે જાય, માટે નમસ્કાર એ દિવાલ રૂપ થતો હોય તો ન જોઈએ. પૂજ્ય-પૂજક વચ્ચે નમસ્કાર એ પુલ છે. પૂજ્ય એ નમસ્કારને યોગ્ય છે, પૂજક એટલે નમસ્કાર કરનાર છે અને નમસ્કાર એ પૂજ્ય અને પૂજક વચ્ચે પુલ છે. પૂજકે પૂજ્યની પૂજા શા માટે કરવી ? એટલા જ માટે કે પૂજક અને પૂજ્ય વચ્ચે અંતર પડી ગયું છે તે ભાંગવા માટે. પૂજ્યનો Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 1268 ઉપદેશ પણ એ અંતર ભાંગવા માટેનો જ છે અને પૂજકે પણ પૂજાથી એ જ કરવાનું ચિતવવું જોઈએ. શેઠની સેવા કરતાં શેઠ થવાની ભાવના નોકર માત્રમાં હોય : ન હોય તો એ ગમાર. નોકર ઇચ્છે કે એવા સ્વામીને એવું કે જે સેવકપણાનો નાશ કરે. પૂજકે પણ પોતામાં રહેલી ત્રુટિઓનો નાશ કરવા જ પૂજ્યની પૂજા કરવાની છે. હવે ભાવના કઈ હોવી જોઈએ ? પૂજ્યના ગુણ ઢાંકી દેવાની કે પ્રકાશમાં લાવવાની ? પૂજ્ય પૂજ્યપણાના ગુણો સાચવે અને પૂજક પૂજકપણાના ગુણો મેળવવા મહેનત કરે. ગુરુ કેવા જોઈએ ? સભા : આજે પૂજક-અપૂજકની ખબર નથી પડતી. ભાવના ભિન્ન થઈ માટે ! એક કહે છે કે મોક્ષ જોઈએ, એક કહે કે મોક્ષની ગરજ નથી, કલદાર જોઈએ. આથી પૂજક કોને કહેવા, સાધર્મીપણાનો સંબંધ કોની સાથે સાંધવો, એની ગભરામણ પ્રશ્નકાર ભાઈને થાય છે. સાધર્મીના સંબંધથી ધર્મની ભાવના પુષ્ટ થાય છે, પણ સાધર્મ મળે તો ને ! પણ અધર્મી મળે તો ? અરે તો પણ ધર્મના અંશ નંખાય, પણ વિરોધી મળે તો શું થાય ? પ્રશ્નકારના પ્રશ્નનો ભાવ આ છે. પૂજાનો ઉદ્દેશ ફરી ગયો માટે આ દશા છે ! દેવગુરુની સેવા, ભક્તિ અને નમસ્કારમાં એક જ હેતુ કે સંસારના ત્રિવિધ તાપ એ ટાળે. જેનામાં એ તાકાત ન હોય તે આપણે ન જોઈએ. જેના ત્રિવિધ તાપ ટળી ગયા હોય અને જેની સેવાથી આપણા ત્રિવિધ તાપ ટળે તેમ હોય, તે આપણા પૂજ્ય. દુનિયાની કામના અને દુનિયાના અમન-ચમનથી જે અલગ હોય અને જે આપણને પણ એનાથી અલગ કરવા માગે તે પૂજ્ય. આપણે બહુ વિદ્વાનનું જ કામ છે, એવું નથી. ઓછા વિદ્વાન હોય તો પણ ચાલે, પણ ગુરુ ગણાતામાં જો નિર્વેદ તથા વૈરાગ્યનો છાંટોયે ન હોય, તો એ ન જ નભે. - પાપ, પરિગ્રહ, મારાતારાપણું, ઘર બંધાવવાં વગેરે આરંભાદિની ક્રિયા, આ બધું જેમાં બેઠું છે, તેવા ગુરુનો ખપ પણ શો ? ઘર બંધાવવાની સલાહ આપનાર તો કડીઆ, સુથાર, કારીગરો ઘણા હોશિયાર છે. દુનિયાના વેપારની સલાહ આપનારા પણ ઘણા છે, હાથ ફેરવનારા, Page #199 -------------------------------------------------------------------------- ________________ 12ss - ૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ : - 80 – ૧૮૩ પીઠ થાબડનારા, મીઠું બોલનારા ઘણા પડ્યા છે, પણ જેમાં બેઠા છીએ, એને ખોટું બતાવનારા કોઈ નથી. ઘણા ઓછા છે. આપણને તે જોઈએ, પછી ભલે તે નાના હોય કે મોટા : વધુ ભણેલા હોય કે ઓછું. આપણે તો મરવાની તૈયારી છે માટે ચેતો એવું કહેનારા જોઈએ. રોન મારનાર તેવા પંડિત ન હોય તો પણ આજ્ઞા મુજબ “જાગજો' એમ બૂમ માર્યા કરે. એ જ રીતે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ ચેતવનારા મળે એ ગુરુ. આ લો, તે લો' કહેનારા તો ઘણા છે. ખાવાપીવાનું, વેપાર-રોજગારનું, મોજમજાનું કહેવા માટે, એ માટે મહેનત કરવા માટે કહેનાર તો ઢગલાબંધ ગુરુ છે, પણ એ આપણે ન જોઈએ, આપણે તો આયુષ્ય ચંચળ છે માટે સન્માર્ગે જવાના ઇશારા કરનારા ગુરુ જોઈએ. એક દિવસનો સાધુ હોય, ખાસ કંઈ ન ભણેલો હોય, તે પણ કહે કે “મજા વૈરાગ્યમાં અને સંસારમાં સાર નથી. જે સુખ દુનિયાના પરિગ્રહમાં નથી, તે પરિગ્રહના અભાવમાં છે.” વળી પરિગ્રહ પણ જોઈએ, એમ કહેનારના જેવા કુગુરુ દુનિયામાં બીજા કોઈ જ નથી. આજ તો એવા આશયનું ગોળ ગોળ કહેવાય છે કે “અપરિગ્રહ સ્વીકાર્યા બાદ પરિગ્રહના ફંદામાં ફસાય તે જમાનામાં પરિગ્રહને ખોટો કેમ કહેવાય ? સંયમ લીધા બાદ અસંયમના રસિયા બને, ફરીથી સંસારમાં આવે, તે જમાનામાં ત્યાગની વાત કેમ થાય ?' પણ એમ કહેનારા બિચારાઓને ખબર નથી કે “સંયમ લીધા પછી, પરિગ્રહ તજ્યા પછી પણ પાપના ઉદયે, મોહના ઉદયે, મિથ્યાત્વના ઉદયે કે કુસંસર્ગથી એવા બનાવો ન બને, એવો કોઈ કાળ નથી. ચડાવનાર થોડા અને પાડનાર ઘણા ! સભા : ઓછા-વત્તા બને એમ બને ? એ હિસાબ કરવો હોય તો તે વખતની સંખ્યા તથા સંયોગો વગેરે વગેરે પણ સાથે લો. ચડનારને પાડનાર તે વખતે પ્રાયઃ કોઈ ન હતા અને આજે કેટલા છે ? આજ તો ટકે છે તે પૂરા ભાગ્યવાન છે, કારણ કે ચડેલાને કે ચડનારને ખેંચીને પાડનારનો આજે તોટો નથી. (પ્રથમના કાળમાં) તો પડવાની અણી પર આવેલાને ટેકવનાર હતા : પડ્યા પછી પણ પરિણામનો પલટો થાય એને વધાવનાર હતા. સભા : શું પોલ છુપાવવી ? Page #200 -------------------------------------------------------------------------- ________________ 1270. ૧૮૪ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - આમાં પોલ છુપાવવાની વાત જ નથી ! છોકરો ગુનો કરે એને બાપ ઘરમાં સજા ગમે તેટલી કરે, પણ કાંઈ દાંડી ઓછો જ પીટે ? પોલ ચાલુ ન રખાય, પણ દાંડી પીટી એને ફજેત કરે અને એને સુધરવાની તક ન આપે એ માબાપ નથી. ચોથા આરામાં તો શ્રી તીર્થંકરદેવ, શ્રી ગણધરદેવ, શ્રી કેવળજ્ઞાની અને વિશિષ્ટ જ્ઞાની વગેરે હયાત હતા. તે વખતે તો તરવું સહેલું હતું. માત્ર ભગવાનની દૃષ્ટિ પડે તો કામ થઈ જાય. શ્રી મેઘકુમારની રાત્રે ઘરે જવાની ભાવના થઈ, પણ પ્રભુએ બચાવી લીધા. પૂર્વભવ કહીને પણ જ્ઞાની બચાવી લેતા હતા. બચાવનાર મોજૂદ હતા. પંચમકાળમાં ધર્મની પ્રાપ્તિ દુર્લભ, પ્રાપ્તિ પછી રક્ષણ તો મહાદુર્લભ. એ વખતે તો જ્ઞાની પ્રત્યક્ષ હતા, દેવો પ્રત્યક્ષ હતા, આજે ન જ્ઞાની પ્રત્યક્ષ, ન દેવ પ્રત્યક્ષ ! એ વખતે દેવો આવે, સમોસરણ રચે, એ જોઈ શાસ્ત્રની વાત સ્થિર થાય. આજ તો બુદ્ધિ શુદ્ધ હોય તો વાત જચે. શ્રદ્ધા હોય, પ્રેમ હોય તો પરિણમન થાય. તે છતાં પણ અધિક આત્માઓ પડે છે એમ નથી. છતાંય માનો કે આવા જમાનામાં અધિક પડે તોયે શું ? એમ કહો કે “આવા કાળમાં પણ આવો માર્ગ જીવતો રાખનાર પડ્યા છે. અને આનંદ પામો. સુકાળમાં તો બધા શ્રીમાન હોય, પણ દુષ્કાળમાં હોય તો બલિહારી, સુકાળમાં તો બધા સહાય આપે, પણ દુકાળમાં સહાય આપે એની બલિહારી. જે વખતે દુનિયા લક્ષ્મીની હાયવોય કરે છે, તે વખતે લક્ષ્મીનો વ્યય છૂટે હાથે થાય છે, એ શ્રી જૈનદર્શનની બલિહારી છે. અંતરાય વખતે શું વધુ થાય ? આજે એ લોકો કહે છે કે જે વખતે લક્ષ્મી નથી તે વખતે ધર્મમાં ખરચવાનું હોય ? પ્રથમ તો લક્ષ્મી હતી તે ખરચતા.' એની સામે પ્રથમ તો આપણે એમ કહીએ છીએ કે પ્રથમ તો દરેક જણ પોતે મંદિર બંધાવે એવા હતા અને બંધાવતા તથા પૂજતા, પણ આજ તો મંદિર હોય તોયે ન આવે. એવાને લાવવા માટે ઠામઠામ સુંદરમાં સુંદર મંદિર કરવાની જરૂર છે. જે કાળમાં ધર્મક્રિયાઓની ભાવના ઓસરી જાય તેવી પ્રવૃત્તિ ચાલુ હોય, તે સમયે તો એને વધારવાના પ્રયત્નો અવશ્ય વધુ હોવા જોઈએ. જે સમયમાં પડવાના સંયોગો ઢગલાબંધ હોય, તે સમયે ચડાવનારા સંયોગો કેટલા જોઈએ ? રોગ વધ્યા તેમ દવાખાનાં પણ વધ્યાં ને! તેમ મિથ્યાત્વના દાવાનળ ઠામઠામ વધે, તેમ ઠામઠામ સભ્યત્વના પંપ રાખવા જોઈએ ને ! પ્રભુના વખતમાં - જ્ઞાનીના વખતમાં મિથ્યાત્વના Page #201 -------------------------------------------------------------------------- ________________ 1271 – – ૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ : - 80 – ૧૮૫ દાવાનળ ઠંડા હતા. દેશનાની એવી ધોધમાર વૃષ્ટિ ચાલતી હતી કે અગ્નિને સળગવું ભારે હતું. આજે મિથ્યાત્વના અગ્નિ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યા છે, તે વખતે સમ્યકત્વના પંપ કેટલા મજબૂત જોઈએ ? વળી બીજું આપણે એમ કહીએ છીએ કે અંતરાયનો ઉદય હોય ત્યારે અંતરાય તોડવાની ક્રિયા વધારવી જોઈએ, નહિ કે અંતરાય વધારવાની ! ધર્મક્રિયા એ અંતરાય તોડનારી વસ્તુ છે. શ્રી સિદ્ધગિરિની યાત્રાનો અંતરાય, એ સામુદાયિક ગણાય. એ વખતે અંતરાયને તોડવા માટે અનુપમ ઉપાયરૂપ ઓચ્છવ, સ્વામીવત્સલ, પૂજા, ગુરુપ્રવેશ મહોત્સવ વગેરે થાય કે ન થાય ? એ બધું ન કરવાની બૂમ મારનારાઓએ એ બધું બંધ કરવાની બૂમ મારી, પણ પોતાની પાપમય પેઢીઓ બંધ કરવાની બૂમ એમાંના કોઈએ પણ ન મારી ! પાપના ઉદયે અંતરાય આવે, માટે આરંભસમારંભ બંધ કરવા જોઈએ, એ બૂમ તો કોઈએ ન મારી કે જેથી અંતરાય તૂટે ! વેપાર તો ચાલુ રાખવો, માત્ર ઓચ્છવાદિ જ ન કરવા, ઉજમણાં વગેરે ન કરવાં, એવી બૂમ મારી ! વિચારો કે સામુદાયિક પાપના ઉદયથી તો શત્રુંજયની યાત્રા બંધ થઈ ત્યારે ઉપાય અંતરાય ટાળવાનો હોય કે વધારવાનો ? કહેવું જ જોઈએ કે અંતરાય ટાળવાનો અને એ કારણે એ વખતે તો ચોવીસે કલાક ધર્મમાં ગાળવા જોઈએ. શ્રી શત્રુંજય હૃદયમાંથી ખસવો ન જોઈએ. એ હૃદયમાં જીવતોજાગતો રહે માટે પુણ્યવાનોએ ઠામઠામ તિથિએ પટ બંધાવવાનું ચાલુ રાખ્યું, જેથી ભાવના મંદ ન થાય અને યાત્રાએ જવાનું બંધ કરવું પડ્યું છે છતાં ભાવના ભૂંસાય નહિ. ભાવના ભૂંસાય તો અંતરાયના ભાગીદાર થવાય. એ વખતે પૂજાપ્રભાવના અને આયંબિલ-એકાસણાં ખૂબ થતાં હતાં એ શા માટે ? એ યોગે અંતરાય તૂટે, એથી પાપોદય જાય, પુણ્યોદય જાગે, અંતરાય ટળે અને ભાવના ફળે એ માટે ! ગુરુ આવે ત્યારે પ્રવેશ મહોત્સવ થાય તો ગુરુ ના કહે ? સંવરની કે નિર્જરાની કે શુભાશ્રવની એક પણ ક્રિયાને સાધુથી નિષેધાય ? “શ્રી શત્રુંજયની યાત્રા ન ઊઘડે ત્યાં સુધી અઠ્ઠાઈ ઉત્સવ ન કરું, સંઘવી ન બનું, આબુજીની યાત્રા ન કરું, સ્વામીવાત્સલ્ય ન કરું' - આવા પાપરૂપ નિયમો લેવાય ? કહો કે ન જ લેવાય. બાકી “લગ્ન ન કરું, બ્રહ્મચર્ય પાળું અને આરંભ-સમારંભાદિક ન કરું, એવા નિયમ તો જરૂર લેવાય, પણ આ વાતો કોણ કરે? જેના હૈયામાં પ્રભુની આજ્ઞા પરિણામ પામી હોય છે. પણ આગમની આજ્ઞામાં નહિ માનનારાઓ તો ઊંધી જ જાતના નિયમો આદરે. એ જ કારણે કહેવું પડે છે કે અશુભ કર્મનો બંધ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ —— — આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -- -- -- 1272 થાય અને નિર્જરાદિકની કરણી ન થાય એવી પ્રતિજ્ઞા હોય જ નહિ અને કોઈ અજ્ઞાનીઓની પ્રેરણાથી થઈ હોય તો તોડાય. જે સમયમાં વિપ્નના પહાડ હોય, તે વખતે ધર્મની કાર્યવાહી ધોધમાર ચાલવી જોઈએ કે જેથી શુભ સંસ્કાર જાગ્રત થાય, પણ આજના અશ્રદ્ધાળુઓનો તો કાયદો જ જુદો. પ્રશંસા સુાિની હોય ! એવાઓ તો આજ કહે છે કે “જે ચીજનો ઉપયોગ કરાય તેને બનાવવાની ક્રિયાને ખોટી કેમ કહેવાય ?” ભણેલા છે એવો ડોળ કરનારાની આવી દલીલ જોઈ દયા આવે છે કે એમની પાસે દલીલ છે કે દલીલોનું દેવાળું છે ? મહાત્માની પ્રશંસા થાય, વખતે એમનાં માતાપિતાનાં ગુણગાન ગવાય, પણ માતાપિતાની મૈથુનક્રિયાની પ્રશંસા થાય ? કોઈએ સંઘ કાઢ્યો અને લાખ ખર્મા તે અહીં આવે તો હું એને પુણ્યવાન કહું, પણ કોઈ પૂછે કે એની બીજી બધી ક્રિયા કેવી ? તો શું કહું ? એ મોટા પેઢીવાળા છે એમ વખાણ કરું ? પુણ્યવાનનો ઇલકાબ તે સારી ક્રિયાના યોગે ધર્મક્રિયાના અંગે છે. એક આદમીએ ચોરીના યોગે પુષ્કળ ધન મેળવ્યું ત્યાં સુધી તો ચોર, પણ પછી ગુરુનો યોગ મળ્યો, એ સુધર્યો, એનામાં ઉદારતા આવી અને છૂટે હાથે લાખો રૂપિયા ધર્મમાર્ગે ખર્ચે તો વાંધો ખરો ? પાપી પણ પુણ્યશાળી બને ! સભા : એ જોઈ કોઈ કહે કે ગઈ કાલે તો ચોર હતો ને ! એ કહેનાર મૂર્ખા. ગઈ કાલનો ભિખારી આજે કોટ્યાધિપતિ થાય છે. ગઈ કાલનો કોટ્યાધિપતિ આજે રંક થાય છે. સયાજીરાવ મહારાજા પ્રથમ શી સ્થિતિમાં હતા, પણ જ્યારે એમને ગાદી મળી એટલે મહારાજા થયા, એટલે પ્રજાને નમન કરવું જ પડે. પ્રજામાંનો કોઈ કહે કે એમને કેમ નમાય તો એ કેવો ? ડાહ્યો કે ગમાર ? આજના દેખતા કાલે આંધળા બને છે અને આજના આંધળા કાલે દેખતા પણ બને છે. પાપી પુણ્યવાન પણ બને છે અને પુણ્યવાન પાપી પણ બને છે. દઢપ્રહારી, અર્જુનમાલી વગેરે કેવા હતા ? જેમને દેખતાં સારા માણસો કંપે એવા પાપાત્મા હતા. એનું નામ જ દઢપ્રહારી, જેને મારે તેને એવો મારે કે જીવતો ન રહે, પણ એ બન્યા ત્યારે એવા મહામુનિ બન્યા કે છે મહિનામાં કેવળજ્ઞાન મેળવ્યું. દીક્ષા લીધી કે અભિગ્રહ કેવો કર્યો ? કરેલું Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ : - 80 ભયંકર પાપ યાદ આવે અગર કોઈ સંભારે તે દિવસે આહાર પાણી ન લેવું. જો ખરાબ સારા થાય જ નહિ, તો તો નિગોદિયા મુક્તિમાં જાત જ નહિ, પણ નિગોદિયા કેટલાયે મુક્તિએ ગયા ! નિગોદના જીવને અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો બાકી એ મિથ્યાદ્દષ્ટિ પૂરા, જડ જેવા, એ પણ એમાંથી નીકળી એવા બન્યા કે સિંહાસન પર બેસી અસંખ્યાતા દેવો અને ઇંદ્રો જેના ચરણમાં ઝૂકે એવા થયા, છતાં આજના લોકોને આવા પ્રશ્ન કેમ થાય છે ? હું કહું છું કે શ્રી તીર્થંકરદેવના આત્માઓ સિવાયના સઘળાય આત્માઓ પ્રાયઃ જન્મ્યા ત્યારે 1273 મૂર્ખ હતા. મા કે બાપને ઓળખતાં પણ નહોતું આવડતું. માસ્તર પણ ‘બા-ભૂપા’ ભણાવતા. ખાતાપીતાં કે લઘુશંકા કરતાં પણ નહોતું આવડતું. આપણે બધા જ એવા મૂર્ખ હતા, પણ આજે બધા કેવા બન્યા ? કહો હવે કે મૂર્ખા પણ ડાહ્યા બને ! એકડો નહોતો આવડતો તે આજે કેવા બન્યા ? હોદ્દેદાર, ડિગ્રીધર બન્યા. જો આ બધું બને તો પાપી પુણ્યવાન કેમ ન બને ? જો માસ્તર ન મળ્યો હોત, માબાપે નિશાળે ન મોકલ્યા હોત, તો ડોબાં રહેત : તેમ પાપીને પુણ્યવાનનો સંગ ન થાય અગર તો શુભોદય ન જાગે કે લઘુકર્મિતા ન હોય તો પાપી રહે, પણ સંયોગ મળ્યા પછી પાપી પુણ્યવાન ન બને કેમ મનાય ? ગુણવર્ણનનો હેતુ સમજો ! આજના એ લોકો કહે છે કે દીક્ષાના ગુણો અમુક કહ્યા છે તે જોવા જોઈએ, પણ એ બિચારાઓને ખબર નથી કે ગુણોનું વર્ણન શા માટે કરવામાં આવ્યું છે અને કયો ગુણ ખાસ જોઈએ ? જ્ઞાનીઓએ વર્ણવેલા ગુણો જેનામાં હોય તેને સહેલાઈથી એ ધર્મની પ્રાપ્તિ થાય, એનામાં વધુ યોગ્યતા એ વાત ખરી, પણ એ ગુણ ન હોય એ ધર્મને યોગ્ય જ નહિ એમ નહિ. પહેલો ગુણ ‘આર્ય દેશોત્પન્ન’ એ છે, તો કહો કે શ્રી આર્દ્રકુમાર તથા તેમના પાંચસો સામંતો ‘આર્યદેશોત્પન્ન’ હતા કે ‘અનાર્યદેશોત્પન્ન' હતા ? જો ‘અનાર્યદેશોત્પન્ન' તો કહો કે એ ગુણ ક્યાં ગયો ? તો સમજો કે ગ્રંથકારનો હેતુ એ છે કે આર્યદેશમાં ઉત્પન્ન થયેલાને સંયમની સામગ્રી સહેલાઈથી મળે, અનાર્ય દેશમાં સામગ્રી મળી શકે નહિ માટે એ યોગ્ય નથી, પણ મળે તો એ પણ યોગ્ય છે. દરેક ગુણને સમજતાં શીખો. અનાર્ય દેશમાંથી આવીને પણ કેટલાય કેવળજ્ઞાન મેળવીને મુક્તિએ ગયા. ૧૮૭ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 1274 એમ તો ધર્મબિંદુ વગેરે ગ્રંથમાં કહ્યું છે કે “ધર્મનો અધિકારી તે છે કે જેનામાં “ન્યાયસંપન્નવૈભવ' આદિ પાંત્રીસ ગુણો હોય.” આ ઉપરથી જો એવો જ નિર્ણય કરવામાં કે જે જે એ પાંત્રીસ ગુણોને ન પામ્યા હોય તેને તેને ધર્મ ન જ અપાય, તો તો પછી કહેવું જ જોઈએ કે આજે કોઈપણ ધર્મો છે જ નહિ, કારણ કે પાંત્રીસ ગુણોને પામ્યા પછી જ ધર્મી બનેલા પ્રાયઃ કોઈપણ મળવાના જ જો નથી, તો તો પછી કહો કે આજે કોઈ સાધુ-શ્રાવક છે કે નહિ ? શાસન છે કે ગયું ? માટે સમજો કે એ પાંત્રીસ ગુણવાળો જે હોય તે સહેલાઈથી ધર્મ પામે, એવી જ રીતનો અર્થ અહીં પણ કરવો જોઈએ અને જે ગુણ આવશ્યક હોય તે ખાસ જોવો જોઈએ. સભા: એવો અર્થ કરે તો ને ? એ જ કારણે શાસ્ત્રકાર કહે છે કે દુરાગ્રહી માટે તો શાસ્ત્ર એ પણ શસ્ત્ર જ છે. શાસ્ત્રકારે તો દરેક વસ્તુની ઊંચી સ્થિતિ બતાવી, કેમ કે એ તો ઇચ્છે છે કે પહેલેથી આવા હોય તો બહુ સારું, પણ એમાંથી આજના લોકો તો એવું જ કાઢે છે કે પાપી તો ધર્મના અધિકારી જ નથી. પૂર્વે આવી યોગ્યતા મેળવ્યા વિના આવે એને સંયમ અપાય જ નહિ એમ નથી. બાર વ્રતધારી બની, પ્રતિમા ધારણ કરી ધીર બનેલા શ્રાવક સર્વવિરતિ માટે યોગ્ય છે એમ લખ્યું, એ વાંચીને આજના લોકો કહે છે કે “જોયું ? સંયમ ક્યારે લેવાય ? સમ્યકત્વ મૂળ બાર વ્રત લઈ, અગિયાર પ્રતિમા ધારણ કરી, તે પછી જ લેવાય.” પણ મિથ્યાદૃષ્ટિને પણ દ્રવ્ય સમ્યકત્વનો આરોપ કરી દીક્ષા આપવી, એવું શ્રી ઉપાધ્યાયજી મહારાજા કહે છે ત્યાં એમની નજર નથી જતી, અને આઠ વરસની વયનો નિરધાર કર્યો, એ વસ્તુને તેઓ ભૂલી જાય છે. સભા : એ વાત બુદ્ધિવાદમાં ઊતરે છે ? હા ! વિચારે તો જરૂર ઊતરે. જેના હૈયામાં ધર્મ પ્રત્યે વિરોધભાવ ન હોય, તે આત્મા ધર્મ માટે અવશ્ય યોગ્ય છે. બાકી ધર્મીને જ ધર્મી બનાવાય એ જ કાયદે અધર્મીને ધર્મ ન બનાવાય તો અધર્મીની હાલત શી ? ભગવાન શ્રી તીર્થંકરદેવની દૃષ્ટિએ બધા કેવા? કહેવું જ પડશે કે હીનકોટિના!એવી જ રીતે મન:પર્યવજ્ઞાની મહર્ષિઓ દરેકના મનનાં પરિણામ જાણે - કોઈ કેટલો ક્રોધી, માની, દુરાચારી હોય એ બધું દેખે, પાસે રહેલા સાધુના સાધુપણાની પણ દુર્દશા દેખે, છતાં પણ એ તેના તરફ મોટું ન બગાડે. શાસ્ત્રકાર કહે છે કે ગુણવાન કોણ? તે જ કે જેને Page #205 -------------------------------------------------------------------------- ________________ 1275 ----- ૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ : - 80 – ૧૮૯ હનગુણી પ્રત્યે અનુકંપા હોય. એની પ્રત્યે મોઢું બગાડે એ તો પામેલો જ નથી. વ્યવહાર પણ કહે છે કે પારકું ધન મેળવનારને ધન કેમ મેળવાય છે તેની ખબર ન હોય, પણ જાતે કમાનારને ખબર હોય અને એને નિર્ધનની દશાની પણ ખબર હોય. ગુણવાનને પણ નિર્ગુણીની હાલતની ખબર હોય. ગુણવાન નિર્ગુણીને જોઈને મોટું ન બગાડે, પણ એ આત્માને અનુકંપા આવે. શ્રી તીર્થંકરદેવો, ઘોર મિથ્યાષ્ટિને પણ પોતાની સામે જુએ, પણ કર્માધીનતાને લઈને અજ્ઞાનતા જોઈ રહ્યા છે, એ ટાળવા માટ ઉપદેશના ધોધ વહેવરાવે, એ ધોધના યોગે અજ્ઞાનીમાંથી ઘણા જ્ઞાની થવાના. શ્રી ઇંદ્રભૂતિ કેવા અભિમાની હતા ? અભિમાની ધર્મને લાયક હોય ? પણ અભિમાની પણ ગ્રાહક હતા તો દેવાયું અને તે પછી તે કેવા થયા ? ભયંકર અભિમાની હતા એ ઉત્તમ પ્રકારના વિનીત થયા કે નહિ ? અપેક્ષાએ કેવળજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાનની મહત્તા : વધુમાં ભગવાન શ્રી ગૌતમસ્વામીને પેલા ખેડૂતને બોધ કરવા મોકલ્યા, ભગવાન જ્ઞાનથી જાણતા હતા કે “એ ગૌતમના યોગે વેષ લઈને અહીં સુધી આવશે, પણ મને દેખીને વેષ મૂકીને નાસશે' - તો પણ કેમ ગૌતમસ્વામીને ત્યાં મોકલ્યા ? એક જ કાયદો કે ક્ષણવાર પામે એવા આત્માને પણ આપવું. એ ખેડૂતે કેટલો વખત સંયમ રાખ્યું ? એટલો સમય પણ સંયમ રાખનારા જીવે છે કે નહિ ? શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનની દૃષ્ટિએ બેંતાલીસ દોષરહિત ગોચરી લાવે, એ કેવળજ્ઞાનની દૃષ્ટિએ દોષવાળી હોય તો પણ કેવળજ્ઞાની વાપરે, અશુદ્ધ છે એ કહે પણ નહિ અને પૂછે તો પણ શુદ્ધ કહે, કેમ કે માર્ગ શ્રુતજ્ઞાનના આધારે છે. સભા: કેવળી દોષિત આહાર લે એનો દોષ નહિ ? ના, કેમ કે માર્ગની રક્ષા એમાં છે. માર્ગ શ્રતના આધારે છે. જો કેવળી દોષિત કહે તો તો પછી બધા મુનિ મુનિપણું મૂકી કહી દે કે “કેવળજ્ઞાન તો છે નહિ અને શ્રુતજ્ઞાનથી નિર્દોષ ભિક્ષા લાવી શકાય નહિ, માટે આ નહિ બને.” આજે આપણી પાસે જેટલું આગમ મોજૂદ છે, એના આધારે વાત કરીએ. શ્રી દુષ્પસ્મહસૂરિજી શ્રી દશવૈકાલિકનાં ચાર અધ્યયનના આધારે વાત કરશે. એટલું તો આજનો કોઈક નવ વર્ષનો સાધુ પણ ઓછામાં ઓછું જાણે, તો પછી એ શ્રી દુષ્પસ્મહસૂરિજી મહારાજા કેવા ? કહેવું પડશે કે એકાવતારી, પરમ ગીતાર્થ, યુગપ્રધાન સૂરિ અને શાસનના ધુરંધર ધર્માચાર્ય!ભગવાન શ્રી મહાવીર Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ –––– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 1276 પરમાત્માના શાસનમાં જેવા શ્રી ગૌતમ મહારાજા યુગપ્રધાન, તેવા શ્રી દુષ્પસ્મહસૂરિજી મહારાજા પણ યુગપ્રધાન ! ભગવાન શ્રી ગૌતમસ્વામીજી પહેલા અને એઓ છેલ્લા. આમનું જ્ઞાન શ્રી દશવૈકાલિકના ચાર અધ્યયન જેટલું, જ્યારે ભગવાન શ્રી ગૌતમસ્વામીનું જ્ઞાન સર્વાતિશાયી ! વ્યવહાર શ્રતના આધારે છે, કેવળના આધારે નથી. જે કાળે જેટલું શ્રુત મોજૂદ હોય, તેના આધારે શાસન ચાલે. અયોગ્યને પણ ક્યારે ના પડાય ? આજે કેટલાક કહે છે કે લક્ષણો જોઈને દીક્ષા આપો. લક્ષણશાસ્ત્રના આધારે ભવિષ્યમાં કેવો થશે તે પહેલાં જોવાતું હતું, એમ જોઈને દીક્ષા આપો.” એ લક્ષણો જાણતા હતા, અત્યારે એ ન હોય તો શું ન અપાય ? જો એ નિયમ થાય તો પચ્ચકખાણ પણ નહિ લેવાય-દેવાય. પચ્ચકખાણ દેવાય પણ નહિ અને અમે પોતે પણ ન લઈએ, કેમ કે ઉપવાસની ભાવના તો થઈ, પણ ચાર કલાક પછી ભાંગવાની ભાવના નહિ થાય એની શી ખાતરી ? આવો નિયમ સ્વીકારશો તો છતી સામગ્રીએ ભીખ માગશો. પૈસા ભેગા કરો છો પણ કેટલા દિવસ ટકશે એ જોષીને પૂછ્યું ? જોષી લખી આપે, દસ્તાવેજ કરી આપે, વીમો ઉતારી આપે તો જ પૈસા ઘરમાં ઘાલવા, એવો નિયમ કરોને ! ના, ત્યાં એમ નહિ. ત્યાં તો એમ કે આવ્યા એ ખરા, ભોગવ્યું એ બાપનું અને અહીં બધા નિયમ એવા કે પ્રાયઃ કોઈ પામે જ નહિ. આ શું સબુદ્ધિ છે ? નહિ જ, આથી જ અહીં પણ એ નિયમ કે ભલે ગઈ કાલ સુધી બદમાશ હોય પણ પાપ કબૂલીને આવતો હોય, એની ચેષ્ટા ઉપરથી યોગ્ય લાગતો હોય, તો એને ધક્કો ન જ મરાય. અંદરથી પ્રપંચી હોય તો એ જાણે. સહજ શંકા પડે તો પણ કાઢી મૂકવાનું ન કહ્યું. પાસે રાખવાનું કહ્યું. છ મહિના પાસે રાખ્યા પછી અયોગ્ય લાગે તો ના પાડવાનું કહ્યું, પણ ત્યાં સુધી પાસે રાખવાનું કહ્યું અને યોગ્ય લાગે તો તરત દીક્ષા દેવાનું પણ કહ્યું. સારા સ્થાનમાં પાપાત્મા આવે તો ગભરાવું નહિ, પણ એમની ખોટી રીતે પીઠ ન થાબડવી. મુનિ અને શ્રીમંત : મુનિ પાસે આવે બધા - આરંભી, સમારંભી અને અઢારે પાપસ્થાનકના સેવનાર પણ મુનિ પાસે આવે ખરા, મુનિ વાત પણ કરેપણ એક પણ પાપસ્થાનકની પ્રશંસા ન કરે. મુનિ એની સાથે વાત કરે, સમજાવે, ઉપદેશ આપે, વાસક્ષેપ નાખે, પોતાની દૃષ્ટિમાં કૌવત હોય તો એની સામે પણ જુએ, Page #207 -------------------------------------------------------------------------- ________________ 12 – ૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ - 80 – ૧૯૧ યોગ્ય ક્ષણે યોગ્ય કહે પણ ખરા, પણ એની શ્રીમંતાઈ આદિને ન વખાણે. ‘તમે શ્રીમાન છો, આવા છો ને તેવા છો.' - એવું મુનિ ન વાટે. એવું વાટે તો પેલો ન પામે, પણ ઊલટું “મારી શ્રીમંતાઈને મહારાજે પણ વખાણી' – એમ માનીને શ્રીમંતાઈને એ ગુણ માને. સાધુ પાસે આવનાર શ્રીમંતને તો એમ જ થવું જોઈએ કે “મહારાજ મારી શ્રીમંતાઈથી ખુશી થયા નથી, મારી શ્રીમંતાઈથી ગુરુ રાજી થયા નથી, વાત વાતમાં મારી શ્રીમંતાઈની મૂંઝવણ પર તો એ તારકનો કટાક્ષ જ હતો.” કોઈ કોઈ વીંછી ઉતારનારા, કહેવા આવનારને ધોલ મારે છે. ધોલ આને મારે અને ઝેર ઊતરે પેલાનું. મુનિ પણ શ્રીમંતના મુનીમને એવી હિતશિક્ષા આપે કે શેઠ સમજી જાય. મુનીમ પણ જઈને કહે કે “મહારાજને તમારા પૈસાની નથી પડી !' વેષવિડંબના : આપણો મુદ્દો એ છે કે પાપી પણ પુણ્યવાન થઈ શકે છે, પણ પુણ્યવાનની એ પાપક્રિયા ન વખાણાય. જે વૈદ્ય ભગવાનના કાનમાંથી ખીલા કાઢયા અને ભગવાનની વેદના મટાડી તે વૈદ્ય સ્વર્ગે ગયો, એ પણ શાસ્ત્રમાં લખ્યું અને એ જ શાસ્ત્ર એમ કહે છે કે ઔષધાદિ કરનાર વૈદ્ય પ્રાયઃ નરકગામી હોય. કોઈક ઉત્તમ સંયોગ પામી ઉત્તમ આત્માની સેવા કરવાથી ભલે એ સ્વર્ગે પણ જાય અને મુક્તિમાં પણ જાય. શાસ્ત્ર કહ્યું કે મહારંભી, મહાપરિગ્રહી, માંસાહારી અને પંચેન્દ્રિયઘાતક જીવો નરકે જાય, છતાં પણ મહારંભી અને મહપરિગ્રહી મુક્તિએ પણ ગયા છે ને ? ભરત મહારાજા મહારંભી અને મહાપરિગ્રહી હતા, યુદ્ધમાં પંચેન્દ્રિયની પણ કતલ કરતા હતા, છતાં ક્યાં ગયા ? આ ઉપરથી કોઈ એમ કહે કે “આવા પાપ કરનાર મુક્તિએ ગયા, તો અમારાં નાનાં પાપોની કિંમત શી ?' તો એ કહેનાર કેવો ? કહેવું જ પડશે કે દુનિયામાં પડેલા મિથ્યાષ્ટિ અને કસાઈ કરતાંયે એ ભંડો, કારણ કે એમ કહેનાર એ અનેક આત્માઓને ઉન્માર્ગે અનંતકાલ સુધી રિબાવનારો છે, અન્યથા શું શ્રી ભરત મહારાજા મહારંભી અને મહાપરિગ્રહી રહ્યા છતાં કેવળજ્ઞાન પામ્યા છે ? નહિ જ, પણ જ્યારે મહારંભ તથા મહાપરિગ્રહને ખોટા માન્યા, અનિત્ય માન્યા, બધું ઉતારવા માંડ્યું, ત્યાગ કર્યો, ત્યારે કેવળજ્ઞાન થયું. ‘તત્ સર્વ પરમ્, ને મીયમ્' આ ભાવનાના યોગે એ પુણ્યપુરુષને કેવળજ્ઞાન થયું. અસ્તુ. હવે એ વાત ધ્યાનમાં રાખો કે તમારા Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – – 1278 બંગલામાં અમે ઊતરીએ તોયે બંગલાને કેદખાનું કહીએ. આ ઉપરથી કોઈ કહે કે “બંગલામાં ઊતર્યા અને બંગલાને ગાળો દે છે એમ કહેનાર કેવો ? કહેવું જ પડશે કે અજ્ઞાન, કારણ કે શ્રી જિનેશ્વરદેવના સાધુ, એ તારકના પવિત્ર વેષને પહેરી કોઈના બંગલામાં બેસીને એ બંગલાદિ પૌદ્ગલિક સાહ્યબીને વખાણે, એ તો સાધુ ન કહેવાય પણ વેષધારી-વિડંબક-ભવૈયા જેવા જ કહેવાય ! સાધુ તો તે છે કે જે મકાનને પણ ઉપાશ્રય બનાવે ! બંગલાને કેદખાનું ન સમજાવીએ તો અમે પણ લાંચિયા છીએ, બંગલામાં બેસવા માટેના ગરજુ છીએ અને ગરજુ તો ગધેડાને પણ સલામ કરે, બંગલામાં ઊતર્યાની શરમ ખાતર અનંતજ્ઞાનીઓની આજ્ઞાને ભૂલીએ, છુપાવીએ અગર જુદા રૂપમાં બતાવીએ, એના જેવી નિમકહરામી તથા વેષની વિડંબના આ વિશ્વમાં એક પણ નથી. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા 81 • સંસારરાગ હોય ત્યાં ધર્મરાગ ક્યાંથી હોય? • તે મેળો નવિ કદિય સંભવે રે : • શાસ્ત્ર એને પણ માયા કહી : • પારકા ભૂંડામાં પોતાનું ભૂંડું : • ધર્મીથી શું થાય ? શું ન થાય ? • શાસનને આંચ આવવી ન જોઈએ : • શાસનરસિકે સત્ય કહેતાં ગભરાવું ન જોઈએ : વિષય : શાસનરક્ષા પ્રસંગે જાતને ગૌણ બનાવવા અંગે. સંસારરાગ અને ધર્મશાસન રાગ એ વિરોધી વસ્તુ છે. એકના સદ્ભાવમાં બીજું સંભવે નહિ. શાસનરક્ષા કરવા કટિબદ્ધ આત્માની કાર્યવાહીથી અકળાઈ ઘણા એના વિશ્લેષી બને એમ બને. એ વિદ્વેષથી પ્રેરાઈ સત્યરક્ષકના અંગત જીવન સામે એક યા અનેક પ્રકારે અસભ્ય કાર્યવાહી પણ કરવા પ્રેરાય. આવા પ્રસંગે કોઈ પણ ઔદયિક ભાવના આવેગને વશ થયા વિના માત્ર શાસનને જ આગળ કરવું એ દરેક સમકિતીની ફરજ છે. એ ફરજનું જ આ પ્રવચનમાં જૂદા જ સ્પર્શ સાથે વિવેચન કરાયું છે. એ માટે યુગાદિ દેશના ગ્રંથાધારે એક દૃષ્ટાંત આપ્યું છે અને માયાનાં કારમા પરિણામો બતાવ્યાં છે. ધર્મ શું કરે ? શું ન કરે, તે પણ સમજાવ્યું છે. છેવટે શાસન-સત્યની ખુમારી અંગે આચાર્ય કાલિકસૂરિજીનું દૃષ્ટાંત આપી પ્રવચન પૂર્ણ કર્યું છે. મુવાજ્યાગૃત સમ્યગ્દષ્ટિથી લઈને સર્વવિરતિ સુધી બધે જ છોડવાની જ વાત છે. નથી આવતા તેના કરતાં આવનાર સારા, પણ આવનારા ગમે તેમ હાંક્ય રાખે એ નિભાવાય નહિ. ૦ સમ્યગ્દષ્ટિ જે તજે છે. તે એ મેળવવા માટે નહિ ! પારકું ભૂરું કરવા જતાં પોતાનું ભૂંડું પહેલું થાય છે. આપણું ચાહે તેમ થાય પણ શાસનને આપણાથી હાનિ ન પહોંચવી જોઈએ. • આપણા ઉપર આવતા ખોટા આરોપોને આપણે ખુશીથી ખમી ખાવા જોઈએ, પણ શાસનને આંચ લાગે તેવું આપણાથી કશું પણ ન જ થવું જોઈએ. ગમે તેવી આફતમાં પણ સત્યને આચરતાં મોક્ષના અર્થીએ ડરવું નહિ જોઈએ અને પ્રાણાંતે પણ ખોટું આચરવું નહિ જોઈએ. • ઈરાદાપૂર્વકની ભૂલ સ્વ-પર ઉભયનું અહિત કરનારી છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા સંસારરાગ હોય ત્યાં ધર્મરાગ ક્યાંથી હોય ? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંક સૂરિજી મહારાજા ફરમાવે છે કે નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરવા સૂત્રકાર મહર્ષિ હજી આગળ બીજા સૂત્રથી એ જ કર્મવિપાકનું વર્ણન કરે છે. સામાન્ય રીતના પણ નિર્વેદ તથા વૈરાગ્ય વિના ધર્મની પ્રાપ્તિ કઠિન છે. જે વસ્તુ ભયંકર છે, એના પ્રત્યે નિર્વેદ ન થાય અને એના ઉપરથી રાગ કમી ન થાય, ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ થાય નહિ અને નિર્વેદ તથા વૈરાગ્ય થયા વગર આ શાસનમાં ટકી શકાય નહિ. અનાદિકાળથી જેને સેવીએ છીએ, તેને છોડાવનારું આ શાસન છે. જેના પર મમત્વ છે તેને છોડાવનારું આ શાસન અનેરું છે. જ્યાં સુધી સામાન્ય પણ નિર્વેદ ન થાય, અંશે પણ વિરાગ ન થાય, દુનિયાના પદાર્થોમાંથી મારાપણાની બુદ્ધિ ન જાય, એ અનર્થ કરનાર છે એમ ન સમજાય, ત્યાં સુધી પ્રભુના શાસનમાં ટકી શકાય નહિ. સમ્યગ્દષ્ટિથી લઈને સર્વવિરતિ સુધી અથવા સર્વવિરતિથી લઈને સમ્યગ્દષ્ટિ સુધી બધે જ છોડવાની જ વાત છે. આ શાસનમાં વાત જ છોડવાની છે. હવે વિચારો કે જેનામાં સામાન્ય રીતનો પણ નિર્વેદ કે વૈરાગ્ય નથી, એનાથી એ પદાર્થો છોડાય શી રીતે ? જે એને – ખોટાને ખોટું માનતો નથી કે ખોટા ઉપરથી રાગ છોડતો નથી, તે એ પદાર્થોને શી રીતે છોડી શકે ? જે શાસનને જ આથું મૂકે છે, પ્રભુની આજ્ઞાને જ અવગણે છે, તેની તો વાત જ નથી કરવાની. એ બિચારાઓ તો છોડવા યોગ્યને છોડી શકે જ શાના ? સામાન્ય પ્રકારના પણ નિર્વેદ તથા વૈરાગ્ય વિના, અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની વાણી પર પ્રેમ થવાની તથા શ્રી જિનેશ્વરદેવમાં તારકપણાની બુદ્ધિની આશા સ્વપ્ન પણ ન રાખતા. સ્ટીમર કોને કામની ? જેને સ્થાન છોડવાની ભાવના હોય એને ને ? જેને સ્થાન છોડવું ન હોય અને બંદરે પહોંચવું ન હોય, એને સ્ટીમર શું કામની ? એ જ રીતે જેને સંસારરૂપ સાગરને તરવો ન હોય અને મુક્તિરૂપ બંદરે પહોંચવું ન હોય, તેને આ સ્ટીમર શા કામની ? Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા - 81 ઘણા કહે છે કે ‘અમને પ્રભુના વચન ઉપર એકદમ રાગ થતો નથી’ - પણ એમાં નવાઈ શી ? એમને રાગ ન જ થાય, પ્રભુનાં વચન એટલે આગમ ઉપર રાગ ન જ થાય, કેમ કે જેને સંસારના રંગરાગાદિ અને મોજમજા ગમે એને પ્રભુનાં વચન ન જ ગમે. જેને પ્રતિપક્ષની વસ્તુ સારી લાગે તેને આ ન ગમે એમાં નવાઈ શી ? તાવ આવે એને મીઠાઈ કડવી જ લાગે. જેને સંસારની અસારતા સમજાતી નથી, જેના હૃદયમાં સંસારનું દુઃખ ઊતરતું નથી, તેનો સંસાર ઉપરથી રાગ ઘટતો નથી અને એના ઉ૫૨થી રાગ ઘટે નહિ ત્યાં સુધી પ્રભુના વચનરૂપ આગમ ઉપર રાગ થાય, એટલે એવાઓ હૃદયપૂર્વક ધર્મક્રિયા કરે એ માનતા જ નહિ. કદાચ કોઈ કરે તો તે પણ માત્ર રૂઢિથી જ ! 1281 આ સ્થળે એક ખુલાસો કરવાની જરૂ૨ છે અને તે એ કે એ રૂઢિની પણ અવગણના ન કરાય, કારણ કે એવી રૂઢિમાંથી કદાચ કોઈને રોહણ થવાનો સંભવ છે. લજ્જાથી પણ જે આવે છે તેનામાં પણ સુધારો થવાનો સંભવ છે, એમાં સુધારાને અવકાશ છે. જેમ રૂઢિ ખાતર આવનારની અવગણના ન થાય, તેમ એને પંપાળાય પણ નહિ; રૂઢિની ખામી માટે ટોકણી તો કરવી જ પડે. નથી આવતા તેના કરતાં આવનાર સારા, પણ આવનારા ગમે તેમ હાંક૨ે રાખે એ નિભાવાય નહિ. ન આવે એ તો બિચારા કમનસીબ છે, પણ આવનારાએ તથા સમયનો ભોગ આપનારાએ તો સાધવું જોઈએ ને આવનારા પણ નિર્વેદ તથા વૈરાગ્યનો છાંયો ન લે, એ કેમ જ ચાલે ? ૧૯૫ મુનિમાં તથા સમ્યગ્દષ્ટિમાં, બેયમાં નિર્વેદ તથા વૈરાગ્ય હોય જ : ભલે ઓછોવત્તો, પણ હોય જ. નિર્વેદ એટલે સંસારની અસારતા લાગે અને વૈરાગ્ય એટલે એ ખોટો સંસાર કચારે છૂટે એમ થાય. સમ્યગ્દષ્ટિની વાત તો આવી રહી પણ મિથ્યાદષ્ટિ એવા માર્ગાનુસારીને પણ પ્રમાણમાં નિર્વેદ તથા વૈરાગ્ય હોય. એને પણ ભવ પ્રત્યે અબહુમાન હોય. અને જ્યાં ધર્મ સાંભળવાનું મળે ત્યાં એ દોડે. ભવ પ્રત્યે અબહુમાન એ નિર્વેદનો અંશ, અને ધર્મ મળે ત્યાં દોડવું એ વૈરાગ્યનો અંશ, એનો અનુભવ એમ જ કહે કે સંસાર અસાર છે : એને એમ લાગે કે સંસારમાં રાચવુંમાચવું એ વાજબી નથી. તત્ત્વની પરીક્ષાના અભાવે હજી એનામાં સમ્યક્ત્વ ન હોય. સાચા-ખોટાનો વિવેક એનું જ નામ સમ્યક્ત્વ. નિર્વેદ તથા વૈરાગ્ય એ ધર્મનો પાયો છે. એને આઘો કેમ જ મુકાય ? જે નિર્વેદ તથા વૈરાગ્ય માર્ગાનુસારીમાં હોય, તે જો સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ તથા સર્વવિરતિ ગણાતામાં Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૫ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 12:2 પણ ન દેખાય તો એના જેવું દેવાળું કયું ? સર્વવિરતિ સંસારના નામથી ધ્રુજે, દુનિયાના કોઈ પણ પદાર્થ પ્રત્યે એને રાગ ન હોય, દેશવિરતિ પણ સંસારના નામથી કંપે અને દુનિયાના કોઈ પણ પદાર્થને પણ રાગથી ન સેવે તથા સમ્યગ્દષ્ટિની પણ એ જ હાલત હોય, એટલે કે એ સંસારને પણ ખોટો માને અને સંસારની જે કાર્યવાહી સેવે તેને પણ ખોટી માને. સભા : માનતા જાય ને કરતા જાય તો શું વાંધો ? કહે તે મુજબ માનતા હોત તો પણ આટલો રસ ન હોત. માનનારો એ કામ રસપૂર્વક કરે જ નહિ. સ્નેહીના શબને બાળવાની ક્રિયા જે રીતે કરાય, તે રીતે સમ્યગ્દષ્ટિ સંસારની દરેક ક્રિયા કરે. ખોટાને ખોટું માને અને કરે તે પણ કરવા માટે નહિ પણ કરવું પડે છે માટે કરે અને તે પણ કંપતે હૈયે કરે ! આથી સમજો કે નિર્વેદ તથા વૈરાગ્યની ઉત્પત્તિ વિના ધૂનન થઈ શકે તેમ નથી. સામાન્ય કોટિના નિર્વેદ તથા વૈરાગ્ય વિના પ્રભુનો માર્ગ પચશે નહિ, માટે આત્માની સાથે રોજ એ વિચારો કેળવો. નિર્વેદ તથા વૈરાગ્ય એ ધર્મ પામવાનું પ્રબળ સાધન છે. પોતામાં નિર્વેદ તથા વૈરાગ્ય છે કે નહિ, એની રોજ પરીક્ષા કરો. દુન્યવી પદાર્થો પર નિર્વેદ તથા વૈરાગ્ય કેટલા પ્રમાણમાં જન્મ્યો, તેની રોજ તપાસ કરો. પ્રભુના શાસનમાં આવનારા માટે, એ શાસનમાં પ્રવેશવા માટે તો નિર્વેદ તથા વૈરાગ્યની જરૂર છે. ભલે સમ્યગ્દષ્ટિ જેટલો નહિ તો પણ માર્ગમાં આવવા જેટલો તો તે જોઈએ. પ્રભુ કહે છે એ ઠીક છે, એટલા પૂરતો તો સદ્ભાવ તેનામાં જોઈએ, પણ ત્યાં જ મીંડું હોય તો ન જ પમાય ! મિથ્યાષ્ટિ પણ તપસ્વી થાય છે ત્યાં નિર્વેદ તો ખરો, દુનિયાના પદાર્થોમાં વિરાગ તો ખરો, પણ એનું સાધ્ય પાછું એ જ પદાર્થો માટે હોઈ એ મિથ્યાત્વ ગણાય છે. એનો તપ કાયકષ્ટ કેમ ? એના ત્યાગ વગેરેને એવી કોટિમાં કેમ ગણ્યા ? એથી જ કે જેનો એ ત્યાગ કરે છે તેને જ મેળવવાની એની ભાવના છે ! માટે એ નકામા અને એથી જ આપણે કહીએ છીએ કે સમ્યગ્દષ્ટિ જે તજે છે તે એ મેળવવા માટે નહિ ! આથી સમજો કે ધર્મદ્વારમાં આવવા માટે નિર્વેદ તથા વૈરાગ્ય એ પ્રબળ સાધન છે. જેને ધર્મ ઉપર રાગ છે, તેના માટે પણ જો વિચારીએ તો ઘણી વખત એવું બને છે કે દુનિયાની કોઈ ચીજ ઉપર રાગ થાય, વિશેષ રાગ થાય, ત્યારે જો શાસ્ત્રવચન આડે આવતું હોય તો કદાચ શાસ્ત્ર ઉપર અરુચિ તો ન થાય, પણ “કાંઈ નહિ, Page #213 -------------------------------------------------------------------------- ________________ 1225 - ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા - 81 – ૧૯૭ નિભાવી લો' એમ અવશ્ય થાય છે. ખોટું માનવા છતાં આવી દશા સમજનારની પણ થાય છે, તો ન પામેલા આથડે એમાં નવાઈ શી? પામ્યા છતાં પામનારાને મૂંઝવણ થાય છે તો પેલાને તો આવવામાં જ, શાસનના દ્વારમાં પ્રવેશવામાં જ મૂંઝવણ થાય. અમુક વ્યક્તિ આમ કેમ બોલે છે ?' એમ થાય, પણ એ એમ બોલે એમાં નવાઈ નથી, કારણ કે વસ્તુ પામ્યા વિના એમ થવું એ સહજ છે. આથી જ કહેવું પડે છે કે સાચા જૈન બનતાં પહેલાં નિર્વેદ તથા વૈરાગ્યના પાઠ શીખવા પડશે. આ વાત સમજાય તો એક પણ પાપ પ્રેમપૂર્વક ન થાય. પાપને અને પાપના વિપાકને સમજનારથી એક પણ અનુચિત પ્રવૃત્તિ ન થાય. કેટલાક કહે છે કે “અધર્મી આમ કરે તો ધર્મ કેમ ન કરે ?' સમજવું જોઈએ કે અધર્મી તો બધું જ કરે પણ ધર્મથી અનુચિત કંઈ જ ન થાય. “ગૃહસ્થ આમ કરે છે તો અમે કેમ ન કરીએ ?' આવું અમારાથી - મુનિથી કેમ જ કહેવાય ? અધર્મી જેવું ધર્મીથી ન જ થાય. શાસ્ત્ર બેયની મર્યાદા બાંધી છે. ધર્મીને એ મર્યાદા રાખ્યા વિના ચાલે ? જેટલે અંશે મર્યાદા જાય તેટલે અંશે હાનિ કોને ? મર્યાદા તજવાથી ધર્મીને એકલાને હાનિ થતી હોત તો ઠીક, પણ ધર્મને હાનિ થાય છે. અમારી તથા તમારી ભૂલનો નતીજો દુનિયાદારીની દૃષ્ટિએ મને તથા તમને ભોગવવો પડતો હોત તો વાંધો નહોતો ? અમારી તથા તમારી કિંમત નથી, પણ જેનો આશ્રય છે એ ધર્મને કલંક લાગે તો એનો વાંધો છે. સારી પેઢીનો મુનીમ ગમે તેમ કરી આવે, તો પણ નાણાં ન ભરાય તો આબરૂ કોની જાય ? એક વાર તો આબરૂ ખાતર પણ એ વેપારીને નાણાં ભરવાં પડે, પછી ભલે મુનીમ સામે પગલાં ભરવાં હોય તો ભરે, તેમ અમારી તથા તમારી ભૂલથી ધર્મ વગોવાય નહિ, એ માટે સાવધ રહો. ધર્મીએ ખોટા આવેશમાં કદી જ ન આવવું જોઈએ. એવા આવેશ વખતે કોઈ પણ ક્રિયા ન કરવી જોઈએ. એવા આવેશ વખતે ખાવુંપીવું પણ ન થાય. આવેશ વખતે બેઠા ત્યાંથી ઉઠાય પણ નહિ. વ્યવહારમાં પણ કૂવામાં પડવાની ભાવનાવાળો આવેશમાં આવીને દોડે તો તે કૂવામાં પડે, પણ કાંઠે જઈને જરા જુએ કે કેટલો ઊંડો છે તો ન પડે. કૂવામાં પડવાના આવેશવાળાને કહેવાય કે ભાઈ ! કેટલો ઊંડો છે એ જો !' એ જ રીતે આવેશ વખતે ચૂપ થવું, પછી સારાસારનો વિચાર કરી કામ કરવું, એ જ હિતાવહ છે. સભા : કેટલાક આવેશ સારા પણ ખરાને ! Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 12% ધર્મના આવેશ પ્રશસ્ત. વૈરાગ્ય આવે ત્યાં ઝટ પાઘડી ઉતારવી. ત્યાં વિલંબ ન કરાય. શુભ કામના આવેશ વખતે વિચાર કરવા ન થોભાય. અશુભ કામનો વિચાર આવે ત્યાં સો ગરણે ગાળીને પાણી પીવું. કોઈને મારવાના કે કોઈનું ભૂંડું કરવાનો વિચાર આવે ત્યાં થોભવું, સો વિચાર કરવા, પણ ભલું કરવાની ભાવના થઈ ત્યાં ઢીલ ન હોય. ભલું કામ તો તરત જ કરવાનું પણ ખોટું કામ તરત જ ન થાય, એ જ રીતે કોઈના ઉપર વિના કારણ અને અસંબદ્ધ ખોટા શબ્દપ્રયોગો કરવાનો નતીજો પણ શાસ્ત્ર ખોટો કહ્યો છે. સતીઓનાં જીવન વાંચીએ છીએ, ત્યાં માલૂમ પડે છે કે એ સતીઓને કલંક શાથી લાગ્યાં ? મોટા ભાગે આળ દેવાથી ! જાણ્યા વિના કોઈના માટે ફાવે તેવા શબ્દો કેમ જ બોલાય ? અજ્ઞાની તો ગમે તેમ બોલે પણ કર્મનું સ્વરૂપ સમજનાર, કર્મના બંધ તથા વિપાકની પરિસ્થિતિ જાણનાર પણ જો એમ કહે તો એ સમજણ શું કામની ? શ્રી યુગાદિ દેશનામાં એક વાત આવે છે, એ ખાસ વિચારવા જેવી છેતે મેળ નવિ કદિય સંભવે રે ? એક શેઠ, કે જે શ્રી સર્વજ્ઞ પરમાત્માના ધર્મમાં પરમ રત હતા, તેમને બે દીકરા અને એક દીકરી એમ ત્રણ સંતાન હતાં. શેઠે પોતાના બે પુત્રોને પરણાવ્યા બાદ યૌવન વયને પામેલી પોતાની પુત્રીને પણ પરણાવી. પરણાવ્યા પછી પોતાના શ્વસુરને ઘેર દશ દિવસ રહીને પોતાનાં માતાપિતાને મળવા માટે ઉત્કંઠિત થયેલી તે પોતાના પિતાને ઘેર આવી. એટલામાં તો એકદમ તેનો પતિ ભયંકર અને અસાધ્ય વ્યાધિની વ્યથાના ભારથી દુર્દેવના યોગે મરણ પામ્યો. એ સમાચારથી દુઃખી થયેલી અને વિલાપ કરતી તે વિચારવા લાગી કે – દુઃસહ એવી આ બાલવૈધવ્યની વેદના મારે કઈ રીતે સહન કરવી ? અર્થાત્ મારાથી આ વેદના કોઈ પણ રીતે સહી શકાય તેમ નથી, માટે હું આ દુઃખનો એકદમ અંત લાવવા માટે મારા આત્માને અગ્નિમાં હોમી દઉં.' આ પ્રકારના વિચાર કરવામાં મગ્ન બનેલી અને એકત્રિત થયેલ, શોકથી પીડાતાં તથા અશ્રુ સારતાં સ્વજનો દ્વારા અનુકંપાપૂર્વક જોવાતી તેણે પોતાના પિતાને કહ્યું કે – પિતાજી ! આપ મને હવે લાકડાં આપો કે જેથી પતિના માર્ગનું અનુસરણ કરવાથી હું સતીઓની મધ્ય રેખા પામું !' પોતાની પુત્રીનાં અજ્ઞાન ભરેલાં કથનને સાંભળીને પ્રભુ શ્રી વીતરાગ Page #215 -------------------------------------------------------------------------- ________________ 125 ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા - 81 - - ૧૯૯ પરમાત્માના શાસનથી સુપરિચિત અને એ જ કારણે તત્ત્વજ્ઞ એવા પિતાએ પોતાની તે પુત્રીને ખોળામાં બેસાડીને ગદ્ગદ્ સ્વરે કહેવા માંડ્યું કે – “વત્સ ! સાહસવર્મેલ, ન તત્ત્વસનનજિતન ” વત્સ ! આવું સાહસકર્મ કરવું એ તત્ત્વના જાણ આદમી માટે ઉચિત નથી.” કારણ કે - "ईदृग नजन्म सज्ज्ञानं, मुधा निर्गम्यते कथम् ?। મુજે યત્ર ક્ષોનાપ, બવે ક્ષયો મહાન શા” મુગ્ધ ! જે મનુષ્યજન્મમાં એક ક્ષણમાં પણ ઘણો કર્મક્ષય થઈ શકે છે, તેવા સુંદર જ્ઞાનથી ભરેલા મનુષ્યજન્મને ફોગટ કેમ જ ગુમાવી દેવાય ?' મહાપુરુષોએ ફરમાવ્યું છે કે – "जं अनाणी कम्मं, खवेइ बहुआहिं वासकोडीहिं । તે વાળી તિહિં અત્તો, હવે સાસમા રા" અજ્ઞાની આત્મા જે કર્મને ઘણાં કરોડ વર્ષોએ કરીને ખપાવે છે, તે કમને “મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ' - આ ત્રણ ગુપ્તિઓથી ગુખ બનેલો જ્ઞાની એક ઉચ્છવાસ માત્ર કરીને એટલે એક ઉચ્છવાસ માત્ર જેટલા સમયમાં ખપાવે છે.” વળી - વતો ! વનિપ્રવેશ., ટેરતિકુ. शुभभावजुषो जीवा-व्यन्तरीभावमाप्नुयुः ।।३।।" વત્સ ! શુભ ભાવને ભજવાવાળા જીવો અતિ દુસહ એવા અગ્નિપ્રવેશ આદિ કષ્ટોએ કરીને પણ વ્યંતરભાવને પામે છે, અર્થાત્ શુભ ભાવવાળા જીવો પણ અનિપ્રવેશ આદિ દુસહ કષ્ટોના યોગે વ્યંતરભાવથી અધિક ઉચ્ચ સ્થાનને પામી શકતા નથી.” એ જ કારણે - “ોષ નિમિત્તે પાત્રે, ત્રિસ્તાદ યથા .. तपोऽग्निना तथात्मानं, वपुस्थं ताडयेत् सुधीः ।।४।।" માંત્રિકો જેમ પાત્રમાં નિયમિત કરીને દોષને તાડે છે, તેમ બુદ્ધિશાળીએ શરીરમાં રહેલા પોતાના આત્માને પરૂપ અગ્નિથી તાડવો જોઈએ.' Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1225 અન્યથા - "वरं तत्कालमुड्डीने, दाहभीत इवात्मनि । નિર્જીવવપુષ: ૨, પુથ નં અમે સાકા” “હે શુભે ! દાહથી ભીતિને પામેલો આદમી જેમ તે જ કાલમાં ભાગી જાય, તે રીતે અગ્નિમાં પડતાંની સાથે જ આત્મા ઊડી જાય છે, એટલે આત્મા ગયા પછી જીવ વિનાના શરીરને બાળવું એ કયા ગુણને માટે ? અર્થાત્ આત્મા વિનાના દેહને બાળવામાં કશો જ ગુણ નથી.” વળી - "भर्तृमार्गानुसरणं, यत् स्त्रीणां काष्टभक्षणात् । તષિ વ્યવહાર, વસ્તુવૃા તુ નો મિના પાદ્દાઓ “સ્ત્રીઓ માટે કાષ્ઠના ભક્ષણથી જે પતિના માર્ગનું અનુસરણ કહેવાય છે, તે પણ વ્યવહાર વૃત્તિથી કહેવાય છે, બાકી વાસ્તવિક રીતે તો એ વાતમાં એક લેશ પણ સત્ય નથી.” કારણ કે - “રત્નોનુષ નવા , kત્ સદ કૃતાવ विभिन्नगतयो यत् स्यु, पारवश्येन कर्मणाम् ।।७।।" “પરલોકને ભજવાવાળા જીવો સ્નેહથી સાથે મરવા છતાં પણ કર્મોની પરવશતાથી ભિન્ન ભિન્ન ગતિને ભજનારા થાય છે.” તે કારણથી – "तन्मुक्त्वा बालमरणा-ऽध्यवसायममुं हदः । આસ્તિવયાત ઘર્ષ, સર્વદુષથે કૃન પાટા” હૃદયમાંથી આ બાલમરણના અધ્યવસાયને છોડીને, સર્વ દુઃખોના નાશ માટે ઔષધ સમાન શ્રી અરિહંત પરમાત્માએ ફરમાવેલા ધર્મને આસ્તિપણાથી આચર !” એ ધર્મની આચરણા માટે - "यथार्हं ददती दानं, दधती शीलमुज्वलम् । तन्वती च तपः शक्त्या, सुखं तिष्ठ शुभाशया ।।९।।" “શુભ આશયવાળી તું યથાયોગ્ય દાનને દેતી, ઉજ્વલ શીલને ધારણ કરતી અને શક્તિ મુજબના તપને તપતી સુખપૂર્વક રહે.' Page #217 -------------------------------------------------------------------------- ________________ 1287 વધુમાં - કેમ કે - ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા ‘હે પુત્રી ! તું તારા હ્રદયમાં એવી એક લેશ પણ શંકા ન કરતી કે પિતાના ઘરમાં નિત્ય રહેવાથી અને અતિ પરિચયથી મારી અવજ્ઞા થશે.’ 81 "नित्याऽवस्थानतो नून-मत्यासङ्गात् पितुर्गृहे । अवज्ञा मे भवित्रीति मा शङ्किष्ठा मनाग् हृदि । । १० ।। “વવૃત્ત મવૃત્ત સર્વ, મોક્ષ્યતે પરિષાસ્યતે। सर्वं प्रमाणं सर्वस्य त्वत्कृतं च शुभाशुभम् ।।११।। " ‘આ મારા ઘરમાં સઘળાય તારું જ આપેલું ખાશે ને પહેરશે, અર્થાત્ મારા ઘરમાં તારું કરેલું સુંદર અગર અસુંદર સઘળુંય સર્વને પ્રમાણભૂત છે.’ આ પ્રકારનાં અમૃત જેવાં વચનોથી પોતાની પુત્રીને એ પુણ્યશાળી પિતાએ મરણના વિચારથી અટકાવી અને ધર્મકર્મમાં પ્રવૃત્ત થાય એવી રીતની સુંદરમાં સુંદર હિતશિક્ષા સમર્પી. ૨૦૧ પરિણામે - પતિની પાછળ મરવાને તૈયાર થયેલી એ શેઠની દીકરી પોતાના એ અજ્ઞાન ભરેલા વિચારને છોડી દઈને, પિતાની હિતશિક્ષાનો સ્વીકાર કરીને સંવિજ્ઞ હૃદયવાળી બની અને શ્રદ્ધાપૂર્વક હંમેશાં ઉજમાળપણે પુણ્યકૃત્યો કરવા લાગી. આજે જે લોકો પોતાની જાતને સુધારક મનાવવાનો દાવો કરે છે, તે લોકો આર્યદેશ, આર્યજાતિ અને આર્યકુલમાં જન્મવા છતાં અને પરમશુદ્ધ એવા શ્રી વીતરાગના શાસનનો સુયોગ પ્રાપ્ત થવા છતાં, આવા ઉન્નત વિચારોના ઉપાસક બનવાને બદલે ‘વિધવા -વિવાહ’ જેવા ધર્મનાશક વિચારોના ઉપાસક કેમ બને છે, એ શું વિચારણીય નથી ? ખરે જ, એ બિચારાઓને કોઈ સુપંથે વાળનારા મળી શકતા નથી ! અને મળી શકે તેવો યોગ હોય તો પણ કમનસીબીના યોગે તેવાઓ તેવા યોગનો યોગ્ય લાભ મેળવી શકતા નથી ! અસ્તુ. અત્યારે આપણે આ કથાના પ્રસંગો ઉપર વિવેચન કરવા નથી માગતા, કારણ કે આપણે તો આ પ્રસંગ એટલા જ માટે લીધો છે કે ‘સારી બુદ્ધિથી પણ કોઈના ઉપર ખોટાં અને બનાવટી કલંકો મૂકવાં, એ ધર્મના જ્ઞાતા આત્મા માટે યોગ્ય નથી, કારણ કે એમ કરવાથી ક્લિષ્ટ કર્મનો બંધ થાય છે અને Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1228 એના ઉદય સમયે આત્માને ભયંકર યાતનાઓ સહવી પડે છે અને એવે સમયે જો આત્મા શ્રી વીતરાગ પરમાત્માના શાસનથી સુવાસિત ન હોય અગર તો કોઈ તેવા પુણ્યાત્માની નિશ્રા ન હોય, તો આ ભયંકર સંસારમાં આત્મા રવડી જાય છે એટલે કાંઠે આવીને જહાજ ડૂબે એવી ભયંકર દુર્દશા થાય છે. એટલે હવે આપણે આ કથાના એક એક પ્રસંગના વિવેચનમાં નહિ ઊતરતાં એમાં આગળ જ વધીએ. હિતૈષી પિતા અને માતાની – નિશ્રામાં રહેલી તે ધર્મની આરાધનામાં મશગૂલ છે પણ આયુક્ષયે તેનાં માતાપિતા કે જેઓએ જિંદગીભર સુધી સુશ્રાવક ધર્મનું આરાધન કર્યું છે, તેઓ મરીને ધર્મની આરાધનાના બળે સ્વર્ગલોકને પામ્યાં. માતાપિતાના સ્વર્ગવાસથી પાછું તેને એમ લાગ્યું કે હવે માતાપિતા જેવાં રક્ષકના અભાવે, સ્વાર્થમાં જ રત એવા ભાઈઓ અને ભોજાઈઓના વિષમ વ્યવહારમાં મારો નિર્વાહ કેમ થશે ?' - આ વિચારથી તે ઘણી જ દુઃખી બની ગઈ અને એ દુઃખના યોગે તે રોવા લાગી. એ રીતે પોતાની ધર્માત્મા બહેનને રોતી જોઈને, ધર્મી પિતાના સુયોગ્ય પુત્રોએ હદયના પ્રેમથી સ્વજનો સમક્ષ પોતાની તે ધર્મરત બહેનને કહ્યું કે – "त्वमेव मुख्या मातेव, संप्रत्यस्मद्गृहे ततः । भ्रातृजाये नियुञ्जिथा, यथार्ह सर्वकर्मसु ।।१।। "स्वयमारम्भनिर्मुक्ता, षड्विधावश्यकोद्यता । સત્પાત્રે ૯ વાન, કૃતાર્થ નિબંગનું રા" “હે બહેન ! હવે અમારા ઘરમાં માતાની માફક તું જ મુખ્ય છો, માટે તારી ભોજાઈઓને સર્વ કાર્યોમાં યથાયોગ્ય રીતે તું યોજ!' અને – તું પોતે તો આરંભથી નિર્મુક્ત બનીને, છયે પ્રકારના આવશ્યકમાં ઉઘત થઈને અને સત્પાત્રમાં દાન દેતાં દેતાં પોતાના જન્મને કૃતાર્થ કર.' કુલીન ભાઈઓના આવા કથનથી ભોજાઈઓ આદિ સ્વજનોમાં બહેન મોટી બની અને એ રીતે શાંતિને પામેલી તેણે શોકરહિત બનીને યોગ્યતા મુજબ પોતાની ભોજાઈઓને સર્વ કાર્યોમાં યોજવાનું કાર્ય આરંભ્ય. ભોજાઈઓ પણ ઉત્તમ કુલ અને ઉત્તમ શીલને ધરનારી હોવાથી તેઓએ પોતાની નણંદ ઉપર માતાના જેવો Page #219 -------------------------------------------------------------------------- ________________ 1289 - ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા - 81 – ૨૦૩ સ્નેહ બાંધ્યો. આ રીતે એક હૃદયવાળી બનેલી તે ત્રણે સંધ્યા સમયે આવશ્યક કર્મો કર્યા બાદ તત્ત્વની જિજ્ઞાસાથી નિરંતર પરસ્પર ધર્મગોષ્ઠિ કરે છે. એ બહેન પણ હમેશાં દીનદુ:ખીને દયાદાન કરે છે અને સુપાત્રોમાં દૂષણ વિનાનું અને ભૂષણવાળું દાન આપે છે, તેમજ જ્યારે જ્યારે ધર્મસ્થાને જાય ત્યારે ત્યારે ઇચ્છા મુજબ અર્થીઓને પણ ઉચિત દાન આપે છે. આથી લોકમાં સર્વત્ર તેની પ્રશંસા થાય છે. લોકોના મુખથી બહેનની પ્રશંસા સાંભળી, સ્નેહવાળી પણ ભોજાઈઓના હૃદયમાં સ્ત્રીસ્વભાવને સુલભ એવી ખિન્નતા આવી અને એ ખિન્નતાના યોગે તેઓના હૃદયમાં એવો વિચાર આવ્યો કે - આ ઘરની સાથે અમારી આ નણંદનો એવો શો સંબંધ, કે જેથી તે આવી રીતે અમારા જ દ્રવ્યનો યથેચ્છપણે વ્યય કરે ?” આ વિચારના યોગે કંઈક ઇર્ષ્યા ઉત્પન્ન થઈ અને એ ઇર્ષાના પ્રતાપે તે બન્ને ભોજાઈઓ પાડોશી સ્ત્રીઓ પાસે અવજ્ઞાસૂચક ઊંચાનીચાં વચનો બોલી. એ વાત પરંપરાએ બહેને સાંભળી અને એથી તે હૃદયમાં ઘણો જ પરિતાપ પામી. એ પરિતાપના યોગ તેણે પણ વિચાર્યું કે - પ્રાયઃ સર્વત્ર સઘળી જ ભોજાઈઓ એવા પ્રકારની જ હોય છે, માટે તેણીઓના વચનથી દુઃખ પામવાનું કશું જ પ્રયોજન નથી, પણ જો મારું દીધેલું અને કરેલું ભાઈઓને જ ન રુચતું હોય, તો શા માટે ઘરની આવી વેઠ મારે ફોગટ કરવી ? પણ જો મારું દીધેલું અને કરેલું મારા ભાઈઓને રુચતું હોય, તો ભોજાઈઓનું કથન નિષ્ફળ છે, માટે મારે જાણવું જોઈએ કે મારા પ્રત્યે ભાઈઓના હૃદયમાં કેવી શ્રદ્ધા છે ?' શાસ્ત્ર એને પણ માયા કહી : આ જાતના વિચારથી પ્રથમ મોટા ભાઈની પરીક્ષા કરવા માટે તેણે એક દિવસે મોટો ભાઈ પાસે બેઠો હતો, એ અવસરે સાંજના ધર્મવિચારને અંતે મોટા ભાઈની પત્નીને ઉદ્દેશીને કહ્યું કે - "धर्मोऽयमेव नारीणां, शुभे सर्वबलेन यत् । Dાવ્યને શાટિકા શુદ્ધ, વિક્રમોર્વદુમfષતિઃ શા" હે શુભે! સ્ત્રીઓનો આ જ ધર્મ છે કે સર્વ બળે કરીને પોતાની સાડી શુભ કરવી, માટે એ વિનાનાં અન્ય બહુ કથનોએ કરીને શું?” અર્થાત્ - સ્ત્રીઓ માટે અન્ય અન્ય વાતો કહેવાની કશી જ જરૂર નથી, પણ Page #220 -------------------------------------------------------------------------- ________________ 190 ૨૦૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - તેઓને તો એટલું જ એક કહેવાનું હોય કે તેઓએ પોતાના શિયળની રક્ષા સઘળા બળપૂર્વક કરવી જોઈએ. બહેનના આ કથનની મોટા ભાઈ ઉપર ધારી અસર થઈ ! કારણ કે બહેનના એ કથનથી વિશ્વાસુ ભાઈએ તો એમ જ માન્યું કે - મારી પત્ની ખંડિત-શીલા હોવી જોઈએ, અન્યથા તથ્ય, પથ્ય, મિત અને પાપરહિત વચનને બોલનારી તથા શીલથી શોભતી એવી મારી ભગિની આવા પ્રકારની શિક્ષા મારી પત્નીને શાની જ આપે ?' આ માન્યતાના યોગે મોટા ભાઈએ એવો અંતિમ વિચાર પણ કરી લીધો કે - ખરે જ, ખેદની વાત છે કે ક્લેશથી પેદા કરેલા વિત્તથી આવી વ્યભિચારિણી સ્ત્રીનું પોષણ કરતાં મેં આટલા કાળ સુધી ફોગટ અસતીનું પોષણ કર્યું.” માટે - “સુરૂપ પણ દોષથી દુષ્ટા એવી આ સ્ત્રીએ કરીને મારે સર્યું.' આ રીતે વિરક્ત બનેલા તેણે પોતાના વાસભવનમાં આવેલી તેનો રોષથી ભારેમાં ભારે તિરસ્કાર કર્યો. એ તિરસ્કારના યોગે દુઃખી થયેલી તેણે રાત્રિ ઘણી જ મુશીબતે પસાર કરી. આથી પ્રાત:કાળમાં તેનું મુખ પડી ગયેલું હતું. પડી ગયેલા મુખવાળી તેને બહેને પૂછ્યું કે – “આજે તું આટલી દીનમુખ કેમ બની છે ?” આ પ્રશ્નના ઉત્તરમાં તેણે પણ રાતનો સઘળો જ વૃત્તાંત કહી બતાવ્યો. આથી હૃદયમાં ખુશ થયેલી તેણે કહ્યું કે - તું લેશ પણ વિષાદ ન પામ, કારણ કે તારી ઉપર કોપાયમાન થયેલા પણ તારા પતિને હું એવી રીતે સમજાવી દઈશ, કે જેથી તારી ઉપર તે પૂર્વની માફક જ સ્નેહ કરશે.' આ પછી ખિન્ન થયેલા ભાઈને પણ બહેને અવસરે કોમળ શબ્દોથી પ્રશ્ન કર્યો કે - ભાઈ ! આજે તારા મુખ ઉપર શ્યામતા શા કારણથી દેખાઈ રહી છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં પોતાની બેનના વચન ઉપર વિશ્વાસુ ભાઈએ પણ જણાવ્યું કે – “મારી પત્ની ઘણી જ દુરાચારિણી છે, એ જાણવાથી જ મારા મુખ ઉપર શ્યામતા આવેલી છે : એ સિવાય બીજું કશું જ કારણ નથી.' Page #221 -------------------------------------------------------------------------- ________________ 1291 - ૧૧ : જાતના ભોગે શાસન રક્ષા - 81 – ૨૦૫ ભાઈના કથનને - સાંભળીને બહેને ભાઈને સમજાવતાં કહેવા માંડ્યું કે - ભાઈ ! બીજના ચંદ્રની કલામાં જેમ લાંછન અસંભાવ્ય છે, તેમ જ મારી ભોજાઈમાં એવું દૂષણ અસંભાવ્ય છે, માટે તેં જો એ વાત કોઈ જગ્યાએ જોઈ હોય અગર સાંભળી હોય તો કહે, અન્યથા એવી મહાસતીનો દોષ કહેવો, એ કોઈ પણ રીતે યોગ્ય નથી.” આની સામે વિશ્વાસુ ભાઈએ પણ એકદમ કહ્યું કે – “બહેન ! સઘળું જાણવા છતાં પણ એ વાતનો તું શા માટે અપલાપ કરે છે ? એ દોષથી બચાવવા માટે તું જ કાલે તેને શિક્ષા આપતી હતી કે “સ્ત્રીઓએ પોતાની સાડી સર્વ બળે કરીને શુદ્ધ રાખવી.” તો પછી આજે શા માટે એ વાતનો અપલાપ કરે છે ?” આ પ્રમાણે સાંભળીને બહેને પણ જાણ્યું કે “ભાઈ મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે.' - આથી તેણે તેના હૃદયને વિશલ્ય કરવા માટે ઘણા જ સ્પષ્ટ શબ્દોમાં હસીને કહ્યું કે “હે ભાઈ ! આવો વિદ્વાન છતાં તું આટલો બધો ભોળો કેમ ? શું આત્મગોષ્ઠિમાં રહેલા વ્યંગ્ય અર્થોને પણ તું નથી કલ્પી શકતો ? સ્ત્રીઓ માટે દુરશીલનું પાતક ઘણું જ મોટું પાતક છે, એ કારણે મેં તો આત્મગોષ્ઠિમાં સ્વાભાવિક રીતે જ એ વાત કહી હતી, માટે પતિવ્રતા એવી એમાં તારે થોડા પણ દોષની શંકા ન કરવી. એવી પતિવ્રતા સ્ત્રીમાં દોષની શંકા કરવી, એ તો દૂધમાં પોરા જોવા જેવી વાત છે, માટે લેશ પણ શંકા કરવી નહિ.” આ કથનથી નિઃશંક થઈ ગયેલા તે ભાઈએ પોતાની પત્ની સાથે પૂર્વની જેમ જ પોતાનું વર્તન શરૂ કર્યું. આ પછી “બીજા ભાઈનું હૃદય કેવું છે ?' – એ જોવા માટે પણ પાછું બહેને બીજો ભાઈ સાંભળે તેવી રીતે પોતાની બીજી ભોજાઈને પણ ધર્મવિચારને અંતે એક દિવસે કહ્યું કે - “વર: પ્રપર્વદુ, પિં શમે નનર : | ઘડયમેવ નાર, શુદ્ધિર્મવતિ ચારે પાશા" “હે શુભે! લોકોનું રંજન કરનારા ઘણાં વચન-પ્રપંચોનું કશું જ પ્રયોજન નથી. સ્ત્રીઓનો એ જ ધર્મ છે કે હાથની શુદ્ધિ કરવી.” અર્થાત “જે સ્ત્રીઓનો હાથ ચોખ્ખો નથી, તેઓની કશી જ કિંમત નથી.” આવી વાત સાંભળીને નાના ભાઈએ પણ, પોતાની બહેનના વચન ઉપર તે સંપૂર્ણ વિશ્વાસુ હોવાથી, મોટા ભાઈની માફક માની લીધું અને પોતાની Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬. આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ ——– 1292 - પત્નીનો તિરસ્કાર કર્યો. આથી તેની પણ તે રાત્રિ દુઃખપૂર્વક પસાર થઈ અને પ્રાતઃકાલે બેયના દ્વારા એ વાત જાણીને, બહેને બેયના હૃદયનું સમાધાન કરી શાંતિ ફેલાવી. આ રીતે બન્ને ભાઈઓની પરીક્ષા કર્યા બાદ, બહેને નિર્ણય કર્યો કે સ્નેહના યોગે મારા ભાઈઓ મારું કરેલું સારું અગર નરસું સવ કાંઈ સારું જ છે એમ માને છે, માટે મારે હવે ભોજાઈઓના ઊંચા-નીચા કથનની પરવા કરવાની કશી જ જરૂર નથી !' – એમ નિર્ણય કરીને તેણે પૂર્વની માફક પાછું દાનાદિ કરવા માંડ્યું. આ બધા ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આ પ્રમાણે કરવાનો બહેનનો કશો જ ખરાબ ઇરાદો ન હતો. કેવળ પોતાથી પોતાની ધર્મકરણી નિઃશંકપણે કરી શકાય, એ હેતુથી ભાઈઓની માત્ર પરીક્ષા કરવાનો જ ઇરાદો હતો, તે છતાંય શાસ્ત્રકાર કહે છે કે – "मायागर्मोपदेशेन, तेनान्याऽसुखहेतुना । વજ્ઞાતિ સમ પર રામવેદમસી મ્ III" “અન્યને દુઃખના હેતુભૂત ને માયામિશ્રિત ઉપદેશના યોગે તેણીએ દઢ અને ઉત્કટ અશુભ વેદનીય કર્મનો બંધ કર્યો.' ઉદાહરણ ઉપરથી નીકળતું તારણ છતા પણ દોષ ન બોલાય તો અછતા દોષ કેમ જ કહેવાય ? પારકા ભૂંડામાં પોતાનું ભૂંડું | વિચારો કે ખરાબ ઇરાદા વિના પણ કોઈના ઉપર અછતા આરોપો કરવામાં કેવી હાલત થાય છે ? આથી હિતેષીએ કોઈના ઉપર પણ ખોટા આરોપો મૂકવા જેવી પ્રવૃત્તિ ન જ આદરવી જોઈએ, છતાં પણ આજની દશા તો કોઈ જ જુદી જ છે ! ખરેખર, આજે આ વીસમી સદીમાં તો સ્વચ્છંદવાદ જોસભેર ચાલી રહ્યો છે, એના જ યોગે આ દશા છે ! પણ સજ્જન માટે તો કાયદો જ જુદો જ છે અને હોવો જોઈએ. સાચી વાત હોય, નજરે જોઈ હોય, તો પણ સજ્જન જો એ હિતકર ન હોય તો એ ન બોલે. અવસરે સુધારવાના પ્રયત્નો કરે, પણ હોઠે કેમ બોલે ? સજ્જનને તો તે પ્રસંગો – એવું અકાર્ય પોતાની નજરે જોવાના પ્રસંગો - આવે નહિ, પણ કદી આવી જાય તો પણ એ અનેકનું અહિત થાય તે રીતે દોષ Page #223 -------------------------------------------------------------------------- ________________ 1293 - - ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા - 81 - -- ૨૦૭ ન ગાય. જો દોષ હોય છતાં પણ ન ગવાય, તો દોષ ન હોય અને ગવાય તો શું થાય ? ધ્યાનમાં રાખજો કે પારકું ભૂંડું કરવા જતાં પોતાનું ભૂંડું પહેલું થાય છે. પારકું ભૂંડું તો એનું ભાગ્ય ફૂટશે તો થશે, પણ પોતાનું ભૂંડું તો પહેલું જ થાય. ખરાબ ક્રિયામાં સારું પરિણામ તો મૂર્ખની દૃષ્ટિએ જ દેખાય. સભા : લોકો હિંમતવાન થયા છે એટલે બોલે છે કે સાતમીને બદલે ચૌદમી નરક ઉઘડાવજો ! ત્યાં જવાની હિંમત આવી છે એમ? ખરેખર, જેઓએ શાસ્ત્રનાં – જૈનશાસ્ત્રનાં વચનોને ખોટાં કહેવા - ખોટા ઠરાવવા પ્રયત્નો કર્યા છે, તથા જૈનશાસ્ત્ર કહેલા નરકાદિને હંબગ કહ્યાં છે, તેઓએ દુનિયા ઉપર મોટો અનર્થ કર્યો છે. જેમ સરકારના કાયદાથી પ્રજા ડરે, તેમ લોકોને શાસ્ત્રનાં વચનનો ડર હતો, ત્યાં વિશ્વાસ હતો, એ પણ ખસેડવા પ્રયત્ન કરે એ કેટલો અનર્થ ! એક માણસ તો કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય પાસે એમ બોલાવતો સંભળાય છે કે શ્રાવકનું ભલું કરવા માટે ગમે તેવા પાપ કરવામાં વાંધો નથી અને સાતમીને બદલે એકવીસમી નરકે જવું પડે તો પણ પરવા નથી.' પણ વિચારો કે શ્રી જૈનશાસનના શણગાર સમા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કદી પણ આવું બોલે ? છતાં પોતાનું કોઈ ન સાંભળે માટે એ તારકના મોંમાં પણ આવાં વચનો મૂકનારા પડ્યા છે ! તીર્થકરદેવ પણ કહે છે કે પોતાનું આત્મહિત સાચવીને પરોપકાર કરજો, પણ પોતાનું તે ગુમાવીને ન કરતા. ભગવાન જાણતા હતા કે સંગમ તથા ગોવાળિયો વગેરે ઉપસર્ગો કરી પાપ બાંધનાર છે તથા સુધર્મા ઇંદ્ર સાડાબાર વર્ષ સુધી પાસે રહેવાની વિનંતિ પણ કરી હતી, છતાં પ્રભુએ એનો સ્વીકાર ન કર્યો. “ભલેને ઇંદ્ર મારી પાસે રહે જેથી પેલા જીવો પાપ તો ન બાંધે' - આ વિચાર પ્રભુએ ન કર્યો. પુણ્યબુદ્ધિ મંત્રી પાસે વેશ્યા આવી અને એવા આશયનું કહ્યું કે - ‘તારા ઉપર મને રાગ થયો છે. તારો માલિક, કે જે મને ચાહે છે, તેને પણ છોડીને હું તારી પાસે આવી છું, તો મારો સ્વીકાર કર, નહિ તો હું માથું ફોડીને મરીશ' મંત્રીએ કહ્યું કે “તું મરી જાય એ ભીતિથી હું મારું શીલ ન ખંડું !” વેશ્યા કહે છે કે “જૈનધર્મે શીખવાડ્યું શું? મરે એને બચાવો પણ નહિ ? હિંસામાં ધર્મ કે દયામાં ? આપ નહિ સ્વીકારો તો હું મરીશ, એટલે આપને સ્ત્રીહત્યા લાગશે માટે દયા તો કરો !” Page #224 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ મંત્રી કહે છે કે ‘જૈનધર્મે મને એવું શીખવાડ્યું છે કે કોઈ આવેશમાં આવી એક વાર મરવા તૈયાર પણ થાય, તો પણ એથી સ્વધર્મ તજીને, પોતે અને એ અનંતવાર મરે એવું અકાર્ય ન કરવું જોઈએ.' ૨૦૮ વિચારો કે કોઈને ખોટું કામ કરતો અટકાવવા પોતાનું સારું કામ કેમ છોડાય ? આખી દુનિયા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગમાં પડી છે, આર્ત્તરૌદ્ર ધ્યાનથી ઘેરાયેલી છે, એમાં કોઈ ધર્મ કરે એથી પેલા નિંદા કરે, એમાં ધર્મને કે ધર્મીને નિમિત્ત માનવા એ કેટલી અજ્ઞાનતા છે ? જેને દુર્ગતિએ જવું છે, તે તો સારાં કે ખોટાં સાધન પામીને દુર્ગતિએ જવાના જ. જેને ચાંદાં જ ગમતાં હોય તે તો ગમે ત્યાંથી તે જ લેવાના. કેટલાક કહે છે કે ‘મંદિ૨માંયે શું છે ? ત્યાં એ લોકો લડે છે, પાપ કરે છે’ - પણ એવું બોલનાર એ નથી વિચારતા કે એમ કરવાનું મંદિર કહે છે ? પણ એવું એ શું કામ વિચારે ? 1294 ધર્મીથી શું થાય ? શું ન થાય ? આજે ‘શાસ્ત્રવિહિત ક્રિયાને અખંડિત રાખવી જ જોઈએ.' - આવી ધર્મપક્ષની ભાવના સામે એક ભયંકર પક્ષ ઊભો થયો છે અને એ આ વીસમી સદીનો લાભ લઈ બધાં જ કાવતરાં કરી શકે છે. કૂટનીતિ પણ એવી કરે છે કે પોતે ખરાબ હેન્ડબિલો કાઢે અને એ જાણે આ પક્ષનાં જ હોય એવું દેખાય તેવું કરીને પણ આ પક્ષને ખરાબ કરવાના પ્રયત્નો કરે છે ! અમદાવાદમાં લાલ હેન્ડબિલ નીકળ્યું હતું, તેમાં ખૂબી એ કે બધાની નિંદા અને મારાં વખાણ, અને જેને હું માનું એની પણ નિંદા, અને નીચે સહી કેવી તો કહે ‘રામવિજયજીનો ગુણાનુરાગી ભક્ત’. આવી ! મારે પણ સભા વચ્ચે કહેવું પડ્યું કે ‘એવો ભક્ત કો પાયો ? જો એ અહીં ખુલ્લો પડે તો તેને ઘટતું માન અપાય ! સામાને ખરાબ કરવા માટે આ સદીમાં આવાં પણ કાવતરાં થાય છે ! એનો ભોગ જો ધર્મી થાય તો એ દશા ઘણી જ ભયંક૨ ગણાય. ખરે જ, જેને પાપના વિપાકનું ભાન નથી તે ભલે યથેચ્છ વર્તે, પણ સમજના૨થી એમ કેમ જ વર્તાય ? આ બધાં જ ખરાબ આવેશનાં પરિણામ છે. એક હેન્ડબિલ વંચાય, બીજું વંચાય, ત્રીજું વંચાય, એમાંથી થાય ગભરામણ, ગભરામણમાંથી થાય અકળામણ, અને એમાંથી આવે આવેશ, પછી કાળું કામ થાય. ધર્મથી કદી જ આવું ન થાય. સાચા ધર્મી માટે કયો વિચાર હોય ? કોઈ દંડો લઈને મારવા આવે તો પણ સાચો ધર્મ તો એક જ વિચારે કે ‘હજી તો દંડો લાવ્યો છે ને ! તલવાર નથી લાવ્યો.’ અને તલવાર લઈને આવે તો પણ વિચારે કે ‘ગળું કાપશે પણ ધર્મ તો નહિ લઈ જાય ને !' કહો, આવા સાચા વિચારકને મૂંઝવણ Page #225 -------------------------------------------------------------------------- ________________ 1295 – – ૧૧ : જાતના ભોગે શાસનરક્ષા - 81 – – ૨૦૯ શી? કૃપણને કોઈ દાની કહે અગર કુસાધુને કોઈ સુસાધુ કહે એટલા માત્રથી એની મુક્તિ થવાની નથી, તેમજ દાતારને કોઈ પણ કહે અને સુસાધુને કુસાધુ કહે અગર સારા શ્રાવકને ખરાબ શ્રાવક કહે તેથી એની સગતિ અટકવાની નથી. વધુમાં એ વિચારો કે સારો માણસ ખોટું કરે તેથી ખોટાને કંઈ પણ હાનિ છે ? જો ખોટાને હાનિ ન હોય તો એ વસ્તુ સામે હલ્લો કરવાનો હેતુ શો ? એવા સાથે લડવાથી તો ઊલટા એ આબરૂદાર થાય અને ન લડીએ તો વગર આબરૂએ એ આપોઆપ મરે માટે સાચી સેવાની પ્રવૃત્તિ છોડી નબળાને પ્રતિષ્ઠિત બનાવવાની કાર્યવાહી ન કરો! સતી સ્ત્રી ચાલી જતી હોય અને કોઈ બદમાશ કંઈ બોલે તો પણ એ સ્ત્રી તો સીધી ચાલી જ જાય, એનું સાંભળે પણ નહિ અને એની સામે જુએ પણ નહિ ! તેમ આ પ્રભુશાસન જેને હૈયે છે તે પોતાની જાત કરતાં શાસનને બહુ સંભાળે. કોઈ ગાળ દે તેને ગાળ દેતાં અમલદારને ન આવડે ? આવડે, એ બધું કરી શકે, પણ એ કરે જ નહિ ! એ સમજે છે કે પરિણામે એમને જ શરમાવાનો અવસર આવશે. - અસ્તુ. ખોટાં કલંકો દેવાથી જો એ પક્ષ ફાવી જવાનો હોય, તો એને ફાવી જવા ઘો ! પણ એ રીતે ફાવવાના પ્રયત્ન ધર્મીથી તો ન જ થાય ! પૂર્વપુરુષોની આપત્તિઓ વિચારો તો સમજાય કે એ પુણ્યપુરુષોએ શું શું સહન કર્યું છે ! જ્યારે એવા પુણ્યપુરુષો ઉપર આપત્તિઓ આવે તો આપણી ઉપર આવે એમાં આશ્ચર્ય શું ? વળી ધર્મના વિરોધીઓ ખોટા આરોપો કાંઈ ઓછા આજે જ ઊભા કરે છે ? એ તો કરતા જ આવ્યા છે ! અમદાવાદમાં પણ કાંઈ ઓછા આરોપો નથી ઊભા કર્યા ! પણ એવા આરોપોથી મુંઝાયે કેમ જ પાલવે ? અને ખોટાઓ માટે બીજો ઉપાય પણ શો ? એવાઓને એમ કર્યા સિવાય ચાલે પણ કેમ ? આથી એવાઓની સામે તો નિર્ભીકપણે ઊભા રહે જ છૂટકો ! એ એમનું કામ કરે તો આપણે આપણું શાસનનું કામ કરતાં કેમ જ અટકવું ? સભા : સાહેબ ! ટક્યા તો જ ફાયદો થયો ને ? શાસનને આંચ આવવી ન જોઈએ : એ વાત જુદી છે. અરે, એક કેસમાં તો તેઓએ જ્યારે જોયું કે ફવાય તેમ નથી, ત્યારે આવીને કહેવા લાગ્યા કે “અમારે તમારી સાથે કાંઈ નથી, પણ વ્યાખ્યાનમાં એક વાર કહી દો કે “બાલદીક્ષા અપાય જ નહિ અને આજ્ઞા વિના બીજી દીક્ષા પણ ન જ અપાય.' વિચારો કે કઈ દશા ! કોર્ટમાં એ કેસમાં કદી કાંઈક Page #226 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ થાત તો મને હ૨કત હતી, પણ એવું કહેવામાં ઘા કચાં પડે ?વિચારો કે મારી જાત માટે શાસન ઉપર ઘા પડવા દેવાય ? આપણું ચાહે તેમ થાય પણ શાસનને આપણાથી હાનિ ન પહોંચવી જોઈએ, એવી ભાવનાને આપણે મજબૂત બનાવવી જોઈએ. આપણા ઉપર આવતા ખોટા આરોપોને આપણે ખુશીથી ખમી ખાવા જોઈએ, પણ શાસનને આંચ લાગે તેવું આપણાથી કશું પણ ન જ થવું જોઈએ. આપણે સાંભળીએ છીએ કે પ્રાણના ભોગે પણ પુણ્યપુરુષોએ શાસનસેવા બજાવી છે અને વાત પણ ખરી છે કે આગમથી એક અક્ષર પણ જેને આઘે જવું હોય તેને જ ગભરામણ, પણ જેને તેમ ન કરવું હોય તેને ગભરામણ પણ શી ? શાસનરસિકે સત્ય કહેતાં ગભરાવું ન જોઈએ ? ૨૧૦ દત્તરાજા આવ્યો અને ‘યજ્ઞનું ફળ શું ?’ એ પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજા જાણતા હતા કે ‘ઇરાદાપૂર્વક આ પૂછવા આવ્યો છે અને આના જવાબથી ભયંકર અનર્થ થશે.' - છતાં હતું એ જ કહ્યું કે ‘યજ્ઞનું ફળ નરક !' રાજા : હું કયાં જઈશ ? કાલિકસૂરિ : નરકે. રાજા : અને તમે ? 1296 કાલિકસૂરિ : સ્વર્ગ. રાજા : ખાતરી શી ? કાલિકસૂરિ : આજથી સાતમે દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે. સાત દિવસ ભગવાન શ્રી કાલિકસૂરિજીને પહેરામાં રહેવું પડ્યું અને પરિણામ એ પરમજ્ઞાનીએ કહ્યું એ જ આવ્યું, પણ એ ડર્યા નહિ. અસ્તુ. આથી સમજાશે કે ગમે તેવી આફતમાં પણ સત્યને આચરતાં મોક્ષના અર્થીએ ડરવું નહિ જોઈએ અને પ્રાણાંતે પણ ખોટું આચરવું નહિ જોઈએ, એ ધર્મીમાત્રનો નિર્ધાર હોય છે. આથી હું માનું છું કે દ્વેષભરેલી ખોટી કાર્યવાહી ધર્મી કરે જ નહિ, પણ કોઈ અજ્ઞાનીએ આવેશથી કરી હોય અગર અધકરિયાએ દ્વેષથી પ્રેરાઈને ખોટા ઇરાદાથી બનાવટી કાર્યવાહી કહી હોય, તો હું કહી દઉં છું કે એમ કરવામાં એણે ભયંકર ભૂલ કરી છે. ઇરાદાપૂર્વકની ભૂલ સ્વપર ઉભયનું અહિત કરનારી છે, માટે એવી ભૂલનો પશ્ચાત્તાપ કરી ભવિષ્યમાં એવી ભૂલ ન થઈ જાય તેની કાળજી રાખવી, એ જ કલ્યાણકર છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ : 82 ધર્મપ્રાપ્તિ માટે નિર્વેદ-વૈરાગ્ય અનિવાર્ય : - કર્મવિપાકનું વિશિષ્ટ પ્રકારે વર્ણન • અનુષ્ઠાન માત્રમાં ત્યાગ : શા માટે ? • પ્રવૃત્તિ ધર્મને છાજતી જ જોઈએ : • સંસાર એટલે ચાર ગતિ : • શ્રી મેઘરથ મહારાજાના જીવનનો એક પ્રસંગ : • બહાદુરી શામાં ? • દ્રવ્યદયા એ ભાવદયાની પોષક હોવી જોઈએ : • નરકમાં પણ શાંતિ કોણ આપે ? • શ્રી જૈન શાસનની મર્યાદા : • પરિણામની વિચિત્રતાને વિચારો : • આજની વિલક્ષણ દશા : • પુણ્ય અને પાપની તાકાત : • આજ્ઞા એ જ પ્રધાન : • ઊંધા વિચારોનું પરિણામ : આજ્ઞાનો મર્મ : વિષયઃ નિર્વેદની અનિવાર્યતા કર્મ વિપાકનું વર્ણન અર્થાત ચાર ગતિઓનું ભ્રમણ. સંસાર પર નિર્વેદ-વૈરાગ્ય આવ્યા વિના સાચું ધૂનન થઈ ન શકે માટે અત્રે નિર્વેદની સુંદર સમજાવટ કર્યા બાદ દરેક અનુષ્ઠાનોમાં ત્યાગ કઈ રીતે સમાયેલો છે, એનું ખ્યાન કર્યું છે. વચ્ચે ઉઠેલા એક પ્રશ્નના સમાધાનમાં શ્રી શાંતિનાથ પ્રભુના પૂર્વભવ મેઘરથ રાજાના જીવનમાં બનેલા સર્વસ્વ ત્યાગ કરીને ય પ્રતિજ્ઞાનું જતન કરવાના દૃષ્ટાંતનો ઉપયોગ કર્યો છે. વળી શ્રી જિનેશ્વરે જે કર્યું તે જ કરવું તેમ નહિ પણ ભૂમિકાનુસાર જે કરવાનું કહ્યું તે જ કરવાનું, એ વાત પણ સમજાવી છે. જે અંતર્ગત પ્રશસ્ત કષાયોનો જરૂરી ઉપયોગ વગેરે વર્ણવી સૂત્ર-ટીકાના માધ્યમે ચાર ગતિરૂપ સંસાર અર્થાત્ કર્મવિપાકનું વર્ણન કરવાનું શરૂ કર્યું છે. • નિર્વેદ તથા વૈરાગ્ય વિનાનો ધર્મ એ તો વાસ્તવિક રીતે આડંબર છે. સંસાર અસાર ન લાગે તો ક્રિયા માત્રમાં પ્રયાણ સંસાર તરફ થાય. સાચી દ્રવ્યદયા એ ભાવદયાની પોષક હોવી જોઈએ. અપવાદ પણ મૂળમાર્ગની રક્ષા માટે છે, પણ નાશ માટે નથી. ભયંકર અધર્મી પણ ધર્મ રસાયણથી સુધરે છે, આપનારમાં કરામત જોઈએ. ભાવની શુદ્ધિ માટે દ્રવ્યની જરૂર છે, પણ ભાવની રક્ષા માટે દ્રવ્યના ગુલામ બનવાની જરૂર નથી. જેનાથી આત્મા સન્માર્ગે જાય, મુક્તિમાર્ગે વળે તે શિખામણ. પ્રભુએ કરેલી નિરવધકરણી પણ આજ્ઞા મુજબ જ કરવાની. જેનું પરિણામ સારું તેને પ્રશસ્ત સમજો અને જેનું પરિણામ ખોટું તે પ્રશસ્ત દેખાતા હોય છતાંય અપ્રશસ્ત સમજો. એકાદ અસત્ય વચનથી જેમ કેટલાઓનો સંસાર સળગી જાય છે, તેમ એક ઉન્માર્ગ પોષક વચનથી, એક ઉન્માર્ગ દેશનાથી અને એક ઊંધા વર્તાવથી કેટલાઓના ભાવ અને આત્મા નષ્ટ થઈ જાય છે. જેમ શાહીના છાંટામાં ચિત્રને બરબાદ કરવાની શક્તિ છે, તેમ નાના પણ પાપમાં ઘણા સુકતનો નાશ કરવાની તાકાત છે. » જ્ઞાનને અજ્ઞાન બનાવનાર યથેચ્છ પ્રવૃત્તિ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઃ ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ : ધર્મની પ્રાપ્તિ માટે નિર્વ-વૈરાગ્ય અનિવાર્ય ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા કહે છે કે સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા સંસારવર્તી પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્યની જાગૃતિ થાય એ માટે બીજા સૂત્રમાં કર્મના વિપાકનું વર્ણન કરી રહ્યા છે; કારણ કે જ્યાં સુધી નિર્વેદ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય નહિ ત્યાં સુધી ધર્મનો વાસ્તવિક રીતે હૃદયમાં પ્રવેશ થતો નથી. શ્રી જિનેશ્વરદેવના ધર્મની રુચિ માટે નિર્વેદ અને વૈરાગ્ય એ બહુ જરૂરી વસ્તુ છે. જો કે એની રુચિ થયા પછી જે નિર્વેદ તથા વૈરાગ્ય આવે એ તો જુદો , પણ એની રૂચિ થવા માટે સામાન્ય રીતનો નિર્વેદ તથા વૈરાગ્ય તો થવો જોઈએ, નહિ તો ધર્મની રુચિ ન થાય. શ્રી જિનેશ્વરદેવનો ધર્મ એ દુનિયાનું સાધન નથી; એટલે કે ધર્મ એ દુનિયાના પદાર્થો મેળવવા માટે નથી પણ દુનિયાના સંયોગથી અલગ થવા માટે છે, અર્થાત્ મળ્યું છે તે છોડવા માટે ધર્મ છે. જ્યારે ભવાભિનંદી આત્માઓને તો મળ્યું છે તે સાચવવામાંથી પાર જ નથી આવતો, અને તેઓના અંતઃકરણમાં નહિ મળેલું એને મેળવવાના મનોરથ ચાલી રહ્યા હોય છે, એ દશામાં શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા આ એકાંત હિતકર ધર્મના સદાચાર, ઉદારતા, સહિષ્ણુતા અને ઉત્તમ વિચારો વગેરે એવાઓના અંતરમાં શી રીતે આવે ? અનુષ્ઠાન માત્રમાં ત્યાગ : શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા આ ધર્મના વિચારમાં, તપમાં, શીલમાં, ઉદારતામાં, અર્થાત્ સઘળામાં ત્યાગ જ છે. ત્યાગ કરવાનો એટલું જ નહિ પણ ભવિષ્યમાં ત્યાગ થાય, સર્વથા ત્યાગ થાય એ જ ઇચ્છવાનું. શ્રી જિનેશ્વરદેવના શાસનનું દાન પણ શા માટે ? વર્તમાન વસ્તુઓ ઉપરની મૂર્છા ઉતારવા માટે અને ભવિષ્યમાં મૂર્છા ન થાય તે માટે. એ શાસનનો સદાચાર પણ શરીર આદિ ઉપરનો મમત્વ ભાવ છૂટે એ માટે જ છે. તપનો હેતુ પણ એ જ કે ઇચ્છા માત્ર ન રહે. વિચારો પણ એ ત્રણના જ. આથી સમજાશે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82 કે નિર્વેદ અને વૈરાગ્ય એ પ્રભુના માર્ગને પામવા માટે, અને એ પરમતારકના શાસનને સેવવા માટે ધણી જ જરૂરી વસ્તુ છે. એ જ કારણે પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય થાય એ માટે જ સૂત્રકાર મહર્ષિ કર્મના વિપાકનું વર્ણન કરે છે. સંસારમાં કર્મ વિપાકના ભોગવટા સિવાય કંઈ જ નથી. ચારે ગતિના વિપાકને સમજી આત્મા એ વિપાકથી બચે એ જ હેતુથી સૂત્રકાર મહર્ષિ કર્મના વિપાકનું વર્ણન કરે છે કે જેથી યોગ્ય આત્માઓને નિર્વેદ અને વૈરાગ્ય થાય; પણ આજે કેટલાકને તો એ જ વાત ભયંકર લાગે છે ! કારણ કે સર્વત્ર ત્યાગની વાત એ સંસા૨સિકોને બહુ જ ખટકે છે ! પણ એ બિચારાઓને ખબર નથી કે ‘આ શાસનમાં તો સર્વવિરતિધર, દેશવિરતિધર, કે સમ્યગ્દષ્ટિ એ ત્રણેને માટે આજ્ઞા તો ત્યાગની જ છે; સર્વવિરતિધરને સર્વ તજવાનું, દેશવિરતિધરને દેશથી ત્યાગ હોવો જોઈએ અને સમ્યગ્દષ્ટિએ પણ આ સઘળુંય તજવા જેવું જ છે એમ જ માનવું જોઈએ.' એ જ કારણે આ બધું આજના લોકોને કઠિન લાગે છે ! સંસારમાં રહેવું અને સાવઘ વેપાર તજવા એ ન બને એમ આજના કેટલાક લોકોને થાય છે ! 1299 પ્રવૃત્તિ ધર્મને છાજતી જ જોઈએ : આવા વિચારોના પ્રતાપે જ એ લોકોને આજ્ઞાની ભીતિ પેદા થાય છે, એટલે પછી આજ્ઞાથી આઘા જાય છે, પણ વિચારતા નથી કે ત્યાગ વગર ધર્મ કેમ હોય ? વગર તજે ધર્મ સેવાતો હોત તો તો બધા જ સેવત; બાકી આ ધર્મ સેવવો એ તો કઠિન છે. કારણ કે પુણ્યકાર્ય સેવવાથી માત્ર પતતું નથી પણ એ કેમ કરવું, શા માટે કરવું એ ભેગું વિચારવાનું જ. બીજાના યોગે ખરાબ સામગ્રી મળે એના કરતાં આના યોગે - ધર્મના યોગે સારી સામગ્રી મળે એ ઠીક છે પણ એટલેથી પતે નહિ, કા૨ણ કે ધર્મ એ ન્યારી વસ્તુ છે. નિર્વેદ તથા વૈરાગ્ય વિનાનો ધર્મ એ તો વાસ્તવિક રીતે આડંબર છે. તિજોરીમાં પૈસા ન હોય અને શેઠાઈ રાખવામાં આવે એ કેટલા દિવસ ચાલે ? કહેવું જ પડશે કે થોડા જ દિવસ; તો હવે કહો કે કલાકોના કલાકો ધર્મનો સહવાસ રાખે, શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે, નિગ્રંથ ગુરુદેવોની વાણી સાંભળે, શ્રી જિનેશ્વરદેવ તથા નિગ્રંથ ગુરુ કેવા એ કહેવા બેસે તો કહી શકે છતાં હૃદયમાં ત્યાગ તથા વિરાગનો છાંટો પણ ન હોય એ શું કહેવાય ? વિચારો કે પાપની પ્રવૃત્તિ મંદ કેમ ન થાય ? રોજ પૂજા કરે, સ્તવનો ગાય, સજ્ઝાયો લલકારે, છતાં એના એ રહે એ કેમ ચાલે ? એક જણે તો એક ધર્મની સમક્ષ ત્યાં સુધી ૨૧૩ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - 100 કહેલું કે હું તો ભગવાન પાસે ઘૂઘરા પહેરીને નાચું પણ, પણ તે સમાજમાં રહેવા માટે, જૈન તરીકે ઓળખાવવા માટે, બાકી હૃદયમાં કાંઈ નથી.” આવું કહેનાર આત્મા ધર્મ કરે એ ધર્મભાવનાથી નહિ પણ : “હું ધર્મ ગણાઉં તો કોક ફસે.' આવી ભાવનાથી જ ! કોઈ પૂછે કે આ આડંબર શાથી? કહેવું જ પડશે કે સામાન્ય પણ નિર્વેદ કે વૈરાગ્ય નથી તેથી. સામાન્ય પણ નિર્વેદ તથા વૈરાગ્ય વિના સાચી ધર્મક્રિયા થાય શી રીતે ? સમજો કે આ ધર્મ તો લોકોત્તર છે, તો એ લોકોત્તર ધર્મને છાજતી પ્રવૃત્તિ ન હોય તો સામા પર છાયા પડે જ શી રીતે ? આથી જ નિર્વેદ તથા વૈરાગ્ય આવે તો ક્રિયા ધર્મરૂપ થાય. કોઈ કહે કે ઝટ ધૂનન કરાવોને ! પણ થાય શી રીતે ? એ કરવા માટે તો માબાપ, કુટુંબ, લક્ષ્મી વગેરે સઘળી જ બાહ્ય અને કષાયાદિ આવ્યંતર વસ્તુઓને છોડવાની ઇચ્છા થવી જોઈએ. “સંસાર નિર્ગુણ છે, દુનિયાના પદાર્થો અસાર છે, એનાથી આત્માનું ભલું નથી, એને છોડવામાં જ આત્માનું કલ્યાણ છે.' આ ભાવના એ તો ઊંચામાં ઊંચો ગુણ છે માટે તો જ્ઞાનીએ કહ્યું કે “જેને સંસાર નિર્ગુણ લાગે એવા મિથ્યાષ્ટિને પણ દ્રવ્યસમ્યકત્વનો આરોપ કરીને ચારિત્ર દેવાય.' જેને સંસાર નિર્ગુણ સમજાય તે ધર્મનો ખાસ અધિકારી છે. સંસારના નિર્ગુણપણાની ભાવના જાગ્રત થાય તો જરૂર કામ થાય પણ હૃદયથી એમ લાગવું જોઈએ, માત્ર વચનથી બોલે અને હૃદયમાં વિપરીત હોય એ તો દંભ જ કહેવાય. સંસાર અસાર લાગે તો ધર્મ તરફ પ્રયાણ અવશ્ય થાય, પણ જો સંસાર અસાર ન લાગે તો ક્રિયા માત્રમાં પ્રયાણ સંસાર તરફ થાય. ઘાંચીનો બળદ કલાકોના કલાકો ઘૂમે, પણ ક્યાં? ત્યાંનો ત્યાં જ; માટે જ વિચારો કે શ્રી જિનેશ્વરદેવની પૂજા તથા સામાયિકાદિ ક્રિયા સંસારથી નીકળવા કે સંસારમાં રહેવા? બે ઘડી સામાયિક કરવા બેસનારો પણ શું માને ? સર્વથા સામાયિક લેવું જોઈએ, પણ એ નથી લેવાતું માટે બે ઘડીનું સામાયિક તો લઉં એ ભાવનાએ સામાયિક કરવું જોઈએ. નાનામાં નાની ક્રિયામાં પણ સંસારની નિર્ગુણતાનો ભાસ થવો જોઈએ, આનું નામ નિર્વેદ તથા વૈરાગ્ય. સામાયિકાદિ કરવાનો હેતુ રત્નત્રયીની આરાધનાનો છે. સામાયિક લીધા પહેલાં તો મોહવશ આત્મા ગમે તેમ કહે પણ પછી તો રત્નત્રયી સિવાય ચોથી વાતમાં તે પણ પડી શકે નહિ. Page #231 -------------------------------------------------------------------------- ________________ 1301 - ૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82 –– ૨૧૫ સભા: તો પછી મેઘરથ રાજાએ પૌષધમાં “યેન' નામના પક્ષીને પોતાનું માંસ આપવાની તૈયારી કેમ કરી હતી ? આ તમારો પ્રશ્ન જ વિલક્ષણ છે ! કારણ કે એમાં રત્નત્રયીની આરાધના સિવાય બીજું હતું પણ શું? પોતાના શરણે આવેલાને બચાવવા માટે પોતા પાસે જે સાધન હતું તેનો માત્ર સદુપયોગ જ હતો. શ્રી મેઘરથ મહારાજાના જીવનનો એક પ્રસંગ : આ વસ્તુ સમજવા માટે એ આખોયે પ્રસંગ ખાસ યાદ રાખી લેવા જેવો છે કે જેથી કદી પણ આવા વિષયમાં ખોટી મૂંઝવણ ઊભી ન થાય. સોળમા તીર્થપતિ શ્રી શાંતિનાથસ્વામીનો આત્મા દશમા ભવમાં, શ્રી “ધનરથ” નામના તીર્થપતિના પુત્ર તરીકે અને નામે કરીને શ્રી મેઘરથ તરીકે આ શ્રી જંબૂઢીપ નામના દ્વીપમાં આવેલા પૂર્વવિદેહમાં શ્રી પુષ્કલાવતી નામની વિજયના મધ્યખંડમાં આવેલી “શ્રી પુંડરીકિણી' નામની નગરીમાં ઉત્પન્ન થયો હતો. પોતાના પિતા અનગાર થયા પછી તે પુણ્યાત્મા નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતા. એક વખત શ્રી મેઘરથ મહારાજાએ પૌષધશાળામાં પૌષધ લઈને વિદ્વાન ધર્મના અર્થીઓની સમક્ષ શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મનો ઉપદેશ દેવાનો આરંભ કર્યો હતો. પુણ્યશાળી રાજાઓની મનોદશા અને પ્રવૃત્તિ કેવી સુંદર હોય છે એ જાણવા માટે આ પણ એક અનુપમ દૃષ્ટાંત છે. રાજ્યગાદી ઉપર આરૂઢ છતાં પુણ્યાત્માઓ મોટા ભાગે ધર્મની આરાધનામાં રત હોય છે, અને સુવિદિત શિરોમણિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના - તત્ત્વકદાનપૂતાના, રમતે જ મોતથી ” ‘તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થએલો આત્મા સંસારસાગરમાં રમતો નથી.' આ કથનનો સંપૂર્ણપણે સાક્ષાત્કાર કરાવનારા હોય છે. શ્રી મેઘરથ મહારાજાએ ધર્મ કહેવાનો આરંભ કર્યો એ જ અરસામાં તેમના ઉત્કંગમાં ભયથી ધ્રૂજતું એક કબૂતર આવીને પડ્યું અને મનુષ્યની ભાષામાં તેણે અભયની માગણી કરી; આથી શ્રી મેઘરથ મહારાજાએ પણ ડર નહિ ડર નહિ” એમ કહીને આશ્વાસન આપ્યું. એવા આશ્વાસનના યોગે સ્વસ્થ થયેલું તે કબૂતર સુખી થઈ ગયું અને બાળક જેમ પિતાના ખોળામાં નિર્ભયતાથી રહે તેમ કરુણાના સાગર એવા શ્રી Page #232 -------------------------------------------------------------------------- ________________ २१७ - आगसूत्रन व्यायानो - ५ 1302 મેઘરથ મહારાજાના ખોળામાં રહ્યું; પણ એટલામાં તરત જ તેની પાછળ શ્યન નામનું પક્ષી “હે રાજન મારા આ ભક્ષ્યને મૂકી દે' એમ બોલતું આવ્યું. એ પક્ષીને ઉદ્દેશીને શ્રી મેઘરથ મહારાજાએ કહેવા માંડ્યું કે - "श्येनमूचे नृपोऽप्येवं, नार्पयिष्याम्यमुं तव । क्षत्रियाणां न धर्मोऽयं, शरणार्थी यदर्प्यते ।।१।। अपरं च तवापीदं, युज्यते न हि धीमतः । परप्राणापहारेण, स्वप्राणपरिपोषणम् ।।२।। उत्खन्यमाने पिच्छेऽपि, यथा ते भवति व्यथा । अन्यस्यापि भवत्येवं, मार्यमाणस्य का कथा ? ।।३।। जग्धेनाप्यमुना तृप्ति-र्भाविनी क्षणमेव ते । सर्वजन्मापहारस्तु, पक्षिणोऽस्य भविष्यति ।।४।। पञ्चेन्द्रियप्राणिवधात्, तन्मांसस्य च भक्षणात् । नरके जन्तवो यान्ति, सहन्ते दुःसहां व्यथाम् ।।५।। परत्रात्यन्तदुःखाय, क्षणमत्र सुखाय च । विवेकवान् कथं हन्यात्, प्राणिनं क्षुधितोऽपि हि ? ।।६।। अपरेणापि भोज्येन, क्षुत्पीडा हन्त शाम्यति । पित्ताग्निः शर्कराशम्यः, पयसा किं न शाम्यति ।।७।। न च प्राणिवधप्राप्त-नरकप्रभवा व्यथाः । केनापि हि प्रकारेण, शाम्यन्ति सहनं विना ।।८।। ततः प्राणिवधं मुञ्च, धर्ममेकं समाचर । भवे भवे येन सुखं, प्राप्नोषि त्वमसंशयम् ।।९।। આ કબૂતર હું તને આપીશ નહિ કારણ કે ક્ષત્રિયોનો એ ધર્મ નથી કે 'श२९ना अर्थाने मापी वो.' वणी - બીજી વાત એ છે કે બુદ્ધિશાળી એવા તારા માટે પણ પારકાના પ્રાણોના અપહારથી પોતાના પ્રાણોને પોષવું એ યોગ્ય નથી. તું એ પણ વિચાર કે - જેમ એક પીંછું પણ ઉખેડવાથી તને પીડા થાય છે તેમ અન્યને પણ એ પ્રમાણે પીડા થાય તો પછી જેને મારી નાખવાની પ્રવૃત્તિ કરવામાં આવે તેની પીડા માટેની તો વાત જ શી ? Page #233 -------------------------------------------------------------------------- ________________ 108 - ૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82 – ૨૧૭ વળી આ પક્ષીને ખાઈ જવાથી તને એક ક્ષણ જ તૃપ્તિ થશે, પણ આ પક્ષીનો તો સર્વ જન્મનો જ અપહાર થશે; એટલે તારી તો એક ક્ષણની તૃપ્તિ અને આ પક્ષીનો તો સર્વનાશ. બીજું - પંચેંદ્રિય પ્રાણીઓનો વધ કરવાથી અને તેના માંસનું ભક્ષણ કરવાથી જીવો નરકમાં જાય છે અને દુઃખે કરીને સહી શકાય તેવા પ્રકારની વ્યથાઓને સહન કરે છે. તો પછી - ભૂખ્યો એવો પણ વિવેકી આત્મા આ લોકમાં ક્ષણ માત્ર સુખ આપનાર અને પરલોકમાં અત્યંત દુઃખ કરનાર એવા પ્રાણીવધને કેમ જ કરે ? વધુમાં - તારી ભૂખની પીડા તો બીજા પણ ભોજનથી શમી જાય તેમ છે. શું સાકરથી શમી શકે એવો પિત્તાગ્નિ દૂધથી નથી શમી જતો ? અર્થાત્ જેમ સાકરથી શમનારો પિત્તાગ્નિ દૂધથી પણ શમી જાય છે તેમ તારી સુધાની પીડા બીજા પણ ભોજનથી શમી જાય તેમ છે. ધ્યાનમાં રાખજે કે – પ્રાણીઓના વધથી પ્રાપ્ત થતી નરકમાં ઉત્પન્ન થતી પીડાઓ સહન કર્યા સિવાય અન્ય કોઈ પણ પ્રકારથી શમતી નથી એ વાત સર્વ પ્રકારે નિશ્ચિત છે. તે કારણથી - હે યેન ! તું આ પ્રાણીવધને મૂકી દે અને એક ધર્મને સમાચર કે જેથી સંશયરહિતપણે તું ભવે ભવે સુખને પામશે. આ પ્રકારના - ઉપદેશનું શ્રવણ કરવા છતાં પણ પોતાના નિશ્ચયમાં દઢ બનીને આવેલા તે શ્યન પક્ષીએ મનુષ્યભાષાથી શ્રી મેઘરથ મહારાજાને કહેવા માંડ્યું કે – "मनुष्यभाषया श्येनोऽप्य-भाषत महीपतिम् । भवन्तं मद्भयादेषः कपोतः शरणं ययौ ।।१।। क्षुत्पीडयादितोऽहं तु, कं यामि शरणं वद ?। सर्वेष्वप्यनुकूला हि, महान्तः करुणाधनाः ।।२।। यथैनं त्रायसे राजं-स्तथा त्रायस्व मामपि । इमे गच्छन्ति हि प्राणा, बुभुक्षाबाधितस्य मे ।।३।। धर्माधर्मविमर्शो हि, सुस्थितानां शरीरिणाम् । धर्मप्रियोऽपि किं पापं, न करोति बुभुक्षितः ? ।।४।। Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – – 1304 तद्धर्मवार्तयालं मे, भक्ष्यभूतोऽयमर्प्यताम् । क एष धर्मस्त्रातव्य, एको मार्यस्तथा परः ।।५।। तृप्तिर्भवेन्महीपाल !, न च भोज्यान्तरैर्मम । सद्यः स्वयं हृतप्राणि-स्फुरन्मांसाशनो ह्यहम् ।।६।। મારા ભયથી આ કબૂતર આપના શરણે આવેલ છે. તો હવે હું આપને જ પૂછું છું કે “આપ કહો કે સુધાના દુઃખથી પીડાતો હું હવે કોના શરણે જાઉં ?' કારણ કે કરુણારૂપી ધનવાળા મહાપુરુષો સઘળાંય પ્રાણીઓ પ્રત્યે અનુકુળ જ હોય છે, અર્થાતુ મોટા પુરુષોને મન સઘળા જ સરખા હોય છે. એટલે તેઓના મનમાં તો કોઈને પણ પ્રત્યે “આ મારો અને આ મારો નહિ એવો ભેદભાવ હોતો નથી. એ કારણથી - હે રાજન! જેવી રીતે આપ આ કબૂતરનું રક્ષણ કરો છો તેવી જ રીતે મારું પણ રક્ષણ કરો, અન્યથા એ વાત નિશ્ચિત જ છે કે “ભૂખથી પીડાતા એવા મારા આ પ્રાણો ચાલ્યા જાય છે.' વળી – એ પણ નિશ્ચિત છે કે ધર્મ અને અધર્મનો વિચાર સુસ્થિત આત્માઓને થાય છે પણ દુઃખી આત્માઓને નથી થતો. શું ધર્મપ્રિય હોવા છતાં પણ ભૂખ્યો પાપ નથી કરતો ? કહેવું જ પડશે કે કરે છે. તે જ કારણથી - હે રાજન્ ! હું કહું છું કે ધર્મવાર્તાએ કરીને સયું, મારા માટે ભોજનરૂપ એવા આ કબૂતરને આપ, મને આપી દ્યો; આ કેવા પ્રકારનો ધર્મ કે “એકની રક્ષા કરવી અને બીજાને મારી નાખવો ?' બીજી વાત એ છે કે - હે મહીપાલ ! અન્ય ભોજનોથી મારી તૃપ્તિ થાય તેમ નથી કારણ કે હું તો નિશ્ચિતપણે જલદી પોતાની જાતે હણેલા પ્રાણીનું સ્કુરાયમાન જે માંસ તેનું ભોજન કરનારો છું. શ્યન પક્ષીના એ જાતના કથનથી શ્રી મેઘરથ મહારાજાએ પણ એ શ્યન પક્ષીને ઉદ્દેશીને કહ્યું કે - "राजाप्येवमवोचत, स्वमांसं ते ददाम्यहम् । तुलयित्वा कपोतेन, सुहितीभव मा मृथाः ।।१।।" Page #235 -------------------------------------------------------------------------- ________________ 1305 ૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82 —— ૨૧૯ ‘હું તને આ કબૂતરની સાથે તોળીને મારું પોતાનું માંસ આપું છું એનાથી તું તૃપ્ત થા પણ મર નહિ.’ શ્રી મેઘરથ મહારાજાના આ કથનમાં સ્પેન પક્ષીએ પોતાની સંમતિ દર્શાવી એટલે શ્રી મેઘરથ મહારાજાએ ત્રાજવાના એક પલ્લામાં કબૂતરને સ્થાપન કર્યું અને બીજા પલ્લામાં છેદી છેદીને પોતાનું માંસ સ્થાપન કરવા માંડ્યું. મહારાજા જેમ જેમ કાપી કાપીને પોતાનું માંસ પલ્લામાં મૂકે છે તેમ તેમ કબૂતર ખૂબ ભારે થતું જાય છે; એ રીતે તે કબૂત૨ને ભારે કરીને વધતું જતું જોઈને જેની તુલામાં કોઈ જ ન આવી શકે તેવા સાહસિક શિરોમણિ મહારાજા પોતે જ તુલા ઉપર આરૂઢ થયા. પોતાના મહારાજાને તુલા ઉપર આરૂઢ થયેલા જોઈને સઘળોય પરિવાર સંશયરૂપ તુલા ઉપર આરૂઢ થયો અને સામંતોએ તથા મંત્રી મુખ્યોએ મહારાજા પ્રત્યે કહ્યું કે - “તËત્માર્થેન, વિમારાં ત્વયા પ્રમો !” હે પ્રભો ! અમારા અભાગ્યે કરીને આપે આ શું આરંભ્યું ? કારણ કે - “અનેન દિ શરીરેન, ત્રાતવ્યા સર્જાતા મહી । एकस्य पक्षिमात्रस्य, त्राणे त्यजसि तत्कथम् ? ।।१।। " ‘આ શરીર દ્વારા તો આખીયે પૃથ્વીનું રક્ષણ કરવાનું છે, તો હે નાથ ! આપ આ શરીરનો એક પક્ષી માત્રના રક્ષણ માટે કેમ ત્યાગ કરો છો ?” વળી – “ર્જિ ૨ જોડવ્યેષ માયાવી, ત્રિશો નવોડથવા । न हीदृक् पक्षिमात्रस्य, भारः संभवति क्वचित् ॥ १ ॥ । ‘આ કોઈ પણ માયાવી દેવ અથવા દાનવ લાગે છે કારણ કે પક્ષી માત્રનો આવો ભાર કોઈ પણ રીતે સંભવી શકતો નથી.’ આ પ્રમાણે સામંતો અને મંત્રીમુખ્યો કહી રહ્યા છે એટલામાં તો તેજની રાશિસમો એક દેવ પ્રગટ થયો અને ઉલ્લાસમાં આવી જઈને શ્રી મેઘરથ મહારાજાને સંબોધીને બોલી ઊઠ્યો કે - Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 108 “નૃવ રેવ યુ, ત્વમેવ : પુરુષેધ્વસિ | न चाल्यसे पौरुषा-द्यत् स्वस्थानादिव मन्दरः ।।१।। सभायां वर्णयामास, त्वामीशानदिवस्पतिः । अहं त्वसहमानस्त्वत्-परीक्षार्थमागमम् ।।२।। प्राग्जन्मवैरायुद्धायो-पस्थितौ पक्षिणाविमौ । अपश्यं चाध्यतिष्ठं चा-काष चैतत्सहस्व तत् ।।३।। હે નરદેવ ! પુરુષોમાં આપ એક છો, કારણ કે જેવી રીતે મેરુ પર્વત પોતાના સ્થાનથી ચલાયમાન નથી થતો તેની માફક આપ પણ આપના પુરુષાર્થથી ચલાયમાન થાય તેમ નથી. આપની આવી ધીરતા આદિથી આકર્ષાઈને તો ઈશાનદેવલોકના ઇંદ્ર સભામાં આપનું વર્ણન કર્યું હતું, પણ એ વર્ણનને નહિ સહન કરી શકનારો હું આપની પરીક્ષા માટે અહીંયાં આવ્યો. પરીક્ષા માટે અહીં આવતાં મેં પૂર્વજન્મના વૈરથી યુદ્ધ માટે ઉપસ્થિત થયેલા આ બે પક્ષીઓને જોયાં, એમના શરીરમાં હું અધિષ્ઠિત થયો અને આ પ્રમાણે કર્યું તો એ બધું આપ સહન કરો એટલે કે એ બધા અપરાધોની આપ મને ક્ષમા આપો. દ્રવ્યદયા એ ભાવદયાની પોષક હોવી જોઈએ ? આ અનુપમ પ્રસંગને યથાસ્થિત રીતે જાણનાર અને વિવેકપૂર્વક વિચારનાર આ પ્રસંગનો ઉપયોગ સાવદ્ય પ્રવૃત્તિને પોષવામાં ન જ કરી શકે એ દીવા જેવી સ્પષ્ટ બીના છે; માત્ર વસ્તુને યથાસ્થિત જાણવી જોઈએ અને વિવેકપૂર્વક વિચારવી જોઈએ. કોઈ પણ વસ્તુને યથાસ્થિત નહિ જાણનાર અને વિવેકપૂર્વક નહિ વિચારનાર વસ્તુનો દુરુપયોગ કરે એ સર્વથા સંભવિત છે; આ સ્થળે પારેવા માટે પ્રભુના જીવે શું કર્યું એ સમજો. શરીરનો પણ ત્યાગ કર્યો એ જ કે બીજું ? એ જ; તો સમજો કે મુનિ અગર શ્રાવક બળવાન થાય તો પ્રભુએ પ્રરૂપેલા ધર્મની આરાધના માટે પોતાનું સર્વસ્વ તજે. વળી પાપની ક્રિયાનું સાધન ધર્મક્રિયાનું સાધન બને તો વાંધો પણ શો છે? કહેવું જ પડશે કે કશો જ નહિ : એ જ કારણે કહી શકાય કે “લક્ષ્મી એ પાપનું સાધન છતાં ધર્મનું સાધન બને તો હરકત નથી, પાપનું સાધન ધર્મના ઉપયોગમાં લેવાય જ નહિ, એને ધર્મનું સાધન બનાવાય જ નહિ' એમ આ શાસનમાં નથી. પણ એથી કોઈને બચાવવાના બહાને અને કોઈના ઉપર કહેવાતો ઉપકાર કરવા માટે ગમે તેવા આરંભ સમારંભ કરવાનું વિધાન જેન Page #237 -------------------------------------------------------------------------- ________________ 1307 – ૧૨ ઃ ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ – 82 – ૨૨૧ સાહિત્યમાંથી નહિ નીકળે, મહાવ્રતોને વેગળાં કરીને અને પ્રતિજ્ઞાનો ભંગ કરીને પારકાનો ઉપકાર કરવાનું શ્રી જૈનદર્શનમાં છે જ નહિ, જો એમ હોત તો ભગવાન, સંગમને રૂલવા દેત જ નહિ. પોતે ચલાયમાન ન થયા એ જ સંગમને રૂલવાનું કારણ હતું તો પોતે ચલાયમાન થાત પણ એવો ઉપકાર કરવાનું જૈનદર્શનમાં વિહિત નથી. જે જે મહાપુરુષોએ જે જે ક્રિયા કરી તેનો હેતુ તપાસો, એ ક્રિયા આરંભ સમારંભવાળી કે એ વગરની તે તપાસો, પરિણામે સાવદ્ય કે નિરવદ્ય ક્રિયા હતી તે તથા પરિણામ શાસ્ત્રાનુકૂલ હતાં કે શાસ્ત્ર-પ્રતિકૂલ તે તપાસો.બાકી કોઈ આત્મા ગમે તે કરાવવા માગે એ કરવાનું વિધાન નથી; એ જ કારણે ચળાવવા આવેલ સંગમને પાપ કરતો અટકાવવા માટે ભગવાને ચળવું જોઈતું હતું એમ કોઈ કહે એ ન જ ચાલે, કારણ કે જો એવો નિયમ કરવામાં આવે તો તો કોઈ પણ મહાત્મા મુક્તિમાં જાય જ નહિ. વળી સાચી દ્રવ્યદયા એ ભાવદયાની પોષક હોવી જોઈએ; એ જ કારણે જે દ્રવ્યદયાથી ભાવદયાનો નાશ જ થઈ જાય એ દ્રવ્યદયા જ નથી. શ્રી જૈનશાસનની મર્યાદા : શ્રી જૈનશાસનમાં ઉપકાર વિહિત છે પણ પોતાનું ગુમાવીને ઉપકાર કરવાની વિધિ નથી. વળી એ પણ વિચારો કે મુનિ, દેશવિરતિ તથા સમ્યગ્દષ્ટિ માટે વિધાનો જુદાં જુદાં કેમ ? કહેવું જ પડશે કે એ મર્યાદા છે; એથી કોઈથી પણ ઇચ્છા મુજબ વર્તી શકાય નહિ. શ્રી જિનેશ્વરદેવ ગુરુ ન કરે એથી કોઈ બીજા ન કરે તો ? ગુરુ વગરના શ્રી જિનેશ્વરદેવ પોતે બીજાના ગુરુ બની શકે છે, પણ બીજા બની શકે નહિ. આ મર્યાદા છે, સર્વવિરતિ, દેશવિરતિ તથા સમ્યગ્દષ્ટિ માટે પણ મર્યાદા જુદી છે, સમ્યગ્દષ્ટિએ સર્વસાવદ્ય યોગ તજ્યા નથી છતાં ત્યાજ્ય માને. દેશવિરતિ અંશે ત્યાગ કરે છે, બધુ ત્યાગ નથી કરી શકતા પણ જે નથી તજી શકાતું તેને માને તો ત્યાજ્ય જ. સર્વવિરતિને સર્વ સાવદ્ય યોગનો ત્યાગ છે. મુનિને પણ અનુપયોગે સાવદ્યયોગ થાય તો અતિચાર અને “એમાં વાંધો નહિ' – એમ કહે તો વિરાધક ભાવ જાણવો. વનસ્પતિનો સંઘો અનુપયોગ થાય તો અતિચાર, અને “એમાં વાંધો શો ?” એમ કહે તો એ વિરાધક ભાવ. શ્રાવક વનસ્પતિને લાવે છે, કાપે છે, શેકે છે, ખાય છે, ત્યાં સુધી વ્રતભંગ નથી થતો પણ એમાં એ પાપ તો માને છે, પણ “એમાં પાપ શું ?” એમ કહે તો એ પણ વિરાધક સમજવો. દરેક ક્રિયામાં શાસ્ત્ર મર્યાદા બાંધી છે. સ્યાદ્વાદ, અનેકાંતવાદ અને અપેક્ષાવાદના નામે ગમે તેમ ન વર્તાય, આજે Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 1308 અમુકો દ્વારા એ રીતે વર્તાય છે એથી જ વિગ્રહ છે. અપવાદ પણ મૂળ માર્ગની રક્ષા માટે છે પણ નાશ માટે નથી. ઉત્સર્ગ તથા અપવાદની વાતને પણ રીતસર આજે સામાન્ય જનતા સમજતી નથી; છતાં માત્ર કોઈ બોલાવે તે રીતે બોલે છે. વિધિમાં અપવાદ હોય એને આજના અજ્ઞાનીઓ અનાચરણીય અપવાદ તરીકે ઓળખાવવાનું સાહસ કરે છે. અમુક ક્રિયા વધુ પ્રમાણમાં ન થાય તો ઓછા પ્રમાણમાં બતાવી એને અનાચરણીય અપવાદ કહે છે, અર્થાત્ વિધિભેદમાં અનાચરણીય અપવાદનો ગોટાળો કરે છે. સમ્યગ્દષ્ટિ શ્રાવક સામાયિકમાં બેઠો હોય તે વખતે પોતાનો છોકરો છેલ્લી ઘડીએ હોય, તો એ શ્રાવક એને નિર્ધામણા કરાવે પણ બીજી કોઈ સાવઘ પ્રવૃત્તિ ઓછી જ કરે ? “કર્મની ગતિ વિચિત્ર છે, આયુષ્ય ચંચલ છે, સમાધિ રાખીને શ્રી જિનેશ્વરદેવનું શરણ લે.” આ બધું જરૂર કહે પણ જેમ તેમ ઓછું જ વર્તે ? વિધિ અને મર્યાદાનો ભંગ કરે તો એ સામાયિક સામાયિક શી રીતે રહે ? કોઈ જ્ઞાનીએ અમુક પ્રસંગે અમુક ક્રિયા કરી હોય તો એ તે તારકોને ખાતે રાખી મૂકો પણ તમારા ખાતે ન ચડાવો; નહિ તો એ તો તરી ગયા અને તમે તો પડવાના. એ તો એવી તાકાત ધરાવતા હતા કે જેથી એ સાધી ગયા પણ જેઓ વસ્તુ વગરના હોય તેઓનું શું થાય ? આજની વિલક્ષણ દશા : શાસ્ત્રમાં વિકથાનો નિષેધ છે. રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભોજનકથા એ ચારે વિકથાનો નિષેધ. સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ ચારે માટે એ પાપરૂપ હોઈ વિર્ય છે; પણ જ્યાં રસ લાગ્યો ત્યાં આજે એમાં જ ઉદય મનાય છે. એ કથા માટે, એ કારવાઈ માટે આજે ધર્મને ગૌણ બનાવાય છે. સમયધર્મ ફૂટી નીકળ્યો છે તે આ. ધર્મ તો પોતાના આત્માની જ પંચાતમાં રહે, એ વળી પારકી પંચાતમાં પડી પોતાનું સર્વસ્વ ઓછું જ ગુમાવે ? શાસ્ત્ર પ્રથમથી જ પ્રતિબંધ મૂકયો કે એ પાપકથા છે. શાસ્ત્રવિહિત કલ્યાણની ભાવનાથી થાય ત્યાં કંઈ કહેવાપણું રહેતું નથી અને સ્વાર્થીપણે થતી ક્રિયામાં નિઃસ્વાર્થ ભાવના દેખાડવી એ તો દંભ જ છે. પૂર્વના ત્યાગીઓ ધર્મ આગળ સર્વસ્વ તજવાનું કહેતા અને તજતા; ત્યારે આજના કહેવાતા ત્યાગીઓ અન્ય વસ્તુઓ માટે ધર્મને તજવાનું કહે છે ! સ્વપરના હિતૈષીઓ દેશ ખાતર પોતે રાજ્યસુખ વગેરે છોડતા પણ ધર્મ ખાતર દેશની પણ પરવા કરતા નહિ; ત્યારે આજની કંઈ દશા જ જુદી છે ! Page #239 -------------------------------------------------------------------------- ________________ 1309 --- ૧૨ ઃ ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82 – ૨૨૩ સભાઃ જેઓ દેશ ખાતર ધર્મની પરવા ન કરે એ નીતિની પણ ન જ કરે, અને જો ન જ કરે તો બીજી કોઈપણ સત્તાની અનીતિ પર તેઓ ટીકા કઈ રીતે કરે ? ભલા ભાઈ ! એ બધું એ ન જુએ ને ન વિચારે ! પડેલા બધું જ કરે; એ જ કારણે શાણાઓ કહે છે કે “વિવેકગ્રાનાં શતપૂર્વ મત વિનિપતિઃ” જે પડ્યો એ તો, અટકાવનાર ન હોય તો, ઠેઠ નીચે જ પડે. જેવો ખાડો એટલે નીચે પડે. પાંચ હાથ, પચાસ હાથ કે પાંચસો હાથનો ખાડો હોય તેટલે નીચે એ પડે; એવી જ રીતે પડેલાઓ આજે દેશ માટે એકાંત કલ્યાણકર ધર્મને છોડવાની વાતો કરે છે. અને કહે છે કે પહેલી દુનિયાની સામગ્રી મેળવવી પછી ધર્મની વાત. સાધનહીન માણસ ધર્મ શું કરશે !' આગમવિરુદ્ધ જે સમય ધર્મ તે આનું નામ ! તેઓ કહે છે કે જે વખતે લોકો કંગાલ છે તે વખતે ધર્મની વાતો કરવી નકામી છે. પણ તે બિચારાઓને ખબર નથી કે ધર્મની વાતો કોઈ કાળે નકામી નથી. ભયંકર અધર્મી પણ ધર્મ રસાયણથી સુધરે છે. આપનારમાં કરામત જોઈએ. લેનાર લાયક હોય, આપનાર કરામતવાળો હોય અને વસ્તુ યોગ્ય હોય તો ઇષ્ટસિદ્ધિ જ છે; એમાં ખામી એટલી ખામી. દુઃખીને સુખી બનાવવા સુખનું મુખ્ય સાધન દેવું તે સિવાય બીજું જે દેવાય તે દ્રવ્યકોટિમાં જાય છે, પણ જો એ ભાવપૂર્વક હોય તો એનાથી ભાવદયા વધશે. દ્રવ્યપૂજન કરનારો બહુ તો બારમે દેવલોક જાય અને ભાવપૂજન કરનારો યાવત્ મુક્તિએ જાય. શાસ્ત્ર કહે છે કે ભાવની શુદ્ધિ માટે દ્રવ્યની જરૂર છે પણ ભાવની રક્ષા માટે દ્રવ્યના ગુલામ બનવાની જરૂર નથી. જે દ્રવ્યો ભાવને લાવનારાં છે તેના માટે બધું થાય. જેથી ભાવ ખંડિત થાય તે દ્રવ્ય ન જોઈએ. દ્રવ્યાલંબન શુદ્ધ લેવું કે જેના વડે સાવઘના ત્યાગનો ઉપયોગ રહે, યથાશક્ય સાવઘનો ત્યાગ થાય. જે શસ્ત્ર ખૂન કરે તે જ પ્રાણ પણ બચાવે. અમુકે અમુક વસ્તુનો ઉપયોગ કર્યો, તો તે સાવધ હતો કે નિરવદ્ય હતો અને પરિણામ કેવું થયું તે તપાસવું. સ્વાર્થી માબાપ શિખામણ દે અને ગુરુ શિખામણ દે, બેય કહે, એ કહેવાય શિખામણ, વચન એકનાં એક પણ શિખામણ કોને કહેવાય ? જેનાથી આત્મા સન્માર્ગે જાય, મુક્તિમાર્ગે વળે તે શિખામણ, અને જેનાથી ઉન્માર્ગે જાય તે શિખામણ નહિ. દેશના દેનાર સાવદ્ય નિરવઘના સ્વરૂપને સમજે નહિ તો એને દેશના દેવાનો અધિકાર પણ નથી, છતાં દે તો એ ધર્મદેશના પાપદેશનાના ઉપનામને પામે. અઢારે પાપસ્થાનકની પ્રવૃત્તિ જેનાથી ઘટે તે ધર્મદેશના અને જેનાથી વધે તે પાપદેશના. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો પ આજ્ઞા એ જ પ્રધાન : સભા : ભગવાને કહ્યું તે કરવાનું કે કર્યું તે ? ભગવાને ત્યાગ વગેરે કર્યું તે કરવાનું પણ કઈ રીતે કરવાનું ? એ તારકે જે રીતે કહ્યું તે રીતે. ભગવાન તો છદ્મસ્થકાલમાં સૂતા પણ નહિ, સ્થિરપણે બેઠા પણ નહિ અને કરપાત્રી વગેરે થયા, એ બધું આપણાથી થાય ? જિનકલ્પીમાં પણ બધા કરપાત્રી નથી હોતા પણ કેટલાક હોય છે. જિનકલ્પી પણ કોણ થાય ? જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુથી જ્ઞાત હોય અથવા ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ દશપૂર્વી હોય તે. આ ઉપરથી સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવોએ કર્યું તે ક૨વાનું હોતું જ નથી. પ્રભુએ કરેલી નિરવઘ કરણી પણ આજ્ઞા મુજબ જ કરવાની. દીક્ષા લીધા પહેલાં કરેલી સાવઘ ક્રિયા પણ કરવાની નહિ. પ્રભુ પરણ્યા માટે પરણીને જ, સંતાન થયા પછી જ સંયમ લેવું એમ નહિ. એમ વિચારે અને કોઈ વાંઝિયો હોય તો ! વારુ ! કોઈને બાળબ્રહ્મચારી રહેવું હોય તો શું થાય ? આથી સમજો કે પ્રભુએ કર્યું એ જ આપણા માટે માર્ગ એમ નહિ, પણ પ્રભુની આજ્ઞા એ જ આપણા માટે માર્ગ; પ્રભુનું જીવન એ માર્ગ નહિ, જો જીવન એ જ માર્ગ હોત, તો શ્રી ગણધ૨દેવોને દ્વાદશાંગી રચવાની જરૂર જ નહોતી, એક જીવન જ રચી દેત અને પછી ફરમાવત કે જેનાથી આવું સંયમ પળે તેણે જ સંયમ લેવું, જો એમ થયું હોત તો આપણે અને બીજાઓને પણ ‘નમો અરિહંતાનું' જ કહી દેવું પડત. પણ એમ છે પણ નહિ અને હોય પણ નહિ. એ તા૨કોએ કરેલું તો એમના જેવા જ આત્માઓ કરી શકે, પણ બીજા નહિ, કારણ કે તેવું પુણ્ય અને તેવી શક્તિ વગેરે જોઈએ છે. આથી કલ્યાણાર્થી આત્માઓએ તો એ પરમતારકોની આજ્ઞા મુજબ જ ચાલવાનું છે. 1310 શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા એ જ શ્રી જૈનશાસન. એ શાસનને કોણ પામી શકે ? તે જ કે જેનામાં નિર્વેદ તથા વૈરાગ્યની છાયા પડી હોય, એ પરમતારક શ્રી વીતરાગ પરમાત્માના શાસનને પામેલો સંસારિક પદાર્થોમાં રાચેમાચે નહિ, અને સંસારસાધક પૌદ્ગલિક પદાર્થની રક્ષામાં ધર્મ ન માને. જે પૌદ્ગલિક પદાર્થોની રક્ષામાં આત્માનું કલ્યાણ સમાયું હોય તેને પૂજે, જેમ કે જિનમૂર્તિ એ પદાર્થ પૌદ્ગલિક, પણ એમાં સ્થાપના શ્રી અરિહંત પરમાત્માની છે પછી એ પૌદ્ગલિક પદાર્થ રહેતો નથી. ગુરુતા શામાં ? મહાવ્રતને ધારણ કરવામાં, મહાવ્રતોનું પાલન કરવા માટે ધીર બનવામાં, ભિક્ષા માત્રથી આજીવિકા ચલાવવામાં, Page #241 -------------------------------------------------------------------------- ________________ 1311 ––– ૧૨ ઃ ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ – 82 --- ૨૨૫ નિરંતર સામાયિકમાં જ રહેવામાં અને કેવળ ધર્મોપદેશ દેવામાં. ગુરુતા આ ગુણોમાં છે પણ આ ખોખામાં નથી. શ્રી અરિહંત પરમાત્મા, શ્રી અરિહંત પરમાત્માની મૂર્તિ તથા આગમ – એ ત્રણે અને એ ત્રણેનો ઉપાસક શ્રી સંઘ આ સઘળી વસ્તુ ઉપર રાગ રાખે, એ રાગ આત્મિક છે પણ પૌલિક નથી. આ વસ્તુ સમજાવનાર શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા છે અને એ આશા એ જ આપણા માટે ધર્મ છે. દેવ, ગુરુ અને આગમની આજ્ઞા સિવાય કલ્યાણનો અર્થી આત્મા એક કદમ પણ ન ભરે. મુનિ જે ક્રિયા કરે તે ગુરુની આજ્ઞાથી, એક પણ ક્રિયા ગુરુની આજ્ઞા વગર કરવાની આજ્ઞા નથી. આંખના પોપચાં મીંચાઈ જાય છે, શ્વાસોશ્વાસ લેવાઈ જાય છે, એમાં પણ આજ્ઞા જોઈએ, પણ એ ક્રિયાઓ એવી છે કે એમાં દરવખતે આજ્ઞા લેવા જેટલો ટાઇમ નથી રહેતો, માટે સવારે જ એવી એવી ક્રિયાઓ માટે “વહુવેર સંહિસાદું અને વહુવેન્દ્ર પરશું' એવી આજ્ઞા માગી લેવાય છે. વિચારો કે કેવી મજેની વિધિ છે ! આજ્ઞાહીનતા ન થાય એની કેટલી કાળજી ! આજ્ઞાનો મર્મ : સભા : ધર્મરુચિ અણગારને આજ્ઞા આહાર પરઠવવાની હતી છતાં ખાઈ કેમ ગયા ? એ આજ્ઞાના મર્મને સમજ્યા માટે. આહારના એક બિંદુથી અનેક જીવોની વિરાધના જોઈ ત્યારે ગુરુની આજ્ઞા પરઠવવાની હતી, જ્યાં કે જ્યાં જીવની વિરાધના ન થાય ત્યાં, માટે શરીરમાં પરઠવ્યો. નારદને ગુરુએ આજ્ઞા તો કૂકડો મારવાની કરી હતી પણ ક્યાં, કે જ્યાં કોઈ ન જુએ ત્યાં. નારદ સમજ્યા કે આ આજ્ઞા કૂકડો મારવાની નથી, પણ નહિ મારવાની છે, માટે આજ્ઞાનો સાર સમજો. ગુરુ શિષ્યને આહાર કરવાની આજ્ઞા તો આપે છે, પણ સંયમનિર્વાહ માટે, સર્પ જેમ દરમાં જાય તે રીતે કોળિયો મોંમાં ઉતારવા માટે, નહિ કે ટેસ્ટ કરવા. પ્રશસ્ત ક્ષાયની આવશ્યકતા : શિષ્યને સુધારવા ગુરુ લાલાશ લાવે કે ઉગ્રતા કરે તે શિષ્યના હિત માટે કરવી જ જોઈએ. સર્વથા વિતરાગ દશા ન આવે ત્યાં સુધી, શ્રી વીતરાગ પરમાત્માએ કહેલા માર્ગની રક્ષા માટે, તે કષાયાદિ જરૂર જીવતાજાગતા રહેવા જોઈએ. રાગ એ કેવળજ્ઞાન માટે વજૂશંખલા જેવો છે પણ શ્રી ગૌતમસ્વામી ભગવાનને રાગ એ જ ગુરુભક્તિ માટે થયો. શ્રી વીતરાગ થવા માટે શ્રી Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –– 1812 વીતરાગ પરમાત્માની મૂર્તિ પ્રત્યે, એ તારકના મુનિ પ્રત્યે અસ્થિમજ્જા રાગ જોઈએ. એ તારકના માર્ગ માટે રોમરોમ રાગનું પરિણમન હોય. ભગવાન શ્રી મહાવીરદેવનું નામ શ્રવણ કરતાં શ્રેણિક મહારાજાની રોમરાજી વિકસ્વર થતી. એ પુણ્યાત્માની ભક્તિ કેવી ! મારવાડ દેશમાં ચોરની-લૂંટારાની જાતના જ વળાઉ રાખવામાં આવે છે, જેને મેણા કહે છે. શાહુકાર મેણા સાથે ચાલતાં શોભે ? એ એની આજ્ઞા મુજબ ચાલે ? હા ! ન ચાલે તો લૂંટાઈ જાય. એ સાથે ન હોય તો એ જ લૂંટે. એને આઠ આના આપી સાથે લેવામાં આવે છે. એનો હેતુ એ છે કે એની જાતના લૂંટારા લૂંટી શકે નહિ. જે રાગ લૂંટી રહ્યો છે તે શ્રી જિનેશ્વરદેવના શાસન પ્રત્યે થાય તો તે વળાઉ છે. વળાઉ સાથે રહે, દુશ્મનથી બચાવે અને હદ આવે એટલે પાછો વળે. તેવી રીતે પ્રશસ્ત કષાય, રાગ વગેરે અયોગ્ય કાર્યવાહીથી બચાવે અને આત્મા નિર્મળ થાય કે એ આપોઆપ પાછા વળે. વિતરાગ દશા નથી આવી ત્યાં સુધી ધર્મરક્ષા માટે, આત્મરક્ષા માટે, પ્રશસ્ત કષાયો હેય કોટિના નથી, પણ અત્યંત જરૂરી છે. શ્રી દશાર્ણભદ્ર રાજાનું અભિમાન પ્રશસ્ત હતું પણ મારાપણાનો ઊંહકારો અપ્રશસ્ત હતો. અયોગ્યને સુધારવાની લાલાશમાં વાંધો નહિ પણ હૈયામાં કાળાશ થાય તો જરૂર ડાઘ લાગે. વળાઉને પણ રાજી રખાય, સારું ખાવા અપાય પણ માલ ન દેખાડાય, હીરા માણેક ને પન્નાની થેલી ન બતાવાય, નહિ તો એ જ વળાઉ જરાક છેટે જઈ લૂંટે અગર લૂંટાવે. વાઘ કે સિંહના બચ્ચા પાળનારા માલિકો પોતાનાં શરીર એમને ચાટવા ન દે. કેમ કે જાણે કે દાંત બેઠા અને લોહી ચાખે તો એ પ્રાણી સ્વજાતિનો ભાવ ભજવ્યા વિના ન રહે. આથી જ પરમોપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓ ચેતવે છે કે પ્રશસ્ત કષાયોને પણ મતલબ પૂરતા જ રાખવાના છે માટે એને પણ આધીન ન થતા. આધીન થનારનો આ શાસનમાં પક્ષપાત નથી. જેનું પરિણામ સારું તેને પ્રશસ્ત સમજો અને જેનું પરિણામ ખોટું તે પ્રશસ્ત દેખાતા હોય છતાંય અપ્રશસ્ત સમજો. અભવ્યનું સંયમ સુંદર છતાં શાસ્ત્રકારે અનર્થકર નિષ્ફળ પ્રાય: કહ્યું, કારણ કે તે પૌગલિક લાલસાઓથી ભરેલું જ છે, આથી જ નિર્વેદ તથા વૈરાગ્ય વિના ધર્મ પામી શકાતો નથી અને પાળી શકાતોય નથી, એ જ કારણે સૂત્રકાર પરમર્ષિ સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય તે માટે કર્મના વિપાકનું વર્ણન કરે. એ વિપાકનું વર્ણન કરતાં સૂત્રકાર પરમર્ષિ અને ટીકાકાર મહર્ષિ શું શું ફરમાવે છે એ આપણે હવે પછી જોઈશું. Page #243 -------------------------------------------------------------------------- ________________ 1313 – ૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ – 82 – ૨૨૭ કર્મવશવર્તી પ્રાણીઓના કર્મવિપાકનું વિશિષ્ટ પ્રકારે વર્ણન શા માટે? સંસારવર્તી પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના જ એક ઇરાદાથી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા, કર્મના વિપાકનું વર્ણન કરવા માગે છે; કેમ કે કર્મવિપાકના યોગે થતી સંસારની દુઃખમયતા સામાન્ય રીતે પણ સમજાય નહિ ત્યાં સુધી નિર્વેદ આવતો નથી અને વૈરાગ્યભાવના જાગૃત થતી નથી તથા નિર્વેદ અને વૈરાગ્ય વિના શ્રી જિનેશ્વર દેવનો માર્ગ રૂચતો નથી. પ્રભુના માર્ગની રુચિ માટે નિર્વેદ તથા વૈરાગ્ય એ પ્રબળ સાધન છે. નિર્વેદ એટલે સંસારને કારાગાર માનવો અને એનાથી ક્યારે છુટાય એ ભાવના થાય છે. એ નિર્વેદના યોગે એકેએક સંસારના પદાર્થ પ્રત્યે રાગ પાતળો પડે એ વૈરાગ્ય. એ થાય ત્યારે જ્ઞાનીનો માર્ગ સારામાં સારી રીતે આરાધાય. શ્રી વીતરાગ પ્રભુના માર્ગમાં દુનિયાદારીના પદાર્થોની અભિલાષાનો પણ નિષેધ છે કારણ કે મળ્યું હોય એ પણ છોડવાનો એમાં ઉપદેશ છે. અર્થકામ, પૈસોટકો, રાજઋદ્ધિ વગેરે મેળવવાની મહેનત તો સૌ કરે પણ આ શાસનમાં તો એ બધું છોડવાની મહેનત છે. બહારથી છોડવાની સાથે હૈયેથી પણ ખસવું જોઈએ; આ જ કારણે ધર્મની પ્રાપ્તિ માટે સામાન્ય રીતે પણ નિર્વેદ તથા વૈરાગ્ય એ ગુણોની અનિવાર્ય જરૂર છે. જ્યારે સંસાર પ્રત્યે નિર્વેદ આવે ત્યારે સંસારની પ્રતિપક્ષી વસ્તુ પ્રત્યે સદ્ભાવ થાય છે. ધ્યાનમાં રાખજો કે નાનામાં નાની ક્રિયા આ શાસનની એટલે નવકાર મંત્રનો જાપ પણ સંસારથી છૂટવા માટે જ છે; અર્થાતુ કોઈ પણ ક્રિયા શ્રી જિનેશ્વરદેવોએ સંસારમાં રહેવા માટે ફરમાવી જ નથી. પ્રાણીઓનાં સંસારના બંધન ઘટે, રાગદ્વેષ ઘટે, મોહની આસક્તિ ઘટે, તે માટે જ એકેએક ક્રિયાનું જ્ઞાનીએ વિધાન કરેલ છે. જ્યાં સુધી દુનિયાની તીવ્ર આસક્તિ બેઠી છે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવ જેવા પરમોપકારીની આજ્ઞામાં રતતા નથી થતી; આથી જ નિર્વેદ તથા વૈરાગ્ય ગુણની ખિલવણી વગર ધૂનન ન થાય. આ જ હેતુથી સૂત્રકાર પરમર્ષિએ આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના બીજા સૂત્રની શરૂઆતમાં જ ફરમાવ્યું કે – તે સુખદ ના તદા” તે યથાવસ્થિત કર્મવિપાકને તે જ રીતે પ્રતિપાદન કરતા મને હે ભવ્ય જીવો ! તમે સાંભળો.” Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – - 114 સંસાર એટલે ચાર ગતિ : હવે સૂત્રકાર પરમર્ષિ સૂત્ર દ્વારા તે કર્મવિપાકને કેવી રીતે વર્ણવે છે, એ વસ્તુનો સારી રીતે અને સ્પષ્ટતાથી ખ્યાલ આવે તે માટે, ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતે જ પ્રથમ તેનો ખ્યાલ આપવા માટે સંસારમાં ગતિઓ કેટલી છે, તે ગતિઓમાં યોનિઓ અને કુલકોટિઓ કેટલી છે, તે તે ગતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે, તે તે ગતિઓમાં કેવા પ્રકારની અને કેવી કેવી વેદનાઓ તથા કઈ કઈ જાતનાં અને કેવા કેવા પ્રકારનાં દુઃખો છે અને આ બધાય ઉપરાંત એ ભયાનક સંસારમાં કેવી અશરણ દશા છે, એનો અનંતજ્ઞાનીઓના વચનાનુસાર આબેહૂબ ચિતાર આપવાનો ઇરાદો રાખે છે અને એ જ કારણે એ પરમોપકારી પરમર્ષિ ક્રમસર એ સઘળી વસ્તુઓનું વર્ણન કરતાં શરૂઆતમાં જ “સંસાર' એટલે શું ? એ સમજાવતાં ફરમાવે છે કે – ___ "नारकतिर्यङ्नरामरलक्षणाश्चतस्रो गतयः" નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવલક્ષણ ચાર ગતિઓ છે અર્થાત્ ચાર ગતિઓ કહો કે સંસાર કહો એ ઉભય એક જ છે.' આ જ વસ્તુનું સ્પષ્ટ સ્વરૂપે પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંસારભાવનાના આંતરશ્લોકો પૈકીના પ્રથમ જ શ્લોક દ્વારા ફરમાવે છે કે – "संसारिणश्चतुर्भेदा:श्वभ्रतिर्यग्नरामराः । પ્રવેગ કહવદુતા: કર્મસમ્બન્યવધતા: III” “સંસારી જીવોના પ્રકાર ચાર છે; - “એક નારકી, બીજા તિર્યંચ, ત્રીજા મનુષ્ય અને ચોથા દેવ.” કર્મોના સંબંધથી બાધિત થયેલા એ ચારે પ્રકારના જીવો પ્રાયે કરીને ઘણા જ દુઃખી હોય છે.' આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે સંસારવત આત્માઓ ચાર ગતિઓમાં વહેંચાયેલા છે એટલે કે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ સિવાય કોઈ પણ સંસારી નથી : કારણ કે સંસારી માત્રનો સમાવેશ એ ચારમાં જ થઈ જાય છે અને એ ચારે ગતિમાં રહેલા આત્માઓ કર્મોના સંબંધથી બાધિત થયેલા છે; એ કારણે ભયંકર પરતંત્ર અવસ્થામાં પડેલા એ ચારે પ્રકારના આત્માઓ ઘણું કરીને દુઃખથી રિબાતા હોય છે. કર્મની પરવશતા એ સંસારી-આત્માની ભારેમાં ભારે બૂરી દશા છે. કર્મની Page #245 -------------------------------------------------------------------------- ________________ 1315 – ૧૨ ઃ ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82 –– ૨૨૯ પરવશતામાં પડેલાં પ્રાણીઓ પોતાનું આત્મભાન કોઈ પણ પ્રકારે નથી પામી શકતાં, પ્રપંચી આત્માઓ ધારે તો કારમી ગણાતી રાજસત્તાના ફંદામાંથી બચવાના ફૂટ પ્રયત્નો આદરે અને એ આદરવામાં કુશળ હોય તો કદાચ બચી પણ શકે છે પણ કર્મસત્તાના પંજામાંથી બચવું એ કર્માધીન આત્માઓ માટે ઘણું જ અશક્ય છે, કારણ કે કર્મની સત્તા ભયંકર છે. બહાદુરી શામાં ? સમય પામીને કર્મ નબળા આત્માઓને પાયમાલ કરે છે ને બળવાનને પણ ગબડાવી દે છે. કર્મના સંયોગથી આત્મા ન બચે તો કોઈ પણ કાળે મુક્તિ થવાની નથી; આ જ કારણે જ્ઞાનીઓ કહે છે કે કર્મના ઉદય વખતે ચિંતા કરવાની નથી પણ બંધ વખતે ચેતવાની જરૂર છે. કારણ કે એકવાર જે કર્મ આત્મા સાથે મળી ગયું છે તેનો વિપાક આપ્યા સિવાય રહેવાનું નહિ. કર્મને ભોગવવાનાં સ્થાન ચાર છે. દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ સિવાય પાંચમી સિદ્ધિ ગતિમાં કર્મનો પ્રચાર નથી. ચારે ગતિમાં કર્મના વિપાકનો ભોગવટો છે. સારા યા નરસા કર્મના યોગે સુખ યા દુઃખનાં સાધન મળે છે. ચારે ગતિમાં કર્મો આપેલું લેવાનું છે. બાકી કર્મ સામે થઈ જેટલું આપણે આપણું પોતાપણું પ્રગટ કરીએ તેટલી જ આપણી બહાદુરી. ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે – દેવગતિના આત્માઓ વિષયોમાં પ્રસક્ત છે, નરક ગતિના આત્માઓ દુઃખોથી સંતપ્ત છે, તિર્યંચ ગતિના આત્માઓ વિવેકથી રહિત છે, માત્ર મનુષ્યો પાસે જ પૂરતી ધર્મની સામગ્રી છે.” આ છતાં એ ગતિમાં પણ કર્મના વિપાકમાં લીન થઈ જવાય એટલે કે શુભના ભોગવટામાં અને અશુભના ષમાં એ દુર્લભ જીવન વેડફી નખાય તો કર્મની સત્તામાંથી છૂટવાનું એકેય સ્થાન નથી. કર્મના વિપાકને સાંભળીને જો નિર્વેદ અને વૈરાગ્ય હૃદયમાં સ્થાન લઈ લે તો કલ્યાણ જ થઈ જાય અર્થાત્ જે કર્મવિપાકને આધીન ન થાય તે જ મુક્તિ મેળવે. સંસારમાં રહેવું પડે ત્યાં સુધીમાં અમુક ગતિમાં નહિ જવું પડે, એ બનવાનું નથી. આયુષ્ય કર્મની અમુક પ્રકૃતિ અમુક ભવ સાથે બંધાયેલી તે ઉદયમાં તો આવશે. ત્યારે ગતિમાં એક ગતિ તો નિર્માણ થયેલી છે, એટલે જવું તો પડશે જ પણ ત્યાં મુક્તિનો માર્ગ ઓછો યા અધિક ત્યારે જ આરાધી Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - 1316 શકાય કે જ્યારે કર્મના વિપાકને આધીન ન થવાય. કર્મના ઉદય વખતે સમભાવે રહેવાય તો જ ધર્મનું આરાધન થાય; અર્થાત્ નિર્વેદ આવે નહિ અને વૈરાગ્ય હૃદયમાં વસે નહિ ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવનો ધર્મ સ્પર્શતો જ નથી; આ કારણે કર્મ શું છે, એનો વિપાક શું ચીજ છે, વિપાકના ઉદય વખતે શું હાલત થાય છે, એ વગેરે કાળજીપૂર્વક સાંભળવું, વિચારવું અને વિચારીને યોગ્ય વર્તન કરવું જોઈએ; છતાં પણ કહો કે જીવ અજીવનું સ્વરૂપ, આશ્રવ અને સંવરના હેતુઓ, સ્વ શું અને પર શું, હું કોણ અને આ બધું શું, આત્મા શું અને આત્માનો ધર્મ શો, જડ શું અને ચેતન શું, એ જાણનાર આજે કેટલા ? ખરેખર આ જાતના વિચારો જ મોટા ભાગને નથી આવતા; આજે તમે સ્વ અને પરના સ્વરૂપને નથી સમજી શકતા, મિત્ર અને દુશ્મનની પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યા છો. આત્મા પોતાના સ્વરૂપને સમજી જાય તો પારકાની તાકાત નથી કે તેને ફસાવી શકે. આ બધા વિચારો રોજ રાત્રિદિવસ જાગ્રત રહેવા જોઈએ. કેવળ દુનિયાદારીના વિચારોમાંથી ઊંચા આવવું નહિ અને શ્રી જિનેશ્વરદેવનો ધર્મ આરાધવો એ ખરે જ અસંભવિત છે; માટે કર્મના જ ભોગવટામાં લીન નહિ થતાં પ્રભુઆજ્ઞાની આરાધનામાં રત થવું એમાં જ સાચી બહાદુરી છે. નરકમાં પણ શાંતિ કોણ આપે ? નારકના જીવો નારકીમાં ઉત્પન્ન થતાની સાથે તેમાંથી નીકળવાનાં જ ફાંફાં માર્યા કરે છે. ખરાબમાં ખરાબ આયુષ્ય હોય તો તે નારકનું જ છે. બીજી ગતિના જીવો પ્રાયઃ મરવા ઇચ્છતા નથી પણ નારકીઓ તો મરવાને જ ઇચ્છે છે. નારકીનું ઓછામાં ઓછું આયુષ્ય દસ હજાર વર્ષનું હોય છે. ગમે તેટલા મરવાના પ્રયત્ન કરે તો પણ આયુષ્ય જ એવું છે કે ભોગવ્યે જ છૂટકો અને બહુ નાનામાં નાનું બાંધ્યું હોય તો પણ દસ હજાર વર્ષ તો ખરાં જ; ત્યાં રહેલા જીવોને એક ક્ષણભરની પણ શાંતિ નહિ. ત્યાં પણ શાંતિ આપનાર કોઈ હોય તો શ્રી જિનેશ્વર ભગવાનના શાસનમાં વર્ણવાયેલું તત્ત્વજ્ઞાન જ છે; એ જ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે આત્માના સ્વરૂપની બરબાદી ન કરવી હોય તો કર્મના વિપાકને આધીન ન થાઓ, પણ એના ભોગવટાના સમયે પણ એને આધીન નહિ થતાં અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા તત્ત્વજ્ઞાનના ચિંતવનમાં રત બની આત્માના સમભાવને સારામાં સારી રીતે કેળવો; એટલે નરક જેવા ભયંકરમાં ભયંકર સ્થાનમાં પણ સાચી શાંતિનો સાક્ષાત્કાર ઘણી જ સહેલાઈથી કરી શકશો. Page #247 -------------------------------------------------------------------------- ________________ 1317 ૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82 પરિણામની વિચિત્રતાને વિચારો : સભા : પણ સાહેબ ! નરક આદિ કાલ્પનિક છે એમ આજના કેટલાક ભણેલાઓ કહે છે ! ૨૩૧ એવાઓને પૂછો કે ‘પાપનું ફળ શું ? પાપની ક્રિયાનો બદલો માનો છો કે નહિ ? જિંદગી સુધી પાપ કરવા છતાં અનેકનાં ખૂન, અનેક પ્રકારની લૂંટ અને વ્યભિચાર વગેરે સેવ્યાં છતાં આખી જિંદગી સુધી જેઓ આનંદ ભોગવતા દેખાય છે તેઓ તેનું ફળ કયાં ભોગવશે ? બુદ્ધિ શું એટલી બધી બુઠ્ઠી બની ગઈ છે કે જેથી કર્યાનું ફળ મળે એની પણ શંકા થાય છે ? અયોગ્ય આત્માઓ અયોગ્ય કાર્યનો નતીજો ક્યાં ભોગવશે ? પાપ કરનારો ભયંકર ગતિમાં જાય એની શંકા શી ?' જેઓ પોતાને બુદ્ધિના ભંડાર સમજે છે તેઓ પાપ વખતે થતી પરિણામની ધારાને વિચારે તો તેઓને દેખાયને ? તેઓને ક્યાં ખબર છે કે પાપીનું હૈયું નઠોર, લજ્જા, શરમ કે મર્યાદાહીન બને છે; તે વખતે પાપીઓના વિચાર અને વિવેકનો નાશ થાય છે અને એવી ઉલ્લંઠતા આવે છે કે ત્યાં સદ્વિચારને જન્મવાને સ્થાન જ નથી રહેતું. પરિણામની વિચિત્રતા સમજનારને પાપ અને પુણ્યના શાસ્ત્રનિર્દિષ્ટ ફળમાં કશી જ શંકા રહેતી નથી. અપ્રમત્તથી હિંસા થઈ જાય તો પણ તે અહિંસક છે અને પ્રમાદને વશ થયેલા આત્માથી હિંસા ન થાય તો પણ તે હિંસક છે. સાધુ નિર્દોષ ભિક્ષા લાવે તેમાં મિષ્ટાન પણ આવે તો તે ઉપોષિત તેમજ અહિંસક છે અને લાલસાથી સૂકા રોટલા ખાનાર પણ આસક્ત અને હિંસક છે. ચિત્ત એટલું બધું ચંચળ છે કે એ સર્વત્ર પહોંચી જાય છે. ‘અમેરિકામાં અમુક માળની હવેલીઓ, સોના ચાંદીના ઝરૂખા, આટલા પાઉંડની મિલકત,' એ વાંચીને મનમાં શું થાય ? એ જ કે બધું ત્યાં કચાંથી ગયું અને મને કેમ નહિ ? એવા વિચાર કરનારને જ્ઞાની કહે છે કે પેલાએ જેટલા આરંભ સમારંભ કરીને પૈસા મેળવ્યા તે બધાનો તારા પરિણામ પ્રમાણે હિસ્સેદાર તું પોતે થાય છે અને એવી વિચારણાના પ્રતાપે ઇર્ષ્યા આદિ બીજાં પાપસ્થાનકો સેવાય તેનું પાપ તો વધારામાં જ. વળી એક અયોગ્ય શબ્દ દુનિયામાં કેટલી ભયંકરતા ઊભી કરે છે તે વિચારો. એકાદ અસત્ય વચનથી જેમ કેટલાઓનો સંસાર સળગી જાય છે તેમ એક ઉન્માર્ગ પોષક વચનથી, એક ઉન્માર્ગની દેશનાથી અને એક ઊંધા વર્તાવથી કેટલાઓના ભાવ અને આત્મા નષ્ટ થઈ જાય છે ! વેપારમાં જરાક ભૂલથી ઘર સાફ થઈ જાય છે, એક મિનિટની ભૂલથી લાખ્ખોની ખોટ આવે છે, પા Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ — — 1318 કલાકમાં લક્ષાધિપતિ અને પા કલાકમાં ઠીકરાપતિ બની જાય છે, એ તો પ્રત્યક્ષ છે ને ! તો વિચારો આટલી નજીવી ભૂલમાં આવું કેમ બની જાય છે ? આ વિચારશો એટલે ‘જ્યારે બધી જાતિનાં પાપ એકત્રિત થઈ જાય છે ત્યારે આત્માની અધોગતિ થતાં વાર લાગતી નથી.” આ વાત સહેલાઈથી સમજાશે. મહેનત મજૂરો વધારે કરે છે કે શેઠીઆઓ ? છતાં આવકનો ફેરફાર કેમ ? પુણ્ય અને પાપની તાકાત : સભા : મજૂરોને શારીરિક મહેનત હોય છે જ્યારે શેઠિયાઓને માનસિક મહેનત કરવી પડે છે.' એવા ઘણાય શેઠિયાઓ છે કે જેને શારીરિક અને માનસિક એકેય મહેનત કરવી પડતી નથી અને લાખ્ખોની આવક ચાલુ હોય છે. એ બધું શું ? કહેવું જ પડશે કે તીવ્ર પુણ્ય. જેમ પુણ્ય ખરું તેમ પાપ પણ ખરું કે નહિ ? એક કૂબડો છે છતાં કોટ્યાધિપતિ અને એક રૂપાળો છતાં ભિખારી છે. પાપના પ્રતાપથી ન ઇચ્છેલાં દુઃખો પણ આવી મળે છે. બચ્યું નાનું હોય છતાં પાંચ ડિગ્રી તાવ આવે કે નહિ ? ત્યાં “આ બિચારો' એ ચાલે ? નહિ જ. આ જ રીતે કર્મ બંધાવનાર આત્માના ઊંધા અને ભયંકર પરિણામોનો વિચાર કરો તો નારકીના તેત્રીસ સાગરોપમ પણ બરાબર બેસી જશે. મહારંભ અને મહાપરિગ્રહ એ શું ચીજ છે ? કપડાના એક ટુકડા ઉપર પણ મૂછ આવે તોયે શાસ્ત્ર તેને પરિગ્રહ કહ્યો. પાપની ક્રિયા એક ક્ષણની પણ પાપ પહેલાં અને પછીની દશા ભયંકર હોય છે. પાપ થવામાં વાર કેટલી ? નહિ જેવી જ. પણ તે પાપનાં પરિણામ ઉત્પન્ન કરવામાં અને તેને ટકાવી રાખવામાં આગળપાછળ અશુભ ક્રિયાઓનો ધોધમાર ચાલી રહ્યો છે, તે સમજાય તો બધું જ સમજાય. એટલા જ માટે હું તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાને કહું છું. નરકની વેદના, થયેલા અશુભ પરિણામ કરતાં વધારે નથી. તેવી જ રીતે શુદ્ધ પરિણામની ધારા વધી જાય તો પુદ્ગલની – કર્મની શક્તિ નથી કે વળગી શકે. કર્મના વિપાક વખતે ગુલામ ન થાઓ તો વળગેલાં કર્મ પણ છૂટી જાય. શાસ્ત્રકારોના કથનાનુસાર જેઓ ચારે ગતિના સ્વરૂપને સમજ્યા હશે, તેઓ તો પોતાના આત્માનું હિત ગમે તેવા સંયોગોમાં પણ પોતાનું ચાલશે ત્યાં સુધી બગડવા નહિ દે. સંસારની લાલસાવાળાઓને તો આ બધી ચાલબાજી લાગશે. કેટલાકો તો કહે છે કે મહારાજની વાકચાતુરી સારી એટલે લોભાવીને સમજાવી Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82 દે છે તેઓ તો ઉપહાસમાં એમ કહે છે પણ જેઓ હૃદયથી કહેતા હોય તેઓને હું કહું છું કે કેવલ વિદ્વત્તા કે વાક્ચાતુરીમાં જ ન મૂંઝાઓ. જે તત્ત્વને ન વળગે તેને હું સાચો શ્રોતા નથી માનતો. વક્તા તો ઘણાય હોય; દુનિયાનાં પાપકાર્યોમાં વક્તાઓ ક્યાં ઓછા છે ? એવા વક્તાઓ વાણીના બળથી ડાહ્યાઓને પણ ચક્કરમાં ચડાવી દે છે. માટે કર્મના સ્વરૂપને અને પરિણામની વિચિત્રતાને સમજો. કર્મના સ્વરૂપ, પરિણામની દશા અને મનોવૃત્તિઓને સમજાય તો ચારે ગતિનું સ્વરૂપ આપોઆપ જ સમજાય. આજુબાજુના પહેલા અને પછીનાં પાપમાં પરિણામના આધારે કર્મનો બંધ છે, ક્રિયા એ તો વચ્ચેની સામાન્ય વસ્તુ છે. માટે આટલું પાપ અને ફળ આટલું કેમ ?' એમાં ને એમાં ન મુંઝાઓ. સુખ પણ દેવગતિમાં એટલું જ છે. 1319 શ્રી શ્રેણિકાદિને નરકના આયુષ્યનો બંધ કેટલી વારમાં થયો ? પાપ કરનારાઓ આયુષ્યના બંધ વખતે શુભ પરિણામ આવી જાય તો દેવાયુ પણ બાંધી દે પણ પ્રથમ બાંધ્યાં એ તો ભોગવવાનાં જ. ૨૩૩ શાસ્ત્ર કહે છે કે એક નવકાર મંત્ર જપતાં, દેવગુરુને હાથ જોડીને પગે લાગતાં, સાધુની પગચંપી કરતાં, દાન દેતાં, શીલ પાળતાં, અને નાનું તપ વગેરે કરતાં પણ કેવળજ્ઞાન થાય. શાથી ? તો કહેવું જ પડશે કે પરિણામની તીવ્રતાથી. તેમ ‘આટલું પાપ નરકે કેમ લઈ જાય ?’ એવો પ્રશ્ન ન હોઈ શકે. શું પાપ કુદરતી બન્ને છે, એમ ? આર્યક્ષેત્રમાં, સારા કુળમાં જન્મેલાને જ્યારે પાપની મતિ આવે ત્યારે અશુભ પરિણામનું જોર કેટલું જબ્બર હોય ? ભાગ્યવાનો ! સમજો કે પાપનું સામ્રાજ્ય મોટું છે અને પુણ્યનું નાનું છે. પાપનાં સાધન વધારે છે અને પુણ્યનાં થોડાં છે. પાપની વાત કરનારા વધારે છે અને પુણ્યની વાત કરનારા થોડા છે. હિંસકોનો પાર નથી અને અહિંસક મુઠ્ઠીભર છે. સાચું બોલનારા થોડા છે અને જુઠ્ઠાનો તોટો નથી. મોક્ષમાર્ગના બતાવનારા થોડા છે ને સંસારમાં રૂલાવનારા સંખ્યાબંધ છે. બધી સામગ્રી અને સ્થળ એવાં છે. પાપની તો હારમાળા ચાલે છે. પાપ કુદરતી રીતે નથી બનતું, માટે પાપ કઈ કઈ રીતે જન્મે છે એને ખૂબ ચિંતવો. મહાસંયમીને પણ એક ઉન્માર્ગપોષક વચન પતિત કરી નાખે. બધી આરાધનામાં એક ક્રિયા એવી થાય કે બધાને નિષ્ફળ બનાવી દે. મોટા ચિત્રમાં એક શાહીનો ખડિયો ઢોળી નાખે તો તે નકામું થાય. જેમ શાહીના છાંટામાં ચિત્રને બરબાદ કરવાની શક્તિ છે તેમ નાના પણ પાપમાં ઘણા સુકૃતનો નાશ કરવાની તાકાત છે. થોડો પણ અપ્રશસ્ત કષાય કરોડ પૂર્વના ચારિત્રને બાળીને ભસ્મીભૂત કરે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ ઊંધા વિચારોનું પરિણામ ઃ ‘ફલાણું પાપ તે સાધુને લાગે, અમારે શું ?’ આમ કહેનારને કહો કે ભાઈ ! વાત મોટાને નામે થાય, તમારે નામે ન હોય. જોખમદારીના સોદા દરેકની સાથે ન થાય ! “કાચા પાણીને અડે તો સાધુને પાપ લાગે. અમે તો નાહીએ, કૂદીએ તો અમને પાપ-બાપ કાંઈ નહિ” આવા વિચારથી ભાવના ક્રૂર અને ક૨ીણ થઈ જાય છે. વિચારમાળા જ ખોટી. ઊંધી પૂતળીની આંખની જેમ મિથ્યાત્વનાં પાયા પણ ઊંધા જ હોય છે. ગૃહસ્થાશ્રમમાં જે પાપ છે તેને પાપ તરીકે ઓળખાવીને પાપથી બચાવવાનો જે સદુપદેશ છે તે પણ એવાઓને ઊંધો પરિણમે છે. એના જ પરિણામે તેઓ કહે છે કે ‘અમારા ગૃહસ્થાશ્રમની જે નિંદા કરે તેને અમે નિંદીએ, ગાળો દઈએ તેમાં ખોટું શું ?' આની સામે કહેવું પડે છે ખરેખર પાપને પાપ તરીકે ઓળખાવવામાં આવે ત્યાં પણ ઊંધી પૂતળીવાળાઓને ઊંધું જ દેખાય. ‘પાપીને પણ તું પાપી છો એમ કહેવું તે નિંદામાં ચાલ્યું જાય.' પણ આ પાપ છે અને એ જે કરે તે પાપી છે એમ તો કહેવાય : એ જ રીતે જે ભણેલા ન હોય તે મૂર્ખા અને ભણેલા છતાં પણ ઊંધી બુદ્ધિવાળા હોય, અગર કુબુદ્ધિના ધરનાર હોય તો મહામૂર્ખ છે એમ પણ ખુશીથી કહેવાય. 1320 શાસ્ત્ર પણ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિને મિથ્યાશ્રુત પણ સમ્યગ્રૂપે પરિણમે છે અને મિથ્યાદ્દષ્ટિને સમ્યકૂશ્રુત પણ મિથ્યાશ્રુતપણે પરિણમે છે. કુબુદ્ધિ એટલે સ્વેચ્છાચારીપણું. પાપને પુણ્ય મનાવવું અને ધર્મના નામે પાપની ક્રિયાને પોષવી એ સુવિદ્યા નથી પણ કુવિધા છે. કુવિદ્યારૂપી મદિરાના પાનથી ઉન્મત્ત બનેલા દુર્ગતિએ જાય એમ કહેવામાં આવે ત્યારે તો તેમાં કશું જ ખોટું નથી. શ્રી વીરવિજયજી મહારાજે એક પૂજામાં કહ્યું છે કે - “પ્રભુ તુજ શાસન અતિ ભલું, માને સુરનર રાણો રે, મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધો એક કાણો રે.” કાણા એક જ આંખે જુએ. મિથ્યાદષ્ટિ અને અભવીને એકને અંધાપો અને એકને કાણાશ, એ ગુણ હોય છે. જે જે પોતાને ભણેલા, કેળવાયેલા કે સુધારકો માનતા હોય તેઓને મારી ભલામણ છે કે વિદ્વાન અને સારા ગણાતા સાધુ પાસે જઈને તેઓ શાસ્ત્રાધારે શાંતિપૂર્વક વિચાર કરે; તેઓ પોતાને સાધુઓથી મોટા માનતા હોય તો તેમના મનથી નાના એવા સાધુઓને સુધા૨વા તો પરિચય કરેને ! Page #251 -------------------------------------------------------------------------- ________________ 1921 – ૧૨ ઃ ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ – 82 – ૨૩૫ ભાષ્યકાર મહર્ષિ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી મહારાજા કહે છે કે જ્ઞાનને અજ્ઞાન બનાવનાર યથેચ્છ પ્રવૃત્તિ છે. જેમાં સદ્ અને અસહ્ની વિશેષતાનું વિવેચન નથી, જેમાં યથેચ્છ પ્રવર્તન છે અને પાપમાંથી વિરામ નથી, તે જ્ઞાન એ જ્ઞાન નથી. એ દષ્ટિએ કુવિદ્યાને ભણેલાઓ પણ મહામૂર્ખ છે એમ અમો કહીએ છીએ. આજના ધર્મ ગણાતા મનુષ્યોમાં પણ એક જાતની શિથિલતા આવી ગઈ છે. ખોટા જેટલા પાપકાર્યમાં નીડર રહી શકે એટલા સાચા ધર્મકાર્યમાં પણ ધર્મીઓ નીડર રહી શકતા નથી. એક ધર્મીમાં જેટલું કૌવત છે તેટલું હજાર અધર્મી અને લાખ ધર્મના વિરોધમાં નથી પણ ધર્મો ધર્મ હોવો જોઈએ. તેવા ધર્મીની પાસે અધર્મીને પગ મૂકતાં પણ કંપારી થાય. ધર્મીપક્ષ બળવાન થતો જાય, સહેજે સ્થિર હોય તો બીજાને જોવા આવવાનું પણ મન થાય અને આવે તો ધર્મ પણ થાય. જે વસ્તુ વસ્તુસ્વરૂપે છે તે તમને તે સ્વરૂપે સમજાઈ જાય તો આપત્તિ આપોઆપ ટળી જાય, માટે તમે જાતે વસ્તુના સમજદાર થાઓ. કેવળ અમારા દોરવાયેલા દોરવાઓ તે ઠીક છે પણ તમે તમારી મેળે કાંઈક સમજતા થાઓ. અસત્ય પક્ષ સામે સત્ય પક્ષનો મોરચો મંડાય ત્યારે એક વખત ઉકળાટ થાય. જેમ પહેલા વરસાદમાં જમીન બાફ મારે છે. બધી ગરમી ચૂસાઈ જાય ત્યારે જ ઠંડક વળે છે, તેમ આ કેટલાય કાળની ગરમી શાંત કરવા માટે ધોધમાર વરસાદ પડવો જોઈએ. સૂત્રકાર મહર્ષિ નિર્વેદ અને વૈરાગ્ય પેદા કરવા માટે ચારે ગતિમાં રહેલ જીવોના કર્મવિપાકને કહેવા ઇચ્છે છે; કારણ કે તે સમજાય તો જ શ્રી જિનેશ્વરદેવનો ધર્મ તમારા આત્મામાં પરિણામ પામે. સૂત્રકાર પરમર્ષિ કર્મવિપાકનું વર્ણન કરે તે પૂર્વે સૂત્રકાર પરમર્ષિએ પ્રરૂપેલી વસ્તુ સ્પષ્ટતાથી સમજાઈ જાય તે કારણે ટીકાકાર મહર્ષિ આપણે પ્રથમ કહી આવ્યા તે સઘળી વસ્તુઓનું વર્ણન કરવા ઇચ્છે છે. સંસાર એ ચાર ગતિમય છે” આટલું કહ્યા પછી એ ચારે ગતિની દુઃખમયતાનો ચિતાર આપતાં ટીકાકાર મહર્ષિ શું શું વર્ણવે છે, એ આપણે હવે પછી જોશું. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : દુર્ગતિનાં દારુણ દુઃખ અને એનાં કારણો કર્મવશવર્તી પ્રાણીઓના કર્મવિપાક : ♦ સંસારનું વર્ણન : ૦ પારકાને દુઃખે સુખી ? ♦ સંસર્ગની અસ૨ : 83 ખાતાં ખાતાં કેવળજ્ઞાન, પણ કેમ ? શ્રદ્ધાની ખામી : • લઘુતા કે અભિમાન : વિષય : આચારાંગ સૂત્રની ટીકાના આધારે નરકગતિનું વર્ણન : અન્યના દુ:ખે સુખી થનારા જીવોની મનોદશા : સંસર્ગની અસર, ચાર ગતિરૂપ સંસારનું વર્ણન કરતાં પ્રથમ નરકગતિનું અને તેમાં થતાં દુઃખોનું વર્ણન આ પ્રવચનમાં શરૂ કરાયું છે. તેમાં પ્રસંગોપાત પરમાધાર્મિક દેવો દ્વારા અપાતી પીડાના સંદર્ભે એક પ્રશ્નના ઉત્તરમાં પારકાના દુઃખે સુખી થનારા જીવોની મનોદશાનું ખૂબ જ કરુણ ચિત્ર પ્રવચનકારશ્રીજીએ રજૂ કર્યું છે. ત્યારબાદ સારા-નરસા સંસર્ગથી થતી સારી-નરસી અસરો ઉપર માર્મિક વિવેચન કર્યું છે. પ્રતિજ્ઞાધારી એવા મુનિઓ માટે પણ ખરાબ નિમિત્તો-સંસર્ગથી દૂર રહેવાનું વિધાન જ્ઞાનીઓએ કર્યું છે, તો સામાન્યે તો કેટલી કાળજી લેવી ઘટે ? ત્યારબાદ જિનવચનમાં કેવી શ્રદ્ધા હોવી જોઈએ અને સાચી લઘુતા કોને કહેવાય વગેરે વાતો પર સુંદર પ્રકાશ પાથરી પ્રવચન પૂર્ણ કરેલ છે. સુવાક્યાતૃત ♦ જેઓ સૂત્રો ઉ૫૨ રચાયેલ ટીકા વગેરેને નથી સ્વીકારતા તેઓ ખરે જ સૂત્રોના સમ્યજ્ઞાનથી પ્રાયઃ વંચિત જ રહ્યા છે, રહે છે અને રહેશે. ♦ બીજાને વગર પ્રયોજને સતાવે અને ઈરાદાપૂર્વક બીજાઓનું બૂરું કરવાની જ વૃત્તિવાળા મનુષ્યો પણ એક રીતે મનુષ્ય લોકના પરમાધામી જેવા જ છે, એમ સમજો ! સમ્યગ્દષ્ટિએ તો ટિચાયેલા દુશ્મનને પણ બચાવવા જવું જોઈએ. ખરાબ સામગ્રી જો ન હોય તો ખરાબ વિચાર પણ નિષ્ફળ જાય છે. અપ્રશસ્ત કષાયાદિકના આવેશ વખતે કોઈપણ કામ ન કરો. ૭ અયોગ્ય સંસર્ગ જેમ આત્માને પાયમાલ કરે છે, તેમ યોગ્ય સંસર્ગ આત્માને ઉન્નત બનાવે છે. બાહ્ય સંસર્ગોમાં ૨સપૂર્વક રહેવા છતાં પોતે હ્રદયથી વિરાગી છે, એમ કહેનારા સાચા નથી પણ દંભી છે. પુદ્ગલને પુદ્ગલ જોઈએ એ વાત સાચી પણ આત્માને પુદ્ગલમય ન બનાવાય. અજ્ઞાનીની વાત સાંભળી જ્ઞાનીની વાત માનવામાં જ્ઞાનીની કિંમત ક્યાં રહી ? દુનિયાની કોઈપણ પાપપ્રવૃત્તિની છૂટ આ શાસન આપતું નથી, પણ પાપપ્રવૃત્તિથી બચાવવાની જ વાત કરે છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૩ઃ દુર્ગતિનાં દારુણ દુઃખ અને એનાં કારણો કર્મવશવર્તી પ્રાણીઓના કર્મવિપાક : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય એ હેતુથી છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના આ બીજા સૂત્ર દ્વારા, સંસારવર્તી પ્રાણીઓને કમને પણ ભોગવવા પડતા કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે. વસ્તુ તો આપણે અવતરણિકા અને આ સૂત્રના “તે સુદ નહીં તહી” આ અવયવ દ્વારા જાણી ગયા છીએ. પણ સૂત્રકાર પરમર્ષિ, પોતે જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે, તે કર્મવિપાકનું વર્ણન સહેલાઈથી સમજી શકાય તે માટે બીજા સ્ત્રાવયવોની વ્યાખ્યા કરતાં પૂર્વે જ ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતે જ અનેક વસ્તુઓને સ્પષ્ટ કરવાનો સુંદરમાં સુંદર પ્રયત્ન કરે છે. ખરેખર ટીકાકાર મહર્ષિઓનો આ ઉપકાર જેવો તેવો નથી. પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિઓએ અર્થી જીવોના ઉપકાર માટે એક સૂત્ર કે એક ગ્રંથની ટીકા કરતાં પોતાના સઘળાય જ્ઞાનનો યથોચિત ઉપયોગ એવી રીતે કર્યો છે કે જો વાંચનાર અને સાંભળનાર વિચક્ષણ, વિવેકી તથા શ્રદ્ધાસંપન્ન હોય તો સહેલાઈથી અનેક સુત્રો અને ગ્રંથોનું સાચું જ્ઞાન મેળવી શકે. ટીકાકાર મહર્ષિઓએ, કઠિનમાં કઠિન સૂત્રાદિકનું ઘણી જ ઓછી મહેનતે સારામાં સારું અને સ્પષ્ટ જ્ઞાન કરાવવા સાથે અનેક સૂત્રાદિનો સારામાં સારો બોધ કરાવવાનો જે ઉપકાર કર્યો છે તે ખરે જ વચનાતીત છે. જેઓ સૂત્રો ઉપર રચાયેલ ટીકા વગેરેને નથી સ્વીકારતા તેઓ ખરે જ સૂત્રોના સમ્યજ્ઞાનથી પ્રાયઃ વંચિત જ રહ્યા છે, રહે છે અને રહેશે એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી. સંસારનું વર્ણન: અનેક વસ્તુઓ પૈકીની એક વસ્તુને સ્પષ્ટ કરતાં તો ટીકાકાર મહર્ષિએ કહ્યું કે - સંસાર એટલે ચાર ગતિ અને ચાર ગતિ એટલે સંસાર, અર્થાત્ આખાયે Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1324 સંસારનો સમાવેશ ચાર ગતિમાં જ થઈ જાય છે. સંસારવર્તી આત્માઓ પૈકીના કેટલાક આત્માઓ નરક અને તિર્યંચ ગતિમાં રિબાય છે, જ્યારે કેટલાક આત્માઓ દેવગતિ અને મનુષ્યગતિમાં કર્મપરવશતાથી પરિભ્રમણ કરે છે. સંસારવર્તી કોઈ પણ આત્મા એવો નથી કે જેની હયાતી આ ચાર ગતિ પૈકીની કોઈ પણ એક ગતિમાં ન હોય. કર્મપરવશ આત્માને ઇચ્છાએ કે અનિચ્છાએ આ ચાર ગતિમાં જ ફરવાનું છે. જે આત્મા એ ચારે ગતિઓના પરિભ્રમણથી કાયર થયો હોય તેની ફરજ છે કે તેણે કર્મપરવશ નહિ બનતાં અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા કર્મવિપાકના વર્ણનને સમજી નિર્વેદ અને વૈરાગ્યના ઉપાસક બનવું. જે આત્માઓ પોતાની એ ફરજને અદા કરે છે તેઓ જ પોતાના આ માનવજીવનના સાધ્યને સાધી શકે છે. જેઓ પોતાના માનવજીવનના સાધ્યને સાધવા ઇચ્છે છે, તેઓ માટે જ ચારે ગતિના કર્મવિપાકનું વર્ણન પરમોપકારી પરમર્ષિઓએ કર્યું છે. અને એ જ હેતુથી આ પરમોપકારી ટીકાકાર પરમર્ષિ પણ ચારે ગતિના કર્મવિપાકનું વર્ણન કરે છે. “નારક, તિર્યંચ, મનુષ્ય, અને દેવ' - આ ચાર ગતિઓ છે એમ ફરમાવીને નરકગતિના કારમા વિપાકનું વર્ણન કરવા માગતા ટીકાકાર પરમર્ષિ નરકગતિમાં યોનિ વગેરેનું નિરૂપણ કરતાં ફરમાવે છે કે – "तत्र नरकगतौ चत्वारो योनिलक्षाः पञ्चविंशतिकुलकोटिलक्षाः त्रयस्त्रिंशत्सागरोपमाण्युत्कृष्टा स्थितिः वेदनाश्च परमाधार्मिक-परस्परोदीरित-स्वाभाविकदुःखानां नारकाणां या भवन्ति ता वाचामगोचराः, यद्यपि लेशतश्चिकथयिषोरभिधेयविषयं न वागवतरति तथाऽपि कर्मविपाकावेदनेन प्राणिनां वैराग्यं यथा स्यादित्येवमर्थं श्लोकैरेव किञ्चिदभिधीयते - “ચાર ગતિઓ પૈકીની નરકગતિમાં યોનિ ચાર લાખ છે, કુલકોટિ પચીસ લાખ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે અને પરમાધાર્મિકોએ ઉદીરેલ, પરસ્પરની ઉદરેલ તથા સ્વાભાવિક જે દુઃખો તે દુઃખોથી રિબાતા નારકીઓને જે વેદનાઓ છે તે તો વાણીના વિષયમાં આવી શકે તેમ નથી : અર્થાત્ શબ્દો દ્વારા તેનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવી શકાય તેમ નથીઃ જો કે લેશથી અભિધેયવિષયને કહેવા ઇચ્છતા અમારી વાણી એના વર્ણનમાં ઊતરી શકે તેમ નથી તો પણ કર્મવિપાકના આવેદનથી પ્રાણીઓને જે રીતે વૈરાગ્ય થાય તે માટે શ્લોકો દ્વારા કાંઈક નારકીઓનાં દુઃખોનું વર્ણન કરાય છે.” Page #255 -------------------------------------------------------------------------- ________________ ——— ૧૩ : દુર્ગતિનાં દારુણ દુ:ખ અને એનાં કારણો 83 ૨૩૯ આટલા સામાન્ય વર્ણન ઉપરથી પણ તમે સમજી શકશો કે ચારે ગતિમાં નરકત એ ઘણી જ કારમી ગતિ છે. ખુદ શાસ્ત્રકાર મહર્ષિ પોતે જ ફરમાવે છે કે નરકમાં રહેલા જીવોની વેદનાનું વર્ણન એ વચનાતીત છે. ઉપકારીઓના આ કથન ઉપર શ્રદ્ધા નહિ ધરનારા બિચારા મિથ્યાત્વમાં જ સબડે છે અને એ મિથ્યાભાવનાના યોગે સદાને માટે સ્વછંદી બની પાપની પ્રવૃત્તિથી નિર્ભીક બને છે, અને આ દુર્લભ એવા માનવજીવનની પ્રાપ્તિને એળે ગુમાવી દે છે. આવા ધર્મસામગ્રીથી ભરપૂર માનવજીવનને પામીને તો પુણ્યશાળી આત્માઓએ મિથ્યાભાવોનો ત્યાગ કરી સસ્તુના સેવક બનવું જોઈએ અને ‘અમને ન બેસે તે ખોટું' એમ માનવાનો જે ખોટો ઘમંડ તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. 1325 ધ્યાનમાં રાખજો કે ખોટો ઘમંડ આત્માને નરક જેવી દુર્ગતિમાં પડતાં નહિ જ બચાવી શકે. માનનાર કે નહિ માનનાર ઉભય બહુ આરંભ અને બહુ પરિગ્રહના સેવનથી ઉત્કૃષ્ટ સ્થિતિ જે નરકમાં છે તે સાતમી નરકે ગયા છે; તેવી જ રીતે આ લોકમાં વર્તમાન સમયે પણ જેઓ બહુ આરંભ અને પરિગ્રહમાં પ્રસક્ત રહે છે તેઓ માને કે ન માને તો પણ એ બહુ આરંભની પ્રવૃત્તિ અને પરિગ્રહની અતિશય આસક્તિ તેઓને નરકતિમાં ઘસડી ગયા વિના રહેનાર નથી એ શંકા વિનાની વાત છે : એ જ કારણે ઉપકારી મહાપુરુષો આ ભયંકર સંસાર ઉપરથી નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે જ ચારે ગતિનાં દુ:ખોનું જેવું છે તેવું વર્ણન કરે છે. ચાર ગતિમાં કોઈ ભયંકરમાં ભયંકર ગતિ હોય તો તે નરકગતિ છે. એ ગતિમાં રહેલા જીવોને પરમાધામી દેવો પણ વેદના કરે, તેઓ પરસ્પર પણ લડે એટલે એની પણ વેદના થાય અને સ્વાભાવિક વેદના પણ ત્યાં વર્ણન ન થઈ શકે તેવી છે. પરમાધામી દેવો ત્યાં રહે છે એમ નથી પણ ત્યાં રમવા આવે અને કુતૂહલ કરે. અનાર્યો અગર તો અનાર્ય જેવાઓ જેમ નાના અને નિરાધાર જીવોને સતાવે છે તેમ ત્યાં પણ એ લોકો નરકના જીવોને ખૂબ જ સતાવે છે. બીજાને વગર પ્રયોજને સતાવે અને ઇરાદાપૂર્વક બીજાઓનું બૂરું કરવાની જ વૃત્તિવાળા મનુષ્યો પણ એક રીતે મનુષ્યલોકના પરમાધામી જેવા જ છે એમ સમજો ! નરકના પરમાધામી પણ પોતાના આનંદ ખાતર જ નરકના જીવોને દુ:ખી કરે છે અને એવાં કર્મ બાંધે છે કે મરીને ભયંકર યાતનાઓ સહે છે અને દુર્ગતિમાં રિબાય છે. ચારે ગતિમાં કુતૂહલી જીવો હોય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ પારકાને દુ:ખે સુખી ? સભા : બીજાના દુ:ખથી સુખ કેમ થાય ? અરે ભાગ્યશાળી ! એવા અધમાધમ આત્માઓની આ દુનિયામાં ખોટ નથી, પરના દુઃખથી સુખ માનનારા આત્માઓ દુનિયામાં કાંઈ ઓછા નથી. એવા પણ દરિદ્રી છે કે શ્રીમાનને દરિદ્રી ક૨વા ઇચ્છે છે. કેટલાક એવા પણ છે કે જે પોતાને સર્વશુદ્ધ મનાવવા સામાની પાયમાલી કરે છે. સામાનો અશુભોદય હોય તો ભલે એ જરા ફાવે, મહાલે બાકી પરિણામે પાયમાલી તો એની પોતાની જ થાય છે. ‘બીજો દુઃખી થાય ત્યારે પોતાને આનંદ આવે એવા ઘણા પડ્યા છે.’ એ જ કારણે એવી કહેવત છે કે દુશ્મનના દુશ્મન તે મિત્ર. પોતાના દુશ્મનનો દુશ્મન ગમે તેવો હોય, પણ જો તે પોતાના દુશ્મનનું ખરાબ કરતો હોય તો એ એને પોતાનો મિત્ર બનાવે. સામાના દુ:ખમાં રાજી થના૨ની જ એ માન્યતા છે. એ માન્યતાના પ્રતાપે સામાની દુશ્મનાવટ ખાતર દુષ્ટની મિત્રતા પોતાની શી હાલત કરશે એનો ખ્યાલ જ ન રહે. એ આવે તો તો ધર્મ આપોઆપ જ આવે અને જેનામાં ધર્મ આવે તેને તો એવા વિચાર જ ન આવે. આથી એવી કહેવત પણ છે કે ‘દુશ્મન મળો તો દાનો મળજો' કે જેની સામે ઊભા રહેતાં પણ શરમ ન આવે; એટલું જ નહિ પણ એવાની સામે તો ઊભા રહેતાં ઊલટો આનંદ થાય. સાચા ક્ષત્રિયોની દુશ્મનાવટ આ જાતની હતી. દુશ્મન પડે તો પણ એને ઊભો કરતા. આથી જ દાના દુશ્મનને પહોંચાય. એનાથી હારીએ તો પણ નુકસાન નહિ અને જીતીએ તોય વાંધો નહિ કેમ કે એ દાનો છે. 1326 એવા પણ પરદુઃખે સુખી થનારા આત્માઓ પડ્યા છે કે જેઓ કુતૂહલથી કીડી મંકોડીને મારે છે, સોયમાં ઘોંચે છે અને એને ટળવળતાં દેખી એમને આનંદ થાય છે. કેટલાક કૂતરાંને ચીસો મરાવવા સોટીઓ મારે છે અને એની ચીસમાં આનંદ માને છે. એવા પણ ઉપદેશકો છે કે ‘જેઓ કૂતરાંને રોટલાનો ટુકડો નહિ નાખવો એ પાપ છે પણ નાખવો એ તો મહાપાપ છે’ આવો ઉપદેશ ઊલટભેર આપી શકે છે ! બળિયા સામે ખમી ખાવાનો ઉપદેશ આપનારા નબળાઓનો નાશ કરવાનો ઉપદેશ આનંદથી આપે છે ! વળી તમે પણ ઇર્ષ્યારહિત કે સર્વથા વૈરરહિત તો નથી ને ! તમને અમુક સાથે વૈર હોય એના ઉપર જો આપત્તિ આવે તો તમને કેમ થાય છે એ ખૂબ વિચારો. તમને મારીને કોઈ ભાગ્યો અને તાકાતના અભાવે તમે એને મારી તો ન Page #257 -------------------------------------------------------------------------- ________________ 1327 – ૧૩ : દુર્ગતિનાં દારુણ દુઃખ અને એનાં કારણો - 83 — ૨૪૧ શક્યા પણ એવામાં એ ભીંત સાથે ટિચાયો એની તમને ખબર પડે તો તમારા મનમાં “ઠીક થયું, ભલે ટિચાયો', આ પ્રમાણે થાય કે નહિ ? સમ્યગ્દષ્ટિએ તો ટિચાયેલા દુશ્મનને પણ બચાવવા જવું જોઈએ, જ્યારે આજની દશા શું છે એ વિચારશો તો સમજાશે કે જગતમાં પારકાના દુઃખ જાયે-અજાણ્યે પણ સુખી થનારની સંખ્યા કાંઈ નાનીસૂની નથી. સંસર્ગની અસર : પારકા દુઃખે સુખી થનારાઓની સંખ્યા ઓછી નથી, પણ આજે તો રૂપાંતરે એવી જ વસ્તુના ઉપદેશકોનો પણ રાફડો ફાટ્યો છે. આવા કારમાં વાતાવરણમાં જનતાની ધર્મભાવના ટકવી સહેલી નથી, કારણ કે સારા આત્માઓ ઉપર પણ ખોટા સંસર્ગની અસર થયા વિના નથી રહેતી; એ જ કારણે ઉપકારીઓનો એ ઉપદેશ છે કે “શુદ્ધ હૃદયી આત્માઓએ પણ સારા સંસર્ગમાં જ રહેવું અને ખરાબ સંસર્ગથી તદ્દન અલગ થવું.' ખરાબ સામગ્રી આત્માને એક ક્ષણમાં ખરાબ કરી નાખે છે અને ખરાબ સામગ્રી જો ન હોય તો ખરાબ વિચાર પણ નિષ્ફળ જાય છે. દૃષ્ટાંત તરીકે કલ્પો કે “હાથમાં તલવાર હોય, શરીરમાં બળ હોય અને ખૂનનો વિચાર થાય તો વાર ન લાગે પણ ખૂનનો વિચાર હોવા છતાં હાથમાં તલવાર ન હોય તો ?” કહેવું જ પડશે કે ખૂનનો વિચાર નિષ્ફળ પણ ચાલ્યો જાય, કારણ કે એ લેવા જાય ત્યાં તો ભાવનામાં પરિવર્તન થાય; આથી જ વ્યવહાર પણ કહે છે કે “અણી ચૂક્યો સો વર્ષ જીવે.” શાસ્ત્ર પણ કહે છે કે અપ્રશસ્ત કષાયાદિકના આવેશ વખતે કોઈપણ કામ ન કરો. જો એ વખતે કામ મુલતવી રાખશો તો ખરાબ નહિ થાય. “પાપ કરવાનો વિચાર થાય ત્યારે વિચાર મુજબના પાપને આચરવા પૂર્વે પાંચ કદમ પાછા હઠવું.” આવા આવા સામાન્ય નિયમથી પણ પરમ ધર્માત્મા બન્યાના પ્રસંગો અનેક શાસ્ત્રોમાં દૃષ્ટિગોચર થાય છે, કારણ કે યોગ્ય સંસર્ગના પ્રતાપે અયોગ્ય આત્માઓ પણ એવા સામાન્ય જેવા નિયમથી ધર્મને પામ્યા છે અને પાલનના પરિણામે થતા લાભને જોઈ પરમ ધર્માત્મા બની ગયા છે. અયોગ્ય સંસર્ગ જેમ આત્માને પાયમાલ કરે છે તેમ યોગ્ય સંસર્ગ આત્માને ઉન્નત બનાવે છે માટે નિશ્ચિત કરો કે નિર્વેદ અને વૈરાગ્યના અર્થીઓએ અયોગ્ય સંસર્ગનો ત્યાગ કરી યોગ્ય સંસર્ગમાં જ રહેવું જોઈએ. શું અયોગ્યના સંસર્ગમાં રહેવાથી હૃદયમાં નિર્વેદ કે વૈરાગ્ય ટકે ? વિરાગીનો વૈરાગ્ય ટકાવવા Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 13 પૌષધશાલા જોઈએ કે વિલાસભવન ? આજના તો કેટલાક કહે છે કે વિલાસભવનમાં રહેવા છતાં પણ જેનો વિરાગ ટકે તે સાચો વિરાગી, પણ પરમ અનુભવી શ્રી તીર્થંકરદેવ એમ નથી કહેતા. વિલાસભવનમાં વિરાગ ટકવો એ અશક્ય છે. એ જ કારણે એ એકાંત ઉપકારી પુરુષસિંહોએ ફરમાવ્યું છે કે “મુનિએ પણ સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત વસતિમાં રહેવું જોઈએ.' શ્રી અરિહંત પરમાત્મા તથા શ્રી સિદ્ધભગવાન સમક્ષ પ્રતિજ્ઞા કરનાર સાધુને પણ એવી અયોગ્ય વસતિમાં રહેવાનો નિષેધ કર્યો છે, આ છતાં પણ એ વસ્તુનો સ્વીકાર નહિ કરનારા એમ જ માનતા લાગે છે કે “પ્રતિજ્ઞાવાળા મુનિથી એ સંસર્ગમાં ન રહેવાય અને પ્રતિજ્ઞાહીનોથી રહેવાય, કારણ કે એમને અસર ન થાય !” પણ ઉપકારી પરમજ્ઞાનીઓએ તો એ જ ફરમાવ્યું છે કે પ્રતિજ્ઞામાં ધીર એવાને પણ આલયવિહારશુદ્ધિ જોઈએ. આથી સ્પષ્ટ છે કે બાહ્ય સંસર્ગોમાં રસપૂર્વક રહેવા છતાં પોતે હૃદયથી વિરાગી છે એમ કહેનારા સાચા નથી પણ દંભી છે : કારણ કે હૃદયના વિરાગીને તો એવા સંસર્ગોમાં રહેવાની ઇચ્છા જ ન હોય. અચાનક ખરાબ સંસર્ગમાં આવી જવાય તો મક્કમ રહેવું, પણ બને ત્યાં સુધી તો ખરાબ સંસર્ગમાં જવું કે રહેવું જ ન જોઈએ. સંયમઘાતક પ્રવૃત્તિથી બચવા માટે સાધુ ગમે તેવા કાળમાં પણ વિહાર કરી જાય, વરસાદની ઝડીઓમાં પણ ચાલી નીકળે. બે સાધુ અને બે સાધ્વી ભિક્ષાએ નીકળ્યાં હોય અને વરસાદના યોગે એક જગ્યામાં આવી ગયાં તો શાસ્ત્ર કહે છે કે એ વખતે જો પાંચમો કોઈ દેખનાર હોય અગર લોકની અવરજવર હોય તો જ એ ઊભા રહે, નહિ તો ભરવરસાદમાં પણ બે સાધુ અગર બે સાધ્વી ચાલી જાય. એક પણ દેખનાર હોય તો અપ્લાયની વિરાધના અટકાવવા ઊભા રહે, નહિ તો ચાલ્યાં જાય, બાધક સંસર્ગ ક્યારે અસર કરશે તે ન કહેવાય. હૃદયનો વિરાગી બાધક સંસર્ગમાં આનંદથી કેમ જ રહે ? ખાતાં ખાતાં કેવળજ્ઞાન, પણ કેમ ? પિંડપોષણ માટે આહાર લેનાર રોટલી સાથે શાક કેમ નથી, એ પૂછે ? ગળે ઉતારવા માટે એને શાકની જરૂર લાગે ? સાધન આવી જાય અને લઈ લે એ વાત જુદી. સાધન વિના નથી ચાલતું એ ખામી. શરીરના નિર્વાહ માટે જોઈએ એ માન્યું, એ માટે પાશેર કે શેર જોઈએ પણ પિંડકોળિયો ઉતારવા શાક વગેરે પણ સાથે જોઈએ એ થાય, ત્યાં એટલી ખામી માર્ચે જ છૂટકો. Page #259 -------------------------------------------------------------------------- ________________ 1920 – ૧૩ : દુર્ગતિનાં દારુણ દુઃખ અને એનાં કારણો - 83 – ૨૪૩ શ્રી કુરગડુ' નામના ઋષિવરને ખાતાં ખાતાં કેવળજ્ઞાન થયું. એ મહાત્માને એવો અંતરાય હતો કે નવકારશી પણ મુશીબતે કરી શકતા. પર્વના દિવસે પણ ખાતા, પણ માનતા કે “હું ભાગ્યહીન છું, મારાથી બનતું નથી.” એક પર્વ દિવસે પોતે આહાર લાવ્યા એમાં તપસ્વીઓ પાત્રમાં ઘૂંક્યા. એ માને છે કે તપસ્વીઓએ તુષ્ટમાન થઈ મુખનું અમૃત આપ્યું. એ જ આહાર પોતે વાપરે છે. વિચારો કે સ્વાદનો અર્થી વાપરે ? તપ થતો હોત તો ખાત જ નહિ, પણ તપ થતો નહોતો; પણ ભાવના તપની જ હતી માટે જ ખાતાં ખાતાં ભાવનાના યોગે કેવળજ્ઞાન થયું. કવળ (કોળિયો) એ કેવળનું કારણ નહોતું પણ કોળિયા પ્રત્યેની નિર્મમતા એ કેવળનું કારણ હતું. સંયમયાત્રા નિર્વહ એટલો આહાર મુનિ લે પણ ભૂખ હોય એટલો કે એમ નહિ. સભા : ખાવાની છૂટ તો ખરી ને ? છૂટ તો છે જ નહિ. તાકાત હોય તો અનશન કરે પણ એ નથી થતું, એનાથી આર્ત-રૌદ્રમાં લેપાઈ જવાય છે માટે સંયમયાત્રાના નિર્વાહ પૂરતો આહાર લેવાનો છે. “ખાવામાં ન રાસો' શક્તિમાન આત્માને ખાવાનું કહેવા જેવી દયા જ્ઞાનીને નથી આવતી. કોઈ એવું અનશન કરે એમાં જ્ઞાની તો ખુશ છે. એ જ કારણે દુનિયાની અને આ જ્ઞાનીઓની દયામાં ભેદ છે. સભા : તંદુરસ્તી સારી હોય તો ધર્મ થાય ને? પહેલું સુખ તે જાતે નર્યા અને પછી ભલે એના દાડા ફર્યા. એવું માનનારા માટે એ નથી ! રુક્ષ આહારથી પુદ્ગલ દુઃખી થતું નથી. રસ રોગનું કારણ છે એમ વૈદક શાસ્ત્ર પણ કહે છે. રોગો એ પ્રાયઃ રસના ઘરના છે. પુગલને પુગલ જોઈએ એ વાત સાચી પણ આત્માને પુગલમય ન બનાવાય. શ્રદ્ધાની ખામી : આજે છતી સામગ્રીએ સુખ નથી, ખાતે પીતે ઉપાધિનો પાર નથી, એ દશા શાથી ? એથી જ કે જ્ઞાનીઓના કથન ઉપર શ્રદ્ધા અને શ્રદ્ધા મુજબ શક્તિ મુજબની પણ પ્રવૃત્તિ નથી. દેહશુદ્ધિ માટે પંદર દિવસે એક ઉપવાસ કરવો એવી ડૉક્ટરી થિયરી નીકળી છે અને જ્ઞાનીઓએ તો પાપના પ્રાયશ્ચિત્ત માટે પંદર દિવસે એક ઉપવાસ નિયત કર્યો છે. જ્ઞાનીઓનું કહ્યું નહોતા માનતા, પણ શરીરના હિત માટે કહ્યું ત્યારે માન્યું કે આપણા શાસ્ત્રમાં પણ છે ખરું. એને Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – –– 1320 લઈને આને માનવું એ પણ એક જાતનું મિથ્યાત્વ જ છે. અજ્ઞાનીની વાત સાંભળી જ્ઞાનીની વાત માનવામાં જ્ઞાનીની કિંમત કયાં રહી! વનસ્પતિમાં જ્ઞાનીઓએ જીવ કહ્યા તે નહોતા માનતા પણ બીજાએ કહ્યું એટલે માન્યા. એ કહેનાર પણ કહે છે કે “આ તો મારી કલ્પના છે, કલ્પના તો કાલે ફરી પણ જાય' છતાં એ વાત માને પણ જ્ઞાનીની વાત ન માને. આવી આજના કેટલાકોની દશા છે અને એવી દશામાં પડેલાઓ પૈકીના કોઈ કોઈ તો કહે છે કે “કંદમૂળમાં અનંત જીવો કહેનારા સાધુને સંઘરવા નહિ કારણ કે એ ખાવાનું બંધ કરાવી, નમાલા બનાવે છે', પણ એ બિચારાઓને ખબર નથી કે એ બધી વાત અનંતજ્ઞાનીઓએ એકાંતે કલ્યાણ માટે જ કહી છે. એ તારકોની ભાવના એ હતી કે આ બધા હિંસામાં તો પડેલા છે એ અનંત જીવોની હિંસાથી બચે. આવા ઉત્તમ ધ્યેયની સામે ટીકા કરવાની ભાવના જેવી બીજી અધમતા કઈ હોઈ શકે ? અનંતજ્ઞાની સામે પણ જેને દુર્ભાવ આવે કે જેમણે કંદમૂળાદિમાં અનંત જીવ બતાવ્યા છે, તેઓને તમારા અમારા પ્રત્યે દુર્ભાવ આવે એમાં નવાઈ શી ! પોતાની ખાવાની લાલસા ખાતર જે શ્રી જિનેશ્વરદેવ સામે દાંતિયાં કરે તે તમને અમને શું ન કરે ? એવાઓ ભલે ગમે તેમ કરે પણ તમે સમજો કે દુનિયાની કોઈપણ પાપપ્રવૃત્તિની છૂટ આ શાસન આપતું નથી, પણ પાપપ્રવૃત્તિથી બચાવવાની જ વાત કરે છે. સ્થાવર જીવોની પણ હિંસા કરવાનું આ શાસ્ત્ર કહેતું નથી. જ્ઞાનીઓ તો કહે છે કે બધા એવા થાઓ કે હિંસા ન કરો, એવા ન થાઓ તો ત્રસની હિંસા ન કરો. આ જ કારણે શ્રી જિનેશ્વરદેવના શાસ્ત્રને વ્યવહારમાં ભેળસેળ કરવાની મૂર્ખાઈ ન કરો તો ઘણા રસ્તા ઊઘડે. આજ તો એ ચડસ છે કે “શાસ્ત્રના નામે કરવું, અને જે શાસ્ત્ર છૂટ ન આપે તેને શાસ્ત્ર જ ન માનવું.” આજે સ્પષ્ટપણે કહેવાઈ રહ્યું છે કે જે બુદ્ધિમાં બેસે તે જ શાસ્ત્ર. આ સિદ્ધાંત પુસ્તકારૂઢ થાય છે અને એના અમલનો જ આજે ઉત્પાત છે. કોઈ એમને પૂછે કે “આ કયાંથી લાવ્યા ? શાથી જાણ્યું ? જવાબમાં કહે છે, અનુભવથી. પૂછો કે શાથી અનુભવ થયો ? તો કહે કે શાસ્ત્ર ભણ્યો નથી. પછી એને કહો કે શાસ્ત્ર ભણ્યા નથી તો તમારી આ માન્યતાને બહાર ન મૂકો. તો કહે કે મૂકવાનો. કોઈ પૂછે કે, એમ કેમ ? તો કહે કે “મારી મરજી'. આ બધા ઉત્તરો છપાયેલા છે. આવાઓ આજે મહાત્મા ગણાય છે. ખરેખર Page #261 -------------------------------------------------------------------------- ________________ 1931 – ૧૩ : દુર્ગતિનાં દારુણ દુઃખ અને એનાં કારણો - 83 — ૨૪૫ આંખની જેમ બુદ્ધિ પર પણ વહેલાં ચશ્માં આવ્યાં છે. એ સિદ્ધાંતોની છાયાના પ્રતાપે આજની આ હાલત છે. લઘુતા કે અભિમાન : આજની લઘુતા પણ મૂર્ખતાભરેલી છે. લઘુતા કરતાં શ્રી સર્વજ્ઞના માર્ગની લઘુતા થાય એનું પણ ભાન નહિ, એવી લઘુતા ન હોય કે જેમાં માર્ગની લઘુતા થાય. એવી લઘુતા ન બતાવવી એનું નામ અભિમાન નથી, પણ સ્વત્વનું પાલન છે. આવનાર જેની પાસે આવે એ જો સ્વત્વ ન સાચવે તો સામો વસ્તુ ન પામે. એ પણ એમ જાણે કે જેમ બીજા નમે છે તેમ આ સાધુ પણ નમે છે. આજની એવી ઘેલી લઘુતામાં પડેલાઓ શ્રી ચિદાનંદજીના પદની એક કડી પકડીને ગાય છે કે – લઘુતા મેરે મન માની, લહી ગુરુ ગમ જ્ઞાનનિશાની.” વિચારો કે “આત્માને ખોટું એટલે અપ્રશસ્ત માન ન આવે એ માટે અપાયેલી ચેતવણીને કયા રૂપમાં અજ્ઞાન આત્માઓ લઈ જાય છે. એવાઓને કોણ સમજાવે કે લઘુતા શાસનના નાશ માટે ન હોય. ‘તમે જ્યાં ત્યાં જઈને બેસો અને સાધુઓ પણ એમ બેસે એ લઘુતા નથી પણ મૂર્ખતા છે. આપણે ત્યાં વિધિ એ છે કે વિદ્યાર્થી વિનયથી વિદ્યા છે, જ્યારે આજની વિધિ એ કે વિદ્યાર્થી બેન્ચ ઉપર એવી રીતે બેસે કે જાણે પોતે પ્રોફેસર અને બિચારો પ્રોફેસર ઊભો રહે. આ મર્યાદાભંગ છે પણ આજના બધા લોકો એ નહિ માને; એટલું જ નહિ પણ એવું કહેનારને સોળમી સદીના કહેશે. પણ એવું કહેનારને એ સૂઝતું નથી કે વીસમી સદીમાં પણ ચોવીસસો વરસ પહેલાંની વાત ચાલુ છે કે નહિ ? એ આજ્ઞાઓનું પાલન કરનાર પણ જીવતા જાગતા છે કે નહિ ? અને પાંચમા આરાના છેડા સુધી રહેવાની છે કે નહિ ? એવાઓએ ધ્યાનમાં રાખવું કે સિંહાસન તો તેનાં ડોલે કે જે સિંહાસનોની નીચે સોનૈયા હોય. સત્તાના સિંહાસન તે ડોલે કે જેમાં રાગનું સામ્રાજ્ય હોય. વૈરાગ્યસામ્રાજ્યનાં સિંહાસનો ત્રણે કાળમાં ડોલ્યાં નથી, ડોલતાં નથી, કે ડોલશે નહિ. ત્યાગનાં સામ્રાજ્ય સમક્ષ ઝારશાહી અને પોપશાહીની વાતો કરનારા પામરો છે. એવાઓ ઇતિહાસ ભણ્યા નથી, પણ ઇતિહાસને તો એવાઓએ એબ લગાડી છે. એવી અધૂરી અગડંબગડે વાતો કરનારા શાસનની તો કુસેવા કરે જ છે પણ જેની તેઓ સેવા કરવા ઇચ્છે છે તેની પણ કુસેવા જ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - - 1332 કરે છે. જે પોતાના અધૂરા જ્ઞાનને અગર તો પોપટિયા જ્ઞાનને જ સર્વસ્વ સમજી મહાપુરુષો ઉપર પણ યથેચ્છ આક્ષેપો કરે છે તેવાઓ જ્ઞાની નથી પણ ખોટા મદથી છકેલ છે. એવાઓની વાતો એકાંતે સ્વપરની ઘાતક હોય છે, માટે એવાઓથી બચવું એ કલ્યાણના અર્થી આત્માઓની અનિવાર્ય ફરજ છે. એવા આત્માઓ સમ્યગુ માર્ગથી ખસેડી મિથ્યામાર્ગે ઘસડી જનારા છે, અને મિથ્થામાર્ગનો એ પ્રતાપ છે કે એ આત્માને આરંભ અને પરિગ્રહમાં રત બનાવી નરકાદિક દુર્ગતિમાં ધકેલી દે છે. એમાંની નરકગતિમાં રહેલા જીવોની શી શી હાલત થાય છે, એ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ શું શું ફરમાવે છે એ હવે પછી - Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : નરકગતિનું વર્ણન શા માટે ? નીચતમ નરકગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું દિગ્દર્શન : ૭ વેદનાના પ્રકાર અને સ્વરૂપ : પાપનું ફળ વચનાતીત છે : વિષય : યોગશાસ્ત્રાધારે નરકગતિનાં વિવિધ દુઃખો અને વિડંબણાનું વર્ણન. ટીકાકાર મહર્ષિએ નરકના જીવોની વેદનાનું વર્ણન કરવાનું શરૂ કર્યું, તે જ અનુષંગમાં પ્રવચનકારશ્રીએ ચાલુ વિષયને લગતી જ વાત યોગશાસ્ત્રમાં પણ હોઈ એના શ્લોકોના આધારે નરકની ત્રિવિધ વેદનાઓનું નિરૂપણ કર્યું છે. પાપના વિપાકોનું સર્વથા વચન દ્વારા નિરૂપણ કરવું શક્ય જ નથી. એટલા ભયાનક અને અનંત એ ફળો છે, છતાં એના લેશ પણ વર્ણન દ્વારા કેટલાક આત્માઓ બોધ પામી દુઃખદાયી એવા પાપકર્મોથી વિરક્ત બને. એ જ એક આશય એ દુઃખોના વર્ણનની પાછળ રહેલો છે. આ ટુંકા પ્રવચનમાં પાપી જીવો; નાસ્તિક જીવો સુખી થતા જ નથી. વળી એવા જીવો બહુ આરંભ અને બહુ પરિગ્રહમાં રક્ત બની વિવેકહીન તેમજ ક્રૂર બનવા દ્વારા પોતાની દુર્ગતિ પોતાના હાથે ઊભી કરે છે વગેરે વાતો રજૂ કરી છે. 84 સુવાક્યાતૃત ♦ અનંતજ્ઞાનીઓનું કથન નાસ્તિક બની ગયેલા આત્માઓને ભલે જ સાચું ન લાગે પણ આસ્તિક આત્માઓને તો એ સાચું લાગવું જ જોઈએ. ♦ પાપકર્મોથી બચનારા આત્માઓ ન ઇચ્છે તો પણ સુખ તેમનો સાથ છોડતું નથી. ♦ એક આ લોકની સાધનામાં જ સર્વસ્વ સમજી અનીતિ આદિ પાપકર્મમાં રત બનેલા આત્માઓ નથી સુખી થતા આ લોકમાં કે નથી સુખી થતા પરલોકમાં ! ♦ બહુ આરંભ અને બહુ પરિગ્રહમાં રત બનેલા આત્માઓ ભક્ષ્યાભક્ષ્યનો વિવેક પણ ભૂલે છે અને પરિણામે ક્રૂર બને છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : નરકગતિનું વર્ણન શા માટે ? નીચતમ નરકગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું દિગ્દર્શન : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે, તે કર્મવિપાકનું વર્ણન સહેલાઈથી સમજી શકાય તે માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતે જ અનેક વસ્તુઓને સ્પષ્ટ કરવા માગે છે અને એ માટે શરૂઆતમાં જ એ ઉપકારીએ ફરમાવ્યું કે - __ "नारकतिर्यनरामरलक्षणाश्चतस्त्रो गतयः" “નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવલક્ષણ ચાર ગતિઓ છે.' સંસાર એટલે ચાર ગતિ અને ચાર ગતિ એટલે સંસાર. ચાર ગતિમાં જ સમગ્ર સંસારનો સમાવેશ થઈ જાય છે. સંસારમાં વસતા આત્માઓ પૈકીનો કોઈ પણ આત્મા એવો નથી કે જે આત્મા, એ ચાર ગતિઓ પૈકીની કોઈ પણ એક ગતિમાં વસતો ન હોય. ઇચ્છા હોય કે ન હોય તે છતાં પણ કર્મપરવશ આત્માને, એ ચાર ગતિઓ પૈકીની કોઈ પણ એક ગતિમાં વસવું જ પડે છે. સંસારવર્તી આત્માને જ્યાં સુધી પોતે સર્વથા કર્મથી રહિત ન થાય ત્યાં સુધી ચાર પૈકીની કોઈ એક ગતિમાં જ પોતાનું જીવન પસાર કરવાનું છે એ વાતમાં કશી જ શંકા નથી. વેદનાના પ્રકાર અને સ્વરૂપ : ચાર ગતિઓમાં કોઈ નીચતમ ગતિ હોય તો એક નરકગતિ જ છે. એ નરકગતિની યોનિ આદિ કેટલી છે અને એ ગતિમાં પડેલા આત્માઓ કેવી અને કેટલા પ્રકારની વેદનાઓ ભોગવે છે એ વસ્તુનું વર્ણન કરતાં પણ ટીકાકાર મહર્ષિ ફરમાવી ગયા કે – નરકગતિમાં યોનિ ચાર લાખ છે, કુલકોટિ પચીસ લાખ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. નરકગતિમાં રહેલા આત્માઓને વેદના ત્રણ પ્રકારની હોય છે. એક પરમાધામી દેવોએ કરેલી, બીજી પરસ્પર યુદ્ધાદિકથી ઉત્પન્ન થયેલી અને ત્રીજી ક્ષેત્રના સ્વભાવથી થતી તથા એ વેદનાઓ એવી હોય Page #265 -------------------------------------------------------------------------- ________________ 1335 ૧૪ : નરક ગતિનું વર્ણન શા માટે ? - 84 છે કે ‘જેનું વર્ણન વચનાતીત છે.’ આ પ્રમાણે ફરમાવીને વધુમાં ટીકાકાર મહર્ષિએ એમ પણ ફરમાવ્યું કે - ‘લેશથી કહેવાની ઇચ્છા રાખનારની વાણી અભિધેય વિષયને સ્પષ્ટતયા નથી વર્ણવી શકતી, તો પણ જે રીતે પ્રાણીઓ કર્મના વિપાકને સમજી શકે અને એને સમજવાથી તેઓને સંસાર પ્રત્યે જે રીતે વૈરાગ્ય થાય તે રીતે ‘નીચતમ નરકગતિમાં રહેલા નારકીઓ કેવી કેવી વેદનાઓ ભોગવે છે અને એ ભોગવતાં તેઓની કેવી દુર્દશા થાય છે’ – આ વસ્તુ - કેટલાક શ્લોકો દ્વારા અમે કહીએ છીએ.’ હવે ટીકાકાર મહર્ષિ શ્લોકો દ્વારા નકમાં રહેલા આત્માઓની દુર્દશાનું દિગ્દર્શન કરાવે તે પૂર્વે આપણે, નરકના જીવો કેટલા પ્રકારની કેવી વેદનાઓ ભોગવે છે એનું વર્ણન કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં યોગશાસ્ત્રની અંદર જે થયેલું છે તે સહજ જોઈ લઈએ. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, શ્રી યોગશાસ્ત્રમાં સંસારભાવનાના સ્વરૂપને વિસ્તારતાં નીચતમ નરકગતિમાં રહેલા આત્માઓ નરકગતિમાં કેટલા પ્રકારનાં દુ:ખોથી રિબાતા વસે છે એનું વર્ણન કરે છે અને એ વર્ણનમાં ફરમાવે છે કે “आद्येषु त्रिषु नरकेपूष्णं शीतं परेषु च । चतुर्थ शीतमुष्णं च दुःखं क्षेत्रोद्भवं त्विदम् ।।१।। “પહેલી ત્રણ નરકમાં ઉષ્ણ, છેલ્લી ત્રણમાં શીત અને ચોથી નરકમાં શીત અને ઉષ્ણ એવું ક્ષેત્રમાં થતું દુઃખ હોય છે.” ૨૪૯ મનુષ્યલોકમાં રહેલા અગ્નિમાં જે ઉષ્ણતા છે તેના કરતાં પણ અનંતગણી થાય, એવી અશાતાને ઉત્પન્ન કરનારી ઉષ્ણવેદના તે તે નરકગતિઓમાં મેં ભોગવેલી છે અને જે ન૨કોમાં હું ઉત્પન્ન થયો હતો તે નરકોમાં શીતવેદના એવી હતી કે ‘આ મનુષ્યલોકમાં મહા માસ આદિમાં સંભવતી જે શીત તેના કરતાંય તે અનંતગણી થાય.' એવી અશાતાને ઉત્પન્ન કરનારી શીતવેદના પણ તે તે નરકોમાં મેં એટલે મારા આત્માએ વેદી છે. પાપનું ફળ વચનાતીત છે : આ વસ્તુ વર્ણન આસ્તિકતાના ઉપાસકોને સમજાવે છે કે ‘કર્મથી પરવશ બનેલા આત્માઓ, સુખી થવાના ઇરાદે જે ઘોર પાપપ્રવૃત્તિઓ હર્ષપૂર્વક આચરી Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ ન રહ્યા છે તેના પ્રતાપે તે આત્માઓને એવી દુઃખદ દશામાં મુકાવું પડવાનું છે કે જેનું વર્ણન વચનાતીત છે.’ અનંતજ્ઞાનીઓનું કથન નાસ્તિક બની ગયેલા આત્માઓને ભલે જ સાચું ન લાગે પણ આસ્તિક આત્માઓને તો એ સાચું લાગવું જ જોઈએ. એ કથન જે પુણ્યાત્માઓને સાચું લાગે છે તે પુણ્યાત્માઓ સહેજે સહેજે અનેક ક્રૂર પાપકર્મોથી બચી જાય છે. પાપકર્મોથી બચનારા આત્માઓ ન ઇચ્છે તો પણ સુખ તેમનો સાથ છોડતું નથીઃ અર્થાત્ એવા આત્માઓ શાશ્વત સુખને ન પામે ત્યાં સુધી આ દુનિયામાં પણ તેઓ માટે લીલાલહેર જ હોય છે અને જેઓ આ દુન્યવી સુખમાં મસ્ત બનીને પુણ્ય અને પાપ તથા એ ઉભયના પ્રતાપે મળતા સ્વર્ગ અને નરકનો અસ્વીકાર કરી યથેચ્છપણે મહાલવામાં અને રાચવામાં જ મશગૂલ રહે છે; તે આત્માઓ મુક્તિ સુખને તો નથી જ પામી શકતા પણ સંસારમાંય બૂરામાં બૂરી દુર્દશા ભોગવે છે. એક આ લોકની સાધનામાં જ સર્વસ્વ સમજી અનીતિ આદિ પાપકર્મમાં રત બનેલા આત્માઓ નથી સુખી થતા આ લોકમાં કે નથી સુખી થતા પરલોકમાં. ખરેખર એવા આત્માઓની દશા જ કોઈ ભયંકર છે. કેવળ મતિકલ્પનાના નાદે ચડેલા એ બિચારાઓને દેવ, ગુરુ અને ધર્મ વગેરે સઘળું હંબગ જ લાગ્યા કરે છે. એવા આત્માઓ સમક્ષ શ્રી વીતરાગ ૫રમાત્મા અને એ પરમતારક પરમાત્માની સમતા૨સને ઝરતી પ્રતિમાની ઉપાસના કરવાની વાત કરો તો પણ તેઓ છેડાઈ પડે છે અને બોલી ઊઠે છે કે ‘પરમાત્માને ભાળ્યા જ કોણે છે અને નિર્જીવ પ્રતિમામાં ભર્યું પણ શું છે ?’ પણ આવું બોલતાં તેઓને એ યાદ નથી આવતું કે ‘અમે અમારા પૂર્વજોને વિના ભાળ્યે માનીએ છીએ તેનું શું ? અને હાડ, માંસ, ચરબી અને રુધિર આદિ બીભત્સ વસ્તુઓથી ભરેલી અમારી સ્ત્રીઓની પ્રતિમાને હૃદયસરસી ચાંપીને ફરીએ છીએ તેનું શું ?' આવા વિચારહીન અને વિવેકવિકલ આત્માઓ હૃદયપૂર્વક આત્મા, પરલોક અને પુણ્યપાપ આદિને નહિ માનનારા હોવાથી તેઓ આ લોકના જ એક ઉપાસક બને એમાં આશ્ચર્ય શું છે ? એવા આત્માઓને, એક મોક્ષમાર્ગના જ પ્રચારક મુનિવરો અને અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોએ અસાધારણ રીતે અનુભવીને ઉપદેશેલો અજોડ મુનિમાર્ગ ન રુચે એ સર્વથા સંભવિત છે. 1336 ૫૨મતારક તીર્થો અને તેની ભક્તિના પ્રકારો તથા એવાં જ બીજાં પરમવીતરાગ પરમર્ષિઓએ પ્રરૂપેલાં : એ જ કા૨ણે ૫૨મ વીતરાગતાની પ્રાપ્તિ માટે અવશ્ય જ Page #267 -------------------------------------------------------------------------- ________________ 1337 – ૧૪ : નરક ગતિનું વર્ણન શા માટે ? - 84 ——– ૨૫૧ ઉપયોગી અનુષ્ઠાનો પણ એવા આત્માઓને અરુચિકર થાય એ પણ આશ્ચર્યજનક નથી. એવી એવી કારમી મનોદશાના કારણે એવા આત્માઓ સ્થાવર તીર્થો અને જંગમતીર્થોની ભક્તિ છોડીને અનેક પ્રકારે તેની આશાતના કરવામાં જ ઉદ્યમશીલ થાય છે. એવા આત્માઓની દુર્દશાનું વર્ણન કરતાં પંડિત વીરવિજયજી મહારાજ પણ નવ્વાણું પ્રકારની પૂજાઓ પૈકીની અગિયારમી પૂજામાં કહે છે કે – “આશાતના કરતાં થકાં ધનહાણી, ભૂખ્યાં ન મળે અન્નપાણી, કાયા વળી રોગે ભરાણી, આ ભવમાં એમ... તીરથની આશાતના નવિ કરીએ. ૧. પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણી નદીમાં ભળશે, અગ્નિને કુંડે બળશે, નહીં શરણું કોઈ. તીરથની આશાતના નવિ કરીએ. ૨.” આ જ હેતુથી એવા આત્માઓની છાયાથી પણ સુખના અર્થી આત્માઓએ અલગ રહેવું જોઈએ, કારણ કે એવા આત્માઓનો સંસર્ગ પણ ભયંકર છે. એવા આત્માઓ સ્વયં દુર્ગતિના માર્ગે પ્રયાણ કરવા સાથે અન્ય આત્માઓને પણ એવા ઉન્માર્ગે જવાની સતત પ્રેરણા કર્યા કરે છે. નાસ્તિકતાના પ્રતાપે એવાઓનો આત્મા આરંભથી ડરતો પણ નથી અને પરિગ્રહથી પાછો પણ હઠતો નથી. બહુ આરંભ અને બહ પરિગ્રહમાં રત બનેલા આત્માઓ ભક્ષ્યાભઢ્યનો વિવેક પણ ભૂલે છે અને પરિણામે ક્રૂર બને છે. ક્રૂરતાના પ્રતાપે રૌદ્રપરિણામી બને છે અને એ રૌદ્રપરિણામના યોગે નરકના આયુષ્યનો બંધ થાય છે. એ બંધના યોગે અનિચ્છા હોય તો પણ નરકમાં જવું જ પડે છે. ઘોર પાપકર્મોના પ્રતાપે નરકમાં પડેલા આત્માઓની દુર્દશા કેવા પ્રકારની થાય છે એનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શું શું ફરમાવે છે તે હવે પછી - Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઃ નરકની દારુણ વેદનાઓ : 85 ૦ અતિ આસક્તિનું પરિણામ : • ટીકાકાર મહર્ષિની અભિલાષા : • વેદનાઓનો સહજ ખ્યાલ : વિષય : ટીકાકાર અને કલિકાલ સર્વજ્ઞશ્રીજીના શબ્દોમાં નરકનાં દુઃખોનું તાદશ વર્ણન. પહેલા જણાવ્યા મુજબ નરક એ નીચતમ ગતિ છે. એમાં વેદનાનો પાર નથી. એ વેદના કેટલી કેટલી અને કેવા કેવા પ્રકારની છે અને ક્યા ક્યા પાપકર્મોના વિપાકરૂપે પ્રાપ્ત થાય છે એની વાત કહેવાની ટીકાકાર મહર્ષિએ શરૂઆત કરેલી છે. તેના અંતર્ગત કેટલાક શ્લોકો દ્વારા એ વાત કરી છે, તેને જ પુષ્ટ કરવા માટે પ્રવચનકારશ્રીજીએ ‘યોગશાસ્ત્રના આધારે પણ નરકગતિના દુઃખોનું સુંદર વર્ણન કર્યું છે. જે વાંચતા દરેક લઘુકમ આત્માઓ ધ્રુજ્યા વિના ન રહે અને જે પાપના યોગે એ દુઃખોનો આત્મા સ્વામી બને છે, તે પાપકર્મ કરતાં આપોઆપ અટકે. મુવાજ્યાગૃત ગાઢ વિષયાસક્તિના પ્રતાપે આત્મા આત્મભાન ભૂલી જાય છે અને અતિશય અસંતોષી બને છે. ગાઢ આસક્તિના પ્રતાપે આત્મભાન ભૂલીને અસંતોષી બનેલા આત્માઓ અભક્ષ્યના ભક્ષણમાં, અપેયના પાનમાં, અગમ્યગમનમાં અને અનાચરણીય આચરણાઓમાં નિરંકુશપણે વર્તે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઃ નરકની દારુણ વેદનાઓ : ટીકાકાર મહર્ષિની અભિલાષા : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીઓ સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય પામે એ હેતુથી આ ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના આ બીજા સૂત્ર દ્વારા, સંસારવર્તી પ્રાણીઓને કર્મની પરવશતાથી કમને પણ ભોગવવા પડતા કર્મવિપાકનું વર્ણન કરવા માગે છે એ વાત તો આ બીજા સૂત્રની અવતરણિકા અને “તં સુખદ ના તદ” આ સૂત્રાવયવ દ્વારા જાણીએ જ છીએ. સૂત્રકાર પરમર્ષિના એ આશયને સારામાં સારી રીતે ફળરૂપ બનાવવાના હેતુથી ટીકાકાર મહર્ષિ પોતે જ, ચાર ગતિરૂપ સંસારમાં ભટકતા જીવો કેવી કેવી દુર્દશામાં સબડે છે એનું કિંચિત્ વર્ણન કરવાને ઇચ્છે છે : એ જ કારણે ચાર ગતિઓ પૈકીની સૌથી અધમ એવી જે નરકગતિ, તેની યોનિઓની સંખ્યા, કુલકોટિઓની સંખ્યા, તેમાં પડેલા જીવોની ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ કેટલી છે તેનું અને નારકી જીવોની વેદનાઓ કેટલા પ્રકારની છે તેનું વર્ણન કર્યા બાદ પણ તે મહર્ષિએ સૂચવ્યું છે કે – લેશથી કહેવાની ઇચ્છાવાળાની વાણી, નરકમાં પડેલા આત્માઓની વેદનાઓનું વર્ણન કરવાને અશક્ત છે તો પણ કર્મવિપાકના આવેદનથી સંસારવર્તી પ્રાણીઓને વૈરાગ્ય થાય એવી રીતનું સામાન્ય વર્ણન કરવાની તો અમારી અવશ્ય અભિલાષા છે.” વેદનાઓનો સહજ ખ્યાલ : એ જ અભિલાષાને અનુસરીને નરકના આત્માઓ કેવી કેવી વેદનાઓ કેવા કેવા પ્રકારે ભોગવી રહ્યા છે તેનો સહજ ખ્યાલ આપતાં ટીકાકાર પરમર્ષિ છ શ્લોકોથી ફરમાવે છે કે - "श्रवणलवनं नेत्रोद्धारं करक्रमपाटनं, हृदयदहनं नासाच्छेदं प्रतिक्षणदारुणम् । Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ ———— 140 कटविदहनं तीक्ष्णापातत्रिशूलविभेदनं, दहनवदनैः ककैधेरैः समन्तविभक्षणम् ।।१।। तीक्ष्णैरसिभिदीप्तैः कुन्तैविषमः परश्वधैश्चक्रेः । परशुत्रिशूलमुद्गरतोमरवासीभूषण्डीभिः ।।२।। सम्भिन्नतालुशिरसश्छिन-भुजाश्छिन्नकर्णनासौष्ठाः । fમત્રદિયોરશના મિત્રા-fક્ષyદ: સુકુછી રૂા. निपतन्त उत्पतन्तो विचेष्टमाना महीतले दीनाः । नेक्षन्ते त्रातारं नैरयिका: कर्मपटलान्याः ।।४॥ छिद्यन्ते कृपणाः कृतान्तपरशोस्तीक्ष्णेन धारासिना, क्रन्दन्तो विषवीचित्वच्छविभिः परिवृताः, संभक्षणव्यापृतैः । पाठ्यन्ते क्रकचेन दारुवदसिना प्रच्छिन्नबाहुद्वयाः, कुम्भीषु त्रपुपानदग्धतनवो, मूषासु चान्तर्गताः ।।५।। भृज्ज्यन्ते ज्वलदम्बरीषहुतभुग-ज्वालाभिराराविणो, दीप्ताङ्गारनिभेषु वज्रभवने-ष्वङ्गारकेषुत्थिताः । दह्यन्ते विकृतोर्ध्वबाहुवदनाः, क्रन्दन्त आर्तस्वनाः, पश्यन्तः कृपणा दिशो विशरणा-स्त्राणाय कोनो भवेत् ?।।६।।" ઘોર પાપકર્મના પ્રતાપે નીચતમ નરક ગતિમાં પડેલા આત્માઓની પ્રતિક્ષણ કેવી ભયંકર દશા થાય છે તેનું વર્ણન કરતાં ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે કે – દરેક ક્ષણે દારુણ રીતે તેઓના કાનોનું છેદન થાય છે, તેઓનાં નેત્રોને ઉખેડી નાખવામાં આવે છે, તેઓના હાથોને અને પગોને ફાડી નાખવામાં આવે છે, હૃદયને બાળવામાં આવે છે, કમ્મરના ભાગને સળગાવી દેવામાં આવે છે, તીણ ત્રિશૂળના કારમા ઘાથી તેઓને વિશેષ પ્રકારે ભેદવામાં આવે છે અને અગ્નિ જેવા મુખવાળા એ જ કારણે ભયંકર એવા કંકોથી તેઓનું ચારે બાજુએથી ભક્ષણ થાય છે ? અર્થાત્ તેઓનું કોઈ પણ અંગ એવું નથી કે જેના ઉપર દરેક ક્ષણે ભયંકરમાં ભયંકર પીડા પરમાધાર્મિક અસુરો દ્વારા ન થતી હોય.' ‘તીણ તલવારો દ્વારા, ચળકતા ભાલાઓ દ્વારા, વિષમ કુહાડાઓ અને ચક્રો દ્વારા તથા “પરશુ, ત્રિશુલ, મુદ્ગર, તોમર, વાસી અને ભુષઢી’ નામનાં શસ્ત્રો દ્વારા સારી રીતે ભેદાઈ ગયેલ છે તાલ અને Page #271 -------------------------------------------------------------------------- ________________ 1341 ૧૫ : નરકની દારુણ વેદનાઓ : - 85 મસ્તક જેઓનાં, છેદાઈ ગઈ છે ભુજાઓ જેઓની, કપાઈ ગયાં છે કાન, નાસિકા અને હોઠ જેઓનાં, ભેદાઈ ગયાં છે હૃદય અને આંતરડાં જેઓનાં, ફૂટી ગયાં છે આંખોનાં પડ જેઓનાં, એ જ કારણે દુઃખથી અતિશય પીડાતા, નીચે પટકાતા કે ઊંચે ઊછળતા, પૃથ્વીના તલ ઉપર વિષમ પ્રકારની ચેષ્ટાઓ કરતા, દીન બની ગયેલા અને કર્મરૂપ પડળના પ્રતાપે અંધ થઈ ગયેલા એવા નરકના આત્માઓ, પોતા માટે કોઈ પણ રક્ષકને જોઈ શકતા નથી.’ ‘પણ એવા નરકના આત્માઓ, યમરાજાના પરશુથી અને તીક્ષ્ણ ધારવાળી તલવારથી છેદાય છે અને ચોમેરથી ભક્ષણ કરવા માટે પ્રવૃત્ત થઈ ગયેલા વિષમય વીંછીઓથી ઘેરાઈ ગયેલા હોવાના કારણે રોતા હોવા છતાં પણ કરવતથી કાષ્ટની માફક કપાય છે અને તલવારથી છેદાઈ ગયેલી છે બન્ને ભુજાઓ જેની એવા તથા કુંભીઓમાં તપાવેલા સીસાના રસનું પાન કરવાથી દુગ્ધ થઈ ગયું છે શરીર જેઓનું એવા, તે આત્માઓ મૂષાની અંદર ગયા છતાં જાજ્વલ્યમાન ખેરના અગ્નિની જ્વાલાઓથી શેકાય છે ઃ એ જ કારણે ચીસો મારતા અને અંગારકોમાં ઉત્થિત થયેલા તેઓ સળગતા અંગારા જેવા વજ્રભુવનમાં બળાય છે : આથી એ બિચારા વિકૃતપણે ભુજાઓને અને મુખને ઊંચું કરીને આર્ત્તસ્વરે રુદન કરતા અને દશેય દિશાઓને જોવા છતાં પણ સઘળીય રીતે શરણરહિત એવા તેઓના રક્ષણ માટે કોઈ પણ મળી શકતું નથી : અર્થાત્ એવી સઘળીય પીડાઓ તેઓને શરણરહિતપણે ગમે તેમ કરીને સહન કરવી જ પડે છે.' : આ જ પ્રકારે બિચારા નારકીઓની વેદનાઓનો સહજ ખ્યાલ આપતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ ફરમાવે છે કે - “સમુત્પન્ના ઘટીવન્ત્ર-વામિપુરેવંતાત્ । आकृष्यन्ते लघुद्वारात्, यथा सीसशलाकिकाः । ।१॥ गृहीत्वा पाणिपादादौ, वज्रकण्टकसङ्कटे । आस्फाल्यन्ते शिलापृष्ठे, वासांसि रजकैरिव ।। २ ।। दारुदारं विदार्यन्ते, दारुणः कृकचः क्वचित् । तिलपेषं च पिष्यन्ते, चित्रयन्त्रैः क्वचित् पुनः ||३|| पिपासार्त्ताः पुनस्तप्त - त्रपुसीसकवाहिनीम् । नदीं वैतरणी नामा-वतार्यन्ते वराककाः ।।४।। ૨૫૫ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬. – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – – 12 छायाभिकाक्षिणः क्षिप्र-मसिपत्रवनं गताः । पत्रशस्त्रैः पतद्भिस्ते, छिद्यन्ते तिलशोऽसकृत् ।।५।। आश्लेष्यन्ते च शाल्मल्यो, वज्रकण्टकसङ्कटाः । तप्तायःपुत्रिका: क्वापि, स्मारितान्यवधुरतम् ।।६।। संस्मार्य मांसलोलत्व-नाश्यन्ते मांसमङ्गजम् । प्रख्याप्य मधुलौल्यं च, पाप्यन्ते तापितं त्रपु ।।७।। भाष्ट्रकन्दुमहाशूल-कुम्भीपाकादिवेदनाः । अश्रान्तमनुभाव्यन्ते, भृज्यन्ते च भटित्रवत् ।।८।। छिन्नभिन्नशरीराणां, पुनर्मिलितवर्षणाम् । नेत्राद्यड्गानि कृष्यन्ते, बककङ्कादिपक्षिभिः ।।९।। एवं महादुःखहताः, सुखांशेनापि वर्जिताः । गमयन्ति बहुकाल-मात्रयस्त्रिंशसागरम् ।।१०॥" “પરમાધાર્મિક અસુરો, ઘટીયંત્રોમાં ઉત્પન્ન થયેલા નારકીઓને લઘુદ્વારથી બળાત્કારે જેમ સીસાની સળીઓને ખેંચી નાખે તેમ ખેંચી નાખે છે.” તે પછી પણ - “ધોબી લોકો જેમ વસ્ત્રોને શિલાપૃષ્ઠ ઉપર અફાળે છે તેમ તે અસુરો, તે બિચારાઓને હાથ અને પગ આદિથી પકડીને વજકંટકોથી વ્યાખ એવા સ્થળ ઉપર અફાળે છે : કોઈ વખત કરપીણ કરવતોથી જેમ કાષ્ટોને ફાડી નાખે તેમ તે બિચારાઓને ફાડી નાખે છે ? વળી કોઈ વખત વિચિત્ર પ્રકારનાં યંત્રો દ્વારા જેમ તલને પીસી નાખે તેમ તે બિચારાઓને પીસી નાખે છે : પીપાસા એટલે તૃષા, તેનાથી પીડાતા તે ગરીબડાઓને તપાવેલા ત્રપુ અને સીસાને વહન કરનારી વેતરણી' નામની નદીમાં ઉતારે છે.' વળી-“તાપથી ગભરાઈને છાયા મેળવવાની અભિલાષાથી તે બિચારાઓ એકદમ અસિપત્ર વનમાં દોડી જાય છે, પણ ત્યાં પડતાં પત્રરૂપ શસ્ત્રો દ્વારા તે બિચારાઓના અનેક વાર તલ તલ જેટલા ટુકડા થઈ જાય છે.' વધુમાં – ‘તે અસુરો, પરસ્ત્રીલંપટતાના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલાઓને પરસ્ત્રીગમનને યાદ કરાવી કરાવીને વજકંટકોથી વ્યાપ્ત એવી શાલ્મલીઓ સાથે આલિંગન કરાવે છે અને કોઈ સ્થળે તપાવેલી લોઢાની પૂતળીઓ સાથે આલિંગન કરાવે છે ? માંસલોલુપતાના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલાઓને માંસલોલુપતાનું સ્મરણ કરાવીને તેમના પોતાના જ અંગથી Page #273 -------------------------------------------------------------------------- ________________ 1343 ૧૫ : નરકની દારુણ વેદનાઓ : - 85 ઃ ઉત્પન્ન થયેલા માંસને ખવડાવે છે : મધુની લોલુપતાના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલાઓને મધુની લોલુપતાનું ખૂબ ખૂબ કથન કરીને તપાવેલા ત્રપાથી શિક્ષા કરે છે.’ આ રીતે – ‘ભ્રાષ્ટ, કન્તુ, મહાશૂલ અને કુંભીપાક આદિની વેદનાઓનો અવિશ્રાંતપણે અનુભવ કરાવે અને ભાટમની માફક તેઓને ભુંજે છે.’ અને – ‘પહેલાં જેઓનું શરીર છિન્નભિન્ન ગયું છે અને તે પછી જેઓનું શરીર આખું થઈ ગયું છે; એવા તે નારકી જીવોનાં નેત્ર આદિ જે અંગો તેને બક અને કંક આદિ પક્ષીઓ ખેંચી કાઢે છે.’ આ પ્રમાણે – ‘મહાદુ:ખોથી હણાઈ ગયેલા અને સુખનાં એક અંશથી પણ રહિત એવા તે બિચારાઓ, બહુ કાલ એટલે તેત્રીસ સાગરોપમ જેટલા દીર્ઘકાલને નરકગતિમાં પસાર કરે છે.’ અતિ આસક્તિનું પરિણામ : આ વર્ણન ઉપરથી તમે સમજી શકશો કે ‘નરકમાં પડેલા જીવોને ક્ષેત્રની પીડા અને પરસ્પરના યુદ્ધથી ઉત્પન્ન થતી પીડા એના કરતાં પરમાધાર્મિક અસુરો દ્વારા થતી પીડા પણ કાંઈ સામાન્ય નથી હોતી.’ ૨૫૭ ગાઢ વિષયાસક્તિમાં પડેલા આત્માઓએ આ વસ્તુ બહુ જ વિચારવા જેવી છે. ગાઢ વિષયાસક્તિના પ્રતાપે આત્મા આત્મભાન ભૂલી જાય છે અને અતિશય અસંતોષી બને છે. પોતાના એ અપરિમિત અસંતોષને સંતોષવા માટે એ આત્માઓ પછી પાપ કરતાં પાછું વાળીને જોતા જ નથી. ગાઢ આસક્તિના પ્રતાપે આત્મભાન ભૂલીને અસંતોષી બનેલા આત્માઓ અભક્ષ્યના ભક્ષણમાં, અપેયના પાનમાં, અગમ્યગમનમાં અને અનાચરણીય આચરણાઓમાં નિરંકુશપણે વર્તે છે. એ નિરંકુશ વર્તનની આડે આવનારા સઘળા જ તેઓને મન પોતાના દુશ્મન લાગે છે અને જે કોઈ એ નિરંકુશ વર્તનને પોષનારા હોય, ખીલવનારા હોય અને ‘ઇચ્છા મુજબ વર્તો’ એમ કહીને ઉત્તેજન આપનારા હોય, તેઓ જ તેમને મન મિત્ર સમા ભાસે છે. એના પરિણામે સાચી આસ્તિકતા ભાગવા માંડે છે અને નાસ્તિકતા છૂપી રીતે સ્થાન પામે છે. એ છૂપી નાસ્તિકતાના પ્રતાપે તેઓને મુક્તિ તો હંબગ જ ભાસે છે, પુણ્ય-પાપના વિચારો કાલ્પનિક લાગે છે, આત્માના અસ્તિત્વમાં પણ આશંકાઓ ઉદ્ભવે છે, એટલે પરલોકની કથાઓ તો એમને મન કોરાં ગપ્પાં જ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1w જણાય છે; આવા આત્માઓ દેવને, ગુરુને અને ધર્મને તથા શાસ્ત્રોનું માનવાનો ખુલ્લો ઇન્કાર ન પણ કરે પરંતુ એ બધીયે વસ્તુઓ પોતાની વિષયાસક્તિને પુષ્ટ કરવામાં ઉપયોગી કેવી રીતે થાય એનો જ તેઓ રાત્રિદિવસ વિચાર કર્યા કરે છે અને એની જ યોજનાઓ ઘડ્યા કરે છે; એમ છતાં પણ જો એ બધી વસ્તુઓ પોતાની એ વિષયાસકિતને, વિષયાસક્તિની સફળતા માટે અતિશય આવશ્યક ભારે આરંભશીલતા અને અપરિમિત પરિગ્રહશીલતાને પોષણ કે અનુમોદન ન આપતી હોય તો એ સઘળી વસ્તુઓ સામે કારમો બળવો જગાડવાનું તેઓને કર્તવ્યરૂપ લાગે છે. આવા આત્માઓ નરકગામી અને બહુલકંસારી બને એમાં આશ્ચર્ય પણ શું ? Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : નરકનો જાતઅનુભવ વર્ણવતા મૃગાપુત્ર ઃ | 86 નરકનું આયુષ્ય બાંધે કોણ? • નરકના હેતુઓ : • નીચતમ નરકગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું દિગ્દર્શન : • શ્રી મૃગાપુત્રજીએ કરેલું નકદુઃખોનું વર્ણન : • ડરવું શાથી ? વિષયઃ શ્રી મૃગાપુત્રે પિતાને વર્ણવેલી નરકવેદનાની અનુભવ કથા અને નરકગતિનાં કારણો. નરકગતિનાં દુઃખોનું ટીકાકાર તેમજ યોગશાસ્ત્રાકાર મહર્ષિના શબ્દોમાં વર્ણન કર્યા બાદ એ જ વાતને પુષ્ટ કરવા માટે શ્રી મૃગાપુત્રે જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વમાં પોતે નરકાદિ ગતિઓમાં જે વિટંબના ભોગવેલી તેનું વર્ણન પ્રાકૃત ગાથાઓના આધારે કરેલ છે. જે એવું તો સાક્ષાત્ અને હૃદયદ્રાવક છે કે, જેને વાંચીને કોઈ પણ સહૃદય આત્મા જરૂર કંપી ઉઠે. આ બધી વાતોનું વર્ણન કર્યા બાદ ઉપસંહાર રૂપે પ્રવચનકારશ્રીજીએ સૌને – દુઃખથી નહિ પણ દુઃખના અનન્ય કારણરૂપ પાપથી ડરવાની સલાહ આપી છે. મુવાવાઝુd • વિવેકી આત્માઓએ દુઃખથી ડરવું એ હિતકર નથી, પણ દુઃખના હેતુઓથી ડરવું એ હિતકર છે: કારણ કે દુઃખથી ડરવામાં દુઃખ દૂર નથી થતું પણ દુઃખના હેતુથી ડરવામાં જ દુઃખ દૂર થાય છે. • દુઃખથી ડરનારો દુઃખથી ભાગવા ઇચ્છે છે, ત્યારે દુઃખના હેતુઓથી ડરનારો પાપથી ભાગવા ઇચ્છે છે. • દુઃખથી ભાગનારો દુઃખથી ન બચે પણ પાપથી ભાગનારો અવશ્ય દુઃખથી બચે. • નરકગતિને માનવાનો દાવો કરવો અને નરકનાં દુઃખો સાંભળીને કંપી ઊઠવું, તે છતાં પણ તેમાં લઈ જનારાં પાપોથી સહેજ પણ નહિ ડરવું એ કાંઈ સાચી આસ્તિકતા નથી : એટલું જ નહિ પણ એક જાતનો દંભ છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : નરકનો જાતઅનુભવ વર્ણવતા મૃગાપુત્ર : નીચતમ નરક ગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું-દિગ્દર્શન : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજીના આશયને સ્પષ્ટ કરવા માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, ચારે ગતિની યોનિ આદિનું વર્ણન કરવા ઇચ્છે છે એમ આપણે જોઈ આવ્યા. ચારે- ગતિની યોનિ આદિનું વર્ણન ક૨વા ઇચ્છતા ટીકાકાર પરમર્ષિએ, નરકગતિની યોનિ આદિનું વર્ણન કર્યું અને હવે તિર્યંચગતિ આદિની યોનિ આદિનું વર્ણન કરતાં એ ૫૨મર્ષિ શું શું ફ૨માવે છે એ જોવા પૂર્વે આપણે ચરમશ૨ી૨ી શ્રી મૃગાપુત્રજી, નરકનાં દુ:ખો પોતે કેવાં કેવાં સહ્યાં છે એનું વર્ણન કરતાં શું કહે છે તે જોઈએ - શ્રી મૃગાપુત્રજીએ કરેલું નરકદુઃખોનું વર્ણન : ચરમશરી૨ી શ્રી મૃગાપુત્રજીને મુનિવરનાં દર્શનથી જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનના પ્રતાપે શ્રી મૃગાપુત્રજીએ પોતાની પૂર્વજાતિ જાણી અને પૂર્વે જે શ્રમણપણું પાળ્યું હતું તે પણ જાણ્યું : એ કારણે વિષયોથી રાગ નહિ પામતાં અને સંયમમાં રાગ પામતા શ્રી મૃગાપુત્રજીએ, પોતાનાં માતા-પિતા સામે સંયમ લેવાની અનુમતિ માગી. સંયમ માટે અનુમતિ માગતાં શ્રી મૃગાપુત્રજી પ્રત્યે સંયમની દુષ્કરતાનું દર્શન કરાવી માતાપિતાએ કહ્યું કે - “હે પુત્ર ! તું સુખ માટે યોગ્ય છો, તું સુકુમાર છો અને તું સ્નાન તથા અલંકારો આદિથી અલંકૃત રહેનારો છે માટે તું સંયમના પાલન માટે અસમર્થ છો.” માતા-પિતાના એ કથનનો જવાબ આપતાં શ્રી મૃગાપુત્રજીએ, પોતે પૂર્વે વેદેલી અનેક પ્રકારની વેદનાઓનું વર્ણન કરતાં નરકગતિમાં વેદેલી વેદનાઓનું પણ વર્ણન કર્યું છે : તેમાંની શીતવેદના અને ઉષ્ણવેદનાનું વર્ણન તો આપણે જોઈ જ ગયા છીએ : તે સિવાયની વેદનાઓનું વર્ણન કરતાં પણ શ્રી મૃગાપુત્રજી, પોતાનાં માતા-પિતાને કહે છે કે : “વંતો નું મીસુ, ગડ્ડપાયો ગોસિરો । हुआसणें जलणम्मि, पक्कपुव्वो अनंतसो । । १ । । Page #277 -------------------------------------------------------------------------- ________________ 17 – ૧૬ : નરકનો જાતઅનુભવ વર્ણવતા મૃગાપુત્ર - 86 – ૨૩૧ महादवग्गिसंकासे, मरुम्मि व इरवालुए । कलंबवालुआए अ, दड्ढपुचो अणंतसो ।।२।।" દીનપણે રોતા મને, ઊંચે પગે અને નીચે મસ્તકે લટકાવીને લોહાદિમય કંદુકુંભીઓની અંદર જાજ્વલ્યમાન અગ્નિમાં અનંતીવાર પૂર્વે પકાવ્યોઃ મોટા દાવાનલના અગ્નિ જેવા અને મારવાડ દેશની રેતીના તપેલા સમૂહ જેવા વજવાલુકા નદીના અને કદંબવાલુકા નદીના કાંઠા ઉપર અનંતીવાર પૂર્વે બાળ્યો: અર્થાત્ પાપકર્મના પ્રતાપે નરકગતિમાં ઉત્પન્ન થયેલા મને ત્યાં અનંતીવાર લોહાદિમય કંદુકુંભીઓમાં ઊંચે પગે અને નીચે મસ્તકે લટકાવીને પકાવ્યો છે અને વજવાલુકા તથા કદંબવાલુકા નદીના કાંઠો કે જે અહીંના અગ્નિ કરતાં અને મારવાડ દેશની તપેલી રેતીના સમૂહ કરતાં પણ અનંતગણો ઉષ્ણ છે તેમાં પટકી પટકીને અનંતીવાર બાળ્યો છે. વળી "रसंतो कंदुकुंभीसु, उड्ढं बद्धो अबंधवो । करवत्तकरकयाईहि, च्छित्रपुवो अणंतसो ।।३।। अइतिक्खकंट्टाइण्णे, तुंगे सिंबलिपायवे । खेवियं पासबद्धेणं, कड्ढोकएहिं दुक्करं ।।४।। मराजंतेसु उच्छू वा, आरसंतो सुभेरवं । पीलिओम्मि सकम्मेहिं, पावकम्मो अणंतसो ।।५।। कुणंतो कोलसुणएहि, सामेहिं सबलेहि अ । पाडिओ फालिओ छिनो, विप्फुरंतो अणेगसो ॥६॥ असीहिं अयसीवण्णाहिं भल्लीहिं पट्टिसेहिय । छिनो भिन्नो विभिन्नो अ, उववण्णो पावकम्मुणा ॥७॥" બંધુઓથી રહિત એવો હું, ખૂબ જ આક્રંદ કરતો હતો; તે છતાં પણ ઊંચો બંધાયો અને કરપત્ર તથા ક્રકચ આદિ શસ્ત્રોથી અનંતીવાર પૂર્વે છેદાયો છું.” અતિશય તીણ કંટકોથી વ્યાપ્ત અને ઊંચા શાલ્મલીવૃક્ષ ઉપર પાશબંધ દ્વારા બંધાયા છતાં ફેંકાયો છું અને ફેંક્યા પછી કરવામાં આવેલ આકર્ષણ અને પ્રકર્ષણોથી છિન્નભિન્ન થઈ ગયેલા મેં દુસહ વેદનાઓ સહી છેઃ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 13 અતિશય ભયંકર રીતે બૂમો મારતો હું, વકર્મોથી પાપકર્મવાળો બનેલો હોવાથી અનંતીવાર મહાયંત્રોમાં શેરડીની માફક પિલાયો છું' પાપકર્મના પ્રતાપે હું, શુકર અને શ્વાનરૂપને ધરનારા શ્યામ વર્ણવાળા અને વિચિત્ર પ્રકારના પરમાધાર્મિક અસુરો દ્વારા ભૂમિ ઉપર પટકાયો અને આમ તેમ અકળાતો હું જીર્ણ વસ્ત્રની માફક ફડાયો અને વૃક્ષની માફક છેદયો ?” પાપકર્મના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલો હું અતસીના વર્ણ જેવી કૃષ્ણ કૃપાણીથી, તથા ‘ભલ્લી’ અને ‘પટ્ટીશ' નામનાં શસ્ત્ર વિશેષોથી છેદાયો, ભેદાયો અને સૂક્ષ્મ સૂક્ષ્મ ટુકડા જેટલો કરાયો, અર્થાત્ કૃપાણ આદિ શસ્ત્રો દ્વારા મારા બે ટુકડા કર્યા, મને ભેદ્યો અને મારા સૂક્ષ્મ સૂક્ષ્મ ટુકડા પણ કરી નાખ્યા.' અને “સવસો નો ગુત્ત, નતે મનીનુણ चोईओ तोत्त जोत्तेहिं, रोज्झो वा जह पाडिओ ॥८॥ हुआसणे जलंतंमि, चिआसु महिसो विव । दड्ढो पक्को अ अवसो, पावकम्मेहिं पाविओ ।।९॥ बला संडासतुंडेहि, लोहतुंडेहिं पक्खिहिं । વિનુરો વિવંતોડ¢ સંમિડિviતો ૨૦મા” પરાધીન એવો હું, સળગતા અને સમિલાયુક્ત એવા લોઢાના રથમાં જોડાયો અને ચાબુક તથા બંધન આદિથી પ્રેરાયેલો હું રોઝની માફક પિટાયો અને પટકાયો : “પાપકર્મોની પરવશતાથી નરકને પામેલો હું પરમાધાર્મિક અસુરો દ્વારા રચાયેલી ચિતાઓમાં સળગતા અગ્નિની અંદર પાડાની માફક ભસ્મીભૂત કરાયો અને પકાવાયો.” પરમધાર્મિક અસુરોએ વિકર્વેલાં સાણસા જેવાં મુખવાળાં ‘ઢંક' નામનાં પક્ષીઓ દ્વારા અને લોઢા જેવાં મુખવાળાં ગીધ પક્ષીઓ દ્વારા હું વિલાપ કરવા છતાં પણ બળાત્કારથી વિવિધ પ્રકારે છેદયો. તથા “તપદા વિનંત ઘાવતા, પત્તો વેગન નાં जलं पाहंति चिंतंतो, खुरधाराहिं विवाइओ ।।११।। Page #279 -------------------------------------------------------------------------- ________________ 100 ૨૩૩ ૧૬ઃ નરકની જાતઅનુભવ વર્ણવતા મૃગાપુત્ર - 86 – उण्हाभितत्तो संपत्तो, असिपत्तं महावणं । असिपत्तेहिं पडतेहिं, छिन्नपुबो अणेगसो ।।१२।। मुग्गरेहि भुसंढीहिं सूलेहिं मुसलेहिं अ । गयासं भग्गगत्तेहिं, पत्तं दुक्खमणंतसो ।।१३।। खुरेहिं तिक्खधाराहिं, छुरिआहिं कप्पणीहि अ । कप्पीओ फालिओ छिनो, उक्कित्तो अ अणेगसो ।।१४।। पासेहिं कूडजालेहि, मिओ वा अवसो अहं । वाहिओ बद्धरुद्धो य, बहुसो चेव विवाइओ ।।१५।। गलेहिं मगरजालेहिं, मच्छो वा अवसो अहं । उल्लिओ फालिओ गाहओ, मारिओ अ अणंतसो ।।१६।। विदंसएहिं जालेहि, लिप्पाहि सउणोविव । गहिओ लग्गो अबद्धो अ, मारिओ अ अणंतसो ।।१७।। कुहाडपरसुमाहि, वड्ढइहिं दुमो विव । कुट्ठिओ फालिओ छिनो, तच्छिआ अ अणंतसो ।।१८।। चवेडमुट्ठिमाइहिं, कुमारेहिं अयंपिव । તારો મિત્રો, ખિગો ન ખેતી પારn” ‘તૃષ્ણાથી પીડાતો હું દોડતો વેતરણી નદીમાં પહોંચ્યો, ત્યાં જઈને “પાણી પીઉં' એમ વિચારતો હું કઠોર ધારાઓથી વ્યાપાદિત થઈ ગયો; અર્થાતુ છિન્નભિન્ન થઈ ગયો વજવાલુકાદિકના તાપથી ખૂબ ખૂબ તપી ગયેલો હું ઠંડક લેવા ખાતર તલવાર જેવાં ભેદી નાખે તેવાં પત્રોવાળા “અસિપત્ર' નામના વનમાં ગયો ત્યાં પડતાં અસિપત્રો દ્વારા હું અનંતીવાર પૂર્વે દાયો છું.” રક્ષણની આશા ચાલી ગઈ છે એવા અને “મુદ્ગર, ભૂસંઢી, શૂળ અને મશલ' આદિ શસ્ત્રો દ્વારા ભગ્ન થઈ ગયાં છે ગાત્રો જેનાં એવા મેં અનંતીવાર અસહ્ય દુઃખ ભોગવ્યું છે.' તીક્ષ્ણ ધારવાળી કાતરોથી કપાતો હું વસ્ત્રોની માફક બે વિભાગમાં અનંતીવાર ફડાયો છું, તીક્ષ્ણ ધારવાળી છૂરીઓથી અનંતીવાર ખંડિત થયો છું અને તીક્ષ્ણ ધારવાળા સુરોથી અનંતીવાર મારી ચામડી પણ ઉખેડી નાખવામાં આવી છે.” Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – – - 10 હરણિયાની માફક પાપના યોગે પરવશ એવા મને કુટજાળવાળા પાશોથી અનેકવાર ઠગ્યો છે, બંધનોથી બાંધ્યો છે, બહાર ન જઈ શકાય એવી રીતે રૂંધ્યો છે અને એ રીતે મારો અનેકવાર વિનાશ કર્યો છે.' ગલ, મગર અને જાલનું રૂપ ધરનારા પરમાધાર્મિક અસુરોએ મને અનંતીવાર ખોતર્યો, ફાડ્યો, પકડ્યો અને માર્યો : પક્ષીની માફક અનંતીવાર મને, વિશેષ પ્રકારે કરડનારાં શ્યન આદિ પક્ષીઓએ મને પકડ્યો, વજલેપાદિ લેપોથી સંલગ્ન કર્યો, જાલો દ્વારા બાંધ્યો અને સઘળાઓએ માર્યો.” વૃક્ષની માફક અનંતીવાર મને કુહાડાથી કૂટ્યો, પરશુ આદિથી ફાડ્યો અને છેદ્યો તથા વાઈકિથી મારી ચામડી પણ ઉતારી.' લુહારો જેમ લોઢાને ઘણ આદિથી તાડે, કૂટ, ભેદે અને ચૂરી નાખે તેમ મને અનંતીવાર ચપેટા અને બુદ્ધિ આદિથી તાડ્યો, ફૂટ્યો, ભેદ્યો અને ચૂર્ણભૂત કરી નાખ્યો છે.” તેમજ "तत्ताइ तंब लोहाइं, तउआणि सीसगाणि अ । पाइओ कलकलंताई, आरसंतो सुभेरवं ।।२०।। तुहं पिआई मंसाई, खंडाई सोल्लगाणि अ । खाइओमि समंसाई, अग्गिवण्णाई णेगसो ।।२१।। तु हं पिआ सुरा सीहू, मेरओ अ महणि अ । पज्जिओमि जलंतीओ, वसाओ रुहिराणि अ ।।२२।। અતિશય ભયંકર રીતે બુમો પાડતા એવા મને તપાવેલાં તામ્ર, લોહ, ત્રપુ અને સીસક ખૂબ ઉકાળેલાં હોવાથી કલકલ શબ્દ કરતાં પાવામાં આવ્યાં છે.' તને ખંડીભૂત કરેલાં અને પકાવેલાં માંસ બહુ પ્રિય છે' એમ યાદ કરાવી કરાવીને મારા શરીરમાંથી જ માંસ કાઢી તેને ઉષ્ણ એવું બનાવે કે જેથી તે અગ્નિના વર્ણ જેવું બની જાય, એવા મારા જ શરીરના માંસને મને અનેકવાર ખવડાવવામાં આવ્યું છે.' તને સુરા, સહુ, મેરક અને મધુ આવી આવી જાતની મદિરા બહુ પ્રિય છે એમ યાદ કરાવી કરાવીને બળતી વસાઓ અને રુધિર પાયું છે.' Page #281 -------------------------------------------------------------------------- ________________ 1351 – ૧૬ નરકનો જાતઅનુભવ વર્ણવતા મૃગાપુત્ર - 86 – ૨૦૫ આ પ્રકારે "निच्चं भीएणं तत्थेणं, दुहिएणं वहिएण य । परमा दुहसंबद्धा, वेअणा वेइआ मए ।।२३।। तिव्व चंडप्पगाढाओ, घोराओ अइदुस्सहा । महाभयाओ भीमाओ नरएसुं वेइया मए ।।२४।। जारिसा माणुसे लोए, ताया ! दीसंति वेअणा । પત્તો મuતળિગા, નરસું તુવેગ પાર” નરકમાં નિત્ય ભયભીત, વિવિધ પ્રકારનાં દુઃખોથી દુઃખિત અને કંપતા અંગવાળા મેં દુઃખથી ભરેલી પરમ વેદનાઓ વેદી છે.' નરકગતિઓમાં મેં તીવ્ર, પ્રચંડ, ગાઢ, ઘોર, અતિદુરસહ, મહાભય કરનારી અને ભયંકર એવી વેદનાઓ વેદી છે .” વધુ શું કહું ? પિતાજી ! મનુષ્યલોકમાં જે વેદનાઓ દેખાય છે એના કરતાં અનંતગણી વેદનાઓ નરકગતિમાં છે અને એવી દુઃખમય વેદનાઓ મેં નરકગતિઓમાં ખૂબ ખૂબ અનુભવેલી છે. તો પછી- હું સુખ માટે જ ઉચિત છું અથવા સુકમાર જ છું એમ કહેવું એ ઉચિત નથી અને જે મેં એવા પ્રકારની વ્યથાઓ ભોગવી છે તેવા મારા માટે દીક્ષા દુષ્કર કેમ જ હોઈ શકે? અર્થાત્ મારા માટે દીક્ષા દુષ્કર નથી.” ડરવું શાથી? આવાં પ્રકારનાં નરક દુઃખોનું વર્ણન ક્યા આત્માને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન ન કરે ? કહેવું જ પડશે કે હરકોઈ વિવેકી આત્માને નરકગતિમાં પડેલા આત્માઓની આવી દશા અવશ્ય નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરે જ : પણ માત્ર આ સ્થળે વિચારવાનું એટલું જ છે કે વિવેકી આત્માઓએ ડરવું શાથી? વિવેકી આત્માઓએ દુઃખથી ડરવું એ હિતકર નથી પણ દુઃખના હેતુઓથી ડરવું એ હિતકર છે કારણ કે દુઃખથી ડરવામાં દુઃખ દૂર નથી થતું પણ દુઃખના હેતુથી ડરવામાં જ દુઃખ દૂર થાય છે. દુઃખથી ડરનારો દુઃખથી ભાગવા ઇચ્છે છે, ત્યારે દુઃખના હેતુઓથી ડરનારો પાપથી ભાગવા ઇચ્છે છે. દુઃખથી ભાગનારો દુઃખથી ન બચે પણ પાપથી ભાગનારો અવશ્ય દુઃખથી બચે. આ બધા હેતુઓથી આત્માઓએ દુઃખથી નહિ ડરવું પણ દુઃખમાં હેતુભૂત પાપોથી ડરવું જોઈએ. નરકનું આયુષ્ય બાંધે કોણ? આ હેતુથી દરેક પાપભીરુએ વિચારવું જોઈએ કે કયો આત્મા નરકનું Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 10 આયુષ્ય બાંધે છે ? નરકનું આયુષ્ય કેવો આત્મા બાંધે એનું વર્ણન કરતાં પ્રકરણકાર પરમર્ષિ શ્રી દેવેંદ્રસૂરીશ્વરજી મહારાજા “કર્મવિપાક' નામના પ્રથમ કર્મગ્રંથમાં ફરમાવે છે કે – “વંઘા નિયામહામદિરો " “મહાપરિગ્રહી, મહારંભી અને રૌદ્રપરિણામી આત્મા નરકના આયુષ્યનો બંધ કરે છે.” નરકના હેતુઓ : વળી પરમોપકારી પરમર્ષિઓ “મહારંભ, મહાપરિગ્રહ, પંચંદ્રિય જીવોનો ઘાત અને માંસનું ભક્ષણ' – આ ચાર વસ્તુઓને પણ નરકના કારણ તરીકે ઓળખાવે છે. આથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે “મહાન આરંભ, મોટો પરિગ્રહ, પંચેંદ્રિય જીવોનો વધ, માંસાહાર અને રૌદ્રપરિણામ' આ બધાં નરકગતિમાં લઈ જનારાં પાપો છે : અર્થાતુ જે કોઈ વસ્તુ આત્માને રૌદ્રપરિણામી બનાવે તે સઘળી જ વસ્તુ નરકમાં લઈ જનાર પાપ તરીકે મનાય છે. આ ઉપરથી -- એ વાત તદ્દન જ સ્પષ્ટ થાય છે કે નરકગતિનાં દુઃખોથી ગભરાનારાઓએ મહારંભ આદિ મહાપાપોથી જ ગભરાવું જોઈએ અને એમાં જ સાચી આસ્તિકતા છે. નરકગતિને માનવાનો દાવો કરવો અને નરકનાં દુઃખો સાંભળીને કંપી ઊઠવું તે છતાં પણ તેમાં લઈ જનારાં પાપોથી સહજ પણ નહિ ડરવું એ કાંઈ સાચી આસ્તિકતા નથી એટલું જ નહિ પણ એક જાતનો દંભ છે. નરકગતિને માનનારો આત્મા, મહારંભ આદિને ખીલવનારી પ્રવૃત્તિઓમાં કદી પણ ન રાચે. નરકગતિને માનનારા આત્માઓ મહારંભ આદિ ઘોર પાપની પ્રવૃત્તિઓમાં કર્મના યોગે ફસી ગયેલા હોવા છતાં પણ અવસરે અવસરે એ આત્માઓને એ વસ્તુ સંખ્યા વિના રહે જ નહિ. એવી દશા તમારી પોતાની છે કે નહિ એ વિચારો. એ વિચારશો તો જ નરકના હેતુઓથી બચી શકશો. સૂત્રકાર પરમર્ષિ તથા ટીકાકાર મહર્ષિનો પણ નરકના હેતુઓથી બચાવવાનો જ આશય છે : એ આશયને પોતાની જાત માટે સફળ કરવો એ તમારા પોતાના જ હાથમાં છે. બાકીની-ગતિઓમાં કેવી કેવી દશા છે એ વગેરેનું વર્ણન હવે પછી Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : તિર્યંચગતિ અને તેના ભેદ-પ્રભેદ : તિર્યંચગતિના જીવોની યોનિઓ વગેરે : વિષય : આચારાંગ ટીકાના આધારે તિર્યંચગતિના ભેદો-પ્રભેદો, યોનિઓ, કુળકોટિઓ અને વેદનાદિનો ચિતાર, ૫ જીવ પ્રકાર ૧. | પૃથ્વીકાય ર. 13. ૪. ૫. હીનતમ ગતિ નરક કહેવાય. ત્યારબાદના ક્રમે નંબર લાગે છે તિર્યંચગતિનો. એમાં કેટકેટલા પ્રકા૨ના જીવ પ્રકારોનો સમાવેશ થાય છે, એની યોનિઓની તેમજ કુળ કોટિઓની સંખ્યા તેમજ તેમને થતી વિવિધ પ્રકારની વેદનાઓનું સ્વરૂપ આ પ્રવચનમાં વર્ણવવામાં આવ્યું છે. જે જોતાં હૈયું હચમચી ઉઠે છે અને નિશ્ચય થઈ જાય છે કે આવા દુઃખ અને પરાધીનતાવાળા સ્થાનમાં ક્યારે પણ જવું ન પડે તો સારું. ખૂબ જ ટુંકાણમાં, અત્યલ્પ શબ્દોમાં તિર્યંચ ગતિનું સમગ્ર વિશ્વ આંખ સામે ખડું કરીને, ટીકાકાર મહર્ષિએ મહાન ઉપકાર કર્યો છે. ૭. 19. અપ્લાય તેજસ્કાય વાયુકાય (a) સાધારણ વનસ્પતિકાય (b) પ્રત્યેક વનસ્પતિકાય ૭ લાખ ૧૨ લાખ ૭ લાખ ૭ લાખ ૭ લાખ ૩ લાખ ૭ લાખ ૭ લાખ ૧૪ લાખ ૨૮ લાખ ૧૦ લાખ ૨૮ લાખ ૨ લાખ ૭ લાખ ૨ લાખ ૮ લાખ ૨ લાખ ૯ લાખ (૩) જલચર ૪ લાખ ૧૨.૫ લાખ (b) ખેચર ૪ લાખ ૧૨ લાખ ૧૦ લાખ (c) ચતુષ્પદ સ્થલચર પંચેંદ્રિય | ૪ લાખ ઉરઃ પરિસર્પ સ્થલચર | તિર્યંચો | ૪ લાખ ભુજ પરિસર્પ સ્થલચર ૧૦ લાખ ૪ લાખ ૯ લાખ ૭૮ લાખ ૧૯૨.૫ લાખ (a) બેઈંદ્રિય (વિકલેંદ્રિય) (b) તેઈંદ્રિય (વિકલેંદ્રિય) (c) ચતુરીક્રિય (વિકલેંદ્રિય) તિર્યંચગતિના જીવો ઃ યોનિ કુળકોટિ સ્થાવર જીવોના પ્રકાર : કુલ વેદના સ્વકાય-૫૨કાયશસ્ત્ર શીતોષ્ણાદિ 99 99 છેદન, ભેદન, મોટનાદિ અનંત "7 સુધા,પિપાસા,શીતોષ્ણાદિ પ્રત્યક્ષ "9 87 37 19 99 99 29 39 Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૭: તિર્યંચગતિ અને તેના ભેદ-પ્રભેદ : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીઓને નિર્વેદ અને વૈરાગ્ય થાય એ હેતુથી જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે તે સ્પષ્ટ સમજી શકાય તે માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, ચારે ગતિના જીવોની યોનિ આદિનું વર્ણન કરતાં નીચતમ નરકગતિની યોનિ અને કુલકોટિ તથા નરકગતિમાં પડેલા આત્માઓની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરવા સાથે તે આત્માઓને ભોગવવી પડતી વેદનાઓના પ્રકાર પણ દર્શાવ્યા અને છ શ્લોકો દ્વારા તેઓની વચનાતીત વેદનાઓનો પણ કાંઈક ખ્યાલ કરાવ્યો. હવે, “તિર્યંચગતિમાં રહેલા આત્માઓ મુખ્યતયા પાંચ પ્રકારમાં વહેંચાયેલા છે કારણ કે તિર્યંચગતિમાં એક ઇંદ્રિયવાળા જીવો હોય છે તેમ બે ઇંદ્રિયોવાળા, ત્રણ ઇંદ્રિયોવાળા, ચાર ઇંદ્રિયોવાળા અને પાંચ ઇંદ્રિયોવાળા જીવો પણ હોય છે : તે પૈકીના એકેન્દ્રિયવાળા જીવો પાંચ પ્રકારે છે : ૧. પૃથ્વીકાય. ૨. અપ્લાય, ૩. તેઉકાય, ૪. વાયુકાય અને ૫. વનસ્પતિકાય.” પાંચમા વનસ્પતિકાયમાં પણ બે પ્રકાર છે : “૧. પ્રત્યેક, અને ૨. સાધારણ.' જેમ વનસ્પતિકાયના મુખ્યતયા બે પ્રકાર છે તેમ પંચેંદ્રિય-તિર્યંચોના પણ મુખ્યતયા - “૧. જલચર, ૨. ખેચર અને ૩. સ્થલચર’ આ ત્રણ પ્રકાર છે; તેમાં સ્થલચર' પણ - ૧. ચતુષ્પદ, ૨. ઉર:પરિસર્પ, ૩. ભુજ-પરિસર્પે.' આ ત્રણ પ્રકારના છે.' આ સઘળાય પ્રકારના તિર્યંચોની યોનિ, કુલકોટિ અને વેદનાના સ્વરૂપનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંક સૂરિજી મહારાજા ફરમાવે છે કે - १. "तिर्यग्गतौ पृथिवीकायजन्तूनां सप्त योनिलक्षा द्वादश कुलकोटिलक्षाः स्वकायपरकायशस्त्राणि शीतोष्णादिका वेदनाः, २. तथाऽष्कायस्यापि सप्त योनिलक्षाः सप्त च कुलकोटि वेदना अपि नानारूपा एव, ३. तथा तेजस्कायस्य सप्त योनिलक्षाः त्रयः कुलकोटिलक्षाः पूर्वववदनादिकं, ४. वायोरपि सप्त योनिलक्षाः सप्त च कुलकोटिलक्षाः वेदना अपि शीतोष्णादिजनिता नानारूपा एव, ५. प्रत्येकवनस्पतेर्दशयोनिलक्षाः साधारणवनस्पतेश्चतुर्दश उभयरूपस्याप्यष्टाविंशति Page #285 -------------------------------------------------------------------------- ________________ 155 – – ૧૭ : તિર્યંચગતિ અને તેના ભેદ-પ્રભેદ - 87 – ૨૬૯ कुलकोटिलक्षाः, तत्र च गतोऽसुमाननन्तमपि, कालं, छेदन-भेदन-मोटनादिजनिता नानारूपा वेदना अनुभवत्रास्ते, ६. विकलेन्द्रियाणामपि द्वौ द्वौ योनिलक्षौ कुलकोट्यस्तु द्वीन्द्रियाणां सप्त त्रिन्द्रियाणामष्टौ चतुरिन्द्रियाणां नव, दुःखं तु क्षुत्पिपासाशीतोष्णादि जनितमनेकधाऽध्यक्षमेव तेषामिति, ७. पञ्चेन्द्रियतिरश्चामपि चत्वारो योनिलक्षाः कुलकोटिलक्षास्तु जलचराणामर्द्धत्रयोदश, पक्षीणां द्वादश, चतुष्पदानां दश, उरःपरिसर्पाणां दश, भुजपरिसर्पाणां नव वेदनाश्च नानारूपा यास्तिरश्चां सम्भवन्ति ताः प्रत्यक्षा एवेति, ૩ ઇ "क्षुतृहिमात्युष्णभयार्दितानां, पराभियोग-व्यसनातुराणाम् । अहो ! तिरश्चामतिदुःखितानां, सुखानुषङ्ग किल वार्तमेतद् ।।१।।" તિર્યંચગતિના જીવોની યોનિઓ વગેરે : તિર્યંચગતિમાં ઉત્પન્ન થયેલા પૈકીનાં : ૧. “પૃથ્વીકાયના જંતુઓની યોનિ સાત લાખ છે. કુલકોટિ બાર લાખ છે, પૃથિવીકાય જીવોને નાશ કરનારાં શસ્ત્રો બે પ્રકારનાં હોય છે કે એક સ્વકાયશસ્ત્રો અને બીજાં પરકાય શસ્ત્રો : અર્થાતુ એ જીવોનો નાશ અપકાય આદિ અન્યથી થાય છે તેમ પૃથિવીકાયથી પણ થાય છે અને શીત તથા ઉષણ આદિ વેદનાઓ પણ પૃથ્વીકાયના જીવોને અનેક પ્રકારની હોય છે. ૨. “અષ્કાયના જીવોની પણ યોનિ સાત લાખ છે, કુલકોટિ પણ સાત લાખ છે અને તે જીવોને વેદનાઓ પણ અનેક પ્રકારની હોય છે. ૩. “તેજસ્કાય' જીવોની યોનિ સાત લાખ છે, કલકોટિ ત્રણ લાખ છે અને તેજસ્કાય જીવોને પણ વેદના વગેરે પૃથ્વીકાય” અને “અપકાયના જીવોની માફક હોય છે. ૪. “વાયુકાય' જીવોની પણ યોનિ અને કુલકોટિ સાત લાખ છે તથા શીત અને ઉષ્ણ આદિથી ઉત્પન્ન થયેલી વેદનાઓ પણ તે જીવોને અનેક પ્રકારની જ હોય છે. ૫. વનસ્પતિકાયના જીવો બે પ્રકારના છે: ૧. પ્રત્યેક વનસ્પતિકાય અને ૨. “સાધારણ વનસ્પતિકાય'. તે પૈકીની - Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ ૧. ‘પ્રત્યેક વનસ્પતિકાય’ની યોનિ દશ લાખ છે અને કુલકોટિ અઠ્ઠાવીસ લાખ છે અને ૨. ‘સાધારણ વનસ્પતિકાય'ની યોનિ ચૌદ લાખ છે અને કુલકોટિ અઠ્ઠાવીસ લાખ છે. તેમાં ગયેલો જીવ, અનંત કાલ સુધી પણ છેદન, ભેદન અને મોટન (મરડવું) આદિથી ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની વેદનાઓનો અનુભવ કરતો રહે છે. ૬. વિકલેંદ્રિય’ના પણ ત્રણ પ્રકાર છે : ‘1. ‘બેઇંદ્રિય’, 2. ‘તેઇંદ્રિય’ અને 3. ‘ચતુરિંદ્રિય.’ તે પૈકીના - ૧. બે ઇંદ્રિયોવાળા જીવોની યોનિ બે લાખ છે અને કુલ કોટિ સાત લાખ છે અને ૨. ત્રણ ઇંદ્રિયોવાળા જીવોની યોનિ બે લાખ છે અને કુલકોટિ આઠ લાખ છે તથા ૩. ચાર ઇંદ્રિયોવાળા જીવોની યોનિ બે લાખ છે અને કુલકોટિ નવ લાખ છે. આ ત્રણે પ્રકા૨ના જીવોને ક્ષુધા, પિપાસા, શીત અને ઉષ્ણ આદિથી ઉત્પન્ન થતું દુ:ખ પ્રત્યક્ષ જ છે. ૭. પંચેંદ્રિય તિર્યંચ' જીવોના પ્રકાર પાંચ છે : ‘-1-‘જલચર’,2. ‘ખેચર’, 3. ‘ચતુષ્પદ’ એટલે ચાર પગથી ચાલનાર સ્થલચર, 4. ઉર:પરિસર્પ' એટલે છાતીથી ચાલનાર સ્થલચર અને 5. ‘ભુજપરિસર્પ’ એટલે ભુજાથી ચાલનાર સ્થલચર.' એ પૈકીના૧. ‘જલચર’ એટલે પાણીમાં ચાલનાર મત્સ્ય આદિ જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ સાડા બાર લાખ છે. ૨. ‘ખેચર’ એટલે આકાશમાં ઊડનાર પક્ષીઓની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ બાર લાખ છે. ૩. ‘ચતુષ્પદ’ ચાર પગે ચાલનાર ‘સ્થલચર’ના પ્રથમ ભેદના જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ દશ લાખ છે. ૪. ‘ઉર:પરિસર્પ' એટલે છાતીથી ચાલનાર ‘સ્થલચર’ના બીજા ભેદના જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ દશ લાખ છે. ‘ભુજપરિસર્પ :’ એટલે ભુજાથી ચાલનાર ‘સ્થલચર’ના ત્રીજા ભેદના જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ નવ લાખ છે. ૫. 1356 Page #287 -------------------------------------------------------------------------- ________________ 1357 ૧૭ : તિર્યંચગતિ અને તેના ભેદ-પ્રભેદ આ પાંચેય પ્રકારના તિર્યંચોને જે વિવિધ પ્રકારની વેદનાઓ સંભવે છે તે પ્રત્યક્ષ જ છે. = 87 - ‘કહેલું છે કે – અહો ! ક્ષુધા, તૃષા, હિમ, અતિ ઉષ્ણ અને ભયથી પીડિત અને પરનો અભિયોગ તથા અનેક પ્રકારનાં કષ્ટોથી આતુર એ જ કારણે અતિશય દુઃખિત એવા તિર્યંચોને સુખનો યોગ છે એમ કહેવું એ ખાલી વાતો કરવા જેવું જ છે કારણ કે એ બિચારા જીવોને સુખ હોવાનો સંભવ જ નથી.” . આટલા વર્ણન ઉપરથી બરાબર સમજી શકાશે કે આ લોકમાં મનુષ્યો સિવાયના જે જીવો દૃષ્ટિગોચર થાય છે તે સઘળાય તિર્યંચો જ છે : વધુમાં શ્રી જૈનશાસનને નહિ પામેલાઓથી, સર્વથા અજ્ઞાત એવા પણ તિર્યંચો અસંખ્યાતા અને અનંતા છે : આ સંસારમાં ના૨કી, દેવો અને મનુષ્યોની અપેક્ષાએ તિર્યંચગતિના જીવોની સંખ્યા જ ઘણી વિશાળ છે : નારકીના જીવો, દેવગતિના જીવો અને મનુષ્યગતિના જીવો સઘળાય હાલી ચાલી શકે તેવા એટલે ત્રસ છે ત્યારે તિર્યંચ ગતિના જીવો બે પ્રકારના છે : ૧. ‘સ્થાવર’ અને ૨. ‘ત્રસ’ ૨૭૧ : :: ૧. સ્થાવર જીવો ઃ ‘સ્થાવર નામકર્મ’ના ઉદયને કારણે ગમનાગમન કરવા માટે સર્વથા અશક્ત છે : એ જીવો અનંતજ્ઞાનીઓ સિવાય કોઈને પણ પ્રત્યક્ષ નથી : જે આત્માઓ અનંતજ્ઞાની પરમ વીતરાગ શ્રી અરિહંત પરમાત્માના શાસનને પામેલા છે તે જ આત્માઓ એ જીવોની શ્રદ્ધા કરી શકે છે : અનંતજ્ઞાની શ્રી અરિહંત પરમાત્માના શાસનથી પર રહેલા આત્માઓ, ગમે તેવા ડાહ્યા ગણાવા છતાં પણ એ જીવોની રક્ષા કરવાનું નથી સમજી શક્યા, કારણ કે હાલી ચાલી ન શકે તેવા પણ જીવો છે એ વાત જ તેઓ અજ્ઞાનના યોગે નથી જાણી શકતા અને મિથ્યાત્વના ઉદયથી નથી માની શકતા. બલિહારી છે એ અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોની કે જેમણે વિશ્વહિતૈષીઓએ ‘એવા પણ જીવો છે' એમ સમજાવીને અહિંસાનો અનુપમ અને અજોડ રાજમાર્ગ ઉઘાડો કર્યો છે : એ રાજમાર્ગે તે જ આત્માઓ ચાલી શકે છે કે જે આત્માઓ, એ પરમાત્માઓની આજ્ઞા મુજબના સંયમના અને તપના ઉપાસક બને છે. શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલ અહિંસા, સંયમ અને તપ એ મોક્ષમાર્ગના આરાધકો જ સારી રીતે સમજી શકે છે અને યથાર્થ રીતે આચરી શકે છે. સંપૂર્ણ અહિંસાના ઉપાસક થવાને ઇચ્છતા આત્માઓ, સંપૂર્ણ અહિંસાનું યથાર્થ પાલન કરી શકે તે માટે એ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –- 15: અનંત ઉપકારી પરમાત્માએ સ્થાવર જીવો કેટલા પ્રકારના અને કેવી રીતે રહ્યા છે એ વગેરે ઘણી જ ઝીણવટપૂર્વક સમજાવ્યું છે. સ્થાવર જીવોના પ્રકાર : સ્થાવર જીવોના મુખ્ય પ્રકાર પાંચ છે. ૧. પહેલો - “પૃથ્વીકાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં સ્ફટિકરન, મણિ, રત્ન, વિદ્રુમ આદિ અનેકનો સમાવેશ થાય છે. ૨. બીજો – “અષ્કાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં ઘનોદધિ આદિ સર્વ પ્રકારના પાણીનો સમાવેશ થાય છે. ૩. ત્રીજો – ‘તેજસ્કાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં વીજળી આદિ સર્વ પ્રકારની અગ્નિનો સમાવેશ થાય છે. ૪. ચોથો – ‘વાયુકાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં ઘનવાત આદિ સર્વ પ્રકારના વાયુનો સમાવેશ થાય છે. ૫. પાંચમો – “વનસ્પતિકાય' નામનો પ્રકાર છે, “વનસ્પતિકાયના મુખ્ય બે વિભાગ છે : એક પ્રત્યેક વનસ્પતિકાય' અને બીજો “સાધારણ વનસ્પતિકાય.” “પ્રત્યેક વનસ્પતિકાય' તેને કહેવાય છે કે જેના એક શરીરમાં એક જીવ હોય અને “સાધારણ વનસ્પતિકાય તેને કહેવાય છે કે જેના એક શરીરમાં અનંતા જીવો હોય : ફળ, ફૂલ આદિ પ્રત્યેક વનસ્પતિકાય'માં ગણાય છે અને કંદ આદિ “સાધારણ વનસ્પતિકાય'માં ગણાય છે. આ પાંચ પ્રકારના જીવોના સૂક્ષ્મ અને બાદર આદિ પ્રકારો છે. આ જીવોને માત્ર “સ્પર્શના” નામની એક જ ઇંદ્રિય હોય છે. ૨. ત્રસ જીવો ત્રસ નામકર્મના ઉદયથી ગમનાગમન કરવાની શક્તિ ધરાવે છે : એ જીવો ચાર પ્રકારમાં વહેંચાયેલા છે : ૧. બેઇંદ્રિય, ૨. ટીંદ્રિય, ૩. ચતુરદ્રિય અને ૪. પંચેન્દ્રિય : ૧. “શંખ આદિના જીવો બે ઇંદ્રિયોવાળા હોય છે, કારણ કે એ જીવોને ૧. સ્પર્શના, અને ૨. રસના” આ બે જ ઇંદ્રિયો હોય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ 139 ––– ૧૭ : તિર્યંચગતિ અને તેના ભેદ-પ્રભેદ - 87 - ૨૭૩ ૨. “કીડી' આદિના જીવો ત્રણ ઇંદ્રિયોવાળા હોય છે. એ જીવોને ‘૧. સ્પર્શના, - ૨. રસના અને ૩. ઘાણ' આ ત્રણ ઇંદ્રિયો હોય છે. ૩. “વીંછી' આદિના જીવો ચાર ઇંદ્રિયોવાળા હોય છે. એ જીવોને . ૧. સ્પર્શના, ૨. રસના, ૩. ધ્રાણ અને ૪. ચક્ષુ' આ ચાર ઇંદ્રિયો હોય છે. આ ત્રણે પ્રકારના જીવો ‘વિકલૈંદ્રિય' નામથી ઓળખાય છે. કારણ કે એકેંદ્રિય જીવો કરતાં અધિક ઇંદ્રિયોવાળા હોવા છતાં પણ પૂર્ણ પાંચેય ઇંદ્રિયોવાળા નથી કિંતુ બેઇંદ્રિય જીવો ત્રણ ઇંદ્રિયોથી વિકલ છે, ત્રણ ઇંદ્રિયવાળા જીવો બે ઇંદ્રિયોથી વિકલ છે અને ચતુરિંદ્રિય જીવો એક ઇંદ્રિયથી વિકલ છે. ૪. “સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર' આ પાંચે ઇંદ્રિયોથી પૂર્ણ એવા તિર્યંચો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે : 1. જલચર, 2. ખેચર અને 3. સ્થલચર.' 1. “મસ્ય' આદિ જીવો જલચરમાં ગણાય છે. 2. “શુક' આદિ પક્ષીઓ ખેચરમાં ગણાય છે. 3. “સ્થલચર' એટલે ભૂમિ ઉપર ચાલનારા જીવો અને એ જીવો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે : ૧. “ચતુષ્પદ એટલે ચાર પગવાળાં ગાય, ભેંશ આદિ સઘળાંય પશુઓ, ૨. “ઉર:પરિસર્પ' એટલે છાતીથી ચાલનાર “સર્પ” વગેરે અને ૩. “ભુજ પરિસર્પ એટલે ભુજાથી ચાલનાર નોળિયા આદિ, આ જીવોના પણ સંમૂર્છાિમ અને ગર્ભજ આદિ ભેદો છે. આ બન્ને પ્રકારના ત્રસ જીવોની યોનિઓ અને કુલકોટિઓ કેટલી કેટલી છે એ કહેવા સાથે ટીકાકાર મહર્ષિએ એ જીવોની વેદનાઓનો પણ સામાન્ય ખ્યાલ આપ્યો : એ ઉપરથી પણ આપણાથી સમજી શકાય તેમ છે કે કર્મના વશવર્તીપણાથી પરવશ બનેલા તે આત્માઓને સુખનો સંભવ સરખો નથી : તે છતાં પણ તિર્યંચ ગતિમાં પડેલા આ સઘળાય જીવોને કેવા કેવા પ્રકારની અને કેવી કેવી કારમી વેદનાઓ ભોગવવી પડે છે એ વસ્તુ કંઈક વિસ્તારથી જાણવા જેવી છે. એ જાણવાથી બે લાભ થઈ શકે તેમ છે. “એ ગતિની દુઃખદ દશાથી Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૫ – 10 બચવા માટે એ ગતિનાં આયુષ્યબંધનાં કારણોથી બચવાની કાળજી જન્મી શકે.” એ એક લાભ અને બીજો લાભ એ કે “અજ્ઞાનતાના પ્રતાપે એ જીવોને ત્રાસરૂપ થતી જે જે આપણી કારવાઈઓ, હોય તેનાથી પણ બચી શકાય.' એવી કારવાઈઓથી બચનારો આત્મા અહિંસક બનવા સાથે કર્મથી પરવશ થયેલા આત્માઓને ત્રાસરૂપ થતો અટકે છે એટલે ઉભયને લાભ છે. તિર્યંચ ગતિમાં પડેલા પાપાત્માઓને કેવા કેવા પ્રકારનાં દુઃખો કેવી કેવી રીતે થાય છે એ વગેરે વસ્તુનું વર્ણન કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી યોગશાસ્ત્રમાં સંસારભાવના સ્પષ્ટીકરણ કરતાં સારામાં સારું કર્યું છે અને આ પ્રસંગે એ ખાસ જોવા જેવું છે પણ તે હવે પછી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૮: એકેંદ્રિયપણાનાં દુઃખો: 88 • કર્મવશવર્તી પ્રાણીઓના કર્મવિપાકનું વિશિષ્ટ વર્ણન : વનસ્પતિકાયની વિપત્તિઓ : પૃથ્વીકાયની પીડાના પ્રકાર : • કારમું કૌતુક : •“અપ્લાય' ઉપરના ઉપદ્રવો - • મૂર્તિમંત મૂર્ખતા : તેજસ્કાય'ના ત્રાસના પ્રકારો - • શરણરૂપ એક જૈન સાધુતા જ : • “વાયુકાય'ની વેદના : • જૈન માત્રની ફરજ : વિષયઃ પૃથ્વીકાય વગેરે એકેંદ્રિય જીવોનાં દુઃખનું યોગશાસ્ત્રના આધારે વર્ણન. ચાર ગતિમાં રહેલા વિભિન્ન જીવોના દુઃખોનું વર્ણન ક્રમશઃ ચાલી રહ્યું છે, તે અંતર્ગત આ પ્રવચનમાં કલિકાલ સર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા રચિત યોગશાસ્ત્રમાં કરેલા સંસાર ભાવનાના વિવરણના આધારે પ્રવચનકારશ્રીએ એકેંદ્રિય જીવોના દુઃખોના પ્રકારોનો વિગતવાર ખ્યાલ આપ્યો છે. કૌતુકાદિવશ અથવા અજ્ઞાન કે પ્રમાદાદિવશ લોકોના હાથે કેવા કેવા જીવોની હિંસા થઈ જાય છે, તે જાણી તેનાથી સંપૂર્ણતઃ બચવા માટે જૈન સાધુતા જ કઈ રીતે શરણરૂપ છે, તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. છ કાયનો કૂટો કરવાના ઉપદેશ આપનારા કેટલાક અજ્ઞાનીઓ દ્વારા જાણ્યેઅજાણ્યે પૃથ્વીકાયાદિ જીવોની જે કારમી હિંસાનું પ્રવર્તન થઈ રહ્યું છે, તે અંગે પણ પૂજ્યશ્રીએ લાલબત્તી ધરી, એને મૂર્તિમંત મૂર્ખતારૂપે નવાજી છે. • અજ્ઞાનતા એ એવી ભયંકર વસ્તુ છે કે એ સ્વ-પર ઉભયનો વિનાશ કરનારી થાય છે. અજ્ઞાનતા દૂર થયા વિના સ્વતંત્ર મત પ્રતિપાદન કરવાની વૃત્તિ એ જ ઘોર મિથ્યાત્વ છે. ભયંકર અજ્ઞાની આત્મા એક અંતરના અવાજ ઉપર જ નાચે અને બીજાઓને પણ નાચવાનું અભિમાન ધરાવે, એ આ વીસમી સદીનું કારમું કૌતુક જ છે. વિશ્વમાં પ્રાણીમાત્ર માટે શરણરૂપ વસ્તુ કોઈ પણ હોય તો તે એક જૈન સાધુતા છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૮ઃ એકેંદ્રિયપણાનાં દુઃખો : કર્મવશવર્તી પ્રાણીઓના કર્મવિપાકનું વિશિષ્ટ પ્રકારે વર્ણન: સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, એકાંત હિતબુદ્ધિના યોગે વિચક્ષણ આત્માઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ જ એક શુભ હેતુથી જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે તે સ્પષ્ટપણે સમજી શકાય એ ઇરાદાથી ટીકાકાર પરમર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ' આ ચારે ગતિના જીવોની યોનિ, કુલકોટિ અને વેદનાઓનું સ્વરૂપવર્ણન કરતાં નરકગતિના જીવોની યોનિ, કુલકોટિ અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવા સાથે જ શ્લોકો દ્વારા એ ગતિના જીવોને ભોગવવી પડતી વેદનાઓનો જેમ કંઈક ખ્યાલ કરાવ્યો તેમ એકેંદ્રિય' આદિ ભિન્ન ભિન્ન અવસ્થામાં રહેલા તિર્યંચ ગતિના જીવોની પણ યોનિઓ અને કુલ કોટિઓની સંખ્યાનું પ્રતિપાદન કરવાપૂર્વક તે જીવોને ભોગવવી પડતી વેદનાઓનો પણ સહજ ખ્યાલ આપ્યો. પણ આપણી ઇચ્છા, “એકેંદ્રિય' આદિ જીવોને ભોગવવી પડતી વેદનાઓનો કંઈક વિશેષ ખ્યાલ આપવાની છે : એ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી યોગશાસ્ત્રમાં અનિત્ય આદિ બાર ભાવનાઓ પૈકીની ત્રીજી સંસારભાવનાનું વિવરણ કરતાં “એકેંદ્રિય' આદિ ભિન્ન ભિન્ન પ્રકારે રહેલા તિર્યંચગતિના આત્માઓને ભોગવવી પડતી વેદનાઓનો કંઈક વિશેષ ખ્યાલ આપતાં શું શું ફરમાવ્યું છે એ જોઈએ. પૃથ્વીકાયની પીડાના પ્રકાર : તિર્યંચગતિમાં ભિન્ન ભિન્ન અવસ્થાને પામેલા આત્માઓની ત્રાસજનક દશાનું પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ “પૃથ્વીકાય' આદિ પાંચેયની દુઃખદ દશાનું કંઈક સ્પષ્ટતાથી પ્રતિપાદન કર્યું છે. એ સંસારભાવનાના વિવરણમાં નરકગતિના જીવોને કેટલા પ્રકારની અને કેવી કેવી વેદનાઓ ભોગવવી પડે છે એનો ખ્યાલ આપ્યા બાદ તિર્યંચગતિમાં Page #293 -------------------------------------------------------------------------- ________________ 133. – ૧૮ : એકેન્દ્રિયપણાનાં દુઃખો - 88 – ૨૭૭ રહેલા આત્માઓને ભોગવવી પડતી વેદનાઓનો ખ્યાલ આપતાં શરૂઆતમાં જ પૃથ્વીકાયના જીવોને વિવિધ જાતની પીડાઓ કેવા કેવા પ્રકારે ભોગવવી પડે છે એનું વર્ણન કરતાં એ મહાપુરુષ ફરમાવે છે કે – "तिर्यग्गतिमपि प्राप्ताः, सम्प्राप्यैकेन्द्रियादिताम् । तत्रापि पृथिवीकाय-रूपतां समुपागताः ।।१।। हलादिशस्त्रैः पाट्यन्ते, मृद्यन्तेऽश्वगजादिभिः । वारिप्रवाहै: प्लाव्यन्ते, दह्यन्ते च दवाग्निना ।।२।। व्यथ्यन्ते लवणाचाम्ल-मूत्रादिसलिलैरपि । लवणक्षारतां प्राप्ताः, क्वथ्यन्ते चोष्णवारिणि ।।३।। पच्यन्ते कुम्भकाराद्यैः, कृत्वा कुम्भेष्टकादिसात् । चीयन्ते भित्तिमध्ये च, कृत्वा कर्दमरूपताम् ।।४।। केचिच्छाणेनिघृष्यन्ते, विपच्य क्षारमृत्पुटैः । टङ्कान्दुकैर्विदार्यन्ते, पाट्यन्तेऽद्रिसरित्प्लवैः ।।५।।" તિર્યંચગતિને પણ પામેલા આત્માઓ, “એકેંદ્રિય' આદિપણાને પામીને અને એકેદ્રિયપણામાં પણ પૃથ્વીકાયરૂપતાને પામેલા આત્માઓ પૈકીના૧. કેટલાક આત્માઓ, ‘હલ' આદિ શસ્ત્રોથી ફડાય છે. ૨. કેટલાક આત્માઓ, “ઘોડા’ અને ‘હાથી' આદિ પશુઓ દ્વારા મર્દન કરાય છે. ૩. કેટલાક આત્માઓ, પાણીના પ્રવાહોથી પ્લાવિત થાય છે. ૪. કેટલાક આત્માઓ, દાવાગ્નિથી દહાય છે, ૫. કેટલાક આત્માઓ, ‘લવણ, આચાર્મ્સ અને મૂત્ર' આદિના પાણીથી પણ વ્યથિત થાય છે, ૬. લવણલારપણાને પામેલા કેટલાક આત્માઓ, ઉષ્ણ પાણીમાં ઉકળાય છે. ૭. કેટલાક આત્માઓ, કુંભાર આદિ દ્વારા ઘડા અને ઈંટો આદિ રૂપ થઈને પકાય છે. અર્થાત્ કેટલાક પૃથ્વીના જીવોને કુંભારો, ઘડા અને ઈંટો આદિરૂપ બનાવીને નિંભાડામાં પકાવે છે. ૮. કેટલાક પૃથ્વીના જીવોને કાદવરૂપ કરીને કડિયાઓ ભીંતની અંદર ચટાડે છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – 1984 ૯. કેટલાક પૃથ્વીના જીવોને ક્ષારમૃત્યુટો દ્વારા પકાવીને કારીગરો શાણ ઉપર ખૂબ ખૂબ ઘસે છે. ૧૦. કેટલાક પૃથ્વીના જીવો, ટંકાદુકો (ટાંકણાં વગેરે) દ્વારા ખૂબ ખૂબ ફડાય છે. ૧૧. અને કેટલાક પૃથ્વીના જીવો, પર્વતોની નદીઓના પ્રવાહો દ્વારા ફડાય છે. આવા આવા પ્રકારના, પૃથ્વીકાય જીવોની પીડાના પ્રકારો જાણીને પાપભીરુ, આત્માઓએ ખૂબ ખૂબ વિવેકી બનવાની જરૂર છે. ઉપકારી પુરુષો એ જીવોની પીડાના એવા એવા પ્રકારોનું વર્ણન એટલા જ માટે કરે છે કે “પૃથ્વીકાયના જીવો આવા આવા પ્રકારો દ્વારા ભયંકર પીડાને પામે છે” એમ જાણીને વિવેકી આત્માઓ તેવા તેવા પ્રકારો દ્વારા તે જીવોને પીડારૂપ થતા અટકે; અથવા ન અટકી શકાય તેમ હોય તો પણ યતનાયુક્ત તો અવશ્ય બને છે. આ વાત એકલા પૃથ્વીકાયના જીવો માટે જ નથી પરંતુ સઘળાય જીવો માટે સમજી લેવાની છે. અપ્લાય' ઉપરના ઉપદ્રવો - “પૃથ્વીકાયની પીડાના પ્રકારો વર્ણવ્યા બાદ ‘અપ્લાયના ઉપદ્રવોનું વર્ણન કરતાં પણ પ્રવચનપારંગત એ પરમર્ષિ પ્રરૂપે છે કે – “ગાવતાં પુનઃ પ્રતા-સ્તાન તપનામઃ | घनीक्रियन्ते तुहिनेः, संशोष्यन्ते च पांशुभिः ।।१।। क्षारेतरसाश्लेषाद्, विपद्यन्ते परस्परम् । સ્થાન્વિન્તસ્થા વિપશ્ચત્તે, પીત્તે પિપાસ રા “એકેંદ્રિયપણામાં પૃથ્વીકાયરૂપતાને પામેલા આત્માઓ, જેમ અનેક પ્રકારની પીડાઓને ભોગવે છે તેમ “અપકાયપણાને પામેલા જીવો પણ - ૧. સૂર્યનાં કિરણોથી તપે છે, ૨. તુહિનથી ઘનીભૂત થઈ જાય છે અને ૩. ધૂળ દ્વારા શોષાઈ જાય છે ? ૪. ખારો રસ અને તે સિવાયના બીજા પણ રસો એ રસોના પરસ્પર મિલનથી પરસ્પરનો વિનાશ થાય છે; અર્થાતુ ખારા પાણી સાથે મીઠું પાણી મળે તો એ ખારા પાણીના અને મીઠા પાણીના, ઉભયના જીવો નાશ પામે છે : એ રીતે ભિન્ન ભિન્ન રસના પાણીનો ભિન્ન ભિન્ન Page #295 -------------------------------------------------------------------------- ________________ 1365 ૧૮ : એકેન્દ્રિયપણાનાં દુઃખો - 88 1:0 રસવાળા પાણી સાથે મેળાપ થાય તો એકત્રિત થયેલ ભિન્ન ભિન્ન પાણીના જીવોનો નાશ થાય છે. ૫. વળી થાળી એટલે રાંધવાનું ભાજન વિશેષ તપેલી વગેરેમાં રહેલા પાણીના જીવો પુષ્કળ પકાય છે અને ૬. તરસ્યા લોકો દ્વારા પાણીના જીવો પિવાય છે. ‘તેજસ્કાય’ના ત્રાસના પ્રકારો ‘અપ્લાય’ના ઉપદ્રવોનું વર્ણન કર્યા પછી ‘તેજસ્કાય’ જીવોના ત્રાસના પ્રકારોનું વર્ણન કરતાં એ જ આરાધ્યપાદ આચાર્ય ભગવાન ફરમાવે છે કે - “તેનાવમાપ્તાશ્વ, વિધ્યાન્તે નામિઃ । घनादिभिः प्रकुट्यन्ते ज्वाल्यन्ते चेन्धनादिभिः । । १ । । " ‘તેજસ્કાય પણાને પામેલા જીવો ૧. જલાદિ દ્વારા બુઝાવી નખાય છે, ૨. ઘનાદિથી પુષ્કળ કુટાય છે અને ૩. ઈંધન આદિ દ્વારા જાજ્વલ્યમાન કરાય છે. ‘વાયુકાય’ની વેદના : આ પ્રમાણે ‘તેજસ્કાયપણા'ને પામેલા જીવોના ત્રાસના પ્રકારોનું વર્ણન કર્યા પછી ‘વાયુકાય’ જીવોની વેદનાઓનું વર્ણન કરતાં એ જ સર્વતંત્ર સ્વતંત્ર સૂરિપુરંદર ફરમાવે છે કે - “વાયુજાવત્વમળાતા, દૈન્યને વ્યનનાવિમિઃ । शीतोष्णादिद्रव्ययोगाद्, विपद्यन्ते क्षणे क्षणे ॥१॥ प्राचीनाद्यास्तु सर्वेऽपि, विराध्यन्ते परस्परम् । મુાલિવાર્તાધ્યો, પીયો ચોરાલિમિઃ ।।" ‘વાયુકાય`પણાને પણ પામેલા જીવો ‘૧. પંખાદિકથી હણાય છે. ૨. શીત અને ઉષ્ણ આદિ દ્રવ્યોના યોગથી ક્ષણે ક્ષણે મરણ પામે છે. ૩. પૂર્વ દિશા આદિના પવનો તો સઘળાય પણ પરસ્પર અથડાઈ અથડાઈને મરણ પામે છે ઃ અર્થાત્ પૂર્વ દિશાનો પવન પશ્ચિમ આદિના પવન : ૨૭૯ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૫ – 1958 સાથે, પશ્ચિમ દિશાનો પવન પૂર્વ આદિના પવન સાથે, ઉત્તર દિશાનો પવન દક્ષિણ આદિના પવન સાથે, દક્ષિણ દિશાનો પવન ઉત્તર આદિના પવન સાથે, ઊર્ધ્વ દિશાનો પવન અધો દિશા આદિના પવન સાથે અને અધો દિશાનો પવન ઊર્ધ્વ દિશા આદિના પવન સાથે, એમ અનેક રીતે પરસ્પર અથડાઈને વાયુકાયના જીવો વિનાશ પામે છે, ૪. મુખ આદિના પવનથી પણ વાયુકાયના જીવો બાધા પામે છે અને ૫. સર્પ આદિ પણ એ જીવોનું પાન કરી જાય છે.' ‘વનસ્પતિકાયની વિપત્તિઓ : વાયુકાય' જીવોની વેદનાઓનું વર્ણન કર્યા પછી વનસ્પતિકાયના જીવોની વિપત્તિઓનું વર્ણન કરતાં એ જ શાસનદિવાકર, સૂરિચકચક્રવર્તી ફરમાવે છે કે - "वनस्पतित्वं दशधा, प्राप्ता कन्दादिभेदतः । छिद्यन्ते चाथ भिद्यन्ते, पच्यन्ते चाग्नियोगतः ।।१।। संशोष्यन्ते निपिष्यन्ते, प्लुष्यन्तेऽन्योन्यघर्षणः । क्षारादिभिश्च दह्यन्ते, संघीयन्ते च भोक्तृभिः ।।२॥ सर्वावस्थासु खाद्यन्ते, भज्यन्ते च प्रभञ्जनः । क्रियन्ते भस्मसाद् दावे-रुन्मूल्यन्ते सरित्प्लवैः ।।३।। सर्वेऽपि वनस्पतयः, सर्वेषां भोज्यतां गताः । સર્વેશ સર્વલાડનુ-બત્તિ વરસન્નતિમ્ ૪” કંદ' આદિના ભેદથી દશ પ્રકારના ‘વનસ્પતિપણાને પામેલા જીવો ૧. છેદાય છે. ૨. ભેદાય છે અને ૩. અગ્નિના યોગથી પકાવાય છે. ૪. સંશોષણ કરાય છે. ૫. સારી રીતે પિસાય છે. ૭. પરસ્પરનાં સંઘર્ષણોથી બળાય છે. ૭. ક્ષાર આદિથી બળાય છે. ૮. ભોક્તાઓ દ્વાર ખવાય છે અને ભંગાય છે તથા ૯. દાવાનલો દ્વારા ભસ્મસાત્ કરાય છે અને ૧૦. નદીઓના પ્રવાહો દ્વારા ઉમૂલન કરાય છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ 1267 - ૧૮ : એકેન્દ્રિયપણાનાં દુઃખો – 88 – ૨૮૧ ૧૧. સઘળાય પ્રકારની વનસ્પતિઓ સર્વના ભોજ્યપણાને પામીને સદાય સર્વ શસ્ત્રો દ્વારા ક્લેશની પરંપરાને અનુભવે છે. કારમું કૌતુક : - આ પાંચેય પ્રકારના એકેંદ્રિય જીવોની રક્ષાનું વિધાન એક શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જ સર્વ પ્રકારે કરવામાં આવ્યું છે. અન્ય શાસનના પ્રણેતાઓને તો પૃથ્વીકાય આદિ જીવો છે એવું ભાન પણ નથી. અજ્ઞાનતા એ એવી ભયંકર વસ્તુ છે કે એ સ્વપર ઉભયનો વિનાશ કરનારી થાય છે. અજ્ઞાનતા દૂર થયા વિના સ્વતંત્ર મત પ્રતિપાદન કરવાની વૃત્તિ એ જ ઘોર મિથ્યાત્વ છે. કુમતોની ઉત્પત્તિ અને આજનો ઘોર ઉત્પાત એ, એ જ ઘોર મિથ્યાત્વનું પરિણામ છે. ભયંકર અજ્ઞાની આત્મા એક અંતરના અવાજ ઉપર જ નાચે અને બીજાઓને પણ નચાવવાનું અભિમાન ધરાવે, એ આ વીસમી સદીનું કારમું કૌતુક જ છે. મૂર્તિમંત મૂર્ખતા : એમ કારમાં કૌતુકે આજે કેટલાય જૈન નામધારીઓને પણ પાગલ બનાવ્યા છે : અન્યથા પોતાની જાતને સાચા જૈન તરીકે ઓળખાવનારાઓ, ઘોર હિંસાના પ્રચારકને પણ અહિંસાના ઉદ્ધારક તરીકે ઓળખાવીને મૂર્તિમંત મૂર્ખતાનું પ્રદર્શન ખુલ્લું મૂકવાનું સાહસ કદી જ ન કરી શકત. સારાસારના અને હેય ઉપાદેયના વિવેકનો અભાવ હોવાથી ધર્મના નામે વનસ્પતિકાયની કારમી કતલનો જોરશોરથી સર્વદેશીય ઉપદેશ આપનારને પણ અહિંસાના ઉદ્ધારક તરીકે માનનારા અને અન્ય પાસે મનાવવાના દિ' ઊગ્યે ધમપછાડા કરનારા પોતાની જાતને સાચા જૈન તરીકે ઓળખાવે, એ મૂર્તિમંત મૂર્ખતા નહિ તો બીજું છે પણ શું ? વનસ્પતિકાયની કારમી કતલના ઉપદેશની માફક જ એક વખત તેજસ્કાયના સંહારનો પણ સચોટ ઉપદેશ આપનાર અને એ કંપારીજનક સંહારના પ્રચારમાં મઝા માણનાર તથા ત્રસ તિર્યંચો તથા મનુષ્યોની હિંસાનો પણ ઉલ્લાસ અને આનંદપૂર્વક ઉપદેશ આપનાર તથા આચરવાની પણ ઉઘાડી આગાહી આપનાર વ્યક્તિને અહિંસાના ઉદ્ધારક તરીકે માનનારા આત્માઓ – “મૂર્તિમંત મૂર્ખ તરીકે શ્રી જૈનશાસનમાં નહિ ઓળખાય તો અન્યત્ર ઓળખાશે પણ ક્યાં ? Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - 1968 ધ્યાનમાં રાખજો કે પૃથ્વીકાય આદિ સ્થાવર જીવોની હિંસામાં ત્રસ એટલે હાલતાચાલતા જીવોની પણ હિંસા બેઠી જ છે : એ જ કારણે પૃથ્વીકાય આદિના આરંભ સમારંભમાં બેઠેલા આત્માઓ ત્રસ જીવોને પણ નહિ હણવાનો સ્પષ્ટ નિયમ નથી સ્વીકારી શકતા. શરણરૂપ એક જૈન સાધુતા જ એ જ કારણથી આ વિશ્વમાં પ્રાણીમાત્ર માટે શરણરૂપ વસ્તુ કોઈ પણ હોય તો તે એક જૈન સાધુતા જ છે. શ્રી જૈન સાધુતા સિવાય પ્રાણીમાત્રને રક્ષણ આપનારી આ વિશ્વમાં કોઈ વસ્તુ જ નથી; એ જ કારણે શ્રી જૈનશાસનનો સંપૂર્ણ આધાર સાધુતા ઉપર જ છે. પ્રમત્તયોગથી પ્રાણ વ્યપરોપણને હિંસા માનનારું શ્રી જૈનશાસન, સંપૂર્ણપણે શ્રી જિનેશ્વરદેવોએ જીવનમાં જીવીને શકય રીતે ઉપદેશેલી સાધુતામાં જ સર્વાશે રહી શકે છે. એ એકાંત ઉપકારી અનંતજ્ઞાની પરમવીતરાગ શ્રી અરિહંત પરમાત્માઓએ ઉપદેશેલી સાધુતાના ઉપાસક જ એવા છે કે જેઓ હાલતાચાલતા જીવોની હિંસા તો નથી કરતા પણ પૃથ્વીકાય આદિ સ્થાવર જીવોની પણ હિંસા નથી કરતા. એ પરમતારક સાધુતાના ઉપાસક આત્માઓ, સજીવ પૃથ્વી, સજીવ પાણી, સજીવ અગ્નિ અને સજીવ વનસ્પતિનો સ્પર્શ સરખોય નથી કરતા. પ્રયત્નપૂર્વક પવનનો પણ ઉપભોગ એ પુણ્ય આત્માઓ નથી કરતા. પવનના ઉપભોગની ઇચ્છાથી પણ એ પુણ્ય આત્માઓ પર રહે છે. એવા પુણ્યાત્માઓની સઘળી જ કારવાઈ પ્રાણીમાત્રની અહિંસાને જ પોષનારી હોય છે અને હોવી જ જોઈએ : એ જ કારણે એ આદર્શરૂપ અને અજોડ ત્યાગીઓનો ઉપદેશ કર્મક્ષય રૂપ મોક્ષના જ ધ્યેયને પોષનારો અને સર્વ ત્યાગની પ્રધાનતાવાળો હોય છે. જૈન માત્રની ફરજ : આ અનુપમ શ્રી જિનશાસનને પામ્યા છતાં અને શ્રી જિનશાસનની જડરૂપ મૂળસ્વરૂપ જૈન સાધુતાથી ભરેલા ઉપદેશને પ્રતિદિન સાંભળવા છતાં પણ જે આત્માઓ પ્રાણીમાત્રના હિતને કરનારી જૈનદીક્ષાના શરણે ન જઈ શકે તે આત્માઓએ, પોતાની જીવનદશાને અવશ્ય મોક્ષાભિમુખ બનાવવી જોઈએ અને એ સાધ્યને અલ્પ સમયમાં સિદ્ધ કરવાના હેતુથી અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલાં સઘળાંય અનુષ્ઠાનોને યથાશક્તિ વિધિપૂર્વક આચરવા સાથે જેમ બને તેમ “પૃથ્વીકાય' આદિના આરંભ સમારંભથી બચતા રહેવું જોઈએ. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : એકેન્દ્રિયપણાનાં દુઃખો 88 પૃથ્વીકાય આદિના આરંભ સમારંભથી બચવા માટે ખોટાં કુતૂહલો અને મોજશોખથી દૂર રહેવું જોઈએ. ખોટાં કુતૂહલો અને મોજશોખથી દૂર રહેનારા તથા સંતોષી આત્માઓ સહેલાઈથી ‘પૃથ્વીકાય' આદિના આરંભ સમારંભથી બચી શકે છે. મુમુક્ષુ આત્માઓએ ચાલે ત્યાં સુધી સજીવ પૃથ્વી આદિનો ઉપભોગ ન કરવો જોઈએ : અર્થાત્ સચિત્તના ત્યાગી બનવું જોઈએ. ચિત્ત પૃથ્વી આદિનો ઉપયોગ કરવો પડે તો પણ કંપતે કંપતે અને આવશ્યકતાથી એક રતિભર પણ અધિક ન થઈ જાય એની ખૂબ કાળજી રાખવી જોઈએ અને પ્રત્યેક ક્રિયા કરતાં એ ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ કે ‘કોઈ પણ ક્રિયા મારાથી એવી તો નથી થઈ જતીને કે જે મારી મોક્ષની સાધનામાં દીવાલ ઊભી કરતી હોય ?' આવો ખ્યાલ રાખવા સાથે મોક્ષની સાધનામાં ઉપયોગી એવા એકેએક અનુષ્ઠાનની આરાધનામાં અહર્નિશ ઉદ્યમશીલ રહેવું જોઈએ. બેઇંદ્રિય આદિ ત્રસ તિર્યંચોની પીડાના પ્રકારો હવે પછી - 1369 ૨૮૩ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૯: ત્રસગતિનાં દુઃખો અને કર્તવ્યમાર્ગ: 89 • રક્ષક તો એક જ : • બેઈદ્રિયોની બૂરી દશા : • ત્રીદ્રિયોનો ત્રાસ : • ચતુરદ્રિયોની પીડા : • જલચરો ઉપરના જુલમ : • સ્થલચરોની દુઃસ્થિતિ : • ખેચરોની દુઃખદ દશા : • દુઃખ, દુઃખ અને દુઃખ જ : • બે કર્તવ્યો : • અયતના ન થઈ જાય તેની કાળજી એટલે - વિષય: વિકલૈંદ્રિય અને પંચેંદ્રિય તિર્યંચ જીવોનાં દુઃખો અને એમાંથી ભવ્યાત્માઓએ લેવાનો બોધપાઠ. ચાર ગતિરૂપ સંસારનું વર્ણન કરતાં નરકગતિ અને એકેંદ્રિય જીવોનાં દુઃખો આદિનું વર્ણન કર્યા બાદ આ પ્રવચનના માધ્યમે પ્રવચનકારશ્રીજીએ બેઈદ્રિયાદિ વિકલેંદ્રિય જીવો તેમજ જલચરાદિ તિર્યંચ પંચેંદ્રિય જીવોની દુર્દશાનું તાદશ દર્શન કરાવ્યું છે. આધાર લીધો છે પૂર્વવતું યોગશાસ્ત્ર ધર્મગ્રંથનો ! જે જોયા પછી થાય કે એ જીવોને માત્ર દુઃખ, દુઃખ અને દુઃખ જ છે કે, જેનું વર્ણન શક્ય જ નથી. એ જીવોની રક્ષા માટે ઉપયોગશીલ બની કેવા કેવા પ્રયત્નો કરવા જોઈએ એનું પણ સુંદરતમ નિરૂપણ આ પ્રવચનાંતે જોવા મળે છે. છેવટે કેવા પાપકર્મથી એવી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે, એનું વર્ણન કરી પ્રવચનની પૂર્ણતા સાધી છે. મુવાક્યાત • ઉપયોગશૂન્યતા એ પરમ અધર્મ છે. • પ્રભુ શાસનના આચારો જ એવા છે કે જો એનું પાલન કરવામાં આવે તો સહેજે સહેજે જીવોને પડતાં દુઃખોમાં નિમિત્તભૂત થતાં અટકી જવાય. • અર્થ-કામની પ્રવૃત્તિમાં હૃદયપૂર્વક રાચવું-નાચવું અને પ્રભુ શાસનમાં હોવાનો દાવો કરવો એ બની શકે તેમ નથી. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : રસગતિનાં દુઃખો અને કર્તવ્યમાર્ગ: રક્ષક તો એક જ ? સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય એ હેતુથી સમજાવવા ધારેલો કર્મનો વિપાક સહેલાઈથી સમજી શકાય એ કારણે ચારે ગતિના જીવોની યોનિ આદિને સમજાવતાં ટીકાકાર પરમર્ષિએ, પ્રથમ નરકગતિના જીવોની યોનિ, કુલકોટિ અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવા સાથે તે જીવોની વેદનાઓનો પણ કંઈક ખ્યાલ આપ્યો. એ પછી તિર્યંચગતિમાં રહેલા એકેંદ્રિય આદિ જીવોની પણ યોનિ અને કુલકોટિની સંખ્યા કહેવા સાથે એ જીવની વેદનાઓનો પણ સામાન્ય ખ્યાલ એ મહર્ષિએ આપ્યો. એકેંદ્રિય આદિ જીવોની વેદનાઓનો જે ખ્યાલ ટીકાકાર મહર્ષિએ આપ્યો છે તે ઘણો જ સંક્ષેપમાં હોવાથી આપણે એવા જીવોની વેદનાઓનું સ્વરૂપ કંઈક વિશેષ પ્રકારે જાણવા માટે એ જીવોની વેદનાઓના જે પ્રકાર કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી યોગશાસ્ત્રમાં સંસારભાવનાના સ્વરૂપનું વિવરણ કરતાં જણાવ્યા છે તે જોઈ રહ્યા છીએ. પૃથ્વીકાય' આદિ પાંચ પ્રકારના એકેંદ્રિય જીવોને કેવા કેવા પ્રકારની વેદનાઓ અવિરતપણે ભોગવવી પડે છે એ આપણે જોઈ આવ્યા. એ જોતાં આપણે એ વસ્તુ નિશ્ચિત કરી આવ્યા કે – પૃથ્વીકાય આદિના જીવો છે અને તેઓ ઘણી ઘણી વેદનાઓ ભોગવે છે એ વગેરેનું વર્ણન કરી એના પણ રક્ષણનું વિધાન કોઈ પણ શાસન કર્યું હોય તો તે એક શ્રી જિનેદ્રદેવોનું શાસન છે અને એ જીવોને પૂરેપૂરું રક્ષણ જો કોઈ પણ તરફથી મળતું હોય તો તે શ્રી જિનેંદ્રદેવોએ જાતે સેવીને શક્ય રીતે ઉપદેશેલી એક સાધુતા જ છે.' બે ઇંદ્રિયોની બૂરી દશા : હવે ‘બેઇંદ્રિય, ત્રાંદ્રિય, ચતુરિંદ્રિય, અને પંચંદ્રિય' - આ ચારે પ્રકારના ત્રણ તિર્યંચોની ત્રાસજનક દશાનું કંઈક સ્પષ્ટતાથી પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞા Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 132 ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ક્રમસર બેઇંદ્રિય આદિની બૂરી દશાનું વર્ણન કર્યું છે. પ્રથમ ‘બઇંદ્રિય' જીવોની બૂરી દશાનું વર્ણન કરતાં એ પ્રવચન પરમાર્થવેદી પરમર્ષિ પ્રરૂપે છે કે – “યિત્વે જ તાણજો, પીયને પૂરતિઃ | चूर्णन्ते कृमय: पादै-भक्ष्यन्ते चटकादिभिः ।।१।। शङ्खादयो निखन्यन्ते, निकृष्यन्ते जलौकसः । નડુપવાળા પાન્તિ, નવરાથમિક શારા” ‘પૂતર - પૂરા આદિ જીવો બેઇંદ્રિયોવાળા હોય છે. એ જીવોને સ્પર્શના' અને “રસના” આ બે ઇંદ્રિયો હોય છે. એ જીવોની દશા ઘણી જ બૂરી હોય છે. કારણ કે “પૂતર' આદિ બે ઇંદ્રિયોવાળા જીવો, તાપમાં તપાવાય છે અને પ્રાણીઓ દ્વારા પિવાય છે. કૃમિ' નામના બે ઇંદ્રિયવાળા જીવો, પગથી ચૂરી નંખાય છે અને ચકલાં આદિથી ભક્ષણ કરાય છે. “શંખ' આદિ બે ઇંદ્રિયોવાળા જીવો ખુબ ખુબ ખોદાય છે. “લોકસ' નામના બેઇંદ્રિય જીવો ખૂબ ખૂબ ખેંચાય છે અને ગંડુપદ' આદિ બેઇંદ્રિય જીવો જઠરમાં ઉત્પન્ન થાય છે ને જઠરમાં ઉત્પન્ન થયેલા એ જીવોને ઔષધ આદિ દ્વારા જઠરમાંથી પાડી નખાય છે. પ્રભુશાસનને પામેલા આત્માઓ આ જીવોની થતી આ રીતની બૂરી દશામાં નિમિત્તભૂત થતાં જરૂર બચી શકે છે, કારણ કે પ્રભુશાસનને પામેલા આત્માઓનું જીવન સ્વછંદી નથી હોતું પણ પરમ વિતરાગ પરમાત્માની આજ્ઞાથી નિયંત્રિત હોય છે. પ્રભુઆજ્ઞાથી નિયંત્રિત જીવન ગુજારનારા આત્માઓનું ખાનપાન આદિ અને અન્ય પ્રવૃત્તિઓ એવી અનુપમ હોય છે કે જેના પરિણામે તેઓ કોઈપણ આત્માની પીડામાં પ્રાયઃ નિમિત્તભૂત થતા નથી. ત્રીદ્રિયોનો ત્રાસ : બેઇંદ્રિય' જીવોની બૂરી દશાનું વર્ણન કર્યા પછી ત્રીંદ્રિય જીવોના ત્રાસનું વર્ણન કરતાં એ જ આરાધ્ધપાદ આચાર્યદેવ ફરમાવે છે કે – "त्रीन्द्रियत्वेऽपि सम्प्राप्ते, षट्पदीमत्कुणादयः । विमृज्यन्ते शरीरेण, ताप्यन्ते चोष्णवारिणा ।।१।। पिपीलिकास्तु तुद्यन्ते, पादैः सम्मार्जनेन च । દરથમાના ગુલ્લા , મથ્યને વાસનલિમિ: રા” Page #303 -------------------------------------------------------------------------- ________________ 188 - ૧૯ : ત્રસગતિનાં દુઃખો અને કર્તવ્યમાર્ગ - ૩૭ - ૨૮૭ જૂ' અને “માંકડ આદિ જીવો ત્રીદ્રિયપણાને પામેલા છે એટલે “ધૂકા' આદિ જીવોને “૧. સ્પર્શના, ૨. રસના અને ૩. ઘાણ” આ ત્રણ ઈંદ્રિયો હોય છે. ત્રણ ઇંદ્રિયોવાળા જીવો પૈકીના “જૂ' અને “માંકડ” આદિ જીવો શરીર દ્વારા પ્રમાદી આત્માઓથી મર્દન કરાય છે અને દયારહિત આત્માઓ એ જીવોને ગરમ પાણી દ્વારા તપાવે છે. નિર્દય આત્માઓ ત્રણ ઇંદ્રિયોવાળી કીડીઓને પગથી પીડે છે અને પ્રમાદી આત્માઓ સંમાર્જન કરતાં પડે છે. ન દેખી શકાય તેવા કુંથુ આદિ ત્રણ ઇંદ્રિયોવાળા જીવો ઉપયોગહીન આત્માઓ દ્વારા આસન આદિથી પીડાય છે. ચતુરિંદ્રિયોની પીડા : ત્રણ ઇંદ્રિયોવાળાં પ્રાણીઓની ત્રાસજનક દશાનું વર્ણન કર્યા પછી ચાર ઇંદ્રિયોવાળા પ્રાણીઓની પીડાઓનું વર્ણન કરતાં એ જ અનંત ઉપકારી આચાર્ય ભગવાન ફરમાવે છે કે – "चतुरिन्द्रियताभाजः, सरघाभ्रमरादयः । मधुभविराध्यन्ते, यष्टिलोष्टादिताडनैः ।।१।। ताड्यन्ते तालवृन्ताये-ाग्दंशमशकादयः । પ્રચત્તે ગૃહયારી-રામદાય: સારા” સરઘા-મધુમણિકા અને ભ્રમર' આદિ જીવો ચાર ઇંદ્રિયોને ધરનારા હોય છે અર્થાતુ એ જીવોને “૧. સ્પર્શના, ૨. રસના, ૩. ઘાણ અને ૪. ચક્ષ' આ ચાર ઇંદ્રિયો હોય છે. આ ચાર ઇંદ્રિયોને ધરનારા સરઘા અને ભ્રમર' આદિ જીવોને મધુભક્ષીઓ, લાકડી અને પથ્થર આદિના તાડનથી વિરાધે છે. શરીરના પૂજારીઓ દ્વારા, ‘દંશ અને મશક' આદિ ચાર ઇંદ્રિયોવાળા જીવો પંખા આદિથી એકદમ તાડન કરાય છે અને “ગૃહગોધા' આદિ હિંસક જીવો દ્વારા “મક્ષિકા' અને મર્કટ' (મચ્છર) આદિ ચતુરિંદ્રિય જીવો ગ્રસિત કરાય છે. જલચરો ઉપરના જુલમ : ત્રસ તિર્યંચો પૈકીના - “કીદ્રિય, ત્રીદ્રિય અને ચતુરિંદ્રિય' - આ ત્રણ વિભાગમાં વહેંચાયેલા વિકલેંદ્રિય તિર્યંચોની દુઃખદ દશાનું વર્ણન કર્યા પછી “જલચર, સ્થલચર અને ખેચર' આ ત્રણ વિભાગમાં વહેંચાયેલા પંચંદ્રિય Page #304 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ તિર્યંચોની ત્રાસજનક દશાનું વર્ણન ક૨વાના હેતુથી પ્રથમ ‘જલચર' જીવો ઉપર ગુજરતા જુલમોનો ખ્યાલ આપતાં એ જ સુવિહિત શિરોમણિ સૂરિપુરંદર ફરમાવે છે કે - ૨૮૮ “પમ્પેન્ક્રિયા નભચરા:, લાલચન્યોન્યમુર્ભુજા: | ઘીવરે: પરિવૃત્તત્તે, શિષ્યો ચ વાલિમિઃ ।। उत्कीलयन्ते त्वचयद्भिः प्राप्यन्ते च भटित्रताम् । મોવામવિપથ્થો, નિશાચને વસાિિમઃ।ારા” ‘સ્પર્શના, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત' આ પાંચ ઇંદ્રિયોને ધરાવતા જલચર જીવો ઉપર અન્ય હિંસક આત્માઓ તરફથી જુલમો ગુજરે છે એની સાથે એ જીવોના પરસ્પરના જુલમો પણ ઘણા જ છે, કારણ કે એ જીવો ઉત્સુકતાપૂર્વક પરસ્પરને ખાય છે. એકબીજાને ખાતા એ જીવોની ધીવરો દ્વારા ધરપકડ થાય છે, એ જીવોને બગલાઓ ગળી જાય છે, ચામડાના અર્થીઓ એ જીવોની ચામડી ઉતરડી નાખે છે અને ભટિત્રપણાને પમાડે છે, એ જીવોનું ભક્ષણ કરવાની કામનાવાળાઓ એ જીવોને સારી રીતે પકાવે છે અને વસા-ચરબીના - અર્થાઓ, એ જીવો ઉપર નિગાલન ક્રિયા પણ કરપીણ રીતે કરે છે. સ્થલચરોની દુઃસ્થિતિ ઃ ‘જલચર’ જીવો ઉપર ગુજરતા જુલમોનું વર્ણન કર્યા પછી ‘સ્થલચર’ જીવોની દુઃસ્થિતિનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે - “સ્થતચારિપુ પોત્પા; અવના વનવત્તરે: मृगाद्या: सिंहप्रमुखैर्मार्यन्ते मांसकाङ्क्षिभिः ।। १।। मृगयासक्तचित्तैश्च, क्रीडया मांसकामया । नरैस्तत्तदुपायेन, हन्यन्ते ऽनपराधिनः ||२|| क्षुधापिपासाशीतोष्णा-तिभारारोपणादिना । વાડવુગમતોòક્વ, વેરનાં પ્રસહત્ત્વમી 1રૂ11" સ્થલચારી જીવો તરીકે ઉત્પન્ન થયેલાઓની પણ ઘણી જ ખરાબ દશા છે, કારણ કે એમાં પણ બળવાન જીવો નબળાઓનો નાશ કરે છે. સ્થલચર તરીકે ઉત્પન્ન થયેલાં નિર્બળ હરણિયાં વગેરે, અતિશય બળવાન અને માંસના અભિલાષી સિંહ વગેરે સ્થલચરો દ્વારા મરાય છે. અન્ય 1374 Page #305 -------------------------------------------------------------------------- ________________ 1375 ૧૯ : સગતિનાં દુ:ખો અને કર્તવ્યમાર્ગ - 89 :: પણ નિરપરાધી સ્થલચર જીવો, શિકાર ખેલવામાં આસક્ત ચિત્તવાળા મનુષ્યો દ્વારા ક્રીડાના હેતુથી અથવા તો માંસની કામનાથી તે તે ઉપાયોપૂર્વક હણાય છે ઃ વળી આપણી દૃષ્ટિએ દેખાતા અનેક પ્રકારના સ્થલચર જીવો, ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ અને અતિભારનું આરોપણ આદિ દ્વારા અને ચાબુક, અંકુશ અને પરોણાઓથી ઘણી વેદનાને સહન કરે છે. ખેચરોની દુઃખદ દશા : ‘સ્થલચર’ જીવોની દુઃસ્થિતિનું દર્શન કરાવ્યા બાદ ખેચરોની દુઃખદ દશાનું વર્ણન કરતાં એ જ આચાર્ય મહારાજા ફરમાવે છે કે - “ઘેચરાપ્તિત્તિરગુજ-પોતચળાવ: । श्येनसिञ्चनगृध्राद्यैर्ग्रस्यन्ते मांसगृध्नुभिः ।। १ ।। मांसलुब्धैः शाकुनिकै र्नानोपायप्रपञ्चतः । સંવૃદ્ઘ પ્રતિહન્યતે, નાનારૂપવિકને ારા” ‘તિત્તિર, પોપટ, પારેવાં અને ચકલાં' આદિ પંચેંદ્રિય હોઈ અને આકાશમાં ચાલનારાં હોવાથી ખેચર કહેવાય છે. એ બધાં પક્ષીઓ, માંસભોજનમાં અતિશય આસક્ત એવાં ‘શ્યુન, સિંચાન અને ગૃધ્ર' આદિ પક્ષીઓ દ્વારા ગ્રસિત કરાય છે અને માંસલુબ્ધ શાકુનિકો-પારધીઓ દ્વારા નાના પ્રકારના ઉપાયોના પ્રપંચથી પકડાય છે અને નાના પ્રકારની વિડંબનાઓથી મરાય છે. દુઃખ, દુઃખ અને દુઃખ જ : આ રીતે સઘળાય પ્રકારના તિર્યંચોની દુ:ખદ દશાનું કંઈક વિસ્તારથી વર્ણન કર્યા બાદ તેનો ઉપસંહાર કરતાં અને કર્મવશ પડેલા એ જીવોને સર્વ બાજુથી દુ:ખ સિવાય અન્ય કશું જ નથી એમ સમજાવતાં અનંત ઉપકારી અને કરુણાના સાગર એવા એ જ આચાર્ય મહારાજા દયાર્દ્ર હૃદયથી ફરમાવે છે કે - “નાનિશસ્ત્રામિવું, તિરછ્યાં સર્વતો મયમ્ । कियद् वावर्ण्यते स्वस्व - कर्मबन्धनिबन्धनम् ।।१।। " દુષ્કર્મના પ્રતાપે તિર્યંચગતિમાં ઉત્પન્ન થયેલા જીવોને જલથી ભય ઉત્પન્ન થાય છે, અગ્નિથી ભય ઉત્પન્ન થાય છે અને શસ્ત્ર આદિથી ભય ઉત્પન્ન થાય છે : આ રીતે સર્વ પ્રકારથી તે બિચારાઓને ભય ૨૮૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ 16 - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૫ – – ઉત્પન્ન થાય છેઅર્થાત્ કોઈ પણ પ્રકારે એ બિચારાઓને સુખ નથી પણ સર્વ રીતે કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ જ છે એ કારણે પોતપોતાના કર્મબંધનના કારણથી ઉત્પન્ન થતા સર્વ પ્રકારના ભયનું વર્ણન કેટલું થાય? અર્થાત્ એ જીવોને ઉત્પન્ન થતાં દુઃખોનું સંપૂર્ણ વર્ણન કરવું એ શક્ય કે સહેલું નથી. બે કર્તવ્યો ? આ વર્ણનનું શ્રવણ કરીને કલ્યાણના અર્થી આત્માઓએ બે કાર્ય કરવાનાં છે. એક તો કર્મપરવશ પડેલા એ આત્માઓની આપત્તિમાં નિમિત્તભૂત થતાં અટકવું જોઈએ અને બીજું એવી અધમ ગતિમાં લઈ જનારાં પાપકર્મોથી બચી જવું જોઈએ. 1. આ વર્ણન ઉપરથી સમજી શકાય તેમ છે કે “એ જીવોને આપત્તિમાં નિમિત્તભૂત થતાં અટકવા માટે શું શું કરવું જોઈએ ?” ઉપયોગશૂન્યતા એ પરમ અધર્મ છે. પ્રભુશાસનમાં માનનારાઓએ પ્રભુશાસને પ્રણીત કરેલા આચારોનો ખૂબ ખૂબ અભ્યાસ કરવો જોઈએ અને એ આચારોને જીવનમાં ઉતારવાના અવિરત પ્રયત્નો કરવા જોઈએ. પ્રભુશાસનના આચારો જ એવા છે કે જો એનું પાલન કરવામાં આવે તો સહેજે સહેજે એ જીવોને પડતાં દુઃખોમાં નિમિત્તભૂત થતાં અટકી જવાય. અર્થકામના ઉપાસકો માટે એ બનવું અશક્ય જ છે. એ કારણે કહેવું પડે છે કે અર્થકામની પ્રવૃત્તિમાં હૃદયપૂર્વક રાચવું-નાચવું અને પ્રભુશાસનમાં હોવાનો દાવો કરવો એ બની શકે તેમ નથી. નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પપૂર્વક હિંસા કરવી અને તેને વાજબી ઠરાવવા મથવું એ તો પ્રભુશાસનનો ઉઘાડો જ વિરોધ કરવા જેવું છે. એવો વિરોધ કરવાનું ભાગ્ય તો ઘોર મિથ્યાષ્ટિઓને કે જેઓ સ્વયં ઉન્માર્ગી બનવા સાથે અન્ય આત્માઓને પણ ઉન્માર્ગે ચડાવવાના પ્રયત્નો કરે છે તેઓને જ સાંપડે. નિરપરાધી ત્રસ જીવોની હિંસાથી બેદરકાર બનનારા પણ એ જીવોને થતી આપત્તિમાં નિમિત્તભૂત થતાં, અટકી શકતા નથી. ગૃહવાસમાં રહેલા આત્માઓ ધારે તો પણ સ્થાવર જીવોની હિંસાથી નથી બચી શકતા પણ પોતાની જાતને શ્રાવક તરીકે ઓળખાવનારા ગૃહસ્થોએ, ત્રસ જીવોની બેદરકારીથી અથવા ઉપયોગશૂન્યતાથી થઈ જતી હિંસાથી તો અવશ્ય બચી જવું જ જોઈએ. ત્રણ જીવોની એ રીતે થઈ જતી હિંસાથી બચવા માટે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા આચારો જેવા કે – Page #307 -------------------------------------------------------------------------- ________________ 1377 ૧૯ : ત્રસગતિનાં દુ:ખો અને કર્તવ્યમાર્ગ 89 ૧. શ્રી જિનેશ્વરદેવોએ કલ્યાણ માટે ઉપદેશેલ શ્રી જિનપૂજા આદિ અનુષ્ઠાનોમાં પણ અવિધિ ન થઈ જાય તેની અને ઈહલૌકિક પારલૌકિક પૌદ્ગલિક સુખોની આશંસા ન આવી જાય એની પૂરતી કાળજી રાખવી. ૨. હેતુહિંસાથી ભરેલા સઘળા જ દુનિયાદારીના વ્યવહારોમાં અનુબંધ હિંસા ન થઈ જાય તેવી વૃત્તિથી વર્તવા સાથે અયતના ન થઈ જાય તેની સંપૂર્ણ કાળજી રાખવી. અયતના ન થઈ જાય તેની કાળજી એટલે - ૩. સચિત્તના ત્યાગી ન બની શકાય તો અને સચિત્તનો ઉપયોગ કરવો જ પડે તો પાણીને ગાળવાનો અને પત્ર, પુષ્પ તથા ફળ આદિને બરાબર તપાસી જોવાનો પૂરેપૂરો ઉપયોગ. ૨૯૧ ૪. કૃમિ આદિથી ભરેલા મળનો ત્યાગ કરવા માટે શુદ્ધ ભૂમિની શોધ કરવા વગેરેનો ખ્યાલ. ૫. શરીરની સેવામાં રત હોવાના કારણે કારમાં ઔષધોનો ઉપયોગ ન થઈ જાય તેની સાવચેતી. ૬. ચાલતાં, બેસતાં અને સૂતાં, ઊઠતાં કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કરતાં જીવઘાત ન થઈ જાય તેની કાળજી રાખવા સાથે કઠોર ઉપકરણાદિનો ઉપયોગ ન થાય તેનો ખ્યાલ. ૭. સાતેય વ્યસનોનો ત્યાગ અને સમ્યક્ત્વપૂર્વક અણુવ્રતાદિ વ્રતોનું સમ્યક્ સેવન. આવા આવા પ્રકારના ઉત્તમ આચારો પ્રભુશાસનમાં વિહિત કરાયેલા છે. આવા આચારોનું અનુશીલન કરનારા આત્માઓ, જરૂ૨ કર્મના પ્રતાપે અનેક પ્રકારની આપત્તિઓને ભોગવતા ત્રસ તિર્યંચોની આપત્તિઓમાં પોતે નિમિત્તભૂત થતાં અટકી જાય છે અને તેમ થતાં અટકી જવું પ્રભુશાસનને પામેલા આત્માઓ માટે અત્યંત આવશ્યક છે. 2. એ રીતે પ્રથમ કર્તવ્યનું પાલન કરનાર પુણ્યશાળી આત્માઓએ અને અન્ય પણ સુખકાંક્ષી આત્માઓએ, અધમ એવી તિર્યંચગતિમાં તાં Page #308 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો બચી જવું હોય તો સરલહ્રદયી, અશઠ અને શલ્યરહિત બનવું જરૂરી કારણ કે ૨૯૨ ૭. - ૫ " तिरिया गूढहिअओ सढो ससल्लो" ગૂઢ હૃદયી, શઠ અને શલ્યવાન આત્મા તિર્યંચગતિના આયુષ્યને બાંધે છે. આ પ્રમાણે ફરમાવીને અનંત ઉપકારી પરમર્ષિઓ સ્પષ્ટપણે સમજાવે છે કે કપટીપણું, શઠપણું, અને સશલ્યદશા એ તિર્યંચગતિમાં જવાનાં જ લક્ષણો છે. એ કારણે 1378 જે આત્માઓ એવી અધમ ગતિમાં જવા ન ઇચ્છતા હોય તે આત્માઓએ કપટપ્રપંચયુક્ત દશા, શઠદશા અને સશલ્યદશાથી અવશ્ય બચવું જોઈએ. સશલ્યદશા આદિથી બચવા માટે અર્થકામની લાલસા તજી અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ સઘળી જ પૌદ્ગલિક લાલસાઓના ત્યાગી અને એક મુક્તિના જ અર્ધી બનવું જોઈએ. એ સ્થિતિ કેળવ્યા વિના કોઈ જ આત્માએ આજ સુધીમાં મુક્તિપદ સાધ્યું નથી, વર્તમાનમાં સાધતો નથી અને ભવિષ્યમાં સાધશે પણ નહિ. સંસારની ચાર ગતિઓ પૈકીની બે ગતિઓની દુઃખદ દશા તો આપણે આ પરમર્ષિઓના કથનથી જાણી, પણ જે બે ગતિઓ આપણને મૂંઝવી રહી છે તે મનુષ્યગતિ અને દેવગતિમાં પડેલા પણ કર્માધીન આત્માઓની કેવી દુર્દશા છે એ વસ્તુ આપણે હવે પછી એ જ પરમર્ષિઓના શબ્દોમાં જોઈશું અને એ જોવાથી આપણને સમજાશે કે સંસારની અસારતા વર્ણવવામાં ઉપકારીઓનો ઉદ્દેશ કેવળ આપણને દુઃખમાંથી બચાવવાનો અને સુખના સાગરરૂપ મોક્ષમાં ઝિલાવવાનો જ છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૦: માનવને ગર્ભાવાસ અને જન્મનાં દુઃખો: 90 | • મનુષ્યોની યોનિ, કુલકોટિ અને વેદના આદિનું આવેદન : ગર્ભવાસની ભીષણતા : • જન્મનું દુઃખ - • અન્ય દુઃખ તો પ્રત્યક્ષ જ છે : • તો પછી પ્રશંસા કેમ? વિષય: મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થતાં ગર્ભાવાસ અને જનમ સમયનાં દુઃખનું વર્ણન. કર્મવિપાકનું વર્ણન કરવાની ઇચ્છાથી ટીકાકાર મહર્ષિએ જે ચાર ગતિરૂપ સંસારનું વર્ણન શરૂ કર્યું છે, તેમાં મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓને પણ કર્મની તથા પ્રકારની પરવશતાથી કેવાં કેવાં દુઃખો સહન કરવો પડે છે, તેનું રોમાંચક વર્ણન કર્યું છે. યોગશાસ્ત્રના શ્લોકોના આધારે પ્રવચનકારશ્રીએ એ જ વસ્તુને વિગતથી સમજાવી છે. એમાં મનુષ્યગતિમાં ગર્ભાવાસનાં અને જન્મનાં કાતિલ દુઃખોનું જે વર્ણન કર્યું છે, તે વાંચતાં હૈયું હાથમાં ન રહે. ગર્ભાવાસનાં દુઃખને તો હજી નરકાવાસની ઉપમા ય મળે છે. જ્યારે જન્મ સમયનાં દુઃખને તો કોઈ ઉપમા જ નથી એટલે એ દુઃખ ભીષણ છે. આવાં દુઃખોથી ભરેલ માનવ જીવન હોવા છતાં એ જ જન્મની જ્ઞાનીઓએ પ્રશંસા કરી છે, તે એક માત્ર મુક્તિસાધક સંયમની અહીં પ્રાપ્તિ થાય એ માટે જ ! મુલાકાત • વિષય-કષાયમાં રત બનીને યથેચ્છપ વર્તનારાઓના મનુષ્ય ભવને જ્ઞાનીઓએ કદી જ પ્રશસ્યો નથી. પ્રાપ્ત થયેલા મનુષ્ય ભવને સંસારની સાધનામાં નહિ યોજતાં મોક્ષમાર્ગની આરાધનામાં યોજે એનો જ મનુષ્ય ભવ પ્રશંસા કરવા યોગ્ય છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૦ માનવને ગર્ભાવાસ અને જન્મનાં દુઃખો : મનુષ્યોની યોનિ, કુલકોટિ અને વેદના આદિનું આવેદન : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના હેતુથી આ છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકનું વિશિષ્ટ પ્રકારે વર્ણન કરે છે. સૂત્રકાર પરમર્ષિએ કરેલું એ વર્ણન સહેલાઈથી સમજી શકાય એ માટે ટીકાકાર મહર્ષિએ પ્રથમ સંસારની ચારે ગતિઓની યોનિ આદિનું વર્ણન કરતાં સૌથી નીચતમ નરકગતિની યોનિ, કુલ કોટિ, ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવા સાથે તે ગતિમાં પડેલા જીવોને ભોગવવી પડતી દારુણ વેદનાઓના પ્રકારો અને તેના સ્વરૂપનો કંઈક ખ્યાલ આપ્યા બાદ તિર્યંચગતિમાં પડેલા જીવોના પ્રકાર, તે સઘળાય પ્રકારોની યોનિ અને કુલ કોટિની સંખ્યા કહેવા સાથે તે જીવોને ભોગવવી પડતી વેદનાઓનો પણ કેટલોક ખ્યાલ કરાવ્યો. હવે એ પરમોપકારી ટીકાકાર મહર્ષિશ્રી શીલાંકસૂરિજી મહારાજા, મનુષ્યગતિમાં પણ યોનિ અને કુલકોટિ કેટલી છે તથા મનુષ્યગતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓને વેદનાઓ કેવા પ્રકારની છે એનું વર્ણન કરતાં ફરમાવે છે કે"मनुष्यगतावपि चतुर्दशयोनिलक्षा द्वादशकुलकोटीलक्षाः, वेदनास्त्वेवम्भूता इति - दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथममिह भवे गर्भवासे नराणां, बालत्वे चापि दुःखं मललुलिततनुस्त्रीपयःपानमिश्रम् । तारुण्ये चापि दुःखं भवति विरहजं वृद्धभावोऽप्यसारः, संसारे रे मनुष्या ! वदत यदि सुखं स्वल्पमप्यस्ति किञ्चित् ?।।१।। बाल्यात्प्रभृति च रोगै-र्दष्टोऽभिभवश्च यावदिह मृत्युः । शोकवियोगायोगै-ईर्गतदोषैश्च नेकविधैः ।।२।। क्षुत्तृड्डिमोष्णानिलशीत-दाहदारिद्यशोकप्रियविप्रयोगैः । दौर्भाग्यमानभिजात्य-दास्यवैरूप्यरोगादिभिरस्वतन्त्रः ।।३॥" Page #311 -------------------------------------------------------------------------- ________________ 1381 ૨૦ : માનવને ગર્ભાવાસ અને જન્મનાં દુઃખો - 90 મનુષ્યગતિમાં પણ યોનિઓ ચૌદ લાખ છે અને કુલ કોટિઓ બાર લાખ છે તથા વેદનાઓ તો વિવિધ પ્રકારની છે. જેવી કે - આ સંસારમાં પ્રથમ તો મનુષ્યોને સ્ત્રીની કુક્ષીની અંદ૨ ગર્ભવાસમાં જ દુઃખ છે અને જન્મ પામ્યા પછી બાલપણામાં પણ દુઃખ છે, કારણ કે બાલપણામાં મળથી વ્યાપ્ત શરીરવાળી સ્ત્રીના દૂધનું પાન કરવું પડે છે તથા તરુણપણામાં પણ વિરહથી ઉત્પન્ન થતું દુઃખ ભોગવવું પડે છે અને વૃદ્ધભાવ પણ સાર વિનાનો છે. આવી અવસ્થામાં- કે મનુષ્યો ! જો મનુષ્યગતિમાં સ્વલ્પ પણ કિંચિત્ સુખ હોય તો તમે ખુશીની સાથે બોલો, વળી - અરે આ મનુષ્યગતિમાં બાલ્યકાલથી આરંભીને યાવતુ મૃત્યુ થાય ત્યાં સુધી મનુષ્ય રોગરૂપી ઉરગોથી ડસાયેલો રહે છે અને શોક, પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગ તથા અનેક પ્રકારના દુર્ગત દોષોથી મનુષ્યનો અભિભવ થયા જ કરે છે. તથા - - સદાને માટે મનુષ્ય ક્ષુધા, તૃષા, હિમ, ઉષ્ણ, અનિલ, શીત, દાહ, દારિત્ર્ય, શોક અને પ્રિયનો વિપ્રયોગ તથા દૌર્ભાગ્ય, મૂર્ખતા, અમનોહરતા, દાસપણું, ખરાબ રૂપવાળાપણું અને રોગ આદિથી અસ્વતંત્ર એટલે પૂરો પરતંત્ર છે. ગર્ભવાસની ભીષણતા : આ ઉપરથી સહજમાં સમજી શકાય તેમ છે કે મનુષ્યગતિમાં ઉત્પન્ન થવા છતાં પણ કર્મપરવશ આત્માઓને સહજ પણ સુખ નથી, કારણ કે કર્મયોગે આવી પડતી આપત્તિઓ મનુષ્યને મને કે કમને સહવી જ પડે છે. ૨૯૫ કોઈ પણ મનુષ્ય એવો નથી કે જેને મનુષ્યગતિમાં આવતાં ગર્ભવાસનું દુઃખ વેઠવું ન પડતું હોય અને ગર્ભવાસનું દુઃખ એટલું બધું ભીષણ છે કે જેનું વર્ણન સાંભળતાં આસ્તિક હૃદય કંપી ઊઠ્યા વિના રહે જ નહિ. ગર્ભવાસના દુઃખનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે - “ના રુના મૃતિરૂં, ન તથા દુ:હારાં । गर्भवासो यथा घोर नरके वाससत्रिभः ।।१।। Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - 18: વૃદ્ધાવસ્થા, રોગ, મરણ અને દાસપણું તેવું દુઃખનું કારણ નથી કે જેવું દુઃખનું કારણ ગર્ભવાસ છે, કારણ કે ગર્ભવાસને અન્ય કોઈ ઉપમા લાગુ નથી પડતી પણ એક ભયંકર નરકાવાસની જ ઉપમા લાગુ પડી શકે તેમ છે, એટલો બધો ભયંકર મનુષ્ય માટે એક ગર્ભવાસ છે અર્થાત્ મનુષ્યનો ગર્ભવાસ એટલે એક જાતનો ભયંકર નરકાવાસ એટલે એ પ્રાથમિક ગર્ભવાસની આગળ વૃદ્ધાવસ્થાનું દુઃખ, રોગોનું દુઃખ, મરણનું દુઃખ અને દાસપણાનું દુઃખ પણ કશા જ હિસાબમાં નથી અને એવા ઘોર દુઃખથી ભરેલા ગર્ભવાસનું દુઃખ કર્મથી પરતંત્ર બનેલા મનુષ્યમાત્રને ભોગવ્યા વિના ચાલી શકતું જ નથી. ગર્ભવાસના દુઃખનો ખ્યાલ : એવા ઘોર દુઃખથી ભરેલા ગર્ભવાસના દુઃખનો ખ્યાલ કરાવવા માટે એ જ સૂરિપુરંદર જણાવે છે કે – મિનિવમિ-કળ તિરોમ વત્તા दुःखं नरस्याष्टगुणं, तद् भवेद् गर्भवासिनः ।।१।। અગ્નિ જેવા વર્ણવાળી બની જાય તેવી રીતે તપાવેલી સોયોથી રોમેરોમે ભેદાઈ ગયેલા મનુષ્યને જે દુઃખ થાય તેના કરતાં પણ આઠગણું દુઃખ ગર્ભમાં વસતા મનુષ્યને થાય છે. અર્થાત્ કોઈ એક મનુષ્ય, કોઈ મનુષ્યના શરીરમાં જેટલા રોમ છે તે દરેકેદરેક રોમમાં એકીસાથે તપાવી તપાવીને અગ્નિ જેવા વર્ણવાળી બનાવેલી સોયો ખોસી દે અને તેથી તે મનુષ્યને જેટલું દુઃખ થાય તેના કરતાં આઠગણું દુઃખ ગર્ભમાં વસતા કર્મપરતંત્ર આત્માને થાય છે. જન્મનું દુઃખ - વળી એવા ભયંકર ગર્ભવાસમાં જે દુઃખ છે તેના કરતાં જન્મ સમયે મનુષ્યને જે દુઃખ થાય છે તે તો કોઈ વચનાતીત જ થાય છે. એ જ કારણે જન્મ સમયના દુઃખનું વર્ણન કરતાં એ પ્રવચનપારદર્શી સૂરિપુરંદર ફરમાવે છે કે - “योनियन्त्राद् विनिष्कामन्, यद् दुःखं लभते भवी । गर्भवासभवाद् दुःखात्, तदनन्तगुणं खलु ।।१।।" Page #313 -------------------------------------------------------------------------- ________________ 1983 — ૨૦ : માનવને ગર્ભાવાસ અને જન્મનાં દુઃખો - 90 – ૨૯૭ યોનિરૂપ યંત્રમાંથી વિષમ વેદનાપૂર્વક નીકળતો સંસારી જે દુખ મેળવે છે તે દુઃખ તો ગર્ભવાસમાં થતા દુઃખથી સોગણું નહિ, હજારગણું નહિ, લાખગણું નહિ, કરોડગણું નહિ, અબજગણું નહિ, પરાર્ધ ગણું નહિ અને અસંખ્યગણું પણ નહિ પરંતુ અનંતગણું છે. અર્થાત કારમાં ગર્ભવાસમાં થતા દુઃખનો ખ્યાલ આપવા માટે તો ઉપમા પણ મળી શકે છે, પરંતુ જન્મ સમયના દુઃખનો ખ્યાલ આપવા માટે તો ઉપમા પણ મળી શકતી નથી એવું કારમું દુઃખ મનુષ્યને જન્મ સમયે ભોગવવું પડે છે. અન્ય દુખ તો પ્રત્યક્ષ જ છે : ગર્ભવાસ અને જન્મ સિવાયનાં જે દુઃખો છે તે તો સૌ કોઈને જો જુએ તો પ્રત્યક્ષ જ છે , કારણ કે બાલપણાનું દુઃખ, યૌવનપણામાં વિરહના યોગે થતું દુઃખ અને વૃદ્ધપણાની વેદનાઓ કોને અપ્રત્યક્ષ છે ? રોગોની દુરંતતા કયો મનુષ્ય નથી વેદતો ? શોકાદિની પીડા અને અનેક પ્રકારના દોષોનો પરાભવ કયા મનુષ્યને પ્રત્યક્ષ નથી ? સુધા આદિની પીડાઓ કયા મનુષ્યને ભોગવવી નથી પડતી ? દર્ભાગ્ય આદિના ઉપદ્રવોથી કોણ કોણ નથી રિબાતું ?' અર્થાતુ ગર્ભવાસ અને જન્મના દુઃખ સિવાયનાં અન્ય દુઃખો તો પ્રાયઃ સૌને પ્રત્યક્ષ જ છે – કેટલાંક પોતાના ઉપર તો કેટલાંક પરની ઉપર. તો પછી પ્રશંસા કેમ ? જો આ રીતે મનુષ્યગતિમાં પણ દુઃખ સિવાયની વાત નથી તો પછી મનુષ્યભવની પ્રશંસા કેમ ? આ પ્રશ્ન, મનુષ્યભવની પ્રશંસાના હેતુને નહિ સમજનારાઓના અંતરમાં સહેજે ઉદ્ભવે એની ના નથી, કારણ કે “જ્ઞાનીઓના કથનને શ્રદ્ધાહીનપણે ફાવતી રીતે ઉપાડી લેનાર આત્માઓને એવા પ્રશ્નો ઉદ્ભવે એમાં કશું જ આશ્ચર્ય નથી.” પણ એવાઓએ સમજવું જોઈએ કે વિષયકષાયમાં રત બનીને યથેચ્છપણે વર્તનારાઓના મનુષ્યભવને જ્ઞાનીઓએ કદી જ પ્રશંસ્યો નથી. “અનંત ઉપકારી શ્રી વીતરાગ પરમાત્માઓએ તેઓના જ મનુષ્યભવને પ્રશસ્યો છે કે જેઓએ પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સંસારની સાધનામાં નહિ યોજતાં મોક્ષમાર્ગની આરાધનામાં યોજ્યો છે' આ વાત એવાઓએ બરાબર સમજી લેવા જેવી છે અને સમજીને સદાય યાદ રાખવા જેવી છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - - 1 એ જ કારણે – મનુષ્યભવને પામીને પણ જેઓ વિષયકષાયમાં આસક્ત બનીને સ્વચ્છંદી જીવન તથા અજ્ઞાન જીવનને ગુજારનારા છે તેઓ માટે મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શું શું ફરમાવે છે તે આપણે હવે પછી જોશું. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : મનુષ્યજીવનની વિડંબણાઓ 91 • સંસારરસિક જીવોની અવદશા : • એક દુઃખ જ, બીજી વાત નહિ ! અનાર્ય મનુષ્યોની અનાર્યતા : વિષયઃ અનાર્યતા માનવ જીવનનો અભિશાપ ? મનુષ્ય જીવનમાં ઉત્પન્ન થયેલા આત્માઓની ગર્ભવાસ અને જન્માવસ્થાના સમયનાં દુઃખોનું તાદશ વર્ણન કર્યા બાદ પ્રસ્તુત પ્રવચનમાં મનુષ્યોમાં પણ અનાર્યતાને પામેલ જીવોની કારમી દુઃખ, દુર્દશા, દાસ્યત્વ, દર્ભાગ્યત્વાદિ દયનીય દશા વર્ણવવામાં આવી છે. અનાર્ય દેશમાં જન્મેલ અનાર્યો, આ દેશમાં જન્મેલ અનાર્યો અને ત્રીજા આર્ય દેશમાં અને આર્યકુળમાં જન્મવા છતાં અનાર્યોની ચેષ્ટાઓ જોઈ કુસંસર્ગને લીધે એ ચેષ્ટાઓને જીવનમાં અપનાવી અનાર્ય બનનાર અનાર્યોની વાતો વાંચી ખરેખર હૃદય સ્તંભિત બની જવા પામે છે. શાસ્ત્રકાર પરમર્ષિઓએ એક પણ કહેવા યોગ્ય વસ્તુ કહ્યા વિનાની રાખી નથી, એનું ભાન આપણને થાય છે. Vଆd • અનાર્ય દેશમાં અને અનાર્ય જાતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓ સામગ્રીના અભાવે ધર્મની આરાધના નથી કરી શકતા પણ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાના પનારે પડેલા આત્માઓ તો ધર્મના નાશની જ કારવાઈ કરે છે. • આ વિશ્વમાં કોઈ જ સંસારરસિક આત્મા સંપૂર્ણ હોઈ શકતો જ નથી. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : મનુષ્યજીવનની વિડંબણાઓ એક દુખ જ. બીજી વાત નહિ! સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની જે ગરિષ્ઠતા વર્ણવવા માગે છે તે સહેલાઈથી સમજી શકાય તે આશયથી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, સંસારની ચારે ગતિની દુઃખદ દશાનું વર્ણન કરતાં નરકગતિ, તિર્યંચગતિ અને મનુષ્યગતિની દુઃખદ દશાનો ખ્યાલ આપ્યો. એ ત્રણેય ગતિની દુઃખદ દશાનો ખ્યાલ આપતાં એ પરમોપકારી પરમર્ષિએ ફરમાવ્યું કે - ૧. નરકગતિની વેદનાઓ તો વચનાતીત છે, ૨. તિર્યંચગતિમાં પડેલા આત્માઓ માટે પણ સુખની વાત કરવી એ વ્યર્થ છે અને ૩. મનુષ્યગતિમાં પડેલા આત્માઓ પણ સુખી નથી, કારણ કે તેઓની ત્રણે અવસ્થાઓ દુઃખથી ભરેલી છે અને એ જીવો જન્મથી આરંભીને મરણપર્યંત રોગોથી રિબાતા અને દોષોથી પરાભવ પામેલા જ રહે છે તથા સુધા આદિ દુઃખોથી અને દર્ભાગ્ય આદિ કારમી વસ્તુઓથી સદાય અસ્વતંત્ર હોય છે. અનાર્ય મનુષ્યોની અનાર્યતા : મનુષ્યગતિની દુર્લભતાના વર્ણન ઉપરથી જેઓ એમ સમજે છે કે મનુષ્યો અને દુઃખી એ સંભવે જ નહિ.' તેઓ ખરે જ અજ્ઞાન છે, કારણ કે “દુર્લભ મનુષ્યભવને પામવા છતાં પણ આત્માઓને પોતાનાં પૂર્વકૃત કર્મો છોડતાં નથી” અને જેઓ “અમે મનુષ્ય છીએ માટે ઊંચા જ છીએ અને એથી અમને તો યથેચ્છપણે વતવાનો હક્ક છે' આવું માની યથેચ્છાણે વર્તે છે તેઓની દુઃખદ દુર્દશાનું દિગ્દર્શન કરાવતાં તો કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ “અનાર્ય મનુષ્યોની અનાર્યતા' આદિનો ઘણો જ સુંદર ખ્યાલ કરાવ્યો છે અને આ અવસરે તે ખ્યાલ આપણે પણ ખાસ કરી વિચારી લેવા જેવો છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ 1987 – ૨૧ : મનુષ્ય જીવનની વિડંબણાઓ - 91 ૩૦૧ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અનાર્યતાને ત્રણ વિભાગમાં વહેંચે છે : ૧. એક અનાર્યતા, અનાર્યદેશમાં ઉત્પન્ન થવાને લઈને આવે છે, કારણ કે અનાર્ય દેશના આચાર અને વિચાર જ એવા હોય છે કે ત્યાં ઉત્પન્ન થયેલા મનુષ્યોમાં આર્યતાનો પ્રાયઃ આવિર્ભાવ જ ન થાય અને ૨. બીજી અનાર્યતા, આર્યદેશમાં પણ અનાર્યજાતિમાં ઉત્પન્ન થવાને લઈને આવે છે, કારણ કે અનાર્ય જાતિમાં ઉત્પન્ન થવાને લઈને અનાર્યજાતિના જ આચાર અને વિચારની ઉપાસનાના યોગે આર્યદેશના યોગે જે આર્યતા આવવી જોઈએ તે પ્રાયઃ આવી શકતી નથી તથા ૩. ત્રીજી અનાર્યતા, આર્યદેશમાં અને આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ અનાર્ય ચેષ્ટાઓના પ્રતાપે ઉત્પન્ન થાય છે અને તેમાં હેતુ તરીકે અશુભ કર્મનો ઉદય તો અવશ્ય હોય છે જ તે છતાં પણ મોટે ભાગે તે કુસંસર્ગ અને સ્વછંદવૃત્તિને જ આભારી હોય છે.' આ ત્રણેય પ્રકારોની અથવા તો ત્રણ પૈકીની કોઈ પણ એક પ્રકારની અનાર્યતાનો ભોગ થયેલા આત્માઓની ભયંકર દુઃખદ દુર્દશા હોય છે. એ ત્રણેય પ્રકારોની અનાર્યતાને આધીન થયેલા આત્માઓની કેવી દુઃખદ દુર્દશા હોય છે એનો ખ્યાલ કરાવતાં એ પરમ ઉપકારી સૂરિપુરંદર શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે – "मनुष्यत्वेऽनार्यदेशे, समुत्पन्नाः शरीरिणः तत् तत् पापं प्रकुर्वन्ति, यद्वक्तुमपि न क्षमम् ।।१।। उत्पन्ना आर्यदेशेऽपि, चण्डालश्वपचादयः । पापकर्माणि कुर्वन्ति, दुःखान्यनुभवन्ति च ।।२।। आर्यवंशमुद्भूता, अप्यनार्यविचेष्टिताः ।। દુ:હલાવોપ-નિર્વિઘાતુના રૂા” મનુષ્યપણામાં અનાર્યદેશની અંદર ઉત્પન્ન થયેલા આત્માઓ તે તે પાપોને કરે છે, કે જે પાપોનું વર્ણન કરવું એ પણ શક્ય નથી. આર્યદેશમાં પણ ઉત્પન્ન થયેલા ચંડાલ' અને “ચુપચ' આદિ લોકો પાપકર્મોને કરે છે અને દુઃખોને અનુભવે છે. આર્યવંશમાં ઉત્પન ન થયેલા એવાં પણ અનાર્યચેષ્ટાઓના આચરણમાં પડેલા આત્માઓ દુઃખ, દારિદ્રય અને દૌર્ભાગ્યથી બળી ગયા હોવાથી દુઃખપૂર્વક રહે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ – - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –––– 1988 વિચારવામાં આવે તો અનાર્યદેશમાં અને અનાર્યજાતિમાં ઉત્પન્ન થવાના કારણે અનાર્ય બનેલા આત્માઓ કરતાં આર્યદેશમાં અને આર્યદેશની અંદર પણ આર્યવંશમાં ઉત્પન્ન થયેલા આત્માઓ, અનાર્ય ચેષ્ટાઓને આધીન થાય એ ઘણી જ ભયંકર વસ્તુ છે, કારણ કે આર્યદેશની અંદર પણ આર્યવંશમાં જન્મેલા આત્માઓ અનાર્ય ચેષ્ટાઓને આધીન થાય એથી તેઓને મહાન પુણ્યોદયે મળેલી સુંદરમાં સુંદર સામગ્રી પણ કલંકિત થાય છે ! અને એ પણ મુખ્યતયા એક તેઓની સ્વછંદવૃત્તિના જ પ્રતાપે !આર્યદેશ અને આર્યવંશમાં જન્મ પામવા છતાં પણ એક સ્વછંદવૃત્તિના પ્રતાપે તેઓ એવી એવી આચરણાઓ કરે છે કે જેથી ઘડીભર એક વિચક્ષણ આત્માને પણ એમ થઈ જાય કે આ લોકોના કરતાં તો અનાર્ય જાતિમાં અને અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા પણ સારા! અનાર્ય દેશમાં અને અનાર્ય જાતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓ સામગ્રીના અભાવે ધર્મની આરાધના નથી કરી શકતા પણ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાના પનારે પડેલા આત્માઓ તો ધર્મના નાશની જ કારવાઈ કરે છે ! સ્વચ્છંદી આત્માઓ આર્ય ગણાવા છતાં પણ આજે કેવો કાળો કેર વર્તાવી રહ્યા છે એ શું વર્તમાનમાં અપ્રત્યક્ષ છે ? અને આવા આત્માઓએ ઘોર પાપકરણીના પ્રતાપે આ જ ભવમાં દુઃખ, દારિદ્ર અને દૌર્ભાગ્યના દાવાનળમાં સળગી મરવા જેવી દશામાં મુકાય એમાં આશ્ચર્ય પણ શું છે ? આવા આત્માઓ અને બીજા પણ ભાગ્યહીન આત્માઓ દુનિયાદારીનું દાસપણું ભોગવે, ગમે તેવા અયોગ્ય આત્માઓના દાસ બનીને અનેક પ્રકારની સેવાઓ કરે પણ પરમ તારક શ્રી વીતરાગ પરમાત્માની અને શ્રી વીતરાગ પરમાત્માના પંથે વિહરતા પરમોપકારી પરમર્ષિઓની તથા એ પરમોપકારીઓએ પ્રરૂપેલા પરમપદપ્રાપક ધર્મની સેવા કરવામાં પોતાની લઘુતા સમજે, એવી એ બિચારાઓની કારમી દુર્દશા હોય છે. સંસારરસિક જીવોની અવદશા : આ વિશ્વમાં કોઈ જ સંસારરસિક આત્મા સંપૂર્ણ હોઈ શકતો જ નથી; એ કારણે એને કોઈની ને કોઈની આજ્ઞા તો અવશ્ય ઉઠાવવી જ પડે એ કારણે અન્ય અનેકની આજ્ઞાઓ ઉઠાવે છે પણ પુરુષોની આજ્ઞા ઉઠાવવી એ બિચારાઓને ભારે પડે છે અને એથી એ જીવો આ સંસારમાં ઘણી જ દયાપાત્ર દુર્દશા ભોગવે છે. એવા આત્માઓની એવી દુર્દશાનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે - Page #319 -------------------------------------------------------------------------- ________________ 1389 ૨૧ : મનુષ્યજીવનની વિડંબણાઓ 91 “પરસધ્ધપ્રર્વેળા-પર્ષેળ સ્વસમ્વવામ્ । પરપ્રુષ્ણતયા ર્ધા, દુ:સ્તું નીવન્તિ માનવા છ્તા रुग्जरामरणैग्रस्ता, नीचकर्मकदर्थिताः, તાં તાં વુ:લવશાં વીના, પ્રપદ્યન્તે ચાસ્પલમ્ ।" પરની સંપત્તિ પ્રકર્ષવાળી અને પોતાની સંપત્તિ અપ્રકર્ષવાળી હોવાના કારણે પરના દાસપણાથી દુગ્ધ થઈ થયેલા એવા મનુષ્યો દુ:ખપૂર્વક જીવે છે. રોગ, જરા અને મરણે કરીને ગ્રસ્ત થયેલા તથા નીચ કર્મોએ કરીને કદર્શિત થયેલા, એ જ કારણે દીન બની ગએલા એવા મનુષ્યો તે તે દયાપાત્ર દીનદશાને પામે છે. આ ઉપરથી સમજી શકાશે કે આર્યદેશમાં અને આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ કુસંસર્ગ અથવા તો સ્વચ્છંદવૃત્તિના પ્રતાપે આર્યતાને નહિ પામી શકેલ અથવા તો ઘોર પાપકર્મ આત્માઓની દશા આ સંસારમાં ઘણી જ દયાપાત્ર હોય છે. ૩૦૩ એવી જ રીતે જે આત્માઓ, વિષયકષાયમાં રત હોય છે અને મોહથી મુગ્ધ હોય છે તે આત્માઓ પ્રાપ્ત થયેલા માનવભવની કેવી કદર્થના કરે છે એ વગેરેનું વર્ણન કરતાં એ જ સૂરિપુરંદર શું શું ફરમાવે છે તે હવે પછી – Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૨: મોહાધીન મનુષ્યોની મૂર્ખતા 92 પૂર્વસ્મૃતિ : મોહની મૂંઝવણ : ત્રણે અવસ્થાની નિર્લજ્જતા : • એક પાપની જ પ્રવૃત્તિ : • પુરુષપણાનું કારમું લિલામ : અધમતાનો નિરવધિ ! • મૂર્ખતાનું ખુલ્લું પ્રદર્શન : • મનુષ્યભવનું દુઃખ પ્રત્યક્ષ છે! •ધનની લાલસાથી વિÓલતા : ૦ ડહાપણ શામાં ! વિષય: મનુષ્યગતિમાં જન્મેલ આત્માઓની બાહ્ય-જીવન-વાર્ધક્યાવસ્થામાં થતી વિટંબના. કર્મવિપાક અર્થાત્ ચતુર્ગતિ ભ્રમણના વિષયાંતર્ગત નરક તિર્યંચ ગતિના જીવોની યોનિઓ, કુળકોટિઓ અને વેદનાઓના વર્ણન બાદ મનુષ્ય જીવોની યોનિ આદિનું વર્ણન શાસ્ત્રકાર કરી ગયા. મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થતી અનેકવિધ વિટંબનાઓનું આ પ્રવચનમાં અતિ કરુણાજનક નિરૂપણ કરેલ છે, જે વાંચતાં ખરેખર એકવાર તો થઈ જ જાય કે આવું મનુષ્ય જીવન પણ ન જ જોઈએ. બાલ્યકાળમાં માતાની તરફ દૃષ્ટિ, યૌવનમાં સ્ત્રી તરફ આકર્ષણ અને વાર્ધક્યમાં પુત્ર-પૌત્રાદિકની આસક્તિ મનુષ્ય જેવા સમર્થને પણ પરાધીન બનાવે છે. સુખમાં છકીને અને દુઃખમાં રડીને દાડા પૂરા કરે છે, વળી જ્યાં અનંત કર્મોનો જથ્થો ક્ષણમાં બાળી મૂકવાનો હોય ત્યાં જીવ નવનવાં પાપોનો જથ્થો જ ભેગો કરે છે. આ બધું જ કરીને ભવભ્રમણને જ વધારી દે છે. તેથી મનુષ્ય જન્મમાં પણ સુખ નથી, માત્ર દુઃખ જ છે, એ વાત અનેક શાસ્ત્ર સંદર્ભોના માધ્યમે પુરવાર કરી આપી છે. મુકવાસ્તૃત સારામાં સારો ગણાતો એવો પણ મનુષ્ય ભવ, જો અનાર્ય દેશમાં અનાર્ય જાતિમાં કે અનાર્ય આચારોની ઉપાસનામાં પડેલા આર્યવંશોમાં પણ મળી જાય તો તે કેવળ વ્યર્થ જ નથી પણ એકાંતે હાનિકર છે. મોહાંધ આત્માઓને ધર્મ નથી યાદ આવતો સુખી અવસ્થામાં કે નથી યાદ આવતો દુઃખી અવસ્થામાં. ભાનભૂલા આત્માઓની અધમતાનો અવધિ જ નથી હોઈ શકતો. ઉપદેશાત્મક ઉપાલંભોને હિતકર તરીકે અંગીકાર કરવા, એમાં જ ડહાપણ છે. ભવાભિનંદી આત્માઓની સલાહને આધીન થવું એ પોતાના જ હાથે પોતાના આત્માનું અહિત કરવા બરાબર છે. • ઉપકારીઓના કટુ શબ્દો એકાંત હિતકર હોવાથી સંસારરૂપ રોગનો નાશ કરવા માટે અમોઘ ઔષધ સમા છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : મોહાધીન મનુષ્યોની મૂર્ખતા પૂર્વમૃતિ : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજ, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના આ બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતા વર્ણવવા ઇચ્છે છે. એ પરમર્ષિએ વર્ણવેલી કર્મવિપાકની ગરિષ્ઠતા સહેલાઈથી સમજી શકાય એ હેતુથી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરતા આ સૂત્રની વ્યાખ્યા કરવા પૂર્વે સંસારની “૧. નરક, ૨. તિર્યંચ, ૩. મનુષ્ય અને ૪. દેવ.” આરે ગતિની યોનિની સંખ્યા, કુલકોટિની સંખ્યા અને વેદનાઓનું વર્ણન કરી રહ્યા છે. એ ચારેય ગતિની યોનિની સંખ્યા આદિનું વર્ણન કરતાં પ્રથમ નરકગતિની યોનિ અને કુલકોટિની સંખ્યા, એ ગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અને એ ગતિમાં પડેલા જીવોની વેદનાના પ્રકાર દર્શાવવા સાથે એ જીવોને ભોગવવી પડતી વચનાતીત વેદનાઓનો સહેજ ખ્યાલ છે શ્લોકો દ્વારા આપ્યો : તે પછી તિર્યંચગતિના પ્રકારો અને તે પ્રકારની યોનિની સંખ્યા અને કુલકોટિની સંખ્યાના પ્રતિપાદન સાથે તે જીવોને પણ ભોગવવી પડતી વેદનાઓનો ખ્યાલ કરાવ્યો : ત્યાર બાદ મનુષ્યગતિની યોનિ અને કુલકોટિની સંખ્યા દર્શાવવાપૂર્વક એ ગતિમાં પડેલા આત્માઓની પણ દુઃખદ દશાનો સુંદર ખ્યાલ કરાવ્યો. પણ જેઓ એમ જ માની અને મનાવી રહ્યા છે કે “મનુષ્ય ગતિ તો શાસ્ત્રોમાં ઘણી જ ઊંચી મનાય છે અને એ જ કારણે દશ દશ દૃષ્ટાંતો દ્વારા એની દુર્લભતાનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે માટે એવી મહત્તાને પામેલી મનુષ્યગતિમાં આવેલા આત્માઓ પણ દુઃખી છે એમ કહીને તેઓની સ્વતંત્ર પ્રવૃત્તિમાં દખલ કરવી એ કોઈ પણ રીતે યોગ્ય નથી.” તેઓની સાન, જો તેઓ શાણા હોય તો ઠેકાણે આવે એ ઇરાદાથી; કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, “જે મનુષ્યો અનંતજ્ઞાનીઓએ જે હેતુથી Page #322 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ મનુષ્યપણાની મહત્તા વર્ણવી છે તે હેતુને નહિ સમજી શકવાથી પ્રાપ્ત થયેલા ઉત્તમ મનુષ્યભવને કારમી રીતે વેડફી રહ્યા છે’ - તેઓની દુર્દશાનું દયાર્દ્ર હૃદયે શ્રી યોગશાસ્ત્રમાં કરેલું વર્ણન આપણે જોઈ રહ્યા છીએ. ૩૦૬ એ વર્ણનમાં આપણે ‘અનાર્ય મનુષ્યોની અનાર્યતા'ના વર્ણનમાં જોઈ આવ્યા કે અનાર્યો ત્રણ પ્રકારના હોય છે 1392 ૧. એક તો અનાર્યદેશમાં ઉત્પન્ન થયેલા જ અનાર્યો હોય છે કે જેઓ દેશના આચાર અને વિચારને વશ હોઈને આખાયે જીવનમાં એવી એવી પાપમય આચરણાઓ આચરે છે કે જે આચરણાઓનું વર્ણન જ વચનાતીત થઈ જાય છે. ૨. બીજા, આર્યદેશમાં ઉત્પન્ન થવા છતાં પણ ‘ચંડાલ અને શ્વપચ' આદિ જાતિમાં જન્મવાના કા૨ણે જાતિઅનાર્યો હોય છે, તેઓ પણ મોટે ભાગે જીવનભર પાપકર્મોને કરે છે અને દુ:ખોને અનુભવે છે. ૩. ત્રીજા, એકલા આર્યદેશમાં જ નહિ પણ આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ અનાર્ય ચેષ્ટાઓના કારણે અનાર્ય ગણાય છે અને એવા આત્માઓ પણ અનાર્ય ચેષ્ટાઓના અને દુર્ભાગ્યના પરિણામે દુઃખ, દારિદ્રય અને દૌર્ભાગ્ય આદિના દાવાનળમાં બળ્યા જ કરે છે. આ વસ્તુ-વર્ણન આપણને સમજાવે છે કે ‘સારામાં સારો ગણાતો એવો પણ મનુષ્યભવ, જો અનાર્ય દેશમાં, અનાર્ય જાતિમાં કે અનાર્ય આચારોની ઉપાસનામાં પડેલા આર્યવંશોમાં પણ મળી જાય તો તે કેવલ વ્યર્થ જ નથી પણ એકાંતે હાનિકર છે' અનાર્ય દેશ અને અનાર્ય જાતિ કરતાં પણ આર્યદેશમાં જ રહેલા આર્યવંશમાં ઉત્પન્ન થઈને જેઓ અનાર્યઆચારોની ઉપાસનામાં જ અહર્નિશ મચ્યા રહે છે તેઓની દુર્દશાની તો કોઈ અવિધ જ નથી. એવા આત્માઓ, સ્વપર ઉભયના માટે એવા ભયંકર અહિતને કરનારા નીવડે છે કે જેનું પરિણામ આ લોક કરતાંય પરલોક માટે ઘણું જ કારમું આવે છે. એવા આત્માઓ સ્વતંત્રતાના નામે પરમાત્મા અને પરમાત્માની એકાંત હિતકર આજ્ઞાની પણ સામે જ થાય છે ! વિષયવિલાસના ભૂખ્યા બનેલા એ આત્માઓ ગમે તેવાનું ગમે તેવું દાસત્વ સ્વીકારશે તેની હા; પણ તે સ્વચ્છંદી આત્માઓને એકાંત Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : મોહાધીન મનુષ્યોની મૂર્ખતા - 92 ઉપકારી આપ્ત પુરુષોનું દાસત્વ સ્વીકારવું પ્રાણાંતે પણ પસંદ નહિ પડે ! વિષયોની પાછળ એવા આત્માઓ ખુવાર થઈ જશે તેની હા, પણ તેઓ અનંતજ્ઞાની અને પરમવીતરાગ એવા આપ્તપુરુષોની આજ્ઞાના શરણે રહી સંતોષી જીવન જીવવાનું કદી જ પસંદ નહિ કરે ! એવા આત્માઓને ધર્મ જેવી વસ્તુ રોગી અવસ્થામાં, વૃદ્ધ અવસ્થામાં કે મરણની અવસ્થામાં પણ રુચિકર નહિ થાય ! એવી અવસ્થાઓમાં પણ એ બિચારાઓ નીચકર્મ કરી કરીને દયાપાત્ર દુઃખદશા ભોગવશે તેની હા, પણ નીચકર્મોથી પરાર્મુખ થવાની વાત કોઈ પણ રીતે તેઓના ગળે નહિ ઊતરે ! એવા હીણાચારી અને હીણકર્મી આત્માઓનું દાસત્વ કદી પણ ન મટે અને જીવનભર એવાઓ દુઃખ, દારિદ્રચ અને દૌર્ભાગ્યના દાવાનળમાં સળગ્યા કરે એમાં આશ્ચર્ય પણ શું છે ? અને કદાચ પૂર્વપુણ્યના પ્રતાપે એવા આત્માઓ વર્તમાનમાં સુખી પણ દેખાતા હોય તે છતાં પણ તે આત્માઓ ભવિષ્યમાં અવશ્ય દુઃખી, દુ:ખી અને દુઃખી જ થવાના એમ માનવામાં હરકત પણ શી છે ? 1393 સભા : કશી જ નહિ. કારણ કે જે આત્માઓ, આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ સ્વચ્છંદી બની ‘જેઓએ વિશ્વના કલ્યાણ માટે એકાંત હિતકર મોક્ષમાર્ગ ઉપદેશ્યો છે અને વર્તમાનમાં ઉપદેશે છે’ – એવા આપ્તપુરુષોની આજ્ઞાથી ઉપરવટ થાય છે એટલું જ નહિ પણ એવી કલ્યાણકારી આજ્ઞા ને એ આજ્ઞાને અનુસારે ચાલતા સર્વોત્તમ માગનો નાશ કરીને યથેચ્છ મહાલવામાં જ રાચે છે, તેઓ સન્માર્ગના નિષ્કારણ વૈરી હોવાના કારણે ભવિષ્યમાં દુ:ખી, દુઃખી અને દુ:ખી જ થાય એમાં કશું જ નવું નથી. ત્રણે અવસ્થાની નિર્લજ્જતા : ૩૦૭ ‘અનાર્યતા’ની દુઃખદ દશાનું વર્ણન કર્યા બાદ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, જે આત્માઓએ મનુષ્યભવ પામવા પૂર્વે પણ ઉત્તમ ધર્મની આરાધના નથી કરી અને પામ્યા પછી પણ જેઓને ઉત્તમ સામગ્રી મળી નથી અથવા તો મળવા છતાં પણ ઉત્તમ સામગ્રીની જે આત્માઓ ઉપર ઉત્તમ અસર નથી થઈ શકી તે આત્માઓની ત્રણે અવસ્થાની નિર્લજ્જ કારવાઈનું વર્ણન કરતાં ફરમાવે છે કે Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – – 13 “વા મૂરપૂરીષrગ્યાં, યોવને રતષ્ઠિત છે वार्धक्ये श्वासकासाथै-र्जनो जातु न लज्जते ।।१।। બાલ્ય અવસ્થામાં મૂત્ર અને વિણ દ્વારા, યૌવન અવસ્થામાં રત ચેષ્ટિતો (કામચેષ્ટા) દ્વારા અને વૃદ્ધાવસ્થામાં શ્વાસ અને કાસ આદિથી જીવન પૂર્ણ કરે છે છતાં લોક શરમાતો નથી'. આ પ્રકારે પસાર થતી અવસ્થાઓ પરિપૂર્ણ રીતે લજ્જાનું સ્થાન હોવા છતાં પણ મનુષ્યજન્મની મહત્તાને નહિ સમજી શકનાર મનુષ્ય, બાલ્યકાલમાં મૂત્ર અને વિષ્ટા સાથે ખેલવામાં, યૌવનકાલમાં કામક્રીડાઓ કરતાં અને વૃદ્ધકાલમાં શ્વાસ અને કાસ આદિથી રિબાવા છતાં પણ લજ્જાને પામતો નથી. એવી કારમી નિર્લજ્જતા અજ્ઞાન મનુષ્યમાં આવે છે. એ કારમી નિર્લજ્જતાના કારણે જે રીતે બાલ્ય અવસ્થામાં મૂત્ર અને વિષ્ટા સાથે નિર્લજ્જપણે ખેલે છે તે જ રીતે યૌવન અવસ્થામાં કામની ચેષ્ટાઓ કરવાને પ્રવર્તે છે અને એ જ કારણે વૃદ્ધાવસ્થામાં શ્વાસ અને કાસ આદિ ભયંકર રોગાવસ્થાઓ પણ નિર્લજ્જપણે ભોગવવી જ પડે છે. પુરુષપણાનું કારમું લિલામ : એ જ કારણે એવા નિર્લજ્જ આત્માઓ, “પુરુષરૂપે હોવા છતાં કોઈ પણ અવસ્થામાં પુરુષ તરીકે રહી શકતા નથી” અર્થાત્ પુરુષપણાનું લિલામ કરે છે, એમ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે. કારણ કે – “પુરષશુવારઃ પૂર્વ, તો મનમઃ | નરગરવ પશ્વાતું, પર પુના પુમાન્ III” આકૃતિએ પુરુષ હોવા છતાં પણ પૂર્વાવસ્થામાં વિષ્ટામાં ખેલનારો હોવાથી ભૂંડ બને છે, તે પછીની યૌવન અવસ્થામાં કામદેવની સેવામાં આસક્ત બનવાથી રાસમ બને છે અને તે પછી અતિશય કામાસક્તિના કારણે એકદમ અશક્ત બની જવાના હેતુથી વૃદ્ધ અવસ્થામાં બુઢા બેલ જેવો બને છે પણ પુરુષ એ કદી પણ પુરુષ બનતો નથીઃ અર્થાત્ બાલ્યકાલમાં વિષ્ટાપ્રેમી ભૂંડના જેવી આચરણા કરે છે, યૌવનકાલમાં મદનપ્રેમી ગર્દભ જેવી આચરણા કરે છે અને વૃદ્ધકાલમાં શક્તિહીન બુઢા બેલ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : મોહાધીન મનુષ્યોની મૂર્ખતા – 92 ૩૦૯ જેવી આચરણા કરે છે પણ નિર્લજ્જ બનેલો પુરુષ કોઈ પણ કાળે પુરુષ જેવી આચરણા નથી કરતો. 1395 ખરેખર પુરુષ બનવા માટે તો મોક્ષપુરુષાર્થની સાધના ખાતર ધર્મપુરુષાર્થને જ આચરવાની આવશ્યકતા છે અને એ જ કારણે ગુજરાતી ભાષામાં શ્રી અજિતનાથ સ્વામીની સ્તવના કરતાં કવિ શ્રી આનંદઘનજી પણ કહે છે કે - જે તેં જીત્યા રે તેણે હું જીતીયો રે, પુરુષ કીછ્યું મુજ નામ. અર્થાત્ હે ભગવન્ ! જે રાગાદિ આંતરશત્રુઓને, આપે જીત્યા તે રાગાદિ આંતર શત્રુઓને હું જીતું ત્યારે જ હું ‘પુરુષ’ નામ ધરાવવાને લાયક બની શકું તેમ છું પણ આવી રાગાદિ શત્રુઓની પરાધીન અવસ્થામાં હું ‘પુરુષ’ નામ ધરાવવાને કોઈ પણ રીતે લાયક નથી. મૂર્ખતાનું ખુલ્લું પ્રદર્શન : પણ વિષ્ટાપ્રેમી ભૂંડ, મદનપ્રેમી ગર્દભ અને બુઢ્ઢા બેલ જેવું જ જીવન ગુજારવામાં પડેલાઓને આવી વાતો ગમતી જ નથી એ જ કારણે એ બિચારાઓ પોતાની જાતે જ પોતાની મૂર્ખતાનું પ્રદર્શન ખુલ્લું મૂકે છે. “સ્વાસ્ટેશને માતૃમુલ-તારુગ્વે તરુનીમુલઃ । वृद्धभावे सुतमुखो, मूर्खो नान्तर्मुखः क्वचित् ।।१।।" એ મૂર્ખ માનવી, બાલ્ય અવસ્થામાં ‘માતૃમુખ’ એટલે માતાની સન્મુખ જ જોયા કરનાર, માતાનું જ કહ્યું કરનાર અને માતાનું બોલાવ્યું જ બોલનાર બને છે. તરુણપણામાં ‘તરુણીમુખ’ એટલે તરુણીની સન્મુખ જ જોયા કરનાર, તરુણીનું જ કહ્યું કરનાર અને તરુણીનુ બોલાવ્યું જ બોલનાર બને છે અને વૃદ્ધ ભાવમાં ‘સુતમુખ’ એટલે પુત્રની સન્મુખ જ જોયા કરનાર, પુત્રનું કહ્યું કરનાર અને પુત્રનું જ બોલાવ્યું બોલનાર બને છે પણ ‘અંતર્મુખ’ એટલે અનંતજ્ઞાનીઓની આશા તરફ જ જોનાર અને આજ્ઞાથી અવિરુદ્ધ જ બોલનાર કે આચરનાર કદી જ નથી બનતો. અર્થાત્ પોતાની મૂર્ખતાના પ્રતાપે પોતાનું સમગ્ર જીવન અનંતજ્ઞાનીઓની સેવામાં સમર્પિત કરવાને બદલે બાલ અવસ્થામાં મોહમગ્ન માતાને સમર્પે છે, યુવાવસ્થામાં મોહઘેલી પત્નીને સમર્પે છે અને વૃદ્ધાવસ્થામાં મોહમસ્ત પુત્રને Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – – 1398 સમર્પે છે. એવા આત્માઓને બાલ્યકાલમાં માતા મરજી મુજબ નચાવે છે, યૌવનકાળમાં યૌવના મરજી મુજબ નચાવે છે અને વૃદ્ધકાલમાં પુત્ર ઠીક પડે તેમ નચાવે છે, પણ એ આત્માઓ કોઈ પણ કાળે અનંતજ્ઞાનીઓની આજ્ઞાને શરણે થતા નથી. ધનની લાલસાથી વિવલતા : એ પ્રકારે આખાયે જીવનની બરબાદીમાં પડેલા આત્માઓને ધનની લાલસા અવશ્ય જન્મે છે, ધનની લાલસાથી એ આત્માઓ અતિશય વિક્વલ બને છે અને એ વિદ્વતાના પ્રતાપે મૂઢ બનેલો મનુષ્ય "सेवाकर्षणवाणिज्य-पाशुपाल्यादिकर्मभिः । क्षपयत्यफलं जन्म, धनाशाविह्वलो जनः ।।१।। क्वचिच्चोर्यं क्वचिद् द्युतं, क्वचिद् नीचेर्भुजङ्गता । મનુષ્યામમદો ! મૂયો, અવનિનમ્ સારા” પોતાનો આખોયે જન્મ અન્યોની સેવા, ખેતી, વાણિજ્ય અને પશુપાલ્યા આદિ કર્મો દ્વારા અફળપણે ગુમાવી દે છે; અર્થાત્ ધનની આશાથી વિહવળ બનેલો માણસ, જીવનની સફળતા સાધી લેવાને બદલે સ્વાર્થીઓની સેવા, ખેતી, વ્યાપાર અને પશુપાલપણાદિનાં કર્મો દ્વારા આખાયે જીવનને નિષ્ફળપણે પૂર્ણ કરે છે. એટલું જ નહિ પણ કોઈ કોઈ વખત તો ધનની ઉત્કટ આશાના યોગે ચોરી જેવા અધમ ધંધાનો આશ્રય કરે છે, કોઈ વખત જુગાર જેવા પાપ વ્યસનનો સ્વીકાર કરે છે અને કોઈ વખત અધમાધમ શઠતા કે જેમાં અસત્ય આદિ અનેક પાપોનો સમાવેશ થાય છે તેનો અમલ કરે છે. આ પ્રકારે - ખેદની વાત છે કે મનુષ્યો, મનુષ્યપણાને પામવા છતાં પણ પુનઃ ભવમાં ભ્રમણ કરવાનાં કારમાં સાધનો સેવે છે અને એના પ્રતાપે ચિર સમય સુધી સંસારમાં અનેક પ્રકારનાં દુઃખોના ભોગવટાપૂર્વક ભ્રમણ કરે છે. મોહની મૂંઝવણ : એવી એવી અધમ આચરણાઓથી દુર્લભ માનવજીવનનો કારમો દુરુપયોગ કરી રહેલા મોહમૂઢ આત્માઓની મોહજન્ય મૂંઝવણ ઘણી જ કારમી હોય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ 1397 - ૨૨ : મહાધીન મનુષ્યોની મૂર્ખતા - 92 - ૩૧૧ મોહની કારમી મૂંઝવણના પ્રતાપે એ બિચારાઓ સુખી અવસ્થામાં ઘેલા બને છે અને દુઃખી અવસ્થામાં ગાંડા બને છે, એ જ કારણે - “ગુણિત્વે મણિત-ર્તિ ફેરા नयन्ति जन्म मोहान्धा, न पुनर्द्धर्मकर्मभिः ।।१।।" મોહથી અંધ બનેલા આત્માઓ, સુખી અવસ્થામાં કામની લીલાઓ દ્વારા અને દુઃખી અવસ્થામાં દીનતાભરેલાં રુદનો દ્વારા જન્મને ગુમાવે છે, પણ બેમાંથી એક પણ અવસ્થામાં ધર્મકર્મો દ્વારા જીવનનો સદુપયોગ કરતા નથી. અર્થાત્ મોહથી અંધ થઈ થયેલા આત્માઓને ધર્મ નથી યાદ આવતો સુખી અવસ્થામાં કે નથી યાદ આવતો દુઃખી અવસ્થામાં, કારણ કે એ બિચારાઓ, સુખી અવસ્થામાં મોહની ચેષ્ટાઓમાં મસ્ત રહે છે અને દુઃખી અવસ્થામાં દીનતાની ચેષ્ટાઓમાં ડૂબેલા રહે છે એટલે એક પણ અવસ્થા મોહાંધ આત્માઓ માટે આત્મહિતની સાધના માટે લાયક રહી શકતી નથી. એક પાપની જ પ્રવૃત્તિ ઃ સુખી અવસ્થામાં એક મોહની જ અને દુઃખી અવસ્થામાં એક દીનતાની જ ચેષ્ટાઓમાં પડેલા આત્માઓ માટે એક પાપની પ્રવૃત્તિ જ જીવનધ્યેય બની જાય છે એ હેતુથી - "अनन्तकर्मप्रचय-क्षयक्षममिदं क्षणात् । માનુષત્વ પ્રાપ્તા, પાણ: પાપતિ પુર્વતે ” પાપકર્મમાં રત રહેલા આત્માઓ, એક ક્ષણવારમાં અનંત કર્મોના સંચયનો ક્ષય કરવામાં સમર્થ એવા આ મનુષ્યપણાને પણ પામેલા હોવા છતાં પાપોને કરે છે. કર્મક્ષય કરવાના અદ્વિતીય સાધનરૂપ મનુષ્યપણાને પામેલા હોવા છતાં પણ પાપરત આત્માઓને કર્મક્ષયની પ્રવૃત્તિ કરવાનું નથી સૂઝતું પણ કેવલ અનેક પ્રકારનાં પાપકર્મો કરવાનું જ સૂઝયા કરે છે. અર્થકામરસિક આત્માઓની એ જ દશા હોય છે. અર્થકામના રસિક આત્માઓ તો ધર્મપ્રવૃત્તિ અને ધર્મસિદ્ધાંતોનો ઉપયોગ પણ અર્થકામની સાધનામાં જ કરે છે. એવા આત્માઓને એવું ભાન ક્યાંથી જ હોય કે – Page #328 -------------------------------------------------------------------------- ________________ 18 : ૩૧૨ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - - “જ્ઞાન-ન-ચરિત્ર-રત્નત્રિત મનને . मनुजत्वे पापकर्म, स्वर्णभाण्डे सुरोपमम् ।।१।।" “જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીના ભાગરૂપ મનુષ્યપણામાં પાપકર્મની આચરણા એ સુવર્ણના ભાજનમાં સુરા-મદિરા ભરવા બરાબર છે. અધમતાનો નિરવધિ ! આવા ભાનભૂલા આત્માઓની અધમતાનો અવધિ જ નથી હોઈ શકતો. અવધિ વિનાની અધમતાના ઉપાસક બનેલા આત્માઓ, અતિ દુર્લભ ગણાતા મનુષ્યભવની કેવી કેવી હાલત કરે છે એ વસ્તુનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે – "संसारसागरगतैः, शमिलायुगयोगवत् । लब्ध कथञ्चिद् मानुष्यं, हा ! रत्नमिव हार्यते ।।१।। लब्धे मानुष्यके स्वर्ग-मोक्षप्राप्तिनिबन्धने । હા ! જરાક્યુપાયે કર્મભૂત્તિો નન: રા आशास्यते यत् प्रयत्ना-दनुत्तरसुरैरपि । તત્ સમાપ્ત મનુષ્યત્વે, પાવે. પાપપુ વોચતે રૂા.” શમિલા-યુગના (ગાડાનું ઘૂંસરું અને તેમાં ભરાવવાની ખીલીના) યોગની માફક, સંસારસાગરમાં આથડતા આત્માઓને મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. એવા દુર્લભ મનુષ્યભવને મુશીબતે પામવા છતાં પણ પ્રમાદી આત્માઓ જેમ ખેદજનક રીતે રત્નને હારી જાય છે તેમ વિષયકષાયની ઉપાસનામાં રત બનેલા આત્માઓ પણ પ્રાપ્ત થયેલા મનુષ્યજન્મને ઘણી જ ખેદજનક રીતે હારી જાય છે ! ખેદની વાત છે કે પ્રમાદપરવશ મનુષ્ય, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત એવા મનુષ્યપણાને પામવા છતાં નરકની પ્રાપ્તિમાં ઉપાયરૂપ જે જે પાપકર્મો છે, તેની આરાધનામાં ઉઘુક્ત થાય છે ! દુઃખની વાત છે કે અનુત્તર સુરો પણ જે મનુષ્યપણું પામવાની પ્રયત્નપૂર્વક આશા કરે છે તે પ્રાપ્ત થયેલા મનુષ્યપણાને પાપી આત્માઓ પાપકાર્યોમાં યોજે છે ! શું આ ઓછી અધમતા ગણાય? Page #329 -------------------------------------------------------------------------- ________________ 1399 ૨૨ : મોહાધીન મનુષ્યોની મૂર્ખતા – 92 સભા : ઘણી જ. જે મનુષ્યભવ, શમિલાયુગના યોગથી સૂચિત થતાં દશ દશ દૃષ્ટાંતોથી દુર્લભ છે તેનો કા૨મી રીતે નાશ કરી દેવો, જે મનુષ્યભવ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત છે તે મનુષ્યભવમાં નરકપ્રાપ્તિના ઉપાયોની ઉપાસના કરવી અને જે મનુષ્યભવની આશા પ્રયત્નપૂર્વક અનુત્તર વિમાનમાં વસતા સર્વોત્તમ સુરો કરે છે તે મનુષ્યભવને પાપકાર્યોમાં યોજવો એ ખરે જ અવિધ વિનાની અધમતા છે. મનુષ્યભવનું દુ:ખ પ્રત્યક્ષ છે ! એવી ભયંકર અધમતાની ઉપાસનામાં પડેલા આત્માઓનું દુ:ખ વણવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે - “પોક્ષ ના દુઃä, પ્રત્યક્ષ નરખમનિ । तत्प्रपञ्चः प्रपञ्चेन, किमर्थमुपवर्णयते ।।१।। નરકમાં દુઃખ પરોક્ષ છે ત્યારે નરજન્મમાં દુઃખ પ્રત્યક્ષ છે માટે મનુષ્યજન્મના દુ:ખસમુદાયને વિસ્તારથી શા માટે વર્ણવવો જોઈએ : અર્થાત્ મનુષ્યજન્મનું દુઃખ પ્રત્યક્ષ હોવાથી તેને વિસ્તારથી વર્ણવવાની કશી જ આવશ્યકતા નથી. ૩૧૩ ડહાપણ શામાં ! કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરેલું આ વર્ણન કલ્યાણાર્થી આત્માઓએ ખૂબ ખૂબ વિચારવા જેવું છે. ગુણસંપન્ન જે જે ઉપમાઓ એકાંત હિતબુદ્ધિથી એ ઉપકારી આચાર્યદેવે આપી છે એથી ઉભગી જવાની જરૂર નથી પણ અનુપમ વિવેકી બનીને એ ઉપમાઓ આપવાનો એ ઉપકારીનો જે આશય છે તેને સમજી લઈને એ ઉપકારીના આશયને સફળ કરવા ઉઘુક્ત થવું એ જરૂરી છે. ઉપદેશાત્મક ઉપાલંભોને હિતકર તરીકે અંગીકાર કરવા એમાં જ ડહાપણ છે. એ વિષયમાં ભવાભિનંદી આત્માઓની સલાહને આધીન થવું એ પોતાના જ હાથે પોતાના આત્માનું અહિત કરવા બરાબર છે, માટે ઉપકારીઓની ઉપકારક પ્રવૃત્તિઓમાં એવા આત્માઓથી બહુ જ સાવધ રહેવાની જરૂર છે, ઉપકારીઓના Page #330 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ն કટુ શબ્દો એકાંત હિતકર હોવાથી સંસારરૂપ રોગનો નાશ કરવા માટે અમોઘ ઔષધસમા છે. એ ઔષધનું સેવન મુમુક્ષુ આત્માઓએ અહર્નિશ આનંદ અને ઉલ્લાસસભર હૃદયે કર્યા જ કરવું જોઈએ. ૩૧૪ ચોથી ‘દેવગતિ’માં પણ એકાંત આનંદ માનનારાઓ અજ્ઞાની છે, કારણ કે દેવગતિમાં રહેલા આત્માઓ પણ કર્મપરવશ હોવાના કારણે સુખી નથી. દેવગતિમાં પણ કેવાં કેવાં દુ:ખો છે એનું વર્ણન હવે પછી - 1400 Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૩ઃ દેવગતિનાં દારુણ દુઃખો ઃ 93 • સુખાભાસનું ફોગટ અભિમાન ! • દેવગતિમાં પણ દુઃખનું સામ્રાજ્ય : • શોકનો સંતાપ - • અમર્ષરૂપ શલ્યની આધિ• વિષાદનો વિવાદ - • ઈર્ષાનો અભિતાપ - • દીનવૃત્તિના ઉદ્દગાર ! • અસ્વસ્થ અવસ્થા ! - ચ્યવનચિહ્નોનાં દર્શનથી થતી દુર્દશાનું દર્શન : ૦ ચ્યવનનાં ચિહ્નો : • વિષાદભર્યો વિલાપ - વિષય : સુખનાં ધામ મનાતા દેવર્નાકમાં પણ કેવળ દુઃખ જ છે, તેનું વર્ણન. નરક, તિર્યંચગતિમાં તો સુખ નથી જ. મનુષ્યલોકમાં સુખ છે એવી થતી કલ્પના તે પણ ગત પ્રવચનોનાં વિવેચન બાદ ભાંગી ગઈ. દેવલોકમાં તો સુખના જ ભંડાર હોય એવી માન્યતાનો પણ ભાંગીને ભૂક્કો કરી નાંખે એવી વાસ્તવિકતાથી ભરેલું વર્ણન આ પ્રવચનમાં આપણને વાંચવા મળે છે. પરાધીનતા, શોકાધીનતા, વિષાદમયતા, ઈર્ષા, અસૂયા, મત્સર, ભય, દૈન્ય, ચ્યવનનાં વખતનો આર્તનાદ - આવા અનેક દુઃખદર્શક પ્રસંગોમાં દેવનું જીવન પણ દુઃખી દુઃખી જ રહે છે. માટે જ જ્ઞાની ભગવંતોએ સમગ્ર સંસારને દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી કહ્યો છે. એ વાત ઉપર સવિશેષ પ્રતીતિ થાય છે. ખૂબ જ મનનીય આ પ્રવચનાંશ છે, જે દરેકને જીવન જાગૃતિ પર બોધ સમર્પે છે. મુવાક્યાત ૦ તીવ્ર આસક્તિના પ્રતાપે અન્યની સંપત્તિને નહિ જોઈ શકનારા આત્માઓને ઈર્ષાનો અભિતાપ ખૂબ જ બાળે છે. દેવલોકમાં રહેલા આત્માઓ પણ કામ, ક્રોધ અને ભયથી આતુર હોય છે. એવા અમરોની દશા સદાય અસ્વસ્થ હોય છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૩: દેવગતિનાં દારુણ દુઃખો: સુખાભાસનું ફોગટ અભિમાન ! સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીઓને નિર્વેદ અને વૈરાગ્ય પેદા કરવાના હેતુથી કર્મવિપાકની જે ગરિષ્ઠતા વર્ણવવા ઇચ્છે છે તે અતિશય સ્પષ્ટતાથી સમજાવવાના હેતુથી ચાર ગતિમાં ભટકી રહેલા જીવોની યોનિ આદિનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા “નરક, તિર્યંચ અને મનુષ્ય આ ત્રણ ગતિના જીવોની યોનિ આદિનું વર્ણન તો કરી આવ્યા અને હવે જે દેવગતિના જીવો અજ્ઞાન દુનિયામાં ઘણા સુખી મનાય છે તે દેવગતિમાં રહેલા જીવો પણ કેવા દુઃખી છે એનું વર્ણન કરતાં તેની યોનિ અને કુલકોટિની સંખ્યાનું પ્રતિપાદન કરવાપૂર્વક એ પરમોપકારી પરમર્ષિ ફરમાવે છે કે "देवगतावपि चत्वारो योनिलक्षा: षड़विंशति कलकोटिलक्षाः तेषामपाविषादमत्सरच्यवनभयशल्यवितुद्यमानमनसां दुःखानुषङ्ग एव, सुखाभासाभिमानस्तु केवलमिति, કહે - "देवेषु च्यवनवियोगदुःखितेषु, क्रोधेामदमदनातितापितेषु । आर्या !नस्तदिह विचार्य सङ्गिगरन्तु, यत्सौख्यं किमपि निवेदनीयमस्ति ।।१।।" દેવગતિમાં પણ ચાર લાખ યોનિ છે અને છત્રીસ લાખ કલકોટિ છે. દેવગતિના આત્માઓ પણ ઇર્ષા, વિષાદ, મત્સર, ચ્યવન, ભય અને શલ્યથી અતિશય પીડિત હોય છે. ઇર્ષા આદિથી અતિશય પીડિત મનવાળા તે જીવોને પણ દુઃખનો જ સંગ છે એ હેતુથી એ આત્માઓએ પણ સુખાભાસનું અભિમાન કરવું એ ફોગટ છે. એ જ કારણે દેવગતિમાં પણ રહેલા આત્માઓની દુઃખદ સ્થિતિનું વર્ણન કરતાં પ્રશ્ન રૂપે મહાપુરુષોએ ફરમાવ્યું છે કે – હે આ ! આ સંસારમાં ચ્યવન અને વિયોગથી દુઃખિત અને ક્રોધ, ઇર્ષ્યા, મદ અને મદનથી અતિતાપિત એવા દેવોમાં જે કાંઈ પણ સુખ નિવેદનીય હોય તે તમે વિચારીને અમને કહો. Page #333 -------------------------------------------------------------------------- ________________ 1403 ૨૩ : દેવગતિનાં દારુણ દુઃખો - 93 દેવગતિમાં પણ દુઃખનું સામ્રાજ્ય : સુખાભાસના અભિમાનમાં પડેલા દેવોના દુઃખસામ્રાજ્યનું વર્ણન કરતાં શરૂઆતમાં જ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે - “શોજામવંવિવારેો-લેન્યાવિદ્દતબુદ્ધિવુ 1 અમોપિ ૩:વસ્ત્ર, સામ્રાજ્યમનુવર્તતે ।। શ્।।" શોક, અમર્ષ, વિષાદ, ઇર્ષ્યા અને દૈન્ય આદિથી હણાઈ ગયેલી બુદ્ધિવાળા અમરોમાં પણ દુઃખનું સામ્રાજ્ય વર્તે છે. આ પ્રમાણે સામાન્ય રીતે દેવો પણ શોક આદિથી સળગી રહ્યા છે એવો સહજ ખ્યાલ આપીને તેઓમાં પણ દુ:ખનું સામ્રાજ્ય વર્તે છે એમ એ ઉપકારી સૂરિપુરંદરે પ્રથમ ફરમાવ્યું એ પ્રમાણે સામાન્ય રીતે ફ૨માવ્યા પછી એ ઉપકારી આચાર્ય ભગવાન એ એકેએક જાતના દુઃખનો સ્પષ્ટ ખ્યાલ પણ કરાવે છે. શોકનો સંતાપ : શોક આદિથી ઉત્પન્ન થતા દુઃખનું દિગ્દર્શન કરાવતાં પ્રથમ શોકનો સંતાપ એ જીવોને કેવા પ્રકારનો હોય છે તેનું પ્રતિપાદન કરતાં એ શાસનના સાચા સૂરિસમ્રાટ ફરમાવે છે કે - “ટા પરસ્થ મહી, શ્રિયં પ્રાન્તનનીવિતમ્ । નિતસ્વત્વમુત, શોષન્તિ મુચિર સુઃ ।। શ્।।” ૩૧૭ અન્ય દેવની મોટી લક્ષ્મીને જોઈને અલ્પ સમૃદ્ધિને ધરાવનારા દેવો, અતિશય અલ્પ પેદા કર્યું છે સુકૃત જેમાં તેવા પોતાના પૂર્વજન્મના જીવિતને પણ લાંબા સમય સુધી શોચ્યા કરે છે : અર્થાત્ અલ્પઋદ્ધિવાળા દેવો વિશાળ ઋદ્ધિવાળા દેવોને જોઈ જોઈને વિશાળ ઋદ્ધિના અર્થીપણાના યોગે એવી જાતનો શોક પ્રાયઃ સદાય કર્યા જ કરે છે કે હાય ! કમભાગ્ય એવા અમોએ પૂર્વે સુકૃત કરવામાં ઘણી જ કચાશ રાખી કે જેથી આવી સુંદર અને વિશાળ ઋદ્ધિ અમને મળી શકી નહિ. અમર્ષરૂપ શલ્યની આધિ : આ પ્રકારે શોકના સંતાપનું પ્રતિપાદન કર્યા પછી પ્રભુ શ્રી વીતરાગ પરમાત્માના Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૫ ––– – 14% શાસનના એ સાચા સૂરિસાર્વભૌમ, અમર્ષરૂપ શલ્યની કેવી કારમી આધિનો અનુભવ અશક્ત અમરો કરે છે એનું વર્ણન કરતાં ફરમાવે છે કે – “વિરા વતિનાર્વેન, પ્રતિકતું તનક્ષમઃ | तीक्ष्णेनामर्षशल्येन, दोदूयन्ते निरन्तरम् ।। १ ।। અન્ય બળવાન અમર દ્વારા વિશેષ પ્રકારે અપમાન આદિને પામેલા શક્તિહીન અમરો, તે અપમાન આદિ કરનાર અમરનો પ્રતિકાર કરવાને અસમર્થ હોવાના કારણે તીક્ષ્ણ એવા અમર્ષરૂપ શલ્યના યોગે નિરંતર અતિશય દુઃખી થયા કરે છે. વિષાદનો વિષવાદ : અમર્ષરૂપ શલ્યની અસાધારણ આધિથી થતી દુઃખદ દશાનો ખ્યાલ આપ્યા બાદ એ જ આરાધ્યપાદ આચાર્ય ભગવાન, પોતાથી અધિક સંપત્તિના સ્વામીઓની લક્ષ્મીને જોઈને અલ્પ ઋદ્ધિને ધરનારા અમરો કેવા પ્રકારના વિચારથી વિષાદનો વિષવાદ ભોગવે છે એનું વર્ણન કરતાં ફરમાવે છે કે – “નવૃત્ત મુક્ત વિશ્વિ-રમિયો તો દિન ટોત્તરોત્તરશ્રીવા, વિષીદન્તીતિ નાના | શ” અમે કાંઈ સુકૃત કરેલું નથી તે જ કારણથી અમારે આ અભિયોગદાસપણું ભોગવવું પડે છે. આ પ્રમાણે ઉત્તરોઉત્તર ચડિયાતી સંપત્તિને જોનારા અમરો વિષાદ પામે છે. ઇષ્યાર્નો અભિતાપ : “તીવ્ર આસક્તિના પ્રતાપે અન્યની સંપત્તિને નહિ જોઈ શકનારા આત્માઓને ઇર્ષાનો અભિતાપ ખૂબ જ બાળે છે. એ જ કારણે તીવ્ર આસક્તિના પ્રતાપે અન્ય અમરોની સુવિશિષ્ટ સંપદાઓના દર્શનથી સામાન્ય સંપદાઓનાં સ્વામી સુરો, ઇર્ષારૂપ અનલની ઊર્મિઓથી કેવો પરિતાપ પામે છે એનું વર્ણન કરતાં એ જ અનંત ઉપકારી આચાર્યદેવ ફરમાવે છે કે – "दष्ट्वान्येषां विमानस्त्री-रत्नोपवनसम्पदम् । થાવત્ની વિપીત્તે, શ્વતતીનોમિ: II " Page #335 -------------------------------------------------------------------------- ________________ 1405 — - ૨૩ : દેવગતિનાં દારુણ દુઃખો - 93 --- ૩૧૯ અન્ય દેવો ‘વિમાન, સ્ત્રી અને ઉપવનની સંપદા જોઈને સળગતા ઇર્ષારૂપ અગ્નિની ઊર્મિઓથી સામાન્ય સંપદાઓના સ્વામી અમરો જિંદગીભર ખૂબ ખૂબ બળે છે. દીનવૃત્તિના ઉદ્ગાર ! લોભી દેવોની દુર્દશા ઘણી જ ભયંકર હોય છે, કારણ કે લોભી દેવો જો પરાક્રમી હોય છે તો તે અલ્પ પરાક્રમી દેવોની ઋદ્ધિને પડાવી લે છે અને એથી બિચારા અસમર્થ અમરો દીનવૃત્તિના ઉપાસક બની જાય છે. એ દીનવૃત્તિના પ્રતાપે દીન બની ગયેલા અમરો કેવા ઉદ્ગાર કાઢે છે એનું વર્ણન કરતાં એ જ પરોપકારપરાયણ પરમર્ષિ પ્રરૂપે છે કે - “ કાળા ! મો ! રે ! પ્રીતિ સામ્ | રષિતસર્વસ્વા, માને રીનવૃત્ત. I ? ” અન્ય અમરો દ્વારા જેઓનું સર્વસ્વ ચોરાઈ ગયું છે, તેવા અમરો અશક્તિના યોગે દીન વૃત્તિવાળા બની જઈને – “હા પ્રાણેશ ! હા પ્રભો ! હા દેવ ! મહેરબાની કરો - પ્રસન્ન થાઓ.” એ પ્રમાણે ગગદ સ્વરે બોલે છે. અસ્વસ્થ અવસ્થા : દેવલોકમાં રહેલા આત્માઓ પણ કામ, ક્રોધ અને ભયથી આતુર હોય છે. એવા અમરોની દશા સદાય અસ્વસ્થ હોય છે, એમ ફરમાવતાં એ અનુપમ ઉપકારી આચાર્ય ભગવાન કહે છે કે – “તેડપિ પુતઃ સ્વ, મામાતુરા: I સ્વસ્થતામ્બુવતે સુરા: કેન્દ્રિાદિયઃ II ૨ !” પુણ્યના પ્રતાપે સ્વર્ગની પ્રાપ્તિ થવા છતાં પણ કામ, ક્રોધ અને લોભથી આતુર બનેલા 'કાન્દર્ષિ' આદિ સુરો સ્વસ્થતાને પામતા નથી. ચ્યવનચિહનોનાં દર્શનથી થતી દુર્દશાનું દર્શન : વધુમાં “ચ્યવન થવાનું હોય તે પહેલાં દેવોની સ્થિતિમાં કારમું પરિવર્તન થઈ જાય છે અને એ કારમાં પરિવર્તનના પ્રતાપે એ દેવો પણ પોતાનું મરણ જુએ છે તેથી તેઓની દુર્દશા ખરે જ ભયંકર ત્રાસને કરનારી થઈ જાય છે.” એ ઉભય વસ્તુનું પ્રતિપાદન, દેવોના દુ:ખનું સામ્રાજ્ય વર્ણવવામાં અતિશય આવશ્યક છે એ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રથમ Page #336 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ ચ્યવનનાં ચિહ્નોનું અને તે પછી તેનાં દર્શન અને વિચારથી દેવોની જે જે ત્રાસજનક દુર્દશા થાય છે તેનું વર્ણન કરે છે. ચ્યવનનાં ચિહ્નો : ३२० "अम्लाना अपि हि मालाः, सुरद्रुमसमुद्भवाः । म्लानीभवन्ति देवानां वदनाम्भोरुहैः समम् ।।१।। हृदयेन समं विष्वग्, विश्लिष्यत्सन्धिबन्धनाः । महाबलैरप्यकम्प्याः, कम्पन्ते कल्पपादपाः ।।२।। अकालप्रतिपन्नाभ्यां प्रियाभ्यां च सहैव हि । श्रीहीभ्यां परिमुच्यन्ते, कृतागस इवामराः ।।३ ॥ अम्बर श्रीरपमला, मलिनीभवति क्षणात् । अप्यकस्माद्विसृमरै- रघोधैर्मलिनैघनैः ||४|| अदीना अपि दैन्येन, विनिद्रा अपि निद्रया । आश्रीयन्ते मृत्युकाले पक्षाभ्यामिव कीटिकाः ।।५।। विषयेष्वतिरज्यन्ते, न्यायधर्मविबाधया । अपध्यान्यपि यत्नेन, स्पृहयन्ति मुमूर्षवः ।।६॥ नीरुजामपि भज्यन्ते, सर्वाङ्गोपाङ्गसन्धयः । भाविदुर्गतिपातोत्थ-वेदनाविवशा इव ।।७।। पदार्थग्रहणेऽकस्माद्, भवन्त्यपटुदृष्टयः । परेषां सम्पदुत्कर्ष-मिव प्रेक्षितुमक्षमाः ।।८।। गर्भावास निवासोत्थ-दु:खागमभयादिव । प्रकम्पतरलैरङ्गैर्भाषियन्ते परानपि ।।९।। " “સુરકુમથી ઉત્પન્ન થયેલી અમ્લાન એવી પણ માલાઓ, દેવોનાં મુખકમલોની સાથે મલિન થાય છે અર્થાત્ નહિ કરમાનારી માલાઓ પણ કરમાઈ જાય છે અને દેવોનાં મુખકમલો પણ કરમાઈ જાય છે. વિશેષ પ્રકારે શિથિલ થઈ ગયાં છે સંધિબંધન જેમનાં અને મહાબલવાનોથી પણ અકંપ્ય એવા કલ્પપાદપો દેવોના હૃદયની સાથે એકદમ કંપી ઊઠે છે અર્થાત્-દેવોનાં હૃદય કંપી ઊઠે છે તેની સાથે જ અકંપ્ય એવાં પણ કલ્પવૃક્ષો કંપી ઉઠે છે. જાણે અપરાધ જ ન કર્યો હોય એવા અમરો, અકાલે અંગીકાર કરેલી 1406 Page #337 -------------------------------------------------------------------------- ________________ 107 - ૨૩ : દેવગતિનાં દારુણ દુઃખો - 93 – ૩૨૧ પ્રિયાઓની સાથે જ “શ્રી અને હીથી મુકાઈ જાય છે અર્થાત્ લક્ષ્મી અને લજ્જા ઉભય એ સમયે દેવોની ચાલી જાય છે. પાપોનાં સમૂહો દ્વારા અકસ્માતુ ફેલાઈ ગયેલ મલિન મેઘોથી એક ક્ષણવારમાં મળરહિત એવી પણ આકાશની શોભા મલિન થઈ જાય છે. મૃત્યુ સમયે કીટિકાઓને જેમ પાંખો આવે છે તેમ અદીન એવા પણ દેવો દિીનતાથી અને નિદ્રાથી રહિત એવા પણ દેવો નિદ્રાથી આશ્રિત કરાય છે. મરવાની ઇચ્છાવાળાઓ યત્નપૂર્વક અપથ્થોનું સેવન કરે છે તેમ દેવો, ન્યાયધર્મની બાધા થાય તેવી રીતે વિષયોમાં અતિશય રત થાય છે. નીરોગી એવા પણ દેવોનાં સર્વ અંગ અને ઉપાંગની સંધિઓ, ભવિષ્યમાં થનારા દુર્ગતિના પાતથી ઉત્પન્ન થતી વેદનાઓને જાણે વિવશ બની ગઈ હોય તેમ ભાંગી જાય છે. પારકાની સંપત્તિના ઉત્કર્ષને જોવા માટે જાણે અસમર્થ બની ગયા હોય તેમ દેવો એકદમ પદાર્થના ગ્રહણ માટે અપટુ દષ્ટિવાળા બની જાય છે. ગર્ભાવાસના નિવાસથી ઉત્પન્ન થતા દુઃખના આગમનના ભયથી જ જાણે ન હોય તેમ પ્રકંપે કરીને ચપળ બની ગયેલાં અંગો દ્વારા દેવો બીજાને પણ ભય પેદા કરે છે. અર્થાત ચ્યવનના ચિહ્ન તરીકે અમ્યાન માલાઓ મલિન થાય છે, નહિ કંપતાં કલ્પવૃક્ષો કંપી ઊઠે છે, લક્ષ્મી અને લજ્જા ચાલી જાય છે, અમલ એવી પણ આકાશની શોભા મલિન થઈ જાય છે, દીનતા અને નિદ્રા આવીને ખડી થાય છે. વિષયાસક્તિ વધી જાય છે. અંગોપાંગની સંધિઓ ભાંગી જાય છે, પદાર્થના ગ્રહણમાં દૃષ્ટિ અસમર્થ બની જાય છે અને અંગો અંકપે કરીને તરલ બની જાય છે. વિષાદભર્યો વિલાપ : આવાં આવાં વનનાં ચિહ્નોથી, પોતાનું ચ્યવન નિશ્ચિત છે એમ જાણીને અંગારાથી જ આલિંગિત થયા હોય તેની માફક વિમાનમાં, નંદનવનમાં કે વાવડીમાં અર્થાત્ કોઈ પણ સ્થાને તેઓ રતિને પામતા નથી પણ વિષાદભર્યો વિલાપ જ કર્યા જ કરે છે. વિલાપમાં દેવલોકની વસ્તુઓનું અને ભવિષ્યના દુઃખનું સ્મરણ દુ:ખદ રીતે કરે છે. અમારું ચ્યવન નિશ્ચિત છે એમ ચ્યવનનાં ચિહ્નોથી જાણી ચૂકેલા દેવો પોતાની પ્રિય વસ્તુઓને યાદ કરી કરીને અને ભવિષ્યના દુઃખથી ગભરાઈને ગદ્ગદ્ સ્વરે બોલે છે કે -- Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો “જ્ઞા ! પ્રિયા ! દા ! વિમાનાનિ!, હા વાપ્યો ! હૈં। । સુદ્રુમાઃ ! । નવ દૃષ્ટવ્યા: પુનર્પૂર્વ, તદેવવિયોગિતા: ? ।। - ૫ અને ! સ્મિત સુધાવૃષ્ટિ-રો ! વિશ્વાધર: સુધા | અને ! વાળી સુધાવિ-ખ્યો ! જાત્તા સુધામયી ।।૨।। રૂા. હા ! રત્નટિતાઃ સ્તમ્મા, હૈં। શ્રીમનિટ્ટિમ ! । હા ! àવિદ્યા ! રત્નમય્ય: !, સ્ય યાયથ સંશ્રયમ્ ।। હા ! રત્નમોપાનવિતા:, મલોત્પન્નમસ્તિતાઃ । भविष्यन्त्युपभोगाय, कस्येमाः पूर्णवापयः । । ४ । દે પારિનાત! મન્વન્તર !, સન્તાન ! રિયન્તન ! । પદ્રુમ ! વિમોહવ્યઃ, જિ મન્મય નન: || દા ! દા ! સ્ત્રીર્મનર, વાસ્તવ્યમવશસ્ય મે । हहाऽशुचिरसास्वादः, कर्तव्यो मयका मुहुः ।।६।। हहा हा ! जठराङ्गार- शकटीपाकसम्भवम् । मया दुखं विसोढव्यं, बद्धेन निजकर्मणा ॥७॥ रतेरिव निधानानि, क्व नास्ताः सुरयोषितः । વાશુચિસ્વનવીમત્તા, મોહવ્યા નરયોષિતઃ ।।૮।।" હા પ્રિયાઓ ! હા વિમાનો ! હા વાવડીઓ ! હા સુરકુમો ! હવે મારે તમને કાં જોવાં ? કારણ કે હણાઈ ગયેલું દૈવ, મારાથી તમારો વિયોગ કરાવે છે. ખરેખર મારી કાંતાનું સ્મિત એ સુધાની વૃષ્ટિ છે !બિંબાધર એ પણ સુધા છે અને વાણી સુધાવર્ષિણી છે અર્થાત્ મારી કાંતા એ સુધામય જ છે ! હા રત્નઘટિત સ્તંભો ! હા શ્રીમત્મણિ કુટ્ટિમ ! હા રત્નમયી વેદિકાઓ ! તમે હવે કોના આશ્રયે જશો ? હા રત્નમય સોપાનોથી વ્યાપ્ત અને કમલ તથા ઉત્પલથી માલિત એવી આ પૂર્ણ વાપીઓ કોના ઉપભોગને માટે થશે ? : હે પારિજાત ! હે મંદાર ! હે સંતાન ! હે હરિચંદન ! હે કલ્પદ્રુમ ! શું તમે બધાય આ જનને (મને) મૂકી જ દેશો ? હા હા અવશ એવા મારે સ્ત્રીગર્ભરૂપ નરકમાં વસવાનું ? હા હા મારે વારંવાર અશુચિરસનો આસ્વાદ કરવાનો ! 1408 Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૩ : દેવગતિનાં દારુણ દુઃખો - 93 હા હા મારે, મારાં પોતાનાં બાંધેલાં કર્મોના પ્રતાપે જઠરરૂપી અંગારાની ગાડીના પાકથી ઉત્પન્ન થતા દુઃખને સહન કરવાનું ! હા હા, રતિના નિધાનસમી તે તે દેવાંગનાઓ ભોગવવી એ ક્યાં અને અશ્િચનાં ઝરણાંથી બીભત્સ એવી મનુષ્યસ્ત્રીઓને ભોગવવી એ ક્યાં ? આ પ્રમાણે દેવલોકની વસ્તુઓનું સ્મરણ કરી કરીને કારમો વિલાપ કરતા દેવો, દીપક જેમ બુઝાઈ જાય તેમ એક ક્ષણની અંદર આવી જાય છે. 1409 આ વર્ણન ઉપરથી સૌ કોઈ સમજી શકશે કે સુખરૂપ ગણાતી દેવગતિમાં પણ સુખ નથી કિંતુ દુઃખનું જ સામ્રાજ્ય છે, એટલે સંસારમાં એવું કોઈ પણ સ્થાન નથી કે જ્યાં દુઃખના લેશ વિનાનું, સંપૂર્ણ અને શાશ્વત સુખ હોય; એ જ કારણે ઉપકારીઓ આ સંસારને દુઃખમય, દુ:ખફલક અને દુઃખ ૫રં૫૨ક તરીકે ઓળખાવે છે. સંસાર દુ:ખમય, દુઃખફલક અને દુઃખ૫૨૫૨ક છે એ જ કારણે સંસારભાવનાનો ઉપસંહાર કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે - “ एवं नास्ति सुखं चतुर्गतिजुषामप्यत्र संसारिणां, दुःखं केवलमेव मानसमथो शारीरमत्यायतम् । ज्ञात्वैवं ममतानिरासविधये ध्यायन्तु शुद्धाशया, अश्रान्तं भवभावनां भवभयच्छेदोन्मुखत्वं यदि । । १ । । " શુદ્ધ આશયને ધરનારા ભવ્ય આત્માઓ ! જો તમે ભવભયનો ઉચ્છેદ કરવા માટે ઉજમાળ હો તો ‘અમે કહી આવ્યા તે પ્રમાણે ચારે ગતિને ભજનારા સંસારી આત્માઓને આ સંસારમાં સુખ નથી પણ કેવલ માનસિક અને શારીરિક અતિશય દુઃખ જ છે.' એ પ્રમાણે જાણીને પૌદ્ગલિક પદાર્થ માત્ર પ્રત્યેની મમતાનો નાશ કરવા માટે અશ્રાંતપણે ભવ-ભાવનાને ભાવો. ૩૨૩ આ પ્રમાણે આપણે ટીકાકાર પરમર્ષિ અને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં સંસારની દુઃખમયતા જોઈ આવ્યા અને સૂત્રકા૨ ૫૨મર્ષિ સંસારવર્તી પ્રાણીઓના કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરતાં શું શું ફરમાવે છે એ હવે પછી - Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : ભાવઅંધકાર અને દુર્ગતિના દારુણ વિપાકો : 94 અંધતા અને અંધકાર : ભાવઅંધતાનું કારમું પરિણામ : અંધકારથી બચવાનો ઉપાય : વિષય : અંધના પ્રકારો : વ્યઅંધતા-ભાવઅંધતા - ચતુર્ગતિનાં દુ:ખોનું ઉપમિતિકારના શબ્દોમાં વર્ણન. કર્મવિપાકની ગરિષ્ઠતાનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિએ ચારે ગતિના જીવોના દુઃખાદિનું વર્ણન કર્યું. તેના જ સંબંધમાં પ્રવચનકારશ્રીજીએ યોગશાસ્ત્રના આધારે એ જ વસ્તુને પૂર્વના પ્રવચનોમાં વિશદ રીતે સ્પષ્ટ કરી. ત્યારબાદ પ્રભુ શ્રી મહાવીર પરમાત્માએ જે અંધ જીવોની વાત કરી છે, તેને જ સ્પષ્ટ કરવા માટે ટીકાકા૨શ્રીજીએ રચેલ ટીકાના આધારે વધુ સરળતાથી સમજાવવા પ્રવચનકારશ્રીજી જણાવે છે કે, ‘દ્રવ્યઅંધતા કરતાં ય ભાવઅંધતા એ અતિભયાનક છે.' એવા ભાવાંધ જીવો ભાવઅંધકારમાં અથડાયા કરે છે અને તેના કારણે ચારે ગતિમાં તેઓની કેવી કફોડી દશા થાય છે તેનું આબાદ ચિત્રણ ઉપમિતિકારશ્રી સિદ્ધર્ષિ ગણિવરશ્રીના રોચક શબ્દોના આધારે અત્રે કરાયું છે. ‘ભાવઅંધતાનો ત્યાગ ક૨વા ઈચ્છુક આત્માએ કાં તો સંપૂર્ણ વિવેકરૂપી ભાવચક્ષુ પ્રાપ્ત કરવી જોઈએ કાં તો વિવેકસંપન્ન મહાપુરુષોની નિશ્રારૂપ ભાવચક્ષુ પ્રાપ્ત કરવી જોઈએ.' એ આ પ્રવચનનો સાર છે. સુવાક્યામૃત દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણી જ કારમી છે. ♦ ભાવઅંધતા એટલે વિવેકનો અભાવ અથવા તો વિવેકસંપન્ન મહાપુરુષોની નિશ્રાનો અભાવ. ♦ સંપૂર્ણ વિવેકરૂપ ભાવચક્ષુ પ્રગટ ન થાય ત્યાં સુધી વિવેકસંપન્ન બનેલા મહાપુરુષોની નિશ્રારૂપ ભાવચક્ષુની સેવા કલ્યાણના અર્થી આત્મા માટે અતિશય આવશ્યક છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભાવઅંધકાર અને દુર્ગતિના દારુણ વિપાકો : અંધતા અને અંધકાર : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન કરવાના હેતુથી રં સુખદાદા તer” તે યથાવસ્થિત કર્મવિપાકને યથાસ્તિતપણે જ આવેદન કરતા મને હે ભવ્યો ! તમે સાંભળો આ પ્રમાણે ફરમાવીને પુનઃ પણ કર્મવિપાકની ગરિષ્ઠતાનું જે પ્રતિપાદન કર્યું છે તે અને તેની વ્યાખ્યા કરવા પૂર્વે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, સંસારની ચારેય ગતિઓની દુઃખમયતા વર્ણવી એ આપણે જોઈ આવ્યા. ચારે ગતિના જીવોની દુઃખદ દશાનું વર્ણન કર્યા બાદ “ સુદ નહીં તદા” પછીના બીજા સ્ત્રાવયવોની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે - "तदेवं चतुर्गतिपतिताः संसारिणो नानारूपं कर्मविपाकमनुभवन्तीत्येतदेव सूत्रेण दर्शयत्राह-" સંસારવર્તી પ્રાણીઓ, ચારે ગતિઓમાં પરિભ્રમણ કરતાં અનેક પ્રકારની વેદનાઓનો અનુભવ કરે છે તે કારણથી “ઉપર વર્ણવી ગયા તે પ્રમાણે કર્મની વિવશતાથી ચાર ગતિમાં પડેલાં સંસારી પ્રાણીઓ વિવિધ પ્રકારના કર્મવિપાકને અનુભવે છે. એ પ્રમાણે એ જ વસ્તુને સૂત્રકાર પરમર્ષિ, સૂત્ર દ્વારા દર્શાવવા માટે ફરમાવે છે કે - તિ પUT ગંધા ત વિવાદિયા” “ત્તિ' વિઇને પ્રા:' પ્રતિઃ “ઝાદ' ચક્ષુરિજિવિતા માવા ગર सद्विवेकनिकलाः 'तमसि' अन्धकारे नरकगत्यादौ भावान्धकारे ऽपि मिथ्यात्वाविरतिप्रमादकषायादिके कर्मविपाकापादिते व्यवस्थिता व्याख्याताः" વિશ્વમાં બે પ્રકારનાં અંધ પ્રાણીઓ વર્તે છે - એક “ચક્ષુ ઇંદ્રિયથી રહિત અને બીજા સવિવેકથી રહિત અને એ બન્ને પ્રકારના જીવો, કર્મના વિપાકથી Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૫ – 1412 આપાદિત કરેલા બે પ્રકારના - એક “નરકગતિ આદિરૂપ અંધકાર અને બીજા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, અને કષાય આદિરૂપ ભાવઅંધકારમાં પણ રહેલા છે એમ અનંતજ્ઞાની શ્રી તીર્થંકરદેવોએ ફરમાવેલું છે. આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે અંધતા બે પ્રકારની છે. એક અંધતા ચક્ષુના અભાવની છે ત્યારે બીજી અંધતા સવિવેકના અભાવની છે. એકેંદ્રિય, બેઇંદ્રિય અને તે ઇંદ્રિય જીવો બન્ને પ્રકારે અંધ છે કારણ કે તેઓમાં નથી ચક્ષનો સદૂભાવ કે નથી તો સવિવેકનો સદૂભાવ. તે સિવાયના આત્માઓમાં ચક્ષુનો સદ્ભાવ હોવા છતાં પણ અપવાદ બાદ કરતાં સવિવેકનો અભાવ હોવાથી અંધતા ઠાંસી ઠાંસીને ભરી છે. દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણી જ કારમી છે. આખાયે સંસારની અથડામણ એ ભાવઅંધતાને આભારી છે. એ ભાવઅંધતાના પનારે પડેલા આત્માએ પુણ્યયોગે પ્રાપ્ત થયેલી ચક્ષુનો પણ સદુપયોગ નથી કરી શકતા. અંધતાની માફક અંધકાર પણ દ્રવ્ય અને ભાવ બે પ્રકારનો છે અને એમાં પણ દ્રવ્યઅંધકાર કરતાં ભાવઅંધકાર કારમો છે. ભાવઅંધતાનું કારમું પરિણામ : દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણી જ કારમી છે એમાં લેશ પણ શંકા નથી. ભાવઅંધતા એટલે બીજું કશું જ નહિ પણ એક સર્વિવેકનો અભાવ જ. એ સવિવેક સર્વમાં નથી હોઈ શકતો એ કારણે સદ્વિવેક જે આત્માઓમાં ન હોય તે આત્માઓએ સવિવેકથી વિભૂષિત આત્માના સહવાસમાં રહેવું એમ ઉપકારીઓ ફરમાવે છે; કારણ કે એથી પણ આત્મા ઉન્માર્ગે જતાં અને ભાવઅંધતાના કારમા પરિણામથી બચી જાય છે. ઉપકારીઓ સદાયવિવેકરૂપી ચક્ષુની આગળ બાહ્ય ચક્ષુની કશી જ કિંમત નથી આંકતા : એ જ કારણે બેય પ્રકારની સવિવેકરૂપ ચક્ષુથી રહિત બનેલા આત્માઓની દયા ચિંતવે છે. એ દયા ચિંતવતાં ઉપકારીઓ ફરમાવે છે કે – “ દિવસુતં સદનો વિવેશस्तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् । एतद्द्वयं भुवि न यस्य स तत्त्वतोऽन्ध - તાપમાનને રાજુ સોડપરાધ ? ” ખરેખર એક નિર્મલ ચક્ષુ સ્વાભાવિક વિવેક છે અને બીજી નિર્મલ ચક્ષુ Page #343 -------------------------------------------------------------------------- ________________ 1413 ૨૪ : ભાવઅંધકાર અને દુર્ગતિના દારુણ વિપાકો 94 સદ્વિવેકથી વિભૂષિત મહાપુરુષોની સાથે સારી રીતે વસવું તે છે. આ બેય પ્રકારની ભાવચક્ષુ, ભૂમિ ઉપર જેને નથી તે તત્ત્વથી અંધ છેઃ તેવો ભાવથી અંધ બનેલો આત્મા ઉન્માર્ગે ચાલે એમાં તેનો અપરાધ શો છે ? અર્થાત્ એ બેય પ્રકારની ભાવચક્ષુથી રહિત બનેલા એ જ કારણે ભાવઅંધતાથી આથડતા એવા તે આત્માઓ ઉન્માર્ગે ચાલે એમાં ખરેખર તેઓનો કશો જ અપરાધ નથી એટલે કે એવી જાતનો અપરાધ થઈ જવો એ તે આત્માઓ માટે તદ્દન સ્વાભાવિક જ છે. ઉપકારીઓના આ કથનથી સ્પષ્ટપણે સમજી શકાય તેવું છે કે ભાવઅંધતાનું પરિણામ ઘણું જ ભયંકર છે. આ સંસારની શાશ્વત સ્થિતિ પણ ભાવઅંધતામાં ફસાયેલા આત્માઓને જ આભારી છે; કારણ કે એ ભાવઅંધતામાં ફસેલા આત્માઓ જ નરકાદિ ગતિઓને ભરી રાખે છે અને મિથ્યાત્વાદિરૂપ ભાવ અંધકારમાં અથડાયા કરે છે. ૩૨૭ ભાવઅંધતાના પ્રતાપે ભાવઅંધકારમાં આથડી રહેલા આત્માઓની દશા કેવા પ્રકારની થાય છે એનું પ્રતિપાદન કરતાં ૫૨મોપકારી શ્રી સિદ્ધર્ષિગણિવર, શ્રી ઉપમિતિભવ પ્રપંચકથામાં ફરમાવે છે કે - " न जानीते कार्याकार्यविचारं, न लक्षयति भक्ष्याभक्ष्यविशेषं, न कलयति पेयापेयस्वरूपं, नावबुध्यते हेयोपादेयविभागं, नावगच्छति स्वपरयोर्गुणदोषनिमित्तमपीति; ततोऽसौ कुतर्क श्रान्तचित्तश्चिन्तयति नास्ति परलोको, न विद्यते कुशलाकुशलकर्म्मणां फलं, न संभवति खल्वयमात्मा, नोपपद्यते सर्वज्ञः, न घटते तदुपदिष्टो मोक्षमार्ग इति; ततोऽसावतत्त्वाभिनिविष्टचित्तो हिनस्ति प्राणिनो, भाषतेऽलीकमादत्ते परधनं, रमते मैथुने परदारेषु वा, गृह्णाति परिग्रहं न करोति चेच्छापरिमाणं, भक्षयति मांसमास्वादयति मद्यं, न गृह्णाति सदुपदेशं, प्रकाशयति कुमार्ग, निन्दति वन्दनीयान्, वन्दतेऽवन्दनीयान् गच्छति स्वपरयोर्गुणदोषनिमित्तमिति वदति परावर्णवादमाचरति समस्तपातकानीति । ततो बध्नाति निबिडं भूरिकर्मजालं, पतत्येष जीवो नरकेषु, तत्र च पतितः पच्यते कुम्भीपाकेन, विपाट्यते क्रकचपाटनेन, आरोह्यते वज्रकण्टकाकुलासु शाल्मलीषु, पाय्यते सन्दंशकैर्मुखं विस्तृत्य कलकलायमानं तप्तं त्रषु, भक्ष्यन्ते निजमांसानि भृज्ज्यन्तेऽत्यन्तसन्तप्तभ्राष्ट्रेषु, पूयवसारुधिरक्लेदमूत्रान्त्रकलुषां वैतरणी, छिद्यतेऽसिपत्रवनेषु स्वपापभरप्रेरितैः परमाधार्मिकसुरैरिति तथा समस्तपुद्गलराशिभक्षणेऽपि नोपशाम्यति बुभुक्षा निशेषजलधिपानेऽपि नापगच्छति तर्ष, अभिभूयते शीतवेदनया, कदर्थ्यते तापातिरेकेण, Page #344 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫ तथोदीरयन्ति च तदन्यनारका नानाकाराणि दुःखानि ततश्चायं जीवो गाढतापानुगतो हा मातर्हा नाथायध्वं त्रायध्वमिति विक्लवमाक्रोशति, न चास्य तत्र गात्रत्रायकः कश्चिद्विद्यते । ૩૨૮ कथञ्चित्तिर्णोऽपि नरकाद्विबाध्यते तिर्यक्षु वर्तमानः, कथम् ? वाह्यते भारं, कुट्यते लकुटादिभिः, छिद्यन्तेऽस्य कर्णपुच्छादयः, खाद्यते कृमिजालैः सहते बुभुक्षां, म्रियते पिपासया, तुद्यते नानाकारयातनाभिरिति । ततः कथञ्चिदवाप्तमनुष्यभावोऽप्येष जीवः पीड्यत एव दुःखैः, कथम् ? तदुच्यतेक्लेशयन्त्यनन्तरोगव्राताः, जर्जरयन्ति जराविकाराः, दोदूयन्ते दुर्जनाः, विह्वलयन्तीष्टवियोगाः, परिवेदयन्त्यनिष्टसंप्रयोगाः, विसंस्थलयन्ति धनहरणानि, आकुलयन् स्वजनमरणानि । विह्वलयन्ति नानाऽध्यसनानीति । तथा कथञ्चिल्लब्धविबुधजन्माप्येष जीवो ग्रस्यत एव नानावेदनाभि, तथाहि आज्ञाप्यते विवशः शक्रादिभिः खिद्यते परोत्कर्षदर्शनेन जीर्यते प्राग्भवकृतप्रमादस्मरणेन दन्दह्यतेऽस्वाधीनामरसुन्दरीप्रार्थनेन, शल्यते तन्निदानचिन्तनेन, निन्द्यते महद्धिकदेववृन्देन, विलपत्यात्मच्यवनदर्शनेन, आक्रन्दति गाढप्राप्तासन्नमृत्युः पतति समस्ताशुचिनिदाने, શર્મજન્મત્તે ।" 1 ' જે આત્મામાં સાજિક વિવેકનો અભાવ હોય છે અથવા તો જે આત્મા સુંદર વિવેકને ધરાવનારા મહાપુરુષોની નિશ્રામાં નથી રહેતો તે આત્મા ભાવથી અંધતાનો ઉપાસક હોવાના કારણે - કાર્ય કે અકાર્યના વિચારને જાણતો નથી, ભક્ષ્ય અને અભક્ષ્યના વિશેષને જોઈ શકતો નથી, પેય અને અપેયના સ્વરૂપને કળી શકતો નથી, હેય અને ઉપાદેયના વિભાગને જાણી શકતો નથી અને સ્વપરના ગુણદોષનું નિમિત્ત શું છે એ પણ જાણતો નથી. 1414 તે કારણે કુતર્કથી શ્રાંત ચિત્તવાળો બની ગયેલો એ આત્મા વિચારે છે કે – ‘પરલોક નથી, કુશલ કર્મો કે અકુશલ કર્મો એટલે પુણ્યકર્મો કે પાપકર્મોનું ફળ વિદ્યમાન નથી, ખરેખર આ આત્મા પણ યુક્તિથી ઉપપન્ન નથી, સર્વજ્ઞ હોય એ પણ સંભવિત નથી અને સર્વજ્ઞે ઉપદેશેલો મોક્ષમાર્ગ પણ ઘટી શકતો નથી.’ એવા એવા વિચારોના પરિણામે અવિવેકી અગર વિવેકીની નિશ્રા વિનાનો આત્મા, અતત્ત્વોમાં અભિનિવિષ્ટ ચિત્તવાળો બની જાય છે Page #345 -------------------------------------------------------------------------- ________________ 1415 - ૨૪: ભાવઅંધકાર અને દુર્ગતિના દારુણ વિપાકો – 94 – ૩૨૯ એટલે કે આત્મા આદિ તત્ત્વને માનનારો નથી રહેતો એના પરિણામે - એવો આત્મા પ્રાણીઓની હિંસા કરે છે, અસત્ય ભાષણ કરે છે, પારકાના ધનને ગ્રહણ કરે છે એટલે કે ચોરી કરે છે, મૈથુનમાં અથવા તો પરદારાઓમાં રમે છે એટલે કે અબ્રહ્મચારી અથવા તો વ્યભિચારી બને છે, પરિગ્રહને ગ્રહણ કરે છે, ઇચ્છાના પરિમાણને નથી કરતો એટલે કે અસંતોષને તજી સંતોષને ધરનારો નથી બનતો, માંસનું ભક્ષણ કરે છે, મદ્યનો આસ્વાદ કરે છે, સદુપદેશનો સ્વીકાર કરતો નથી, કમાર્ગને પ્રકાશિત કરે છે, વંદનીય પુરુષોની નિંદા કરે છે, અવંદનીય આત્માઓને વંદન કરે છે, સ્વપરના ગુણદોષના નિમિત્તને પામે છે એટલે ગુણ થાય તો પોતાને નિમિત્ત માને છે અને દોષ થાય તો પરને નિમિત્ત તરીકે કહ્યું છે, એ જ કારણે પરના અવર્ણવાદને બોલે છે અને સઘળાંય પાપોનું આચરણ કરે છે. એ સઘળાય પાપકર્મોના પ્રતાપે એ જીવ ગાઢ એવાં ઘણાં ઘણાં કર્મોની જાળને બાંધે છે અને એ ગાઢ કર્મબંધના યોગે એ જીવ નરકમાં પડે છે. નરકમાં પડેલા એ જીવને, તેનાં પોતાનાં જ પાપકર્મોના સમૂહથી પ્રેરાયેલા પરમાધાર્મિક સુરો કુંભી પાક દ્વારા પકાવે છે, કરવત દ્વારા વહેરે છે, વજકંટકોથી વ્યાપ્ત એવાં શાલ્મલી વૃક્ષો ઉપર આરોહણ કરાવે છે, સાણસાઓથી મુખને ફાડીને કલકલાયમાન થાય તેવી રીતના તપાવેલા સીસાનું પાન કરાવે છે, તેનાં પોતાનાં જ અંગોના માંસનું ભક્ષણ કરાવે છે, અત્યંત સંતપ્ત ભઠ્ઠીઓમાં ભૂંજે છે, રસી, ચરબી રુધિર મળમૂત્ર અને આંતરડાંથી કલુષિત બનેલી વૈતરણી નદીમાં તરાવે છે અને તલવાર જેવાં પત્રવાળાં વૃક્ષોથી ભરપૂર એવાં વનોમાં લઈ જઈને એ પત્રો દ્વારા તેના ખંડ ખંડ કરી નાખે છે. આ પ્રકારની પરમધાર્મિક સુરો દ્વારા કરાતી અનેક પ્રકારની પીડાઓનો ભોગવટો કરતા એ જીવને સુધા, તૃષા, ટાઢ અને તાપની પીડા પણ ઘણી જ હોય છે. એ જીવની ક્ષુધા સઘળા પુલોની રાશિનું ભક્ષણ કરવા છતાં પણ ન શમે તેવી હોય છે, એ જીવને તરસ પણ એવી લાગે છે કે સઘળા સાગરોના પાણીનું પાન કરવાથી પણ નાશ ન પામે. શીતવેદનાથી એ જીવ પીડાય છે અને તાપના અતિરેકથી એ જીવ કદર્થના પામે છે તથા તેનાથી અન્ય નારકીઓ પણ તેના ઉપર અનેક પ્રકારનાં દુઃખોની Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ ઉદીરણા કરે છે : અર્થાત્ નરકમાં પડેલો એ જીવ પરમાધાર્મિક સુરોથી કરાતી અને ક્ષેત્રના પ્રતાપે ઉત્પન્ન થતી અનેક વેદનાઓને ભોગવે છે તેની સાથે ત્યાં પોતાની સાથે રહેલા અન્ય નરકના જીવો દ્વારા કરાતી વેદનાઓ પણ તેને ભોગવવી પડે છે. એ સઘળીય પીડાઓના પ્રતાપે ગાઢ તાપને આધીન થયેલો એ જીવ ‘હા માતા ! હા નાથ ! તમે રક્ષણ કરો રક્ષણ કરો' - આ પ્રમાણે દીનપણે આક્રોશ કરે છે પણ ત્યાં તેનાં ગાત્રોની રક્ષા કરનાર કોઈપણ વિદ્યમાન હોતું નથી આથી એ આત્માને તે નરકમાં મને કે કમને ત્રણે પ્રકારની અનેક કારમી વેદનાઓ ભોગવવી જ પડે છે. વળી કોઈ પણ રીતે કારમી ન૨કગતિમાંથી એ જીવ બહાર નીકળે છે તો ત્યાંથી નીકળીને તે બિચારો પોતાનાં પાપકર્મોના પ્રતાપે તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ તેને અનેક પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે. તિર્યંચગતિમાં તેને ભાર વહન કરવો પડે છે અને લકુટ આદિથી કુટાવું પડે છે. એ ગતિમાં એ બિચારાનાં કાન અને પૂંછડું વગેરે છેદાય છે, એ બિચારાને કૃમિનાં જાળાં ખાય છે, એ બિચારો ભૂખને સહન કરે છે, એ બિચારો તરસથી મરે છે અને અનેક પ્રકારની તીવ્ર વેદનાઓથી એ બિચારો પીડાય છે. અને તિર્યંચગતિના ત્રાસથી છૂટીને કોઈપણ રીતે મનુષ્યભવને પણ પામેલો એ જીવ, પોતાનાં તીવ્ર પાપોના પ્રતાપે મનુષ્યભવમાં પણ દુઃખોથી પીડાય જ છે. મનુષ્યભવમાં પણ એ આત્માને અનેક રોગોના સમૂહો કલેશ પમાડે છે, વૃદ્ધાવસ્થાના વિકારો જર્જરિત કરી નાખે છે. દુર્જન લોકો ઘણી ઘણી રીતે દુઃખી કરે છે, ઇષ્ટના વિયોગો વિલ કરે છે, અનિષ્ટના સંપ્રયોગો શોક કરાવે છે, ધનહરણો એટલે લૂંટારાઓ તેના ધનને ઉઠાવી જઈને તેને દીન હીન બનાવી દે છે, સ્વજનોનાં મરણો તેને આકુળવ્યાકુળ કરી નાખે છે અને અનેક પ્રકારના અધ્યવસાયો તેને વિલ બનાવી દે છે. તથા એ જીવ કોઈ પણ રીતે દેવજન્મને પામે તો તે જન્મમાં પણ એ બિચારો વિવિધ પ્રકારની વેદનાઓથી ગ્રસિત થાય છે જ. દેવલોકમાં પણ પરવશ બનેલા એ આત્માને શક્ર આદિની આજ્ઞાઓ ઉઠાવવી પડે છે, પારકાના ઉત્કર્ષનું દર્શન કરવાથી તેને ઘણો જ ખેદ થયા કરે છે, 1416 Page #347 -------------------------------------------------------------------------- ________________ 1417 - ૨૪ : ભાવઅંધકાર અને દુર્ગતિના દારુણ વિપાકો – 94 –– ૩૩૧ ઇચ્છિત વસ્તુ નહિ મળવામાં કારણ તરીકે પૂર્વજન્મમાં કરેલા પ્રમાદના સ્મરણથી પણ તે પીડાય છે, અસ્વાધીન એવી અમર સુંદરીઓની પ્રાર્થનાથી એટલે જે અમર સુંદરીઓ પોતાને વશ થાય તેવી ન હોય તેઓને કરેલી પ્રાર્થનામાં મળેલી નાસીપાસીથી અથવા પ્રાર્થના કરતી અમર સુંદરીઓની ઇચ્છાને પૂર્ણ કરવાની શક્તિ ન હોવાના કારણથી તેને અંતરમાં ને અંતરમાં ઘણું જ બળ્યા કરવું પડે છે, ઇચ્છિત નહિ થવાના નિદાનની ચિંતાથી સદાય તેના હૃદયમાં શલ્ય રહ્યા જ કરે છે, અલ્પ ઋદ્ધિવાળો હોવાથી તે મોટી ઋદ્ધિવાળા દેવોના સમુદાયથી નિંદાયા કરે છે, પોતાના ચ્યવનના દર્શનથી તે વિલાપ કરે છે અને અતિશય નજીક આવી ગયું છે મૃત્યુ જેનું એવો તે આક્રંદ કરે છે તથા સઘળી જ અશુચિના સ્થાનભૂત ગર્ભના કલ્મલમાં ત્યાંથી ચવીને તે પડે છે. અંધકારથી બચવાના ઉપાય : ભાવઅંધતાનું આ કારમું પરિણામ વિચારવાથી સમજી શકાશે કે આખાયે આ સંસારનું મૂળ કારણ જ એ ભાવઅંધતા છે. એ ભાવઅંધતા જ આત્માને ઉભય પ્રકારના અંધકારમાં પટકે છે. ભાવઅંધતાના પરિણામે ઉભય પ્રકારના અંધકારમાં પટકાયેલા આત્માઓની કેવી દશા થાય છે એ આપણે શ્રી સિદ્ધર્ષિ ગણિવરના કથનથી સારી રીતે જોયું. ‘ભાવઅંધતા એટલે વિવેકનો અભાવ અથવા તો વિવેકસંપન્ન મહાપુરુષોની નિશ્રાનો અભાવ.' વિવેક કે વિવેકી મહાપુરુષોની નિશ્રાના અભાવરૂપ ભાવઅંધતામાં પડેલા આત્માઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવઅંધકારમાં કેવી રીતે ફસાય છે અને એના પરિણામે નરકગતિ' આદિ દ્રવ્ય અંધકારમાં એની શી દશા થાય છે એનો ખ્યાલ આપણને પરમ ઉપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર આ કથન દ્વારા સારામાં સારી રીતે સમર્પો છે. જો એ ઉભય પ્રકારના અંધકારમાં આથડવાની ઈચ્છા આપણી ન હોય તો આપણી ફરજ છે કે આપણે અનંત ઉપકારીઓના શાસનની સુંદરમાં સુંદર સેવા કરવા દ્વારા સવિવેકરૂપી ભાવચક્ષુ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ અને જ્યાં સુધી એ ભાવચક્ષુની પ્રાપ્તિ આપણને ન થાય ત્યાં સુધી એ એકાંત ઉપકારક પ્રભુશાસનના સારને પામવાથી પરમ વિવેકસંપન્ન બનેલા પુણ્યપુરુષોની નિશ્રામાં રહેવારૂપ જે ભાવચક્ષુ તેનો આપણે કદી પણ ત્યાગ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ --- 1418 કરવો જોઈએ નહિ. સંપૂર્ણ વિવેકરૂપ ભાવચક્ષુ પ્રગટ ન થાય ત્યાં સુધી વિવેકસંપન્ન બનેલા પુણ્યપુરુષોની નિશ્રારૂપ ભાવચક્ષુની સેવા કલ્યાણના અર્થી આત્મા માટે અતિશય આવશ્યક છે; એ કારણે તો પરમ કારણિક શ્રી જિનેશ્વરદેવોએ અગીતાર્થ કે અગીતાર્થની નિશ્રાના વિહારની પણ મના ફરમાવી છે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની એ આજ્ઞાનું યથાસ્થિત પાલન કરનારા પુણ્યાત્માઓ મિથ્યાત્વ આદિ ભાવઅંધકારથી બચી જાય છે અને એના પ્રતાપે તેઓને નરકગતિ' આદિરૂપ દ્રવ્યઅંધકારમાં આથડવું પડતું નથી. ભાવઅંધકારરૂપ મિથ્યાત્વ આદિનું સ્વરૂપ પણ ભિન્ન ભિન્ન રીતે જાણવાની જરૂર છે અને તે હવે પછી – (શ્રી આચારાંગ સૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો) ભાગ-૫ સમાપ્ત Page #349 -------------------------------------------------------------------------- ________________ સન્માર્ગ પ્રકાશનની શ્રુતસેવાનો આછેરો આલેખ પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા ૧. સુખની ચાવી ૨. ઇષ્ટપ્રાપ્તિના ઉપાયો ૩. સંતોષ એટલે શું ? ૪. યુવાનીની સફળતા ૫. ઊગતી પ્રજાના ઘડવૈયાઓને ૬. માનવનું કર્તવ્ય ૭. માનવજીવનની સાર્થકતા ૮. જીવનમાં ધર્મની જરૂર ૯. ધર્મનું રહસ્ય ૧૦. સફળતાનો માર્ગ ૧૧. જૈન ધર્મની આછેરી ઝલક ૧૨. સિદ્ધિસાધક સાધના ૧૩. બ્રહ્મચર્ય ૧૪. મમતા ૧૫. આંધળાને આરસી (મોદીની વાર્તા) ૧૬. અરિહંત થનારા આત્માઓ શ્રી થન્ના સાર્થવાહ અને શ્રી નયસાર ૧૭. રાજર્ષિ કુમારપાળ ૧૮. અણુમાંથી મેરુ (શ્રી શાલિભદ્ર) ૧૯. મેરુમાંથી અણુ (શ્રી ઝાંઝરિયા મુનિવર) ૨૦. ઢળતા સૂરજનો સોનેરી પ્રકાશ-૧ ૨૧. ઢળતા સૂરજનો સોનેરી પ્રકાશ-૨ ૨૨. જીવ અને જગત ૨૩. પ્રગતિનાં મંડાણ ૨૪. વિશ્વધર્મ ૨૫. ભાવના એક રસાયણ ૨૬. ચાંપો વાણિયો ૨૭. પાત્ર સુવર્ણનું પાન સુરાનું ૨૮. સુખ અને સુખનો માર્ગ ૨૯. સાચું સુખ ક્યાં ? ૩૦. સંસાર અસાર છે. ૩૧. મહાત્મા ઈલાતીપુત્ર ૩૨. એકમાત્ર શરણ ૩૩. મૃત્યુ બને મંગળ ૩૪. અઢાર સદાચાર ૩૫. રોહગુપ્ત અને સિદ્ધસેન ૩૬. જૈનધર્મ એટલે સો ટચનું સોનું ૩૭. સ્યાદ્વાદ ૩૮. ૩૯. જૈનશાસન એક અરીસો આત્મા અને મોક્ષ ૪૦. રાજા વસુ ૪૧. જયવંતી જિનાજ્ઞા ૪૨. અસ્પૃશ્યતા અને શ્રી જૈનશાસન ૪૩. વિનય, માતા-પિતાનો આત્મસેવા ૪૪. ૪૫. ૪૬. ૪૭. ૪૮. લોકપ્રિયતા ૪૯. શેઠ સુદર્શન ૫૦. સદાચાર કામના અને સિદ્ધિ પ્રગતિની દિશા ઉન્નતિના ઉપાયો ૫૧. ઉદારતા પર. લોકાપવાદ પ૩. દશ દૃષ્ટાંતે દુર્લભ માનવજન્મ ૫૪. સાચો ઝવેરી ૫૫. ગુરુવચનનો મહિમા ૫૬. તેર આંતરશત્રુઓ ૫૭. વિધિમાર્ગની સ્થાપના ૫૮. બીજાનું કરી છૂટો ! ૫૯. વાણીનો વપરાશ ૬૦. દુઃખમાં દીન ન બનો ! સુખમાં લીન ન બનો ! ૬૧. આવક-જાવકના સાચા-ખોટા માર્ગો Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૨. સાત વ્યસન ૯૫. સાચી ઉદારતા ૧૩. માંસ : આહાર કે સંહાર ૯૬. આત્માની ઉન્નતિ ૧૪. જિનપૂજા અને તેનું ફળ ૯૭. સર્વકળામાં શ્રેષ્ઠ ધર્મકળા ઉ૫. શ્રેષ્ઠીપુત્ર સુજાત ૯૮. સાધનામાં બાધક-પૂર્વગ્રહ ઉક. સાધ્ય અને સાધન ૯૯. પ્રશસ્ત-અપ્રશસ્તનો વિવેક ક૭. ધર્મમાં ભાવની અનિવાર્યતા ૧૦૦. કષાયોનો સાચો ઉપયોગ ૧૮. શ્રદ્ધાદીપ ૧૦૧. મહાભિનિષ્ક્રમણ કરતાં પૂર્વે ૬૯. ધાર્મિક શિક્ષણ અને પાઠશાળા ૧૦૨. નિમિત્તોની અસર ૭૦. સાધર્મિક વાત્સલ્ય ૭૧. જૈનત્ત્વની સફળતાનો પાયો ૧૦૩. શાસ્ત્રરચનાનો શુભાશય ૭૨. સાધુધર્મ અને ગૃહસ્થધર્મ ૧૦૪. શ્રી જિનેશ્વરદેવની ચાર આશાઓ ૭૩. શ્રમણ જીવનની શ્રેષ્ઠતા ૧૦૫. જૈન કહો ક્યું હોવે ? ૭૪. જૈન દીક્ષા માટે સ્વજનોની સંમતિ ૧૦૬. આજ્ઞાનો આદર આવશ્યક ખરી ? ૧૦૭. ધર્મયોવન અને વલ્કલગીરી ૭૫. જેન દીક્ષા અંગે પત્રકારોનું વલણ ૧૦૮. ગૌતમ નામે નવે નિધાન ૭૭. જગતનું જવાહર જૈનાચાર્ય ૧૦૯. ભગવાને ભાખ્યા ભાવિના લેખ ૭૭. મુક્તિનું ધ્યેય : સાચું શ્રેય ? ૧૧૦. સમ્યગ્દર્શન ૭૮. રત્નત્રયીરૂપ તીર્થ કિંમત : કોઈપણ એક પુસ્તક રૂ. ૭/૭૯. સૌને ગમતા સુખનું મૂળ એક વર્ષનો સેટ રૂ. ૧૨પ-૦૦, પૂરા ૮૦. સાચો શિષ્ય “અંગર્ષિ” ૮૧. શ્વેતાંબર અને દિગંબર એકસો આઠ પુસ્તકોનો સેટ રૂ.૧૨૫/વચ્ચેનો તફાવત ૧૩૧. રામાયણનો રસાસ્વાદ રૂ.૭૫ ૮૨. પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ? |૧૩૨. શ્રી જૈન શાસનની મિલકત રૂ.૨૦ ૮૩. તારનાર પણ તારે કોને ? ૧૩૩. આત્માની ત્રણ અવસ્થાઓ રૂ.૨૦ ૮૪. સાદ અંતરનો : નાદ મુક્તિનો : ૧૩૪. સનાતન સત્યનો સાક્ષાત્કાર રૂ.૪૦ ૮૫. ચિંતા અને આત્મચિંતા ૧૩પ. આર્ય સંસ્કૃતિનો આદર્શ રૂ.૧૦૦ ૮૬. ધર્મરક્ષા ૮૭. ધર્મ ક્યારે અને કોને અપાય ? નોધ: ૧૧૧થી ૧૧૭ ક્રમાંક રૂપે આચારાંગ ૮૮. આત્મધર્મ સૂત્રનાં (ધૂતાધ્યયન) વ્યાખ્યાનો – ભાગ૮૯. માનવ-કર્તવ્યની દિશા ૧ થી ૭ આ સાથે પ્રકાશિત થઈ રહ્યા છે. ૯૦. સાત્ત્વિક વિચારણા આગામી ભાગ-૮ થી ૧૬ ટૂંક સમયમાં ૯૧. સુખનાં સાધન પ્રકાશિત થશે. ભાગ-૧ થી ૧૬નો સંપૂર્ણ ૯૨. યુવાવસ્થા સેટ રૂ. ૨૦OO-OO ૯૩. યુવાનને શિક્ષણ ૯૪. સાચી શાંતિ (આ સેટના પુસ્તકો છૂટક અપાશે નહિ.) पू. आ. श्री वि. रामचंद्रसूरि हिंदी ग्रंथमाला * - પ ત્ર ૭-૦૦ Page #351 -------------------------------------------------------------------------- ________________ ઉપ-00 પ્રવચન પ્રભાવક ગ્રંથમાળા , અખ્ય પ્રકાશનો , ૧. પ્રવચનનું પ્રતિબિંબ ૫૦-૦૦ સન્માર્ગદર્શન ભાગ-૧ ૫૦-૦૦ ૨. નવપદ ઉપાસના ૫૦-૦૦ • સન્માર્ગદર્શન ભાગ-૨ ૫૦-૦૦ ૩. નવપદના ઉપાસકો - • મૃત્યુની મંગળ પળે શ્રીપાળ-મયણા ૫૦-૦૦ સમાધિની સાધના ૫૦-૦૦ ૪. સાધના જીવનના ચડાવ ઉતાર ૨૦-૦૦ ૦ અહંન્નમસ્કારાવલી ૨૦-૦૦ ૫. પ્રાર્થના સૂત્રના માધ્યમે • અરિહંતના અતિશયો પરમાત્માને પ્રાર્થના ૨૦-૦૦ ૦ દ્રવ્યસપ્તતિકા ૧૦૦-૦૦ ૬. જિનાજ્ઞા પરમ મંત્ર ૨પ-૦૦ ૦ પ્રેરક પરિવર્તન ૫૦-00 ૭. માર્ગ : દુઃખમુક્તિનો અને • અગમ્ય જીવસૃષ્ટિ ૫-૦૦ સુખપ્રાપ્તિનો ૪૦-૦૦ ૦વિશ્વવિજ્ઞાન પ્રાચીન અને નવીન ૫૦-૦૦ ૮. આત્મા જ સંસાર આત્મા જ મોક્ષ ૧૫-૦૦ • ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો ૫૦-૦૦ ૯. જિનાજ્ઞા જીવનમંત્ર (પંચ પ્રતિક્રમણ શબ્દાર્થ-ભાવાર્થ સહિત) 10-00 ૧૦. અહિંસાનો પરમાર્થ ૨પ-૦૦ • Dēvasia-rāia Pratikramana Sūtra 30-00 ૧૧. ધર્મમાં ભાવવિશુદ્ધિની અનિવાર્યતા ૨૦-૦૦ • JAINISM A GLIMPSE ૧૫-OO • ATMA THE SELF ૨૫-૦૦ પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરિ સ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા Mીવન સાર્ચ રનમ્ ૧૦-૦૦ જિયપરાની શતિ (સટી) ૬૦-૦૦ दर्शन शुद्धि प्रकरणम् (बृहद्वृत्ति सह) १००-०० नवस्मरण-गौतमस्वामी रास ६३-०० दीपोत्सव कल्प ૧૦-૦૦ શ્રી શ્રીપારિત્રમ્ ૭૫-૦૦ ઘ સ કાવ્યમ્ (સાદી) ૬૦-૦૦ પ્રવૃત-સંસ્કૃત શબ્દકોશ ૪૦-૦૦ (પૂસાધુ-સાધ્વીજી ભગતેમજ જ્ઞાનભંડારોએ અમદાવાદ-કાર્યાલયેથી નકલ મેળવવા વિનંતિ છે.) હવે પછી ટૂંક સારામાં પ્રકાશિત થયો ૦ આત્મધ્યાનના અવસરે રૂ. ૩૦-૦૦ પૂ. આ. શ્રી વિ. કીર્તિયશ સૂ. મ. સાધના અને સાધક રૂ. ૨૦-૦૦ પૂ. આ. શ્રી વિ. કીર્તિયશ સૂ. મ. અંજનશલાકાનાં રહસ્યો રૂ. રપ-૦૦ પૂ.આ. શ્રી વિ. કીર્તિયશ સૂ. મ. તદુપરાંત અનેક સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ગ્રંથોનું સંપાદન કાર્ય ચાલુ છે. જે યથાવસરે પ્રકાશિત થશે. આ સંસ્થાના ગુજરાતી-હિંદી-અંગ્રેજી પુસ્તકો શ્રાવકોના ચોખા દ્રવ્યથી જ છપાય છે. કોઈને પણ પુસ્તક છપાવવાનો લાભ લેવો હોય તો કાર્યાલયનો સંપર્ક કરે. સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો શાનખાતામાંથી છપાય છે. સંઘોને ઉદારતાભર્યો લાભ લેવા વિનંતિ છે. ૦આજીવન સભ્ય યોજના ૦ ગુજરાતી-હિંદી-અંગ્રેજી પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે આજીવન સભ્ય ફી રૂ. ૫૦૦૦/રાખેલ છે. સંસ્થા દ્વારા નિર્ધારિત ઉપલબ્ધ પુસ્તકો ઉપરાંત ભાવિના પુસ્તકો પણ પ્રાપ્ત થશે. તદુપરાંત સન્માર્ગ પાક્ષિક પણ મોકલાવવામાં આવશે. Page #352 -------------------------------------------------------------------------- ________________ સ્જન્માર્ટ મારા પારિવારિક સમાચાર સન્માર્ગ પ્રકાશન: C/o. શ્રી વે. મૂ. ૫. જેન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ફેક્સ:૫૩પ ૨૦૦૨ E-Mail : sanmargp@icenet.net વિ. સં. ૨૦૫૬ વર્ષ-૪ ૪ અંક-XX MU. XX-XX-XX, XXIXXIXX વિગત ચાર ચાર વર્ષથી જૈન સંઘમાં વિનામૂલ્ય વિતરીત થતું ‘જન્મા વિ. સં. ૨૦૫૭ના માગશર મહિને પાંચમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રૌઢ, ગંભીર, શાસ્ત્રાનુસારી પ્રવયનાંશો, પ્રવચન પ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના જનજનમાં જૈનત્વની જ્યોતને જાગૃત કરતા પ્રબોધક પ્રવચનોનું સારગ્રાહી અવતરણ આમાં નિયમિત અપાય છે. તદુપરાંત વર્તમાન જૈન સંઘ સમક્ષ ઊભી થયેલ અનેક મૂંઝવણોનાં શાસ્ત્રાનુસારી સમાધાનો, શાસનના વર્તમાન અને સાહિત્ય ક્ષેત્રે સન્માર્ગ પ્રકાશન દ્વારા ભરાતી હરણફાળની જાણકારી વગેરે અનેકવિધ વિષયોથી સમૃદ્ધ પખવાડીક ‘ જા ટૂંક જ સમયમાં અત્યંત લોકપ્રિય અને ચાહનાપ્રાપ્ત બની ચૂક્યું છે. શાસનભક્તો અને વિરોધકો બંનેય વર્ગમાં એકસરખા ચાહથી ‘જન્મા/ વંચાતું રહે છે. એ જ એની સફળતાનો નિષ્કર્ષ છે. આવું નિર્ભિક છતાં શાસ્ત્રીય લક્ષ પક્ષને વરેલ આઠ પેજનું વાંચન પીરસતું પખવાડીક ઘરે બેઠાં નિયમિત મેળવવા માટે માત્ર રૂ. ૫૦૦/-નું આજીવન લવાજમ રાખેલ છે. આજે જ રૂ. ૫૦૦/- ડ્રાફ્ટ વગેરે દ્વારા પાઠવી ‘ ના’ પત્ર પ્રાપ્ત કરી લેવા વિનંતી છે. જભાઈ પ્રદાન પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ : પ૩પર૦૦ર E-mail : sanmargp@icenet.net ता. क. : सन्मार्ग पत्र की हिंदी आवृत्ति ट्रॅक समय में शुरु करने की भावना होने से हिंदी वाचक रकम भेजते समय खास सूचित करें । फिलहाल गुजराती आवृत्ति भेजी जाएगी । हिंदी आवृत्ति छपने पर भीजवाएंगे । Page #353 -------------------------------------------------------------------------- ________________ 'પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમવિજય ' રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 'વિકanolી ૧૯૫ની સાલoll ફાગણ ciદ શોશll @31 મોં દહેવાણaiાં જેઠોલા માં સમરથ અoો પિતા 'છોટાલાલoll લાડકવાયા ત્રિ]clonકુમારે ૧૯૬૯oll (પોષ સુદ ૧૩ દિon oiદ્યાતીર્થમાં દીક્ષા લઈ પૂજય વા..શાવિજયજી મ.બoળી પૂ.આ.શી.વિ. 'પ્રેમસૂરીશ્વરજી મહારાજની પ્રથા શિષ્ય બન્યા, એ જ 'વર્ષે ફા. સુદ ૨ oળા વડોદરામાં વડી દીક્ષાછો પાણી જ્ઞાolધ્યાળી પ્રવશol શાસ01રક્ષાનાં ઉત્તરોત્તર ઘડdi કાર્યો કર્યા. પૂજય મુરતાર્યોના સથે ૧૯૮૭નાકા.. 3 મુંબઈમાં મણિચંન્યાસપદે તથા વ્યાખ્યાન વાચસ્પતિ 'પદ, ૧૯૯ ૧૦ના વે.સુદ૧૪ શatપુરni ઉપાધ્યાયપ અoો ૧૯૯૨ના વૈ.સુ. ૬ મુંબઈ લાલબાગમાં 'મહામહોસ સાથે આચાર્યપદે સ્થપાયેલા પૂજયશ્રીએ જૈન શાસoloળી અપ્રતિમ પ્રducળા કરી, સુcશાળ છoli આંધ્રપતિ તરીકે પૂજયશી સકળ જૈol સંઘ અપૂર્વ યોગક્ષેમ કરતાં કરતાં 0૪૭નાં (અ.વ. ૧૪ oiા દિવસે અમદાવાદમાં સમાઘિપૂર્વકા ફાળanoો પામ્યા. અdictપૂર્વ આંતિમ યાત્રા સાથે અ.વ.00) + ગ્રા.સ.૧ ll દિouસે સાબરમતીના તીરે 'એકાનો પાર્થિવ દેહ પંથd[Muni વિલીન થયો. જયાં 'nિiણાથીel diધ્યતમ મારફ પૂજયશ્રીનો યશોગાથાળો ગાઈ રહ્યું છે. ક્ષરદેહે તો તેઓશ્રી આપણી સાથે નથી પણ અક્ષરદેહે તેઓશીજીળાં 'વિશાળ સાહિત્ય આજે પણ સૌ કોઈને સુકોમાળો શહથીંઘી રહ્યું છે. 'વંદન હો એ દિવ્યવિભૂતિને સંસારિક ધડતર : રતનબા દીક્ષાદાતા : પૂ.મુ.શ્રી. મંગળવિ.મ.સા. ‘ગુરુદેવ : પૂ.આ.શ્રી. વિ.એમ.સુ.મ.સા. 'જીવન ઘડતર : પૂ.આ.શ્રી.વિ.દાન સૂ.મ.સા. For Private & Personal use www.dai a ry.org Page #354 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા 115) IIIII Multy Graphics (022) 387322203884222 , 'ISBN - 81 - 87163 - 31 - 3