________________
અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ 77
પણ, પણ સાવધ રહે તો ટકે. અસાવધ થાય તો તણાઈ જાય. જરૂરથી અધિક કોઈ ન ઇચ્છે તો કોઈ પણ દુઃખી થાય ? કહેવું જ પડશે કે ઘોર પાપીઓ સિવાય એક પણ દુ:ખી ન હોય, શક્તિવાન હોય તે પુણ્યકાર્યોમાં હિસાબ ન ગણે અને બીજા જરૂ૨થી અધિક ન ઇચ્છે, તો દુઃખી કોણ ?
ન
નફાવાળા વેપારમાં હિસાબ ?
1213
: 6
કહેવાય છે કે ચંદ્રાવતી નગરીમાં ત્રણસો સાઠ કોટ્યાધિપતિઓ હતા. તેઓએ વિચાર્યું કે આપણે ત્રણસો સાઠ છીએ અને વરસના દિવસ પણ ત્રણસો સાઠ છે, તો રોજ એક એક નવકારશી કરીએ તો આપણા સાધર્મીને આરંભ સમારંભ કંઈ ન ક૨વું પડે, અને બધા ધર્મ કરી શકે. આ પાંચમા આરાની વાત છે. રોજ એક એક નવકારશી કરતા.
૧૨૭
આ
અત્યારે પણ બધા દુ:ખી છે એમ ન માનતા, પણ સાચી રીતે તો હૈયાથી દુઃખી છે. પહેલી બીમારી હૃદયની છે. ‘આને આવું અને મને નહિ' બળતરા એ જ દુઃખ ! ‘અમે કાંઈ નહિ ? અમારા વિચારને માન નહિ ?' આવું વિચારે અને કહે, પણ વિચાર કરતાંયે ન આવડે ! કપાળ કોડિયા જેટલું હોય તે જુએ નહિ, અને ‘અમે કાંઈ નહિ ?’ - એમ બોલ્યા કરે ! છતે શુભોદયે પણ ભીખવૃત્તિ કેળવે એવા ઘણા આત્માઓ છે ! વ્યવહારમાં પણ કહેવત છે કે બ્રાહ્મણ ભલે લક્ષાધિપતિ હોય પણ હાથ ધરે ! વિષયાસક્ત જીવોનો સ્વભાવ જ એવો છે કે હૃદયમાં બળ્યા કરે ! સંતોષી અને પ્રામાણિક બનો, જરૂરથી અધિક ન ઇચ્છો, તો ચૌદ આની સુખ છે. શારીરિક દુઃખ કે વિયોગ આદિથી જન્ય દુઃખ એવું બે આની દુઃખ કોઈ કોઈ પ્રકારનું રહે, પણ એ તો વસ્તુસ્વરૂપ સમજનારને બહુ ન લાગે. મુખ્ય તો હૃદયની ક્ષુદ્રતાનું દુઃખ છે. સમ્યગ્દષ્ટિનું હૃદય ક્ષુદ્ર ન હોવું જોઈએ. એને પોતાના વિચારનો આગ્રહ ન હોય. જૈનશાસનમાં આવેલો આત્મા પોતાને ગણતો જ નથી; એ પોતાને તો પ્રભુશાસનનો સેવક જ માને. સત્યની સામે હાથ જોડી ઊભો રહે, પણ સામો ન થાય. અસત્ય કાર્યવાહી જણાય તો પાછી ખેંચતાં એને વાર ન લાગે. રાજગૃહી જેવી નગરી, ચોથા આરાનો સમય, જે નગરીમાં શ્રી શાલિભદ્ર અને શ્રી ધનાજી જેવા સાહ્યબીવાળા વસતા હતા, ત્યાં પુણીઓ શ્રાવક પણ હતો, કે જે સાડાબાર દોકડામાં સંતોષ માનતો. એમાં જિનપૂજન ઘરની સામગ્રીથી કરતો. આજે ઘરની સામગ્રીથી જિનપૂજન કરનારા કેટલા ?
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org