________________
૧ ૨૬
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
1212
પાપ બંધાય ઓછું. સંતોષી આદમીને ધર્મની કાર્યવાહી માટે સમય ઘણો મળે, જેથી અશુભ ખપે અને શુભ બંધાય; અને શુભબંધના યોગે ઇચ્છાથી અધિક આવી આવીને મળે, તેથી ધર્મભાવના વધારે તીવ્ર થાય. જો એ દશા ન હોત, એ સંતોષવૃત્તિ ન હોત, તો પૂર્વના શ્રાવકો જે મંદિરો વગેરે આવાં બંધાવી ગયા છે, જે શાસનકામ કરી ગયા છે તે ન કરી શકત. પૈસાને પોતાના માન્યા હોત તો આવો વ્યય ન કરી શકત. ધર્મક્રિયામાં વાપરતાં એ પુણ્યાત્માઓએ માપ ન કર્યું. હદયદુઃખ :
સભા : એ તો પરિગ્રહના પરિમાણવાળા હતા ને ?
બધા એવા હતા એમ પણ નથી. મુદ્દો એ છે કે એ વસ્તુમાં એમની એવી લીનતા નહોતી , લક્ષ્મીને આધીન એ નહોતા, ત્યાં માપ વગર ખચ્યું. હિસાબ તો ખાવા-પીવામાં, પહેરવા-ઓઢવામાં ગણાય. જે ક્રિયામાં અશુભનો બંધ હોય ત્યાં હિસાબ ગણાય, પણ જેમાં શુભ બંધ કે નિર્જરા હોય ત્યાં હિસાબ ન ગણાય. ત્યાં હિસાબ ગણનારથી એવાં દાન ન દેવાય. એનાથી દાન પણ ન દેવાય અને ધર્મ પણ ન થાય. નાનામાં નાનું મંદિર બંધાવે પણ ખર્ચે કેટલું ? પાર વિનાનું ! અને ખર્ચીને એ ક્રિયાને શોભાયમાન બનાવે, અનુમોદનીય બનાવે. સભા: નફાનો જ વેપાર ત્યાં હિસાબ શો ?
એ હૃદયમાં ઊતરવું જોઈએ. આજે ક્યાં હિસાબ ગણાય અને ક્યાં ન ગણાય એ ખબર છે ? નળ ઉઘાડો રાખો ત્યાં હિસાબ નહિ. પાપમાં મેળ નથી, પણ પુણ્યક્રિયામાં હિસાબી વાત છે. પુણ્યક્રિયામાં જે તજો છો તેમાં લીનતા અકબંધ પડી છે, માટે હિસાબ ગણાય છે. એમને પુણ્ય કેમ ફળતાં હતાં એ પુછાય છે, પણ એ જે રીતે પુણ્ય કરતા હતા એ દરવાજા બંધ કરાય છે, પછી એમના જેવો અનુભવ શી રીતે થાય ? સારા ફળ માટે તકલીફ તો વેઠવી પડે. વ્યવહારમાં પણ છોકરાને કહો છો કે મહેનત કરવાથી ગાડી ઘોડો મળે, તો એ રીતે અહીં પણ કહેવું જ પડે કે પુણ્ય જીવતું જાગતું રાખવું હોય તો તેવી કાર્યવાહી કરવી જોઈએ. એ પુણ્યવાનોના જેવું પુણ્ય પણ જોઈતું હોય, તો પણ એમના જેવી કાર્યવાહી કરવી જોઈએ અને તે પણ એક મુક્તિના જ ધ્યેયથી. આ ધ્યેયના કારણે જ ઉદય તો આવે, પણ સમ્યગ્દષ્ટિ આત્મા મૂંઝાય નહિ. કર્મ મુંઝવણ ઊભી કરે, પણ આત્મા સાવધ રહે તો લેપાય નહિ. મોહનો ઉછાળો આવી પણ જાય, જરા તણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org