________________
1211 –
- ૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ - 77
૧૨૫
ક્ષય જ કર્યો છે, ત્યારે ઉપશમ શ્રેણિવાળાએ તો દબાવ્યાં છે. વેપારી એકના લાવી બીજાને દઈ આબરૂ બચાવે, એવું કેટલા દિવસ ચાલે ? બે લેણદારને પતાવી ચાર ઊભા કરે એ થોડો વખત ચાલશે, પણ એક દિવસ તો પાઘડી ફેરવવી જ પડે ને ? પણ માગનાર રાખો જ નહિ, તો એ દશા ન આવે.
જૈનશાસ્ત્ર તો વિધિ એવી મજેની બાંધી છે કે તે મુજબ જે વર્તે તેને દુનિયાના વ્યવહારમાં પણ વાંધો ન આવે અને ધર્મ બન્યો રહે. એ મર્યાદા મુજબ વર્તનાર શ્રાવક પ્રાયઃ દેવાળું તો કાઢે જ નહિ. જે શ્રાવક બને તેની ચોદ આની આપત્તિ તો આપોઆપ ટળે. પણ સંતોષ આવવો જોઈએ અને લોભ ખસવો જોઈએ; પરિમિત પરિમાણવાળા બનવું જોઈએ અને જરૂરથી અધિક ઇચ્છા ન કરવી જોઈએ.
શ્રાવક જરૂરત કેટલી ઇચ્છે એ પ્રથમ કહેવાઈ ગયું છે; એથી અધિક ન ઇચ્છે. સંતોષવૃત્તિથી રહેનાર શ્રાવકની ચાલુ ધર્મક્રિયાથી અશુભોદય ખસે, એટલે સાહ્યબી, લક્ષ્મી વગેરે તો શુભોદયે આપોઆપ આવે. આજે ચૌદ ચૌદ કલાક મજૂરી કરવા છતાં નથી મળતું, તે પહેલાં ઠંડે કલેજે મળતું. એટલી લક્ષ્મી પામતા કે જેનો સુમાર નહિ, પણ એમની શુભ ક્રિયાઓ અખંડિત ચાલુ રહેતી જેથી અશુભ જાય.
શ્રી તીર્થંકરદેવનાં પાંચે કલ્યાણક વખતે ઇંદ્રના મેરુપર્વત જેવાં અચળ સિહાસનો કંપે શાથી ? કોણ કંપાવવા ગયું હતું ? એમના પુણ્યનો પ્રભાવ છે. શ્રી તીર્થંકરદેવ ચ્યવે, અહીં જન્મ, અહીં દીક્ષા લે, અહીં કેવળજ્ઞાન થાય અને અહીં નિર્વાણ પામે, તે વખતે નારકમાં પ્રકાશ થાય, ત્યાંના જીવોને ક્ષણવાર સુખ થાય, એનું કારણ ? કહેવું જ પડશે કે પુણ્યનો એ પ્રભાવ છે. એ રીતે અહીં પણ લક્ષ્મી અને સાહ્યબી ચાલીને આવે. જ્ઞાનીએ કહેલા શુભ અને અશુભના વિપાકમાં શ્રદ્ધા હોય, જે વિપાક કહ્યા એ કથનમાં શ્રદ્ધા હોય, તો આ બધું જ સમજાય.
ધર્માની ક્રિયા એક જ, પણ એકને નિર્જરા માટે થાય અને બીજાને આશ્રવ માટે થાય. શુદ્ધ પરિણામના યોગે નિર્જરા કરનાર આત્મા કેવળજ્ઞાન પામી મુક્તિએ જાય, અને શુભ પરિણામવાળો આત્મા શુભાશ્રવના બંધથી સાહ્યબી વગેરે પામે, એને પુણ્યકર્મનો બંધ થાય માટે લક્ષ્મી-સાહ્યબી એ બધું મળે, આત્માના કષાયો મંદ પડે, લોભ, માન, માયા, ક્રોધ મંદ પડે તો ઇચ્છા ઘટે, ઇચ્છા ઘટવાથી પાપવાસના કમ થાય, એથી પ્રવૃત્તિ મોળી થાય અને એથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org