________________
૧ ૨૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
- 110
પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય એટલા માટે કે એના યોગે મળેલા પદાર્થો આત્માને મૂંઝવવામાં ભાગ નથી ભજવતા. આપણે તો ઘણુંયે પુણ્યાનુબંધી પુણ્ય કરવું હોય, પણ હૈયામાં ગાંડુંઘેલું થઈ જાય, પાપાનુબંધી પુણ્ય આવી જાય, એનું શું ? સભા : શ્રી નંદિષેણ મુનિ આધીન થયાને ?
હા ! આધીન થયા તો ગબડ્યા અને પડ્યા પણ ખરા, પણ જાગૃત હોવાથી પડી ન રહ્યા. દશને પ્રતિબોધ કર્યા વિના ખાવું નહિ, એવો નિયમ કર્યો. એ મુજબ વર્ષો સુધી રોજ દશ દશને પ્રતિબોધ કરતા અને એક દિવસે દશમો પ્રતિબોધ ન પામ્યો. તેથી એ દશમાને બદલે પોતે દશમાં થઈને ચાલી નીકળ્યા.
તીવ્ર અશુભોદય આવે ત્યારે ન જ ગબડે એમ નહિ, ગબડે પણ, પણ ઊભો થાય તો પાછો ચડે પણ ! નિસરણીથી પડતાં પણ બેસે, હાથ ટેકવે તો ઓછું વાગે, અને બેભાન થઈને ગબડે તો હાડકાં ભાગે, તેમ કર્માધીન પડ્યા તે દુર્ગતિએ જ જાય એવો એકાંત કાયદો નથી. પડીને પાછા ચડે તો ઓછો જ વાંધો છે ? આથી સ્પષ્ટ જ છે કે શુભ અને અશુભનો ઉદય આવે ભલે, પણ એને આધીન થવું કે નહિ, એ આત્માને આધીન છે. આત્મા આધીન ન થાય તો કર્મની તાકાત નથી કે આત્માને કંઈ કરી શકે અને આધીન થવાય તો અમે-તમે તો ગબડીએ, પણ ચૌદ પૂર્વધરો પણ પડે. ચૌદ પૂર્વધરો અનંતા નિગોદમાં ગયા એમ લખ્યું છે, પરંતુ સાથે એ પણ જાણવું જ જોઈએ કે એ નિગોદમાં ભલે ગયા, પણ અમુક કાળની અંદર એ આત્માઓની મુક્તિ નિયમા, કેમ કે એ સ્વાદ ચાખીને ગયા છે, માટે ત્યાંથી નીકળ્યા બાદ નિમિત્ત મળ્યથી તરત અંગીકાર કરવાના.
સાવધ ન રહે એ ગબડે. અગિયારમે ગુણઠાણે ગયેલા, યથાખ્યાત ચારિત્ર પાળવાવાળા, જેના કષાય માત્ર શાંત થયા છે એવા પણ ગબડે, તો અમારી-તમારી વાત શી ? મુદ્દો એ છે કે સાવધગીરી જાય તો આત્મા પડે. તીવ્ર અશુભ કર્મના ઉદયમાં ગબડનારો ધીમે ધીમે એવી બેમાલૂમ રીતે ગબડે કે સાવધગીરી છતાં પણ પછી એકદમ પડે એવું પણ બને, કેમ કે પછી બચાવ નથી. માટે શાસ્ત્રકાર કહે છે કે કર્મનો ભરોસો ન રાખો, થોડું થોડું પણ બચતાં શીખો, તો ભયંકર પ્રસંગે પણ બચી શકશો. શુભ બંધનું પરિણામ :
ઉપશમ શ્રેણિવાળા નિયમો પડે, નક્કી પડે. જ્યારે ક્ષપક શ્રેણિવાળાએ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org