________________
1209
૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ
“પૂર્વાનિતનિ વર્માનિ, નીવાનાં દુઃક્ષવાળો ।”
“ખેદની વાત છે કે જીવોને પૂર્વે પેદા કરેલાં કર્મો દુઃખે કરીને ક્ષય પામનારાં હોય છે !”
-
77
આ પ્રકારના સ્થિર ધ્યાનને ભજનારા તે ઋષિપુંગવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આથી સમજો કે દીનતાના પ્રસંગો તો પ્રાયઃ બધાને આવે : શ્રી ઢંઢણ મુનિને પણ પ્રસંગ આવ્યો, પણ આત્મા જાગતો હતો. જાગેલો આત્મા મૂંઝાતો નથી, પણ સંપત્તિ તથા આપત્તિને શુભાશુભનું કારણ માને છે. શુભ તથા અશુભ કર્મનું એક જ કામ કે સારા અથવા નરસા સંયોગો લાવીને ખડા કરે, ત્યાં મિથ્યાદૃષ્ટિ તો અજ્ઞાનના યોગે મૂંઝાય, પણ સમ્યગ્દષ્ટિ આત્મા મૂંઝાય નહિ.
Jain Education International
૧૨૩
શ્રી ઢંઢણ મુનિનો કેવો કઠિન તપ, મોટામાં મોટો અભિગ્રહ, ઘણે દિવસે ભિક્ષા મળે, પણ ભગવાન પોતે જ એ આહાર બીજાની લબ્ધિનો છે એમ કહે, એ વખતે સમતા રહેવી એ શું નાનીસૂની વાત છે ?
બચતાં શીખો !
For Private & Personal Use Only
સભા : એ વખતે શરીરબળ પણ ખરું ને ?
શરીરબળવાળા પણ એ વખતે કેટલાય નરકે ગયા છે, માટે આત્મબળની પ્રધાનતા છે. તે તે કાળને યોગ્ય શરીર વગેરે સામગ્રી હોય, એમાં ના નહિ. એ કાળમાં આપત્તિ પણ એવી હતી, તો શરીર પણ તેવાં હતાં. જેટલું તપ અને સંયમ આજે છે, એને યોગ્ય શરીરબળ તો આજે પણ છે. માનો કે આપત્તિ વખતે તેવું શરીરબળ ન હોય તો કાયા ગબડે, પણ અહીં - હૈયામાં પરિવર્તન કેમ થાય ? હૃદયમાં ફેરફાર કેમ થાય ? એ તો આત્માને સ્વાધીન છે. માટે વસ્તુને વસ્તુગતે સમજો. કર્મનું એક જ કામ કે શુભ અને અશુભ સંયોગો લાવે, પણ એમાં લીન થવું કે દીન થવું, એ આત્માને આધીન છે.
સભા : સમ્યગ્દષ્ટિ આત્માને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય ખરું કે નહિ ?
ખરું. શુભનો ઉદય ભલે આવે, પણ સમ્યગ્દષ્ટિ આત્મા એમાં લીન ન થાય, એને આધીન ન થાય. સમ્યગ્દષ્ટિ, દેશિવરિત તથા સર્વવતિ વગેરેને શુભાશુભનો ઉદય તો આવે, પણ મુદ્દો એ છે કે એને આધીન ન થવું. બાંધેલાં કર્મ ઉદયમાં તો આવે, પણ આધીન ન થવું, એ જ આત્માની તાકાત છે.
www.jainelibrary.org