________________
૧૨૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
એ ન્યાયે અતિશય આનંદ પામેલા પરમ ધર્મશીલ શ્રીકૃષ્ણ મહારાજા ભગવાન શ્રી નેમિનાથસ્વામીજીને નમસ્કાર કરીને, પોતાની દ્વારિકાનગરી તરફ ચાલ્યા.
નગરીમાં પ્રવેશ કરતાં જ શ્રીકૃષ્ણ મહારાજાએ ભિક્ષાચર્યા માટે જતા શ્રી ઢંઢણ ઋષિજીને જોયા. જોતાંની સાથે જ દર્શન માટે તલસતા શ્રીકૃષ્ણ મહારાજા એકદમ હાથી ઉપરથી નીચે ઊતરી પડ્યા અને તે ઋષિપુંગવને તે નરવરે અતિશય ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો. રીતે શ્રીકૃષ્ણ મહારાજાને નમસ્કાર કરતા જોઈને, એક શ્રેષ્ઠિએ વિચાર કર્યો કે ‘જે શ્રીકૃષ્ણ દ્વા૨ા પણ આ રીતે પૂજાય છે, તે ખરે જ કોઈ ધન્ય આત્મા છે.' આ વિચારથી પોતાના ઘરે પધારેલા તે ઋષિપુંગવને તે શેઠિયાએ બહુમાનપૂર્વક મોદકથી પ્રતિલાભ્યા; આથી તે ઋષિપુંગવે પણ આવીને અને નમીને ભગવાનને વિનયપૂર્વક પ્રશ્ન કર્યો કે - “ર્માન્તરાવ જિ મે, શાળ મિક્ષાં યજ્ઞાનવત્ ।"
‘શું મારું અંતરાય કર્મ ક્ષીણ થયું, કે જેથી મને ભિક્ષા મળી ?” આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે -
“સ્વામ્વો નાન્તરાવું તે, ક્ષીનું વ્યિક્ત્વયં તે। हरिणा वन्दितोऽसीति, श्रेष्ठी त्वां प्रत्यलाभवत् । । १ । । "
‘તારું અંતરાય કર્મ ક્ષીણ થયું નથી ને આ લબ્ધિ તો કૃષ્ણ વાસુદેવની છે, કારણ કે કૃષ્ણે તને વંદન કર્યું એ કારણે શેઠિયાએ તને પ્રતિલાભ્યો છે, એટલે કે વહોરાવ્યું છે ’
1208
વિચારો કે આવે સમયે આવા કથનથી અજાગૃત આત્માને શું થાય ? રોજ ભિક્ષા માટે ફરવું છતાં ભિક્ષા ન મળે, લાંબા કાળની તપશ્ચર્યા પછી આહાર મળે અને ભગવાન કહી દે કે એ આહાર તારી લબ્ધિનો નથી ત્યાં શું થાય ? આવેશ, દીનતા કે ગુસ્સો વગેરે આવે કે નહિ ?
સભા : અત્યારે તો આવે.
હાલ અને દરેક કાળમાં પુદ્ગલાધીન જીવને ગુસ્સો આવે. પણ આ ઢંઢણ તો મહામુનિ હતા. સંયમ અને તપથી રંગાયેલા હતા. એ મહાપુરુષને આહાર સાથે સંબંધ નહોતો. પોતે તપોવૃદ્ધિ માની અને આ પરલબ્ધિ છે એમ જાણી, રાગાદિરહિત એવા તે ઋષિપુંગવે એ ભિક્ષાને યોગ્ય ભૂમિમાં પરઠવવા માંડી અને પરઠવતાં પરઠવતાં -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org