________________
1207
– ૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ – 77––
૧૨૧
શ્રી ઢંઢણ ઋષિ :
આ વિષયમાં શ્રીકૃષ્ણ મહારાજાના પુત્ર અને ત્રણ લોકના નાથ ભગવાન શ્રી નેમિનાથ સ્વામીજીના શિષ્ય શ્રી ઢંઢણ ઋષિજીનું દૃષ્ટાંત અનુપમ છે. શ્રી ઢંઢણ ઋષિ જેવા મહાપુરુષને પણ મોટા શેઠિયાઓ, ધાર્મિક અને ઉદાર લોકોથી ભરેલી દ્વારિકા નગરીમાં અંતરાય કર્મના ઉદયથી ભિક્ષા મળતી નહોતી. એ અંતરાયનો નાશ કરવા માટે એ મહાપુરુષે એવો અભિગ્રહ અંગીકાર કર્યો હતો કે –
“પરાધ્યા મોચેડ”
હું પરની લબ્ધિથી ભોજન નહિ કરું.’ આ અભિગ્રહના પાલન માટે અલાભપરીષહને સહન કરતા અને પરની લબ્ધિથી મળેલા આહાર નહિ કરતા એ મહા મુનિવરે કેટલોક કાળ પસાર કર્યો. એ રીતે એ મહામુનિવર પોતાનો કાળ પસાર કરતા હતા. એ અરસામાં કોઈ એક દિવસ શ્રીકૃષ્ણ મહારાજાએ ભગવાન શ્રી નેમિનાથસ્વામીજીને પ્રશ્ન કર્યો કે -
“ગરીષ મeઊંનાં મળે છે સુરાર:” “આ મહર્ષિઓની અંદર દુષ્કર કરનાર મહર્ષિ કોણ છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી નેમિનાથ સ્વામીજીએ ફરમાવ્યું કે
દુઃખારવાર: સર્વેડમી દંઢાર્વતિ" “આ સઘળાય મહર્ષિઓ દુષ્કરને કરનાર છે, પણ તે સઘળાય મહર્ષિઓમાં આ ઢંઢણ ઋષિ અતિશય દુષ્કરને કરનાર છે.”
આ પ્રમાણે સાંભળીને શ્રીકૃષ્ણ મહારાજા અતિશય પ્રસન્ન થયા. સમ્યગ્દષ્ટિ આત્મા કોઈ પણ આત્માની અધિક આરાધના જોઈને આનંદ પામે, તો પછી પોતાના જ પુત્રરત્નની અધિક આરાધના જોઈને કેમ આનંદ ન પામે ? શ્રી ઢંઢણકુમાર શ્રીકૃષ્ણ મહારાજાના પોતાના પુત્ર છે, તો પોતાના પુત્ર માટે સાક્ષાત્ પ્રભુના શ્રીમુખે, આવા પ્રશંસાના શબ્દો સાંભળીને, શુદ્ધ સમ્યક્તના સ્વામી શ્રીકૃષ્ણ મહારાજાને અતિશય આનંદ થાય એમાં આશ્ચર્ય શું છે ? કોઈ પણ આત્મા મુક્તિમાર્ગનો આરાધક બને, એવી મનોદશાવાળા આત્માને પોતાનો પ્રેમપાત્ર કોઈ આત્મા મુક્તિમાર્ગનો આરાધક બને, એમાં આનંદ થયા વિના રહે જ નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org