________________
૧૨૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
1214
સભા: ખાતાંપીતાં સાડાબાર દોકડા તો બચતા ને ?
એમ માનો તોયે એનું ખર્ચ કેટલુંક હશે ? આજે તમારા જેવાઓને ત્યાં સાડાબાર દોકડા બચે છે કે નહિ ? બચે છે, છતાં પણ ઘરના અલંકારો તો સિગારેટની ડબી, ચાહ કરવા સ્ટવનો ચૂલો, હાથે હજામત કરવાનું સાધન, પોલિશની ડબી' આવા જ કે બીજા ? મુદ્દો એ છે કે એવી સાહ્યબીના સમયમાં (જમાનામાં) પણ સંતોષ શું કામ કરે છે તે વિચારો. ધનાજી લક્ષ્મીથી ભાગતા તો લક્ષ્મી પાછળ જતી; અને તોય એમને પરવા નહોતી. વળી જેમની પાસે લક્ષ્મી નહોતી તેવાઓ પણ સંતોષી હતા, એટલે દુઃખી કોણ હોય ? અશુભના ઉદયે દુઃખ થાય, એ માન્યું કે માથું દુઃખે, તાવ આવે, કોઈ મારી જાય, એ બધું થાય, પણ કોઈ ધર્મ કરે એ જોઈને પણ દુઃખ થાય એ શું?
આજે કેટલાક એવા પણ છે કે જેઓ કોઈ પણ ધર્મ કરે એ જોઈને બળે છે. લક્ષ્મીવાનની ઇર્ષ્યા કરનાર તો ધર્મ કરે એની ચોરે અને ચૌટે મશ્કરી કરતાં શીખ્યા છે, એ કેવી દુર્દશા ? શું વીસમી સદીની જાગૃતિનું આ નવું પ્રકરણ છે ? પાપ બાંધવાનાં સાધનમાં આટલું અધૂરું હતું તે પૂરું કરવું હોય એમ લાગે છે ! આત્મા સાથે વિચારો !
આજના વીસમી સદીના નાચ નાચનારાઓ કહે છે કે “અમે આવા ભણેલા, અમે આટલા ચોપડા ફાડ્યા, ડિગ્રીઓ મેળવી અથવા આટલાં વરસો સામાયિક કરી, તોય અમને વૈરાગ્ય ન આવે અને આમને મૂર્ખને વૈરાગ્ય આવે ?' પણ એમ કહેનારા એટલું પણ સમજતા નથી કે ડિગ્રીમાં, ચોપડાનાં પાનાંમાં, મોટા માથામાં કે શ્રીમંતાઈમાં વૈરાગ્ય નથી; વૈરાગ્ય તો આત્મધર્મ છે. ચક્રવર્તીને વૈરાગ્ય ન જાગે અને કંગાલને જાગે. લાંબાં ભાષણો કરનારમાં જ વૈરાગ્ય આવે એવું ન માનતા. દુનિયામાં ઇર્ષ્યા કરનારાઓને તો હૃદયમાં બળતરા હતી, પણ કોઈ કોઈને નોટિસ આપવા કે પકડવા નહોતા જતા, પણ ધર્મદ્રોહીઓ તો કહે છે કે “અમુક વ્યક્તિ ધર્મ કરે જ કેમ ?' પણ એમ કહેનારાઓને કહેવું કે “અન્યાયથી મોટરમાં બેસનારાઓની પરીક્ષા લોને ? એકાંતે નાશ કરનારી ક્રિયાઓ ચાલુ રહે છે ત્યાં વાંધો કેમ નથી લેતા ?' પણ વાત એ છે કે એવાઓની મોટર એમનાથી રોકાતી નથી, કેમ કે એની વચ્ચે પડે તો કાંડું પકડી બહાર ફેંકાવી દે, કારણ કે એવા મોટરમાં બેસનારને કાંઈ એનો ડર નથી કે પાપની ભીતિ નથી, પણ સાધુ થવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org