________________
અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ
ન
જાય એને તો પાપનો ડર છે. એનાથી ઊંચે સ્વરે બોલાય નહિ. જરાક યોગ્ય પણ બોલે, તો પેલા કહે કે ‘ગુસ્સાનો પાર છે ? સાધુ થવા નીકળ્યા છે !’ અને ન બોલે તો કહે કે ‘શું બોલે ! આવડે તો બોલેને ?' બોલે તોય પંચાત અને ન બોલે તોયે પંચાત : અને હૃદયમાં પાપનો ભય તો બેઠેલો જ છે, એટલે ત્યાં તોફાન કરે; જો બીજે એવું તોફાન કરવા જાય તો તો ધોલ જ પડે. પોતાની દીકરીને પોતાનો જમાઈ કાઢી મૂકે, તો કન્યાનો બાપ જમાઈને ગાળ દે ? સમજે કે દીકરીને દુઃખ થાય છે તો પણ શા-શાહ કહીને મનાવે, ત્યાં ખોળા પાથરે અને દીકરીને સુખ થાય તેવી રીતે જમાઈને મનાવે. જમાઈની સામે થાય તો જમાઈ કોર્ટ બતાવે અને કહી દે કે રાતી પાઈ પણ નહિ આપું : એનો એ જ જમાઈ જો સંયમ લેવા જાય તો ગાળો દે, કારણ કે ત્યાં જમાઈ કાંઈ બોલવાનો નથી. મુખ્યતયા આ જમાનાનું નવું પગરણ તે આ કે દુનિયાદારીની ઇર્ષ્યા ધર્મમાં આવી. અશુભોદયના કરતાં અશુભ ભાવનાથી આજના લોકો વધારે દુઃખી થઈ રહ્યા છે.
1215
: 6
-
Jain Education International
77
હવે તો એ ભાવના થઈ છે કે આ (અમુક) ન મળે ત્યાં સુધી જંપીને બેસવું નહિ અને એ વિચારોમાં એવા દુ:ખી થાય કે જેનો અંત ન આવે. કારણ કે અશુભોદયના દુઃખ કરતાં અશુભ લાલસાઓના કારણે માનસિક દુ:ખ વધારે છે, કારણ કે મનોવૃત્તિ દુષ્ટ છે. જો કે અશુભોદયની પ્રેરણા ત્યાં છે, પણ આત્માનો સ્વભાવ ઓળખનાર, કર્મના સ્વભાવ તથા આત્માના સ્વભાવની ભિન્નતાને જાણનાર અશુભોદયને આધીન ન થાય. અશુભના ઉદય ભોગવવા તો પડે, પણ સમ્યગ્દષ્ટિ આત્મા શુભ તેમજ અશુભ બેય ઉદયમાં સાવધ ૨હે.
For Private & Personal Use Only
૧૨૯
આજે દશા એ છે કે અશુભોદયે આવેલ આપત્તિને છોડવાની ભાવના જાગી છે અને શુભોદયે મળતી લેવાની ઇચ્છા બેઠી છે. પણ સાથે સાથે જ અશુભ કર્મોના બંધની પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલુ છે અને શુોદયને વધારનારી પ્રવૃત્તિઓનો હોય ત્યાંથી નાશ કરવા જાય છે. પૈસા જાય ત્યારે કંઈક જંપીને બેસે, પણ આવે એટલે ઉન્મત્તતા વધે, કારણ કે લક્ષ્મી જાય ત્યારે તો સહેજે નમ્રતા આવે અને સમજે કે તાગડધિન્ના ન થાય એટલે બધાને સલામ પણ ભરે, પણ લક્ષ્મી આવે ત્યારે તો ઉન્મત્ત જ બને. લક્ષ્મી જાય ત્યારે જરા ધર્મ સૂઝે પણ આવવા માંડે અને લાખ-બે લાખ થાય એટલે અમે કોણ ? - એમ થાય. તે વખતે સાવધ ન રહે તો એવો ડૂબે કે ન પૂછો વાત; આથી કર્માનુસારિણી મતિ માનીને આધીન
www.jainelibrary.org