________________
૧૩૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
14
પ્રાણત્યાગરૂપ મરણ, ઉપપાત, વન અને તેઓના કર્મનો વિપાક વિચારવાની સલાહપૂર્વક તેનાથી છૂટવા યત્ન કરવાનો ઉપદેશ. આ સઘળીય વાતો તેની અંતર્ગત વાતો સાથે વર્ણવીને ઉપકારી મહર્ષિઓએ ઘણું ઘણું સમજાવ્યું અને ફરમાવ્યું કે -
સેંકડો ભવોએ કરીને પણ દુઃખથી મળી શકે તેવા સમ્યક્તને પામીને એક ક્ષણ પણ પ્રમાદ કરવો એ યોગ્ય નથી તથા ગૃહવાસમાં આસક્ત હૃદયવાળા અને અસમંજસ રોગોથી રિબાતા કર્મગુરુ આત્માઓના મરણને અને દેવોના ઉપપાત તથા વનને વિચારીને સુખના અર્થી આત્માઓએ તે કરવું જોઈએ કે જેથી ગંડ' આદિ રોગોનો અને મરણ આદિનો આત્યંતિક એટલે સર્વથા અભાવ થાય અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગથી બંધાયેલાં કર્મોના વિપાકને વિચારીને, તેના ઉચ્છદ માટે જ યત્ન કરવો જોઈએ.”
આ સઘળા ઉપરથી એક જ ધ્વનિ ઊઠે છે કે “સંસાર ભયંકર હોઈ તજવા યોગ્ય છે, એટલે આવા સર્વ સામગ્રીથી સંપન્ન મનુષ્યભવને પામીને કલ્યાણના અર્થી આત્માઓએ ભયંકર સંસારથી છૂટવા, એટલે કે અનંત સુખના ધામરૂપ મુક્તિને મેળવવાનો જ યત્ન કરવો જોઈએ.' પણ આ સુંદરતમ વિધાનનો અમલ કરવા અને અમલ ન કરી શકે એવી દશામાં પણ આ સુંદરતમ વિધાનને નિશ્ચળપણે હૃદયસ્થ કરવા માટે તે જ આત્મા શક્તિસંપન્ન થઈ શકે કે જે આત્મામાં આ સંસાર પ્રત્યે નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય.
આથી- સ્પષ્ટ છે કે “દરેકેદરેક ધર્મદેશકે આ સંસાર ઉપર પ્રાણીમાત્રને નિર્વેદ અને વૈરાગ્ય થાય એવો જ યત્ન કરવો જોઈએ.’ એમ દર્શાવવા માટે સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ ઉપકારબુદ્ધિથી સ્પષ્ટ શબ્દોમાં પ્રતિપાદન કરે છે. દરેક ઉપકારી મહર્ષિઓના આ ભાવને નહિ સમજી શકનારાઓને તો પ્રભુશાસનમાં ધર્મદેશક થવાનો અધિકાર જ નથી. અને ભાવને જાણવા છતાં પણ જેઓ લોકવાહવાહની ધર્મદેશક માટે ભયંકરમાં ભયંકર ગણાતી લાલસાને આધીન થઈને; એથી ઊલટો પ્રયત્ન કરે છે, એટલે કે સાંભળનારાઓ સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય પામવાને બદલે સંસારમાં રહેવાની જ ભાવનાવાળા થઈ જાય તથા સંસારમાં રહેવું એ કાંઈ અહિતકર નથી એમ સમજતા થઈ જાય એવો પ્રયત્ન કરે છે, તેઓ તો ખરે જ મોક્ષમાર્ગના ચોર છે. એવા પામરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org