________________
૮ : આસ્તિકય અને તાત્વિક દયાનો સંબંધ :
સૂત્રરચનાના હેતુનું સ્પષ્ટીકરણ :
જીવોને નિર્વેદ અને વૈરાગ્ય જાગે એ જ પરમોપકારીઓનો એક હેતુ છે !
શ્રી અરિહંત પરમાત્માઓએ અર્થરૂપે પ્રરૂપેલી અને શ્રી ગણધર ભગવાનોએ સૂત્રરૂપે ગૂંથેલી દ્વાદશાંગીમાં પ્રથમ અંગસૂત્રરૂપ “શ્રી આચારાંગ” સૂત્રના “ધૂત” નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં આવતા પ્રથમ સૂત્ર દ્વારા સૂત્રકાર મહર્ષિએ અને તેની ટીકા દ્વારા ટીકાકાર મહર્ષિએ અનેક વાતો ફરમાવી : જેવી કે -
૧. સ્વતંત્રપણે ધર્મદેશક કોણ હોઈ શકે ? ૨. ધર્મદેશક પણ ધર્મદેશના કોને કોને ઉદ્દેશીને આપે ? ૩. ધર્મદેશનાના શ્રવણથી મહાપરાક્રમી આત્માઓ શું કરે ? અને૪. જે આત્માઓમાં આત્મહિતકારિણી બુદ્ધિ ન હોય તે આત્માઓની દશા
સકલસંશય છેદક શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ પ્રબળ
મોહોદયના યોગે કેવી હોય છે ? ૫. પ્રબળ મોહોદયના યોગે મોહમગ્ન અને વિષયાસક્ત આત્માઓ અનેક
રીતે રિબાવા છતાં પણ આરાધના કરવા ઉદ્યમશીલ નથી થઈ શકતા” - આ વસ્તુ સમજાવવા માટે કાચબાનું અને વૃક્ષનું ઉપનય સાથેનું દષ્ટાંત. ૬. કાચબાની માફક કુટુંબની ચિંતામાં પડેલા આત્માઓ અને વૃક્ષોની
માફક વિષયાસક્તિના યોગે ગૃહવાસમાં બદ્ધમૂલ બનેલા આત્માઓ મોક્ષને અથવા મોક્ષના કારણરૂપ સંયમાનુષ્ઠાનને નહિ પામતાં અનેક પ્રકારની વ્યાધિઓ વગેરેના યોગે સંસારમાં કઈ રીતે અને
કેવા પ્રકારે રિબાય છે તે, તથા૭. વધારામાં તે કર્મગુરુ અને ગૃહવાસમાં આસક્ત આત્માઓનું થતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org