________________
૮ : આસ્તિક્ય અને તાત્વિક દયાનો સંબંધ :
78
• સૂત્રરચનાના હેતુનું સ્પષ્ટીકરણ : ૦ અનીતિ ન કરો પણ શુભ કાર્યવાહી કરો ! • જ્ઞાનીની દયા :
• ઋદ્ધિ સાથે દાન લખો તો ? •સ્વોપકાર વગર પરોપકાર નથી ! • ઋદ્ધિ અને બળ માગ્યે શું મળે ? • આ લોક અને પરલોક :
• અનીતિને કાઢવાનો રસ્તો : • દયામાં ભેદ :
• શ્રાવક કુળ : ૦ દયા કે ત્રાસ ?
• પાપનો પશ્ચાત્તાપ હોય ! • જૈન એટલે ક્ષત્રિય :
૦ પાપરુચિ : • વિરોધી પ્રત્યે :
• રાજસત્તા અને કર્મસત્તા : • ગુણો અને ગુણાભાસો :
પાપભીરુતા : • શ્રી શાલિભદ્રજી :
• બીજાને માટે કરો તે તમારે માટે વિચાર! શુભોદય વિના માર્ગે નહિ મળે ! • સુવિદ્યા અને કુવિદ્યા : વિષય : તત્કાળ દુ:ખને દૂર કરવું કે એના કારણને દૂર કરવું?
દુનિયામાં એક નાદ ઉઠ્યો છે કે દુઃખીના દુઃખને દૂર કરો. પણ એના દુઃખનું મૂળ કારણ શું? પાપ એ જ એનું મૂળ કારણ છે અને જ્યાં સુધી એ મૂળને ન કપાય ત્યાં સુધી ગમે તેટલું દૂર કરેલું દુઃખ ફરી ઊગી નીકળવાનું જ છે. આ જ મહત્ત્વના સિદ્ધાંતને સમજાવવા માટે મુખ્યપણે આ વ્યાખ્યાનનો હેતુ છે. એમાં જૈનશાસનની તાત્ત્વિક દયા એટલે શું ? એ બતાવી આસ્તિષ્પ સાથે તેનો સંબંધ સુપેરે જોડી આપ્યો છે. જેનું પોતાના આત્માને દુઃખ અપ્રિય છે, તેવું જ અન્ય આત્માઓને પણ છે. માટે કોઈને પણ દુઃખ ન થાય તેવું વર્તન કરવું એમ જૈનશાસન ફરમાવે છે. આ વાતની સાથે એ વિષયક ઘણા પ્રશ્નોના રસાળ શૈલીથી અત્રે જવાબ આપેલ છે.
મુવાક્યાતૃત • લોકોને નિર્વેદ અને વૈરાગ્યથી વેગળા કરી મૂકવાના કારમાં પ્રયત્નો કરવા, એ તો કસાઈની કતલ
કરતાં પણ ભયંકર પાપકર્મ કરવા બરાબર છે. ૦ આત્મ સ્વરૂપના ભાન વગરનાની દયા પ્રાયઃ ઉપલકિયા જ હોય છે. • ભીખ માગીને પેટ ભરનાર કરતાં અનીતિ કરી ગુજારો ચલાવનાર બહુ દયાપાત્ર છે. ૦ આત્માને વેચીને પારકાનો ઉપકાર કરવાનું શ્રી જૈનશાસનમાં નથી.
વિરોધી પ્રત્યે પણ આપણા હૃદયમાં મલિનતા ન જોઈએ. જો હૃદયમાં એના પ્રત્યે પણ મલિનતા
આવે તો આપણું બગડે. ૦ અનીતિથી સવાયા થવાની માન્યતા એ ભયંકર અજ્ઞાન છે. • અમે પણ માર્ગથી ખસીએ તો તમારે અમારી પાછળ પણ નહિ આવવાનું.
માગવું જ હોય તો, શ્રી ધનાજી અને શ્રી શાલિભદ્રજીનું દાન અને સંયમ બેય માગજો. ઋદ્ધિને બદલે એ લખો તો ઘણું જ સુંદર છે. જેને આત્માની દયા જાગે તે જ પારકી દયા કરે. કોઈ સંબંધી, સ્નેહી, પોતાના પરિચયમાં આવનાર, પોતાની નજરે પડનાર પાપથી કેમ બચે એ ભાવના તે પરદયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org