________________
11 - ૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ - 7 - ૧૩૫ કે તમારાં બચ્ચાંઓને તત્ત્વપાન કરતાં શીખવો, પણ મદિરાપાન કરવાનું ન શીખવો.
જે વિદ્યા ઉન્મત્ત બનાવે એ વિદ્યા મદિરા જેવી છે. એવી વિદ્યા ન મળો, ન લો અને ન આપો. શ્રી જિનેશ્વરદેવના સેવક વિદ્યાના વૈરી કેમ જ હોય? કેવલજ્ઞાનના અર્થીને વિદ્યા સાથે વૈર ન જ હોય, પણ આત્માને વિરક્ત બનાવે તેવી જ વિદ્યા લો અને આપો, પણ વિલાસી બનાવે તેવી વિદ્યા લેવા કરતાં મૂર્ખ રહેવું અને પૂર્ણા રાખવા એ જ સારું છે. વિલાસનું પરિણામ વિનાશ છે, માટે વિરાગી એ વિદ્વાન છે પણ વિલાસી એ વિદ્વાન નથી. અસ્તુ.
હવે આ ઉપકારી સર્વથા દુઃખનો ઉચ્છેદ થાય એવી રીતનો યત્ન કરવાનું ફરમાવ્યા પછી, આગળના સૂત્રની અવતરણિકા કરતાં શું ફરમાવે છે, એ વગેરે હવે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org