________________
૧૩૪
-
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
-
- -
-
1
0
કેમ પળાશે, એની પણ ચિંતાનો વખત આવી લાગ્યો. એવા બાદશાહ પાસે એ વખતે માત્ર છ અસરફી ! કંઈ સમજો.
પાપ પાઘડી પણ ઝુંટાવી લે તે પહેલાં ચેતો. અત્યારની સ્થિતિમાં ક્યારે શું થશે તે કહેવાય નહિ. એવી દશા ઊભી કરી છે કે કોના જાનમાલ કે આબરૂ પર જ્યારે તરાપ આવે, એ કહેવાય નહિ. બુદ્ધિ, અનુભવ અને વિચારશક્તિ હોય તો વિચારો. વૈરાગ્યનું સાધન પૂરું પાડવાના અત્યારે સંયોગો છે, એવા સમયે વૈરાગ્યને માટે કાયદા અને રાગને નસાડવા માટે કાંઈ નહિ, એ કેવી દુર્દશા ? સંદેશા પાઠવો કે વિરાગીના વિરાગને પોષવા અને એ ખાતર જરૂર પડ્યે સઘળું સમર્પવા પણ અમે તૈયાર છીએ. સંઘ બનો સંઘ. અખાડો ખોલનારા તો તમને વગર પૂછે ખોલશે, એમાં તમારી જરૂર નથી, પણ દુનિયા જે વસ્તુ સ્વયં ન કરતી હોય તે દુનિયાને આપો ! ધર્મસાધનાની ત્રુટી પૂરી પાડવી જોઈએ અને ધર્મપ્રચારના જ પ્રયત્નો કરવા જોઈએ. પૂજા કરનારને સ્કોલરશીપ અપાય, તત્ત્વજ્ઞાન લેવાનું કબૂલે એવાને જિંદગી સુધી ખવરાવાય, પણ ભયંકર વિદ્રોહી બની શાસન સામે ઊભા રહે એવાઓને તો રાતી પાઈ પણ ન જ પરખાવાય; પણ આજે તમારી બેદરકારીના યોગે તમારા જ પૈસાથી સાધનસંપન્ન બની શાસન સામે ઊભા રહેનારા બન્યા છે. આથી જ કહું છું કે ઘર ભાંગનારા દીકરા ન પકવો. વિદ્વાન કોણ?
દાન તથા વિદ્યાની ના નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એની ના ન જ હોય : સાધર્મિકને સતેજ બનાવવા માટે ઘરબાર તારાજ કરાય, પણ ઘરબાર સળગાવી મૂકે એવા એમને સતેજ ન જ કરાય. માટે હવે તો જૈન બનાવવા માટે લક્ષ્મી ખર્ચવી જોઈએ. ડિગ્રીધર બનાવવા તો બેત્રણ દશકા ગાળ્યા, હવે એક દશકો જૈન બનાવવા પાછળ ગાળવો જોઈએ. જૈન થાઓ અને જૈન કરો. દુર્ભાગ્યે જૈનત્વ ન આવે તો પણ મરતાં સુધી જૈનત્વની સામે ન થાઓ. સામે ન થવાની પ્રતિજ્ઞા કરો. એક દશકા સુધી થોડા એવા જૈન તૈયાર કરો કે જેના યોગે પછી હજારો જૈન બનશે. આજનાઓ આર્યસમાજના દાખલા લે છે, પણ આર્યસમાજનાં ગુરુકુળ વગેરેમાંથી નીકળેલો કોઈ એના સિદ્ધાંત વિરુદ્ધ બોલ્યો ? એના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ એક શબ્દ ન બોલ્યો. એમના વિચારથી ફર્યો હોય તો પણ વિરુદ્ધ ન બોલે, એટલું જ નહિ પણ ઊલટો એ કહે કે જેનું અન્ન પાણી ખાધાં છે, જ્યાંથી જ્ઞાન મેળવ્યું છે, એને બેવફા ન થવાય. આથી જ હું કહું છું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org