________________
૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ
પણ નહિ ઊતરે તો ધૂનન શી રીતે થશે ? ધૂનનમાં તો માથાના વાળ પણ
ઉખેડવા પડશે.
1219
-
Jain Education International
77
સભા : થોડાના તો ઊખડશે.
પણ બીજાએ અનુમોદના તો કરવી પડશે ને ? વસ્તુને વસ્તુરૂપે સમજો, નહિ તો સંયોગો એવા છે કે વગર માગ્યે દુઃખ આવશે.
અશુભ ભાવનાથી દુઃખ !
પાપ-પુણ્ય, આશ્રવનું કારણ તે જ સંવરનું કારણ બને, પણ કરતાં આવડવું જોઈએ. શરીર ભોગનું પણ સાધન થાય અને ત્યાગનું સાધન પણ થાય, જેવો આત્મા. ભોગમાં પડે તે ભોગી કહેવાય અને ભોગ છોડે તે ત્યાગી કહેવાય. ભોગમાં પડેલો એ જ શરીરથી ભોગ ભોગવે અને ભોગ છોડે તે એ જ શરીરથી ત્યાગ આરાધે. રુધિર, માંસ, ચરબી, ચામડી તો બેયમાં સ૨ખાં છે, પણ એક આત્મા અનેકને આપત્તિ કરે છે અને બીજો આત્મા મોક્ષની સાધના કરે છે. આજના લોકોને અશુભના ઉદય કરતાં અશુભ ભાવનામાં બહુ દુ:ખ છે. અશુભ ભાવનાથી આજની દુનિયા બહુ દુઃખી જણાય છે. બીજાનું પોતાને ખમાતું નથી. આમને મળે અને અમને નહિ એ વિચારવું, પણ પુણ્યનો વિચાર ન કરવો એ કેમ ચાલે ?
For Private & Personal Use Only
૧૩૩
અમાનુલ્લાહ !
બધાને રાજા થવું છે, પણ વર્તમાનમાં જ બનેલો અમાનુલ્લાનો દાખલો યાદ નથી આવતો ? એ તો તાજો દાખલો છે. અનેક રાજ્યોએ એનો સત્કાર કર્યો હતો, એ પણ એક દિવસ હતો. ચાંદનો તો ઢગલો એના શરીર ઉપર હતો, પણ એ પછીના બાર મહિને ખીસામાં છ સોનામહોર લઈને નીકળવું પડે, એ પણ એની હાલત. પાપમાં સમજો છો ? એનો આદમી એના નામે કાર્યવાહી કરી, આજે ઠંડે કલેજે જવાબ આપે છે કે ‘આપની ભૂતકાળની સેવાની સોનેરી અક્ષરે નોંધ લેવાય છે, પણ આપની પ્રજાના આપ વિશ્વાસપાત્ર બનો એવા સંયોગો દેખાતા નથી. પ્રજા મને તખ્ત પર બેસાડવા માગે છે.’ અમાનુલ્લાનું હૈયું પહોળું કરીને જુએ તો માલૂમ પડે કે કઈ હાલત છે ! એક વખતનો સ્વતંત્ર બાદશાહ તે આજે કઈ દશામાં ? છાપાના રિપોર્ટર પાસે રિપોર્ટ આપતાં પણ જેની આંખમાં પાણી આવી જાય એ કઈ દશા ? આ કુટુંબને, આ છબીલાં બાળકોને
www.jainelibrary.org