________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
પોતાની મર્યાદા સાચવીને જ સાધુ વર્તે. સાધુનો અધિકાર તો મુખ્યતયા ઉપદેશ
દેવાનો છે.
૧૩૨
સભા : તો પછી અખાડાનું ખાતમુહૂર્ત જોવાનું કે અખાડા ચલાવવાનું સાધુ કેવી રીતે કહે ?
1218
જ્યાં શ્રી જિનેશ્વરના મંદિરનાં ખાતમુહૂર્ત જોવાનો નિષેધ ત્યાં અખાડો ચાંથી લાવ્યા ? ખરી વાત એ છે કે આજે અમુક લોકોની મતિ ફરી ગઈ છે : બુદ્ધિનો વિપર્યાસ થયો છે. ઘર બંધાવો છો, વેપાર રોજગાર કરો છો, ત્યાં સાધુને પૂછો છો ? નહિ, એવી રીતે અખાડા અગર દુનિયાની ક્રિયા તમે કરો, તેમાં અમને શું લેવા દેવા ? મુનિ તો કહે કે આટલાં પાપસ્થાનક છે, એને તજવામાં ધર્મ છે. શું ચૂલા મુનિને પૂછીને સળગાવો છો એમ ? આજ તો કહે છે કે ‘જે ચૂલા પર બનેલી રોટલી ખાઓ તેને ખોટું કેમ કહો ?' પણ એ કહેનારાઓને ખબર નથી કે આ માન્યતાથી તો પરિણામ એ થાય કે અઢારે પાપસ્થાનકને પણ વખાણવાં પડશે, પણ એમ કેમ જ હોય ? અબ્રહ્મને પણ પાપ નહિ કહેવાય, કેમ કે બધા પુણ્યાત્માઓ પણ અબ્રહ્મથી ઉત્પન્ન થયા છે : અબ્રહ્મ ન હોત તો તીર્થંકર પણ કેમ ઉત્પન્ન થાત ? જે ક્રિયાથી તીર્થંકર ઉત્પન્ન થાય એને પાપ કહેવાય, તો રોટલી ખાઈએ એ જેનાથી બને એને પાપ કહેવામાં વાંધો શો ?
છએ કાયની હિંસાથી થતા પદાર્થોનો મુનિને ઉપયોગ કરવો પડે છે, પણ એક પણ કાયના પાપના ભાગીદાર એ થતા નથી. મુનિ પણ જો રોટલી ખાતાં ખાતાં એને ‘મજેની’ કહે, એને વખાણે, તો કપાળમાં પાપનું તિલક થાય, પણ પિંડ માનીને સંયમના જ રક્ષણ માટે ગળે ઉતારે તો પાપ નહિ.
રોટલી બનવાની ક્રિયામાં પાપ, પણ મુનિને આપવામાં દાનમાં ધર્મ. લક્ષ્મી ભેળી કરવી એ પાપ, પણ ધર્મક્રિયામાં વાપરવી એ ધર્મ. મેળવેલી ચીજના સદુપયોગમાં ધર્મ, મેળવવામાં તો પાપ. જ્યારે દેવાની ચીજ ઉત્પન્ન કરવામાં પણ પાપ, ત્યાં દાન માટે પેદા કરવાની વાત જ કચાં રહી ? એ પ્રશ્નને સ્થાન જ નથી. અમને મુનિને દાન દ્રવ્યદાન – કરવાનું ન કહ્યું, કેમ કે જેની પાસે દ્રવ્ય હોય તે દાન દે. દ્રવ્યનો ત્યાગ કર્યો એને માટે દ્રવ્યદાન નથી. દાનનો હેતુ તો લક્ષ્મીની મૂર્છા ઘટાડવાનો છે. લક્ષ્મી હોય એને મૂર્છા ઘટાડવાનું બાકી રહે છે, પણ લક્ષ્મીના ત્યાગીને મૂર્છા છે જ કાં ? માટે લક્ષ્મીની મૂર્છા ઘટાડો. એ મૂર્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org