________________
117 – ૭ : અશુભોદય કરતાં અશુભ ભાવ ખરાબ - 77 - ૧૩૧ કરનારના જમણમાં જમી જાય અને એ સાધર્મિક ભક્તિ કરનાર માટે “પૈસાનું પાણી કરે છે એમ કહે, આવો જેઓનો સ્વભાવ જ પડી ગયો છે, તેઓને સુધારવાનો ઉપાય પણ શો ? દયા એટલી જ આવે છે કે એવાઓ વગર કારણે પીડાને આમંત્રે છે ! અન્યથા ત્યાગીની પાસે ત્યાગનો અર્થ ત્યાગ સાંભળવા કે લેવા આવે, એને ત્યાગી ત્યાગ સમજાવે કે આપે, સામાને રુચે અને ત્યાગી આપે, એમાં ત્રીજાને શી પંચાત ? સભા : રોટલાનો બોજો વધે ને ?
જેમને એમ લાગતું હોય, તેઓ પોતાને ઘેર એવાં પાટિયાં મારે કે અહીં સાધુ માટે ભિક્ષા આપવાની નથી ! વગર પાટિયે પણ જૈન સાધુની ભિક્ષા વિધિ કેવી છે ? જરાક સામાનું મન ન દેખાય કે ત્યાં આહાર ન લે. ગમે તેવી ચીજ હોય પણ આપે તે જ લે. કોઈ ગાળ દે કે પપ્પા મારે, તો પણ એ જ પ્રસન્નતાપૂર્વક સાધુ નીકળે. આવો તો કાયદો છે. હજી પણ શ્રી જૈનશાસન એવું જીવવું છે કે સાધુને એકેએક ઘેર જવાનો ટાઇમ નથી. શ્રાવક હજી એવા પુણ્યવાન પડ્યા છે કે સાધુ ન આવે તો એમનાં મન દુઃખાય, અને ખાય પણ કમને. શ્રી શત્રુંજય તીર્થની ટીપવાળા ટીપ કરવા આવ્યા તો પણ કહ્યું શું? આપવા હોય તે આપો. એમને ખાતરી હતી કે “જૈનશાસન એવું જીવવું છે કે ન આપે તેવાને ત્યાં જવું પડે જ નહિ અને આપનારા તો વગર માગ્યે પણ આપે જ છે.”
વરઘોડા, ઉત્સવ કે ઉજમણાં બળાત્કાર કરવાનું ઓછું જ શાત્રે ફરમાવ્યું છે? “કર નહિ તો માર પડશે” – એમ ઓછું જ કહ્યું છે ? નહિ જ, પણ એમ જ છે કે આટલાં આટલાં પુણ્યકર્મો છે, ભાવના વધે, ત્યાં આત્મકલ્યાણ દેખાય અને લક્ષ્મીની મૂર્છા ઘટે, તો એ કરવા યોગ્ય છે. ઉત્પાદન ને સવ્યયનો ફરક :
શ્રી જિનેશ્વરદેવે તો ફરમાવ્યું કે “અનંત જ્ઞાનીઓએ વિહિત કરેલી વસ્તુઓનો ઉપદેશ દઈ સાધુ દૂર રહે.' મંદિર બનાવવા જેવું છે એમ કહે, પણ સાધુ મંદિરનું ખાતમુહૂર્ત કરવા ન આવે. એનું મુહૂર્ત જોવાનો પણ સાધુને નિષેધ. જોષી પાસે મુહૂર્ત જોઈ આવેલ હોય એમાં ખામી હોય તો બતાવે, પણ પોતે ન જુએ. તારક ચીજોને એ તો આરંભ પરિગ્રહરૂપ રોગથી રિબાતા રોગીની પાસે મૂકે. સંસારી માટે મંદિર વગેરેમાં લક્ષ્મીવ્યય એ ઔષધ છે, એ બતાવી દે, ઉપદેશ કરે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org