________________
125
– ૮ : આસ્તિક અને સાત્વિક દયાનો સંબંધ - 78
–
૧૩૯
ધર્મદેશના દ્વારા કલ્યાણની અર્થી દુનિયા ઉપર ઉપકાર નથી કરતા, એટલું જ નહિ પણ કારમો અપકાર કરે છે ! એવા આત્માઓ તો અનંતા ઉપકારી શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં ‘ડ્રિન્નાપાર' ગણાય છે !
શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં મોટામાં મોટા ધર્મગુરુ હોવાનો દાવો કરવો અને લોકવાહવાહની લાલસા જેવી ભયંકરમાં ભયંકર બદીમાં ફસી પડીને લોકોને નિર્વેદ અને વૈરાગ્યથી વેગળા કરી મૂકવાના કારમા પ્રયત્નો કરવા, એ તો કસાઈની કતલ કરતાં પણ ભયંકર પાપકર્મ કરવા બરાબર છે ! આવા પાપાત્માઓને જાણવા છતાં પણ ઉત્તેજન આપનાર, ગુરુતત્ત્વના પૂજારી નથી પણ ગુરુતત્વના વિનાશક છે ! કારણ કે શ્રી જિનેશ્વરદેવોના શાસનનું ગુરુતત્ત્વ શાસ્ત્રાનુસારી દેશકપણામાં છે અને ઉત્સુત્ર ભાષણ તો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એવું પાપ ગણાય છે કે જેની જોડી જગતમાં મળે તેમ નથી તથા નિર્વેદ અને વૈરાગ્યનો સંહાર જ થઈ જાય, એવી દેશના એ તો મૂર્તિમંત ઉસૂત્ર ભાષણ છે ! આવા મૂર્તિમંત ઉત્સુત્ર ભાષણને આચરવા છતાં જેઓ પ્રપંચથી પોતાને મહાનમાં મહાન સદ્ગુરુ તરીકે ઓળખાવવાનો આડંબર કરે છે, તેઓ વિશ્વમાં એકાંત ઉપકારી એવા ગુરુતત્ત્વનો પણ નાશ કરવાની જ કટુ કાર્યવાહી કરે છે ! અને એવા ઘોર પાપાત્માઓને ઉઘાડી આંખે ઉત્તેજિત કરનારાઓ એવા ઘોર પાપના સહાયક બની પોતાની જાતને પણ દુર્લભબોધિ વગેરે વગેરે બનાવનારા છે ! અસ્તુ.
હવે આપણે એ જોઈએ કે આ છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્રની અવતરણિકા કરતાં એ બીજા સૂત્રની રચના એકાંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિએ શા હેતુથી કરી છે ?, એ દર્શાવવા પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે –
“स च करुणं स्तनन्तीत्यादिना ग्रन्थेनोपपातच्यवनावसानेनावेदितोऽपि पुनरपि तद्गरीयस्त्वख्यापनाय प्राणिनां संसारे निर्वेदवैराग्योत्पत्त्यर्थमभिधित्सुकाम आह-"
“કરુણપણે આક્રોશ કરે છે' આ આદિ ગ્રંથ દ્વારા અને ‘ઉપપાત તથા અવન' રૂપ અંતિમ ગ્રંથ દ્વારા તે કર્મનો વિપાક જણાવ્યો છે, તે છતાં પણ ફરીને પણ તેની ગરિષ્ઠતાનું ખ્યાપન કરવા માટે અને પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વેરાગ્યની ઉત્પત્તિ થાય, એ અર્થે કહેવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org