________________
૧૪૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
15
કામનાવાળા સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે -
આ પ્રમાણે- અવતરણિકામાં ફરમાવીને ટીકાકાર મહર્ષિ સૂત્રકાર પરમર્ષિના આશયને ઘણી જ સ્પષ્ટ રીતે સમજાવે છે અને એ રીતે સમજાવતાં ફરમાવ્યું કે -
સૂત્રકાર પરમર્ષિનો મુખ્ય આશય એ જ છે કે પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવો અને એ ઉત્પન્ન કરવા માટે કર્મના વિપાકની ગરિષ્ઠતાનું પુનઃ પુનઃ પ્રતિપાદન કરવું; કારણ કે કર્મોના વિપાકને બરાબર સમજ્યા વિના કે સાંભળ્યા વિના પ્રાયઃ પ્રાણીઓને નિર્વેદ કે વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. એ જ કારણે -
નુvi nત' આ આદિ ગ્રંથથી આરંભીને વેવાયં વવ વ નવ્વ' અહીં સુધીના ગ્રંથથી – કર્મોના વિપાકને જણાવવા માટે આ બીજા સૂત્રની રચના કરે છે. અને - એ સૂત્રરચનાની આદિમાં જ એ ઉપકારી ફરમાવે છે કે –
“ સુદ નEા તા.” "तं कर्मविपाकं यथावस्थितं तथैव ममावेदयत श्रृणुत यूयं"
“તે કર્મવિપાક જેવી રીતે અવસ્થિત છે, તેવી
રીતે જણાવતાં મને હે ભવ્યો ! તમે સાંભળો.” સંસારવર્તી પ્રાણીઓ નિર્વેદ અને વૈરાગ્ય પામે, એ માટે આ ઉપકારીઓનો કેવો અને કેટલો પ્રયાસ છે, એ વિચારો ! સાચા ઉપકારીઓનો એ જ પ્રયત્ન હોય, એમાં કશું જ આશ્ચર્ય નથી, કારણ કે નિર્વેદ અને વૈરાગ્ય આવ્યા વિના સંસારમાં દશ દશ દૃષ્ટાંતે દુર્લભ ગણાતા મનુષ્યભવની વાસ્તવિક સફળતા થઈ શકતી જ નથી. એ જ કારણે આ પરમ ઉપકારીઓ ઇચ્છે છે કે સંસારમાં ફસેલા આત્માને નિર્વેદ અને વૈરાગ્ય થાય. સંસારની સ્થિતિ તથા પ્રકારે સમજાય તો જ નિર્વેદ થાય. નિર્વેદ એટલે સંસાર કારાગાર જેવો લાગે , અને સંસાર ઉપરના રાગનો અભાવ તેનું નામ વૈરાગ્ય, સંસારમાં પડેલા નિર્વેદી અને વિરાગી બને, એટલા માટે શાસ્ત્રકારોની આ બધી મહેનત છે, પણ એ સાચો નિર્વેદ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org