________________
127 – ૮ : આસ્તિકા અને તાત્વિક દયાનો સંબંધ - 78 –- ૧૪૧ વૈરાગ્ય આવે કયારે ? ત્યારે જ કે જ્યારે આસ્તિક્ય આવે. આસ્તિક્ય પછી અનુકંપા આવે અને તે પછી નિર્વેદ અને વૈરાગ્ય આવે.
જ્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના વચન પર આસ્તિક્ય નથી ત્યાં સુધી સાચા નિર્વેદ અને સાચા વૈરાગ્યની વાતો કરનારા અજ્ઞાન છે. અનંતજ્ઞાની શ્રી વીતરાગ પરમાત્માએ જે રીતે જીવાદિકનું સ્વરૂપ કહ્યું છે તથા સંસારને જે સ્વરૂપે જણાવ્યો છે, તે ઉપર તથા પ્રકારે શ્રદ્ધા ન જાગે, ત્યાં સુધી સાચી અનુકંપા કઈ રીતે આવે અને સાચો નિર્વેદ પણ ક્યાંથી આવે ? આત્મસ્વરૂપને સમજે નહિ ત્યાં સુધી અનુકંપા કોની કરે ? સ્વ કે પરની પણ અનુકંપા તો આત્માનીને ! આત્મસ્વરૂપના ભાન વગરનાની દયા પ્રાયઃ ઉપલકિયા જ હોય છે. વધારે ભયંકર શું? સભા : શું નૈસર્ગિક દયા ન આવે ?
એ પણ કયારે આવે ? આંશિક પણ આત્માની સમજ હોય તો. ભૂખ્યાની દયા આવે છે , પણ પાપ કરનારની દયા નથી આવતી, એનું કારણ ? શું ભૂખ વધારે ખરાબ કે પાપ ? ભૂખ્યો થાય છે, એ પણ પાપથી જ થાય છે ને ? આ દયા એવી કે ટુકડો આપવાથી શમે, જ્યારે સમ્યગ્દષ્ટિની દયા ટુકડો આપવા માત્રથી ન ગમે, પણ આગળ લંબાય. આવું જીવન ક્યારે મટે, એવી દયા સમ્યગ્દષ્ટિને આવે. એને ટુકડો ન દેવો એમ તો હોય જ નહિ, ટુકડો તો આપે, પણ એ વિચારે કે “ટુકડાના આધારે જીવે તો આનો ઉદ્ધાર ક્યારે થાય ?' વિચારો કે તમને ભૂખ્યાની દયા આવે છે, પણ ચોર કે જુઠ્ઠાની દયા આવે છે ? એ બિચારો પાપ કરીને કઈ ગતિમાં જશે, એ ખ્યાલ કોઈ દિવસ આવ્યો ? જ્ઞાનીની દયા :
દુનિયાને કેવળ રંકની દયા આવે છે, જ્યારે જ્ઞાનીઓને મોટા ચક્રવર્તીની પણ દયા આવે છે. દુનિયાની દયામાં અને શ્રી જૈનશાસનની દયામાં આટલો ભેદ છે. કંગાળ કરતાં પણ ચક્રવર્તી બહુ દયાપાત્ર છે. ભીખ માગીને પેટ ભરનાર કરતાં અનીતિ કરી ગુજારો ચલાવનાર બહુ દયાપાત્ર છે. પેટ માટે હિંસા, મૃષા, ચોરી કરતાં કાંઈ પાછું વાળીને ન જુએ, એની હાલત શી ? પાપનું પરિણામ ભયંકર છે. આજના સારા દેખાતાની પણ પાપના યોગે એવી ભયંકર દુર્દશા થવાની છે કે જેવી દુર્દશા અત્યારના કંગાળની પણ નથી, એવી દયા આ જ્ઞાનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org