________________
૧૪૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
આવે છે. જ્ઞાની પોતાના જ્ઞાનથી એ દુર્દશા જોઈ રહ્યા છે એટલે દયા આવે છે. આ જાતની દયા શ્રી જિનેશ્વરદેવનાં વચન
માટે આ જ્ઞાની છોડવાનું કહે છે. માને એને જ આવે.
સ્વોપકાર વગર પરોપકાર નથી !
કેટલાક કહે છે કે ‘આવી આવી વાતો કહેવાની જરૂર શી ? સામાન્ય દાનશીલ વગેરેની વાતો થાય એટલે બસ.’ પણ પાયા વિનાનો મહેલ ટકે શી રીતે ? વર્ષોથી શ્રી જિનેશ્વર દેવની પૂજા કરો છો, સાધુનો સહવાસ સેવો છો, વ્યાખ્યાન-શ્રવણ કરો છો, છતાં આવી દશા શાથી ? પૂજા, સામાયિક, પર્વતિથિએ પૌષધ, પ્રતિક્રમણ, દાન વગેરે કર્યું એટલે બસ એમ માન્યું, પણ એ શા માટે કરવાનું એ સમજો. સામાની દયા, ભલું, ઉપકાર કરવાનું ખરું, પણ એ પહેલાં પોતાના આત્મા માટે કરવાનું કે નહિ ? -આત્માને વેચીને પારકાનો ઉપકાર કરવાનું શ્રી જૈનશાસનમાં નથી. શરીર કે સુખ-સંપત્તિના ભોગે પરોપકારનો નિષેધ નથી, પણ પરોપકાર માટે પોતાના આત્માની દુર્ગતિ વહોરી લેવાની વિધિ નથી. જે ક્રિયામાં પોતાના આત્માનો અપકાર થાય તેમાં કદી પારકાનો ઉપકાર થવાનો નથી.
1228
અઢાર પાપસ્થાનક જેમ આપણા આત્માને ડુબાડે, તેમ બીજાને પણ ડુબાડે. એ બીજાને આપવાથી ઉપકાર ન થાય. એમ કરનાર તો પોતે ડૂબે છે અને બીજાને ડુબાડે છે. જે માત્ર આ લોકને જ માને, તેની દૃષ્ટિએ ભલે એવી જાતનો ઉપકાર એ ઉપકાર હોય, પણ જે આસ્તિક છે, પરલોક માને છે, એને એમાં જ વાસ્તવિક ઉપકાર માનવો પાલવે તેમ નથી.
આ લોક અને પરલોક :
આસ્તિક-નાસ્તિકને કંઈ ખાસ ચિહ્ન હોતાં નથી, પણ પરલોક માનવો અને એની વાતને યાદ જ ન રાખવી, એનો અર્થ શો ? પરલોકની વાતો કરવી છતાં પરલોક તરફ દૃષ્ટિ ન રાખવી અને પાસે આવના૨ને આ લોક તરફ જ રાખવા, એના જેવો ભયંકર દ્રોહ કર્યો ? તમે તો ભોળા તે ફસો પણ જે જાણનાર હોય તે આવનારને આ લોકના રંગરાગમાં ફસાવાની સલાહ કઈ રીતે આપે ? લાખની આવક છતાં પણ ચોરીનો માલ રાખવાની સલાહ હિતેષી કેમ જ આપે ? ભવિષ્યના ફળને જોનારો જો આ લોકની પણ ખોટી સલાહ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org