________________
1229
૮ : આસ્તિક્સ અને તાત્ત્વિક દયાનો સંબંધ - 78
-
આપે, તો પરલોકને માનનાર ધર્મગુરુ આ લોકમાં ફસવાની ખોટી સલાહ કઈ રીતે આપે ? આત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરે નથી એમ કહે તો વાત જુદી છે, પણ જો એમ કહે તો તો ગાંડો પણ ન માને, એટલે એ તો આત્મા છે, પરલોક છે, એમ કહેવા છતાં આ લોકમાં ફસેલા, બીજાને પણ ફસાવે છે. દયામાં ભેદ :
ભૂખ્યા તરફ દયા આવે એનાથી કેટલાય ગણી વધારે દયા પાપ કરનાર તરફ આવવી જોઈએ. સમ્યગ્દષ્ટિની દયામાં આ વિશિષ્ટતા છે. ઇતરની અને સમ્યગ્દષ્ટિની યામાં આટલો ભેદ છે. ઇતર તો સાધનાભાવ સાધનના અભાવની દયા ચિંતવે, પણ સમ્યગ્દષ્ટિની દયા તો આગળ વધે છે. સાધન નથી એની દયા તો ચિંતવે, પણ સાધન કેમ નથી એની દયા પણ ચિંતવે અને સાધન વગર ચલાવે એવો કેમ બને, એ પણ ચિંતવે. પૂર્વના પાપથી ખાવા ન મળે, એને ફરીથી પાપમાં જોડે તો દશા શી થાય ? સમ્યગ્દષ્ટિ તો ટુકડો આપતાં કહે કે ‘મેં આપ્યું તે લીધું અને ખાધું એ તો ઠીક, એમાં કાંઈ મોટો ઉપકાર નથી, પણ કેમ નથી મળતું એ વિચાર્યું ? માટે એવું વર્તન કર કે પૂર્વનાં પાપ જાય અને ભવિષ્યને માટે પાપ તૈયાર ન થાય.’
૧૪૩
=
સમ્યગ્દષ્ટિની આ દયા, તો સર્વવિરતિની કઈ દયા હોય ? સર્વવિરતિ પાસે આવનારને ‘જરા આ તે મેળવી લો, પછી આવજો' એમ એ કહે ? લાલચોળ થયા પછી અહીં આવવાનું કહેવાય ? લાલચોળ થતાં થતાં સાફ થયા તો ? અને લાલચોળ થઈને અહીં આવે ?
દયા કે ત્રાસ ?
Jain Education International
સભા : આ લોક સુધારતાં પરલોક ન સુધરે ?
આ લોક સુધારતાં પરલોક સુધરે એવું ન બને, પણ પરલોક સુધારતાં આ લોક સુધરે એ તો બને. નીતિ, સત્ય, સંયમ, જિતેંદ્રિયપણું, - આ ક્રિયાઓમાં જો આ લોકની શુદ્ધિ માનતા હો તો એમ કરતાં પરલોક સુધરે એ વાત સાચી, પણ ખાવાપીવામાં અને રંગરાગમાં આ લોકનો સુધારો માનતા હો તો પરલોક નિયમા બગડે.
For Private & Personal Use Only
ન
શ્રી જૈનશાસન કહે છે કે મરતાંય અનીતિ ન ક૨વી તે આ લોકની શુદ્ધિ છે. પ્રાણાંતે પણ પાપની પ્રવૃત્તિ ન કરવાના નિશ્ચયને જ્ઞાનીઓ આ લોકનો સુધારો
www.jainelibrary.org