________________
12 – ૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ - 80 – ૧૯૧ યોગ્ય ક્ષણે યોગ્ય કહે પણ ખરા, પણ એની શ્રીમંતાઈ આદિને ન વખાણે. ‘તમે શ્રીમાન છો, આવા છો ને તેવા છો.' - એવું મુનિ ન વાટે. એવું વાટે તો પેલો ન પામે, પણ ઊલટું “મારી શ્રીમંતાઈને મહારાજે પણ વખાણી' – એમ માનીને શ્રીમંતાઈને એ ગુણ માને. સાધુ પાસે આવનાર શ્રીમંતને તો એમ જ થવું જોઈએ કે “મહારાજ મારી શ્રીમંતાઈથી ખુશી થયા નથી, મારી શ્રીમંતાઈથી ગુરુ રાજી થયા નથી, વાત વાતમાં મારી શ્રીમંતાઈની મૂંઝવણ પર તો એ તારકનો કટાક્ષ જ હતો.” કોઈ કોઈ વીંછી ઉતારનારા, કહેવા આવનારને ધોલ મારે છે. ધોલ આને મારે અને ઝેર ઊતરે પેલાનું. મુનિ પણ શ્રીમંતના મુનીમને એવી હિતશિક્ષા આપે કે શેઠ સમજી જાય. મુનીમ પણ જઈને કહે કે “મહારાજને તમારા પૈસાની નથી પડી !' વેષવિડંબના :
આપણો મુદ્દો એ છે કે પાપી પણ પુણ્યવાન થઈ શકે છે, પણ પુણ્યવાનની એ પાપક્રિયા ન વખાણાય. જે વૈદ્ય ભગવાનના કાનમાંથી ખીલા કાઢયા અને ભગવાનની વેદના મટાડી તે વૈદ્ય સ્વર્ગે ગયો, એ પણ શાસ્ત્રમાં લખ્યું અને એ જ શાસ્ત્ર એમ કહે છે કે ઔષધાદિ કરનાર વૈદ્ય પ્રાયઃ નરકગામી હોય. કોઈક ઉત્તમ સંયોગ પામી ઉત્તમ આત્માની સેવા કરવાથી ભલે એ સ્વર્ગે પણ જાય અને મુક્તિમાં પણ જાય. શાસ્ત્ર કહ્યું કે મહારંભી, મહાપરિગ્રહી, માંસાહારી અને પંચેન્દ્રિયઘાતક જીવો નરકે જાય, છતાં પણ મહારંભી અને મહપરિગ્રહી મુક્તિએ પણ ગયા છે ને ? ભરત મહારાજા મહારંભી અને મહાપરિગ્રહી હતા, યુદ્ધમાં પંચેન્દ્રિયની પણ કતલ કરતા હતા, છતાં ક્યાં ગયા ? આ ઉપરથી કોઈ એમ કહે કે “આવા પાપ કરનાર મુક્તિએ ગયા, તો અમારાં નાનાં પાપોની કિંમત શી ?' તો એ કહેનાર કેવો ? કહેવું જ પડશે કે દુનિયામાં પડેલા મિથ્યાષ્ટિ અને કસાઈ કરતાંયે એ ભંડો, કારણ કે એમ કહેનાર એ અનેક આત્માઓને ઉન્માર્ગે અનંતકાલ સુધી રિબાવનારો છે, અન્યથા શું શ્રી ભરત મહારાજા મહારંભી અને મહાપરિગ્રહી રહ્યા છતાં કેવળજ્ઞાન પામ્યા છે ? નહિ જ, પણ જ્યારે મહારંભ તથા મહાપરિગ્રહને ખોટા માન્યા, અનિત્ય માન્યા, બધું ઉતારવા માંડ્યું, ત્યાગ કર્યો, ત્યારે કેવળજ્ઞાન થયું. ‘તત્ સર્વ પરમ્, ને મીયમ્' આ ભાવનાના યોગે એ પુણ્યપુરુષને કેવળજ્ઞાન થયું. અસ્તુ. હવે એ વાત ધ્યાનમાં રાખો કે તમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org