________________
૧૯ર
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
– 1278
બંગલામાં અમે ઊતરીએ તોયે બંગલાને કેદખાનું કહીએ. આ ઉપરથી કોઈ કહે કે “બંગલામાં ઊતર્યા અને બંગલાને ગાળો દે છે એમ કહેનાર કેવો ? કહેવું જ પડશે કે અજ્ઞાન, કારણ કે શ્રી જિનેશ્વરદેવના સાધુ, એ તારકના પવિત્ર વેષને પહેરી કોઈના બંગલામાં બેસીને એ બંગલાદિ પૌદ્ગલિક સાહ્યબીને વખાણે, એ તો સાધુ ન કહેવાય પણ વેષધારી-વિડંબક-ભવૈયા જેવા જ કહેવાય ! સાધુ તો તે છે કે જે મકાનને પણ ઉપાશ્રય બનાવે ! બંગલાને કેદખાનું ન સમજાવીએ તો અમે પણ લાંચિયા છીએ, બંગલામાં બેસવા માટેના ગરજુ છીએ અને ગરજુ તો ગધેડાને પણ સલામ કરે, બંગલામાં ઊતર્યાની શરમ ખાતર અનંતજ્ઞાનીઓની આજ્ઞાને ભૂલીએ, છુપાવીએ અગર જુદા રૂપમાં બતાવીએ, એના જેવી નિમકહરામી તથા વેષની વિડંબના આ વિશ્વમાં એક પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org