________________
૧૧ : જાતના ભોગે શાસનરક્ષા
81
• સંસારરાગ હોય ત્યાં ધર્મરાગ ક્યાંથી હોય? • તે મેળો નવિ કદિય સંભવે રે : • શાસ્ત્ર એને પણ માયા કહી : • પારકા ભૂંડામાં પોતાનું ભૂંડું :
• ધર્મીથી શું થાય ? શું ન થાય ? • શાસનને આંચ આવવી ન જોઈએ : • શાસનરસિકે સત્ય કહેતાં ગભરાવું ન જોઈએ :
વિષય : શાસનરક્ષા પ્રસંગે જાતને ગૌણ બનાવવા અંગે.
સંસારરાગ અને ધર્મશાસન રાગ એ વિરોધી વસ્તુ છે. એકના સદ્ભાવમાં બીજું સંભવે નહિ. શાસનરક્ષા કરવા કટિબદ્ધ આત્માની કાર્યવાહીથી અકળાઈ ઘણા એના વિશ્લેષી બને એમ બને. એ વિદ્વેષથી પ્રેરાઈ સત્યરક્ષકના અંગત જીવન સામે એક યા અનેક પ્રકારે અસભ્ય કાર્યવાહી પણ કરવા પ્રેરાય. આવા પ્રસંગે કોઈ પણ ઔદયિક ભાવના આવેગને વશ થયા વિના માત્ર શાસનને જ આગળ કરવું એ દરેક સમકિતીની ફરજ છે. એ ફરજનું જ આ પ્રવચનમાં જૂદા જ સ્પર્શ સાથે વિવેચન કરાયું છે. એ માટે યુગાદિ દેશના ગ્રંથાધારે એક દૃષ્ટાંત આપ્યું છે અને માયાનાં કારમા પરિણામો બતાવ્યાં છે. ધર્મ શું કરે ? શું ન કરે, તે પણ સમજાવ્યું છે. છેવટે શાસન-સત્યની ખુમારી અંગે આચાર્ય કાલિકસૂરિજીનું દૃષ્ટાંત આપી પ્રવચન પૂર્ણ કર્યું છે.
મુવાજ્યાગૃત
સમ્યગ્દષ્ટિથી લઈને સર્વવિરતિ સુધી બધે જ છોડવાની જ વાત છે.
નથી આવતા તેના કરતાં આવનાર સારા, પણ આવનારા ગમે તેમ હાંક્ય રાખે એ નિભાવાય નહિ. ૦ સમ્યગ્દષ્ટિ જે તજે છે. તે એ મેળવવા માટે નહિ !
પારકું ભૂરું કરવા જતાં પોતાનું ભૂંડું પહેલું થાય છે.
આપણું ચાહે તેમ થાય પણ શાસનને આપણાથી હાનિ ન પહોંચવી જોઈએ. • આપણા ઉપર આવતા ખોટા આરોપોને આપણે ખુશીથી ખમી ખાવા જોઈએ, પણ શાસનને આંચ લાગે તેવું
આપણાથી કશું પણ ન જ થવું જોઈએ. ગમે તેવી આફતમાં પણ સત્યને આચરતાં મોક્ષના અર્થીએ ડરવું નહિ જોઈએ અને પ્રાણાંતે પણ ખોટું
આચરવું નહિ જોઈએ. • ઈરાદાપૂર્વકની ભૂલ સ્વ-પર ઉભયનું અહિત કરનારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org