________________
૧૯૦ –––– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
– 1276
પરમાત્માના શાસનમાં જેવા શ્રી ગૌતમ મહારાજા યુગપ્રધાન, તેવા શ્રી દુષ્પસ્મહસૂરિજી મહારાજા પણ યુગપ્રધાન ! ભગવાન શ્રી ગૌતમસ્વામીજી પહેલા અને એઓ છેલ્લા. આમનું જ્ઞાન શ્રી દશવૈકાલિકના ચાર અધ્યયન જેટલું, જ્યારે ભગવાન શ્રી ગૌતમસ્વામીનું જ્ઞાન સર્વાતિશાયી ! વ્યવહાર શ્રતના આધારે છે, કેવળના આધારે નથી. જે કાળે જેટલું શ્રુત મોજૂદ હોય, તેના આધારે શાસન ચાલે. અયોગ્યને પણ ક્યારે ના પડાય ?
આજે કેટલાક કહે છે કે લક્ષણો જોઈને દીક્ષા આપો. લક્ષણશાસ્ત્રના આધારે ભવિષ્યમાં કેવો થશે તે પહેલાં જોવાતું હતું, એમ જોઈને દીક્ષા આપો.” એ લક્ષણો જાણતા હતા, અત્યારે એ ન હોય તો શું ન અપાય ? જો એ નિયમ થાય તો પચ્ચકખાણ પણ નહિ લેવાય-દેવાય. પચ્ચકખાણ દેવાય પણ નહિ અને અમે પોતે પણ ન લઈએ, કેમ કે ઉપવાસની ભાવના તો થઈ, પણ ચાર કલાક પછી ભાંગવાની ભાવના નહિ થાય એની શી ખાતરી ? આવો નિયમ સ્વીકારશો તો છતી સામગ્રીએ ભીખ માગશો. પૈસા ભેગા કરો છો પણ કેટલા દિવસ ટકશે એ જોષીને પૂછ્યું ? જોષી લખી આપે, દસ્તાવેજ કરી આપે, વીમો ઉતારી આપે તો જ પૈસા ઘરમાં ઘાલવા, એવો નિયમ કરોને ! ના, ત્યાં એમ નહિ. ત્યાં તો એમ કે આવ્યા એ ખરા, ભોગવ્યું એ બાપનું અને અહીં બધા નિયમ એવા કે પ્રાયઃ કોઈ પામે જ નહિ. આ શું સબુદ્ધિ છે ? નહિ જ, આથી જ અહીં પણ એ નિયમ કે ભલે ગઈ કાલ સુધી બદમાશ હોય પણ પાપ કબૂલીને આવતો હોય, એની ચેષ્ટા ઉપરથી યોગ્ય લાગતો હોય, તો એને ધક્કો ન જ મરાય. અંદરથી પ્રપંચી હોય તો એ જાણે. સહજ શંકા પડે તો પણ કાઢી મૂકવાનું ન કહ્યું. પાસે રાખવાનું કહ્યું. છ મહિના પાસે રાખ્યા પછી અયોગ્ય લાગે તો ના પાડવાનું કહ્યું, પણ ત્યાં સુધી પાસે રાખવાનું કહ્યું અને યોગ્ય લાગે તો તરત દીક્ષા દેવાનું પણ કહ્યું. સારા સ્થાનમાં પાપાત્મા આવે તો ગભરાવું નહિ, પણ એમની ખોટી રીતે પીઠ ન થાબડવી. મુનિ અને શ્રીમંત :
મુનિ પાસે આવે બધા - આરંભી, સમારંભી અને અઢારે પાપસ્થાનકના સેવનાર પણ મુનિ પાસે આવે ખરા, મુનિ વાત પણ કરેપણ એક પણ પાપસ્થાનકની પ્રશંસા ન કરે. મુનિ એની સાથે વાત કરે, સમજાવે, ઉપદેશ આપે, વાસક્ષેપ નાખે, પોતાની દૃષ્ટિમાં કૌવત હોય તો એની સામે પણ જુએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org