________________
1275
----- ૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ : - 80
– ૧૮૯
હનગુણી પ્રત્યે અનુકંપા હોય. એની પ્રત્યે મોઢું બગાડે એ તો પામેલો જ નથી. વ્યવહાર પણ કહે છે કે પારકું ધન મેળવનારને ધન કેમ મેળવાય છે તેની ખબર ન હોય, પણ જાતે કમાનારને ખબર હોય અને એને નિર્ધનની દશાની પણ ખબર હોય. ગુણવાનને પણ નિર્ગુણીની હાલતની ખબર હોય. ગુણવાન નિર્ગુણીને જોઈને મોટું ન બગાડે, પણ એ આત્માને અનુકંપા આવે. શ્રી તીર્થંકરદેવો, ઘોર મિથ્યાષ્ટિને પણ પોતાની સામે જુએ, પણ કર્માધીનતાને લઈને અજ્ઞાનતા જોઈ રહ્યા છે, એ ટાળવા માટ ઉપદેશના ધોધ વહેવરાવે, એ ધોધના યોગે અજ્ઞાનીમાંથી ઘણા જ્ઞાની થવાના. શ્રી ઇંદ્રભૂતિ કેવા અભિમાની હતા ? અભિમાની ધર્મને લાયક હોય ? પણ અભિમાની પણ ગ્રાહક હતા તો દેવાયું અને તે પછી તે કેવા થયા ? ભયંકર અભિમાની હતા એ ઉત્તમ પ્રકારના વિનીત થયા કે નહિ ? અપેક્ષાએ કેવળજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાનની મહત્તા :
વધુમાં ભગવાન શ્રી ગૌતમસ્વામીને પેલા ખેડૂતને બોધ કરવા મોકલ્યા, ભગવાન જ્ઞાનથી જાણતા હતા કે “એ ગૌતમના યોગે વેષ લઈને અહીં સુધી આવશે, પણ મને દેખીને વેષ મૂકીને નાસશે' - તો પણ કેમ ગૌતમસ્વામીને ત્યાં મોકલ્યા ? એક જ કાયદો કે ક્ષણવાર પામે એવા આત્માને પણ આપવું. એ ખેડૂતે કેટલો વખત સંયમ રાખ્યું ? એટલો સમય પણ સંયમ રાખનારા જીવે છે કે નહિ ? શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનની દૃષ્ટિએ બેંતાલીસ દોષરહિત ગોચરી લાવે, એ કેવળજ્ઞાનની દૃષ્ટિએ દોષવાળી હોય તો પણ કેવળજ્ઞાની વાપરે, અશુદ્ધ છે એ કહે પણ નહિ અને પૂછે તો પણ શુદ્ધ કહે, કેમ કે માર્ગ શ્રુતજ્ઞાનના આધારે છે. સભા: કેવળી દોષિત આહાર લે એનો દોષ નહિ ?
ના, કેમ કે માર્ગની રક્ષા એમાં છે. માર્ગ શ્રતના આધારે છે. જો કેવળી દોષિત કહે તો તો પછી બધા મુનિ મુનિપણું મૂકી કહી દે કે “કેવળજ્ઞાન તો છે નહિ અને શ્રુતજ્ઞાનથી નિર્દોષ ભિક્ષા લાવી શકાય નહિ, માટે આ નહિ બને.”
આજે આપણી પાસે જેટલું આગમ મોજૂદ છે, એના આધારે વાત કરીએ. શ્રી દુષ્પસ્મહસૂરિજી શ્રી દશવૈકાલિકનાં ચાર અધ્યયનના આધારે વાત કરશે. એટલું તો આજનો કોઈક નવ વર્ષનો સાધુ પણ ઓછામાં ઓછું જાણે, તો પછી એ શ્રી દુષ્પસ્મહસૂરિજી મહારાજા કેવા ? કહેવું પડશે કે એકાવતારી, પરમ ગીતાર્થ, યુગપ્રધાન સૂરિ અને શાસનના ધુરંધર ધર્માચાર્ય!ભગવાન શ્રી મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org