________________
૧૮૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
–
1274
એમ તો ધર્મબિંદુ વગેરે ગ્રંથમાં કહ્યું છે કે “ધર્મનો અધિકારી તે છે કે જેનામાં “ન્યાયસંપન્નવૈભવ' આદિ પાંત્રીસ ગુણો હોય.” આ ઉપરથી જો એવો જ નિર્ણય કરવામાં કે જે જે એ પાંત્રીસ ગુણોને ન પામ્યા હોય તેને તેને ધર્મ ન જ અપાય, તો તો પછી કહેવું જ જોઈએ કે આજે કોઈપણ ધર્મો છે જ નહિ, કારણ કે પાંત્રીસ ગુણોને પામ્યા પછી જ ધર્મી બનેલા પ્રાયઃ કોઈપણ મળવાના જ જો નથી, તો તો પછી કહો કે આજે કોઈ સાધુ-શ્રાવક છે કે નહિ ? શાસન છે કે ગયું ? માટે સમજો કે એ પાંત્રીસ ગુણવાળો જે હોય તે સહેલાઈથી ધર્મ પામે, એવી જ રીતનો અર્થ અહીં પણ કરવો જોઈએ અને જે ગુણ આવશ્યક હોય તે ખાસ જોવો જોઈએ. સભા: એવો અર્થ કરે તો ને ?
એ જ કારણે શાસ્ત્રકાર કહે છે કે દુરાગ્રહી માટે તો શાસ્ત્ર એ પણ શસ્ત્ર જ છે. શાસ્ત્રકારે તો દરેક વસ્તુની ઊંચી સ્થિતિ બતાવી, કેમ કે એ તો ઇચ્છે છે કે પહેલેથી આવા હોય તો બહુ સારું, પણ એમાંથી આજના લોકો તો એવું જ કાઢે છે કે પાપી તો ધર્મના અધિકારી જ નથી. પૂર્વે આવી યોગ્યતા મેળવ્યા વિના આવે એને સંયમ અપાય જ નહિ એમ નથી.
બાર વ્રતધારી બની, પ્રતિમા ધારણ કરી ધીર બનેલા શ્રાવક સર્વવિરતિ માટે યોગ્ય છે એમ લખ્યું, એ વાંચીને આજના લોકો કહે છે કે “જોયું ? સંયમ
ક્યારે લેવાય ? સમ્યકત્વ મૂળ બાર વ્રત લઈ, અગિયાર પ્રતિમા ધારણ કરી, તે પછી જ લેવાય.” પણ મિથ્યાદૃષ્ટિને પણ દ્રવ્ય સમ્યકત્વનો આરોપ કરી દીક્ષા આપવી, એવું શ્રી ઉપાધ્યાયજી મહારાજા કહે છે ત્યાં એમની નજર નથી જતી, અને આઠ વરસની વયનો નિરધાર કર્યો, એ વસ્તુને તેઓ ભૂલી જાય છે.
સભા : એ વાત બુદ્ધિવાદમાં ઊતરે છે ?
હા ! વિચારે તો જરૂર ઊતરે. જેના હૈયામાં ધર્મ પ્રત્યે વિરોધભાવ ન હોય, તે આત્મા ધર્મ માટે અવશ્ય યોગ્ય છે. બાકી ધર્મીને જ ધર્મી બનાવાય એ જ કાયદે અધર્મીને ધર્મ ન બનાવાય તો અધર્મીની હાલત શી ? ભગવાન શ્રી તીર્થંકરદેવની દૃષ્ટિએ બધા કેવા? કહેવું જ પડશે કે હીનકોટિના!એવી જ રીતે મન:પર્યવજ્ઞાની મહર્ષિઓ દરેકના મનનાં પરિણામ જાણે - કોઈ કેટલો ક્રોધી, માની, દુરાચારી હોય એ બધું દેખે, પાસે રહેલા સાધુના સાધુપણાની પણ દુર્દશા દેખે, છતાં પણ એ તેના તરફ મોટું ન બગાડે. શાસ્ત્રકાર કહે છે કે ગુણવાન કોણ? તે જ કે જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org