________________
૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ : - 80
ભયંકર પાપ યાદ આવે અગર કોઈ સંભારે તે દિવસે આહાર પાણી ન લેવું. જો ખરાબ સારા થાય જ નહિ, તો તો નિગોદિયા મુક્તિમાં જાત જ નહિ, પણ નિગોદિયા કેટલાયે મુક્તિએ ગયા ! નિગોદના જીવને અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો બાકી એ મિથ્યાદ્દષ્ટિ પૂરા, જડ જેવા, એ પણ એમાંથી નીકળી એવા બન્યા કે સિંહાસન પર બેસી અસંખ્યાતા દેવો અને ઇંદ્રો જેના ચરણમાં ઝૂકે એવા થયા, છતાં આજના લોકોને આવા પ્રશ્ન કેમ થાય છે ? હું કહું છું કે શ્રી તીર્થંકરદેવના આત્માઓ સિવાયના સઘળાય આત્માઓ પ્રાયઃ જન્મ્યા ત્યારે
1273
મૂર્ખ હતા. મા કે બાપને ઓળખતાં પણ નહોતું આવડતું. માસ્તર પણ ‘બા-ભૂપા’ ભણાવતા. ખાતાપીતાં કે લઘુશંકા કરતાં પણ નહોતું આવડતું. આપણે બધા જ એવા મૂર્ખ હતા, પણ આજે બધા કેવા બન્યા ? કહો હવે કે મૂર્ખા પણ ડાહ્યા બને ! એકડો નહોતો આવડતો તે આજે કેવા બન્યા ? હોદ્દેદાર, ડિગ્રીધર બન્યા. જો આ બધું બને તો પાપી પુણ્યવાન કેમ ન બને ? જો માસ્તર ન મળ્યો હોત, માબાપે નિશાળે ન મોકલ્યા હોત, તો ડોબાં રહેત : તેમ પાપીને પુણ્યવાનનો સંગ ન થાય અગર તો શુભોદય ન જાગે કે લઘુકર્મિતા ન હોય તો પાપી રહે, પણ સંયોગ મળ્યા પછી પાપી પુણ્યવાન ન બને કેમ મનાય ?
ગુણવર્ણનનો હેતુ સમજો !
આજના એ લોકો કહે છે કે દીક્ષાના ગુણો અમુક કહ્યા છે તે જોવા જોઈએ, પણ એ બિચારાઓને ખબર નથી કે ગુણોનું વર્ણન શા માટે કરવામાં આવ્યું છે અને કયો ગુણ ખાસ જોઈએ ? જ્ઞાનીઓએ વર્ણવેલા ગુણો જેનામાં હોય તેને સહેલાઈથી એ ધર્મની પ્રાપ્તિ થાય, એનામાં વધુ યોગ્યતા એ વાત ખરી, પણ એ ગુણ ન હોય એ ધર્મને યોગ્ય જ નહિ એમ નહિ. પહેલો ગુણ ‘આર્ય દેશોત્પન્ન’ એ છે, તો કહો કે શ્રી આર્દ્રકુમાર તથા તેમના પાંચસો સામંતો ‘આર્યદેશોત્પન્ન’ હતા કે ‘અનાર્યદેશોત્પન્ન' હતા ? જો ‘અનાર્યદેશોત્પન્ન' તો કહો કે એ ગુણ ક્યાં ગયો ? તો સમજો કે ગ્રંથકારનો હેતુ એ છે કે આર્યદેશમાં ઉત્પન્ન થયેલાને સંયમની સામગ્રી સહેલાઈથી મળે, અનાર્ય દેશમાં સામગ્રી મળી શકે નહિ માટે એ યોગ્ય નથી, પણ મળે તો એ પણ યોગ્ય છે. દરેક ગુણને સમજતાં શીખો. અનાર્ય દેશમાંથી આવીને પણ કેટલાય કેવળજ્ઞાન મેળવીને મુક્તિએ ગયા.
Jain Education International
૧૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org