________________
૫ : સત્યની આરાધના અને રક્ષા :
વિવેક અને જ્ઞાનનું ફળ શું ?
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ અને ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ દૃષ્ટાંત દ્વારા એ વાત સમજાવી કે ‘કર્મગુરુ આત્માઓ વિષયોમાં આસક્ત બન્યા છતાં શું નથી પામી શકતા અને શું પામે છે ?’ એ વાત સમજાવતાં એ બન્નેય ઉપકારી મહાપુરુષોએ ફ૨માવ્યું છે કે એવા આત્માઓ મોક્ષને કે મોક્ષના કારણરૂપ સંયમના અનુષ્ઠાનને નથી પામતા, પણ અનેક પ્રકારના રોગો, જીવિતનો એકદમ અપહાર કરનારી શૂલાદિ વ્યાધિઓ અને ગાઢ પ્રહારાદિકથી ઉત્પન્ન થયેલા અસમંજસ એટલે ક્રમે કરીને, એકીસાથે નિમિત્તથી કે અનિમિત્તથી ઉત્પન્ન થયેલા દુ:ખ વિશેષોને પામે છે.’
વધુમાં- એ ઉપકા૨ીઓ ફરમાવે છે કે ‘કર્મગુરુ સંસારીઓ કેવળ રોગો અને આતંકોથી જ પીડાય છે એમ નથી, પણ એથીયે અધિક અધિક ઉપદ્રવોથી રિબાય છે. આ પ્રમાણે સમજાવીને એ બન્નયે ઉપકારીઓ, એ બધી જ રિબામણમાંથી બચાવવાના જ એક ઇરાદાથી ઉપદેશ આપતાં કેવી સુંદર શૈલીથી સમજાવે છે એ આપણે જોઈએ; એ જોવા માટે પ્રથમ તો આપણે એ જ જોવું પડશે કે રોગાદિકનું વર્ણન કરનારાં સૂત્રો પછીનાં અનુપમ ઉપદેશમય સૂત્રની નિકટમાં લઈ જવા માટે પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ કેવી રીતની સુંદર અવતરણિકા કરે છે ? એ અનુપમ ઉપદેશમય સૂત્રને અભિમુખ ક૨વા માટે અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે
"न रोगातङ्करेव केवलैर्मुच्येत, अन्यदपि यत् संसारिणोऽधिकं स्यात्तदाह-'
‘કર્મગુરુ સંસારીઓ કર્મના યોગે કેવળ ‘રોગો’ એટલે ‘ગંડ’ આદિ અને ‘આતંકો’ એટલે એકદમ જીવિતનો નાશ કરનારા ‘શૂલ’ આદિ વ્યાધિ વિશેષોથી જ પીડાય છે એમ નથી, માટે એથી બીજું પણ અધિક સંસારી આત્માને શું થાય છે, એ બતાવતાં સૂત્રકાર મહર્ષિ ફ૨માવે છે કે’
આ પ્રમાણે કહીને આપણને એ અનુપમ ઉપદેશ અને ઉત્તમ ઉત્તમ પ્રેરણાથી
Jain Education International
For Private & Personal Use Only
""
www.jainelibrary.org