________________
૫ : સત્યની આરાધના અને રક્ષા :
75
• વિવેક અને જ્ઞાનનું ફળ શું? ૦ સભ્યત્વનો પ્રકાશ થાય ત્યારે
મિથ્યાત્વ પણ પ્રકાશમાં આવે છે : • ગોશાળાનો વૃત્તાંત :
• શ્રી નંદિષેણ મુનિવર : • પિતા-પુત્ર મુનિનું દૃષ્ટાંત : • ધર્મ માટે મરવું સારું :
વિષય રોગ અને મરણ તેમજ ઉપપાતના સંપૂર્ણ નાશ માટેનો પ્રયત્ન કર્તવ્ય.
પૂર્વ પ્રવચનમાં રોગોની ભયાનકતાનું નિરૂપમ નિરૂપણ કર્યા બાદ પ્રસ્તુત સુદીર્ઘ પ્રવચનમાં એ રોગો અને એથી ય ભયંકર એવા મરણ અને આવનાદિનાં દુઃખોનાં આત્યંતિક નાશ માટે જ આત્માએ પ્રયત્ન કરવો જોઈએ. એ વાતના અનુસંધાનમાં પ્રવચનકારશ્રીએ સમ્યક્તની સાચી વ્યાખ્યા અંતર્ગત ખોટું માત્ર તજવાની અને સાચાને જ લેવાની ઈચ્છા પ્રગટ કરવાનો ઉપદેશ આપ્યો. એ સાથે સત્યની આરાધના-સાધના માટે અસત્ય-મિથ્યાત્વના ત્યાગની આવશ્યકતા, સત્ય પ્રકાશન વેળા અસત્યરસિકો દ્વારા કરાતી ધાંધલ, એ વખતે સત્યરસિકે લેવાની કાળજી, વખતે સત્યરક્ષા માટે સ્વપ્રાણનાશ એ પણ ધર્મ કઈ રીતે ? વગેરે વાતો સમજાવવા માટે પ્રભુશ્રી મહાવીર પરમાત્માની જ હાજરીમાં જ ગોશાળાએ કરેલી ધાંધલ છતાં પ્રભુનું સત્ય માર્ગ પ્રકાશન, એ સમયે ગતમાદિ અન્ય મુનિઓએ કરેલ આચરણ આદિ અનેક દાખલા દલીલોનો સુંદર ઉપયોગ કર્યો છે.
મુવાક્યાતૃત • ખોટું માત્ર તજવાની અને સાચાને જ લેવાની ઈચ્છા એનું જ નામ સમ્યક્ત છે. • સત્ય પ્રકાશિત થાય કે અસત્યરસિકના પેટમાં તેલ રેડાય. • સમ્યગ્દષ્ટિ આત્મા કોઈની પણ ધર્મનાશક ખોટી ખ્યાતિથી અવશ્ય વિષાદ પામે,
દુર્જનોનો સ્વભાવ જ એવો હોય કે હિતશિક્ષા પણ તેઓને ગુસ્સો જ કરાવે. • ધાંધલ કે ધમાલોથી લેશ પણ ભય પામ્યા સિવાય પ્રભુમાર્ગના આરાધકોએ નિઃશંકપણે અને
નિર્ભયપણે પરમાત્માએ પ્રરૂપેલા સત્યમાર્ગનું પ્રકાશન કરવું જ જોઈએ. • દુરાગ્રહી આત્માઓ માટે દલીલ પણ નકામી છે, જ્યાં ખોટી વસ્તુ ઉપર ગાઢ રાગ હોય ત્યાં
દુરાગ્રહ થાય છે. • વસ્તુનો અનુભવ પણ તટસ્થપણે વિચારે તે જ કહી શકે.
દુન્યવી પદાર્થો માટે મરવું તે આત્મઘાત છે, પણ આત્માના ધર્મના રક્ષણ માટે મરવું એ આત્મઘાત
નથી, એટલું જ નહિ પણ આત્મરક્ષણ છે. • વખતે નીતિમાં ધર્મ હોય અને ન પણ હોય, પણ ધર્મમાં તો નીતિ નિયમ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org