________________
૭૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૫ –
1153
ભરેલા સૂત્રની અભિમુખ કરે છે. જે સૂત્રને અભિમુખ કરવા માટે ટીકાકાર મહર્ષિ આ પ્રમાણે ફરમાવે છે, તે સૂત્ર કેવા સુંદર ભાવવાહી શબ્દોમાં રચાયું છે તે અને તેનો ભાવ સમજાવતાં ઉપકારી ટીકાકાર મહર્ષિ શું ફરમાવે છે તે બધુંય આપણે જોઈએ અને વિચારીએ : રોગો અને આતંકોથી નહિ છૂટતાં સંસારીઓને જે જે અધિક થાય છે, તે ઉપર ગંભીર વિચાર કરવાનો અને એ વિચારના પરિણામે યોગ્ય રીતે ઉદ્યમશીલ બનવાનો અનુપમ, એટલે કે જૈનશાસન સિવાયની દુનિયામાં જેનો જોટો ન મળે તેવા ઉપદેશ આપતાં બન્નેય ઉપકારીઓ ફરમાવે છે કે
"मरणं तेसिं संपेहाए उववायं चवणं ।
૨ નડ્યા, પરિવાર૨ સંપદા” "तेषां कर्मगुरूणां गृहवासासक्तमानसामसमञ्जसरोगैः क्लेशितानां 'मरणं' प्राणत्यागलक्षणं 'संप्रेक्ष्य' पर्यालोच्य पुनरुपपातं च्यवनं च देवानां कर्मोदयात् सञ्चितं ज्ञात्वा तद्विधेयं येन गण्डादिरोगाणां मरणोपपातयोश्चात्यन्तिकोऽभावो भवति, किं च कर्मणां मिथ्यात्वाविरतिप्रमादकषाययोगाहीतानामबाधोत्तरकालमुदयावस्थायां परिपाकं च सम्प्रेक्ष्य' शारीरमानसदुःखोत्पादकं पर्यालोच्य तदुच्छित्तये यतितव्यम् ।।"
“કર્મોથી ગુરુ બનેલા, ગૃહવાસમાં આસક્ત મનવાળા અને અસમંજસ રોગોથી ક્લેશ પામેલા સંસારી આત્માઓના પ્રાણત્યાગરૂપ મરણને વિચારીને અને કર્મોદયથી સંચિત કરેલ દેવોના ઉપપાત અને ચ્યવનને જાણીને , તે જ કરવા યોગ્ય છે કે જેના પ્રતાપે ‘ગંડ' આદિ રોગોનો
અને મરણ તથા ઉપપાતનો આત્યંતિક અભાવ થાય. અને વળી- “મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના યોગે એકઠાં કરેલાં કર્મોનો તેના અબાધાકાલ પછીના કાલે ઉદયાવસ્થામાં શારીરિક અને માનસિક દુઃખોને ઉત્પન્ન કરનાર પરિપાકને, તેને વિચારીને તે કર્મોના જ ઉચ્છેદન માટે અને તે તે કર્મોના કારણરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તેના ઉછેર માટે યત્ન કરવો જોઈએ, એટલે કે એવો યત્ન કરવો એ યોગ્ય છે.”
આ સુંદર ઉપદેશ ઉપરથી એક જ વસ્તુ સમજાય છે અને તે એ જ કે - “યોગ્ય આત્માઓએ ગંડ આદિ રોગો, મરણ, ઉપપાત અને એ સર્વના કારણરૂપ કર્મનો અને કર્મના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનો નાશ કરવો, એ જ વિવેકી આત્માનું કર્તવ્ય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org