________________
1159
- ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75
-
૭૩
આ ઉપરથી એ વસ્તુ સહેલામાં સહેલી રીતે સમજી શકાય તેમ છે કે રોગો અને રોગોનું સ્વરૂપ આદિનું વર્ણન કરવામાં, ઉપકારીઓનો એક જ આશય છે કે અતિશય દુર્લભ એવા શ્રી સમ્યક્ત રત્નને પામ્યા પછી વિવેકી આત્માએ એક ક્ષણ પણ પ્રમાદ કરવો એ યોગ્ય નથી; અને એ વાત પણ ખરી જ છે કે “વિવેકી આત્મા પણ પ્રમાદ કરે તો વિવેકી અને અવિવેકી આત્માઓમાં ફરક શું?' માટે ગંભીરતાપૂર્વક વિચારો કે વિવેકનું ફળ શું અને જ્ઞાન તથા બુદ્ધિનું પરિણામ શું ? શું પોતાની કલ્પિત ઇચ્છા મુજબ વર્તે એ જ્ઞાની છે ? ફાવે તેમ વર્તવાનું તો અજ્ઞાની પણ ન કહે, તો હવે નિશ્ચિત કરો કે “આજે દીનતા તથા દરિદ્રતા વધી છે કેમ ?” કહેવું જ પડશે કે અંદર કંઈ ન હોવા છતાં પણ આડંબર મોટો રાખવામાં આવે છે એથી ! બહાર અમુક જાતની પોઝીશનમાં રહેવું જ જોઈએ અને એ અમુક પોઝીશનને જાળવી રાખવા માટે અનીતિ, પ્રપંચ, ઉઠાવગીરી વગેરે કરવું પડે એમાં કશો જ વાંધો નહિ, કારણ કે આજના જમાનાનો ધર્મ એ છે અને ‘જમાના સામે જે ધર્મ આવે એવા ધર્મને તો સ્વીકારવો જ નહિ” આવી દુષ્ટ માન્યતા થઈ છે, એના પ્રતાપે આજની આ અસહ્ય દુર્દશા ઊભી થઈ છે !
જમાનાની નીતિ-રીતિ મુજબ વર્તવામાં પાપ નથી' - આ માન્યતાને લઈને આજે અમુક વર્ગમાંથી સમ્યક્તની કરણી પણ ભુલાઈ રહી છે. આજે સમ્યગ્દષ્ટિની ફરજ સમજનારા વિરલ આત્માઓ દૃષ્ટિગોચર થાય છે. અરે ! મનુષ્યપણાની ફરજ સમજનારા પણ થોડા જ નજરે ચડે છે “ઊંચામાં ઊંચું મનુષ્યપણું પામ્યા એમ કહો ખરા, પણ એની ખાતરી શી ?' એ પ્રશ્નના ઉત્તરમાં આજે ઘણાને મૌન સેવવું પડે તેમ છે, કારણ કે જન્મથી મનુષ્ય બનેલાઓએ એ વિચારવાનું જ માંડી વાળ્યું છે કે “અનંત જ્ઞાનીઓએ મનુષ્યભવને દુર્લભ કહ્યો છે, શાથી ?” દુર્લભ એવા પણ મનુષ્યભવને પામવા છતાં પણ જેઓ વિષયાદિક પ્રમાદમાં મગ્ન બની જાય છે, તેઓના મનુષ્યભવની જ્ઞાનીઓ એક ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી આંકતા. એ જ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે દશ દશ દષ્ટાંતે દુર્લભ એવા પણ મનુષ્યભવને મેળવ્યા બાદ પણ શુદ્ધ શાસ્ત્રશ્રવણની સામગ્રી મળવી દુર્લભ, એ સામગ્રી મળ્યા બાદ શાસ્ત્રથી શ્રવણ થાય પણ એ શુદ્ધ શાસ્ત્રના કથન ઉપર શ્રદ્ધા થવી એ તો એથી પણ અધિક દુર્લભ અને તે પછી એથી પણ અધિક દુર્લભ તો સંયમમાં વીર્યનો સદુપયોગ થવો તે છે, કારણ કે સંયમમાં વીર્યનો સદુપયોગ એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org