________________
૭૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
110.
મનુષ્યભવની સાચી સફળતા છે; એનું પણ કારણ એ છે કે સર્વવિરતિની પ્રાપ્તિ મનુષ્યભવ સિવાયના ભાવોમાં શક્ય જ નથી.
તો હવે વિચારો કે મનુષ્યભવની પ્રાપ્તિ વિના શાસ્ત્રશ્રવણ મળે તો પણ સંપૂર્ણતયા શી રીતે ફળે ? એ જ કારણે કિંમત મનુષ્યપણાની છે. પણ મનુષ્ય થઈને શું કરવું જોઈએ એનો જેને વિચાર જ નથી, તેને શાસ્ત્ર સમજાવાય પણ શી રીતે ? જેનામાં પોતામાં જ પહોંચવાની ઇચ્છા કે તાકાત નથી તેને પહોંચાડનારા પણ શું કરે ? એ જ રીતે તારક પણ તરવાની ઇચ્છા વિનાનાને તારે શી રીતે ? આથી સમજો કે આકૃતિની ખાસ મહત્તા નથી ? મનુષ્યપણાના પણ જ્યાં વિચાર નથી, ત્યાં સમ્યત્ત્વની વાત વેગળી હોય એમાં આશ્ચર્ય શું ? સમ્યક્તનો પ્રકાશ થાય ત્યારે મિથ્યાત્વ પણ પ્રકાશમાં આવે :
જે જમાનામાં અજ્ઞાનીઓને પણ પોતાની જાત માટે જ્ઞાની જ કહેવરાવવું ગમે, પણ જ્ઞાન તથા બુદ્ધિ આવ્યા પછી શું કરવું જોઈએ તેનો તો વિચાર નહિ કરવો, અગર કોઈ એવા વિચાર કરાવે એ પણ પાલવે નહિ ત્યાં જ્ઞાન અને બુદ્ધિ કરે પણ શું ? બાકી તો જ્ઞાન તથા બુદ્ધિનો સદુપયોગ કરવો, એ આપણા પોતાના જ હાથમાં છે. અન્યથા ઓઘદૃષ્ટિથી કહેવાય કે જ્ઞાનથી તો આત્મા તરે પણ અને ડૂબે પણ !સારા તેમજ નરસા બેય કામમાં જ્ઞાનની તો જરૂર પડે જ છે. બુદ્ધિ વગર તો ખોટું કામ પણ થતું નથી, અને કદી થાય તો થઈ ગયું કહેવાય પણ કર્યું ન કહેવાય. શું ચોરી આદિ પાપ કરવામાં પણ ઓછી બુદ્ધિ જોઈએ છે ? શું ચોર વગેરે લોકો પોતાની કાર્યવાહીમાં ઓછા બુદ્ધિમાન હોય છે ? શું અનીતિ તથા પ્રપંચ કરનારામાં બુદ્ધિ નથી હોતી ? આથી સ્પષ્ટ જ છે કે બુદ્ધિ બેય બાજુ જોઈએ છે, એટલે કે સારામાં તથા ખોટામાં બેયમાં બુદ્ધિ જોઈએ છે, પણ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ઉન્માર્ગે ઉપયોગમાં આવતી બુદ્ધિ અને એવું જ્ઞાન એ બન્નેય નકામાં છે, એટલું જ નહિ પણ ભયંકર નુકસાન કરનાર છે. એવી નુકસાનકારક બુદ્ધિને કે એવા જ્ઞાનને સમ્યગ્દષ્ટિ આત્મા સુબુદ્ધિ તરીકે કે સમ્યજ્ઞાન તરીકે સ્વીકારતો જ નથી, કારણ કે ખોટું માત્ર તજવાની અને સાચાને જ લેવાની ઇચ્છા એનું જ નામ સમ્યક્ત છે.
વિચારો કે આવી સત્ય માન્યતાના સ્વીકારમાં ને પ્રચારમાં ઝઘડો-રગડો છે જ ક્યાં ? કહેવું જ પડશે કે નથી જ, તો હવે માનો કે ઝઘડા ને રગડા કરનારા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org