________________
1161
૫ ઃ સત્યની આરાધના અને રક્ષા
-
Jain Education International
75
લોકો જ છે કે જે લોકો આ સત્યનો સ્વીકાર તો નથી કરતા, પણ ઊલટો સામનો કરે છે ! અને એ રીતે સત્યનો સામનો કરનારો વર્ગ જ્યાં સુધી જીવતો છે, ત્યાં સુધી ઝઘડો-રગડો પણ જીવતો જ રહેવાનો છે. માટે તો કહેવું જ પડે છે કે એ રગડો વિશ્વમાં શાશ્વત છે. સમ્યક્ત્વનો પ્રકાશ થાય ત્યારે મિથ્યાત્વ પણ પ્રકાશમાં આવે. સમ્યગ્દર્શનની સ્થાપના ન હોય ત્યાં સુધી મિથ્યાત્વની તેવી હોહા ન હોય, પણ એ સ્થપાય કે મિથ્યાદર્શનરૂપી ઘુવડોનો સામો બળવાન હોય ત્યાં સુધી છૂપો નહિ તો ખુલ્લો ઘોંઘાટ શરૂ થાય, એનું કારણ જ એ છે કે સત્ય પ્રકાશિત થાય કે અસત્યરસિકના પેટમાં તેલ રેડાય.
૭૫
સત્યના પ્રકાશનથી કલ્યાણાર્થી આત્માઓને તો આનંદ જ થાય, પણ સ્વાર્થી આત્માઓને તો આઘાત જ થાય. પુણ્યવાનને તો સત્ય પ્રકાશનથી પ્રમોદ જ થાય, પણ મૃષાભાષીને તો લાગે કે હવે પોલ ખૂલવા માંડી એટલે તેઓ પોતાની પોલને છુપાવવાની મહેનત કરે અને પોલને છુપાવવાની મહેનત એનું જ નામ ધાંધલ !
મુક્તિના કામી, આત્મકલ્યાણના અર્થી અને સત્યના ગવેષકને તો સત્ય પ્રકાશનથી આનંદ જ થાય અને એવા આત્માઓ તો વિચારે કે ઘણે કાળે સત્ય મળ્યું, પણ અસત્ય જીવનમાં જ આનંદ માનતા ભવાભિનંદી વૃત્તિવાળાઓને તો મૂંઝવણ જ થાય કે ‘હવે આપણે આપણા અસત્યને સાચવવું શી રીતે ?’ અને એ મૂંઝવણના યોગે તેઓ પોતાના એ અસત્યને સાચવવાની ક્રિયા કરે, એનું જ નામ ધમાલ. અસત્યને જ સારું માને એથી સત્ય સાંભળતાં અંતરમાં ઉધમાત થાય. પોતાનું અસત્ય ઊઘડવા માંડે એટલે એને રોકવા પ્રયત્ન કરે, પોતાના અસત્યનું ઉન્મૂલન થતું દેખાય એટલે તેઓ બીજા પ્રકારના પ્રયત્નોનો આરંભ પણ કરે, કા૨ણ કે તેઓ ‘અસત્યને જરૂર સાચવવું છે’ એમ માને એટલે એને માટે જરૂરી લાગતા બધા જ પ્રયત્નો કરે. એ પ્રયત્નોનું નામ જ ધમાલ છે; એટલે તમારે સમજી જ લેવું જોઈએ કે જ્યાં સુધી એવા લોકોની વિશ્વમાં હયાતી છે ત્યાં સુધી ધમાલ ઉઘાડી કે ઢાંકી પણ ચાલુ તો રહેવાની જ એટલે એથી ગભરાવું એ મોક્ષમાર્ગના ઉપદેશકને અને મોક્ષમાર્ગના આરાધકને કદી જ પાલવે તેમ નથી.
શું તમે નથી જાણતા કે ‘આ અવસર્પિણીમાં છેલ્લામાં છેલ્લા મોક્ષમાર્ગના
For Private & Personal Use Only
www.jainelibrary.org