________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
સ્થાપક ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વીતરાગ હોવા છતાં પણ અન્ય તારકોની માફક તે તારકને પણ ઉન્માર્ગના પ્રચારકોને ઉકળાટ કરાવે એવું સત્ય પ્રગટ કરવું પડ્યું છે ? દૃષ્ટાંત તરીકે યાદ કરો કે ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ જ્યારે શ્રી મહાવીર ભગવાનને “હે સ્વામિન્ ! આ નગરીમાં સઘળાય લોકો ગોશાળાને સર્વજ્ઞ તરીકે ઓળખે છે અને ઓળખાવે છે, એ ઘટિત છે યા નહિ ?” આ પ્રમાણે નગરલોકોની સમક્ષ પૂછ્યું છે, ત્યારે ભગવાને શું ફરમાવ્યું છે ? જો યાદ ન હોય તો એ પ્રસંગ ખાસ યાદ રાખવા જેવો છે. તે પ્રસંગ એવી રીતે બન્યો છે કે
૭૩
ગોશાળાનો વૃત્તાંત
00
વિહાર કરતા કરતા ભગવાન શ્રી મહાવીરદેવ કોઈ એક વખતે ‘શ્રાવસ્તી’ નગરીમાં પધાર્યા અને તે નગરીમાં આવેલા ‘કોષ્ટક’ નામના ઉદ્યાનમાં સમોસર્યા. ભગવાન તે નગરીમાં પધાર્યા તે પૂર્વે જ ગોશાલો તે નગરીમાં આવીને ‘હાલાહલા’ નામની કુંભારણની દુકાનમાં ઊતર્યો હતો. તેણે પોતાના વિરોધીને તેજોલેશ્યાના બળે હણી નાખ્યો હતો. તે અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનથી લોકોના મનોગત ભાવોને જાણતો હતો, અને એ જ કારણે તે ‘અજિન’ હોવા છતાં પણ પોતાની જાતને ‘જિન’ તરીકે લોકોમાં પ્રકાશિત કરતો હતો. તેની ‘અર્હન્’ તરીકેની ખ્યાતિ સાંભળીને ભોળા લોકો પણ તેની નિરંતર ઉપાસના કરતા. ભગવાનની આજ્ઞાથી શ્રી ગૌતમ મહારાજા સમયે ભિક્ષા માટે નગરીમાં પધાર્યા, ત્યાં લોકોના મુખથી સાંભળ્યું કે ‘અહીંયાં સર્વજ્ઞ અર્હન્ ગોશાળો છે' આ પ્રમાણે સાંભળીને ભગવાન શ્રી ગૌતમસ્વામીજી વિષાદ પામ્યા.
1162
‘અસર્વજ્ઞ' અને ‘અર્હન્' નહિ એવા ગોશાળાની ‘સર્વજ્ઞ' અને ‘અર્હન્’ તરીકેની ખ્યાતિથી ભગવાન શ્રી ગૌતમસ્વામીજી જેવા ચાર જ્ઞાનના ધણી અને દ્વાદશાંગીના સ્વયં પ્રણેતા પણ વિષાદ પામ્યા. એ સૂચવે છે કે ‘સમ્યગ્દષ્ટિ આત્મા કોઈની પણ ધર્મનાશક ખોટી ખ્યાતિથી અવશ્ય વિષાદ પામે.’ આથી જેઓ આજે ખોટી મધ્યસ્થતા સેવવાનો દાવો કરી રહ્યા છે, અગર ‘આપણે તો કોઈના પણ ગુણ જ જોવા' એમ કહી કહીને પોતાની સાથે અન્યોને પણ ઉન્માર્ગે દોરી રહ્યા છે, તેઓ ખરે જ સમ્યક્ત્વરત્નથી વંચિત જ રહ્યા છે, પામ્યા હોય તો હારી ગયા છે અથવા તો તેને દૂષિત અગર કલંકિત કરી રહ્યા છે, એમ કોઈપણ સમજુને કહ્યા સિવાય ચાલે તેમ નથી; કારણ કે શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા ગુણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org